Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આભ્યન્તર કારણેાની જરૂરત હાય છે. બાહ્ય કારણોથી આટલું કામ નથી બનતું જેટલું અન્તર’ગથી. ચારિત્રના અંગીકાર કરવામાં યદ્યપિ ઉપાદાન કારણ આત્મા છે પરંતુ આ બે-માહ્ય, અભ્યન્તર-કારણેાથી ઉપાદાનમાં તે શક્તિ આવી જાય છે કે જેનાથી તેને પોતાને માટે સચમમાં રતિ અને સ ંસાર શરીર અને ભાગેામાં અતિ આપમેળે આવે છે. પ્રકૃતમાં અહીંઆ ચારિત્રમેહનીયના ઉપશમાદિક અંતરગ કારણ છે, અને પાંચે ઇન્દ્રિયાના વિષયોથી સર્વથા વિરતિભાવની જાગૃતિ બાહ્ય કારણ છે, જેમ અગ્નિ અને ધૂમની (પરસ્પર અનિયતિ ) વિષમ વ્યાસિ છે તે પ્રકારે સમ્યકૂચારિત્રની સાથે અંતરંગ કારણુ ચારિત્રમાડુનીયના ઉપશમની વિષમ વ્યાપ્તિ નથી. અર્થાત્ પરસ્પર સમનિયત છે. જ્યાં ચારિત્રમાહનીયનો ઉપશમાદ્રિ છે ત્યાં નિયમથી સચારિત્ર છે. અને જ્યાં સમ્યકૂચારિત્ર છે ત્યાં નિયમથી ચારિત્રમેહનીયના ઉપશમાદિ છે. આ પ્રકારે સમ્યકૂચારિત્ર અને ચારિત્રમાહનીયના ઉપશમાદિકોની સમ વ્યાપ્તિ ( પરસ્પર નિયતિ છે ) પરંતુ અન્તરગમાં ચારિત્ર માડુનીયના ઉપશમાદિકના અભાવમાં જે બાહ્યમાં સસાવદ્ય વિરતિરૂપ ચારિત્રની સત્તા માલમ પડે છે તે કેવળ એક ઢોંગ છે. તે ઢોંગ ઉલ્ટા જીવને ક``ધનું કારણ થાય છે, એવી વ્યક્તિ ચારિત્રના ઢોંગ રચીને તેની આડમાં પોતાના વિષય કષાયાની જ પુષ્ટિ કરે છે, યષ્ટિ સૂત્રમાં ‘પરિત્રદ આ શબ્દથી કેવળ પાંચમાં મહાવ્રતનું જ ગ્રહણુ ખતાવ્યું, છે પરંતુ અવશિષ્ટ ચાર મહાવ્રતાનું પણ એમ એક પદથી ગ્રહણ થાય છે.
9
આ પ્રકારે જે વાસ્તવિક રૂપથી અપરિગ્રહી નથી પણ પરિગ્રહત્યાગના ઢોંગ રચે છે તેનાથી એ પણ સમજી લેવું જોઇએ કે જે વાસ્તવિક રૂપથી અહિંસાદિ મહાવ્રતધારી નથી પણ અહિંસા-મહાવ્રતી આદિ હોવાનો ઢોંગ કરે છે તેઓ કેવળ લાકની પ્રતારણા કરવા માટે જ પોતાની એવી પ્રવૃત્તિ કરે છે. દ્રવ્યલિંગી સાધુએની પ્રવૃત્તિ આ ઢબની હોય છે. તેના આત્મામાં સમિકત જ્યોતિના મિલકુલ જ પ્રકાશ નથી હાતા કે જેના સદ્ભાવથી મહાવ્રતામાં સભ્યકૂંપણું આવે. તેના ઉપરના મહાબત છે. જે પ્રકારે નટ અનેક વેષને ધારણ કરે છે પણ અંતરંગમાં તે તે વેષાના પરિણામેાથી સર્વથા શૂન્ય રહે છે, તે પ્રકારે એ દ્રવ્યલિંગી પણ માહ્યથી મહાવતી હોવાના કેવળ એક ઢાંગ જ કરે છે, જેનાથી તેના આત્મા બિલકુલ રંજિત થતા નથી, ભલે તેની પ્રવૃત્તિથી બાહ્યજન રજિત થાય, પરંતુ તેના આત્મા સ્વતઃ તદ્દનુકૂળ પ્રવૃત્તિથી શૂન્ય હોવાથી બિલકુલ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૮૮