Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ્ઞાનાવરણાદિરૂપ ક પ્રકાર નથી. જ્યારે તે કર્મરૂપ બને છે ત્યારે તેમાં જ્ઞાનાવરણાદિ પ્રકાર થાય છે. જ્ઞાનાવરણાદિ કર્મ પ્રકારની સ્થિતિ જ્યારે પૂર્ણ થાય છે, અથવા તષ સંયમ દ્વારા જ્યારે તેના વિનાશ કરવામાં આવે છે ત્યારે તે આત્માથી પૃથક્ થાય છે. તેના ભાવ એ છે કે તે કાણુ દ્રવ્ય તે તે પર્યાાથી રહિત થઈ ને પોતાના મૂલ સ્વભાવમાં ત્યાં સ્થિત રહે છે. દ્રવ્યના કોઇ વખત પણ વિનાશ થતા નથી. સુવર્ણ અથવા મણિથી જે પ્રકારે તેના મલની નિવૃત્તિ થાય છે તે પ્રકારે આત્માથી પણુક પર્યાયની નિવૃત્તિ થાય છે. એવું મનવાથી જીવની આત્યન્તિક શુદ્ધિ થાય છે. સકલ ક`પર્યાયના વિનાશ થવાથી મૂલ દ્રવ્યના વિનાશ થતા નથી. જે પ્રકારે ઘટપર્યાયના વિનાશ થવાથી કૃતિકા અઘટપર્યાયથી સ્થિત રહે છે તે પ્રકારે સકલ પર્યાયના વિનાશ થવાથી ક દ્રવ્ય અક પર્યાયથી આક્રાન્ત થાય છે. દ્રવ્ય અનન્ત પર્યાયવાલા છે.
જે પ્રકારે કામણુ દ્રવ્યની પર્યાય કર્યાં છે તે પ્રકારે અક પર્યાય પણ તેની એક પર્યાય છે. વિક્ષિત જીવની અપેક્ષાથી જ તેમાં કર્મ અને અકર્મપર્યાય રહે છે. સંસારી જીવામાં આ વાના કરૂપ પર્યાયથી પરિણમન છે, અને શુદ્ધ આત્મદ્રવ્યની અપેક્ષા અક પર્યાયરૂપથી.
જેવી રીતે સુવણૅ થી તેના ટ્ટિકાદિરૂપ મેલના સબંધ પુટપાકાઢિદ્વારા દૂર થતો દેખવામાં આવે છે તેવી રીતે આત્મામાં અનાદિ કાળથી સંબંધિત આ કર્માના વિયાગ પણ તપસયમરૂપ સાધનદ્વારા દૂર થાય છે. આ મેલના પૃથક્ થવાથી શુદ્ધ સુવર્ણની માફક આ આત્મા પણ શુદ્ધ બની પોતાના અસલ સ્વરૂપને મેળવે છે.
સચમી નેિ માટે ઉપદેશ આપે છે—‘મૂળશૈવ ' ઈત્યાદિ કર્માને આત્માથી પૃથભૂત કરવાવાળા ચારિત્રની જે આરાધના કરે છે તે ધ્રુવચારી કહેવાય છે. અને ધ્રુવ નામ મોક્ષનું છે. કા અને કારણમાં અભેદ સબંધ હોવાથી મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શન તપ જ્ઞાન અને ક્રિયા આદિ પણ ધ્રુવ છે, તેનું પણ પાલન કરવાવાળા સ્વભાવી ધ્રુવચારી છે, જે મુનિ ધ્રુવચારી છે તે અસયમ જીવનની અથવા પૂમાં ભોગવેલા વિષયાદિક ભાગોની કદી પણ ઇચ્છા કરતા નથી. સ પરિજ્ઞાથી સ'સારનું સ્વરૂપ અથવા તે વાતને જાણીને પણ અસંયમ જીવન વ્યતીત કરવાથી જીવને આ સંસારમાં વારવાર જન્મ અને મરણના ચક્કરમાં પડવું પડે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૧૬