Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હોય, ભલે ભાવથી મૂર્છારૂપ હોય, આ અને પ્રકારના પરિગ્રહના પરિત્યાગ કરે છે. જ્યાં પરિગ્રહ–બુદ્ધિનો પરિત્યાગ છે, ત્યાં પરિગ્રહના પરિત્યાગ કરવા કાંઇ કઠિન કાર્યાં નથી. એ તો અનાયાસ જમની શકે છે. પરિગ્રહને અપનાવવા અગર બાહ્ય પદાર્થોમાં પરિગ્રહરૂપતા લાવવી ઈચ્છાને આધીન છે. જ્યારે આવા પ્રકારની ઈચ્છા જ નથી ત્યારે ખાદ્ય પદાર્થોમાં પરિગ્રહતા આવી શકતી નથી. જે વ્યક્તિની પાસે આવા પ્રકારના પરિગ્રહ નથી તે જ રત્નત્રયરૂપ મોક્ષ માર્ગના દ્રષ્ટા મુનિ કહેવાય છે.
તેના સારાંશ એ છે કે જેણે પરિગ્રહની બુદ્ધિનો પરિત્યાગ કરેલ છે તેનાથી પરિગ્રહના ત્યાગ અવશ્ય થાય છે. તેના પરિત્યાગથી દ્રવ્ય-ભાવરૂપ હિરણ્યાદિ તથા મૂર્છારૂપ પરિગ્રહ નિયમથી દૂર થઇ જાય છે. આ ઠેકાણે પરિગ્રહમતિના ત્યાગથી જે પરિગ્રહનો ત્યાગ કરવા બતાવેલ છે તે પધ્ધાનુપૂર્વીને લઇને કહેલ છે. તેથી એ પણ સમજી લેવું જોઇએ કે મૈથુનમતિના પરિત્યાગથી મથુનના, તથા ચોરી કરવાની મતિના ત્યાગથી ચેરીના તથા જુઠ બેલવાની મતિના ત્યાગથી જુઠ આદિનો સહેજમાં ત્યાગ થઈ શકે છે. આ કથનથી દડી, શાકચાર્દિ પરમતાવલંબી સાધુ જોકે કોઈ કોઈ સચિત્તાદિ પદાર્થોના પરિત્યાગી હોય છે પરંતુ પોતાની માન પ્રતિષ્ઠા આદિમાં મૂર્છા રાખવાથી આધાક ઔદ્દેશિક આદિ આહારના ભોગવવાથી અને રાગદ્વેષ-સહિત હોવાથી તે પરિગ્રહધારી જ છે, જે પરિગ્રહના સથા પરિત્યાગી છે તે જ મુનિ અને તે જ મોક્ષમાર્ગ પર ચાલવાવાળા છે, બીજા નહિ; એવું સમજવું જોઈ એ. એ જ આ સૂત્રનો ભાવાં છે u સૂ૦ ૩૫
ફરી પણ મુનિનું કર્તવ્ય કહે છે-‘ તેં ઉન્નાય ' ઇત્યાદિ.
ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્ર ।
6
જેણે પરિગ્રહના કટુ વિપાકને જાણી લીધા છે એવા મેધાવી મુનિ રિજ્ઞાથી પરિગ્રહને જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને સર્વથા પરિત્યાગ કરી આપે છે, પરિ ગ્રહમાં આસક્ત બનીને તે ષવનિકાયરૂપ લેાક પરિગ્રહથી ઉત્પન્ન થયેલ કટુકવિધાકનો જ હમેશાં અનુભવ કરતા રહે છે.' એવું સમજીને લેાકસ જ્ઞા—લેાકની આહારાદિક મૂર્છારૂપ સંજ્ઞાના પરિત્યાગ કરીને હેયાપાદેયવિવેકથી યુકત અંતઃકરણવાળા બની તે મુનિ સચમનું અનુષ્ઠાન કરવામાં પુરૂષાર્થ કરે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૭૩