Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અસંયમીકા અન્યાયોપાર્જિત ધન ન હો જાતા હૈ, ઔર કુટુમ્બ કી ચિન્તા સે વ્યાકુલ વહ અસંયમી કાર્યકાર્ય કો નહીં જાનતા હુઆ વિપરીતબુદ્ધિયુક્ત હો જાતા હૈ ।
લાભાન્તરાય કર્મના ક્ષયાપશમથી જ જીવાને દ્રવ્યાદિક લાભ થાય છે, તે શાસ્ત્રસંમત સિદ્ધાંત છે. તેના અભાવમાં અનેક પ્રકારના કરેલા પ્રયત્ન પણ દ્રવ્ય લાભ કરાવવામાં કારણ નથી થતાં. આ લાભાન્તરાય કર્મના ઉયમાં સંગૃહીત દ્રવ્ય પણ નષ્ટ થાય છે, તેની સ્થિતિ રહેવી પણ તે કને ક્ષયાપશમાધીન છે, જ્યારે તેના ઉત્ક્રય રહે છે ત્યારે અનેક પ્રકારના દ્રવ્યનાશ હોવાના ઉપાયા પણ જીવાને સ્વયમેવ પ્રાપ્ત થાય છે. તે સમય બુદ્ધિમાં પણ કાઈ એવી વિપરીતતા આવી જાય છે. જેનાથી દ્રવ્યના વ્યય હોવાના ઉપાયા પણ સારા અને ઉપાદેય પ્રતીત થવા લાગે છે. સંસારમાં કાણુ એ ચાહે છે કે મારૂ' આ દ્રવ્યાક્રિક નષ્ટ વિનષ્ટ થાય, પરન્તુ ચારે ખાજુથી વિચારતાં પણતેની રક્ષાના ઉપાયા કરવા છતાં પણ જે જીવ રાજાથી રક થાય છે તે આ વાતનું પ્રબલ પ્રમાણ છે.
આ કર્મના ક્ષયાપશમ થવાથી જે પ્રકારે જીવાને દ્રવ્ય આવવાના અનેક ઉપાય અને દ્વાર પ્રાપ્ત થાય છે તે પ્રકારે તેના ઉદ્દયમાં તેના વિનાશના અનેક દ્વાર પણ તેને મળી રહે છે, એ વાત સૂત્રકાર આ સૂત્રમાં પ્રગટ કરે છે.
તે અર્થાંસ ગ્રહુશીલ વ્યક્તિની પાસે લાભાન્તરાય કર્મના ક્ષાપશમ થવાથી
ર
અનેક પ્રકારના ભાગ અને ઉપભોગથી બાકી બચવાને કારણે ધનાદિનો સંગ્રહ થાય છે. “ ધનથી ધન પ્રાપ્ત થાય છે” આ લેાકેાક્તિને અનુસાર તેના સગૃહીત દ્રવ્યથી પછી અનેક ઉપાયા દ્વારા તેને દ્રવ્યાદિકની પ્રાપ્તિ થવા લાગે છે, ભાગ અને ઉપભોગની આવશ્યક્તાએ પણ જેમ જેમ લાભ થાય છે તેમ તેમ વધતી જાય છે. અને તેની પૂર્તિ કરવામાં પણ દ્રવ્યાદિકનો વ્યય થવા લાગે છે. ભાગવિલાસની સામગ્રી મેળવવામાં તથા મેાજમજા કરવામાં લાભાનુસાર દ્રવ્યનો વ્યય થાય છે. આવશ્યક્તાની પૂર્તિથી અથવા લેણદેણના વ્યવહારથી અવશિષ્ટ દ્રવ્યને લાક અગર કોઇ એકમાં જમા કરાવે છે અગર જમીનમાં તેને દાટીને રાખે છે. જમીનમાં ન દાટે તે તેને તિોરીઆમાં ભરીને પણ એક જગ્યાએ રાખે છે. તેને એવા પેાતાના સગોત્રિનો સમાગમ મળે છે જે તેને રાતદિવસ દુ:ખી કરે છે. અવિભક્ત કુટુંબ હોવાથી કોઈ વાતને લઈને પરસ્પરમાં જ્યારે કાંઈક અણુ. બનાવ થાય છે ત્યારે આપસ આપસમાં અલગ અલગ થવાની તૈયારી બને છે. જ્યારે વિભક્ત થાય છે ત્યારે તે સમસ્ત ધનને વહેંચી લે છે. સગોત્રિયોના સમાગમ ધની વ્યક્તિએને કદાચિત્ અનુકૂળ પ્રવૃત્તિ કરવાવાળા પણ મળી આવે,
૨૮
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૨૧