Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેથી એ પ્રતીત થાય છે કે–પૂર્વોક્ત પરિવાદાદિ ત્રણ દોષોમાંથી કોઈ એક પણ દોષથી જે અસ્પષ્ટ–રહિત છે અને અવસ્થા પણ ધર્માચરણ કરવાની જેની વીતી ગઈ છે. પરંતુ કદાચ તે દઢ સંહનનવાલા છે તે પણ પ્રવજ્યા-ભાગવતી દીક્ષાને યોગ્ય છે. જેમ ભગવાનના માતાપિતાએ દેવાનંદા અને ઋષમદત પિતાની વૃદ્ધાવસ્થામાં દીક્ષા ધારણ કરી હતી.
અથવા–-“અરમિત્રકાન્ત = @ વચઃ ક્ષ જ્ઞાનદિ વિતા " આ વાક્ય, સંયમમાં કષ્ટ પામતાં શિષ્યજનમાં જે નિરૂત્સાહિત બનેલ છે. તેને ઉત્સાહ વધારવા માટે કહેવામાં આવેલ છે. તેને ઉત્સાહ વધારીને તેઓ કહે છે કે-હે પંડિત ! આ વખતે તમે પ્રત્રજ્યા ગ્રહણ કરવાની અવસ્થાવાળા છો, તથા પરિવાદાદિક દોષત્રય વગર પણ છે. જેથી તમે જ્યાં સુધી આ અવસ્થામાં છો ત્યાં સુધી સંયમ ગ્રહણ કરવા માટે પ્રયત્નશીલ રહે, આ અભિપ્રાયથી સૂત્રકારે પંડિત આ સંબંધનથી તેને સંબોધિત કરેલ છે, કારણ કે શિષ્યજન સ્વયં આ પ્રકારની પિતાની અવસ્થાને સમજી શકે છે માટે આ સંબંધન તેને માટે સંગત બેસે છે,
-- અથવા શિષ્ય માટે સૂત્રકાર ફરીવાર કહે છે કે-હે અનલિકાન્તયૌવન શિષ્ય! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ના ભેદથી ક્ષણ ( અવસર) ચાર પ્રકાર છે.
(૧) સર્વવિરતિરૂપ અવસ્થા જીવને જે ક્ષણે પ્રાપ્ત થાય છે તેનું નામ દ્રવ્ય ક્ષણ છે કારણ કે-આ જીવ અવ્યવહાર રાશિથી વ્યવહાર રાશિમાં આવે છે ત્યાં પૃથિવીકાયિક આદિ એકેન્દ્રિય જીવેમાં જન્મ ગ્રહણ કરે છે, પછી તે કર્મસ્થિતિને જોગવતાં ક્રમથી બેઈન્દ્રિય માં ઉત્પન્ન થાય છે, આ પ્રકાર
સ્થાવર અને ત્રણ પર્યાયની પ્રાપ્તિ દ્રવ્યક્ષણ છે. તેમાં પણ બેઈન્દ્રિયાદિક પર્યાયો સિવાય પંચેન્દ્રિય પર્યાયની પ્રાપ્તિ, તેમાં પણ સંજ્ઞીપણાની પ્રાપ્તિ, તેમાં પણ મનુખ્યપર્યાયની પ્રાપ્તિ, ત્યાં પણ વિશિષ્ટ જાતિ–ઉંચ કુળ-માં જન્મ, દીર્ધાયુ મેળવવું, નિરોગ શરીર પ્રાપ્ત થવું, તેમાં પણ ચારિત્રની પ્રાપ્તિ થવી, ઈત્યાદિએ બધું દ્રવ્ય
શ્રી આચારાંગ સૂત્ર : ૨
9૫