Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દ્રવ્યકર્મનું કારણ રાગાદિક ભાવકર્મ છે તે આવી પરિસ્થિતિમાં ઇતરેતરાશ્રય દેષ આવીને ઉપસ્થિત થાય છે. આ દેષમાં કેઈની પણ સ્વતંત્ર સત્તાની સિદ્ધિ થતી નથી. ત્યારે આચાર્ય કહે છે–એવું ન કહો, કારણ કે અનાદિથી દ્રવ્યકર્મને સંબંધ સ્વયંસિદ્ધ છે. અને એ જ કારણથી જીવમાં રાગાદિક ભાવેની ઉત્પત્તિ થાય છે. અનુભવથી પણ એ વાત પ્રતિતીકેટિમાં આવે છે, કે-કદાચ રાગાદિક ભાવ જીવને વિના કેઈ નિમિત્તે સ્વીકાર કરવામાં આવે. તો તે જીવના નિજ ભાવ થઈ જવાથી વિભાવ ભાવ કેવી રીતે માની શકાશે? આવી પરિસ્થિતિમાં જીવને નિજભાવ રાગાદિક પણ માનવો પડશે, પરંતુ એવી માન્યતા શાસ્ત્રથી બહિર્ભત છે.
પ્રશ્નકર્મ અને આત્માને આપ અનાદિ સંબંધ કહે છે પરંતુ એ વાત ઠીક બેસતી નથી, કારણ કે બનેને જે સંબંધ છે તે સંગસંબંધ જ છે. તાદામ્યસંબંધ નહિ, પહેલાં દૂધ અને પાણીની માફક બને સ્વતંત્ર હોય અને પછી પરસ્પર મળે ત્યારે સંબંધ માનવો તે ઠીક લાગે છે.
ઉત્તર–જેવી રીતે પાણી અને દૂધ, સુવર્ણ અને કિટ્રિક, ચોખા અને ફતરી, તલ અને તેલને સંબધ અનાદિનો માનવામાં આવે છે, તે પ્રકારે તેને પણ સંબંધ અનાદિ કાળને છે. નવીન તેને સંબંધ થયું નથી. તેને પરસ્પરમાં સંગસંબંધ જ છે એવું જે કહેવામાં આવે છે તે આગામી કાળમાં તેની ભિન્નતાને દેખીને જ કહેવામાં આવે છે. અનાદિથી તેઓ મળેલ છે છતાં તે જુદા
જુદા થઈ જાય છે, તેથી અનુમાન થાય છે કે પહેલાંથી જ જુદા છે. પરસ્પર સંગસંબંધવિશિષ્ટ હોવા છતાં પણ એ બને પદાર્થ સ્વસ્વરૂપાપેક્ષા ભિન્ન જ રહેલ છે. જે જુદા નહિ હોત તે પછી મુક્તિ તેના પૃથક થવાથી જે જીવાત્માને પ્રાપ્ત થાય છે તે કેવી રીતે થઈ શકે, માટે જીવ અને કર્મને સંબંધ અનાદિ છે સાદિ નહિ.
પ્રશ્ન–કમ જ્યારે પુદ્ગલપિંડરૂપ છે, ત્યારે તે ઘટપટાદિકની માફક ઈન્દ્રિયગમ્ય કેમ નથી થતાં.
ઉત્તર–સ્કૂલ–સ્કૂલ ૧, સ્કૂલ ૨, સ્કૂલ-સૂમ ૩, સૂક્ષ્મ-સ્કૂલ ૪, સૂક્ષ્મ ૫, અને સૂક્ષ્મ-સૂક્ષ્મ ૬, આ પ્રકારે સિદ્ધાંતકાએ પુદ્ગલેને છ વિભાગોમાં વિભક્ત કરેલ છે. તેમાં કાગળ, લાકડી, કલમ, ખડીઓ આદિ સ્થૂલ–સ્થલ પુદ્ગલ છે, તેમાં કઠેર વસ્તુઓને સમાવેશ છે, સ્થૂલ–સ્કૂલ વસ્તુઓ અંદરોઅંદર છિન્નભિન્ન થવાથી પિતાની મેળે ફરી મળી શકતી નથી ૧, સ્કૂલ-વહેવાવાળી ચીજો, જેમ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૧૪