Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવિધિના કથનના દોષોને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી છોડી આપે છે તે ઉપદેશક પણ સર્વ પરિજ્ઞાચારી કહેવાય છે. આ અપેક્ષાથી “પરિજ્ઞા”ની સાથે “સર્વ ' આ વિશેષણ સંગત બેસે છે. આ પ્રકારના ઉપદેશક જે આત્માના પ્રત્યેક પ્રદેશમાં ધર્મનો પ્રચાર કરવાની શક્તિથી સંપન્ન છે, તે હિંસાના સ્થાનભૂત પિતાના આત્માની વિરાધનાથી તથા સંયમની વિરાધનાથી કદિ પણ ઉપલિસ થતા નથી. તાત્પર્ય
એ છે કે તે ઉપદેશક–આક્રોશન ઉદૂર્વાસન અને વધાદિકથી પિતાના આત્માની વિરાધના કરવાવાળા થતા નથી, તેમજ જ્ઞાનાચાર, દર્શનાચાર અને તપઆચાર આદિ પાંચ પ્રકારના આચારના અનાચરણથી સંયમના વિરોધક બનતા નથી, કારણ કે તે એ બન્ને પ્રકારની વિરાધનાના કટુ ફળને સારી રીતે જાણે છે. તેને પૂર્ણ રીતે વિશ્વાસ છે કે જે આ બન્ને પ્રકારની અગર કઈ પણ એક પ્રકારની વિરાધનાના કરવાવાળા હોય છે, તેને સંસારમાં જ ભ્રમણ કરવું પડે છે. કારણ કે આ પ્રકારની વિરાધનાથી જીવ અશુભ કર્મોને જ બંધ કરે છે, અને તેનું ફળ ચતુર્ગતિરૂપ સંસારમાં ભ્રમણ થાય છે, “આ સંસારના કારણભૂત કર્મને નાશ કરવા માટે જ મેં મુનિપણને વેશ લીધો છે.” આ અભિપ્રાયની પુષ્ટિ સૂત્રકાર
અgroઘારણેયનેગળોદ્ધાતના એ પદથી કરેલ છે. “ જાતિगच्छति येन प्राणिगणश्चतुर्गतिकसंसारे तद् अणं-कर्म, तस्य उत्-प्राबल्येन થાતા=અપનાવે, તારા તરવા દેવ, દરિ, અર્થાત્ જેના દ્વારા પ્રાણીસમૂહ ચતર્ગતિરૂપ આ સંસારમાં ભ્રમણ કરે તે અor=કમ છે. તે કમને વિનાશ કરવામાં જે નિપુણ છે તે ગણોદ્વાર છે. જે બંધને નાશ કરવાના, અથવા તેને નાશ કરવાના ઉપાયનું અન્વેષણ કરવાના સ્વભાવવાળા હોય છે તે સંસારના કારણભૂત કર્મને વિનાશ કરવામાં કુશળ હોય છે.
શાસ્ત્રમાં બંધના ચાર ભેદ બતાવેલ છે. (૧) પ્રકૃતિબંધ (૨) સ્થિતિબંધ (3) અનુભાગબંધ, અને (૪) પ્રદેશબંધ. તેને અત્યંત અભાવ થે તે બંધ પ્રાક્ષ છે અથવા તેના અત્યંત અભાવ હેવાના કારણભૂત જે રત્નત્રયાદિક ઉપાય છે તેને પણ બંધvમક્ષ શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. બંધપ્રક્ષનું, અથવા તેના ઉપાયોનું અન્વેષણ કરવાને જેને સ્વભાવ છે તે બંધપ્રમોક્ષાવેષી છે. જે અણઘાતનકુશળ અને બંધુપ્રમેક્ષાવેષી છે તે જ મેધાવી હોય છે.
શંકા–જે અણોદ્દઘાતનમાં કુશળ છે તે જ બંધપ્રક્ષાન્વેષી છે, એ પ્રકારના કથનથી તે બન્ને શબ્દોના અર્થોમાં પરસ્પરમાં સમાનતા આવવાથી પુનરૂક્તિ દોષને પ્રસંગ આવે છે.
ઉત્તર–એ વાત નથી “ મળદ્વારાણેશઆ શબ્દથી “મૂલ અને ઉત્તરભેદવિશિષ્ટ ગન નિમિત્તથી ગૃહીત અને કષાયથી સ્થિતિયુક્ત એવા કર્મોની બદ્ધ, પૃષ્ટ, નિધત્ત અને નિકાચિતરૂપ બધ્યમાન અવસ્થાઓના, અને તેવા કર્મોને દૂર કરવાવાળાં ઉપાયેના તે સમ્યજ્ઞાતા છે” આ અર્થ પ્રતિપાદિત કરેલ છે. તથા “વન્ય મોક્ષાન્વેષ ” આ શબ્દથી ફક્ત તેને દૂર કરનાર અનુષ્ઠાનનું પ્રતિપાદન કરેલ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૮૬