Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નથી થયું ત્યાં સુધી અર્થાત્ ઇન્દ્રિયેના જ્ઞાનની વિદ્યમાનતામાં જ હે ભવ્ય પ્રાણી! તું પિતાનું કલ્યાણ અર્થાત્ જ્ઞાનદર્શન ચરિત્ર આરાધનરૂપ નિજ પ્રજનને સિદ્ધ કરી લે. એ નિશ્ચિત છે વૃદ્ધાવસ્થા આવવાથી અગર કઈ ભયંકર રોગ થવાથી ઈન્દ્રિયેની શક્તિઓ અગર સ્વયં ઈન્દ્રિયે જ ક્ષીણ થાય છે. જે વખતે શીતલા નીકળે છે તે વખતે કઈ વ્યક્તિઓની આંખો ફૂટી જાય છે, કાન પણ બહેરા થઈ જાય છે, લકવાની બીમારીમાં સ્પર્શન ઈન્દ્રિય શૂન્ય બની જાય છે, વચન –વાણી પણ ઠીક નીકળતી નથી, ચાલતી વખતે પગ ક્યાંય રાખે છે અને પગ પડે છે ક્યાંય. કહ્યું પણ છે –
" गात्रं संकुचितं गतिविगलिता भ्रष्टा च दन्तावलि-, ईष्टिर्नश्यति बर्धते बधिरता वनं च लालायते । वाक्यं नाद्रियते च बान्धवजनो भार्या न शुश्रूषते, ઢા ! થઈ પુષ0 કીવર પુત્રોથમા” iા. " दृष्टि घटी पलटी तनकी छवि बंक भई गति लंक नई है, रूष रही परनी घरनी अति रंक भयो परयंक लई है। कांपत नार (नाड) बहै मुख लार महामति संगति छार गई है, अंग उपंग पुराने परे तिसना उर और नवीन भई है" ॥१॥
" व्याघ्रीव तिष्ठति जरा परितर्जयन्ती, रोगाश्च शत्रव इव प्रहरन्ति देहम् । आयुः परिस्रवति भिन्नघटादिवाम्भो,
लोकस्तथाप्यहितमाचरतीति चित्रम्" ॥१॥ આ વૃદ્ધાવસ્થા અર્ધમૃતક જેવી છે, આ અવસ્થામાં બુદ્ધિ નષ્ટપ્રાય થાય છે, બલ પણ ઓછું થાય છે, વાંકાપણું આવે છે, દાંત પડી જાય છે, બાલ સફેદ થાય છે, આંખથી ઓછું દેખાય છે, કાનેથી શબ્દ સંભળાતો નથી, હાથ પગ ઢીલા અને ચાલવા ફરવાથી લાચાર બને છે, કફ અને શ્વાસનું જોર વધે છે, વૈરીઓની માફક સમસ્ત રોગ આ અવસ્થામાં બદલે લેવા માટે જાણે એકદમ તુટી પડે છે, તૃષ્ણાની પ્રબળતા આ અવસ્થામાં થાય છે, પ્રત્યેક ઈન્દ્રિય વિષય ગ્રહણ કરવાની શક્તિથી શૂન્ય થાય છે. જેવી રીતે કબુતર પર બાજ ઝડપ મારવાની તક શેધે છે, અથવા બિલાડી ઉંદર પકડવાની તાક લગાવી બેસે છે, તેવી રીતે મેત પણ આ અવસ્થામાં પ્રાણપંખેરૂને પકડવા તૈયાર રહે છે. જે પ્રકારે વાદળેની અંદર સૂર્યને પ્રકાશ ઢંકાઈ જાય છે તે પ્રકારે આ અવસ્થામાં જુવાનીનું બળ છુપાઈ જાય છે. મોરની ધ્વનિ સાંભળવાથી જેમ ચંદનવૃક્ષોમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