Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અમુનિ સર્વદા સોતે રહતે હૈં, ઔર મુનિ સર્વદા જાગતે રહતે હૈં ।
અમુનિ શબ્દનો અર્થ ગૃહસ્થ છે. એ ભાવથી સુપ્ત-સુતેલા છે. મિથ્યાત્વ અજ્ઞાનમય નિદ્રાથી બ્યામેાહિત મતિવાળા હોવા છતાં પ્રાણાતિપાતાદિક જે કર્મોના આવવાના દ્વાર છે તેમાં નિરંતર પ્રવૃત્તિશાળી છે. સુપ્ત એ પ્રકારના હાય છે.— (૧) દ્રવ્યથી અને (૨) ભાવથી. નિદ્રાપ્રમાદશાળી જે છે તે દ્રવ્યથી સુપ્ત છે, અથવા જેમાં આંખોના પ્રચાર શિથિલ થઇ જાય છે તથા અંગ ઉપાંગોની ક્રિયા પણ જ્યાં શિથિલ થઇ જાય છે, એવી અસ્પષ્ટ ચેતનાની અવસ્થાથી જે યુક્ત છે તેઓ પણ દ્રવ્યથી સુપ્ત છે. અર્થાત્ નિદ્રાવસ્થાવાળા પ્રાણી દ્રષ્યસુપ્ત છે. એ દ્રવ્યસુપ્ત જીવ જે પ્રકારે ચારો વિગેરે દ્વારા મણિ-માણેક-રત્નાદિક દ્રવ્ય આદિના ચારાઈ જવાથી અન્તર્દોષ અને દારિદ્રય દુર્ભાગ્યાદિ–રૂપ અનેક સંતાપેાના અનુભવ કરે છે તે પ્રકારે ભાવસુપ્ત પ્રાણી પણ પ્રમાદ આદિ દ્વારા સભ્યજ્ઞાન સમ્યગ્દર્શન અને સમ્યકૂચારિત્રાહિરૂપ રત્ના ચારાઈ જવાથી દીઘ સંસારમાં પરિભ્રમણુજન્ય જન્મ જરા અને મરણ આંદિરૂપ અનેક સંતાપાને ભોગવતાં રહે છે.
મુનિ સદા જાગતા રહે છે. મેાક્ષમા`થી જે વિચલિત થતા નથી, તેનું નામ મુનિ છે. એએ નિરંતર સચેત રહે છે, અર્થાત્ મિથ્યાત્વાદિ નિદ્રાના વિનાશ થવાથી ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના પરિહાર માટે ચતનાથી ગમનાક્રિક ક્રિયાઓ કરતાં કરતાં પણ સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્રનું ઉપાર્જન કરવામાં જ પ્રવૃત્તિશીલ રહ્યા કરે છે. જોકે કયારેક આચાર્ય મહારાજની આજ્ઞાથી એ રાત્રિની પ્રથમ પોરસીમાં, અને ઉત્સગ થી દ્વિતીય તૃતીય પોરસીમાં દીર્ઘ સંયમના આધારભૂત શરીરની સ્થિતિ માટે નિદ્રા લે છે તે પણ મુનિ સદા ભાવથી જાગરૂક-જાગતાં જ રહે છે. સુપ્ત અવસ્થા અને જાગ્રત અવસ્થાના સબંધ આંહી ધર્મની અપેક્ષાથી ગ્રહણ કરવામાં આવેલ છે.
મુનિ એ પ્રકારના હોય છે. (૧) દ્રવ્યથી અને (૨) ભાવથી. લિંગ માત્રનેધારણુ કરવાવાળા દ્રવ્યમુનિ છે. તેનુ પરિણામ અસંયમમાં પિરણત રહ્યા કરે છે. અવસન્ન પાસસ્થાદિક તેવી શ્રેણિના છે. તેનું અહીં પ્રકરણ નથી, કારણ કે એ દ્રવ્યલિંગી અમુનિઓની કેટમાં આવે છે. આ ઠેકાણે ભાવમુનિનું પ્રકરણ ચાલી રહ્યું છે. માટે તેઓના આ ઠેકાણે વિચાર થશે. તે ભાવમુનિ ચારિત્રમોહનીય
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૯૧