________________
અધ્યાત્મોપનિષત્પકરણ
પરમપૂજ્ય શાસનપ્રભાવક પદર્શનપરિકર્મિતમતિ આચાર્યદેવશ્રી વિજય જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ તથા સર્વતોમુખી પ્રતિભાસંપન્ન વિદ્યાગુરૂદેવ પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રી જયસુંદરવિજયજી મહારાજ સાહેબે અમૂલ્ય સમય કાઢી સૂક્ષ્મબુદ્ધિથી સંસ્કૃત-ગુજરાતી બન્ને વ્યાખ્યાનું સંશોધન કરીને પ્રસ્તુત પ્રકાશનની પ્રામાણિકતામાં જમ્બર વધારો કરીને ખૂબ ઉપકાર કરેલ છે. જે કદિ પણ નહિ ભૂલાય. તે ઉપરાંત “સંશોધનનું સંબોધન’ મોકલીને પં. શ્રી જયસુંદર વિજયજી ગણિવરે સંશોધનમંદિર ઉપર કળશ ચઢાવેલ છે. - પરમ પૂજ્ય પદ્મમણિતીર્થોદ્ધારક ભવોદધિતારક ગુરૂદેવશ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજની અમદષ્ટિ પણ પ્રસ્તુત મંગલ અવસર ઉપર ભૂલી શકાય તેમ નથી.
વિદ્વાન મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી મહારાજે પ્રસ્તુત ગ્રન્થની પ્રસ્તાવના લખી આપવાની ઉદારતા કરી છે તે પણ ચિરસ્મરણીય રહેશે.
પાર્થ કોમ્યુટર્સવાળા અજયભાઈ, વિમલભાઈ, તથા ચંદ્રકાન્તભાઈએ ઝડપથી પ્રસ્તુત પ્રકાશનને સર્વાગ સુંદર બનાવવા જે મહેનત કરી છે તે પણ અનુમોદનીય છે.
શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ મુંબઈના પ્રમુખ શ્રી હર્ષદભાઈ સંઘવીએ અદ્ભુત સક્રિય ભૃતપિપાસા બતાવી, તેથી ગુજરાતી અનુવાદના કાર્યને પણ વેગ મળ્યો. શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ-જ્ઞાનનિધિમાંથી પ્રસ્તુત ગ્રન્થપ્રકાશન માટે સંપૂર્ણ આર્થિક જબાવદારી લીધેલ છે તે બદલ શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ તથા તેના ટ્રસ્ટીગણને અભિનંદન. આ રીતે શાસ્ત્રીય પ્રકાશનોની ઉજળી પરંપરાને તેઓ આગળ વધારે તેવી પરમાત્માને પ્રાર્થના
પ્રસ્તુત પ્રકાશનના ત્રણેય પુફ કાળજી પૂર્વક વાંચેલા છે. તેમ જ બે વિદ્વરેણ્ય પદસ્થ સંયમીઓએ બન્ને વ્યાખ્યાસહિત સંપૂર્ણ ગ્રન્થનું સંશોધન સૂક્ષ્મ બુદ્ધિથી કરેલ છે. તેમ છતાં સંસ્કૃતગુજરાતી વ્યાખ્યામાં, પ્રફ સંશોધન-સંપાદન આદિમાં છદ્મસ્થતામૂલક કોઈ ત્રુટિ મારાથી રહી ગઈ હોય તો વિદ્વર્ગ તેનું સ્વયં પરિમાર્જન કરીને વાંચે તથા તે ત્રુટિની મને જાણ કરે, જેથી દ્વિતીય આવૃતિમાં તે ક્ષતિ રહેવા ન પામે- તેવી અધિકૃત વિફા વાચકવર્ગને વિનંતી.
પ્રાન્ત પ્રસ્તુત પ્રકાશનના માધ્યમથી આરાધક જીવો અનાદિકાલીન કુસંસ્કારો, કુમતિ, કદાગ્રહથી મુક્ત બની વહેલી તકે મુક્તિસુખના ભોક્તા બને તેવી મંગલકામના. તરણતારણહાર પવિત્ર નિર્દોષ શ્રી જિનાજ્ઞાથી વિપરીત કાંઈ લખાયું હોય તો તે બદલ હાર્દિક ક્ષમાયાચના.
પોષ વદ - પંચમી પ્રભાસ પાટણ તીર્થ.
- એજ લ, ગુરૂ પાદપણુ મુનિ યશોવિજય