Page #1
--------------------------------------------------------------------------
________________
મારું જીવનવૃત્ત
પંડિત સુખલાલાજી
આ
ત્રિય છે.
એની
ને મને
[}}
Page #2
--------------------------------------------------------------------------
________________
મારું જીવનવૃત્ત
પંડિત સુખલાલજી
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧
Page #3
--------------------------------------------------------------------------
________________
MARU JIVANVRUTTA : Autobiography
by Pandit Sukhlalji, Published by Gurjar Grantha Ratna Karyalaya, Opp. Ratanpolnaka, Gandhi Road,
Ahmedabad - 380 001
Price Rs. 120.00
©૫. સુખલાલજી
પહેલી આવૃત્તિ : ૧૯૮૦
પુનર્મુદ્રણ : ૨૦૦૩
પ્રત : ૭૫૦
પૃષ્ઠસંખ્યા : ૮ + ૨૦૪ કિંમત : રૂ. ૧૨૦૦
પ્રકાશક અમરભાઈ ઠાકોરલાલ શાહ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧
થઇપસેટિંગ | વિક્રમ કોમ્યુટર સેન્ટર
એ - ૧, વિક્રમ એપાર્ટમેન્ટ, શ્રેયસ ક્રૉસિંગની પાસે, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦ ૦૧૫
મુદ્રક
ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ - ૮૦ ૦૦૪
Page #4
--------------------------------------------------------------------------
________________
પંડિત સુખલાલજી
જન્મ તા. ૮-૧૨-૧૮૮૦]
[અવસાન તા. ૨-૩-૧૯૭૮
Page #5
--------------------------------------------------------------------------
________________
Page #6
--------------------------------------------------------------------------
________________
નિવેદન
સ્વ. પંડિત સુખલાલજી પરિચય ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ હતા. પરિચય પુસ્તિકા પ્રવૃત્તિનો પ્રારંભ અમે એમની પ્રેરણાથી જ કરેલો. ગુજરાતીમાં આ જાતનું વિદ્યાનું કામ થાય એવી એમની ઊંડી ઇચ્છા હતી. પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ એ ઇચ્છાના ફળરૂપે જ શરૂ થઈ અને પછીથી એ પ્રકાશન-પ્રવૃત્તિ માટે ટ્રસ્ટ સ્થાપ્યું ત્યારે પંડિતજીએ એનું પ્રમુખપદ સ્વીકારવાની સંમતિ આપી ટ્રસ્ટને ઘણું મોટું ગૌરવ આપ્યું.
આવો ગાઢ સંબંધ જોતાં પંડિતજીની આત્મકથાનું પ્રકાશન તેમના સ્મારકસમું પરિચય ટ્રસ્ટ ન કરે તો કોણ કરે ? આ જીવનવૃત્ત લખાયું છે એવી અમને માહિતી મળી કે તરત જ પરિચય ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળે એ પ્રસિદ્ધ કરવાનો ઠરાવ કર્યો. આજે એ ઠરાવનો અમલ થાય છે એથી અમે હર્ષ પામીએ છીએ.
વસવસો એટલો જ રહે છે કે પંડિતજી આ આત્મવૃત્તને ૧૯૨૧ કરતાં વધુ આગળ લઈ જઈ શક્યા નહીં, પણ ત્યાં સુધીની આ કથા પણ એક અસાધારણ પુરુષાર્થની કથા છે. ગુજરાતી ભાષાને એમાં એક જુદી જ જાતની કૃતિ પ્રાપ્ત થશે એનો અમને આનંદ છે.
પંડિતજીના વિદ્વાન શિષ્ય શ્રી દલસુખભાઈ માલવણિયાએ આ પુસ્તકનું સંપાદન કર્યું તે માટે પરિચય ટ્રસ્ટ તેમનો અંત:કરણપૂર્વક આભાર માને છે. મુંબઈ:
વાડીલાલ ડગલી નવેમ્બર ૨૮, ૧૯૮૦
મેનેજિંગ ટ્રસ્ટી પરિચય ટ્રસ્ટ
Page #7
--------------------------------------------------------------------------
________________
પુનઃ પ્રકાશન વેળાએ
પંડિત સુખલાલજીનું જીવન અસાધારણ પુરુષાર્થ, અખંડ જ્ઞાનસાધના, અદમ્ય જિજ્ઞાસાવૃત્તિ અને નિષ્પક્ષ ચિંતનની અદ્દભુત ગાથા છે. પંડિતજીએ સ્વયં સને ૧૯૪૬માં પોતાની આત્મકથા લખાવવાનો પ્રારંભ કર્યો હતો. તેમાં તેમણે સને ૧૯૨૧ સુધીની જીવનગાથા લખાવી હતી. ત્યારબાદ તેમને પોતાની આત્મકથા જુદા સ્વરૂપે લખાવવાની ઈચ્છા થતાં અટકી ગઈ. સને ૧૯૨૧ પછીના લગભગ છ દાયકાના સમયગાળા દરમિયાન તેનો પુનઃ પ્રારંભ ન થઈ શક્યો, અને છ દાયકાની જીવનગાથા પણ ન આલેખાઈ, એટલું જ નહીં પરંતુ જીવનકાળ દરમિયાન આત્મકથા છપાવવાની સંમતિ ટાળતાં જ રહ્યા. છેલ્લે સને ૧૯૭૮માં સંમતિ આપી અને સને ૧૯૮૦માં તેઓશ્રીના અવસાન બાદ “મારું જીવનવૃત્ત' નામે તેમની આત્મકથા પ્રગટ થઈ. આ આત્મકથા ઉપરાંત તેમણે કેટલાંક જીવનપ્રસંગો, યાત્રાવર્ણનો લેખ સ્વરૂપે લખાવ્યાં હતાં તે “દર્શન અને ચિંતન' ભા-રમાં પ્રગટ થયાં હતાં. આ ગ્રંથોનું સંપાદન સૌજન્યશીલ પંડિત દલસુખભાઈ માલવણિયાજીએ કર્યું હતું. છેલ્લાં કેટલાંય વર્ષોથી આ ગ્રંથ અપ્રાપ્ય બન્યો છે. તેનું પુનઃ પ્રકાશન જરૂરી હતું.
પંડિત સુખલાલ સંઘવીનો ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય સાથે આત્મીય સંબંધ રહ્યો છે. તેમનું સદા પ્રેરક માર્ગદર્શન પણ મળતું રહ્યું હતું. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના અમૃતપર્વ નિમિત્તે તેના ઋણસ્વીકાર સ્વરૂપે પ્રસ્તુત ગ્રંથ છાપવાનો નિર્ણય કર્યો અને તે માટે ગ્રંથના પ્રકાશક પરિચય ટ્રસ્ટનો સંપર્ક સાધ્યો. પરિચય ટ્રસ્ટના ટ્રસ્ટીગણે અમારી ભાવનાને સહર્ષ વધાવી લીધી અને પ્રકાશન માટે પરવાનગી આપી તે માટે અમે તેમના અત્યંત આભારી છીએ.
આ ગ્રંથ ગુજરાતની જનતા જ નહીં પરંતુ સમગ્ર માનવજાતિને ગૌરવ અપાવે તેવી અદ્દભુત જીવનગાથા વર્ણવતો ગ્રંથ છે. તેનું પુનઃ પ્રકાશન અમારા માટે પણ ગૌરવનો વિષય છે.
- પ્રકાશક
Page #8
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
પંડિત સુખલાલજીએ તેમના જીવનના કેટલાક પ્રસંગો અને યાત્રાવર્ણનો તથા તેમના સંપર્કમાં આવેલા મિત્રો વિષે જે કાંઈ ઈ. સ. ૧૯૫૭ સુધીમાં લખ્યું હતું તે તો “દર્શન અને ચિંતન' ભાગ બીજામાં સંગ્રહ કરીને છાપવામાં આવ્યું જ છે, પરંતુ તેમની પોતાની અનિચ્છાને કારણે પ્રસ્તુત પુસ્તક, જોકે તેમણે ૧૯૪૬માં જ લખી રાખ્યું હતું તે હવે છપાય છે. આ તેમણે લખેલું જીવનવૃત્ત' ઈ. સ. ૧૯૨૦-૨૧ સુધીનું જ છે એટલે અધૂરું જ રહ્યું, કારણ કે તેઓ જ્યારે આ લખાણ શ્રી શાંતિલાલ વનમાળી શેઠને બનારસમાં ઈ. સ. ૧૯૪૬ના જુલાઈમાં લખાવતા હતા તે દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદની આત્મકથા વાંચી અને તેમને થયું કે મેં જે મારી આત્મકથા લખી છે તે જુદી જ રીતે લખાવી જોઈએ. અને શ્રી રતિભાઈ દીપચંદ દેસાઈ અને મારી અનેક વાર વિનંતી છતાં તેમણે પોતાની આ આત્મકથા પૂરી કરી જ નહીં, એટલું જ નહીં, પણ તેને છાપવાની પણ રજા આપી નહીં. છેક જાન્યુઆરી, ૧૯૭૮માં મારા અત્યાગ્રહને કારણે તેમણે છાપવા મંજૂરી આપી અને મને તે સોંપી દીધી અને તા. ર-૩-૭૮ના રોજ તો તેમનું મૃત્યુ થયું.
પરિચય ટ્રસ્ટના શ્રી વાડીભાઈ ડગલીએ મને અધૂરી આ કથાને પૂરી કરી દેવા કહ્યું અને હું ખુશીથી કરી દેત; પણ આજકાલ મારી પોતાની તબિયત અને બીજી ચિંતાઓથી ઘેરાયેલો હોઈ તે મારાથી બન્યું નથી તેનો ખેદ છે, પણ તેની પૂર્તિ વાચકો આ પૂર્વે પ્રકાશિત મારી પ્રજ્ઞાચક્ષુ પં.સુખલાલજી' નામની પુસ્તિકા (કુમકુમ પ્રકાશન, ઈ. સ. ૧૯૭૭)થી કરી શકશે.
પ્રસ્તુત પુસ્તકનાં જે પ્રકરણો છે તે અને તે તે પ્રકરણોમાં ચર્ચાના વિષયોનાં મથાળાં છે તે મેં કર્યા છે. પંડિતજીએ તો માત્ર આઠ પાનાં સુધીમાં મથાળાં લખાવ્યાં હતાં.
પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનની જવાબદારી પરિચય ટ્રસ્ટે સ્વીકારી તે માટે અને આ કામ પૂરું કરવાનો મને અવસર આપ્યો તે માટે શ્રી વાડીભાઈનો અત્યંત આભારી છું. આ પુસ્તકનાં પૂફો જોવામાં ડૉ. નગીનભાઈ શાહે સહાયતા કરી છે તે માટે તેમનો આભારી છું.
- દલસુખ માલવણિયા
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક
કેટલાક વિચારવાન મિત્રો ઘણો વખત થયા મને કહેતા રહ્યા છે કે તમે તમારું જીવનવૃત્ત લખી કાઢો. ક્યારેક કયારેક લખી કાઢવાનું મન થઈ આવતું, પણ સંકોચનો પડદો આડે આવતો. એમ થતું કે કયાં પરાક્રમશાળી અને તેજસ્વી પુરુષોની જીવનકથા અને ક્યાં મારી પામર જીવનકથા. પડદામાં ઊછરેલ કુળપુત્રી જ્યારે કુળવધૂ થાય છે અને તેને જીવન જીવવું પડે છે ત્યારે જીવનનાં દબાણો તેના સહજ સંકોચના પડદા ધીરે ધીરે ખેસવી નાંખે છે. તેમ મારો સંકોચ પણ અનેક જીવનકથાઓ વાંચવાના તેમજ કાળ-પરિપાકના પરિણામે ધીરેધીરે ઓસરતો ગયો. આજે એ પડદો સાવ ખસી જતાં હું જીવનવૃત્ત લખાવવાની ધૃષ્ટ ભૂમિકા ઉપર આવી બેઠો છું.
આખા જીવન દરમિયાન એક યા બીજે કારણે જીવનના એકેય પ્રસંગની નોંધ કરી કે કરાવી નથી. જે કાંઈ સ્મૃતિપટમાં ફુરી આવે છે અને જેનો સંવાદ તેમજ સુમેળ આસપાસની બીજી નિશ્ચિત ઘટનાઓ દ્વારા ઓછે વધતે અંશે થઈ જાય છે તે જ વસ્તુ હું મોટા ભાગે આલેખવા ધારું છું.
મારે કહી દેવું જોઈએ કે ઘણી બાબતોની તારીખો અને સાલવારી ચોક્કસ નહિ પણ હોય. એમાં કાંઈક ઊલટુંસૂલટું થઈ જવાનો વધારે સંભવ છે. છતાં એક બાબત તો નિશ્ચિત છે કે હું જે જે જીવનઘટનાઓનું આલેખન કરીશ તે અનુભવસિદ્ધ હોઈ તેમાં ભાગ્યે જ વિપર્યાસ થશે. જોકે તપાસ કરવાની તેમજ પુરાવાઓ શોધવાની લાંબી જંજાળમાં ઊતરું તો ઘણી બાબતોની ચોક્કસ તારીખો અને સાલવારી મળી પણ આવે. છતાં ધૂળધોયાના એ ધંધામાં પડી, થોડી બચી ગયેલ શક્તિ અને સમયનો ઉપયોગ એ નિમિત્તે કરવાનું મને આજે કોઈ પણ રીતે પોસાય તેમ છે જ નહિ. તેથી મારા પરિચયમાં આવનાર આ સ્મરણપ્રસંગોમાં કાળક્રમનો કોઈ વિપયર જુએ તો સુધારી લે. જીવનપ્રસંગો અને જીવનઘટનાઓ વિષે પણ એક બાબત સૂચવવા ધારું છું અને તે એ કે કોઈ પણ ઘટના, પછી ભલે તે તદ્દન આત્મલક્ષી દેખાતી હોય છતાં તેનો સંબંધ સૂક્ષ્મ રીતે જોતાં કોઈ ને કોઈ સાથે હોય જ છે. વર્ણન કરનાર પોતાના જીવનપ્રસંગોને અમુક દૃષ્ટિએ જોતો હોય અને તે જ પ્રસંગો સાથે સંબંધ ધરાવનાર બીજાઓ તેને બીજી જ દૃષ્ટિએ જોતા હોય. એટલે એક જ બાબત અને ઘટનાને અનેક સંબંધી લોકો જુદી જુદી દૃષ્ટિએ નિહાળે એ સ્વાભાવિક છે, પણ હું તો મારા જીવનપ્રસંગોને જે દૃષ્ટિએ નિહાળતો અને જોતો હોઉં તે જ દૃષ્ટિએ મુખ્યપણે વર્ણન કરી શકું. તેથી મારા જીવનપ્રસંગો વિષે બીજા સંબંધીઓની દષ્ટિ જુદી જુદી હોય તો તે પ્રમાણે પણ તે ઉપર તેઓ વિચાર કરી શકે છે. મારે માટે તો એટલું જ બસ છે કે તેઓ મારી દષ્ટિને પણ ધ્યાનમાં રાખે.
Page #10
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
.
•
:
:
:
૧. કુટુંબકથા ૨. નિશાળનું જીવન • • • • • ૩. સહજવૃત્તિઓ અને ટેવો . ૪. ધાર્મિક સંસ્કારો.......... ૫. સામાજિક નબળાઈઓ ....... ૬. બીજો જન્મ..... ૭. સામાજિક અને ધાર્મિક જીવનનો પરિચય. ૮. કાશી પાઠશાળા.......... ૯. યાત્રા અને મૂર્તિપૂજા .................... ૧૦. કાશી પાઠશાળાનો ત્યાગ . . . . . . . . ૧૧. પાઠશાળા ત્યાગ પછીની યાત્રા..... ૧૨. પુનઃ કાશીમાં અભ્યાસ અને દૃષ્ટિલાભ . ૧૩. પરીક્ષા અને મિથિલાના અનુભવો... ૧૪. ત્યાગીઓમાં પદવીનો મોહ ............. ૧૫. પરીક્ષાત્યાગ અને વિદ્યાવિસ્તાર ......... ૧૬. મહેસાણા અને વિરમગામ પાઠશાળામાં.... ૧૭. આબુની યાત્રા અને પાટણમાં પ્રવેશ .... ૧૮. કેશરિયાજીની યાત્રાએ. ૧૯. ઉદેપુર થઈ અમદાવાદ ૨૦. વડોદરાના અનુભવો. .. ૨૧. અમદાવાદમાં...... ૨૨. લેખનકાર્યનો દઢ સંકલ્પ ... ૨૩. પૂનાના અનુભવો .... ૨૪. પુનઃ આગ્રામાં ......... ૨૫. વૃન્દાવન અને મથુરાના અનુભવો.
- -
-
,
,
,
,
,
, ,
, , ,
Y
O U
-
-
-
-
-
-
-
-
-
-
-
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
s
•
•
•
•
•
,
,
,
,
૨
,
૧
• • • • • • •
, , , ૧ ૩૬
-
-
-
-
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
4
9
૧૪૭ ......... ૧૫૩
Page #11
--------------------------------------------------------------------------
________________
દ
VIII ૨૬, પંચપ્રતિક્રમણ અને કૈલાસધામ સિકંદરાનો નિવાસ............. ૨૭. ફરી પૂના તરફ . . . . . . . .
. ૧૬ ૨ ૨૮. ત્રણ યાદગાર પ્રસંગો .........
... ૧૬૮ ૨૯. પિતાના કારજનો વિરોધ ... .. ૩૦. આગ્રામાં કુટુંબસંસ્કારની પ્રવૃત્તિ ......... ૩૧. સાદડીમાં જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ... ૩૨. સન્મતિનો આરંભ અને આપત્તિઓ.........
૧૭૯ ૩૩. બીમારીને કારણે યાત્રાઓ ..
૧૮૪ ૩૪. વઢવાણમાં અસ્પૃશ્યતા નિવારણનો પ્રયોગ અને કાશીમાં નિવાસ ... ૧૯૨ ૩૫. સમેતશિખરની યાત્રા કરી કલકત્તામાં
.. ૧૭ર.
