Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ અધ્યાત્મોપનિષત્પકરણ (પ્રકાશકીય નિવેદનો) ડહું સકળ શ્રીસંઘના કરકમલમાં અધ્યાત્મ ઉપનિષ ગ્રન્થને સટીક અનુવાદ રજુ કરતાં અમે અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ. ન્યાયવિશારદ મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે રચેલ પ્રસ્તુત “અધ્યાત્મ ઉપનિષદ્' | ગ્રન્થરત્ન ઉપર મુનિશ્રી યશોવિજયજીએ રચેલ “અધ્યાત્મવેશારદી’ સંસ્કૃત ટીકા તથા તેનો જ ગુર્જર અનુવાદ ‘અધ્યાત્મપ્રકાશ” નો પણ પ્રસ્તુત પ્રકાશનમાં સમાવેશ કરવામાં આવેલ છે. મૂળ ગ્રન્થના ગૂઢ પદાર્થોની સરળતાપૂર્વક સમજણ, પારિભાષિક શબ્દોની વ્યાખ્યા, દષ્ટાન્ત, સ્વદર્શનના સિદ્ધાંતોને અનુરૂપ ઈતર દર્શનોના વિચારોની સાક્ષીઓ દ્વારા નવ્ય ટીકામાં દર્શાવેલ તત્ત્વનિરૂપણનો સમન્વય, લોકોક્તિ અને ન્યાયની સ્પષ્ટતા વગેરે તેમ જ ૧૭૫ કરતાં પણ અધિક શાસ્ત્રોના ૧૦૦૦ કરતાં પણ વધુ શાસ્ત્રપાઠોથી “અધ્યાત્મશારદી’ ટીકા વિશદ અને વ્યાપક સ્વરૂપવાળી બનેલી છે. સરળ અને માહિતીપ્રદ છતાં રહસ્યોદ્ઘાટક એવી આ અભિનવ સંસ્કૃત ટીકાને વાંચ્યા પછી વાસ્તવમાં તે અધ્યાત્મવેશારદી છે એવું જણાયા વગર રહેશે નહિ. સંસ્કૃત ભાષાથી અજાણ વાચકો માટે “અધ્યાત્મપ્રકાશ' ગુજરાતી અનુવાદની પણ તેઓશ્રીએ સફળતાપૂર્વકની રચના કરેલ છે. પ્રાતઃ સ્મરણીય ચારિત્રસમ્રાટ, કર્મસાહિત્યનિષ્ણાત સિદ્ધાન્ત મહોદધિ સ્વ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.નું પ્રસ્તુત મંગલ અવસરે અમે આદરપૂર્વક સ્મરણ કરીએ છીએ. તેઓશ્રીના પટ્ટાલંકાર વર્ધમાનતપોનિધિ, સકલસંઘહિતચિન્તક સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના અસીમ ઉપકાર અમારા શ્રીસંઘ ઉપર વરસી રહ્યા છે. અમારા શ્રીસંઘમાં જે કાંઈ પણ સત્પ્રવૃત્તિ થઈ છે – થઈ રહી છે તેના મૂળમાં તેઓશ્રીની કૃપાદૃષ્ટિ અને માર્ગદર્શનનો મહત્ત્વનો ફાળો છે. તેઓશ્રીના પટ્ટાલંકાર સિદ્ધાન્તદિવાકર, ગીતાર્થશિરોમણિ, પરમોપકારી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પાવન પ્રેરણાનું બળ અમને સદાયે પ્રાપ્ત થયું છે. બહુશ્રુત વિક્રદ્ધર્ય, તશિરોમણિ, પરમપૂજ્ય આચાર્યદેવશ્રીમદ્ વિજય જગચ્ચન્દ્ર સૂરીશ્વરજી મ.સા. તેમજ સર્વતોમુખી પ્રતિભાસંપન્ન ભાવનાશીલ પરમપૂજ્ય પંન્યાસજી શ્રીજયસુંદરવિજયજી મહારાજાનું ત્રણ અમો ચૂકવી શકીએ તેમ નથી. કેમ કે આ બન્ને પૂજ્યોએ સાદ્યન્ત સટીકસાનુવાદ પ્રસ્તુત ગ્રન્થરત્નનું સૂક્ષ્મદષ્ટિથી ખંતપૂર્વક સંશોધન કરીને પ્રસ્તુત પ્રકાશનની અમૂલ્ય ઉપાદેયતામાં જમ્બર વધારો કરેલ છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 188