Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
<<
ચાહનાથી તું અન્ય પ્રાણીઓને રીઝાવી કોઈ બીજા બહાનાથી ભોગાદિક સામગ્રી મેળવવામાં સાધનભૂત દ્રવ્યાદિકના સંગ્રહ પણ કરી લે તો પણ તને એવે વિશ્વાસ કેમ છે કે આ દ્રવ્યાક્રિકથી મને તે મનેાનુકૂળ સામગ્રીના લાભ અવશ્ય થઇ જ જશે ? વિપરીત પણ બની શકે છે, કારણ કે અઘટિત ઘટનાને ઘટાડવામાં પટુ અન્તરાય કર્મના ઉદય હજી પણ તારે વિદ્યમાન છે. તેના જ્યાં સુધી નાશ થશે નહિ ત્યાં સુધી પ્રાણી મનોડનુકૂળ ભોગાદિકોને ભોગવવામાં સર્વથા અસમર્થ રહે છે. આ વાત તેનલિયા તે જોરિયા ” આ પોથી વ્યક્ત કરી છે. જે દ્રવ્યાક્રિકસાધનથી ભાગપ્રાપ્તિ થાય છે, અંતરાયનો ઉદ્દય થતાં તેનાથી પણ સંભવ છે કે કદાચ ન પણ બને, આ બધી અન્તરાય કર્મની જ વિચિત્રતા છે, પરંતુ જેની આત્મા મોહના ઉન્નયથી આચ્છાદિત થઈ રહી છે, તથા જે તીર્થંકર અને ગણુધરાદિકોની આજ્ઞાના વિરાધક છે તે અન્તરાયની આ વિચિત્રતાને જાણતા નથી. સાચી વાત છે કે ભોગાન્તરાયના ઉદયથી જે અજ્ઞાનથી અધ થઈ રહેલ છે, અને જેની મતિ વિપરીત બનેલ છે તે આ અંતરાયની વિચિત્રતાને કે–જે પદાથ ભાગ સામગ્રીનું સાધન છે તે કાલાન્તરમાં અંતરાયાદિક નિમિત્તને મેળવી તેનું સાધન અનતું નથી—માનતા પણ નથી, પરંતુ તેની માન્યતા અગર અમાન્યતાથી કાંઇ પણ અની શકતું નથી. અમે વ્યવહારમાં આ વાત પ્રત્યક્ષ દેખીએ છીએ કે–ભાગ માટે એકત્રિત કરવામાં આવેલ કારણકલાપ–સાધન અંતરાયના ઉદયથી અનર્થકારી બની જાય છે.
જેવી રીતે કોઈ ધનિક વ્યક્તિએ પાતાના ઉપભાગને માટે પૂર્ણ ઉપભાગની સામગ્રીસમન્વિત એક સર્વસુંદર ગગનચુંબી મહેલ ઘણા ચતુર કારીગરો દ્વારા બનાવવાના પ્રારંભ કર્યો. ધીરે ધીરે તે ખનીને પૂર્ણ તૈયાર બની ગયા. મકાનમાલિક તેની શોભાનું નિરીક્ષણ કરવા ત્યાં ગયા. સૌથી ઉંચા ખ’ડ ઉપર ચડીને તેણે તેની શાભાનુ સર્વાંગ નિરીક્ષણ કર્યું. પૂર્ણ શાભાંથી યુક્ત તેને દેખીને તે આનંદમગ્ન પણ થયા, થાડા વખત પછી તે ત્યાંથી પાછો ફરીને નીચે આવવા લાગ્યો. પરંતુ વચમાં જ અશુભ ઉદયથી કોઇ એક સીડીના
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૩૬