Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અર્થ, કામ તથા વિષયે અને તેના સાધનોને મેળવવામાં જ રાત દિવસ તલ્લીન બની રહે છે. તેના હૃદયમાં સદા એ જ વિશ્વાસ કામ કરતો રહે છે કે “અર્થ. કામાદિક અને તેના સાધનોની પ્રાપ્તિથી જ જીવન સુખમય થાય છે. તેના વિના જીવનનું કઈ મૂલ્ય નથી. શારીરિક શાતા જ જીવનની શાતા છે. એના વિના ભોગો થતા નથી. ભગોનું ભોગવવું અર્થ ઉપાર્જન કર્યા વિના થતું નથી, તેથી તે ભોગોની વાંછનાથી પ્રેરિત થઈને અર્થ ઉપાર્જન કરવામાં તત્પર રહ્યા કરે છે. અને બધાસાધનસંપન્ન બનવાથી પોતે પોતાની જાતને અમર માનવા લાગી જાય છે. આ પ્રકારે ભોગ અને તેના સાધનોમાં શ્રદ્ધાસંપન્ન તથા પોતે પોતાની જાતને અમર માનવાવાળા પ્રાણીને હે શિષ્ય ! તમે કોઈ વખત પણ સુખી ન માને. એ તો સદા શારીરિક અને માનસિક પીડાઓથી વ્યથિત જ રહે છે. એવું સમજીને તમે શબ્દાદિ વિષયથી પોતાના મનને કેઈ વખત પણ આસક્તિયુક્ત ન કરે.
કવિ તિ” જે વિષય ભેગમાં ગૃદ્ધ બનેલા છે, તેઓ આ અર્થકામ-રૂપ ભેગેને અને તેના વિપાકને જ્ઞ–પરિજ્ઞાથી નહિ જાણુને અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી તેને પરિત્યાગ નહિ કરીને ઈષ્ટ વિષયની પ્રાપ્તિની ઈચ્છાથી તેના વિયેગમાં શેકથી સદા આકુળ-વ્યાકુળ બની રહે છે. કામમાં આસક્ત પ્રાણી ચતુર્ગતિ-રૂપ આ સંસારમાં વારંવાર ભ્રમણ કરી નરકનિદાદિની અનંત વેદનાઓને ભેગવતા રહે છે. એ સૂ૦ ૧૦ છે
ગ્યારહવાં સૂત્રકા અવતરણ ઔર ગ્યારહવાં સૂત્રો
કામના કદ્રક વિપાકને સ્પષ્ટ કરીને હવે તેને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-“સે તે ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૬૪