Page #12
--------------------------------------------------------------------------
________________
પંડિત સુખલાલજી મારું જીવનવૃત્ત
૫. સુખલાલજી
Page #13
--------------------------------------------------------------------------
________________
Page #14
--------------------------------------------------------------------------
________________
૧. કુટુંબકથા
શ્રીમાળી વંશ
મારો જન્મ વૈશ્ય કુળની એક પેટાભેદ શ્રીમાળી જ્ઞાતિમાં થયેલો છે. શ્રીમાળી જ્ઞાતિ દશા અને વીસા એમ બે ભાગમાં વહેંચાયેલ છે. હું વીસા શ્રીમાળી છું. શ્રીમાળી લોકો મૂળે ભિન્નમાલ (જૂના ગુજરાતની એક વખતની રાજધાની અને મારવાડ જંકશનની પશ્ચિમ-દક્ષિણે આવેલું જોધપુર સ્ટેટનું અત્યારનું ભિન્નમાલ ગામ) થી ગુજરાતમાં ઊતરી આવેલા અને અણહિલપુર પાટણના અભ્યુદય કાળમાં તેઓ ચારે ત૨ફ વિસ્તરેલા. પાટણના મુંજાલ, ઉદયન, શાન્તુ જેવા ઘણા પરાક્રમી મંત્રીઓ શ્રીમાળી હતા. સંભવ છે કે એ પરાક્રમી શ્રીમાળીઓના પ્રભાવક્ષેત્ર કાઠિયાવાડ – ઝાલાવાડમાં એ જ જમાનામાં શ્રીમાળી લોકો ફેલાયા હશે. જેમ બધી જ્ઞાતિઓ વિષે સર્વત્ર ઇતિહાસમાં બનતું આવ્યું છે તેમ શ્રીમાળી જ્ઞાતિ વિષે પણ એમ બનવાનો સંભવ છે કે શ્રીમાળી વૈશ્ય યજમાનો જ્યાં જ્યાં વિસ્તરતા ગયા ત્યાં ત્યાં શ્રીમાળી બ્રાહ્મણ ગોરો પણ સાથે સાથે ગયા. શ્રીમાળી બ્રાહ્મણો અને શ્રીમાળી વૈશ્યોનો એવો નિકટ સંબંધ પરાપૂર્વથી ચાલ્યો આવ્યો છે કે શ્રીમાળી ગો૨ સિવાય બીજું કોઈ શ્રીમાળી વૈશ્યનાં લગ્ન કરાવી શકે નહિ. (જોકે હમણાં હમણાં નવીન પ્રથાએ એમાં ગાબડું પાડ્યું છે.) ક્યાંય શ્રીમાળી વૈશ્યોમાં લગ્ન હોય તો ગમે એટલે દૂર દૂરથી પણ શ્રીમાળી ગોરો આવવાના અને ‘દાપું’ વહેંચી લેવાના. દશેક વર્ષની ઉંમરનો હતો તે સમયનો એક પ્રસંગ યાદ છે કે વઢવાણ શહેરમાં એક ધનાઢ્ય યજમાનને ત્યાં ડોસીનું કારજ હતું. ત્યાંના લાગા અને દાપાજીવી સંપન્ન શ્રીમાળી બ્રાહ્મણોએ લાગા વિષે કાંઈક વાંધો પડતાં લાંઘણ શરૂ કરેલી અને ત્રાગું કરવાની ધમકી પણ આપેલી. હું તે વખતે એવા ભયથી બહુ થરથરી ગયેલો કે બ્રાહ્મણોનું લોહી પડશે તો શું થશે ? કારણ કે જન્મથી મન ઉપર એવા મૂઢ સંસ્કારની છાપ પાડવામાં આવેલી હતી કે બ્રાહ્મણોના લોહીનું ટીપું વંશનું સત્યાનાશ કાઢે છે. આ અને આના જેવા મૂઢ સંસ્કારોએ એક કાળે બ્રાહ્મણોની પ્રતિષ્ઠા અને આજીવિકામાં ગમે તેટલી વૃદ્ધિ કરી હશે છતાં તેથી એકંદરે યજમાન અને ગોર ઉભય પક્ષનું પતન થયું છે એની સાક્ષી જીવતો ઇતિહાસ પૂરે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
૪ • મારું જીવનવૃત્ત
શ્રીમાળીમાં દશા અને વીસાનો ભેદ ક્યારથી પડ્યો હશે અને એ બે વચ્ચે કન્યાની લેવડદેવડ ક્યારથી બંધ પડી હશે એનો ઇતિહાસ અજ્ઞાત છે. દશા-વીસા, પાંચ-અઢિયા વગેરે ભેદોનાં અમુક કારણો અપાય છે, પણ એ વિષે મારો નિશ્ચિત મત એવો રહ્યો છે કે નાતજાતના ઊંચનીચપણાના મિથ્યાભિમાનની આ બધી કલ્પિત અને હાનિકારક સૃષ્ટિ છે. દશાઓ વીસાને અમુક બાબતમાં ઊતરતા લેખે છે તો વીસાઓ દસાને બીજી બાબતમાં ઊતરતા લેખે છે. જ્યાં જેની પ્રધાનતા ત્યાં તેની વાત મનાય છે, પણ સદ્ભાગ્યે આ ભૂત હવે શીઘ્ર અલોપ થતું જાય છે.
સંઘવી કુટુંબ
અમારું કુટુંબ સંઘવી કુટુંબ તરીકે જાણીતું છે. સંઘવીનો સામાન્ય અર્થ એ છે કે જેણે સંઘ કાઢી સંઘપતિ પદ પ્રાપ્ત કર્યું હોય. અત્યારનો અમારો કુળધર્મ સ્થાનકવાસી હોવાથી એમાં તીર્થ નિમિત્તે સંઘ કાઢવાની પ્રથાને તો સ્થાન છે જ નહિ તેથી એવો સંભવ છે કે સ્થાનકવાસી પંથ સ્વીકાર્યા પહેલાં કયારેક વડવાઓએ પોતાના મૂર્તિપૂજક પંથ પ્રમાણે તીર્થ નિમિત્તે સંઘ કાઢ્યો હશે અને સંઘવી પદ પ્રાપ્ત કર્યું હશે. બીજો એવો પણ સંભવ છે કે સ્થાનકવાસી પંથમાં ભળ્યા પછી પણ કોઈ સાધુનાં દર્શન નિમિત્તે સંઘ કાઢી લઈ જવાને કા૨ણે અગર ગ્રામસંઘના મુખિયાપણાના મોભાના કારણે ‘સંઘવી’પદ રૂઢ થયું હોય.
જૈન-જૈનેત૨ ધર્મ પાળતી અનેક નાતોમાં સંઘવી પદ સાધા૨ણ જ છે. સંઘવી કુટુંબો ઘણાં છે, પણ અમે ધાકડ સંઘવી તરીકે જાણીતા છીએ. વૈશ્યો વ્યાપારપ્રધાન હોઈ પોતાના ઇતિહાસ વિષે સાવ અજ્ઞાત હોય છે. તેથી અમુક વિશેષણો કે અમુક પદનો ખુલાસો ઘણી વાર તેઓ તદ્દન કલ્પિત રીતે કરે છે. આનું રમૂજી ઉદાહરણ અહીં આપવા જેવું છે. મારા પિતાજી અને બાપુજી (પિતાના વડીલ ભાઈ) બહુ ઉત્સાહ અને બહાદુરીપૂર્વક ‘ધાકડ’ કહેવાવા વિષે ખુલાસો કરતા તે મને યાદ છે. તેઓ કહેતા કે અમારા અમુક વડીલ એક વા૨ ભરવાડને ત્યાં ઘી તોળવા ગયા. તપેલાના ધડામાં તેમણે બકરીનું નાનું બચ્ચું છાબડામાં મૂક્યું. પેલી ભરવાડણ ઘીનો ગાડવો લેવા અંદર ગઈ કે પાછળથી વૈશ્ય વડીલે એ બચ્ચાને પાસે પડેલી છાશ પીવડાવી દીધી જેથી બચ્ચાનું વજન વધ્યું. ભરવાડણ બહુ ચકોર અને અભ્યાસથી અટકળ કરવામાં પાવરધી હતી. ધાર્યાં કરતાં વધારે ઘી નાંખવા છતાં ધા૨ણ બરાબર ન થઈ એટલે એ વિચારમાં પડી. એની નજર છાશના વાસણ ઉપર પડી તો એ ખાલીખટ. તેણીએ એ વડીલને પૂછ્યું કે આ બચ્ચું છાશ તો નથી પી ગયું ! આ વાસણમાં છાશ હમણાં હતી તે ક્યાં જાય ? વિચક્ષણ વડીલે કહ્યું કે હું વચ્ચે ઊભો થયેલો. કદાચ એ દરમિયાન એણે છાશ પીધી પણ હોય. ભરવાડણે એ વડીલને કહ્યું કે તમે તો ધાકડ છો. આ કલ્પિત ખુલાસામાં
૧. નાથુરામ પ્રેમી, જૈનસાહિત્ય ઔર ઇતિહાસ પૃ. ૫૪૦
Page #16
--------------------------------------------------------------------------
________________
કુટુંબકથા ૦ ૫ ભરવાડણે વાપરેલો ધાકડ’ શબ્દ ધાડપાડુ કે ઉઠાવગીર અર્થનો સૂચક છે. હું નાની ઉંમરથી પિતાજી વગેરે વડે કરાતા આ ખુલાસાને કાંઈક કુતૂહલથી અને કાંઈક શ્રદ્ધાથી સાંભળતો આવેલો, પણ ઉંમર, અવલોકન અને અનુભવ વધતાં મને લાગ્યું કે એ ખુલાસો તદ્દન મન:કલ્પિત હતો.
ખરો ઇતિહાસ એવો છે કે ધાકડ એક વંશ છે. તે કોઈ ગામના નામ ઉપરથી કે બીજા કારણથી પ્રસિદ્ધ થયેલો એ નિઃશંક છે. ધાકડ વંશના ઘણા લોકો મારવાડમાં જ્યાં ત્યાં અત્યારે પણ છે. મને એમ પણ લાગે છે કે ધાકડ એ ધર્કટનો જ પર્યાય છે. ધર્કટ વંશ ઇતિહાસમાં બહુ પ્રસિદ્ધ છે અને તે બહુ જૂનો પણ છે. ધર્મટ વંશમાં અનેક પરાક્રમી અને ઉદાર વ્યક્તિઓ થયેલી છે, જેના ઉલ્લેખો અનેક જૂના ગ્રંથોની પ્રશસ્તિઓમાં મળે છે. ધર્કટ વંશ ઓસવાલ અને પોરવાડ વંશથી પણ જૂનો છે અને ધનપાલ જેવા વિદ્વાન લેખકો પણ એ વંશમાં થયા છે.
૧
જન્મભૂમિ
મારી જન્મભૂમિ ઝાલાવાડ છે. જન્મસ્થાન વિષે મને કશી જાણ નથી. એની ચોક્કસ જાણ ધરાવનાર કોઈ હયાત હોય એમ અત્યારે જણાતું નથી છતાં વધારે સંભવ એવો છે કે મારો જન્મ કાં તો મોસાળ પક્ષે કોંઢ (હળવદ પાસે. ધ્રાંગધ્રા સ્ટેટ) ગામમાં અગર તો મારી પિતૃભૂમિ લીમલી ગામમાં થયો હશે.
લીમલી ગામનો પિરચય જીવનઘટનાની દૃષ્ટિએ આપવો જરૂરી છે. લીમલી એક નાનું ગામડું છે. મારા નિવાસ દરમિયાન એની વસ્તી હજાર માણસ સુધી ભાગ્યે જ પહોંચી હશે. એમાં ચારે વર્ણના લોકો રહે છે. એ મૂળી સ્ટેટ (પ૨મા૨ની ચોવીશી) તાબાનું એક ભાયાતી ગામ છે. એમાં નાના-મોટા પરમાર ભાયાતોના સેંકડો ભાગ પડે છે. એ દૃષ્ટિએ તે ગરાસિયાઓની પ્રધાનતાવાળું જ ગામડું છે. એના કેટલાક ભાગીદાર ગરાસિયાઓ ત્યાં પણ વસે છે અને મૂળી સ્ટેટમાંનાં બીજા ગામોમાં પણ વસે છે. માલિકીની દૃષ્ટિએ ગરાસિયાઓની પ્રધાનતા ખરી, પણ ગામનો ખરો મોભો તો વ્યાપારી વર્ગને લીધે જ લેખાતો. બ્રાહ્મણોની પેઢે વ્યાપારી વૈશ્યોનાં પણ પંદરેક ઘર હતાં. ચતુઃસીમા
લીમલી ગામની ચતુઃસીમાનું તાદશ સ્મરણ મને આજે પણ છે; કા૨ણ કે હું દેખતો ત્યારે એની બધી દિશાઓમાં ખૂબ ફરેલો. એની પૂર્વે પાંચેક ગાઉ ઉપર વઢવાણ શહેર આવેલું છે. પશ્ચિમે એટલે અંતરે મૂળી શહેર છે, જે ચોવીશીની દીવાની ફોજદારીનું સ્થાન છે. ઉત્તરે અને દક્ષિણે એટલે અંતરે એવું કોઈ શહેર નથી, પણ નાનાં નાનાં ગામડાં છે. લીમલીની ચોમેર દિશા-વિદિશાઓમાં લીમલીથી ગાઉ-બે ગાઉને અંતરે દશેક ગામડાં આવેલાં છે, જે પાખોળમાં ગણાય છે. કોઈ વણિક ડોસા-ડોસીનું કારજ કરે ૧. નાથુરામ પ્રેમી : જૈનસાહિત્ય ઔર ઇતિહાસ પૃ. ૪૬થી
Page #17
--------------------------------------------------------------------------
________________
૬ • મારું જીવનવૃત્ત
અને પાખોળ કરે ત્યારે એ દશ ગામના વૈશ્યો જ્ઞાતિ કે ધર્મપંથના ભેદ સિવાય એક દિવસ જમવા આવે. હું આવી પાખોળોમાં જમવા ગયેલો અને તેની ઉદારતાપૂર્ણ છતાં આજની દૃષ્ટિએ જંગલી જેવી અને કાંઈક એઠાં-જૂઠાંની ગંદકીવાળી વિચિત્ર રીતભાતો અનુભવેલી. લોકો જમવા બેસે, કપડાં કીમતી અને નવાં પહેર્યા હોય, પણ જગ્યાની સ્વચ્છતાનું કાંઈ ઠેકાણું નહિ. ઢોર ઘાસ બગાડે તેમ જમનારાઓ છૂટે હાથે પીરસેલું ઢગલાબંધ એઠું મૂકે. એંઠવાડથી ભરેલી જ્ગ્યાએ પાછા બીજા જમનાર બેસે અને લગભગ એંઠથી ખરડાયેલ વાસણમાં જ જમે. કુળધર્મને લીધે એ વખતે મને કશી ઘૃણા ન આવતી, પણ આજે એના સ્મરણમાત્રથી રોમાંચ અનુભવું છું.
લીમલી ગામની ભાગોળે પશ્ચિમ દિશામાં એક તળાવ છે. એ ચોમાસામાં ખૂબ ભરાય અને આઠેક મહિના પાણી ચાલે. તળાવની અંદરના બે કૂવાઓ તળાવ સુકાય ત્યારે જ કામમાં આવે. ત્યાં લગી શરૂઆતમાં તળાવનું પાણી માણસો અને ઢોરો એકસરખી રીતે વાપરતાં. પાછળથી તળાવને કાંઠે એક કૂવો મારી નાની ઉંમરમાં ખોદાતાં મેં જોયેલો છે, જે પછીથી માણસો અને ઢોરોને આશીર્વાદરૂપ નીવડ્યો છે. પહેલાં લોકો ચામડાની બોખો લઈ તળાવમાંના ઊંડા કૂવામાંથી પાણી સીંચતાં અને ઢોરોને પણ પાતાં. મેં પોતે પણ એવી બોખ વતી પાણી સીંચ્યું છે અને શોખથી ઘોડાને પાયું છે. ગામની ઉત્તરે થોડેક દૂર એક વાવ છે, જે સ્મશાન નજીક હોઈ ભૂત અને બીકનું સ્થાન લેખાતું. બીજા લોકોની પેઠે હું પણ ત્યાં અવાડે ઢોરને પાણી પાવા જતો. ખાસ કરીને તો ઘોડો કે ઘોડાઓ પાવા જતો, જેથી છૂટથી દોડાવવાની મજા પડે અને વીરની પેઠે છાતી કાઢી ઉપર બેસવામાં એક જાતની મોટપ અનુભવવાનો આનંદ પણ મળે.
ગામના પાદરમાં પેસતાં જ ડાબા હાથે કાચા મકાનમાં નિશાળ ચાલતી, જ્યાં હું ગુજરાતી સાતે ચોપડીઓ ભણેલો. ગામમાં બે ઠાકદ્વારા અને ચોરાઓ તેમજ ગામ બહાર બે દેવસ્થાનો છે. તેમાંથી એક બરાબર તળાવની પાળ ઉપર આવેલું છે અને બીજું તેની નજીકમાં છે. બીજું દેવસ્થાન શિવની મઢી કહેવાતું. તેના વિશાળ મેદાનમાં અનેક ઊંચાં ઊંચાં ઝાડોની ઘટા હતી, જ્યાં હું મિત્રો સાથે રમવા તેમજ હીંચકા બાંધી હીંચવા જતો અને ઘણી વાર મહાદેવની પિંડી ઉપર પાણી ચડાવવા તેમ જ ત્યાંના હનુમાનને દિવાળીના દિવસોમાં તેલ અને સિંદૂર ચડાવવા જતો. તળાવના બરાબર કિનારે આવેલ દેવસ્થાન એ શેખવા પી૨ અને હનુમાનના સ્થાન તરીકે પ્રસિદ્ધ હતું. હું ત્યાં અવારનવા૨ કુટુંબે માનેલી માનતાઓ પૂરી કરવા અને ત્યાંના ચબૂતરા ઉ૫૨ પંખીઓને જાર નાંખવા તેમજ ઘણી વા૨ ૨મવા અને ત્યાંના ઝાડોની ઘટાગત શોભા જોવા જતો. પાછળથી આ જગ્યા પ્રથમ લોભી ગણાતા, પણ પછી ધાર્મિક પુરવાર થયેલ એક પ૨મા૨ ગરાસિયા જીજીભાઈના ઉદ્યોગથી સરસ પાકી ધર્મશાળાના રૂપમાં ફેરવાઈ ગઈ છે. આનો પાકો પાયો નંખાતો ત્યારે એનું ઊંડાણ અને એનું પાકું કામ જોવા હું બહુ ઉત્સુકતાથી
Page #18
--------------------------------------------------------------------------
________________
કુટુંબકથા - ૭ જતો કારણ કે લીમલીમાં પહેલવહેલું એ જ પાકું પથ્થરનું મકાન બનતું હતું. ઘણું કરી આ વર્ષ વિક્રમ ૧૯૫૧ કે ૧૫રનું હોવું જોઈએ, જ્યારે હું નિશાળમાં લગભગ ભણી રહેવા આવેલો. ગામની ચોમેર ખુલ્લા મેદાનોમાં ખેતરો છે. જ્યાં ચોમાસુ અને શિયાળુ પાક થાય છે. એ ખેતરોમાં કૂવા બહુ જૂજ છે. એ જૂજ કૂવાઓમાં સારું અને મીઠું પાણી તો એથીયે જૂજ છે. આથી વાડીઓ બહુ ઓછી થાય છે.
