Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
" सर्वसुखान्यपि बहुशः, प्राप्तान्यऽटता मयाऽत्र संसारे।
થાનાન તથા, તે જ છે વિક્રયન્તપુ ” છે ? . તથા—મયમના ત્રાદ્રિ વાઘધનક્ષયાતા
प्राप्ता रोगाश्च शोकाश्च, जात्यन्तरशतेष्वपि " ॥ २ ॥ इति
અધિક શું કહેવામાં આવે. જ્યારે વર્તમાન પર્યાયમાં જ આ જીવની અનેક અવસ્થાઓ થાય છે તે નજરે દેખાય છે તે જન્મ જન્માંતરમાં તેની અનેક અવસ્થાઓ થાય, અનેક વાર ઉંચ નીચ ગેત્રમાં જન્મો થાય છે એમાં આશ્ચર્યની વાત કઈ છે. એ દઢ વિશ્વાસ કરી આત્માથીને માટે આ અવસ્થા એમાં કઈ વખત પણ હર્ષ અને શોકનું સ્થાન હોવું ન જોઈએ.
સૂત્રમાં ગેત્રપદ ઉપલક્ષણ છે માટે આઠ મદોનું-(૧) જાતિમદ, (૨) કુળ મદ, (૩) બળમદ, (૪) રૂપમદ, (૫) લાભમદ, (૬) તપમદ, (૭) સૂત્રમદ, (૮) ઐશ્વર્ય મદનું ગ્રહણ થાય છે. મદ પણ અહંકાર જ છે માટે તેને પણ પરિત્યાગ કરી દેવું જોઈએ, કારણ કે જાતિ વિગેરેનું હીનપણું હોવા છતાં પણ આત્મા કાલ લબ્ધિ આદિના પ્રાપ્ત થવાથી ધર્મનો અધિકારી બની જાય છે, ધર્મ પ્રાપ્તિમાં જાતિ વિગેરે બાધક થતા નથી.
દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્રો
જેવી રીતે દેશદેશાન્તરમાં ભ્રમણ કરવાવાળા પ્રાણીને કઈ વખત કઈ સ્થાનપર સુખ, કેઈવખત કોઈ જગ્યાએ દુઃખ મળે છે. કેઈ વખત ગામમાં વસે છે કેઈ વખત વગડામાં પણ રહેવાનો પ્રસંગ આવે છે કેઈ વખત પ્રશસ્ત ભૂમિ પર તે સુઈ જાય છે કેઈ વખત કાંટાવાળી ભૂમિમાં પણ પડ્યું રહેવું પડે છે. કેઈ વખત મીઠું સ્વચ્છ પાણી પીવા મળે છે કઈ વખત ખારૂં મલિન પાણી પણ પીવા મળે છે તે પણ આ બધા વિષયોમાં તે સુખ અગર દુઃખ માનતો નથી. તેને પિતાના લક્ષ્ય સ્થાને પહોંચવા માટે આ બધું કરવું પડે છે તે પ્રકારે પ્રકૃતિમાં પણ મુક્તિને ચાહવાવાળા સંયમીમુનિ માટે ઉંચ નીચ ગોત્રની પ્રાપ્તિમાં પણ હર્ષ શેક કરે ઉચિત નથી. આ પ્રકારના વિચારથી માન આદિને
જ્યારે આત્માથી અભાવ થઈ જાય છે ત્યારે કષાયને અભાવ સ્વતઃ સિદ્ધ હેવાથી સંચમીને સંયમ ભાવમાં દઢતા અને વિષયાદિકોમાં અદઢતા આવી જાય છે. માટે સમ્યજ્ઞાનાદિક સદ્દગુણની પ્રાપ્તિ હેવાથી સંયમી મુનિને મુક્તિને લાભ કાલાનરમાં અગર આ ભવમાં થાય છે.
આ પૂર્વોક્ત કથનથી સંયમી મુનિએ આ વાતનો પણ સદા વિચાર રાખવે જોઈએ કે-માન અને અપમાનના કારણકલાપોની ઉપસ્થિતિ હોવાથી હર્ષ અને વિષાદ કરવું મારું કર્તવ્ય નથી. છે સૂ૦ ૧ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