________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
ખેદની વાત છે. જૈનદર્શનમાં વાસ્તવિક રીતે ટકી રહેવું હોય તો, સર્વતોમુખી વિનિપાતને આપનાર આવી મલિન ભૂમિકાથી કાયમ દૂર જવું એ આરાધકોનું અતિઆવશ્યક અને અંગત કર્તવ્ય બની જાય છે. ગુણદુર્લભ કાળમાં જ્યાં જેટલા ગુણ જોવા મળે તે પ્રેમથી પૂજવા જેવા છે. મૈત્રીદુર્લભ કલિકાલમાં આ બાબત ઉપર દરેક આત્માર્થી આરાધકોએ ઊંડાણથી ચિંતન કરી ગુણગ્રાહી ઉદાર માનસ બનાવવું જરૂરી છે. જૈનદર્શનરાગ પણ એવો તો ન જ જોઈએ કે જે વ્યક્તિરાગ, દષ્ટિરાગ પેઠા કરી સંપ્રઠાયના ઝઘડા, વૈમનસ્ય, સંકુચિતતા, આંતરવિગ્રહ-સમ્પ્રદાયવિદ્રોહ વગેરે પેઠા કરી જૈન શાસનની અપભ્રાજના કરે.
ષોડશક, ઉપદેશપઠ ગ્રન્થમાં શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે પરદર્શનીનું વચન જો સાચું- સારૂં હોય તો જિનવચનથી તે ભિન્ન નથી. માટે તેના ઉપર ભૂલેચૂકે પણ દ્વેષ ન કરવો. પારમાર્થિક મોક્ષમાર્ગને અનુરૂપ એવા પરદર્શનગ્રન્થોના વચનો પ્રત્યે દ્વેષ કરવામાં દ્વાદશાંગીની આશાતના થઈ જાય.
*પરદર્શનીના જિનાગમાનુસારી વચનને વિશે દ્વેષ-ઈર્ષ્યા એ જૈન માટે તો વિશેષ પ્રકારનો મહામોહ બની જાય છે. પરદર્શનમાં રહેલા ગાઢકઠાગ્રહમુક્ત આત્માર્થી જીવો હકીકતમાં સર્વજ્ઞના જ ઉપાસક છે. ગંભીર અને ગુણગ્રાહી એવા સ્યાદ્વાદી એ સર્વજ્ઞના નજીકના સેવક છે.' જ્યારે સરળ, નમ્ર, ભદ્રિક આત્માર્થી પરદર્શનીઓ સર્વજ્ઞના દૂરના સેવક છે. આ એક અલગ વાત છે. પરંતુ આટલા માત્રથી તેવા અન્યધર્મીમાં રહેલું સર્વજ્ઞસેવકપણું હણાતું નથી. મોક્ષ કોઈ ધર્મને કે સમ્પ્રદાયને બંધાયેલ નથી. અંતઃકરણની નિર્મલતા, સમતા વગેરે સદ્ગુણ સાથે મોક્ષનો સીધો સંબંધ છે. આવું માનવામાં આવે તો જ ‘અન્યલિંગસિદ્ધ’· નામનો સિદ્ધ ભગવંતનો એક પ્રકાર સંભવી શકે. માટે અંતઃકરણને નિર્મળ બનાવવું એ જ મોટી જિનાજ્ઞા છે. જ્યારે મન તીવ્ર કઠાગ્રહથી
जत्थ जत्तियं पासे, पूयए तं तहिं भावं बृहत्कल्पभाष्य
૨. तत्रापि च न द्वेषः कार्यो विषयस्तु यत्नतो मृग्यः ।
.
तस्यापि न सद्वचनं सर्वं यत्प्रवचनादन्यत् ॥ १६-१३।। षोडशक
રૂ. તરવિસ્તુ તત્ત્વતો સૃષ્ટિવાવારુવિપર્યવસાયિની / પોડ, યોગદ્દીનિાવૃત્તિ (૨૬/૬૩)
४. जं अत्थओ अभिण्णं अण्णत्था सदओ वि तह चेव ।
तम्मि पओसो मोहो विसेसओ जिणमयठियाणं ।। उपदेशपद - ६९३
यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः । दूरासनादिभेदेऽपि तद्भृत्याः सर्व एव ते । योगदृष्टिसमुच्चय- १०७ सर्वज्ञतत्त्वाऽभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ॥ १०८॥
६. सेयंबरो य आसंबरो य बुद्धो य अहव अनो वा ।
समभावभाविअप्पा लहेइ मोक्खो न संदेहो । सम्बोधप्रकरण - ३
૭.
न श्वेताम्बरत्वे न दिगम्बरत्वे न तत्त्ववादे न च तर्कवादे । न नैयायिके न मीमांसके च कषायमुक्तिरेव किल मुक्तिः ॥ ૮. નિમનિળ-તિત્વઽતિસ્થા શિફ્રિ-સત્ર-સાિ-થી-ન-નવુંસા । पत्तेय-सयंबुद्धा बुद्धबोहिय इक्कणिक्का य ।। नवतत्त्व - ५५
आज्ञा तु निर्मलं चित्तं कर्तव्यं स्फटिकोपमम् । योगसार
.