Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પગથીયા ઉપરથી તેને પગ લપસી ગયે; અને તે ત્યાંથી નીચે પડીને મરી ગયે. આ દાખલાથી એવું તાત્પર્ય નીકળે છે કે-જે સામગ્રી ભેગને નિમિત્ત હોય છે તે ભોગાન્તરાયના ઉદયથી કાલાન્તરમાં જેને અનર્થરૂપ પણ બની જાય છે. પરંતુ કર્મની બલવત્તા જ કેઈ એવી છે કે, જે આ જીવને બહારની વસ્તુઓમાં ઉન્મત્ત બનાવે છે.
આ મોહનીયના ઉદયમાં ભોગેની આશારૂપ પાશથી બંધાયેલા છમાં કામની પ્રધાનતા હોવાથી તે સ્ત્રિયો દ્વારા વ્યથિત કર્યું જાય છે. અધીને કર્યું જાય છે. શાસ્ત્રકાર કહે છે કે–એવો જીવ રુત્ત અgzતો અg થાય તો કોઈ અચરજની વાત નથી. પરંતુ તે પિતે બગડીને બીજાને પણ બગાડવાની વાતો કરે છે. એ પણ એક મોટું આશ્ચર્ય છે. તે બીજાઓને એમ કહે છે કે “અરે ભાઈ આ સ્ત્રી આદિ પદાર્થોનું સેવન કરવામાં જ સંસારનું સર્વ સુખ સમાએલું છે તે જ સુખનું કારણ છે” મોહવશ જીવોની દષ્ટિમાં સ્ત્રી જ ઉત્તમમાં ઉત્તમ આનંદ આપવાવાળી વસ્તુ પ્રતિભાસિત થાય છે. જગતના અનેક સુંદર પદાર્થોથી પણ તે અધિક સુંદર તેને માલૂમ પડે છે. તેના વિના સંસારની મજા પણ તેની દષ્ટિમાં ફકી રહે છે, પરંતુ આ પ્રકારને તેને કેવળ એક મોહને જ વિલાસ છે. જે પ્રકારે અશુચિ પદાર્થોનું સેવન કરવાવાળા ભૂંડ પ્રાણી પિતાને સુખી માને છે તેજ પ્રકારે “નારી નવનવિભાગમાવર્ષનારીના જાંઘના છિદ્રસ્થ ચામડાનું સેવન કરવાથી અજ્ઞાની મનુષ્ય પણ પિતાને સુખી માનતે રહે છે, પરંતુ જ્ઞાનીની દષ્ટિમાં આ પ્રકારના જીવને વ્યવહાર ગહિત અને નિન્દ્રિત છે. આ વાતનો ખુલાસો કરીને કહે છે કે– તત્ તેષાં સુવા મોદાય ઈત્યાદિ. સ્ત્રિના આધીન રહેવું, અને તેને સુખનું
સ્થાન સમજવું, એ બન્ને વાતે માનવજગતને આલેક અને પરલેકમાં અકલ્યાણપ્રદ છે. અજ્ઞાનને દેવાવાળી છે. અને કામની અન્તિમ દશાને પહોંચાડવાવાળી છે. કામની દશ અવસ્થાઓ બતાવેલ છે. તેમાં મરણ એ કામની અતિમ અવસ્થા છે. કહ્યું પણ છે–
"प्रथमे जायते चिन्ता द्वितीये द्रष्टमिच्छति । तृतीये दीर्घनिःश्वासश्चतुर्थे ज्वरमादिशेत् ॥ १॥ पञ्चमे दह्यते गात्रं, षष्ठे भक्तं न रोचते । सप्तमे च भवेत्कम्पः, उन्मादश्चाष्टमे तथा ॥ २ ॥ नवमे प्राणसन्देहो, दशमे जीवितं त्यजेत् ।
વામિનાં મોદiા, કાથરે વા તે શ્રેમી” || ૩ |
અર્થ સ્પષ્ટ છે. સ્ત્રિનો સંગમ છને નરકનું દુઃખ આપે છે, અને અંતમાં તેનાથી જીવ અનેક અસાધ્ય રોગોનું ઘર બનીને આરૌદ્ર ધ્યાનથી મરીને નરકમાં જાય છે. તે ઠેકાણે દશ પ્રકારની ક્ષેત્રીય યાતનાઓ ભેગવે છે. નરક આ યાતનાઓના
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧ ૩૭