Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
વિકય રૂ૫ વ્યાપાર કરે છે તે વ્યવહારમાં વેચવા ખરીદવાવાળા કહેવાય છે. મુનિ જે સર્વ સાવદ્ય ક્રિયાઓના ત્યાગી બનેલ છે તે કય-વિકારૂપ સાવદ્ય વ્યાપારને કરી શકતા નથી, માટે સૂત્રકાર આ ઠેકાણે આ વાતનું પ્રદર્શન કરીને કહે છે કેઅણગાર શુદ્ધ આહાર ન મળવાને કારણે આહારાદિક બીજાથી ખરીદાવી શકે નહિ, અને મળેલ હોય તે એનાથી બીજાને વેચી શકાય નહિ. કારણ કે આ પ્રકારને વ્યવહાર કરવાથી તેમાં કય-વિયને દેષ લાગુ પડે છે, જે સિદ્ધાન્તદષ્ટિથી મુનિના આચારથી સર્વથા નિષિદ્ધ છે. અથવા “ ગરિમા” આ પદની સંસ્કૃત છાયા “અદરથમાનઃ” એ પણ થાય છે. તેને ભાવ એ છે કે—અણગાર પિતાની પાસે કેઈપણ પ્રકારનું દ્રવ્યાદિક તે રાખતા જ નથી, કારણ કે તે સકળ પરિગ્રહના ત્યાગી હોય છે. સચિત્ત અચિત્ત આદિ સમસ્ત પરિગ્રહના છોડવાથી જ તેનામાં અપરિગ્રહતા આવે છે માટે સૂત્રકાર આ ઠેકાણે પ્રગટ કરતાં કહે છે કે-જ્યારે તેની પાસે લેણદેણને વ્યવહાર કરવામાં સહાયક બાહ્ય દ્રવ્યાદિક સામગ્રી નથી તે તે એ પ્રકારને વ્યવહાર કરવામાં સર્વથા અકિંચિત્કર છે, માટે શુદ્ધ નિર્દોષ આહારના ન મળવાથી તે એવા પ્રકારની આહારાદિક સામગ્રીને પિતે નથી ખરીદી શકતા, અને બીજાથી ખરીદવી પણ શકતા નથી, અને ખરીદ કરવાવાળા બીજાને ભલે પણ જાણતા નથી, માટે નવોટિવિશુદ્ધ આહારની જ તેણે ગષણા કરવી જોઈએ, અને તેના પ્રાપ્ત થવાથી માત્રાનુસાર તેને પ્રહણ કરીને પિતાની સંયમની રક્ષા કરવામાં જ સાવધાન રહેવું જોઈએ. તેને પ્રગટ કરીને સૂત્રકાર કહે છે કે
તે અણગાર દ્રવ્યાદિના અભાવથી જ્ય-વિયના વ્યવહારમાં અકિંચન છે, માટે આહારાદિકને પિતે ન ખરીદે અને બીજાથી ખરીદવે નહિ, તથા તે ખરીદવાવાળા બીજા કેઈની અનુમોદના પણ ન કરે. આથી આ વાતની પુષ્ટિ કરી છે કે અણગાર મન, વચન કાયાથી કૃત કારિત અગર અનમેદના દ્વારા હનનાદિ ત્રણ, પચનાદિ ત્રણ, કયણાદિ ત્રણ, એમ નવ કેટિથી વિશુદ્ધ આહારાદિક પ્રાપ્ત કરી શરીરની પુષ્ટિના અભિપ્રાયથી નહિ પણ સંયમની રક્ષાના અભિપ્રાયથી અંગારધૂમાદિદોષરહિત થઈને તેનું સેવન કરે. સૂત્રમાં કહેલા કર્યા વિકય પદથી ઉદ્દગમ દોષોનું ગ્રહણ થાય છે તેનાથી ઉત્પાદન અને એષણાદિ દોષને પણ ગ્રહણ થઈ જાય છે. (સૂ. ૩)
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૪ ૭