Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થોડા સમયના રહેવાવાળામાં કાળની અપેક્ષાથી, તથા તેના અધિક મૂલ્યની અપેક્ષા થડા મૂલ્યવાળામાં મૂલ્યની અપેક્ષાથી અલ્પત્વ છે. એનાથી વિપરીત બહત્વ સમજી લેવું જોઈએ.
અસંયમી જીવ ચાહે પરિગ્રહની માત્રા તેની પાસે ભલે દેડીક હોય અગર વધારે હોય તે પણ તેનાથી સંતોષ થતું નથી. તે પિતાના પરિગ્રહને કય વિકય આદિ ઉપાય દ્વારા વધારવાની ચેષ્ટામાં જ રહે છે. ચતુષ્પદાદિ જે વખતે ઠીક ઠીક રસ્તા ઉપર નથી ચાલતાં અગર કેઈનું નુકસાન કરે છે ત્યારે તે તેને મારે છે, ખાવા પીવાનું પણ ઠીક ઠીક સમય ઉપર દેતા નથી, તેના પ્રતિ અશિષ્ટ શબ્દોને પ્રયોગ કરે છે, અને રસ્સી આદિથી બાંધીને પણ તેને છુટો અગર એક સ્થાન પર રાખે છે, તેની ગમ શબ્દની બાધાનું પણ ધ્યાન નથી રાખતા, એ આટલે બેજ ખેંચી શકશે કે નહિ તેની પણ તેને ચિંતા થતી નથી. તે ભવિ. ધ્યકાળમાં ઉપભેગ કરવાના ખ્યાલથી દ્રવ્યની સદા રક્ષા કરે છે, અને તેમાં તે એટલે આસક્તિશાળી બને છે કે મનથી પણ તે તેને છોડવા ચાહતે નથી. સાચી વાત છે – જે આરંભ અને પરિગ્રહ પુષ્ટ કરવામાં જ આસક્તચિત્ત છે તે કેવલિપ્રણીત ધર્મથી સદા વિમુખ રહે છે. આરંભ અને પરિગ્રહના સદૂભાવમાં જીવોની પ્રવૃત્તિ સર્વથા સાવધ રહે છે.
છઠે સૂત્રકા અવતરણ ઔર છઠા સૂત્ર
વીતરાગપ્રણીત ધર્મમાં સર્વથા સાવદ્ય પ્રવૃત્તિ કરવાનો નિષેધ છે. એ વાતને ત્યારે જ સમજી શકાય છે કે જ્યારે વીતરાગપ્રણીત ધર્મને સાંભળવા જાણવા અને તેનું મનન કરવામાં અવસર મળે. પરંતુ જ્યારે તે સિદ્ધાંતને સાંભળતું જ નથી ત્યારે તે સિદ્ધાંતને જાણ પણ કેવી રીતે શકે, માટે જે ઠેકાણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ છે, જેને પિતાના કર્તવ્યનું પણ ભાન નથી અને જે જાણું જોઈને પણ ખાડામાં પડે છે તે કેવલિપ્રણીત ધર્મના સિદ્ધાંતને હજુ સુધી સમજ્યા જ નથી. જે સિદ્ધાંતને સમજ્યા વિના સમકિત જેવી સુંદર વસ્તુ કોઈ વખત પણ તેના હાથમાં આવી શકતી નથી. તેના અભાવમાં સમ્યજ્ઞાનને અભાવ, અને તેના અભાવથી મિથ્યાત્વની વૃદ્ધિ, તેની વૃદ્ધિથી સંસારમાં પરિભ્રમણ એવા જીને અનિવાર્ય છે. અતઃ જે આત્મહિતની કામના કરવાવાળા છે, તેને એ ધર્મ છે કે તે પરિગ્રહમાં વૃદ્ધ ન બને. ત્યારે જ સંસાર સાગરથી તેનો આત્મદ્વાર થાય છે કે સૂઇ ૫૫
જે અસંયમજીવી છે અને પરિગ્રહમાં જ આસક્તપરિણતિવાળા બનેલ છે તે અનેક અનર્થોના ઉત્પાદક દ્રવ્યને સંગ્રહ કરવામાં જ તલ્લીન રહે છે. તે જે કે પિતાના કમાએલાં દ્રવ્યની દરેક પ્રકારે રક્ષા કરે છે, તે પણ તેનું દ્રવ્ય અનેક પ્રકારથી નષ્ટ થઈ જ જાય છે, આ વાતને પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે-“તો ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૨૦