Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મુનિકો માત્રાશ હોના ચાહિયે ઇસકા વર્ણન .
આ સૂત્રમાં “આહાર” આ શબ્દ ઉપલક્ષણ છે. તેનાથી વસ્ત્ર, પાત્ર, શમ્યા, સંસ્તારક આદિનું ગ્રહણ થાય છે. આહાર અને વસ્ત્રાદિક વસ્તુઓને ગૃહસ્થને પાસેથી એટલી માત્રામાં લેવી જોઈએ કે જેનાથી દેવાવાળા ગૃહસ્થને ફરીથી બીજી વાર આરંભ કર ન પડે, તથા એટલી જ માત્રા લેવી જોઈએ કે જે લેવાથી પિતાની સંયમયાત્રાનું પાલન થઈ શકે, અર્થાત્ જે સંયમયાત્રાને નિર્વાહ કરવામાં કઈ પણ પ્રકારે બાધક ન બની શકે. લેતી વખતે એ ધ્યાન અવશ્ય રાખવું જોઈએ, એવું ન બને કે અધિક લેવાથી પરિષ્ઠાપન કરવું પડે. આટલું ધ્યાન રાખવું તે માત્રા છે. આ માત્રાની મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી બરોબર સંયમને નિર્વાહ બની શકતો નથી.
શ્રી સુધર્માસ્વામી જખ્ખસ્વામીને કહે છે કે –આ બધું જે એ ઉદ્દેશના પ્રથમ સૂત્રથી લઈને અહીં સુધી કહ્યું છે તે મેં મારી પિતાની કલ્પનાથી કહેલ નથી. પણ વીતરાગ પ્રભુએ જ આ બધું પ્રગટ કરેલ છે. માટે જે કંઈ અહીંઆ સુધી કહ્યું છે તે ઉપર સંયમી મુનિનું કર્તવ્ય છે કે તેના ઉપર પુરેપુરું ધ્યાન આપે, અને તેનું પોતાના સંયમને નિર્મળ બનાવવા માટે અવશ્ય પાલન કરે. નહિ તે ભગવાનની આજ્ઞાના વિરોધક બનવું પડશે.
એ ભાવ કઈ વખત ન રાખે કે-અશનાદિ આહારવસ્ત્રાદિકને લાભ મને જ થાય છે. બીજાને નહિ.” કારણ કે આ પ્રકારની ભાવનાથી આત્મામાં એક પ્રકારનો અહંકાર ઉત્પન્ન થાય છે જે સંયમ જીવનમાં સફેદ વસ્ત્રમાં ડાઘાની માફક બાધક થાય છે. માટે આ પ્રકારને અહંકાર કઈ વખત કરવું ન જોઈએ. અથવા “ઢામ રતિ માત” એને અભિપ્રાય એ પણ થાય છે કે–આહારને લાભ થવાથી સંયમીએ હર્ષિત નહિ થવું જોઈએ, અને આલાભ થવાથી તેણે “હું હતભાગી-અભાગીને ધિક્કાર છે, બીજાઓને સઘળું મળે છે, મને અંતરાયના ઉદયથી કાંઈ પણ મળતું નથી.” આવા પ્રકારનો શેક પણ નહિ કરે જોઈએ, કારણ કે સંયમજીવનની શભા લાભ અને અલાભમાં મધ્યસ્થભાવ રાખવામાં જ છે. કહ્યું પણ છે – “ लाभो वरमलाभोऽपि, मुनिरुभयस्मिन् दधाति माध्यस्थ्यम् ।
મે પ્રાઇપરથતિ-જળ ચઢાને તપોવૃત્તિ / ૨ / ” તિ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૫ ૨