Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
હિંસાદિક પાપોને કરીશ નહિ.” આ પ્રકારની પ્રતિજ્ઞા કરવાવાળા સંયમી મુનિ કદાચ તે પ્રત્યાખ્યાત વિષયમાં પ્રવૃત્તિ કરે છે તો આ પ્રકારની તેની પ્રવૃત્તિથી એક તો તેના લીધેલા વ્રતને ભંગ થાય છે. બીજું તેને મૃષાવાદને દેષ પણ લાગે છે. કારણ કે તેણે પોતાની પ્રતિજ્ઞા ભંગ કરવારૂપ મૃષાવાદનું સેવન કર્યું. જે જીવની હિંસા કરવામાં તે પ્રવૃત્ત થઈ રહ્યા છે, તે જ તેના માટે પોતાનું શરીર ઘાત કરવાને નિમિત્તે તો આપેલ જ નથી. માટે અદત્તને પણ ગ્રહીતા હોવાથી તેને માટે અદત્તાદાનને દેષ પણ લાગે છે. જેટલા પણ સાવદ્ય કર્મ છે તે અપરિગ્રાહ્ય છે. તે અપરિગ્રાહ્યોના ગ્રહણ કરવાવાળા હોવાથી તેને પરિગ્રહને ગ્રહણ કરવાનો દોષ પણ લાગુ થાય છે. જ્યાં પરિગ્રહ છે ત્યાં મૈથુન અને રાત્રિ ભોજનજન્ય દેષ પણ લાગે જ છે માટે છ વતેમાંથી અન્ય એક પણ વ્રતની વિરાધના કરવાવાળા મુનિ સમસ્ત વ્રતોની વિરાધના કરે છે. આ વાત ભલીભાંતિ સિદ્ધ થઈ જાય છે. તે પ્રકારે છ વ્રતોમાંથી એક પણ વ્રતને નિર્દોષ રીતિથી પાલન કરવાવાળા મુનિ અન્ય બીજા પણ વ્રતોના પાલક માનવામાં આવે છે.
અથવા કોઈ એક પણ પાપારમ્ભનો જે આચરણ કરે છે તે અન્ય સમસ્ત પાપારમ્ભોનું આચરણ કરવાવાળા હોય જ છે. કારણ કે જેની પ્રવૃત્તિ ઉભાગમાં લાગેલી છે તે કદાચ એક પણ પાપારંભ કરે તો તે એક કરવામાં અન્ય બધા પાપારંભ કરવાનો સદ્ભાવ આવી જ જાય છે.
પાપકર્મમાં પ્રવૃત્તિ હોવાનું કારણ એક કેવળ તેની પૌગલિક સુખ પ્રાપ્ત કરવાની અભિલાષા જ છે. અતઃ સુખાર્થી હોવાના કારણથી જ તેની પ્રવૃત્તિ પાપ કાર્યોમાં થાય છે. જેવી રીતે ઉન્મત્ત પ્રાણી નશાના આવેશથી જેમ તેમ વારંવાર બેલે છે અને વ્યર્થમાં અહીં તહીં દેડતા ફરે છે, તે પ્રકારે તે પણ મોહના આવેશથી જેમ તેમ વારંવાર બોલતાં અનેક પ્રકારની ત્યાંથી અહીં અને અહીંથી ત્યાં દોડધામ કરતા રહે છે. “મને એ કામો કરવાથી સુખ પ્રાપ્ત થશે” આવા પ્રકારની વિચારધારાથી પ્રેરિત થઈને કષિ આદિ અનેક પ્રથિવીકાયિક જીનું ઉપમર્દન કરવાવાળા વ્યાપારોને કરે છે, તેના સિંચન માટે અપકાય
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૬૯