Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મહાન જ્ઞાનતીર્થનું ગુજરાતી ભાષામાં અવતરણ 19 મી સદીમાં જૈન ધર્મએ વિશ્વસંસ્કૃત્તિને આપેલું મહાન જ્ઞાનતીર્થ એટલે પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના “શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ’ ના સાત ખંડ. વિશ્વમાં કોષનું સર્જન એ જ્ઞાનની પરાકાષ્ઠા અને વિદ્યાના શિખર સમું ગણાય છે. કોઈ પણ વિદ્યા, પછી તે જૈન ધર્મ હોય કે જમીન વિજ્ઞાન હોય, પરંતુ એના કોષની રચના એક કોઈ વિરાટ પ્રજ્ઞા-પ્રતિભા દ્વારા જ થઈ શકે. જૈન સમાજમાં કાલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રચાર્ય મહારાજે ઉત્કૃષ્ટ, કોષોનું સર્જન કર્યું. એ પરંપરાનું એક ગૌરવભર્યું સીમાચિહ્ન ‘શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ'. આ કોશનું સર્જન સ્વયં, ચુત સાધના, પ્રખર સાધુતા અને સરસ્વતી સાધનાનો એક સુવર્ણ ઈતિહાસ છે. આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય માનવીઓ પચાસ વર્ષે થાકે છે, વનમાં આવે, એટલે તેમનું મન લથડવા માંડે છે. સાઠ વર્ષે એ સઘળું સમેટીને નિવૃત્તિ લે છે. અને તે પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ પછીનું શેષ આયુષ્ય મેળવેલી મૂડી પર પૂર્ણ કરે છે, પરંતુ ઉંમરને પંચાંગ સાથે સંબંધ નથી અને વિદ્યાને વય સાથે કોઈ નાતો નથી. આથી જ 63 માં વર્ષે પૂ.આ. ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે જિન આગમોમાં ઉપલબ્ધ હજારો પ્રાકૃત શબ્દોના અર્થો તેમજ તેના આગમાદિ સાહિત્યમાં મળતા પાઠોના ઉલ્લેખ સાથે આ મહાગ્રંથોની રચનાનો ભગીરથ પુરુષાર્થ આરંભ્યો. 10, 566 પૃષ્ઠમાં અને સાત ભાગમાં વિસ્તરેલો આ વિરાટ જ્ઞાનસાગર એમની પ્રચંડ ઋતભક્તિનો ખ્યાલ આપે છે. સાડા તેર વર્ષની આ જ્ઞાનસાધનાએ એક એવા વિરલ અને અજોડ જ્ઞાનતીર્થની રચના કરી કે આજના કયૂટર અને અન્ય ટેકનોલોજી થી સમૃદ્ધ એવા સમયમાં પણ આની સાથે તુલના કરી શકાય તેવો કોઈ મહાગ્રંથ રચાયો નથી. સાડા ચાર લાખ શ્લોકપ્રમાણ શબ્દકદ અને સાઠ હજારથી અધિક શબ્દોનો અર્થ વિસ્તાર જોતા લાગે છે કે અહીં જાણે શ્રતનો સાગર ઉછળે છે અને સાધુ, પંડિત, શાસ્ત્રજ્ઞ કે અધ્યાત્મરસિક સહુને જ્ઞાનાંજન આંજે છે. આ કોષની રચના સમયે આચાર્યશ્રીનો વિહાર ચાલતો હતો. ધાર્મિક વ્યાખ્યાનોની ધારા વહેતી હતી અને સાથોસાથ લેખન , જપ, સાધના, તીર્થોદ્વાર તો ખરા જ. સાથે જૈન આગમ અને બીજા ગ્રંથોમાંથી ઉદ્ધરણ પણ લેવાતું હતું. પ્રાકૃત્ત ભાષા એ જૈન ધર્મની ગંગોત્રી છે અને એમણે જૈન અને જૈનેત્તર ગ્રંથોનું દોહન કરીને આની રચના કરી છે. ૬૦હજાર શબ્દોની વ્યુત્પત્તિ, અર્થ અને વ્યાકરણની દ્રષ્ટિએ લિંગ, વચનની ઓળખાણ, આગમ, ગ્રંથ વગેરેનો સંદર્ભ, પરિચય અને સંક્ષિપ્ત વર્ણન મળે છે. એ અર્થમાં આ શબ્દકોશ નહિ, પણ શાસ્ત્રગ્રંથનો અર્થકોશ છે અને બાવીસમાં વર્ષે સાહિત્યસર્જનનો પ્રારંભ કરીને એંસી વર્ષ સુધી 61 ગ્રંથોનું સર્જન કરનાર આચાર્ય શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની શ્રુત સાધના જોઈને મસ્તક અહોભાવથી નમી જાય છે. શિરસાવંદન આપને. જૈન સમાજને એક કહીને મહેણું મારવામાં આવે છે કે એને ચોપડી કરતાં ચોપડામાં વધુ રસ છે. એને માત્ર પાસબુક વાંચતા અને ચેકબુક લખતા જ આવડે છે. આવા મહેણાં સામેનો સમર્થ પ્રત્યુત્તર એટલે ‘રાજેન્દ્ર અભિધાન કોષ'. હા એ સાચું કે જો વિદેશમાં આવા મહાન કોષગ્રંથની રચના થઈ હોત તો એ જગતભરમાં જાણીતો બન્યો હતો. આનું કારણ એ છે કે આના રચનાકાળે પ. પૂ. આ.ભ.શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી દ્વારા તીર્થોદ્ધાર, શાસનપ્રભાવના, ક્રિયોદ્વાર, નવ કલમોનું, દુર્લભ ગ્રંથોનું પુનઃલેખન, વીતરાગ દેવની ઉપાસના, ધ્યાનસાધના અને ધાર્મિક અને સામાજિક શુદ્ધિકરણની સાથોસાથ આવા મહાન ગ્રંથની રચના થઈ છે.