એ ખેતરો અને વાડીઓમાં હું એકલો તેમ જ બીજાઓ સાથે ચાલીને અને ઘોડા ઉપર બેસીને પણ જતો. બાજરા અને ઘઉંના ગરમાગરમ પોંક ખાવા, જારના શેરડી જેવા ગળ્યા સાંઠા ચૂસવા, ચણાના પોપટા અને ઓળા ખાવા તેમજ ઘર માટે ઘોડા ઉપર લાદી લાવવા, બહેનોના રાત્રિજગી વખતે કે અથાણાં નિમિત્તે ચીભડાં અને કોઠીબડાંનાં પોટલાં લાવવાં, દવા નિમિત્તે ચણા અને જવનો ખાર ભીના કપડા દ્વારા એકઠો કરવો – એ મોસમવાર ખેતરોમાં જવાનો પ્રધાન ઉદેશ રહેતો. જન્મવર્ષ
મારો જન્મ વિ. સં. ૧૯૩૭ના માગશર સુદ પાંચમ (ઈ. સ. તા. ૮-૧૨-૮O)ના દિને થયેલો છે. લગભગ સાતેક વર્ષ પહેલાં જન્મતારીખ જાણવાની જિજ્ઞાસા થતાં મેં મારા નાના ભાઈ ઠાકરસીને લખ્યું કે તે નિશાળની ફાઈલમાંથી તજવીજ કરી મને જણાવે. એ ભાઈને તારીખ ચોપડામાંથી મળી આવી તે જ તારીખ અહીં આપું છું. કૌટુંબિક ઘરના ક્રમ અને અંગત જીવનના અનુભવની મારા મન ઉપર જે છાપ છે તે જોતાં ઉપર સૂચવેલ જન્મવર્ષ સારું લાગે છે. વિ. સં. ૧૯૩૫ના ઉનાળામાં શીળી માતાના પરિણામે મારી આંખો ગઈ ત્યારે મારી ઉંમર ૧૬ વર્ષથી વધારે નહિ હોવાનો મારો લાંબા વખતનો બંધાયેલો ખ્યાલ ઉપરની તારીખ મળ્યા પછી સાચો ઠરે છે. કુટુંબ અને વડવાઓ
મારું કુટુંબ લીમલીમાં વસતું, પણ મૂળે તે વઢવાણ શહેરથી ત્યાં આવેલું હોવું જોઈએ. મારા પ્રપિતામહ માવજી મોનાના નામથી જાણીતા હતા. માવજી સંઘવીના અનુક્રમે ગાંગાજી, તળશી, અમરશી અને મોતી એમ ચાર પુત્રો હતા. એ ચારેની મજિયારાની માલિકીનાં મકાન અને દુકાન અનુક્રમે વઢવાણમાં વાણિયાવાડ અને કાપડબજારમાં હતાં. આ મજિયારાની સંપત્તિ મૂળે વઢવાણમાં, માવજી સંઘવીના અગર તેમના પિતા મોનજીના, વસવાટની સાક્ષી પૂરે છે. એક વાર હું પિતાજી સાથે વાણિયાવાડમાં મહેમાનગતિ ચાખવા ગયેલો ત્યારે મેં સાંભળેલું કે આ મકાન આપણું હતું અને ભાણેજોને આપેલું છે. દુકાન તો ચારે ભાઈના મજિયારાની સંપત્તિ તરીકે લાંબા વખત સુધી હતી. તેનો મારા પિતાનો ચોથો હિસ્સો તો ગયા વર્ષ લગી મારા ભત્રીજાઓના હાથમાં હતો. એની ભાડાની આવકમાંથી સ્થાનકવાસી દરિયાપરી ગચ્છાના ઉપાશ્રયે પજુસણમાં તેલાધરનાં પારણાં કે અતરવારણાં ચારે ભાઈની સ્મૃતિમાં
Page #19
--------------------------------------------------------------------------
________________
૮૦ મારું જીવનવૃત્ત કરાવવામાં આવતાં. એ નિમિત્તે કરાવવામાં આવેલા ઘરગથુ ઘીથી નીતરતા ચોખાની - કુલેરના લાડવા ઘણાં વર્ષો લગી ખાધાનું મને યાદ છે. વસવાટ લીમલીમાં અને પારણાં કે અતરવારણાં વઢવાણમાં ઉપવાસીઓને કરાવવામાં ધર્મ અને મોટપ માનતાં એ વાત ત્યારે મને નવાઈ ઉપજાવતી, પણ ઐતિહાસિક રહસ્ય સમજાતાં ભ્રમ ભાંગ્યો. મૂળે વઢવાણના નિવાસી એટલે ત્યાં કુટુંબના મોભા ખાતર આ ધર્મકાર્ય શરૂ કરવામાં આવ્યું હશે. એ જ રીતે માવજી મોનાના નામની ચારે ભાઈના મજિયારાની દુકાનો ધોલેરામાં, કાશી ભણવા ગયો ત્યાં લગી તો હતી જ અને ઘણું કરી છેવટે વિસ્તાર અને ભાગીદારો વધતાં દેખરેખને અભાવે જ તે ગઈ હશે. વઢવાણ કેમ્પનું થાણું આબાદ થતું ગયું અને વ્યાપાર વધતો ગયો તેમ તેમ ધોલેરા બંદર ભાંગતું ગયું. આટલા ઉપરથી લાગે છે કે માવજી સંઘવી કે તેમના પિતા વઢવાણથી લીમલી આવ્યા અને તેમનો ધોલેરાનો ધિંધો ગાંગજી સંઘવી વગેરે ચારે ભાઈઓએ ચાલુ રાખ્યો.
માવજી સંઘવીના ચારે પુત્રોમાંથી ગાંગજી સંઘવીને ચાર દીકરા, તળશી સંઘવીને એક જ, અમરશી સંઘવીને બે અને મોતી સંઘવીને ત્રણ પુત્રો હતા. એમાંથી ગાંગજી, અમરશી અને મોતી સંઘવીના એક એક પુત્ર હજુ પણ હયાત છે. પાછળથી અમરશી અને મોતી સંઘવીએ લીમલીથી દક્ષિણે એકાદ ગાઉ દૂર ખોલડિયાદ ગામમાં અધવારું કર્યું અને ત્યાં જ તેઓ રહી ગયા. આ રીતે લીમલી અને ખોલડિયાદ વચ્ચે બબ્બે ભાઈઓ વહેંચાઈ ગયા છતાં ચારે ભાઈઓનો કૌટુંબિક ભાવ ઠેઠ સુધી એટલો સારો હતો અને આજે પણ છે કે નાના-મોટા સુખ-દુઃખના અને સારા-નરસા પ્રસંગે બધા ભાઈઓ કૌટુંબિક નાતે મળે જ. સંયુક્ત કુટુંબની પુરાણી પ્રથાનો બધો જ દેખાવટી કે વાસ્તવિક શિષ્ટાચાર હોવા છતાં ભાઈઓમાં સમજપૂર્વકનું પારસ્પરિક સૌમનસ્ય ભાગ્યે જ સચવાતું. તાણાતાણ અને વઢવાડ તો ચાલે જ, પણ પાછા લાકડી માર્યે કાંઈ પાણી જુદાં પડે' એ કહેવતને ચરિતાર્થ કરે.
તળશી સંઘવીના એકમાત્ર પુત્ર સંઘજી. તે મારા પિતા. ગાંગજી સંઘવીના ચાર પુત્રોમાં સૌથી મોટા ત્રિભુવનદાસ, જેને અમારું આખું સંઘવી કુટુંબ બાપુ કહેતું. કુટુંબમાં ફક્ત બાપુ જ મારા પિતાથી મોટા. બાપુ જેટલા દેખાવડા તેટલા જ રૂઆબદાર અને તેટલા જ બુદ્ધિશાળી તેમજ વ્યાપારકુશળ. સામાન્ય રીતે સૌ એમની આણ માનતા. બાપુ અને મારા પિતા વગેરે ધૂળી નિશાળમાં જ ભણેલા. વ્યાપારમાં, હિસાબકિતાબ અને નામાઠામામાં, દસ્તાવેજ કરવા-કરાવવામાં, અભિમાની અને પાણીદાર ગરાસિયા રજપૂતોને પહોંચી વળવામાં તેમજ દીવાની-ફોજદારી કોર્ટના રાતદિવસના કાવાદાવામાં બધા ભાઈઓ પાવરધા હતા, પણ સૌમાં મોખરે આવે બાપુ. એમની ધાક અને નામના દૂર દૂર સુધી જાણીતી હતી. મારા પિતાજી બાપુને મોટાભાઈ કહેતા અને તેમને બહુ માનતા. બાપુ પણ એવા હોશિયાર કે મારા પિતાજીની આદરભક્તિનો ફાવે તેમ ઉપયોગ
Page #20
--------------------------------------------------------------------------
________________
કુટુંબકથા છે ૯ કરી લેતા. એને લીધે મારા પિતાજીએ પોતાના ભાગના ઘણા પૈસા મોટાભાઈને આપેલા, જે તેમને કદી પાછા મળ્યા જ નહિ. આમ છતાં એ બંને ભાઈઓનો પ્રેમ અતૂટ અને અકળ હતો. છેલ્લે છેલ્લે મારા પિતાજી ઘરકામથી નિવૃત્ત થયા ત્યારે તે વઢવાણ કેમ્પમાં મોટાભાઈ સાથે આવીને અવારનવાર રહેતા અને લીમલીમાં તો એક વિના બીજાને ભાગ્યે જ ચેન પડે.
અમારું આખું સંઘવી કુટુંબ આતિથ્ય અને મહેમાનગતિ માટે બહુ દૂર દૂર સુધી જાણીતું હતું. મને યાદ છે કે એવા દિવસો અમારા માટે ભાગ્યે જ હોય કે જ્યારે મહેમાનો માટે બનેલાં જમણમાંથી ભાગ ન પામીએ. દુધાળ ઢોર પુષ્કળ એટલે દૂધ-દહીં અને ઘી-છાશની છોળો ઊડતી.
લગ્ન-મરણના વરા; અંબાજી, હનુમાન, પી૨ આદિ દેવદેવીઓની માનતાનાં મિષ્ટાન્નો; અને તહેવારો તથા મહેમાનગતિ નિમિત્તે બનેલાં જમણો – એ બધાંને યાદ કરું છું ત્યારે જૈન શાસ્ત્રમાં વર્ણવેલ દૂધ-દહીં અને ઘીના સમુદ્રો તેમજ ચોથા આરા અને સત્યયુગની કલ્પનાનું રહસ્ય સમજાય છે.
મોભા, મોટપ અને નામનાનો ખ્યાલ સંઘવી કુટુંબમાં એટલે સુધી ઘર કરી ગયો હતો કે બધા ભાઈઓ ઘણી વાર પોતાની આર્થિક શક્તિ અને આવક કરતાં પણ વધારે ખર્ચ કરી જૂની પ્રથા સાચવવામાં ગૌરવ માનતા અને ઋણ કૃત્વા ધૃતં પિબેત્’ના ચાર્વાક મંતવ્યને કેટલીક વાર ચિરતાર્થ પણ કરતા. મારા પિતાજી પણ આવી વૃત્તિથી જરાય મુક્ત ન હતા.
માતા અને ભાઈભાંડુઓ
અમે ચાર ભાઈઓ, જેમાં મારો નંબર બીજો. મોટા ખુશાલચંદ અને હું એ બે સગા ભાઈ. છોટાલાલ અને ઠાકરશી એ બે મારા ઓરમાન ભાઈઓ. મારે એક બહેન સગી અને એક ઓરમાન. એમ અમે છ ભાંડરું. સગી બહેન મણિ તે મારાથી મોટાં હતાં. મારી જન્મદાત્રી માનો ચહેરો મને યાદ નથી. તેમના અવસાન વખતે કદાચ હું ચારેક વર્ષનો હઈશ, પણ મારી ઓરમાન માનો, જેમને અમે નવી મા કહેતા – તેમનો ગોળ અને સુંદર ચહેરો આજે પણ મારી સામે તાદશ ખડો થાય છે. જન્મદાત્રી માતાનું સુખ નથી અનુભવેલું; પણ નવી માની શીળી છાયા યાદ આવતાં આજે પણ રોમાંચ અનુભવું છું. હું મોઢેથી નવી મા કહી બોલાવતો; પણ નવી માનો ખરો અર્થ બહુ મોડે સુધી સમજેલોય નહિ અને સમજવાની તક સાંપડેલી પણ નહિ. મારી નવી મા પણ ઘણું કરી વિ. સં. ૧૯૫૧માં મારા મોટાભાઈના લગ્નપ્રસંગે માંડવો નાંખવાના દિવસે જ ગુજરી ગયાં, પણ મારાં ઘરડાં પિતામહી જીવિત હતાં. એ છેલ્લાં વર્ષોમાં અંધ થયેલાં. એમને અમે બધાં મા કહેતાં. મા અંધ છતાં ઢોર દોહતાં, બધું દળણું દળતાં, છાશ
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૦ - મારું જીવનવૃત્ત
વલોવતાં, માખણ કાઢતાં અને ઘણી ખરી રસોઈ પણ કરતાં. જોકે ઘરમાં કામ કરનાર હવે ભોજાઈ આવી જ ગયાં હતાં. અને ગામેમાં એક સગાં ફઈ પણ હતાં, છતાં ઘરનો બધો ભાર તો મા જ ઉઠાવતાં.
પુરુષમાતા ભઈજી
ઘરનો ભાર માને ભાગે હતો ખરો, પણ અમને છએ ભાંડરુઓને ઉછેરવાનો ભાર તો એક અદ્ભુત પુરુષમાતા ઉપર હતો. એ અદ્ભુત પુરુષ સાયલાના નિવાસી અને દૂરના સગા હતા. મારા પિતાજી એમને મૂળજીકાકા કહેતા અને અમે તથા આખું ગામ એમને ભઈજી કહેતાં. એ અમારે ત્યાં કરતા તો નોકરી, પણ હતા ઘરના રાજા. મા કરતાં પણ વધારે હેતાળ એમની લાગણીને કારણે અમને સગી મા કે ઓરમાન માનો વિયોગ ખરી રીતે કદી સાલ્યો જ નથી. હું તો બારેક વર્ષની ઉંમરનો થયો ત્યાં લગી એમની સાથે જ સૂતો અને રાતે જ્યાં લગી ભઈજી વાતો ન માંડે અને પૂરી ન કરે ત્યાં લગી સૂતો જ નહિ. એ વાંસો પંપાળે, સુખદ ચોંટકા ભરે પછી જ ઊંઘ આવે. ભઈજી શરીરે ખૂબ પુષ્ટ અને રૂપાળા પણ હતા. ભણેલ ધૂળી નિશાળે, પણ એમનું ધાર્મિક જ્ઞાન અદ્ભુત હતું. કોઈ વિદ્વાન સાધુ કે સાધ્વી આવે અને વ્યાખ્યાન વાંચે ત્યારે જીકારો ભઈજી જ આપે. અને શાસ્ત્રની બધી વાતો સમજે તેમ જ વક્તા કાંઈ ભૂલે તો યાદ આપે. મેં એમની પાસેથી સેંકડો વાતો સાંભળેલી, જે મોટે ભાગે જૈનપરંપરા સાથે સંબંધ ધરાવતી.
નિશાળના માસ્તર મારે કે ધમકાવે, કાકા, પિતા કે બાપુ વઢે અગર બીજું કોઈ ધમકાવવા આવે ત્યારે મારા માટે એ ભઈજીની સોડ જ ત્રાણસ્થાન બનતી. એમની પાસે હું કે અમે કોઈ ભાઈ-બહેનો પહોંચ્યાં એટલે કોઈની મગદૂર નહિ કે અમને વઢી શકે. ભઈજી મા અને પિતાને પણ સંભળાવી દે કે, શું છોકરાને મારી નાંખવાં છે ? જમતાં જમતાં અપૂર્ણ ભોજને અમારી પિરચર્યા માટે રોજ એ ઊઠી જાય અને ઘણી વાર એમની થાળી કૂતરાં ચાખે પણ ખરાં. ખાવા-પીવાની જોઈતી ગમે તે ચીજ કોઈના વિરોધની પરવા કર્યા વિના માંદગીમાં પણ આપે. આવી સ્વર્ગીય હૂંફને લીધે કદી નાની ઉંમરમાં માતા કે પિતાનું વહાલ યાદ આવ્યું નથી. મને માતા નીકળ્યાં અને સન્નિપાત જ્વરમાં હું રાતે ઊઠીને ક્યાંય ચાલ્યો જાઉં ત્યારે પણ એ જ ભઈજી જાગતા હોય. છેક વિ. સં. ૧૯૫૫માં જ્યારે તેઓ અમાશ ઘરથી ઘણાં વર્ષે છૂટા થયા અને સાયલા ગયા ત્યારે અમને બધાંને ખરી જીવતી માતા ગયાનું ઊંડું દુઃખ થયેલું. છપ્પનિયાના દુષ્કાળમાં તેઓ લીમલી આવેલા અને ત્યાર બાદ પણ બેએક વાર આવેલા, પણ એમના વહાલની ઊંડી અસર મારા મન ઉપર એટલી બધી તાજી હતી કે હું તેમને ભૂલી શકતો નહિ અને તેમના છેલ્લા આર્થિક સંકટના દિવસો વિષે સાંભળી દુઃખી થઈ જતો.
Page #22
--------------------------------------------------------------------------
________________
કુટુંબકથા ૧૧ વિ. સં. ૧૯૬૦ના ઉનાળામાં ચૈત્ર કે વૈશાખ માસમાં હું પહેલી વાર ભણવા નિમિત્તે કાશી આવ્યો અને ત્યાં આવ્યા બાદ વાર્ષિક મેળાવડામાં મને એકાવન રૂપિયાનું પહેલું ઇનામ મળ્યું ત્યારે તરત જ એમાંથી દશ રૂપિયા સાયલા ભઈજીને મોકલવાનું મન થયું, અને તે વડીલ ભાઈ દ્વારા મોકલી આપ્યા. આમ છતાં ત્યાર બાદ ઊંડી સમજ પ્રસરતાં મને આજ લગી એમ લાગ્યા જ કર્યું છે કે મેં બાકીના રૂપિયા કાશી પાઠશાળામાં નિરર્થક જમા શા માટે કરાવ્યા. મારે તો એની કશી જરૂર હતી જ નહિ. મારા કુટુંબને પણ એની અપેક્ષા ન હતી. જ્યારે ભઈજીને એની ખાસ જરૂર હતી, પણ આમાં મારે દોષ કોને દેવો? પોતાની અણસમજને કે કુટુંબ અને સમાજ તરફથી મળેલ ભળતા જ છીછરા વારસાને ! ગમે તેમ હો, પણ હું જ્યારે કાશીથી પાછો ફરી પહેલી વાર દેશમાં ગયો ત્યારે મેં સાંભળ્યું કે કૃતજ્ઞતાના પ્રતીકસમાં માત્ર એ દશ રૂપિયાથી પણ ભઈજીને છેલ્લા જીવનમાં ખૂબ સંતોષ થયેલો. એમના દુ:ખી જીવનમાં આવા સંતોષનું એક કારણ કદાચ એ પણ હશે કે એમને હાથે ઊછરેલ અને અપંગ થવાથી નિરાધાર મનાયેલ મારા જેવો એમનો પ્રિય બાળક હવે અણધારી રીતે અને દૈવયોગે કાશીમાં પહોંચી પોતાનો સંતોષપ્રદ માર્ગ પસંદ કરી લેવા પામ્યો છે.
મમતાળુ ભાઈજીની ટૂંકામાં ટૂંકી આટલી ચર્ચા મેં એટલા માટે કરી છે કે એક તો એમના પ્રત્યે મારી કૃતજ્ઞતા, અજ્ઞાનને લીધે, પૂર્ણપણે અને સાચી રીતે દર્શાવી શક્યો નથી, તેનું દુઃખ વ્યક્ત કરવું અને બીજું એ કે અનુભવે જે સિદ્ધાંત મેં તારવ્યો છે તે નવી પેઢીને કહી દેવો. તે સિદ્ધાંત એ કે જો કોઈ ખરા અને જીવનમાં સાક્ષાત્કાર કરવા યોગ્ય દેવદેવીઓ હોય તો તે જન્મ આપનાર, ઉછેરનાર અને સંસ્કાર નાંખનાર માતાપિતા તેમ જ એવા બીજા જે હોય તે જ છે. દેવદેવીઓની કલ્પિત સૃષ્ટિ અને ઉપાસના ઉપર એટલો બધો ભાર અપાયો છે કે માણસજાત જીવિત દેવતાઓને ગુમાવ્યા પછી જ તેમને યાદ કરે છે અને પૂજે છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
- ૨. નિશાળનું જીવન
નિશાળનું જીવન
નિશાળે બેસવાની ઘટના હજીયે યાદ છે. કવિતા ગાતા વિદ્યાર્થીઓની વચ્ચે કિનખાબની ડગલી પહેરી અને માથે ઝિંકથી ભરેલી ટોપી ઓઢી માસ્તરની આગેવાનીમાં નિશાળે ગયેલો. ત્યાં ગોળ, પતાસાં કે એવું કાંઈક વહેંચવામાં આવેલું, અને માસ્તરને ત્યાં લાડુ માટે પૂરતું સીધું આપવામાં આવેલું.
