Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ક્ષણ છે. આ બધી વાતો તને પ્રાપ્ત થયેલ છે, કારણ કે દેવગતિ અને નરકગતિમાં તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યકત્વસામાયિક અને તત્ત્વાવબેધરૂપ શ્રતસામાયિકની ઉપલબ્ધિ જીવને પ્રાપ્ત થાય છે. તિર્યંચગતિમાં કઈ કઈ જીવને દેશવિરતિને લાભ થાય છે. સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ તો આ જીવને મનુષ્ય જન્મમાં જ થાય છે માટે આ ઠેકાણે તેજ દ્રવ્ય ક્ષણ છે. સામાયિક ચાર પ્રકારનું છે. ૧ સમ્યક્ત્વ, ૨ શ્રત, ૩ દેશવિરતિ અને ૪ સર્વવિરતિ.
અહીં દ્રવ્યક્ષણને વિચાર કર્યો છે. સર્વવિરતિરૂપ ચારિત્રની ઉત્પત્તિ અથવા પ્રાપ્તિની મુખ્યતાથી મનુષ્યપર્યાયને જ પ્રધાનતયા દ્રવ્યક્ષણ કર્યું છે, કારણ કે સર્વ વિરતિરૂપ ચારિત્ર સિવાય આત્મા બીજી કઈ અવસ્થાથી કર્મોને ક્ષય કરી મેક્ષ પ્રાપ્ત કરતા નથી. એક્ષપ્રાપ્ત કરે તે તેની સ્વાભાવિક અવસ્થા છે. જેમ તુંબડી ઉપર માટીને લેપ લગાડવાથી તે પાણીની નીચે બેસી જાય છે, ઠીક તે પ્રકારે આ જીવ પણ કર્મમલથી લિપ્ત હોવાના કારણે સંસારરૂપ સમુદ્રની અંદર બેસી જાય છે. જેમ જેમ જે તે તુંબડી ઉપરનો માટીને લેપ પાણીથી ગળીને હઠી જાય છે તેમ તેમ તે તુંબડી પાણી ઉપર આવે જાય છે. બિલકુલ નિલેપ થવાથી તે પાણી ઉપર તરવા લાગે છે. તે પ્રકારે જેમ જેમ કર્મમલને લેપ આ જીવાત્માથી છુટી જાય છે તેમ તેમ તે પણ પિતાની શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરતે રહે છે. એક દિવસ એ પણ આવે છે કે તે કર્મમલના લેપથી સર્વથા નિલેષ થઈ જાય છે. સર્વથા નિલેપ થવું તે તેની શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ છે. આ કર્મોનો નાશ કરવાની દશા, સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિથી જ જીવને પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિયાદિક પર્યાયોમાં તેની પ્રાપ્તિ જીવને થતી નથી, કારણ કે સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ જ્ઞાનના વિકાસ સિવાય થતી નથી. જ્ઞાનને વિકાસ મનુષ્ય પર્યાય સિવાય અન્યત્ર નથી થતે, માટે પ્રધાનતયા તેને જ દ્રવ્યક્ષણ કહેલ છે. જ્ઞાનના વિકાસને અભિપ્રાય પાંચ આશ્ચની નિવૃત્તિથી છે. જ્ઞાનથી પાંચ આશ્રવોની સર્વથા નિવૃત્તિ થાય તે જ્ઞાનને વિકાસ છે. હજુ દેવપર્યાયમાં ભવપ્રત્યયય અવધિ હોય છે તથાપિ તે જગ્યાએ જે સર્વવિરતિરૂપ ચારિત્રની યોગ્યતા નથી તેનું ખાસ કારણ એ છે કે તે જ્ઞાનથી ત્યાં પાંચ આ ની નિવૃત્તિ થતી નથી. એ પ્રકારે નરકમાં પણ પાંચ આશ્રની નિવૃત્તિના અભાવથી દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિ થઈ શકતી નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૨