Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ન
કે ઉંચ ગાત્રમાં અને નીચ ગાત્રમાં અનેકવાર જન્મ મરણ આ જીવે કરેલ છે તે પછી “મારા જન્મ ઉંચ કુળમાં જ હાય” આ પ્રકાર ત્યાં ઉત્પન્ન થવા માટે કાણુ અભિલાષી હશે? માટે જે હેયાપાદેયના વિવેકથી યુક્ત છે એવા પ ંડિત–ભવ્યાત્મા જીવ ઉંચ કુળમાં ઉત્પન્ન થવાથી ન તા હ કરે, અને નીચ કુળમાં જન્મ લેવાથી ન વિષાદ કરે. આ વાતના વિદ્વાને કોઈ વખત અહંકાર કરવા ન જોઈ એ કેહું ઉંચ કુળનો છું. અને તેનો પણ વિષાદ નહિ કરવા જોઇએ કે−હું નીચ કુળનો છું, કારણ કે આ સંસારનો આ પ્રવાહ અનાદિ કાળથી આ પ્રકારે ચાલી રહ્યો છે. આગળ પણ એવા જ ચાલશે. જે આજ ઉંચ કુળના છે કાલ તેજ નીચ કુળના અની જાય છે. ખીજા સ્વર્ગના દેવ જેનો ઉચ ગાત્રના ઉદય છે તે વ્યવીને એકેન્દ્રિય–પૃથિવી—પાણી–વનસ્પતિ જીવોમાં જન્મ લઈ નીચ ગાત્રના ઉયવાળા અની જાય છે, તા પછી ઉંંચ ગોત્ર અને નીચ ગોત્ર એ સદા એક જીવમાં સ્થિર રહેવાવાળો ધમ તેા છે જ નહિ, પછી આ વિષયમાં વિષાદ કરવા નિષ્કારણુ છે. અનેક જન્મામાં આ જીવને પ્રકૃષ્ટ કુલાની અને અપટ્ કુલોની અનેકવાર પ્રાપ્તિ થયેલી છે પછી હર્ષ અને શોક કરવાથી આત્માને કયા લાભ મળી શકે છે. કદાચ તે અભૂતપૂર્વ કુળ જીવને પ્રાપ્ત થયેલ હાય તે તેની પ્રાપ્તિમાં હ વિષાદ કરવા ઉચિત મનાત, પરંતુ તેવું તે છે નહિ, માટે એવા વિચાર કરી જ્ઞાનીએ આ વિષયમાં હર્ષી વિષાદ નહિ કરવા જોઈ એ. પણ સદા હમેશાં એવા ખ્યાલ રાખવા જોઈ એ કે—
આ સંસારમાં અનાદિ કાળથી અનેકયાનિયામાં ભ્રમણ કરવાવાળા આ આત્માને અનેકવાર સર્વ સુખદુઃખના સ્થાનભૂત ઉંચ નીચ ગોત્રોને પ્રાપ્ત કરેલ છે, પછી તેની પ્રાપ્તિમાં તને આશ્ચર્ય શું છે. અનન્ત જન્મ જન્માન્તામાં આ જીવે અનેક પ્રકારના સુખાને પ્રાપ્ત કર્યાં છે. અને અપમાનથી, સ્થાન આદિના શ્રુત હોવાથી, વધુ બંધન અને ધનના નાશથી અનેક રોગોને તથા અનેક પ્રકારના દુ:ખાને સહન કર્યો છે. કહ્યુ પણ છે—
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૯૯