નિશાળની કેટલીક ખાસ બાબતો નોંધું છું, જેની અત્યાર લગી સ્મૃતિ ઉપર ઊંડી અસર છે અને જે નવયુગથી જૂના યુગને તેમજ શહેરી જીવનથી ગ્રામ્ય જીવનને જુદાં પાડે છે. લાકડાનું પાટિયું, ખડી અને વતરણું અક્ષરો ઘૂંટવા તેમજ સુધારવામાં વપરાતાં. આંક શીખવા અને મોંફાટ લેવા ઉપર બહુ ભાર અપાતો. તે એટલે સુધી કે નિશાળથી છૂટ્યા પછી પણ રાતે દુકાને વડીલો આંખમાં ઊંઘ ભરી હોય છતાં મોંપાઠ રોજ નિયમિત લેવડાવે અને આંકના સવાલો પૂછે. આગળ જતાં છોકરાઓ ટોળે વળે અને ગામનાં મોટેરાંઓ પણ એમાં ભળે. જેમ આંકમાંથી સવાલ પુછાય તેમ જાતજાતના હિસાબ અને પલાખાં પણ પુછાય. અત્યાક્ષરીની હરીફાઈની પેઠે એ સવાલો અને પલાખાંઓના ઝડપી તેમજ સાચા જવાબ આપવાની હરીફાઈ નિશાળમાં તેમજ રાતે બજારમાં ચાલે. આને લીધે હું ગણિતમાં અને હિસાબ-કિતાબમાં ઠીકઠીક તૈયાર થયેલો. ઉપલા વર્ગોમાં કયારેય મેં ગણિતમાં ઓછા ગુણ મેળવ્યા હોય એવું યાદ નથી. વારોવારિયું અને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણતો ત્યારે વર્ગના બીજા સાથીઓ મારી જ પાટીમાં જોઈ લખી લેતા. શરૂઆતમાં ખડીથી અને પાછળથી શાહીથી કોપી લખવાની પણ હથોટી બેસી ગયેલી. એને લીધે મારા અક્ષરોનો વળાંક એટલો સારો થયેલો કે પિતાજી અને બીજા વડીલો મને બોલાવી ચોપડામાં નામું લખાવે અને મારી પાસે કાગળો પણ લખાવે. ચોપડીઓ સાચવવાની અને તેને શણગારવાની ટેવ નાનપણથી જ પડેલી. પહેલી ચોપડીમાં પાસ થયા પછી તે ચોપડી તેવી ને તેવી નવી જેવી સચવાયાનું આજે પણ યાદ છે. જ્યાં ત્યાંથી કપડાંના થાન ઉપરની છાપો મેળવવી અને પછી કાગળના કે કપડાનાં, હાથે સીવી પૂઠાં ચડાવવાં અને છાપો ચોડી દફતરમાં ચોપડીઓ એવી રીતે રાખવી કે મેલી ન થાય. આ ટેવો કોની દેખાદેખીથી પડી હશે તે યાદ નથી, પણ બરાબર પડેલી તે યાદ છે. આમ છતાં
Page #24
--------------------------------------------------------------------------
________________
નિશાળનું જીવન ૦ ૧૩ એની સાથે જ બીજો એક સંસ્કાર યાદ આવે છે, જે મારી પાછળની અને આજની દૃષ્ટિએ તો સાવ કુસંસ્કાર જ છે. આ સંસ્કાર તે આંખ, નાક, નખ અને કપડાંની જોઈતી સ્વચ્છતાની બેદરકારી. મને લાગે છે કે આ સંસ્કારનું મૂળ તો કૌટુંબિક, સામાજિક અને ગ્રામ્ય જીવનની અસ્વચ્છતાના વાતાવરણમાં રહેલું છે. ગામડું એટલે જ્યાં દેખો ત્યાં ગંદકી. ઉનાળામાં ધૂળ, ચોમાસામાં ગારો અને બારે મહિના છાણ તેમજ લાદ અને ઉકરડાઓના ઢગલા. આવા વાતાવરણમાં બ્રાહ્મણવાડામાં પણ ચોકા બહાર ચોખ્ખાઈ જોવામાં આવતી નહિ. જાણે આ બધું ઓછું હોય તેમ તેની પુરવણી કેટલાક અવિવેકી જૈનસંસ્કારોથી થઈ.
નિશાળના માસ્તર
ગ્રામનિશાળનાં મુખ્ય બે અંગો. વિદ્યાર્થીઓ અને માસ્તર. જે વિદ્યાર્થીઓ મારી સાથે ભણતા અગર વધારે પરિચિત હતા તેમાંથી અત્યારે ભાગ્યે જ કોઈ જીવિત હશે. છતાં એમાંથી ગુલાબચંદ નામના એક વિદ્યાર્થી મિત્રનો મારા જીવન સાથે ગાઢ સંબંધ બંધાયેલો, અને એણે હું કાશી ગયો ત્યાં સુધી મારા જીવનમાં બહુ સારો ભાગ ભજવેલો.
મારા ભણતરમાં માસ્તરોના ચાર યુગ પસાર થયા. પહેલો યુગ ભાઈશંકર માસ્તરનો હતો. તે અને તેમનાં પત્ની બધા જ વિદ્યાર્થીઓને ચાહે. બધા સાથે ઘરોપો રાખે. ગામના લોકો પણ માસ્તરને ખૂબ માને અને વા૨૫૨બે ખૂબ દાન આપે. ઘણું કરી તે વખતે પગાર માસિક રૂા. ૧૨ની આસપાસ રહેતો; પણ બહોળો પરિવાર હોવા છતાં માસ્તર ખૂબ સુખી. જ્યારે એ માસ્તરની બદલી વઢવાણમાં થઈ ત્યારે તેમને વળોટાવવા ગામના બધાં મોટેરાંઓ ભીની આંખે ગયેલાં.
બીજા માસ્તરનું નામ ઘણું કરી દિવેકર. તે તો બે-ચાર મહિના રહ્યા હશે. એ બહુ અતડા અને મારકણા હતા. એમનું ઠીંગણું કદ, ચડેલું મોઢું અને ઊપસેલું પેટ જોઈ વિદ્યાર્થીઓ પાછળથી મશ્કરી કરતા અને કેટલીક વાર તેમના હાથનો ટોપરાપાક પણ ખાતા. આ માસ્તર વખતે હું ચોથી ચોપડીમાં હતો એમ યાદ આવે છે. એ ગયા ત્યારે એમના જવાનું દુઃખ કોઈને ન થયું.
આ માસ્તર સંબંધે એક અણધારી ઘટના બહુ લાંબા વખત પછી બની તે ભૂલી શકતો નથી. આજથી વીસેક વર્ષ પહેલાં એટલે લગભગ પિસ્તાળીસ વર્ષની ઉંમરે હું રાજકોટથી પસાર થઈ જામનગ૨ જતો હતો. ટ્રેનમાં એક વ્યક્તિ કોઈ બીજા સાથે વાત કરતી હતી. તેની બ્રાહ્મણશાઈ અને માસ્તરશાઈ ઢબ ઉપરથી મને એમ થયું કે આ કોઈ ગુજરાતી નિશાળના માસ્તર હોવા જોઈએ ! આ તે દિવેકર માસ્તર તો નહિ હોય ! પૂછવાનું મન થયું, પણ જીભ ઊપડે નહિ. છેવટે સ્ટેશન બહુ દૂર ન રહ્યું એટલે મેં પૂછવાની હિંમત કરી કે તમારું ઘર ક્યાં અને શું કરો છો ? એમણે ટૂંકમાં, પણ કાંઈક માસ્તરની મોટપથી જવાબ આપ્યો. હું કોણ છું એ તો એમને ક્યાંથી જ ખ્યાલ હોય !
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૪ • મારું જીવનવૃત્ત એમના હાથ નીચે ભણ્યાને પણ પાંત્રીસેક વર્ષ વ્યતીત થઈ ગયેલાં અને આંખો પણ નહિ રહેલી. મેં પૂછ્યું કે તમે ક્યારેય લીમલી હતા? તેમણે કહ્યું કે હા. મને તેઓ કહે કે તમે લીમલીમાં સંઘવીઓને જાણો છો ? મેં કહ્યું કે હું પોતે જ સંઘવી છું, અને તમારા હાથ નીચે ભયો પણ છું. મારી સ્થિતિ વિષે તેઓ કશું જ જાણતા ન હતા, એટલે કાંઈક લાઘવદૃષ્ટિથી પૂછ્યું કે અત્યારે તમે શું કરો છો અને ક્યાં જાઓ છો? મેં કહ્યું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક છું અને જામનગરમાં ખાસ શાસ્ત્રીય કામ હોવાથી જાઉં છું. આટલું સાંભળતાં જ તેમનું વલણ સાવ બદલાઈ ગયું, અને બહુ જિજ્ઞાસા તેમજ નરમાશપૂર્વક વધારે પૂછવા તૈયાર હોય તેમ દેખાયું. ત્યાં તો તેમને ઊતરવાનું સ્ટેશન આવી ગયું અને અમે રામ રામ કર્યા. આ ઘટનાએ મને એવું ભાન કરાવ્યું કે જેઓ અતડા અને મોટપમાની હોય છે તેઓ પણ પોતાના કરતાં બીજાની ચડિયાતી અને માનમરતબાવાળી સ્થિતિ જુએ છે ત્યારે સ્વભાવ બદલી નાંખે છે.
ત્રીજા માસ્તર કરુણાશંકર આવેલા. તે થોડો જ વખત રહેલા; પણ ચોથા માસ્તર ચુનીલાલ મયારામ દવે આવેલા. તે હું ભણી ઊઠ્યો ત્યાર બાદ પણ લીમલીમાં રહેલા અને કાશીથી પાછો ફરતો ત્યારે લાંબા વખત લગી તેમને મળવાનું બનતું. તેઓ બહુ માનથી જોતા અને હું પણ તેમને તેથી વધારે માન આપતો. ચુનીલાલ માસ્તરની છાપ મારા ઉપર બીજા માસ્તરોની છાપ કરતાં વધારે તાજી છે. એક તો તેઓ ઊંચા વર્ગના ભણતર વખતે જ માસ્તર થઈ આવેલા એટલે તેમની પાસે વધારે સમજણપૂર્વક શીખવા મળેલું. બીજું તેઓ કપડાં બહુ ચોખ્ખાં અને ઊજળાં પહેરી બહાર નીકળતા અને ચટકદાર રંગેલો ફેંટો બાંધતા - જેનું અનુકરણ કરવા હું લલચાતો.
એમની ન ભૂસાય એવી છાપનું કારણ એમના નાના ભાઈ નાગરદાસ સાથેનો મારો નિકટનો સંબંધ પણ છે. નાગરદાસ પોતાના વતન શીઆણીમાં ઢોર ચારતા અને ખેતરમાં રખડતા. ૧૨-૧૩ વર્ષની મોટી ઉંમરે લીમલી ભાઈ પાસે ભણવા આવ્યા. ત્રણેક વર્ષમાં સાત ચોપડીઓ પસાર કરી. શરીરે એવા બળુકા કે ઘણી વાર બે હાથમાં બે મોટા પાણીના તાંબાપિત્તળના ઘડા ભરી કૂવેથી દૂર નિશાળ સુધી દોડતા ઉપાડી લાવે, જેને પનિહારીઓ અને અમે વાણિયાભાઈ કૌતુકથી જોઈ રહેતા અને મનથી શાબાશી આપતા. સ્વભાવ એમનો એવો ગરમ કે વીર્યા હોય ત્યારે ગમે તે વિદ્યાર્થીને સખત મેથીપાક ચખાડે. (અલબત્ત એમાં હું અપવાદ) ક્યારેક તો પોતાની ભોજાઈ ઉપર પણ આંકણી ચલાવેલી અને ભાઈ વઢવા આવે તે પહેલાં કડિયાળી લાકડી હાથમાં લઈ બોકાનું બાંધી બાર ગાઉ દૂર શીઆણી ચાલ્યા ગયેલા. મનાવ્યા પછી જ આવેલા. મારી સાથેના વધારે સંબંધનું એક કારણ મિષ્ટાન પણ હતું. ઘેર એકલા હોય ત્યારે લાડુ
જમવાનું મન થાય. મને કહે કે તું ઘી ગોળ લાવ અને હું બનાવીશ. હું ખિસ્સામાં
Page #26
--------------------------------------------------------------------------
________________
નિશાળનું જીવન • ૧૫ કાગળમાં ગોળ અને વાટકામાં થીના ઘીનાં દડબાં ઘરમાંથી છાનામાના લઈ જાઉં. નાગરદાસ બારણાં બંધ કરી લાડુ બનાવે અને અમે બે જમીએ.
મને માતા નીકળ્યા તે જ વર્ષે નાગરદાસના જીવને અચાનક પલટો ખાધો. સિનિયર માસ્તરની પરીક્ષા આપ્યા પછી નિશાળે નોકરીએ ચડે તે પહેલાં રાજકોટ ટ્રેનિંગ કૉલેજમાં રાતે ચોરોની પાછળ પડી પકડી પાડવાના પરાક્રમને લીધે તેઓ મૂળી સ્ટેટમાં જ ફોજદાર થઈ આવ્યા અને ઘોડેસવારો સાથે ઊંટ ઉપર બેસી, હું માતામાંથી આંખ ગુમાવી ઊઠ્યો હતો ત્યાં જ, મળવા આવ્યા. ધીરેધીરે તેઓ પોલીસ ઈન્સ્પેક્ટરના હોદ્દા સુધી ચડ્યા છે અને ઘણું કરી હજી જીવિત છે તેમ જ ઝાલાવાડ-કાઠિયાવાડમાં ગમે તેવા ગુનાહિતને પકડી પાડવા માટે જાણીતા છે. અમે મળીએ ત્યારે કૌમાર જીવનનાં એ સ્મરણોથી પુલકિત થઈએ છીએ. નાગરદાસ મારાથી ઉંમરે કાંઈક મોટા અને શરીરે પણ બહુ પુષ્ટ તથા બળવાન. કેટલીક વાર પાણી ભરવા જતી-આવતી અને ઉત્સવોમાં રમતી અમુક છોકરીની મશ્કરી કરવામાં કે હલકી છેડતી કરવામાં તેમનાં યૌવનનાં પ્રાથમિક લક્ષણો, મારી હાજરીમાં પણ, નિઃસંકોચ વ્યક્ત થતાં. એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર
ધૂળી નિશાળના યુગમાંથી નીકળી અત્યારના યુગમાં આવી પહોંચેલ શિક્ષણતંત્રની એક વચલી કડી જેવી અમારી સરકારી નિશાળ હતી. એમાં પરીક્ષક તરીકે દર વર્ષે આવતા “એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર'નું સ્થાન ઈશ્વરથી જરાય ઊતરતું ન હતું.
એ દરસાલ ઉનાળામાં ગરમ હવા ફૂંકાતી હોય ત્યારે આવતા. અમુક તારીખે આવશે એવી ખબર માસ્તર વિદ્યાર્થીઓને આપે, પણ આવવાની તારીખ કોર્ટમાં કેસ ચાલવાની તારીખની પેઠે લંબાતી જાય. પરીક્ષક આવી ન જાય ત્યાં લગી વિદ્યાર્થીઓ અને માસ્તર બધાને ભારે ફફડાટ. રાતે ઉપલા વર્ગના વિદ્યાર્થીઓને સૂવા બોલાવે. રાતે મોડે સુધી ગ્યાસલેટની ડબ્બીઓના ઝાંખા પ્રકાશ અને ગંધ મારતા ધુમાડા વચ્ચે ઝોલાં ખાતાં ખાતાં વાંચવાનું યાદ છે. સવારે વહેલાં માસ્તરના ભાઈ નાગરદાસ પાણી છાંટીને કે આંકણી મારીને વિદ્યાર્થીઓને જગાડે અને ઊંઘ તેમ જ વાંચન બંનેના ગગ્રાહમાં ઊંઘદેવતા જ જીતે.
પરીક્ષક તરીકે કૃષ્ણલાલ ગોવિંદલાલ આવતા. એમનાં ઉતારા અને ખાનપાનની તજવીજનો આજે વિચાર કરું છું ત્યારે એમ લાગે છે કે એ દેવતાઈ જીવન જીવતા. કૃષ્ણલાલસાહેબ વર્ષે નામ પ્રમાણે જ કૃષ્ણ હતા, પણ પરણેલા એક મેમને, જે વર્ષે શ્વેત હતી. પછી તે યુરોપીય હોય કે યુરેશિયન હોય, પણ પોશાક અને ઢબછબ બધું મેમસાહેબનું. કૃષ્ણલાલ તો માથે હેટ પહેરતા. એ બંનેની ચાલ, પોશાક અને ઘોડા
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૬ ૦ મારું જીવનવૃત્ત ઉપર બેસી મેમસાહેબ ફરવા જાય કે કૃષ્ણલાલ મેમસાહેબને સિગરામમાં હાથ પકડીને બેસાડે એ બધું અમારે માટે સિનેમા અને નાટક કરતાં પણ વધારે આકર્ષક દશ્ય હતું.
સાહેબ આવવાના હોય તે પહેલાંથી તેમને વાસ્તે ઠંડકની ભારે તૈયારીઓ ચાલતી. ખસની ટ્ટીના અવેજમાં જવાસાની ટટ્ટી બનતી. અમે ખરે બપોરે દૂરદૂર રખડી જવાસા લાવતા. ગામનો મુખી કુંભારોને વેઠે લાવી પાણી ભરાવી ટટ્ટી ઉપર છંટાવે.
પરીક્ષા ચાલતી હોય ત્યારે સાહેબનો પોશાક, એમની ગાદી ઉપર બેસવાની ઢબ અને મારો સાથે એ શું અને કેવી રીતે વાત કરે છે એ બધું જોવા-સાંભળવા અમે તલપાપડ રહેતા અને સવાલોના જવાબ આપવાની ફિકરથી પણ મુક્ત ન હતા. અમારા માસ્તર તેમજ પાસેના બેએક ગામથી પરીક્ષા અપાવવા વિદ્યાર્થીઓને લઈ આવેલા બીજા માસ્તરોને સાહેબ જ્યારે ધમકાવે ત્યારે માસ્તરોના ચહેરા જોઈ અમે નવાઈ પામતા. જે માસ્તરો કૃષ્ણલાલસાહેબની સામે બોલતાં અને ચાલતાં બકરી જેવા થઈ જતા એનું માનસશાસ્ત્રીય રહસ્ય તો બહુ મોટી ઉંમરે સમજાયું. જે કોઈને ડરાવે તે બીજા સબળથી ડરવાનો જે એ નિયમ, અમારા યુગમાં, આજની પેઠે જાણવાનું સુકર ન હતું.
સાહેબ અને મેમની જોડીની રીતભાતનું દર્શન એ મારા જીવનમાં પાશ્ચાત્ય સભ્યતાનું પ્રથમ દર્શન હતું. અલબત્ત, ક્યારેક ક્યારેક ગોરા સાહેબો મેમ સાથે ઘોડે ચડી શિકારે આવતા અને તળાવની પાળે બેસતા. તે વખતે અમે તેમના અન્યત્ર નહિ જોયેલા ગોરા ચહેરાઓ તેમ જ મોઢામાંની ચિરૂટમાંથી નીકળતા ધુમાડાઓ બહુ દૂરથી, પણ અતિ ધ્યાનથી જોતા. મને ઘણી વાર એમ થયેલું કે આમની પાસે કેમ નહિ જવાતું હોય ! ગામડિયાં સ્ત્રી-પુરુષો આવાં દશ્યો જોઈ તે વખતે ખૂબ નવાઈ પામતાં અને પાછળથી જાતજાતની વાતો તેમને વિષે કરતાં. મેં ઘણી સ્ત્રીઓના મોઢેથી એમ સાંભળેલું કે મેમો કેવી નફટ ! લાજ તો કાઢે જ નહિ, પણ ઘોડા ઉપર બેસે અને ટોપી તેમજ બૂટ પહેરે. આ તે કાંઈ બૈરાંને શોભે! એ જમાનાની ગ્રામ્ય સ્થિતિમાં આજે થોડો ફેર જરૂર પડ્યો છે.
તે જમાનામાં ગામડાનો અડધો રાજા મુખી. એને પગાર તો બારેક રૂપિયા મળે, પણ એની આણમાં સાત-સાત રૂપિયાના પગારદાર બે સિપાહીઓ, જેને સૌ પુરવિયા કહેતું. પુરવિયા એટલે પૂર્વ દેશના વાસી ભૈયા એ અર્થ હું પાછળથી સમજેલો) અને એટલા જ પગારનો એક હવાલદાર. આ બધા શાહજાદાઓ ઢેઢ, ભંગી, કુંભાર, હજામ વગેરેને વેઠથી નિચોવી નાંખે. શિયાળામાં ચણા પાકે ત્યારે મુખીની એક વેઠ વિદ્યાર્થીઓના ભાગે પણ આવતી. ધંધૂકાના મોઢ મુખી પ્રેમચંદ ભારે રુઆબદાર. માસ્તરને કહેવરાવે કે પોપટા ફોલવા છોકરાઓને મોકલજો. અમે બે-ચાર જણ જઈએ અને મુખિયાણીની મુકાદમી નીચે ખેડૂતો પાસેથી મફત આવેલ પોપટાના ઢગલાને ફોલીએ તેમજ મુખિયાણી આઘીપાછી જતાં ફોલવા ખાઈએ પણ. જોકે એની ચબરાક છોકરીઓનો ચાડી ખાવાનો ભય તો ખરો જ.
