Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાધુકો એષણીય આહારકે સદશ એષણીય વસ્ત્રાપાત્રાદિ
ભી ગૃહસ્થસે હી યાચના ચાહિયે .
ઉત્તર–રાગ અને દ્વેષથી જે પ્રતિજ્ઞા કરવામાં આવે છે, સંયમી મુનિએ તેવી પ્રતિજ્ઞા નહિ કરવી જોઈએ. તે જ તે પિતાના સંયમ માર્ગમાં વિચારી શકે છે. રાગ અને દ્વેષથી કરેલી પ્રતિજ્ઞાથી મુનિ અનેષણીય પણ આહારદિક ગ્રહણ કરી લે છે. માટે રાગ દ્વેષવાળી પ્રતિજ્ઞાઓ કરવાને નિષેધ કરેલ છે. આ ભાવ “સુત્રો છેત્તા નિયા” એ પદોથી પ્રગટ થાય છે. માટે આવા પ્રકારની પ્રતિજ્ઞા મુનિજનેએ નહિ કરવી જોઈએ. એ સૂત્ર ૪ .
સંયમી મુનિના વિશેષ આચારને પુનરપિ પ્રદર્શિત કરતાં સૂત્રકાર કહે છે“વલ્થ” ઈત્યાદિ.
અણગાર જેવી રીતે ગૃહસ્થોથી આહારની યાચના કરે છે તે પ્રકારે તેનાથી વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, રહેવાને મકાનની અને કટાસનની પણ યાચના કરે. સૂત્રમાં વસ્ત્રના ગ્રહણથી વઐષણ અને પાત્રના ગ્રહણથી પત્રષણાનું ગ્રહણ કહેવાય છે. કંબલથી ઉનની કંબલ જાણવી જોઈએ, રેશમી આદિ કંબલ નહિ. અવગ્રહ શબ્દને અર્થ–વસતિસ્થાનમાં રહેવાની આજ્ઞા. અવગ્રહ-શકેન્દ્ર, રાજા, ગૃહસ્થ, શય્યાતર, અને સાધર્મિઓના ભેદથી ૫ પ્રકારના છે. અવગ્રહ (આશા) શબ્દથી અવગ્રહસંબંધી સમસ્ત પ્રતિજ્ઞાઓનું ગ્રહણ છે. કટથી સંસ્તારક અને આસનથી પીઠ-ફલકાદિ જાણવું જોઈએ. આસનથી પિતાના શરીર પ્રમાણ શય્યા, તથા સંસ્તારથી અઢી હાથનું બિછાનું-બિસ્તર સમજ જોઈએ. અણગાર આ સમસ્ત એષણીય વસ્તુઓની ગૃહસ્થોથી યાચના કરે, અનેષણની નહિ. એ સૂ૦ ૫ છે
પષ્ટ સૂત્રકા અવતરણ ઔર ષષ્ઠ સૂત્રા
અણગાર માત્રાપ્રમાણથી આહારાદિ લે, તેના લાભ-અલાભમાં મધ્યસ્થ ભાવ રાખે, આ વાતને સૂત્રકાર કહે છે– બાદ ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૫૧