Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચૌથે સૂત્રકા અવતરણ ઔર ચૌથા સૂત્ર ।
ભાગરૂપી માંસમાં ગૃદ્ધ અનેલ પ્રાણિઓને ભેગાની પ્રાપ્તિ થવાથી અથવા નિહ મળવાથી ઘણું ભારી દુઃખ જ થાય છે. આ વાતના સૂત્રકાર ઉપદેશ આપી કહે છે. કયું પલ્સ મુળી ' ઇત્યાદિ.
કામભોગ કા આસેવન મહા ભયસ્થાન હૈ એસા જાનકર અનગાર ક્યા કરે ? ઇસકા ઉપદેશ તથા ઉદ્દેશ-સમાપ્તિ ।
હે મુનિ ! કામભોગ-વિષયસેવનને તમે ઘણો ભયસ્વરૂપ અર્થાત્ મરણુરૂપ ભયનુ કારણ હાવાથી મહાદુઃખરૂપ જ માને,
ભાવા —કામભાગનુ સેવન સદા ભય અને દુઃખદાયી જ માનવામાં આવે છે. વિષયસેવનથી જીવાને અનેક દુ:ખ થવાનો સન્ના ભય રહ્યા કરે છે, તથા અનેક પ્રકારના દુઃખ તેને ભોગવવા પણ પડે છે, મહાકષ્ટો ભાગવી ભાગવી જીવ જ્યારે અત્યંત દુઃખી થાય છે ત્યારે તે આત્મઘાત પણ કરે છે માટે વિષયસેવન સદા મહાદુ:ખદાયી જ છે, એવું સમજીને કોઇ વખત પણ અણુગારે તે તરફ લાલસાપરિણતિ નહિ રાખવી જોઇએ. કહ્યું છે—
" पत्तो व उण्हतरिया, अण्णा का वेयणा गणिज्जंति । जं कामवाहिगहिओ, डज्झइ फिर चंदकिरणेहिं ॥ इति ॥
કામભોગથી અધિક આ સ ંસારમાં ખીજી કોઈ વેદના ઉષ્ણુતર નથી, કારણકે, આ વ્યાધિના રાગી શીતલ ચંદ્રકિરણોથી પણ અત્યંત સ ંતપ્ત થાય છે.
અથવા કામભોગસેવન આ જીવને આલેાકમાં અને પરલેાકમાં મહાભયકારી થાય છે. કારણ કે કામભોગમાં આસક્ત પ્રાણી હિંસાદિક પાપામાં પ્રવૃત્તિ કરતા રહે છે. હિંસાદિકોમાં પ્રવૃત્તિ હોવાથી જીવ અશુભ કર્મો ખાંધે છે, અને તેના ફળને તે નરકાદિ યોનિઓમાં ભોગવે છે, જે પ્રાણી, હિંસક, જુઠો, ચાર અને પરસ્ત્રીલંપટ હોય છે તેને આ લોકમાં ફાંસી, રાજદંડ, જીલòદન, અંધ અને ઘાતાદિક અનેક કષ્ટો ભોગવવા પડે છે, તથા પરલોકમાં નરકાદિ ગતિચેામાં તેને જન્મ ધારણ કરવા પડે છે. એવું સમજીને હે મુનિ ! તમે આ તરફ પોતાની માનસિક પરિણતિને લાલસાવાળી મનાવો નહિ, પણ સદા એવી પ્રવૃત્તિ કરો કે જેનાથી કોઇ પણ જીવની વિરાધના ન થાય. સૂત્રમાં “ જ્ઞાતિપાતયેત્” આ પદ્મ જુઠ, ચોરી આદિ આશ્રવોનુ ઉપલક્ષક છે, અર્થાત્ સંયમી જીવોને પેાતાની પ્રવૃત્તિ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૪૦