Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ - પરમ પૂજ્ય મુનિરાજશ્રી વિશ્વકલ્યાણવિજયજી મ.સા.નું પણ અમો ખૂબ જ આદરપૂર્વક સ્મરણ કરીએ છીએ. તેઓશ્રીને અમારી ભાવભરી વંદના. તેઓશ્રીના વિદ્વાન શિષ્ય પૂજ્ય મુનિરાજશ્રી યશોવિજયજીનો ખૂબ ઉપકાર માનીએ છીએ. તેઓશ્રીએ પ્રસ્તુત ગ્રન્થના પ્રકાશન દ્વારા શ્રુતભક્તિનો લાભ આપ્યો છે. એટલું જ નહિ, પરંતુ અમોને સમ્યફ શ્રુત પ્રાપ્ત થાય તે માટે પણ તેઓ પ્રયત્નશીલ રહ્યા છે. અમે એક વાતનો ઉલ્લેખ કરતાં અમારા શ્રીસંઘને ગૌરવપૂર્ણ દૃષ્ટિએ નિહાળીએ છીએ કે મૂળ ગ્રન્થ ઉપર અભિનવ સંસ્કૃત ટીકા અને ગુજરાતી વિવરણના શ્રીગણેશ અને પૂર્ણાહુતિ અમારા શ્રીસંઘના નૂતન ઉપાશ્રયમાં જ થયેલ છે. તેઓશ્રીને અમારી વિનંતિ છે કે આગળ ઉપર પણ અમારા શ્રીસંઘને આવો અમૂલ્ય લાભ આપવાની ઉદારતા કરે. તેઓશ્રી માત્ર પ્રસ્તુત ગ્રન્થના જ નહિ પરંતુ અનેક જટીલ ગ્રન્થોના જેવા કે સ્યાદ્વાદ રહસ્ય, ભાષારહસ્ય, ન્યાયાલોક, વાદમાલા વગેરે ગ્રન્થોના સફળ સંશોધક, સંપાદક, ટીકાકાર અને અનુવાદકાર રહ્યા છે. હજુ પણ શ્રુતસર્જનની ઉજજવળ પરંપરાને તેઓશ્રી આગળ વધારે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. આ ગ્રન્થનું સુંદર મુદ્રણ કરી આપનાર શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ તથા સાક્ષાત્ કે પરોક્ષ રીતે સહાય કરનાર સહુ કોઈને અમારા હાર્દિક ધન્યવાદ. પ્રાન્ત, પ્રસ્તુત ગ્રન્થરત્ન અધ્યાત્મસાધના માટે રાજમાર્ગ છે. આ રાજમાર્ગ ઉપર દઢ સ્વસ્થ પ્રયાણ કરી સહુ કોઈ વિશદ અધ્યાત્મનો પ્રકાશ પ્રાપ્ત કરે એ જ મંગળ ભાવના. प्रीयन्तां गुरवः તો શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ વતી, હર્ષદ મણિલાલ સંઘવી તા.ક. આ પ્રકાશનનો સંપૂર્ણ આર્થિક સદ્વ્યય અમારા શ્રી સંઘની જ્ઞાનનિધિમાંથી કરવામાં આવેલ છે. તેથી ગૃહસ્થોએ એની માલિકી કરવી હોય તો પુસ્તકની કિંમત જ્ઞાનખાતાને ચૂકવવા વિનંતિ.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 188