________________
(ઉપાધ્યાયજીએ શાસ્ત્રયોગશુદ્ધિ (પ્રથમ અધિકાર) ઉપર પ્રકાશ પાથય છે.
શાસ્ત્રો ભણી ભણીને પણ કેટલાક શસ્ત્ર તરીકે તેનો દુરૂપયોગ કરવા ન બેસી જાય તે માટે ઉપાધ્યાયજીએ જ્ઞાનયોગશુદ્ધિ બીજો અધિકાર ઓ છે.
જ્ઞાનોપાર્જન કરનારો ઉન્માદી-અહંકારી અને મિથ્યાભિમાનમાં રાચતો ન થઈ જાય, શુષ્કજ્ઞાનના વમળોમાં અટવાઈને નિષ્ક્રિયતા-આળસ-અનુશાસનહીનતા-ઉચ્છંખલ વર્તનનો ભોગ ન બની જાય તે માટે ત્રીજા ક્રિયાયોગશુદ્ધિ અધિકારનું નિરૂપણ કરેલ છે. સમ્યકજ્ઞાન અને સમ્યક આચારના સુમેળ દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે એ સમવ્યોગનું હૃદયસ્પર્શી વિવેચન ચોથા સામ્યયોગશુદ્ધિ અધિકારમાં ગૂંથી લેવામાં આવ્યું છે.
બસો-અઢીસો શ્લોકપ્રમાણ આટલા નાનકડા ગ્રન્થની રચના પાછળ મહર્ષિ ઉપાધ્યાયજીએ કેટલુ ગહન ચિંતન મનન કર્યું હશે, કેવા કેવા સંવેદનોનો જાત અનુભવ કર્યો હશે- કેટલું વિશાળ વાંચન અને એ માટે કેટલો પરિશ્રમ કર્યો હશે. કેટલું વિશાળ પૂર્વઋષિઓના રચેલ શાસ્ત્રગ્રન્થોનું અવગાહન કર્યું હશે- કેટલી પ્રચંડ તીગ પ્રતિભા નિચોવી હશે તેની ઝાંખી માત્ર એકલા મૂળ ગ્રન્થના વાંચનથી કોઈને પણ થાય એવી શક્યતા નહીંવત્ છે. પરિશ્રમ કરનાર જ બીજાના પરિશ્રમને પારખી શકે, પીછાની શકે, મૂલ્યાંકન કરી શકે. અદ્યતન મુનિરાજ યશોવિજયજીએ ભારે પરિશ્રમ કરીને, મૂળ ગ્રન્થ ઉપર સંસ્કૃતમાં ટીકા અને ગુજરાતીમાં વિવરણ લખીને ખરેખર મૂળ ગ્રન્થના વૈભવને પ્રદર્શિત કરવામાં કોઈ જ કચાશ રાખી નથી.
ઉપાધ્યાય મહર્ષિએ આ મૂળ ગ્રન્થની રચના માટે જે કાંઈ શ્રુતસાગરનું મંથન કર્યું હશે - જે જે પ્રાચીન શાસ્ત્રોનું અવલોકન-પઠન-અવગાહન કર્યું હશે - જે જે ગ્રન્થોના આધારે પોતે અધ્યાત્મપદાર્થનું સંકલન કર્યું હશે એ બધા જ લગભગ શાસ્ત્રાધારો - શાસ્ત્રગ્રન્થો - આગમ વચનોની પૃષ્ઠભૂમિ સુધી પહોંચવામાં મુનિ યશોવિજયજીએ જબરી સફળતા મેળવી છે તે આ ગ્રન્થના અભ્યાસીને પાને પાને જણાઈ આવ્યા વગર રહેશે નહિ. મોટા ભાગના શ્લોકોની પૃષ્ઠભૂમિ ખોળી કાઢીને પાને-પાને તેના ભવ્ય અવતરણો ટાંકીને ટીકાકારે ખરેખર ગ્રન્થની ભવ્યતામાં અત્યધિક શોભાવૃદ્ધિ કરેલ છે તે નિઃસંદેહ હકીકત છે. તેમના આ ભગીરથ પુરુષાર્થને જેટલી શ્રદ્ધાંજલિ આપીએ એટલી ઓછી છે.
અભ્યાસી મુમુક્ષુ વર્ગને પહેલા તો આ ગ્રન્થનું અધ્યયન ઘાણું કઠણ લાગતું હતું - પરંતુ હવે કહી શકાય કે ગ્રન્થની ગ્રન્થિઓ ખૂલી ગઈ છે, રહસ્યો ખુલ્લા થઈ ગયા છે - અધ્યયન તદ્દન સરલ બની ગયું છે.
અધ્યાત્મપ્રેમી વર્ગ આ ગ્રન્થનું અચૂક અધ્યયન કરે, જરૂર એની કેટલીય ભ્રમણાઓ ટળી જશે, સંશયો પલાયન થશે, અમૃતનો આસ્વાદ પ્રાપ્ત થશે, કેટલીય વિટંબણાઓથી મુકિત પ્રાપ્ત થશે - એકાન્તવાદની કવાસનાના પાશ છેદાઈ જવાનો મોટો ફાયદો મળશે. - સૌ કોઈ શાસ્ત્રો ભાણે - જડતા ત્યજે, સમ્યક જ્ઞાનનો દીવો પેટાવે, અજ્ઞાનના અંધારા ઉલેચે, મંજિલ તરફ કદમ ઊઠાવે, નિષ્ક્રિયતા ત્યજે, મમત્વ ત્યજીને સમત્વને ભજે - પરમ પદ પ્રાપ્ત કરે એ શુભ કામના. પોષ વદ-૪
દ, પંન્યાસ જયસુંદરવિજય ગણી હીરસૂરી જૈન ઉપાશ્રય, મલાડ (પૂર્વ), મુંબઈ