Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્તર-ચારિત્રને પ્રતિ જ્ઞાન હેતુ હોય છે. જ્ઞાનરૂપ કારણના અભાવમાં ચારિત્રરૂપ કાર્યને અભાવ રહે છે, એ બધા માને છે. આ ઠેકાણે જ્ઞાનમાં અને અરતિમાં વિરોધનું કથન નથી કર્યું. પણ રતિ અરતિને વિરોધ હોવાથી ચારિત્રમોહનીયના ઉદયથી સંયમમાં અરતિ થાય છે. જ્ઞાન અને અજ્ઞાનમાં જ વિરોધ છે. સંયમમાં અરતિને અને જ્ઞાનને કેઈ વિરોધ નથી માટે મેધાવી હોવા છતાં પણ સંયમમાં અરતિને સદ્ભાવ થાય છે તેથી કઈ પ્રકારને આમાં વિરોધ નથી
ટીકાકારને એ અભિપ્રાય છે કે જેણે ચારિત્ર-સંયમ અંગીકાર કરેલ છે તે જ્ઞાની છે તે પણ તેને ચાસ્ત્રિમેહના ઉદયથી તેમાં અરતિભાવ ઉત્પન્ન થઈ શકે છે. કેમકે ચારિત્રના પ્રતિ જ્ઞાન હેતુ-કારણ છે, જ્યાં કારણનો અભાવ છે ત્યાં કાર્યને પણ અભાવ થાય છે. જ્યાં જ્ઞાનરૂપ કારણને સદ્ભાવ જ નથી ત્યાં તેના કાર્યરૂપ ચારિત્રને સદૂભાવ કેવી રીતે હોઈ શકે? બલ્ક નથી થતું. માટે તેને જ્ઞાન સંપન્ન થવું જ જોઈએ. તેને અરતિભાવ ઉત્પન્ન થવામાં કર્યો વિરોધ આવે છે? સાનઘરથાન સાથે નહિ રહેવા રૂપ વિધિ ત્યાં જ થાય છે જે પરસ્પરમાં વિરોધી હોય છે. જેમ ઠંડી અને ગરમી એ પરસ્પરમાં વિધી છે તેનું એકી સાથે એક જગ્યાએ રહેવું બની શકતું નથી. પ્રકૃતિમાં જ્ઞાન અને અજ્ઞાન, રતિ અને અરતિ, એ પરસ્પર વિરોધી બે ધર્મ છે તેઓનું પણ એક જગ્યાએ અવસ્થાન (રહેવું) બની શકતું નથી, લીધેલાં ચારિત્રમાં રતિ જ્ઞાનપૂર્વક જ થશે. માટે તે જ્ઞાનાવરણીયના ક્ષપશમ સાથે ચારિત્ર મેહનીયના ક્ષાપશમનું કાર્ય છે અને અરતિ જ્ઞાનાવરણીયના ક્ષપશમ સાથે
ચારિત્ર મેહનીયના ઉદયનું કાર્ય છે, ઉદયમાં અને ક્ષપશમમાં ઘણો જ અંતર ઈને એક ક્ષપશમનું કાર્ય છે. એક ઉદયનું કાર્ય છે માટે એ બને–રતિ અન અરતિ પરસ્પર વિરોધી વાતે યુગપતું એકત્ર રહી શકતી નથી.
ફાં -રતિ અને અરતિ એ ચારિત્રમેહનીયના ભેદસ્વરૂપ નેકષાયનું કાર્ય છે તેને ક્ષયે પશમ અને ઉદયજન્ય કેમ કહે છે?
ઉત્તર–શંક ઠીક છે. ત્યાં જે રતિ અને અરતિ જે નેકષાયના ઉદયથી માનેલ છે તેનાથી એમાં ભેદ છે. આ ઠેકાણે રતિ શબ્દને વાચ્યાર્થ ચારિત્રના નિર્દોષ રૂપથી પાલન કરવાની ભાવના અને તદનુકૂલ પ્રવૃત્તિ છે, અને અરતિને
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૮૫