Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અજ્ઞાન અથવા પ્રાણાતિપાતારિરૂપ કાર્ય આ લેકમાં તથા પરલેકમાં જ માટે અહિતકારી માનવામાં આવેલ છે. અહીં દુઃખ શબ્દને અર્થ– સુસિ વીઅતીતિ સુકર્ણમૂ” જે એને પીડા આપે એવું અજ્ઞાન અને હિંસાદિક પાપકર્મ છે. અજ્ઞાન અથવા હિંસાદિક કર્મ ને સદા દુઃખદાયી થાય છે. આ અપેક્ષાથી અજ્ઞાનાદિક, દુઃખના કારણ છે તે પણ આ ઠેકાણે તેને જે દુઃખરૂપ કહેવામાં આવેલ છે તે કારણમાં કાર્યના ઉપચારથી કહેવામાં આવેલ છે. આ પ્રાણાતિપાતાદિકરૂપ સાવદ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવાવાળા ભાવમુક્ત જીવને આ લેકમાં રાજા આદિ દ્વારા કરવામાં આવેલ બંધ વધે તાડન અને શુળી આદિ અનેક કષ્ટને ભોગવવા પડે છે, તથા પરલોકમાં નરકનિગોદાદિકની યાતનાઓ સહન કરવી પડે છે. એથી જખ્ખસ્વામીને ઉદ્દેશ કરીને સુધર્માસ્વામી કહે છે –
હે જણૂ! આ લોક અને પરલોક સંબંધી અનેક દુઃખોનું કારણ પ્રાણતિપાતાદિક કર્મ તથા અજ્ઞાન છે, એવું જ્ઞપરિજ્ઞાથી જાણો. એ જાણવારૂપ કિયાનું ફળ દુઃખનું કારણ જે અજ્ઞાનરૂપ દ્રવ્યનિદ્રા અને ભાવનિદ્રા છે તેનાથી જીવને નિવૃત્ત થયું છે. જીવ જ્યારે તેનાથી નિવૃત્તિસંપન્ન થઈ જાય છે ત્યારે તે એવું સમજવા લાગે છે કે આ લોક, ભોગોની ઈચ્છાથી પ્રાણિ–પીડન આદિ કૃત્ય કરે છે અને આવા પ્રકારનું કૃત્ય કરવાથી તે અશુભ કર્મોને આસવ કરી બંધક બને છે. તેના ઉદયમાં તેને નરકાદિ અનેક કુગતિમાં જન્મ મરણ કરવું પડે છે. ત્યાંથી નિકળીને કદાચ કેઈ શુભ કર્મના ઉદયથી મનુષ્યભવની-કે જેમાં તેને ધર્મોપાર્જન કરવાનો અવસર મળે છે–પ્રાપ્તિ થઈ જાય છે તે પણ તે જીવ વારંવાર તેજ કુક કરે છે કે જેનાથી તેને પુનઃ નરકાદિ ગતિઓમાં જવું પડે છે. આવી રીતે આ જીવને કદિ પણ સંસારરૂપી દાવાનળથી બહાર આવવાનું બની શકતું નથી. એ જ આ લોકને આચાર છે. આવા આચારને-કે જેનાથી તેને અનેક સંકટને સામને કરવો પડે છે-જાણીને તમે આ દ્રવ્યરૂપ તેમજ ભાવરૂપ શસ્ત્રથી સદા નિવૃત્ત થાઓ.
સમયે ઢોરણ નાળિા રૂલ્ય લ્યોવા” એને એ પણ અર્થ થાય છે કે-હે જમ્મુ ! તમે જીનશાસનના જ્ઞાનાચાર આદિરૂપ પાંચ પ્રકારના આચારને મેક્ષસુખનું કારણ સારી રીતે જાણીને ષજીવનિકાયના વિષયમાં દ્રવ્ય અને ભાવરૂપ શસ્ત્રથી નિવૃત્ત થાઓ. અર્થાત્ સદા ધર્મનું આચરણ કરવામાં સતર્ક રહો. ભાવ નિદ્રાથી યુક્ત ન બને. સારાંશ તેને એ છે કે–આ સમસ્ત લોક, શબ્દાદિક વિષયભોગોની ઈચ્છાથી પ્રાણાતિપાતાદિક અનેક પ્રકારના દુષ્કાર્યો કરે છે, તેનાથી નરકાદિક જે અનેક યાતનાના સ્થાન છે તેમાં ઘોરાતિઘોર દુઃખ ભોગવે છે. તે માટે છે જમ્મુ ! ષજીવનિકાયના વિષયમાં શસ્ત્રથી સદા અલગ રહો.
અથવા “ોક્સ” આ છઠ્ઠી વિભક્તિના સ્થાનમાં “ો” આ સપ્તમી વિભક્તિને પાઠ તથા “રમ”ની છાયા “સમાં” માનીને એવો અર્થ થઈ જાય છે કે-હે જખૂ! તમે સદા આ વાતને ભલી પ્રકારે વિચાર કરો કે જે પ્રકારે
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૯૫