Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દે છે. લુખ્યક રાત દિવસ વ્યાકુળ જ બની રહે છે, “કયા વખતે ક્યારે કેવી રીતે ધનાદિકનું અર્ચન કરૂં” આવી આશાથી પ્રેરિત થઈ ઓળંગી ન શકાય તેવા પર્વતને પણ પાર કરવાની ઈચ્છા કરે છે, અપાર સમુદ્રને તરવાની પણ ભાવના રાખે છે, દુર્ગમ–પહાડી ઝાડીઓમાં પણ ભ્રમણ કરવાની ઈચ્છા રાખે છે, પિતાના ભાઈઓને પણ મારવાના મનોરથ સેવે છે, જ્યાં કેઈ જઈ શકતું નથી તેવા ભયંકર સ્થાનમાં જવાની પણ હિંમત કરે છે, ઘણું ભારે બેજા પણ ઉઠાવે છે, દુઃસહ ભૂખને પણ સહન કરી લે છે, પાપ કરવાને માટે પણ તૈયાર થઈ જાય છે, પિતાનું કુળ, શીલ, જાતિ અને ધર્યને પણ વખત મળતાં છોડવાને તૈયાર થઈ જાય છે. અધિક કેટલું કહેવું – અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત આ
ભરૂપી મહારાત્રિમાં આ જીવ આત્મધનને પ્રાણાતિપાતાદિકપાપરૂપી ચોથી હમેશાં લુટાવતે રહે છે. મોહરૂપી અંધકારથી યુક્ત લેભી જીવ ચિત્તરૂપી ગહન જંગલમાં લોભરૂપી પિસાચને હમેશાં નચાવત રહે છે. જેવી રીતે પાણીમાં જીણું પાનડા અહીંતહીં ચક્કર ફર્યા કરે છે, વાયુની લહેરોમાં લઘુ તૃણ જેમ ઉડતા રહે છે, આકાશમાં શરતકાલીન મેઘમાલા અહીંથી તહીં અને તહીંથી અહીં જેમ ઘૂમ્યા કરે છે તે પ્રકારે લેભાકુલિત ચિત્તવાળા પ્રાણું પણ સંસારમાં અહી તહીં ભમ્યા કરે છે, લોભી જનના સમસ્ત ગુણ દોષરૂપમાં જ પરિણત થાય છે. જેમ કહ્યું છે– __ "लोमेन बुद्धिश्चलति, लोभो जनयते तृषाम् ।
તૃષાત ટુવમાનતિ, ર માનવ” છે ?
લોભથી બુદ્ધિ ચલિત થાય છે. લોભ તૃષ્ણને પેદા કરે છે. તૃષ્ણાથી પીડિત પ્રાણી આ લોકમાં અને પરલોકમાં દુઃખેને પામે છે ૧
સૂત્રમાં લોભકષાયને સંતોષથી નિગ્રહ કરવાનું જે કથન કરવામાં આવ્યું છે તે એક ઉપલક્ષણ છે. તેથી ક્રોધ, માન, માયાનો પણ પિતાપિતાનાં પ્રતિપક્ષી ભાવથી નિગ્રહ કરવાનું સમજી લેવું જોઈએ. કારણ કે લોભની માફક મુમુક્ષુએને માટે ક્રોધ માન આદિ પણ હેય છે. ચાર કષાયમાં અંતિમ કષાય લોભ છે. તેના ત્યાગના ઉપદેશથી કોધાદિકનો ત્યાગ કરે સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. કહ્યું પણ છે
"त्रिविधं नरकस्येदं, द्वारं नाशनमात्मनः । कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत्" ॥ १॥
આ શ્લોકથી અન્યત્ર પણ કામ ક્રોધ અને લોભને નરકનું દ્વાર અને પિતાના નાશનું કારણ બતાવ્યું છે.
શંકા–લોભને જેમ સંતોષથી જીતાય છે તેમ કંધાદિ કષાયને જીતવા કયા ક્યા ભાવની જરૂરત હોય છે?
ઉત્તર—દશવૈકાલિક સૂત્રમાં આ કષાયને જીતવા માટે એ ભાવેને પ્રગટ કર્યા છે–
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૯૧