________________
સેનપ્રશ્નમાં (અનુવાદ -પૃ.૩૪૯ ઉપર) જણાવેલ છે કે – ““બીજાઓને અસ આગ્રહ ન હોય તો તેના માર્ગાનુસારી સાધારણ ગુણો અનુમોદવા લાયક છે, બીજાના નહિ” આમ જે બોલે છે તે અસત્ય જ છે. કેમ કે જેઓને મિથ્યાત્વ હોય તેઓને કોઈક તો અસદુ આગ્રહ અવશ્ય હોય જ. નહિતર તો સમકિતી કહેવાય. શાસ્ત્રમાં મિથ્યાત્વરૂપ અસગ્રહ છતાં પણ માર્ગાનુસારી ગુણો અનુમોદનીય કહ્યા છે. આથી પરદર્શનમાં મળતી મોક્ષલક્ષીતા, આત્મલક્ષીતા, ગુણલક્ષીતા વગેરે અંશોને ખ્યાલમાં રાખીને તેવા ગુણિયલ પરદર્શની પ્રત્યે ધિક્કારભાવ રાખવાના બદલે મીઠી નજર રાખવી એ સ્યાદ્વાદી માટે કર્તવ્યરૂપ બની જાય છે.
( સાચા જૈન બનીએ છે તમામ પ્રકારના રાગ-દ્વેષ વગેરે આંતરશત્રુઓને જિતનાર જિન કહેવાય છે. તેમને, તેમના માર્ગને, તેમના વચનને અનુસરનારા જૈન કહેવાય છે. આથી રાગ-દ્વેષરહિત બનવાના માર્ગે ચાલનાર જ હકીક્તમાં જેન બની શકે. જેનમત, જિનાગમને વિશે પણ રાગ જ્યારે દષ્ટિરાગની ભૂમિકાએ પહોંચે, રાગાંધ દયાને જન્માવે, કદાગ્રહ-હઠાગ્રહ-દુરાગ્રહનું સ્વરૂપ ધારણ કરે, 'વ્યામોહ પેદા કરે ત્યારે સાધકને મોક્ષમાર્ગે આગળ વધવું ઘણું કપરું બની જાય છે. તેમાંથી પરદર્શન-પરદર્શની પ્રત્યે હઠીલો વેષ-દુર્ભાવ-ધૃણા પ્રગટે છે. તેની આડ અસર રૂપે સામ્પ્રદાયિક તિરસ્કારવૃત્તિ, વાડાબંધી, પક્ષપાતી વલણ, સંપ્રદાયઝનુનતા... વગેરે વિકૃતિઓ જન્મે છે. આના અનિવાર્ય પરિણામરૂપે, સાધનાના સોહામણા શિખરે પહોંચવા ઝંખતો સાધક વિરાધનાની એવી બિહામણી ખીણમાં ગબડી પડે છે કે જેમાંથી સહીસલામત રીતે બહાર નીકળવું ભારે મુશ્કેલ-કઠણ બની જાય છે. કેમ કે પોતે જે માને છે, જે બોલે છે, જે આચરે છે તે માન્યતા વગેરે હકીકતમાં તારક જિનેશ્વર ભગવંતોને માન્ય છે કે નહિ? પોતાની વિચારધારા વાસ્તવમાં મોક્ષમાર્ગને અનુસરનારી છે કે નહિ? તે સમજવાની ક્ષમતા પણ તે ગુમાવી બેસે છે. તેમજ સંપ્રદાયનો સિક્કો લગાડીને તત્ત્વને સ્વીકારવાની વૃત્તિ તથા પોતાની માન્યતા, પ્રરૂપણા, આચરણા ઉપર શ્રીજિનેશ્વર ભગવંતોની છાપ બતાવવાનું જક્કી વલણ આ ભયંકર દોષનો પણ તે પૂરેપૂરો શિકાર બની જાય છે. તેનું માનસ એવું તો અંધિયારું અને બંધિયારું બને છે કે પરદર્શનના મધ્યસ્થ મહર્ષિની કોઈક સારી-સાચી વાત તો સ્વીકારવાની દૂર રહી પરંતુ સ્વદર્શનના અન્ય સમ્પ્રદાયની તટસ્થ વ્યક્તિની પણ તાત્ત્વિક વાતને સાંભળવાની-સમજવાની-સ્વીકારવાની અને તે મુજબ પોતાની માન્યતાપ્રરૂપણા-આચરણાને સુધારવાની ભૂમિકા તે ગુમાવી બેસે છે. ભીષણ કલિકાલના વિષમ વર્તમાન વાતાવરણમાં આવી હીન-દયનીય મનોદશાનો અનેક આરાધકો ભોગ બની રહેલા છે એ અત્યન્ત
૧. શાસ્ત્રના પરમાર્થ-રહસ્યાર્થથી વિમુખ બનાવનાર દષ્ટિરાગ છે. ૨. વિવેકહીનતાને ખેંચી લાવનાર રાગાન્ધ દશા જાણવી. ૩. શબ્દમાત્રમાં જડતાને કદાગ્રહ પેદા કરે છે. ૪. “અહીં જે કહ્યું છે તે જ સાચું, બીજું બધું ખોટ જ'' આવા એકાન્તવાદ તરફ ઢસડી જનાર વ્યામોહ જાણવો.