Page #28
--------------------------------------------------------------------------
________________
નિશાળનું જીવન • ૧૭ નિશાળજીવનના બોધપ્રદ પ્રસંગો
મૃતિમાં તાદશ અને કાંઈક બોધપ્રદ એવા નિશાળજીવનના થોડાક પ્રસંગો ટાંકી સામાન્ય જીવન તરફ વળવા ઇચ્છું છું. પાંચમીક ચોપડીમાં હઈશ. ભીંત ઉપર કાંઈક જૂનો એવો નકશો ટાંગેલો. આંગળીમાં પરોવેલા કાગળના ભૂંગળા વતી માસ્તરે પૂછેલ ગામ, નદી વગેરે અમે શોધી આપતા. કોણ જાણે મનમાં તરંગ ઊઠ્યો અને બેંચ ઉપર બેઠા પછી સંકલ્પ કર્યો કે, જો “શેખવા પીર' સાચા હશે તો આ નકશો તૂટી પડશે. માસ્તર વચ્ચે ઊઠી બહાર ગયેલા. કોણ જાણે શું બન્યું કે થોડી વારમાં ઉપરની ડાંડીથી તૂટી નકશે નીચે પડ્યો. માસ્તરે ધમકાવીને પૂછ્યું કે નકશો કોણે તોડ્યો? અમે સૌએ ના પાડી. ખરી રીતે તૂટ્યો તે વખતે અમે બધા બેંચ ઉપર જ બેઠા હતા. અલબત્ત, કાંઈક પહેલાં તો સૌની આંગળી નકશા ઉપર વારાફરતી પડેલી. કોઈની ધીમે તો કોઈની ભારપૂર્વક, પણ આંગળી પડી હશે, પણ એ તો નકશો તૂટ્યો અને સંકલ્પ કર્યા પહેલાંની વાત છે. માર પડ્યા છતાં કોઈએ મીનો તો ભણ્યો જ નહિ. કેમ કે તે વખતે નકશા પડવા સાથે કોઈની આંગળીના ધોંકાનો સીધો સંબંધ ન જ હતો. વાત પતી, પણ મારા મનમાં ગ્રહ બંધાયો કે આપણા ગામના શિખવા પીર’ સાચા છે. ગામ આખું એ પીરની માનતા માનતું. અમારું ઘર પણ એમાં પછાત ન હતું. હું નાની ઉંમરથી ઘણી વાર નાળિયેર વધેરવા અને નિવેદ ચડાવવા જતો તે વખતે આ ઘટના અને બંધાયેલ પ્રહ વિષે વિચાર કરવાનું સામર્થ્ય હતું જ નહિ. માસ્તર કે બીજા કોઈની પાસે મનની આ વાત કરેલી પણ નહિ, પરંતુ જેમ જેમ મન સ્વતંત્રપણે વિચાર કરતું થયું અને બહુ આગળ જતાં ભૂત તેમજ દેવ-દેવીઓની સૃષ્ટિ વિર્ષના શાસ્ત્રવાચન ઉપરાંત માનસતત્ત્વનું કંઈક સ્વતંત્ર પરિશીલન કર્યું ત્યારે મને એમ જ લાગ્યું છે કે એ ઘટના માત્ર “કાકતાલીય' ન્યાયે બનેલી અને પીર વિષે જે ગ્રહ બંધાયો તે નાની ઉંમરથી પડેલ વહેમી સંસ્કારનું પરિણામ હતો. જો એમ ન હોય અને પીર સાચે જ જીવતા-જાગતા હોય તો એમના દેખતાં દેખતાં એમના ભક્તો અને ગામ ઉજ્જડ જેવાં ન થાત.
એક વાર બળદેવસિંહ નામના એક પુરવિયાએ નિશાળના ચોકમાં ખાવાની કમાવેલી તમાકુ સૂક્વી. એની સુગંધથી હું લલચાયો. કોઈ ન દેખે એમ એમાંથી થોડી ચાવી. થોડો વખત જતાં જ ચક્કર આવવા શરૂ થયાં. તબિયતના બહાને માસ્તર પાસેથી રજા લઈ ઘેર જતાં રસ્તામાં જ પડી ગયો, બેભાન અવસ્થામાં જ મને ઉઠાવી ઘેર લઈ જવામાં આવ્યો. કેટલીક ઊલટીઓ અને બીજા ઉપચારો પછી કેફ ઊતર્યો અને સ્વસ્થતા આવી ત્યારે વિચારવા લાગ્યો કે આ શું થયું? બીજાઓ તો કારણ જાણતા જ નહિ. કાંઈક બીમારી સમજી ઈલાજ કરતા, પણ જ્યારે પુરવિયા દ્વારા સૌને માલૂમ પડ્યું કે એનાં ઘટેલાં પાંદડાં મેં જ ચાવ્યાં છે ત્યારે સૌને સમાધાન થવાથી નિરાંત વળી અને તમાકુ ખાવાના પરિણામનો બોધપાઠ મળ્યો, પણ આ બોધપાઠ અધૂરો હતો.
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૮ • મારું જીવનવૃત્ત
કેમ કે તે ન ખાવા પૂરતો જ હતો. એટલે ત્યાર પછી તમાકુ ખાનાર અનેક પંડિતોના પરિચયમાં આવ્યા છતાં અને કાશી જેવા સ્થાનમાં પાંચ પાંચ રૂપિયાની તોલાભાર અતિ સુગંધી તમાકુની ગોળીઓ મળવી સુલભ છતાં કદી એને મોંમાં ન નાંખી, પરંતુ તમાકુ તો વિષ્ણુની પેઠે નાના અવતારો લઈ ઉદ્ઘાર કરવા આવે છે. તમાકુદેવતા છીંકણીનું મોહિની રૂપ ધારણ કરી મારી પાછળ પડી. નિમિત્ત અજ્ઞાનમૂલક હતું. કાશીમાં ભણતો ત્યારે પગારદાર વાચક સાંજ પછી નિયમિત રીતે વાંચવા આવે. હું સાંજે પેટનું ટિફિનબૉક્સ ભરીને જ સાંભળવા બેસતો. અને ન્યાય જેવા વિષયનું સૂક્ષ્મ ચિંતન ઘી અને દૂધના બળે સારી રીતે થઈ શકે એવી પરાપૂર્વની ધારણાથી સાંજે થોડું ઘી પણ પી લેતો. એક બાજુ ચિંતન શરૂ થાય અને બીજી બાજુ ઊંઘદેવતા માથા ઉપર સવારી કરે. જો એ દેવતા ફાવે તો ભણવાનું જ ન બને. અને માણસનો પગાર નકામો જાય. એટલે પંડિતાઉ માર્ગ લીધો. છીંકણી સૂંથું અને ઊંઘનો ભાર કાંઈક હલકો થાય. આ રાહતે છીંકણીનો માર્ગ વધારે મોકળો કર્યો. છીંકણીથી થોડી વાર ઊંઘ દબાય, પણ પાછી એ તો બેવડા વેગથી ધસારો કરે એટલે છીંકણીનું અને સૂંઘવાનું એમ બંને પ્રમાણ વધતાં ચાલ્યાં. આ ઉપાય કૃત્રિમ હતો; પણ મેં બીજાની દેખાદેખીથી સાચા ઉપાય તરીકે જ એનું અવલંબન કરેલું. ન્યાય અને દર્શનશાસ્ત્રના અધ્યયને સાચો ઉપાય પૂરો પાડ્યો ન હતો. આગળ જતાં સમજાયું કે છીંકણી એ ઊંઘ ઉડાડવાનો પૂરો ઉપાય નથી. એનો ખરો ઉપાય તો હલકું અને પરિમિત ભોજન કરવું એ જ છે. આ સમજણ આવ્યા પછી પણ છીંકણીનો ચેપ ચાલુ હતો. એની પુષ્ટિ તો સાધુઓના પરિચયથી થઈ. એક-બે સ્નેહી અને ભલા સાધુઓએ સુગંધી મદ્રાસી છીંકણી આપી અને કહ્યું કે, પંડિતજી સૂંઘોને ! મફત જ મળી રહેશે. એ સુગંધી અને મફતિયા માલે પણ વ્યસનની પુષ્ટિમાં મદદ કરી. ઈ. સ. ૧૯૨૧માં અમદાવાદની કૉંગ્રેસની પ્રસિદ્ધ બેઠકના દિવસોમાં બીજા મિત્રોની પેઠે કાકા કાલેલકર પણ મારી પાસે અક્ષપાદના ન્યાયસૂત્રો વાંચતા. એમની સમક્ષ છીંકણી સૂંઘતાં શરમ તો ઘણી આવે, પણ ટેવને બળે સૂંઘાઈ જાય એટલે મનમાં છીંકણી પ્રત્યે અણગમો તો હતો જ. દરમિયાન એક રાતે છીંકણી કાંઈક વધારે સૂંઘતાં ચક્કર આવ્યાં. આથી ચિડાઈ મેં ડબ્બીને ખૂબ જોરથી ફેંકી દીધી, પણ એ મોહિની ખરે જ મોહિની હતી. તેથી વળી પાછી પાછળ પડી. પણ એની ઘૃણા તેમ જ પરિણામોનો વિચાર વધ્યે જ જતાં હતાં. છેવટે ૧૯૨૫માં બળવાન સંકલ્પે એનો ત્યાગ કરાવ્યો તે આજ સુધી કાયમ છે.
ખરી રીતે તમાકુ ખાવાના અનુભવેલા દુષ્પરિણામ પછી જ એના વિવિધ સેવનના પરિણામ વિષે વિચારો આવવા જોઈતા હતા, પણ અપક્વ માનસ અને એકાંગી શિક્ષણવાળા જીવનમાં એ આશા વધારે પડતી કહેવાય. તેથી જ એક વાર તમાકુના સેવન વિષે ભારે ભૂલ કરી બેઠો. હવે તો ઉંમર લગભગ પાંત્રીસની હતી. કાશીમાં
Page #30
--------------------------------------------------------------------------
________________
નિશાળનું જીવન • ૧૯ ગંગાતટ ઉપર રહેતો. અંડકોશમાં કાંઈક દરદ અને વધરાવળ જેવું દેખાયું. એક સાથીના કહેવાથી તમાકુનું આખું પાંદડું ગરમ કરી એ ગ્યાએ બાંધી વાંચવા વિચારવા બેસી ગયો. ભોજન તરત જ કરી લીધેલું હતું. ચક્કર અને ઊલટી શરૂ થયાં. કોલેરા કે એવો બીજો કોઈ વ્યાધિ હશે એમ ધારી મિત્રોએ ડૉક્ટર અને વૈદ્ય માટે દોડાદોડી કરી. તે આવે તે પહેલાં ઊઠબેસ થવાથી પેલું પાંદડું ખસી ગયું અને થોડી જ વારમાં આકાશી તોફાન શમે તેમ બધું શમી ગયું કે તરત જ મને બ્રહ્મજ્ઞાન થઈ આવ્યું કે અરે ! આ બધો ઉપદ્રવ તો તમાકુમાયાનો જ છે અને તે જ ક્ષણે નિશાળના જીવન વખતે ખાધેલ પાંદડાનાં પરિણામો યાદ આવતાં મનમાં ગ્લાનિ પ્રગટી કે શિક્ષણસંસ્કારની કેવી કચાશ? આને દુસ્સાહસ કહેવાય?
ભણતો હતો ત્યારે એક એવી ઘટના બની કે જેને આજે મૂર્ખામી માનવી કે સાહસ માનવું એ નક્કી કોણ કરે? પણ તર્ક અને વિચાર એમ કહે છે કે અવિચારથી ભરેલ પગલું પણ સફળ નીવડે તો વ્યવહારમાં સત્સાહસ લેખાય છે અને વિચારપૂર્વક ભરેલ પગલું પણ નિષ્ફળ કે ઘાતક નીવડે તો તે દુસ્સાહસ લેખાય છે. બન્યું એમ કે, હું અને બે મિત્રો તળાવ ઉપર દિશાએ સાથે ગયા. લોટા માંજી ત્રણે શરત બક્યા કે પાછે પગલે પાળ ઉપર પહેલું કોણ પહોંચે છે ? અને ત્યાંથી બીજી બાજુ પાછે પગલે પહેલું નીચે કોણ ઊતરે છે? બીજી બાજુ ઊતરતી વખતે આગળ જવાની ધૂનમાં પાછળ શું આવે છે તે જોવાયું નહિ અને હું ઝાડ સાચવવા કરાયેલ હાથિયા થોરની વાડમાં જઈ પડ્યો. બંને સાથીઓ એવા ડરથી ભાગ્યા કે રખે પાડ્યાનો આરોપ મૂકી તેમને કોઈ વઢે. દરમિયાન અવાજ અને હો-હા સાંભળી તે જ વખતે તળાવ કિનારે આવેલ મારા ઓઘડકાકા જોવા દોડ્યા ત્યાં તો મને જ જોયો. ઘેર ચારેક કલાક પછી બેભાન સ્થિતિથી મુક્ત થઈ જોઉં છું તો ખાટલે સૂતો છું અને હજામ તેમજ બીજાઓ નાનામોટા ચીપિયા વતી કાંટા કાઢી રહ્યા છે. તેમ જ સીંચાયેલ તેલ ચામડી ઉપરથી ટપકી રહ્યું છે. તે વખતે વઢવાની દહેશત તો નકામી સિદ્ધ થઈ અને બે-ચાર દિવસે હીમેખીમે ફરતો થયો. આ ઘટના ઉપર વિચાર આવે છે ત્યારે માનવસ્વભાવનું એક પાસું ખુલ્લું થાય છે. એકલા કરવાનાં કામો પણ ઘણી વાર બીજા સાથે કરવાં ગમે છે. એટલા માટે કે વાતોમાં ગમ્મત પડે, રમત પણ થઈ શકે અને ઈષ્ટ કામ તો થાય જ. આ માનવસ્વભાવથી જ હું પ્રેરાયેલો. ભય-અભયના અનુભવો
એ જ અરસામાં ત્રણેક ગાઉ દૂર જસાપુર ગામમાં, વાલિયા નામના એક હાથે ટૂંઠા મિયાંણાની આગેવાની નીચે, ધોળે દિવસે ધાડ પાડેલી. બચાવ કરતાં ગામનો એક રજપૂત મરાયેલો. ધાડની ધાક એટલી બધી ફેલાઈ કે અમે રાતે નિશાળમાં સૂવા જવાની ના પાડીએ અને ઘેર પણ હું ભઈજીની સોડમાં લપાઈને સૂઈ જતો. બૈરાં અને છોકરાંનાં
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૦ • મારું જીવનવૃત્ત બધાં પહેરેલાં ઘરેણાં તેમ જ વધારાનાં બધાં પિતાજી વઢવાણ શહેર નાની ફઈને ત્યાં મૂકી આવેલા અને આજે જેમ સેફ ડિપોઝિટમાં જોખમ મૂકી હિન્દુ-મુસલમાનના હુલ્લડ પ્રસંગે લોકો શહેરમાં નિરાંત અનુભવે છે તેમ તેઓ એક જાતની નિરાંત અનુભવતા, પણ તે વખતનું સ્મરણીય દશ્ય તો એ યાદ આવે છે કે મુખી ધાડથી બચવાની જાતજાતની તૈયારીઓ ગામ પાસે કરાવતા. ગામની ચોમેર આવેલી કાંટાની વાડને મજબૂત અને ઊંચી કરાવે, છીંડાં પુરાવી જવા-આવવાનો ઝાંપો એક જ રાખે, સાંજે બે પુરવિયાઓ સાથે પોતે ગામની બહાર લટાર મારે, વારાફરતી રજપૂતોને ઝાંપે સુવડાવે, પણ અમે તો રોજ નિત્ય નવી ઊડતી સાચી-ખોટી ધાડ પડ્યાની અફવાઓ સાંભળવા તલપાપડ રહેતા અને સાંભળીને ખૂબ ડરી જતા. એ દિવસોમાં મહોબતસિંહ વગેરે ત્રણ સગા ભાઈઓ સાંજે કાઠિયાવાડી ગરાસિયાના ફાંકડા વેશમાં તલવાર-બંદૂકથી સજ્જ થઈ ગામ બહાર કાંઈક દૂર સુધી જતા. બીજાઓ સાથે હું પણ ડરતાં ડરતાં એમની પાછળ જોવા જતો કે મિયાંણા આવે તો આ શું કરે છે? ક્યારેક એ ભાઈઓ ઝાડે નિશાન બાંધી ગોળીથી વીંધતા. એ જોઈ મને બહુ મજા પડતી. નિશાન આંટવાના એ રસે મને તીર-કામઠું રાખવા પ્રેર્યો. છત્રીના સળિયાનું કામઠું અને ખપાટના તીરો કરી અમે ઝાડે લોટી કે નાળિયેર બાંધી આંટવાની રમત કરતા. પણ મારો ડર કદી ઓછો થયેલો નહિ. જ્યારે સાંભળ્યું કે ચોટીલાના પહાડમાં વાલિયો મરાયો ને મિયાંણા પકડાયા ત્યારે ડર ઓછો થયો. એ જ મહોબતસિંહે થોડાં વર્ષ પછી ચૂડાની સીમમાં ખાઈમાં ભરાઈ બેઠેલ મિયાણાઓને મારવામાં બહાદુરી તેમ જ બુદ્ધિનો પરિચય આપ્યો અને થાણદારની સાધારણ જગ્યાથી ઊંચે ચડી પોલીસખાતાના ઊંચા હોદ્દા સુધી ચડ્યો. હું જ્યારે કાશીથી પાછો ફરે ત્યારે ઘણી વાર એ મળે અને કેટલીક વાતો પૂછે.
આ લખું છું ત્યારે ડોશીમાએ તેમના અનુભવની કહેલ વાત અને તે વખતનું ગામડાનું સંગઠન યાદ આવે છે. ડોશીમા કહેતાં કે ચોથ ઉઘરાવવા ગાયકવાડી ઘોડા આવે. ક્યારેક ગામને લૂંટે તો વાણિયા, બ્રાહ્મણ અને રજપૂતો બધા તલવાર-બંદૂક કે લાકડી લઈ સામે થતા. મરે પણ ખરા અને મારે પણ ખરા. એમ કહી ઘરમાં પડેલ એક જૂની ઢબની બંદૂક અને કાટ ખાધેલ તલવારનું ઠોઠું બતાવતા, પણ આજે આ સ્થિતિ સાવ બદલાયેલી જોઉં છું. કેમ કે લૂંટફાટ વધતાં બચાવનાં કશા જ સાધન અને હિંમતને અભાવે બધા જ વાણિયાઓ ગામ છોડી શહેરમાં આવી ગયા છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
૩. સહજવૃત્તિઓ અને ટેવો
સહજ વૃત્તિઓ અને ટેવોથી જ જીવન બને છે તેમ જ ઘડાય છે. કાંઈક વધારે સમજણ અને પક્વ અવસ્થા વખતે મારા જીવને જે જે વલણ લીધાં છે તે દેખીતી રીતે કિશોર, કુમાર અને તરુણ અવસ્થાથી ગમે તેટલાં જુદાં પડતાં હોય છતાં અત્યારે વિચાર કરું છું ત્યારે એ બધાં વલણોની અંદર સહજ વૃત્તિઓ અને ટેવોનો ઘણે અંશે સંવાદ જ દેખાય છે. વૃત્તિઓ અને ટેવો
પૂર્વસંસ્કારજન્ય જન્મસિદ્ધ કે વારસાગત સંસ્કારો સહજ વૃત્તિમાં આવે અને પાછળથી કુટુંબ, સમાજ, શાળાશિક્ષણ, સમાગમ અને સાહિત્યમાંથી સંસ્કારો મળે છે તે ટેવમાં આવે. સહજ વૃત્તિઓ અને ટેવોનું એવું રંગબેરંગી તેમજ જટિલ મિશ્રણ થઈ જાય છે કે તે બે વચ્ચેની સીમા, સરળતાથી બાંધી શકાતી નથી. ટેવોનું ચક્ર અજબ રીતે નિરંતર ફર્યા કરે છે. ઘણી કુટેવો સુટેવનું સ્થાન લે છે તો ઘણી સુટેવો કુટેવમાં ફેરવાઈ જાય છે. વળી કુટેવ અને સુટેવની વ્યાખ્યા અનેક રીતે સાપેક્ષ હોવાથી કેટલેક પ્રસંગે અને કેટલીક બાબતોમાં અમુક ટેવને કુટેવ કહેવી કે સુટેવ કહેવી એ પણ સાપેક્ષ બની જાય છે. આમ હોવા છતાં પોતાના જીવન પરત્વે હું પોતે જે કાંઈ જોઈ અને વિચારી શકતો હોઉં તે જ લખવાનું પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિએ હું અહીં કેટલીક સહજ વૃત્તિઓ અને ટેવો વિષે કહેવા ઇચ્છું છું, જેથી આગલા જીવનની ઘટનાઓનો કાંઈક અંશે ખુલાસો થઈ શકે.
