Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંયમિયોં કે કર્તવ્ય કા નિરૂપણ
ધ્રુવ શબ્દનો અર્થ ચારિત્ર છે, કારણ કે “યુવતિ ત્રાતિ આમનઃ પૃથભવતિ જાવો શેન તત્ યુવ” કર્મસમૂહ જે દ્વારા આત્માથી પૃથક થાય છે તે ધ્રુવ છે, તે ચારિત્રસ્વરૂપ આત્માને નિજધર્મ છે.
ભાવાર્થ–ચારિત્ર આરાધન દ્વારા આત્મા જેમ જેમ અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભ ભેગોને નિગ્રહ કરતા રહે છે તેમ તેમ આ આત્મામાં અપૂર્વ અપૂર્વ ઉજજવલતાની જાગ્રતિ થાય છે. આ ઉજવલતાની જાતિમાં આત્મા સંવર અને નિજ રાદ્વારા સમસ્ત કર્મોને નાશ કરે છે, અને સમસ્ત કર્મ આત્માથી પૃથક થઈ જાય છે. તપ શ્રત અને વ્રતના પાલન કરવાવાળા આત્મા જ ધ્યાનરૂપ રથ પર આરૂઢ થઈ સંવર અને નિજાના સુંદર મેદાનમાં આવીને પિતાના અંતિમ મેક્ષ પુરૂષાર્થને પ્રાપ્ત કરી લે છે. સુવર્ણને અગ્નિમાં જેમ જેમ વધારે તપાવવામાં આવે તેમ તેમ તે વધારે નિર્મળ બને છે. તે પ્રકારે કર્મોના અનાદિ સંબંધથી આવૃત આ આત્મા પણ મલિનદશાસંપન્ન છે, તેની આ મલિનતાને દૂર કરવામાં ચારિત્રની આરાધના અગ્નિનું કામ આપે છે. કર્મોને સંબંધ આત્માની સાથે આજને નથી પણ અનાદિ કાળને છે, એ વાત ઘણે વખત લખાઈ ચુકી છે. આ કર્મ પુદ્ગલ અચેતન હેવાથી તે આત્માની પાસે નથી જતાં પણ અનાદિ કાળથી બદ્ધરૂપ આ આત્માને ગરૂપ પરિણામમાં એવી આકર્ષક શક્તિ છે કે જેના દ્વારા તે કર્મરૂપ પુગલ ખેંચાઈ જાય છે. અર્થાત્ આત્મા જ્યારે કષા દ્વારા અત્યન્ત સંતપ્ત થાય છે ત્યારે પેગ દ્વારા કર્મ પુદ્ગલેને–તપેલું લેતું જેવી રીતે પાણને ચારે બાજુથી ખેંચે છે, ઠીક તે પ્રમાણે ખેંચે છે. અને તે ખવાયેલાં ભેજનનું આ રૂધિરાદિ રૂપની માફક પિતાની મેળે જ ભિન્ન ભિન્ન રૂપથી પરિણત થાય છે. કર્મ પુદ્ગલ નવીન નવીન તૈયાર થતાં નથી. કારણ કે “સતો વિનારા ગત રાત્તિર્ન ” અને વિનાશ અને અસની ઉત્પત્તિ થતી નથી. આત્મા કષાયોથી જ્યારે સંતપ્ત થાય છે ત્યારે મન, વચન અને કાયા રૂપ દ્વારા જે કાણુ વર્ગણાઓને ખેંચે છે તેની કર્મસંજ્ઞા થઈ જાય છે.
પ્રશ્ન—આપે હમણુ તે એ કહ્યું કે આત્મા કર્મોની સાથે અનાદિ કાળથી બંધી રહ્યો છે, અને હવે આપ કહો છો કે જે કાશ્મણ વર્ગણાઓને ખેંચે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૧ ૨