Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ગળવા લાગે છે, આ રેગીને ગલકુઠી કહે છે. તેના શરીરની ભીતર જેમ મૂત્ર -પુરીષ, બળખાં, કાનને મેલ, શિડઘાણ–નાકને મેલ, પિત્ત, શેણિત અને ચરમીઆ આદિ થાય છે તેવી જ રીતે શરીરના બહારના ભાગમાં પણ પરૂં, શેણિત અને કીડા વિગેરે નીકળતા રહે છે. હજારો માખીઓ પણ અણુ-બણ શબ્દો કરતી તેના ઉપર ફરતી રહે છે. એવી પિતાની દશા દેખીને તે પિતે પિતાની જાતની ઘણું કરવા લાગી જાય છે, અને દુખી પણ બને છે. તે વખતે તે રેગનાં લાગી જવાના ભયથી તથા તેની દુર્ગધથી તેના પરિજન પણ તેની પાસે બેસવાની ઈચ્છા કરતા નથી. માટે આ શરીરની તેવી સ્થિતિ બનતી હોય તો પછી તે શરીર ઉપર મેહ રાખે વ્યર્થ છે.
- જ્ઞાનીજન તે આ શરીરને સદા અપવિત્ર જાણીને રાગ કરવાનું સ્થાન જ માનતા નથી, તેની દ્રષ્ટિમાં તે આ દેહના સમસ્ત ભાગ અતિ દુર્ગન્ધથી ઘણિતતર જ છે. કદાચ તે ભાગની દુર્ગધની યાદ કરવામાં આવે તે ઉલટી પણ થાય છે. તથા આ દેહમાં પિતપતાના સ્થાનમાં રહેલા જે જે માંસ, રૂધિર, મેદ, મજજા, શુક, ચરબી તથા હાડકાં વિગેરે ધાતુઓ, ઉપધાતુઓ છે તે બધી, તથા કુષ્ટાદિ–અવસ્થામાં સમસ્ત ઇન્દ્રિઓ પણ ગળી જવા માંડે છે, તેથી જ્ઞાનીજન આ ક્ષણવિનશ્વર અને નિત્ય અશુચિ શરીરમાં મમતાશાળી થતાં નથી. કહ્યું પણ છે –
“ मंसहरुहिरण्हारुवणद्धकलमलयमेयमजाहिं । पुण्णम्मि चम्मकोसे. दुग्गंधे असुइबीभच्छे ॥१॥ संचारिमजंतगलंतवञ्चमुत्तंतसेअपुण्णंमि। देहे हुजा किं रागकारणं असुइहेउम्मि" ॥ २॥ इति,
ભાવાર્થ એ છે કે આ દેહ માંસાદિક પદાર્થોથી યુક્ત હેવાથી અશુચિ દુર્ગન્ધયુક્ત બીભત્સ છે. તેમાં એવી કઈ પણ ચીજ નથી કે જેને માટે જ્ઞાનીજને રાગનું કારણ માની શકે, માટે જે હેયે પાદેયના જ્ઞાતા છે તેનું કર્તવ્ય છે કે આ શરીરને જે તેને સ્વભાવ છે તેવા રૂપમાં જ માને. આ સઘળું કહેવાનો મતલબ એ છે કે વનના મદમાતા રૂપથી યુક્ત પણ આ અત્યન્ત અપવિત્ર દેહમાં પૂર્વોક્ત રીતિથી કથિત આ શરીરનું સ્વરૂપ સમજીને જ્ઞાની સંયમી મુનિએ રાગ નહિ કરે જોઈએ | સૂ૦ ૯૫.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૬૧