જાતમહેનત, કહ્યાગરાપણું, રમતગમત અને સાહસપ્રિયતા તેમ જ જિજ્ઞાસા અને બૌદ્ધિક ભૂખ મુખ્યપણે આ સહજવૃત્તિઓ જીવનમાં પહેલેથી કામ કરતી રહી છે.
જાતમહેનતમાં મને કદી કંટાળો કે ઊતરતાપણું નહિ લાગેલું. ખોરડા ઉપર નળિયાં ચડાવવાં હોય તો દોડીને જઉં. માટીની ભીંતની કે વંડી ચણાતી કે સુધારાતી હોય ત્યારે જાતમહેનતી પિતાજીને કે ઓડને ગારાના પિંડા આપું. વર્ષો લગી ચાલે તેટલું ઘાસ અને અનાજ ભરી રાખવાની પૈતૃક પ્રથા પ્રમાણે વખારોમાં ઘાસ ભરવાનું હોય ત્યારે ટેઢ-ચમારના વાસમાંથી આવતી ઘાસની ગાંસડીઓને તેમ જ ખેડૂતોને ત્યાંથી
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૨ - મારું જીવનવૃત્ત આવતી હૂર અને ડાઠાંની ગાંસડીઓને વખારોમાં ઠલવાવવી અને ખૂંદી ખૂંદી બધું થપ્પી બંધ કરવું એમાં પણ મદદ આપું.
ખેડૂતકળોને ત્યાંથી કે બહારથી અનાજ આવે ત્યારે એ ઢગલાઓની કોઠીઓ ભરવી, તેમાં રાખ ભેળવવી – એમાં પણ પૂરો ભાગ લઉં. ડાંગર અને કમોદમાં સાબુ તેમ જ લીંબડાનાં પાંદડાં ભેળવવાં અને એની કોઠીઓ ભરવી તેમ જ ગોળ આવે ત્યારે એના કોઠા ભરવા – એમાં પણ સહાયતા કરું. બીજાએ બતાવેલું કામ કરી આપવાની અને ન નકારવાની વૃત્તિ પણ નાનપણથી હતી. પિતાજી વધારે જાતમહેનતી હતા; પણ બધા કાકાઓ વધારે હુકમબાજ હતા. એટલે એ કાકાઓ અને બીજા લોકો પણ મારી વૃત્તિ જોઈ મને સતત નવાં નવાં કામ ચીંધે અને હું હોંશથી તે બધાં કરું. ઘણી વાર આને લીધે બીજાનાં કામો થતાં, પણ ઘરનું કામ રહી જતું. મારા મોટાભાઈની વૃત્તિ મારાથી સાવ જુદી. એ મને જાતમહેનતથી તો ન વારે, પણ હું કાકાઓ અને બીજાનાં કામો આનાકાની વિના કરું તે તેમને પસંદ ન પડે; અને મારા પ્રત્યે ચિડાય. તેમ જ ક્યારેક કહે કે બીજા વાસ્તે નકામો શા માટે મરી પડે છે? મારા મોટાભાઈ તો ઘરનું કામ ન કરે તો બીજાનું કામ કરવું શાને પસંદ કરે ? એટલે પિતાજી અને કાકાઓ બધા એમને કામ બતાવતાં સંકોચાય; જ્યારે મને કામ કરવાનું કહેતાં કોઈ સંકોચાય નહિ. કુટુંબની સ્ત્રીઓ પણ હોંશેહોંશે કામ લે. આ વૃત્તિએ મારામાં લોકપ્રિયતા જન્માવેલી. રમતો
તે વખતે ગામડામાં સંભવિત હોય તેવી બધી રમતોમાં મને સહજ રસ હતો. ગેડીદડો અને ભમરડા-ભમરડી, ગંજીફો અને ચોપાટ, કોડાં અને નવકાંકરી, હુતુતુતુ અને દોડકૂદ વગેરે રમતો બહુ રમ્યો છું. દડો જાતે ગૂંથી ચામડાથી મઢાવી લેતો. ભમરડાભમરડી ઊંચેથી ફરતાં હાથમાં ઝીલી લેતો અને ઘણી વાર એના ઉપરના ટોપકામાં સોઈ કે શૂળ પરોવી ઊંધે મોઢે એના ઉપર ફેરવવામાં મજા માણતો. ગંજીફા અને ચોપાટની ખરી મોસમ ચોમાસાનાં નવરાશના દિવસો અને તેમાંય પજુસણના દિવસો. કેમકે પજુસણમાં એક બાજુ કામકાજ નહિ તેમ બીજી બાજુ એકાસણા-ઉપવાસને લીધે ખાનપાનની ખટપટ નહિ, પરંતુ ગંજીફા અને ચોપાટની ખટપટ એટલી બધી વધી પડતી કે એના દાવપેચ અને હારજીતની હરીફાઈમાં ઘણી વાર સગા ભાઈઓ અને મિત્રો વચ્ચે પણ અક્ષમ્ય તકરારો થતી. સાહસવૃત્તિ
સાહસવૃત્તિમાં તરવું અને ઘોડેસવારીને મુખ્ય ગણાવી શકાય. મારાથી કાંઈક મોટા છોકરાઓ તળાવમાં તરતા. હું છાતીસમા પાણીમાં ઊભો રહી તેઓનું અનુકરણ કરવા મથતો બથપગ પછાડતો, પણ આગળ વધી ન શકતો. એક વાર મનમાં થયું
Page #34
--------------------------------------------------------------------------
________________
સહજવૃત્તિઓ અને ટેવો. ૨૩ કે, આ લોકો બે-એક હાથ દૂર ઊંડા પાણીમાં એક પથ્થર ઉપર ઊભા છે અને ભૂસકા મારે છે તો ત્યાં કેમ ન પહોંચું ? મનની ઘણી હા-ના પછી એ બાજુ ઝુકાવ્યું અને પાણીમાં ડૂબવા તેમજ ગળકાં ખાવા લાગ્યો. જિજીવિષાએ હાથપગ પછડાવ્યા હશે એટલે પાણી પી જવા છતાં પણ તે પથ્થર પર હાથ લાગી ગયો અને હાશ કરી લઈ તે ઉપર ચડી ગયો. એક જાતનો વિજયાનંદ અનુભવવા લાગ્યો, પણ પાછું વળાય કેમ એ એક મૂંઝવણ; અને હમણાં તો મૃત્યુદ્વાર સુધી પહોંચેલો એટલે રસ્તો સૂઝે નહિ. વધારામાં વડીલો જાણે તો વઢવાનો ભય. છતાં બીજાની દેખાદેખી અને બીજાનાં પ્રોત્સાહનથી કૂદવાનું સાહસ કરી એ બે-એક હાથ ઊંડું પાણી ધબીને પસાર કર્યું. બસ આ જ તરવાની કળાની પ્રથમ સિદ્ધિ. પછી તો આખું તળાવ ખૂંદી વળવા સુધી અને કૂવાઓમાં ભૂસકા મારવા સુધી આગળ વધ્યો.
આ સાહસવૃત્તિએ એક વાર કાશીમાં ભારે સંકટ ઊભું કર્યું. કાર્તિક મહિનો. ગંગાનું ઓસરતું, પણ અતિ વેગીલું પૂર; અથાગ ઊંડાણ; અને આંખે દેખાય નહિ. એક મિત્ર એમાં ઝંપલાવતાં મને રોકે, જ્યારે બહુતરિયા બીજા મિત્ર કહે કે, એમાં શું ? આખરે મેં જૈન ઘાટની મઢી ઉપરથી ગંગામાં કૂદકો માર્યો, પણ આ કાંઈ ગામનું તળાવ કે કૂવા ન હતા. મારી બધી શક્તિ અને તરવાની કળાને ગંગાના પૂરે નિષ્ફળ સિદ્ધ કરવા માંડ્યાં. હું કિનારા ભણી આવવા મથું અને પૂર મને બમણા વેગથી બીજી દિશામાં કેલી જાય. છેવટે પેલા તરિયા મિત્ર કૂદી પડ્યા અને તેમની જનોઈના તાંતણાના ટેકે હું કિનારે પહોંચ્યો. ત્યાર બાદ મેં એવો નિયમ કર્યો કે ગંગામાં પડવું હોય ત્યારે હાથે લાંબી દોરી બાંધી કિનારે બેઠેલ એક જણના હાથમાં આપવી કે જે મારો ઇશારો પામતાં જ ખેંચી લે.
તરવામાં કાંઈક અંશે સફળ થયો, પણ ઇચ્છા અને પ્રયત્ન છતાં ઝાડે ચડવાની કળામાં પૂર્ણ સફ્ળ ન થયો તે ન જ થયો. અમુક હદ સુધી ચડ્યા પછી હિંમત ન ચાલે. એટલે કદી ટોચે ન પહોંચાયું. પિતાજીને એક ઘોડું અને કાકાઓને બે-એમ ત્રણ ઘોડાં તો ઘરનાં જ મહેમાનોનાં ઘોડાં લગભગ રોજ હોય જ. એટલે પાણી પાવા જવાને નિમિત્તે નાની ઉંમરથી ઘોડે ચડવાની ટેવ પડી અને તેણે કેટલાંક સાહસો પણ કરાવ્યાં. એક ગોરી મેમને બંને પગ એક બાજુ રાખી ઘોડે બેસી જતાં જોયેલી. એટલે મેં પણ કોઈ ન દેખે એવી રીતે સામાનવાળા અને સામાન વિનાના ઘોડા ઉપર એ પ્રયોગ કરેલો યાદ છે, પણ એમાં બહુ સફળતા મળેલી નહિ, એક કોચમૅનને પોતાના ઘોડા ઉપર ઊભો રહી ઘોડો ચલાવતો મેં જોયેલો એટલે એમ કરવાનું પણ મન થયું. ઘરનો ઘોડો જાણીતો એટલે તેના ઉપર એ પ્રયોગ શરૂ કર્યો. અને ઊભા રહેતાં વેંત ખસી પડ્યો એટલે તે પ્રયોગ ત્યાં જ વિરમ્યો. તેમ છતાં ઘોડા ઉપર ચડી બેસવાની અને તેને દોડાવવાની હથોટી તો અમુક અંશે આવી જ. તે એટલે સુધી કે આંખો ગયા
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૪ • મારું જીવનવૃત્ત પછી પણ ઘણી વાર જાણીતા ઘોડા ઉપર બેસી કોઈના દોર્યા વિના ચલાવ્યે જવાનું યાદ છે.
ઘોડા દોડાવવાની રસવૃત્તિ વધારે વિસ્તરી. ઘરે લેણામાં ઢોરાંઓ આવતાં – એમાં ઘણી વાર વાછડાં, બળદ અને ગાયો પણ હોય. સારાં, પુષ્ટ અને દેખાવડાં હોય એવાં વાછડા-બળદ અને ગાયોને પાણી પાવા જવામાં રસ ન આવતો તેટલો તે નિમિત્તે તેમને દોડાવવામાં અને તેમના ઉપર ચાબખા ચલાવવામાં રસ આવતો. તેમ છતાં ઘોડાબળદના એકા કે ગાડી ચલાવવાની હથોટી ન લીધી. વાંકો રસ્તો આવે કે ઊંચી-નીચી જમીન આવે અગર સામેથી કોઈ વાહન આવે ત્યારે લગામ કે રાશ ઉપર કાબૂ રાખી શક્તો નહિ. આ ઘોડાની સવારીએ ઊંટ પર બેસતો કર્યો. આગળ જતાં તે ઉપયોગી સિદ્ધ થયું. મોસમમાં રોકડ લેવા વઢવાણ જવું હોય ત્યારે પિતાજી મને મોકલવા લાગ્યા. પહેલાં તો એ ઊંચું પ્રાણી માળ જેવું લાગ્યું, પણ પછી કાંઈક ફાવી ગયું. ઊંટની છેલ્લી સવારી અને છેલ્લો ત્યાગ ઊંટની પ્રિય પિતૃભૂમિ મારવાડમાં જ થયો.
ઈ. સ. ૧૯૨૮ના ચોમાસામાં જાલોર (જોધપુર)થી પાછા ફરતાં નસીબે ઊંટ આવ્યું. હું અને મારા સાથી શંભુપ્રસાદ બેઠા તો ખરા; પણ ઉષ્ટ્રરાજનું પ્રલોભન તો બીજું જ હતું. લીંબડા અને પીપરની લીલીછમ કૂંપળ દેખે ને ઊંટ તે ભણી વળે. શંભુપ્રસાદ કાબૂ રાખી શકે નહિ અને ઉષ્ટ્રમહારાજ ઘણી વાર અમારી લેશ પણ પરવા કર્યા સિવાય સીધા ઝાડ નીચેથી જ પસાર થાય, ઝાડની ડાળીઓથી બે-ચાર વાર મોઢું અને છાતી ઘસાયાં. ઝાડ આવે છે. નીચા વળજો એવી સૂચના શંભુપ્રસાદ આપે તે પહેલાં તો તટસ્થ દેવ ઝાડ નીચેથી પસાર થઈ જાય. આ ભયસ્થાન જોઈ તત્કાળ નક્કી કર્યું કે ચાલીને જઈશ, પણ ઊંટ પર નહિ બેસું. ઊંટના માલિકે ઘણું સમજાવ્યો, પણ તે વખતે ઊંટ છોડ્યું તે હજી લગી છોડ્યું જ છે. જિજ્ઞાસા
નિશાળની ચોપડીઓમાં હાથીનું ચિત્ર જોયેલું, પણ હાથી જોવાની તક તો લીમલીમાં હતી જ નહિ. એક વાર એ અજબ પ્રાણી ગામના પાદરમાંથી જાય છે એવા સમાચાર મળતાં જ અમે દૂર દૂર સુધી એને જોવા પાછળ ગયેલા. એનું કદ, એની ચાલ, એની સૂંઢ, એના દાંત અને સતત ક્રિયાશીલ કાનો એ બધું ભારે આકર્ષક હતું; પણ અમારી ચાલ એને પહોંચી વળે તેમ ન હતી એટલે કાંઈક અધૂરે દર્શને જ પાછા ફર્યા, પરંતુ ધરાઈ-ધરાઈને હાથી જોવાની તક તો વિ. સં. ૧૯૫૨ના ઘણું કરી માગશર માસમાં વાંકાનેર જાનમાં ગયો ત્યારે જ મળી. દરબારગઢમાં હાથી આવે, ઊભો રહે, મહાવતના ઇશારાથી સલામ કરે એ સુંદર દર્શન મારા માટે પહેલું અને છેલ્લું હતું.
Page #36
--------------------------------------------------------------------------
________________
સહજવૃત્તિઓ અને ટેવો • ૨૫ ભણતી વખતે માસ્તર શીખવે તેમાં અગર પાછળથી પાઠ તૈયાર કરવામાં બેદરકારી રાખ્યાનું યાદ નથી. નિશાળ બહારના ગ્રામ્ય જીવનમાં પણ નવું નવું જાણવાની જિજ્ઞાસાને સાચી કે ખોટી રીતે સંતોષવાની તકો સાંપડતી. ચારણભાટો આવે અને ચોરે બેસી જાતજાતની કળામય રીતે વાતો માંડે. શ્રાવણ અને અધિક માસમાં બ્રાહ્મણ-પુરાણી રામાયણ કે મહાભારત ચોરે બેસી વાંચે. અવાર-નવાર અમુક જાણકાર ઠાકરડાઓ કે આગન્તુક બાવા સંન્યાસીઓ તુલસી-રામાયણ વાંચે. ઠાકોર દ્વારા અને ચોરો ઘરની પાસે જ એટલે ત્યાં જઈ એ બધું સાંભળવા ખેંચાતો. જૈન સાધુ-સાધ્વીઓ ચોમાસા સિવાયના દિવસોમાં આવે. અને પાંચ-પંદર દિવસ રોકાય. તેઓ સવારે, બપોરે અને રાત્રે શાસ્ત્ર વાંચે, રાસાઓ ગાય અને ધર્મકથાઓ કરે. સમજણ પડે કે ન પડે છતાં એ સાંભળવા લલચાતો. આ ઉપરાંત ગામ બહાર ધર્મશાળામાં સ્ત્રી-પુરુષોનાં સંમિલિત સમુદાય વડે ગવાતાં કબીરપંથી ભજનો પણ ક્યારેક ક્યારેક લલચાવતાં. કોઈ પણ નાના મોટાં જાહેર પુસ્તકાલયની કે ખાનગી પુસ્તકોની સગવડ ન હોવા છતાં ઉપરના પ્રસંગોમાંથી કાંઈક જિજ્ઞાસા સંતોષાતી.
જિજ્ઞાસા સંતોષવાનો અને રસવૃત્તિ પોષવાનો એક બહુ સરલ તથા સુંદર માર્ગ પણ તે જમાનામાં ગામડાંઓમાં બહુ પ્રેરક અને પ્રચલિત હતો. તે માર્ગ કન્યાઓ અને સ્ત્રીઓના ગરબા તેમ જ ગાણાંઓનો. જાણીતી શેરીએ શેરીએ તરુણ કન્યાઓ અને સ્ત્રીઓ ટોળે વળે. એમાં કેટલીક મેઘાણીના મેઘસ્વરે ગવરાવે અને બીજી ગોળ ફૂદડી ફરતી તેમજ તાલ લેતી લેતી ઝીલે. ગોપીઓની આ રાસલીલામાં ક્યારેક ધૃષ્ટ પુરુષોત્તમ ભળે ત્યારે સ્ત્રીઓમાં નાસાનાસ અને ભાગાભાગનું રમૂજી દયે ઉપસ્થિત થાય. ગરબાઓ અને ગાણાંઓના વિવિધ રાગો, એનું વસ્તુ અને એની તાલબદ્ધતાનું તે વખતે જરા પણ શાસ્ત્રીય જ્ઞાન ન હતું, છતાં આ બધું નેત્ર અને મનને બહુ આલાદક લાગતું. તેમ જ એમાંનું વક્તવ્ય સમજવા મન કાંઈક મથતું પણ ખરું. તેર-ચૌદ વર્ષની ઉંમર લગી આ રીતે જિજ્ઞાસા કાંઈક સંતોષાઈ અને તેથી વધારેય અંશે તો ઉત્તેજાઈ. અંગ્રેજી ભણતરનું આકર્ષણ
મોટાભાઈ વઢવાણ શહેરમાં અંગ્રેજી હાઈસ્કૂલમાં ભણતા. રજામાં આવે ત્યારે તેઓનું ગામડામાં દુર્લભ એવું ચામડાના પટ્ટાનું મોહક દફતર જોવા મળે. રંગ રંગના હોલ્ડરો અને પેન્સિલો હોય. ગામઠી નિશાળમાં નહિ જોયેલી આકર્ષક પાકા પૂંઠાની, લીસા કાગળ ઉપર છપાયેલી ચોપડીઓ હોય. ભાઈનો ડ્રેસ પણ મન ખેંચે. એ બૂટ, એ કોટ, એ ટોપી ગામડામાં સુલભ અને પ્રચલિત નહિ. સુલભ હોય તોય એવો વેશ પહેરીને ચાલતાં શરમાઈ જવું પડે અને ઘર બહાર નીકળવાની ધૃષ્ટતા થઈ શકે જ | નહિ.
