Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કરવું તેનું નામ ભાવમૂકત્વ છે. એક આંખનું તેવું તે દ્રવ્યથી કાણત્વ છે, અને નિશ્ચય અને વ્યવહાર નયમાંથી અથવા જ્ઞાન અને ચારિત્રમાંથી કઈ એકનું એકા
તરૂપે પક્ષ ગ્રહણ કરે તે ભાવથી કાણત્વ છે. હાથ-પગ આદિ અંગ ઉપાંગેની વક્રતા દ્રવ્યકુટત્વ અને પ્રતિલેખનાદિ ક્રિયાઓ કરવામાં અનાદર અગર છલકપટ કરવું એ ભાવકુત્વ છે. સામાન્ય રીતે શરીરનું વાંકાપણું અને શરીરમાં કેઢ વિગેરેનું નિકળવું તે દ્રવ્યથી કુમ્ભત્વ છે. કુટિલક્રિયાપણાનું નામ ભાવથી કુમ્ભત્વ છે. પૃષ્ઠભાગ વિગેરેનું વક થવું તે દ્રવ્યથી વડભત્વ છે. બીજાના ગુપ્ત કાર્યો અને અનેક રહસ્યોનું પ્રકાશન કરવું તે ભાવથી વડભત્વ છે. શરીરમાં કાળાશ થવી તે દ્રવ્યથી શ્યામતા-મલિનતા, અને હીન આચરણી થવું તે ભાવથી સ્યામતા છે. શરીરમાં સફેદ કેઢ નીકળવે તે દ્રવ્યથી શબલતા અને શબલ દોષવિશિષ્ટતા ભાવથી શબલતા છે. સૂત્રમાં અન્યત્વાદિ પદ ઉપલક્ષણરૂપ છે. તેથી લંગડાપણું આદિનું પણ ગ્રહણ કરી લેવું જોઈએ. આ બધી વાતને દેખાડવાને અભિપ્રાય એ છે કેપ્રાણી કેઈ પણ મદના આવેશમાં આવીને બીજાઓના પ્રતિ એવા કષાયવિશિષ્ટ બની અપશબ્દને અગર બીજાના મર્મસ્થળને ભેદવાવાળા કઠેર શબ્દોને પ્રવેગ ન કરે, કારણ કે આ પ્રકારે વચનેથી એક તે બેલવાવાળાને ભાવહિંસાને દેષ લાગે છે, અને બીજાના ચિત્તમાં શેક આદિના ઉત્પાદક થવાથી દ્રવ્યહિંસાને પણ દોષ લાગે છે. આ હિંસાથી અનેક અશુભ કર્મોને બંધ થાય છે. આત્મપ્રશંસા અને પારકાની નિંદા કરવી અને પોતાના દુર્ગુણને સદ્દગુણનું રૂપ આપીને ગર્વોન્મત્ત બની તેને પ્રકાશિત કરવું, અને બીજાના સદ્દગુણોમાં પણ દૂષણ લગાડવું અગર તેને દુર્ગુણ રૂપમાં પ્રગટ કરવું તેનાથી નીચ ગોત્રને બંધ થાય છે, તેનાથી જીવ અનેક કુનિઓમાં જન્મ ધારણ કરી હીનાચરણ આદિ થાય છે. કેઈ ધર્માત્માના જ્ઞાન અને દર્શન વિષયમાં થતી પ્રશંસાને સહન નહિ કરવી, કઈ કારણથી પિતાના જ્ઞાનને છુપાવવું, માત્સર્ય ભાવ રાખે, કેઈના જ્ઞાન અને દર્શનમાં વિક્ત કરવું, તેનાથી જીવ જ્ઞાનાવરણ, અને દર્શનાવરણ કર્મને બંધ કરે છે. તેનું ફળ જીવોને જ્ઞાન અને દર્શન ગુણના
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૦૫