Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કષ્ટોને ભોગવવા પડશે. શરીરને નાશ અવસ્થંભાવી છે, તે હું સંચમની વિરા ધના કરીને તેને અવિનશ્વર અમર તે કરી શકતું નથી, માટે આ વિનશ્વર વસ્તુથી જે મને પરંપરારૂપથી અવિનશ્વર વસ્તુની પ્રાપ્તિ થાય છે તે આ બધાથી માટે લાભ મને મળે છે તે પછી શા માટે પ્રમાદી બનીને આ શરીરના મોહમાં પડી પોતાના સંયમની વિરાધના કરૂં, બંને હાલતમાં શરીરને નાશ સ્વયં સિદ્ધ છે તે પણ એક હાલત અનંત આનંદપ્રદ અને બીજી હાલત અનંતુ કષ્ટપદ છે. એ વિચાર કરી સંચમીએ કઈ વખત પણ પ્રમાદ નહિ કર જોઈએ, માટે સત્રકારે “મદુધર્મ સંક્સ ” આ વાક્ય દ્વારા સંયમી જનને શિક્ષા આપી છે. તથા આગળ પણ શિક્ષા આપતાં તે પ્રગટ કરે છે કે-જે પાંચ ઇદ્રિના ભેગ તમે પહેલાં ભેળવી લીધા છે તે પણ તમારી ઈચ્છાની શાંતિ કરવા માટે સમર્થશાળી નથી, કહ્યું પણ છે—
'नग्गी तिप्पइ कठेहिं, नावगाहिं महोदही।
न जमो सचभूएहि, इत्थीहिं पुरिसो तहा" ॥१॥
જે પ્રકારે અગ્નિ કાઠેથી, સમુદ્ર નદિઓથી, કાળ પ્રાણિઓની મૃત્યુથી તૃપ્ત થતું નથી, તે પ્રકારે મનુષ્ય પણ સ્ત્રી સંભેગથી કઈ વખત પણ તૃપ્ત થતું નથી. માટે હે મેધાવી શિષ્ય! તમે પણ એ, પિતાના મનમાં દ્રઢ કરી છે કે પ્રમાદ-ભય-દુઃખજનક આ વિષયભેગોથી કેઈ વખત પણ આત્મકલ્યાણ સાધ્ય થઈ શકતું નથી, માટે તેની ચાહનાની દાહમાં શા માટે પિતાના સંયમરૂપી પવિત્ર ધર્મની આહુતિ કરવા સંકલ્પ વિકલ્પ કરે છે. આ તમને એટલા માટે કહેવામાં આવે છે કે તમે સદુપદેશને ગ્રહણ કરવાની ઈચ્છા રાખનાર છે.
અથવા એ સમજો કે આ વિષાયિક સુખની અપેક્ષા અવ્યાબાધ સુખ વિશિખતર છે, કારણ કે સંસારદશા ભયવાળી છે. તેમાં નિર્ભય અવસ્થા તે થઈ જ શકતી નથી. કદાચ થોડા વખત માટે આ અસંભવ પણ સંભવિત માની લઈએ કે “આંહી પ્રાણી ભયરહિત છે” તે પણ ઠીક નહિ, કારણ કે એ ખબર નથી કે કાળને ગ્રાસ બની ક્યારે જાવું પડે. આ પ્રકારે મૃત્યુને ભય પ્રમાદી પ્રત્યેક પ્રાણીને લાગેલે જ રહે છે. કાળ વાજુ વગાડતો તે આવતે જ નથી કે જેનાથી પ્રાણી ચેતી જાય, એ તે વિચાર નહિ કરવાવાળા પ્રત્યેક જીવાત્માને પિતાના પંજામાં ફસાવે છે. માટે સંસારદશા ભયવાળી છે, અને આ ઠેકાણે નિર્ભયદશારૂપ સુખને અંશમાત્ર પણ પ્રાપ્ત થે સર્વથા અસંભવ છે. માટે અવ્યાબાધ સુખ જ વાસ્તવિક સુખ છે. તેની પ્રાપ્તિ સંયમારાધનથી જ જીને થાય છે. એ વિચાર કરી સંયમી મુનીએ સંયમભાવમાં કઈ વખત પણ પ્રમત્તદશાયુકત થવું જોઈએ નહિ. આ સૂત્ર ૩ !
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૩૯