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૬ • મારું જીવનવૃત્ત
આ વસ્તુઓ અંગ્રેજી ભણતર તરફ આકર્ષતી હતી ખરી; પણ ખરું આકર્ષણ તો ઊંડે ઊંડે બીજું જ હતું. અંગ્રેજીના ચારેય કક્કા લખતાં વાંચતાં આવડે એની ભારે ભૂખ. એમાં લખાયેલ ચોપડીઓ ભાઈ વાંચે તેવી રીતે વાંચવા અને સમજવાનું મન. ચારેક અંગ્રેજી ચોપડી ભણેલ એક કશળસિંહ નામના ગરાસિયાએ કયારેક તૂટીફૂટી અંગ્રેજીમાં એક સાહેબ સાથે બે-ચાર વાક્યોમાં વાત કરેલી જોયેલી તેની છાપ મન ઉપર પડેલી. તેમ જ મૂળી કોરટે ચાલતા અમારા કોઈ ફોજદારી કેસમાં બંને પક્ષના બેરિસ્ટરો એવી ઝપાટાબંધ અંગ્રેજી બોલે છે કે જેથી બિચારો મગનલાલ ન્યાયાધીશ પણ ગભરાય છે – આવી વડીલોના મુખથી સંભળાતી વાતોની અસર – આ બધું મને અંગ્રેજી ભણવા તરફ લલચાવી રહ્યું હતું અને મન કૂદકા મારી રહ્યું હતું કે નિશાળ પૂરી થશે કે વઢવાણ જઈ અંગ્રેજી ભણીશ. આ મનોરથ મારા મનમાં પુષ્ટ થતો જતો હતો, પણ બીજી બાજુ એની વિરુદ્ધ કૌટુંબિક માનસ સર્જાઈ રહ્યું હતું. વાત એવી હતી કે મોટાભાઈ મેટ્રિકમાં નાપાસ થયેલ. એમનું શહેરી ખર્ચાળું જીવન, ધૂળી નિશાળ બહાર નહિ ગયેલ પિતાજીને, વધારે પડતું લાગ્યું હશે. પિતાજી એકલા અને ધંધો પુષ્કળ. કામમાં ભાગ પડાવનાર અંગત કોઈ નહિ, અને મોટાભાઈ તો પિતાજીના ધંધાલાયક તે વખતે હતા જ નહિ. તેમ જ તેમનો સ્વભાવ પિતાજીને બહુ અનુસરવાનો ન હતો એટલે પિતાજીનું મન સહેજે મારી તરફ વળ્યું. એમને પ્રતીતિ થઈ કે સુખલાલ મને મદદગાર થશે. એમની આ વાતની પુષ્ટિ કાકાઓ અને બાપુએ પણ કરી, કારણ કે તે બધાનું કામ હું હોંશે હોંશે કરતો અને મારા મોટાભાઈ તો એમનાથી દૂર રહેતા.
સાતમી ચોપડીમાં પાસ થયો કે મેં પિતાજી પાસે અંગ્રેજી ભણવાની વાત કાઢી; પણ તેમણે અને બીજા બધાએ મને કાંઈક સમજાવીને અને કાંઈક દબાણથી કહી દીધું કે તારા બાપાને બીજું કોણ સહાયક છે? મોટાભાઈ લીલું નહિ કરે અને અંગ્રેજી વિના
ક્યાં કામ અટકે છે ? અમે બધા ક્યાં અંગ્રેજી ભણ્યા છીએ ! ઈત્યાદિ. ભણવાનું મન છતાં ત્યાર બાદ મેં શરમ-ભરમાંથી અને વડીલો પ્રત્યેની પ્રચલિત આમન્યાથી કદી એ વિષે વાત કાઢી જ નહિ અને એ જિજ્ઞાસા ત્યાં જ ગૂંગળાઈ.
નામું, આઢ, જીન અને પ્રેસને લગતાં શરૂઆતનાં કામો સ્વતંત્રપણે કરવા લાગ્યો. અઘરાં તેમ જ આગળનાં કામો અનુભવી અને વડીલોના સહકારથી કરતો. મોટાભાઈના લગ્ન તો પ્રથમ જ થઈ ગયેલાં. મોટીબહેનનાં લગ્ન વિ. સં. ૧૯૫રના માહ સુદિ પાંચમે થયાં. તે વખતે મારાં લગ્ન પણ પતાવી નાંખવાની પિતાજીની અને પિતામહીની ઇચ્છા. સસરા કબૂલ થયા હોત તો, પૂરી જ થઈ હોત અને હું તેમ જ એ કન્યા કાચી ઉંમરે સુવર્ણ જાળમાં જકડાયાં પણ હોત, પરંતુ ભાવિ જુદું જ નિર્માયું હતું એટલે એ વાત તે વખતે લંબાઈ.
Page #38
--------------------------------------------------------------------------
________________
૪. ધાર્મિક સંસ્કારો
વિ. સં. ૧૯૨૫ અને ૧૯૫૩ના વર્ષ દરમિયાન જે જે જોયું અને અનુભવ્યું તે પહેલાં કરતાં કાંઈક વધારે સચોટ હતું. આ સમય કૌમારજીવનની સમાપ્તિ અને યૌવનના પ્રારંભ વચ્ચેનો હતો. તેથી તે વખતનાં અવલોકન, શ્રવણ, સ્પર્શન અને આસ્વાદન એ માત્ર સ્થૂલ ઇન્દ્રિયોની તૃપ્તિમાં જ વિરામ ન પામતાં પણ અગમ્ય રીતે વાસનાઓનો અંચળો કાંઈક અંશે ખેંચી તેના તાર ધીરે ધીરે ઝણઝણાવતાં. આ બે વર્ષોમાં જોયેલાં કેટલાંક સ્થળો અને પ્રસંગોની બહુ ઊંડી અસર મન ઉપર પડેલી. એથી આગળના જીવનમાં કેટલાક લાભો પણ થયા છે અને નુક્સાન પણ અનુભવ્યું છે.
એ બે વર્ષોમાંના અનેક લગ્નપ્રસંગે જે ફટાણાપ્રધાન ગીતો સાંભળેલાં કે જે નિર્લજ્જ છતાં સમાજમાં પ્રચલિત સ્ત્રી-પુરષોના હાવભાવો જોયેલા તેમ જ જે અવૈજ્ઞાનિક અને અપથ્યકર મિષ્ટાન્નો તેમજ માલમલીદાઓ માત્ર સ્વાદવૃત્તિ અને ગતાનુગતિક્તાથી ખાધેલાં – તે બધાએ આગળ જતાં જીવનનો વિચાર કરવામાં મદદ આપી તો બીજી બાજુએ તજ્જન્ય કુસંસ્કારોએ કેટલીક અલનાઓ પણ કરાવી. બે સ્થાનકવાસી દીક્ષા
ઘણું કરી વિ. સં. ૧૯૫રમાં એક મોટો દીક્ષા-પ્રસંગ વઢવાણ શહેરમાં જોયેલો. બે કુમારો સ્થાનકવાસી દીક્ષા લેવાના હતા. મારાં ધનાઢ્ય સગાંઓને ત્યાંથી વારાફરતી મોટા વરઘોડાઓ ચડતા. ઉમેદવારો ઘરેણાં ઠાંસી ઘોડે ચડતા. પ્રભાવનાઓ થતી અને ચોથો આરો વત્યની વાત એક છેડેથી બીજા છેડા સુધી સંભળાતી. ધાર્મિક જૈન નિયમો
નવદીક્ષિત બંને સાધુઓ, ગુરુ સાથે, પ્રથમ જ અમારે ગામ આવેલા. એમના ગુરુ અમીચંદજી ઋષિ અમારા કુળગુરુ જેવા હોવાથી મારા પણ બહુમાન્ય હતા. હું એમની બધી સાધુચર્યાને સીધી મહાવીરથી ઊતરી આવેલી સમજતો. તે વખતે કોણ જાણતું હતું કે હું જ એ ધર્મચર્યાને આગળ જતાં છણીશ અને એ ગુરુઓની મર્યાદાનું મૂલ્ય પણ આંકીશ ! અમીચંદજી મહારાજના શિષ્ય ઉત્તમચંદજી. તે સાવ ભોળા અને હસમુખ. તેઓ નરકનાં ચિત્રો દેખાડી મારી જિજ્ઞાસા સંતોષતા. તપ્ત લોઢાની પૂતળીઓને
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૮ • મારું જીવનવૃત્ત આલિંગતા પુરુષોનાં ચિત્રો, સાંકડા મોઢાની કુંભીઓમાંથી ચીપિયા વતી બહાર ખેંચી કાઢતાં માનવોનાં ચિત્રો, સાપ, વીંછી જેવાં ઝેરી પ્રાણીઓથી ડંખાતા નરકવાસીઓનાં ચિત્રો તેમ જ શિંગડાંવાળા પરમાધામીઓનાં ભયાનક ચિત્રો – આ બધું કુતૂહલ તો ઉપજાવતું પણ બીજી બાજુ વિચાર એમ આવતો કે જો પાપનાં ફળ આવાં હોય તો એનાથી કેમ બચવું? સાધુઓ કદી જૂઠું બોલે જ નહિ અને તેઓ તો શાસ્ત્રજ્ઞ એટલે બહુ ઊંડું સમજે એ શ્રદ્ધા પાડી હતી. એટલે તેઓ રસ્તો બતાવે તે જ ખરો માનવો રહ્યો. સાધુસાધ્વીઓ રસ્તો એ બતાવતાં કે પાપથી છૂટવું હોય તો દીક્ષા લ્યો. દીક્ષા ન લઈ શકો તો સામાયિક-પ્રતિક્રમણ કરો, લીલોતરી અને કંદમૂળ ન ખાવાની બાધા લ્યો, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ (સેવા) કરો અને બ્રહ્મચર્યવ્રત લ્યો. મને એમની આ વાત ગમતી અને વિવિધ બાધા-પચ્ચખાણ કરવા ઉપરાંત સામાયિક કરતો તેમ જ રાત્રિભોજન ન કરવાનો નિયમ પાળતો. નવાં સાધુ-સાધ્વી આવે અને વળી નવી નવી બાધાઓ લેવાય. કયારેક નાહવાનો જ ત્યાગ, તો ક્યારેક જળાશયમાં પડવાનો ત્યાગ; પણ ઘણા ભાગે તો નિત્ય વપરાતી શાકભાજીનો જ ત્યાગ હોય. કેટલીક વાર એકાસણા કે ઉપવાસનો નિયમ પણ આવે. કોઈ કોઈ વાર નિયમમાં નમોકાર ગણીને જ દાતણ કરવું એ પણ આવે. મૂળે ગૂંગળાયેલી જિજ્ઞાસામાંથી એક જાતના ધાર્મિક જીવનનું વહેણ શરૂ થયું. દિવસ છતાં જમી ચોવિહાર કરી લેવાની ટેવ એ જ ઉંમરે એટલે સુધી પડેલી કે નિશાળથી સાંજે જલદી ન છુટાય તો લઘુશંકા કે વડીશંકાને બહાને દોડાદોડ ઘરે પહોંચી જવું અને ગરમ રસોઈ ન થઈ હોય તો ઠંડુ જે હોય તે જલદી જલદી ખાઈ, પાણી પી નિશાળે પહોંચી જાઉં. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક સાધુનો ભેદ
મોટે ભાગે સ્થાનકવાસી સાધુ-સાધ્વીઓ જ ગામમાં આવતાં. છતાં ક્યારેક ક્યારેક મૂર્તિપૂજક પરંપરાનાં સાધુ-સાધ્વી પણ આવી ચડતાં. આમાંથી દાદા ખાંતિવિજયજીનો વૃદ્ધ અને તપસ્વી તેમ જ તેજસ્વી ચહેરો આજ પણ માનસચક્ષુ સામે એવો જ તાદશ ખડો થાય છે. ગામના બધા જૈનોની સાધુ-સાધ્વી પ્રત્યે ગચ્છ અને ફિરકાના ભેદ વિના નિર્વિશેષ ભક્તિ રહેતી એટલે મારું વલણ પણ એવું જ હતું. છતાં કુળ-ધર્મ સ્થાનકવાસી અને કુળગુરુઓ પણ તે ફિરકાનાં સાધુ-સાધ્વીઓ. એથી ગળથુથીમાંથી જ એવો સંસ્કાર પડેલો કે મૂર્તિપૂજક ફિરકો સ્થાનકવાસી ફિરકા કરતાં આચારવિચારમાં શિથિલ હોય છે; કેમ કે તે જડમૂર્તિને માને છે, તે ઉપર ફૂલ ચડાવે છે અને મંદિરમાં બહુ પાણી પણ ઢોળે છે ઈત્યાદિ. તેમ જ મૂર્તિપૂજક સાધુઓ પણ સ્થાનકવાસી સાધુઓ જેવા આચારમાં કડક હોતા નથી. તેઓ બહુ છૂટ લે છે, પાલખીમાં બેસે છે; અને મજૂરો પાસે બોજો ઊંચકાવે છે ઇત્યાદિ.
Page #40
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સંસ્કારો • ૨૯ ગિરનારી બાલા હનુમાનદાસજી
આમ છતાં, હું તો આવનાર દરેક સાધુ-સાધ્વીને વહોરાવવા જુદે જુદે ઘરે લઈ જવાની અને બીજી જોઈતી ચીજો મેળવી આપવાની એકસરખી ભક્તિ કરતો. વિશેષ સહવાસ તો જૈન સાધુ-સાધ્વીઓનો જ હતો; છતાં ગામડું એટલે બીજા બાવા કે સંન્યાસીઓ આવે અને તે સારા છે એમ સંભળાય ત્યારે તેમની પાસે પણ તો. ઉંમર કાચી અને સંપ્રદાય પારકો એટલે સંકોચાતાં સંકોચાતાં જ તેમની પાસે જવાનું બનતું. આ જવરઅવરને પરિણામે મેં તે વખતે જે એક તેજસ્વી અને ગંભીર ચહેરાના બાવાને જોયેલા તેને હું કદી ભૂલી શક્યો નથી. ઘણું કરી વિ. સં. ૧૯૫૨માં જ એ પ્રસંગ આવેલો. ગામ બહાર પાકી ધર્મશાળાનો નવેસર પાયો નંખાયો ત્યારે એ ધર્મશાળા બંધાવનાર જીજીભાઈ, જે તે વખતે સાવ તરુણ હતા અને બહુ લોભી, પણ ભગત ગણાતા તે, જૂનાગઢથી હનુમાનદાસ નામના એક બાવાને લઈ આવેલા. હનુમાનદાસ જૂનાગઢ-ગિરનાર પહાડમાં રહે છે, યોગી છે, સમાધિ ચડાવે છે અને ચમત્કારી છે એવી વાતો સાંભળી એટલે ગામ બહાર તેઓ લોકોના ટોળા વચ્ચે બેઠા હતા ત્યાં હું પણ શરમાતા શરમાતાં પહોંચી ગયો. તેમના હાથે બધાની પેઠે મને પણ સાકરની પ્રસાદી મળી તેમણે લાંબી કફની પહેરેલી, ઊંચો ટોપ માથે નાખેલો, હાથમાં નાની માળા, શરીર ભરાવદાર અને પડછંદ, ચહેરો કાંઈક લાંબો તેમ જ શામળો છતાં તેજસ્વી અને મૌન છતાં કાંઈક ઓઈસ્પંદન ચાલે. હનુમાનદાસજીની ગામનાં ઘણાં ઘરોમાં ગાજતેગાજતે પધરામણી થયેલી. તેઓ ચાલીને જતા. આ દયની મન ઉપર જે છાપ તે વખતે પડેલી તે કરતાં ઊંડી છાપ તો એ બાબત જાણી પડેલી કે હનુમાનદાસજી ઢંઢવાડામાં પણ સમાનભાવે જાય છે અને ત્યાંથી પાછા ફરી નથી નહાતા કે નથી છાંટ લેતા. તે વખતે આ તત્ત્વ સમજવું મારે માટે તો શું, પણ ભલાભલા માટે અઘરું હતું, પરંતુ એના ઉપર પાછળથી જ્યારે જ્યારે વિચાર આવ્યો છે ત્યારે એમ જ લાગ્યું છે કે નાતજાતના અને ઊંચનીચના ભેદ વિના સમગ્ર માનવતામાં માનનાર સંતોમાંના એ એક હોવા જોઈએ. નહિ તો એ જમાનામાં અને એ રૂઢ સમાજમાં એવી નિર્ભય હિંમત બીજો કોણ કરે? જીજીભાઈના જીવનમાં પલટો લાવનાર પણ એ જ સંત. ચાર ભાઈમાં નાના જીજીભાઈ. હનુમાને સ્વપ્નમાં આવી સૂચવેલ જગ્યાથી ધન લઈ આવનાર જશાભાઈનો મુખ્ય વારસો એ નાના દીકરાને મળેલો. જીજીભાઈનાં મા અને પત્ની હયાત હતાં. તેમને તે વખતે સંતાન ન હતું. જીજીભાઈ વાણિયાશાઈ ધીરધારમાં પૈસા ફેરવે. કોણ જાણે કયાંથી એમને હનુમાનદાસજી ક્યાંક ભેટ્યા ! પછી તો જીજીભાઈ ગિરનાર ભાગી જાય, અને ત્યાં વિશેષ રહે. ગામમાં ઓછું આવે અને આવે ત્યારે પણ ગામ બહાર જ રહે. મહિને મહિને ગામના બધા છોકરાઓને ભાત, ગોળ અને ઘી ખવરાવે. રસ્તે જતા મુસાફર કે બાવા ભિખારીને મઢીમાં આશરો આપે અને ખાવાની પણ જોગવાઈ કરી આપે. ગામના લોકો તો તે વખતે પણ એમને ઢોંગી કહેતા અને માનતા
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૦ • મારું જીવનવૃત્ત કે જે આટલો લોભી છે તે કાંઈક મતલબસર જ આમ ધરમ કરમ કરતો હશે. એ સ્ત્રી સાથે તો ઘેર રહેતો જ નથી ઈત્યાદિ. જીજીભાઈ હનુમાનદાસને ગામમાં લાવ્યા, ધર્મશાળા બંધાવી સદાવ્રત શરૂ કર્યું અને બીજાં કેટલાંક ધર્મકાર્યો કર્યા ત્યારે પણ લોકો એમને વિષે સાશંક હતા. પરંતુ કોણ જાણે મારું મન એમના પ્રત્યે એ ઉંમરે પણ અકળ રીતે આકર્ષાતું ! કાશીથી પહેલવહેલો વિ. સં. ૧૯૬૩માં અને ત્યાર પછી જ્યારે ગામમાં પાછો આવતો ત્યારે જીજીભાઈને મળવાની તક સાંપડતી. મારી સ્થિતિ અને ઉંમર બદલાયાં હતાં. જીજીભાઈને મળવાની તક સાંપડતી. મારી સ્થિતિ અને ઉંમર બદલાયાં હતાં. જીજીભાઈ મને બહુ નિખાલસ ભાવે મળતા. એમની એ સાર્વજનિક ધર્મશાળામાં ખુશીથી હું જતો અને ત્યાં આવી. ઊતરેલા કોઈ યોગ્ય સાધુ-સંત હોય તો તેમને ભેટતો. જીજીભાઈ ગુજરી ગયા પછી ગામમાં ગયેલો ત્યારે આખા ગામમાં અને બહારના સમાજમાં એમની સુવાસ અજબ રીતે પ્રસરેલી સાંભળી. મારા અંગત મિત્રો જે પહેલાં એમની ટીકા કરતા તેઓએ જ મને કહ્યું કે ખરી રીતે જીજીભાઈને કોઈએ ઓળખ્યા જ ન હતા. તે ગૃહસ્થ છતાં સાધુ કરતાંય વધારે પવિત્ર અને સત્યવાદી હતા. જીજીભાઈના આ જીવનપરિવર્તનમાં બાલા હનુમાનદાસનો જ પ્રભાવ કારણભૂત હતો એમ મને, વિચાર કરતાં, લાગે છે. એ ગિરનારી હનુમાનદાસ છે સમભાવી અને પ્રભાવશાળી અવધૂત બાવાના ચહેરાનું દર્શન મારા જીવનમાં પહેલું અને છેલ્લું જ હતું. જોકે આગળ જતાં બીજા કેટલાય યોગી સંતોને ભેટ્યો છું પણ એ તો માત્ર ભેટ, નહિ કે સાક્ષાત્ ચક્ષુદર્શન. જૈન સાધુના આચાર
