Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આચના કરી જ્યારે તે તેમની માન્યતાઓને તર્કણાની કસોટી ઉપર કસે છે અને જ્યારે તે પિતાની યથાર્થતાથી શૂન્ય સાબિત થાય છે ત્યારે તેની દૃષ્ટિમાં જિનપ્રતિપાદિત તત્ત્વોની તરફ જ સંતોષ ઉત્પન્ન થાય છે. તે પિતાને ધન્ય તેટલા માટે માને છે કે મને ત્રિલોકીનાથદ્વારા પ્રતિપાદિત ધર્મની શીતળ છત્રછાયા મળી છે. સાચા મણિની કીંમત કાચના ટુકડા દેખવાથી થાય છે. ઉપદેશક જ્યાં સુધી પિતાના સિદ્ધાંતને પૂર્ણ શ્રદ્ધાવાળો નહિ બને ત્યાં સુધી તે બીજાઓને પોતાના સિદ્ધાંતનું રહસ્ય હૃદયંગમ કરાવી શકતા નથી. ઉપદેશક ગુરૂનું કર્તવ્ય છે કે તે પહેલાં પિતાના સિદ્ધાંતના પૂર્ણ જ્ઞાતા હોય, શ્રોતાઓની ચિત્તવૃત્તિને પારખનાર હોય, તેની શંકાઓનું યુક્તિ અને આરામ અનુસાર સમાધાન કરવાવાળા હોય, સદાચારી હોય, પિતાના ઉપદેશમાં શંકા સમાધાન સાથે પોતાના સિદ્ધાંતને પૂર્ણ વ્યવસ્થાપક હોય. આવા પ્રકારથી ઉપદેશકની શ્રોતાઓ ઉપર અસર જેટલી પડે છે તેટલી બીજી કશાથી થતી નથી. સૂત્રકારે તેની પ્રશંસા “અનન્યારામ અને અનન્યદર્શી ' આ પદોથી કરેલ છે. ઉપદેશક પિતાના વિષયનું પ્રતિપાદન આક્ષેપણી વિક્ષેપણી સંગિની અને નિર્વેદની આદિ ચાર પ્રકારની કથાઓમાંથી જે કથાની જ્યાં આવશ્યકતા હોય છે, તેવી કથાનું અવલંબન કરીને ઉપદેશ આપે છે. આ વાતને પ્રગટ કરવા માટે “ વો” પદનું સૂત્રકારે સૂત્રમાં ગ્રહણ કરેલ છે. જે વિષયમાં ઉપદેશક અકુશળ હોય છે અથવા જે ઠેકાણે તેને સંદેહ થાય છે, તે વિષયને તે સ્વયં કેવળી અથવા શ્રુતજ્ઞાની પાસેથી જાણી લે છે, બાદમાં તેનું પ્રતિપાદન કરે છે. જે વખતે કેવળીઓનું અહીં અસ્તિત્વ હતું તે સમય પણ ધર્મોપદેશક હતા. ધર્મોપદેશકને જે વિષયમાં શંકા થતી હતી તેઓ પિતાની શંકાઓનું સમાધાન તેમની પાસે કરતા હતા. અને તે વિષયમાં પૂર્ણ નિષ્ણાત બનતા હતા. જો કે વર્તમાનકાળમાં આ ક્ષેત્રમાં સાક્ષાત્ કેવળી વિદ્યમાન નથી તે પણ તેના સ્થાનાપન્ન તેમને ઉપદેશ શાસ્ત્રોમાં હજુ પણ વિદ્યમાન છે, ઉપદેશક ગુરૂ તેઓના ઉપદેશનો હજુ પણ પિતાની પ્રવૃત્તિ તદનુકૂળ બનાવી પ્રચાર કરતા રહે છે.
વીતરાગ પ્રભુદ્વારા પ્રતિપાદિત વિષય-ચાહે કઈ દરિદ્રી હોય, ધનીક હોય, ઇન્દ્ર હોય કે ચકવતી હોય, માંડલિક રાજા હોય, બીજા કેઈ પણ હોય–બધાને માટે સમાનરૂપ જ છે. તેમાં કઈ પણ જાતિવિશેષ અગર વર્ણ વિશેષને ભેદ રાખવામાં આવેલ નથી. ભગવાનનો ઉપદેશ પક્ષપાતથી રહિત હોય
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૮૨