Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અમે સાંસારિક વૈભવના ભક્તા બન્યા છીએ તેવી જ રીતે એ દીન દુખી જીવ અસાતવેદનીયના ઉદયથી દુઃખ દરિદ્રાવસ્થાના ભક્તા બન્યા છે. પછી અમને તેના દુઃખોને દૂર કરવાની અને તેમને સુખ પહોંચાડવાની શું આવશ્યકતા છે? કારણ કે અમે કેઈને કર્મોદયને મિટાવી શકતા નથી ” ઈત્યાદિ દુર્ભાવનાઓથી જેનું અંતઃકરણ દૂષિત છે તે “પ્રત્યેક સંસારી જીવ સુખાભિલાષી છે એ વાતને સમજી શકતા નથી. તેને સમજવાને માટે સૂક્ષ્મ સજ્ઞાનરૂપી બુદ્ધિ અને સંયમ જીવનની આવ
શ્યકતા છે, તેને ખુલાસો કરતાં સૂત્રકાર કહે છે કે “મg પથાળુપાક્ષી મિત ઉત્ત , જે સમિતિઓના પાલન કરવામાં સાવધાન છે, જેની ચિત્તવૃત્તિ જીની રક્ષા કરવામાં સદા સાવધાન રહે છે, જેની પ્રત્યેક કિયા યતનાપૂર્વક થાય છે, એવા સમિતિપાળક સંયમ મુનિ જ “પત એ વાતને અનુભવ કરી શકે છે. પાંચ સમિતિઓનું આરાધન કરવાને ઉદ્દેશ્ય છની એક માત્ર રક્ષા કરવાની છે. તેમાં સ્વ અને પર બનેની રક્ષા આવી જાય છે. ઈચસમિતિમાં લવલીન સાધુ નુસરપ્રમાણ દૃષ્ટિથી માર્ગને દેખીને ચાલતાં સદા આ વાતને ખ્યાલ રાખે છે કે-કેઈ નાના મોટા છવ મારા પગ નીચે આવી પ્રાણોથી વિમુક્ત ન થઈ જાય. તેમાં બીજાના પ્રાણના રક્ષણની સાથે સાથે પિતાના અહિંસારૂપ મહાવ્રતનું સંરક્ષણ સારી રીતે થાય છે (૧). ભાષા સમિતિમાં પ્રવૃત્ત સાધુ સદા હિત–મિત વચન બોલશે, બીજા જેને જે વચનથી કષ્ટ પેદા થાય તે પ્રકારના સાવદ્ય કઠોર વચન બોલતા નથી, આ સમિતિથી સત્યમહાવ્રતની રક્ષા થાય છે (૨). એષણસમિતિમાં પ્રવૃત્ત સંયમી મુનિ ફક્ત સંયમયાત્રાના નિર્વાહ માટે ભ્રમરભિક્ષા દ્વારા શુદ્ધ નિર્દોષ પ્રાસુક આહાર ગ્રહણ કરે છે (૩). આદાનનિક્ષેપણ સમિતિમાં મુનિ પિતાના સંયમના ઉપકરણની ઉભય-બંને કાળ પ્રતિલેખના કરી તેના લેવામાં અને રાખવામાં યતના કરે (૪). પ્રતિષ્ઠાપનાસમિતિમાં મુનિ જીવરહિત સ્થાનમાં મળ મૂત્રાદિક પરિઠવે (૫). આ સમિતિઓમાં પ્રવૃત્તિ કરવાવાળા સંચમી મુનિ બધા જ સુખ ચાહે છે” એ અનુભવ કરે છે. જે વર્તમાનમાં સત્તા રૂપથી રહે છે, ભવિષ્ય કાળમાં પણ જે સત્તારૂપથી રહેશે અને ભૂતકાળમાં જે સત્તા રૂપથી રહેલા છે તે ભૂત છે. સૂત્રકારે જીવ પ્રાણી આદિ શબ્દના પ્રયોગ ન કરી તેની વૈકાલિક સત્તા પ્રતિપાદન કરવા માટે “મૂત” એ શબ્દને સૂત્રમાં પ્રયોગ
२३
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૦ ૩