Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કાલજ્ઞ અને આસેવન–પરિજ્ઞાની અપેક્ષા કાલાનુષ્ઠાયી સમજવું જોઈએ.
અતિજ્ઞઃ જેની પ્રતિજ્ઞા વિદ્યમાન નથી તેનું નામ અપ્રતિજ્ઞ છે. પ્રતિજ્ઞા, કષાયની પ્રબળતાથી થાય છે. જેમ કોધના આવેશથી નાસ્તિકમતાનુયાયી પાલક બ્રાહ્મણ સ્કંદકાચાર્યના પાંચસે શિષ્યને તેલના યંત્રમાં પિલ્યા હતા, તે વાતને દેખીને સ્કન્દક રૂષિએ સમસ્ત રાજધાનીને નષ્ટ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. માનકષાયના ઉદયથી બાહુબલિ મહારાજે દીક્ષિત પિતાનાથી નાના (૯૮) અણું ભાઈઓને તેવા ખ્યાલથી વંદન ન કર્યું કે “હું તેમનાથી મટે છું અને એ મારાથી નાના છે.” માયાકષાયના ઉદયથી મલ્લી સ્વામીના જીવે પૂર્વ ભવમાં અન્ય મુનિયા સાથે માયા કરીને પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞા કરી હતી. ભકષાયના ઉદયથી સુભૂમચકવતીએ સાત ખંડ સાધવાની પ્રતિજ્ઞા કરી, ઈત્યાદિ. આવા પ્રકારની કષાદયજનિત પ્રતિજ્ઞા મુનિઓએ કરવી જોઈએ નહિ, માટે અહીં “વિશ: ” એ વિશેષણ આપેલ છે. અથવા–ભિક્ષા સમયમાં “મને જ આહારાદિક મળે” એવી પ્રતિજ્ઞા કરવી જોઈએ નહિ, કારણ કે મુનિ માટે આવા પ્રકારની પ્રતિજ્ઞા કરવી ઉચિત નથી. જ્ઞાન અને ક્રિયા આ બનેથી મુક્તિને લાભ સ્યાદ્વાદસિદ્ધાન્તમાં પ્રતિપાદિત કરેલ છે, પરંતુ એવા પ્રકારની પ્રતિજ્ઞા કરવી કે “ક્ત જ્ઞાનમાત્રથી અગર કિયામાત્રથી જ મુક્તિ થાય છે” તે ઉચિત નથી. મુનિયેએ પંચ મહાવ્રતનું આરાધન કરવા સિવાય બીજા કોઈ પણ વિષયમાં પ્રતિજ્ઞા નહિ કરવી જોઈએ.
અથવા “અતિશઃ” આ શબ્દનો અર્થ “માયાદિ ત્રણ શલ્યથી રહિત થાય છે. અણગારેને સર્વ સંયમ શલ્યત્રયથી રહિત બનીને જ નિર્મળ થઈ શકે છે. આ પૂર્વોક્તવિશેષણવિશિષ્ટ અણગાર જ રાગ અને દ્વેષનું ઉમૂલન કરી “ નિજાતિ” નિશ્ચયથી મેક્ષના માર્ગને પ્રાપ્ત કરે છે. રાગ દ્વેષના ઉમૂલનના અભાવમાં આ પૂર્વોક્તગુણસંપન્ન પણ અણગાર મુક્તિના લાભથી વંચિત માનેલ છે.
પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્રા
પ્રશ્ન–શાસ્ત્રમાં અનેક પ્રકારની અભિગ્રહરૂપ પ્રતિજ્ઞાનું કથન કરેલ છે, વળી આ ઠેકાણે “મુનિ પ્રતિશો અત્ ” મુનિએ પ્રતિજ્ઞાસંપન્ન નહિ બનવું જોઈએ, એ કેમ કહેવામાં આવેલ છે?
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૫૦