Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
,
*
,,
‘ વાલે પુળ વિટ્ટે ' ઈત્યાદિ. ‘ જીરું મૈં આપણું તેળ ' અહી'થી લઇ ‘તામિકાળमिचिठ्ठ સુધીના પૂર્વોક્તસ્વરૂપવાળા ઉપદેશ, તથા “યહે વુળ નિદે ” અહીથી લઈને “ આળાપ આદિયા વિ મવ ” અહી સુધી વક્ષ્યમાણુ--આગળ કહેવામાં આવનાર–ઉપદેશ આ સર્વજ્ઞની અપેક્ષાથી કહેવામાં આવેલ નથી, કારણ કે તે કૃતકૃત્ય છે, તેને કાઇ પણ વસ્તુથી પ્રયાજન રહ્યું નથી. કેવળજ્ઞાનની પ્રાપ્તિ હોવાથી તે સમસ્ત પદાર્થોને હસ્તામલકવત્ સાક્ષાત્ જાણે છે માટે આ ઉપદેશ ખાલ જીવાની અપેક્ષાથી છે. માલ જીવ તે છે જે પરિગ્રહમાં આસક્ત છે, જ્ઞાનક્રિયાથી વિકલ છે, વિષયાનુરાગી છે, કામગુણ્ણાના અનુમોદક છે, અલબ્ધને પ્રાપ્ત કરવા, લબ્ધની રક્ષા કરવા માટે જે વ્યચિત્ત હોવાથી સદા ચિંતાશીલ બની રહે છે, વિષયકષાયામાં આસક્ત હોવાથી જેનું અંતઃકરણ અત્યંત દુ:ખિત થતુ રહે છે. માટે જે રાત દિન શારીરિક અને માનસિક કષ્ટોના અનુભવ કર્યા કરે છે, તથા જે પ્રકાર રેંટ ઘુમતા રહે છે તે પ્રકારે જે નાનાપ્રકારનાં ઐહુલૌકિક અને પારલૌકિક દુઃખાને ભાગવતાં આ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે.
આવા માલ જીવે કે જેના મન વિયામાં લવલીન રહે છે, વીતરાગ પ્રભુના ઉપદેશથી જે સČથા પરાક્રુખ રહે છે, ગુરૂકી છે. પાણીમાં પડેલા તૃણુ માફક આ સંસારસાગરના દુઃખરૂપી આવમાં નિમગ્ન બની કોઈ વખત પણ ત્યાંથી છુટકારો મેળવી શકતા નથી. જેવી રીતે પાણીના આવર્તમાં પડેલા ભૃણની દશા થાય છે તે પ્રકારે તેની પણ દશા થાય છે. જેવી રીતે તે તણખલુ તેનાથી ખાર નીકળી શકતું નથી પણ તેમાં ચક્કર લગાવ્યા કરે છે-કાઇ વખત તેમાં ડુબે છે તેા કાઇ વખત ઉપર તરી આવે છે, ઠીક તે પ્રકારે આ ખાલ જીવાના પણ ચાર ગતિરૂપ સંસાર ચક્રમાં પરિભ્રમણ થયા કરે છે. એવુ સમજીને સંયમી મુનિનું કર્તવ્ય છે કે તે સંસારપરિભ્રમણનુ કારણ જે વિષય અને પરિગ્રહાર્દિક
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૨૯