Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માનવામાં આવે છે કે-સંયમ જીવનને પૂર્ણ રૂપથી વ્યતીત કરવા માટે તથા તેના રક્ષણ માટે કષા પર વિજય પ્રાપ્ત કરવાની સર્વ પ્રથમ જરૂરત છે. પરિગ્રહને અપનાવ તે લાભકષાયના ઉદયમાં જ થાય છે. અસંયમી જીવ અસંયમ અવસ્થામાં રહીને પિતાનું જીવન વ્યતીત કરે છે, તથા એ ચાહે છે કે “ મેં જે આ પરિગ્રહાદિક સંગ્રહ કર્યો છે તેને ભેગવવાને માટે હું વધારેમાં વધારે જીવું ” અસંયમી જીવ પરપદાર્થોને ઉપયોગ કરવામાં જ અધિક આસકિતસંપન્ન હોય છે. તેને જેટલી પરપદાર્થો ભોગવવાની તીવ્ર અભિલાષા રહે છે તેનાથી તેમાં ભાગની આત્મકલ્યાણમય સંયમ જીવનની તરફ તેની રૂચી થતી નથી. જન્માન્તરથી મિથ્યાત્વનો સંસર્ગ ચાલ્યો આવે છે. જૈન કુળમાં ઉત્પન્ન થવા છતાં પણ તેના આ મિથ્યાત્વને નાશ થતો નથી. એવા જીવ અનાદિમિથ્યાદષ્ટિ કહેવાય છે. જે વર્તમાન ભવમાં કુગુરૂ કુદેવ અને કુધર્મની સંગતિમાં પડીને પિતાનામાં અતત્ત્વચિને સ્થાન આપે છે તે મિથ્યાત્વષ્ટિ જીવ છે. તે જીવ ઈષ્ટ પદાર્થોને અનિષ્ટકારી તથા અનિષ્ટ પદાર્થોને ઈષ્ટકારી માને છે. તે એવું વિચારતા નથી કે–
ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્રા
“વારા રિમવા , વધુનો વધ વિષ વિષય
થે કનચ નોહો, જે gિવન્તપુ સુદવાર” | ? /
આ જે સ્ત્રી આદિક પદાર્થ છે તે મારે તિરસ્કાર કરવાવાળા છે. બંધુજન એક બંધન છે. વિષયાદિક વિષ છે. એ કે આ પ્રાણીને મેહ છે જે પોતાના શત્રુઓને પણ મિત્ર સમજે છે. આ પ્રકારે આ પ્રાણી વિપરીત બુદ્ધિવાલે બનીને અનેક ભવમાં પરિભ્રમણ કરી હેયે પાદેયના વિવેકથી રહિત થઈને સંયમરૂપ પિતાના આત્માને ઘાત કરતા રહે છે. આત્માને સ્વભાવ સંયમસ્વરૂપ છે તેનું પાલન નહિ કરવું અથવા આત્માને સંયમી નહિ બનાવ તે આત્માની ઘાત કરવા બરાબર છે. એ સૂત્ર ૩
જે સાચા ચારિત્રથી યુક્ત છે તે આવા અસંયમિજીવનને પસંદ કરતા નથી. આ વાત આ સૂત્રમાં પ્રદર્શિત કરે છે-“guૌવ નવવતિ' ઇત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૧૧