Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
હિરણ્ય-સુવર્ણાદિ તથા શબ્દાદિ કામ દુરૂદ્ધવધ્ય હૈ ઈન કામોં કો
ચાહનેવાલે પુરૂષકી જો દશા હોતી હૈ ઉસકા વર્ણન .
ઈચ્છા અને મદનના ભેદથી કામ બે પ્રકારના છે. હિરણ્યાદિકની વાંચ્છારૂપ ઈચ્છાકામ છે, તેનું કારણ મેહનીય કર્મના ભેદ-હાસ્ય અને રતિ છે. શબ્દાદિક પાંચ ઈન્દ્રિયને વિષય મદન કામ છે, તેનું પણ કારણ–મોહનીય કર્મના ભેદ-વેદ-નકષાયને ઉદય છે. આ પ્રકારે અને કામની ઉત્પત્તિ મોહનીય કર્મના ઉદયથી જ થાય છે, કારણ સભાવમાં કાર્યને સદ્ભાવ અવંશ્યભાવી છે, માટે સૂત્રમાં સૂત્રકારે “સુર” આ પદથી તેનું ઉમૂલન દુષ્કર બતાવ્યું છે. જ્યાં સુધી મોહનીયરૂપ કારણને ઉદય છે ત્યાં સુધી તેને અભાવ થઈ જ શકતે નથી, માટે તેને પ્રતિકાર કરે દુઃશક્ય છે. જીવનને પણ પ્રતિદિન હાસ થઈ રહ્યો છે, આયુકર્મને શાસ્ત્રકારોએ અપકર્ષણ તે બતાવેલ છે, પણ ઉત્કર્ષણ નહિ, માટે આયુકર્મ પ્રતિસમય અપચય હોવાથી જીવન પણ અપચય ની તરફ જ વધી રહ્યું છે. એવું કઈ પણ કારણ નથી જે જીવનને સ્થિર અથવા ભૂજ્યમાન આયુમાં એક સમય પણ વૃદ્ધિ કરી શકે, માટે જે પ્રકારે બિલકુલ ફાટેલા વસ્ત્રનું શીવવું અશક્ય થાય છે તે પ્રકારે આયુકર્મની વૃદ્ધિ થવી પણ અશક્ય છે. એવું સમજીને આત્મહિતૈષી માટે આ વિષયાદિકોમાં વાંછના નહિ કરવી જોઈએ. જીવનને જેટલો પણ અંશ આ પ્રકારની પ્રવૃત્તિથી સુરક્ષિત રહી શકે તે જ પ્રયત્ન કરતા રહેવું જોઈએ.
અથવા–જીવિત શબ્દનો અર્થ સંયમ જીવન છે. આ દુષ્પરિબૃહણીય (વધારવું મુશ્કેલી છે. એટલા માટે બતાવવામાં આવેલ છે કે કદાચ સંયમીને ચારિત્ર મેહનીયના ઉદયથી કામગુણેમાં વાંછના ઉત્પન્ન થઈ જાય તો તેનું તે સંયમ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૫ ૬