જૈન સાધુ-સાધ્વીઓ ઉઘાડે પગે ચાલે, કેશનો લો, ફરે, પોતાનો ભાર પોતે ઊંચકે અને પગપાળા ચાલે. પોતાના માટે તૈયાર કરવામાં નથી આવેલ એવી ખાતરી થયા પછી જ અમુક મર્યાદાઓનું પાલન કરી ગૃહસ્થોને ત્યાંથી આહારપાણી લે. ગરમ પાણી ન મળે ત્યારે ચોખાનાં કે બીજાં તેવાં ધોવાણનાં પાણી તેમ જ કુંભારને ત્યાંથી માટી પલાળેલ ઘડામાંથી પાણી લાવી, તેને આકરવા દઈ, નિતારી શુદ્ધ કરી તે વાપરે. આ બધું એ ઉંમરે નજરે જોતો. તે ઉપરાંત ગૃહસ્થો અને સાધુઓ દ્વારા હસતે મોઢે આચરાતા અઠવાડિયા, પખવાડિયા અને માસના ઉપવાસો પણ જોયેલા. એક વાર તે બે મહિનાના લાગલગટ ઉપવાસ કરેલ એક મારવાડી સાધ્વીનાં દર્શન પણ ભાવભક્તિથી સાશ્ચર્યમને કરેલાં. એ જ ઉંમરે એક વાર ખરે બપોરે સખત ઉનાળામાં વઢવાણના ભોગાવાની આગ વરસતી રેતીમાં ઉઘાડે ડિલે આતાપના લેનાર એક મારવાડી સાધુનાં દર્શન કરેલાં. ત્યાં સાકરનું પાણી પીવા સાથે હજારો દર્શનાર્થીઓની ભીડ જોયેલી. આ બધી વસ્તુસ્થિતિને લીધે તે વખતે મારી ધર્મની સમજણ મુખ્યપણે ક્રિયાકાંડ, દેહદમન, તપશ્ચર્યા અને પરંપરાગત શાસ્ત્રશ્રવણમાં જ સમાઈ જતી. આથી વધારે ઊંડી અને સાચી સમજણ મેળવવાની તે વખતે ન હતી કોઈ સામગ્રી, કે ન હતી તેવી પરિસ્થિતિ. એટલે આટલી સમજણના વર્તુળમાં જ તે વખતનું જીવન ચક્કર મારતું
Page #42
--------------------------------------------------------------------------
________________
૫. સામાજિક નબળાઈઓ
વિ. સં. ૧૫રના શિયાળામાં મોટી બહેનનાં લગ્નનો અને એ જ વર્ષના શરસ્કાળમાં ડોસીમાના કારજનો એમ બે સારા-નરસા પ્રસંગો ઘેર આવેલા. તે વખતે જે કન્યા સાથે મારું નાનપણથી જ વેવિશાળ થયેલું તે કન્યા પણ એની બહેનો સાથે આવેલી. એક બ્રાહ્મણના મોઢેથી એના રૂપની પ્રશંસા નાનપણથી સાંભળેલી. કાંઈક એ કારણે અને કાંઈક ઉંમરને કારણે એ કન્યાનું મોટું જોઈ લેવાની ઉત્કંઠા પ્રગટેલી. એ ઉત્કંઠાએ કામના કે બીજા કોઈ પણ બહાના તળે નારીમંડળવાળા ઓરડામાં સૂચના આપ્યા વિના જ જવા પ્રેરેલો. પણ કંઈક અંશે પરંપરાગત રિવાજને લીધે અને વિશેષ અંશે કન્યાસુલભ શરમના પડદાને લીધે મારા એ પ્રયત્નને ખાસ સફળતા મળેલી નહિ, પરંતુ આ સંસ્કારની મારા મન ઉપર અજ્ઞાતપણે જે એક અસર થઈ હતી તેણે મારા પછીના વિચારજીવન દરમિયાન નિર્ણયો બાંધવામાં ભારે ફાળો આપ્યો છે. તેથી એનો ઉલ્લેખ અહીં આવશ્યક છે. લગ્ન-મરણના વરા
સત્તા કે અધિકારની, વિદ્વત્તા કે ધનોપાર્જનની કોઈ ધ્યાન ખેંચે એવી પ્રતિષ્ઠા મેળવી ન હોય ત્યાં લગી વડીલોનાં વિચાર કે વર્તન વિરુદ્ધ કશું જ થઈ ન શકે એવા વાતાવરણમાં ઊછરનાર માટે સ્વતંત્રપણે વિચાર કરવાની શક્તિ હોય તોય તે વિકસવાનો સંભવ જ નથી. તેથી એ ઉંમરે ઘરમાં જે બને તેને મૂંગે મોઢે અનુસરવાનું જ મારા જેવા માટે બાકી રહે તે સ્વાભાવિક છે. કાંઈક દેખાદેખીથી, કાંઈક મોભાના ખ્યાલથી અને ખાસ કરીને તો સમય પારખવાની શક્તિના તેમ જ નવો ચીલો પાડવાની હિંમતના અભાવે પિતાજીએ એ બંને પ્રસંગોમાં ગજા બહાર જઈ આડંબરી ખર્ચ કરેલો. એની એમના ઉપર પડેલી તાણ દરેક રીતે છુપાવ્યા છતાં પણ એ ઉમરે કાંઈક મારા ધ્યાનમાં આવી જ ગયેલી. એક તરફ નિરર્થક આડંબરી ખર્ચ કરવો અને બીજી તરફ મૂંગું તાણ વેઠવું એ વિસંવાદ તે વખતે એટલો બધો સ્પષ્ટ થયેલો નહિ, પણ ત્યાર બાદ કુટુંબના વાતાવરણમાંથી મુક્ત રહેવાની અને સ્વતંત્રપણે વિચાર કરવાની સ્થિતિએ પહોંચ્યો કે તરત જ કુટુંબમાં અનુભવેલો અને સમાજમાં સર્વત્ર ચાલતો એ વિસંવાદ ધ્યાન ઉપર
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૨ • મારું જીવનવૃત્ત આવ્યો અને તે જ વખતે લગ્ન-મરણના કે બીજા તેવા વરા વિષે મેં ખાસ નિર્ણયો બાંધ્યા. એમાંથી કુટુંબ પૂરતો મારો નિર્ણય એ બંધાયો કે, ઉંમર પહોંચેલ હોય તેમ જ જીવનમાં જરૂરી એવી યોગ્યતા પ્રાપ્ત કરેલ હોય તેવાં સંતાનોનું બિનખર્ચાળ અને સાદું લગ્ન થતું હોય તો જ તેમાં ભાગ લેવા જવું. આ નિર્ણય પ્રમાણે હું છેલ્લા ચાળીશ વર્ષ થયાં કડક રીતે વર્યો છું અને મારા અંગત કુટુંબ તેમ જ અતિ નિકટનાં સગાંસંબંધીઓમાં સેંકડો લગ્ન થઈ ગયાં છતાં એમાં ક્યારે પણ મેં ભાગ લીધો નથી. અને હવે તો ભાઈઓ કે કુટુંબીઓ સુધ્ધાંએ કંકોતરી લખવી પણ છોડી દીધી છે. કારણ કે તેઓ ઈચ્છે તોય મારા આદર્શને અનુસરવા અમુક પ્રથા બહાર પગલું ભરી શકતા નથી. કારની બાબતમાં પણ મારો કડક નિર્ણય એ બંધાયો છે કે એની કશી જ જરૂર નથી અને ઘણી વાર તો તે નિમિત્તનું જમણ બેહૂદું પણ બની જાય છે. ઈ. સ. ૧૯૧૯ના ઘણું કરી ડિસેમ્બરમાં પિતાજીના મરણપ્રસંગે પૂ પુનાથી લીમલી ગયેલો. મેં મારો કારજસંબંધી મક્કમ નિર્ણય ભાઈઓ તેમ જ કાકાઓને સંભળાવી દીધો. મોટાભાઈને તો એ ભાવતું જ થયું, પણ નાના ભાઈઓ, કાકાઓ તેમ જ બીજી ડોશીઓની સામે ઊભા રહેવાની હિંમત એ બતાવી શક્યા નહિ. એટલે મેં તરત જ ઘેરથી આગ્રા જવાનો માર્ગ લીધો, પણ હમણાં ઘી બહુ મોંઘુ છે, કાંઈક સસ્તું થયે જરૂર કારજ કરીશું એવા મોટાભાઈના વિચારે એ કારજના પ્રસંગને ઠેલ્યો તે હંમેશને માટે ઠેલાયો જ. આજે તો જ્યારે બધા કુટુંબીઓ અને ભાઈઓ મળે છે ત્યારે આનંદથી કહે છે કે તમારું કહેવું માનતા ન હતા તેમને પણ સંજોગોએ માનતા કર્યા છે અને હવે તો કારજ કરવું સૌ ભૂલી પણ ગયા છે. ચોખ્ખાઈનો અભાવ
ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છમાં ઘણા સમાજો એવા છે કે જેમાં ચોખ્ખાઈના ખ્યાલો બહુ જ ઓછા છે. આનું કારણ કાંઈક અંશે નિર્જલ મારવાડના પ્રાચીન વસવાટની પરંપરામાં હશે, કાંઈક અંશે મુસલમાનોના વધારે પડતા સહવાસ અને પ્રભાવમાં હશે, કાંઈક અંશે વ્યાપાર અને ખેતીના ધંધાને લગતી રહેણીકરણીની અવ્યવસ્થામાં હશે તો કાંઈક અંશે ભ્રાન્ત અને ઉપરછલી ધાર્મિક માન્યતાઓમાં હશે; કારણ ગમે તે હોય, પણ વસ્તુસ્થિતિ એ જ છે.
સારામાં સારાં ખાનપાન હોય છતાં એઠાં-જૂઠાંનો વિવેક નહિ, પાણી ગળીને પીવાની પૂરી સાવધાની છતાં તેનું વાસણ એકબીજાના ઉચ્છિષ્ટ પાત્રથી અવાડા જેવું બને. ચોખ્ખાં અને ભપકાદાર કપડાં પહેરવાની પ્રતિષ્ઠા હોવા છતાં સગવડમાંય નિત્ય સ્નાનવિધિનો અનાગ્રહ, મોટાં મકાન અને વાડાઓની સગવડ હોય ત્યાંય મળમૂત્ર માટેની સમુચિત વ્યવસ્થાનો અભાવ, મૂલ્યવાન પક્વાનો અને ભારે જમણો થતાં હોય છતાંય જગ્યાની અચોખ્ખાઈ-આવી રીતભાતના કુસંસ્કારો મારામાં ન ઊતરે એ સંભવિત જ
Page #44
--------------------------------------------------------------------------
________________
સામાજિક નબળાઈઓ • ૩૩ ન હતું. કાંઈક સમજણ આવતી ગઈ તોય જ્યાં લગી જન્મગત સમાજ ન છોડું ત્યાં લગી મારે માટે ઘર અને દેશમાં એવા સંસ્કારોથી છૂટવાનો કોઈ રસ્તો હોય તેમ અત્યારે પણ દેખાતું નથી. આંખો ગયા પછી કેટલાક કુસંસ્કારો તરફ સૂગ વધતી ચાલ્યાનું યાદ છે. શૌચકર્મ પછી બેત્રણ વાર રાખથી હાથ ધોતો ત્યારે મશ્કરીમાં એક વડીલે ટકોર કર્યાનું પણ યાદ છે કે દુર્ગધ સાથે ચામડી કાઢી ન નાંખતો!
- ઘર અને ગામના સમાજમાં તો ચોખ્ખાઈનો બોધપાઠ આપે અને કડકપણે તેનું પાલન કરાવે એવું કોઈ હતું જ નહિ, પરંતુ જ્યારે કાશી ગયો ત્યારે પણ શરૂઆતનાં ત્રણ વર્ષોમાં એ સંસ્કારોમાં ખાસ ફેર પડ્યો નહિ. જે જૈન પાઠશાળામાં હું હતો ત્યાં જૈન સાધુઓનું એકછત્ર રાજ્ય અને વિદ્યાર્થીઓ પણ મોટે ભાગે ગુજરાત-કાઠિયાવાડના જૈન જ. બે-ચાર બ્રાહ્મણ વિદ્યાર્થીઓ પોતાની વારસાગત ચોખ્ખાઈની વધારે કાળજી રાખવા જતા તો કેટલીક વાર જૈન વિદ્યાર્થીઓ તેમ જ સાધુઓ સાથે તેમને અથડામણીમાં પણ આવવું પડતું. ચોખ્ખાઈ બાબતમાં એ બ્રાહ્મણ વિદ્યાર્થીઓનો પક્ષ અને એમની રીતભાત મને ગમતાં અને એ તરફ મારું આકર્ષણ વધતું જતું હતું, પણ ત્યાંની પરિસ્થિતિમાં જુદી રીતે જીવન ઘડવાનું શકય દેખાતું ન હતું. એ પાઠશાળાથી છૂટો પડી હું કાશીમાં જ જુદો એક સુસંસ્કારી બ્રાહ્મણ કુટુંબ સાથે રહેવા લાગ્યો ત્યારે મારી ટેવોમાં પલટો આવ્યો. તે એટલે લગી કે હવે મારાથી એઠું પાણી કે કોઈનાં એઠાં વાસણમાં આણેલ ચોખ્ખું પાણી સુધ્ધાં પી શકાતું નહિ. દેશમાં આવતો અને ઘેર કે બીજે જ્યાં
જ્યાં જતો ત્યાં જુદું પાણી ભરાવી રાખતો અને ઘણી વાર ઈષ્ટ સગવડ ન મળે ત્યાં લગી તરસ્યો પણ રહેતો. એ જ રીતે બીજા ઘણા આહાર-વિહાર-નિહારને લગતાં સંસ્કારોમાં પાછળથી ફેર પડ્યો છે. તેમ છતાં આજે હું છાતી ઉપર હાથ મૂકી એમ કહેવાનો દાવો નથી કરી શકતો કે હું ચોખ્ખાઈની બાબતમાં દક્ષિણીઓની હરોળમાં બેસી શકીશ. મારે ન્યાય ખાતર અહીં એ પણ કહી દેવું જોઈએ કે ચોખ્ખાઈની બાબતમાં આખો જૈન સમાજ પછાત નથી. ઉત્તર પ્રદેશ અને પૂર્વ દેશના જૈનોની ચોખ્ખાઈની પરંપરા કોઈ પણ બીજા સુસંસ્કારી સમાજથી જરા પણ ઊતરે તેવી નથી. અલબત્ત, મુંબઈ-કલકત્તા જેવાં શહેરોમાં આવી વસેલ કે સંસ્કાર પામેલ એવા ગુજરાતકાઠિયાવાડના જૈનોમાં પણ પહેલાં કરતાં ઘણો ફેર પડ્યો છે. છતાં આ સુધારો હજી ધરમૂળથી અને વ્યાપક રીતે થયો નથી. શીતળા અને વહેમો
વિ. સં. ૧૯૫૩નો ઉનાળો આવ્યો. હોળી પછી ક્યારેક હું ધંધામાં પળોટાવા વઢવાણ કેમ્પની દુકાને ગયો. રૂના ધંધાને લગતા જીનપ્રેસનાં કામોમાં બીજા નોકરો સાથે હું કાંઈ ને કાંઈ સોંપેલું કામ કરતો. કયારેક કાલાં ફોલાવું તો ક્યારેક કપાસ લોઢાવવા અને રૂની ગાંસડી બંધાવવા જીનપ્રેસમાં જઉં. તડકો વધે જતો હતો. એક
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૪ • મારું જીવનવૃત્ત
વાર ખરે બપો૨ે ભોગાવાને સામે કિનારે શૌચ માટે જતો હતો ત્યારે આંખે ઝાંખપનું ભાન થયું. બધું ધોળું ધોળું લાગે. બીજે દિવસે સ્ટેશને ફઈને લેવા ગયો તો તે સામે ઊભાં હોવા છતાં તેમને તત્કાળ ઓળખી શક્યો નહિ. કાકાએ પોસ્ટમાં નાંખવા આપેલ એક પત્રનું ઠેકાણું આંખ ખેંચી ખેંચીને વાંચેલું એમ યાદ છે. આ ઉ૫૨થી મને લાગ્યું કે આંખે ગરમી ચડી હશે. એટલે તે રોજ સાંજે લીમલી પાછા જતા બાપુ સાથે ઘેરથી મોતીના સુરમાની શીશી મંગાવી. સુરમો એકાદ દિવસ આંજ્યો કે ન આંજ્યો તો તાવ ચડ્યો. ખબર પડતાં કાકાએ સાંજે મને ઘોડાગાડીમાં સાથે જ ઘે૨ આવવા લઈ લીધો. ઘેર પહોંચ્યો ત્યારે રાતના આઠેક વાગ્યા હશે. તે જ વખતે કુટુંબમાંના એક ડોશીમાએ જોઈને કહ્યું કે કદાચ છોકરાને માતા નીકળે. સવારે દાણા દેખાયા. ગામમાં પણ માતાના સખત વા હતા. મારી પેઠે બીજાઓને પણ સખત માતા નીકળેલાં. એમાં એકાદ બે મૃત્યુ પણ થયાં હશે. મારાં માતા લાંબાં ચાલ્યાં. માતા દરમિયાન આંખે સ્પષ્ટ દેખાયું હોય તેમ યાદ નથી. હાથ, પગ અને માથામાં તો એવી સ્થિતિ આવેલી કે એની આખી ખોળો ઊખડી ગયેલી. આંખમાં માતાનું જોર અસાધારણ હતું. એક આંખ એટલી બધી ફૂલી કે તેનો સોજો નાકના ટેરવા સુધી પહોંચ્યો અને અસહ્ય દરદને અંતે તેમાંથી ડોળો બહાર નીકળી ગયો. વૈદ્યો અને ડૉક્ટરો જોઈ છક થઈ ગયા. પ્રસિદ્ધ ઝંડુ ભટ્ટના નાના ભાઈ પોપટ વૈધે આવીને કાંઈક ઠંડક માટે અને ડોળો પાછો બેસે તે માટે કાંઈક દવા આપેલી, પણ યાદ છે ત્યાં લગી એનાથી કાંઈ ફેર પડેલો નહિ. કાંઈક આરામ તો તે વખતે આવેલા એક ધોલેરાના વૈશ્ય વૈદ્યની દવાથી થયેલો, પણ એ આંખ તો ગઈ તે ગઈ જ. બીજી આંખે દેખાતું નહિ, પણ સંપૂર્ણ રીતે માતા નમ્યા પછી દેખી શકવાની આશા ગઈ ન હતી. છેવટે એ આશા પણ મોળી પડી. હવે અંધાપાનો કલિયુગ બેસી ગયો હતો. એને નિવારવા માટે સૌ કુટુંબીઓએ ફાવે તેમ માનતાઓ માનવી શરૂ કરી. બીજાઓએ કહ્યાં તેટલાં અને ધ્યાનમાં આવ્યાં તેટલાં બધાં જ નાનાં મોટાં દેવદેવીઓને માનતાથી મનાવી મારી વહારે ધાઈ આવવાનું આહ્વાન શરૂ કર્યું. વૈદ્યો અને ડૉક્ટરોની દવાઓ પણ શરૂ થઈ. તે વખતે આંખના પ્રસિદ્ધ ડૉક્ટર તરીકે ત્રિભુવનદાસ જાણીતા હતા અને જૂનાગઢમાં રહેતા. એમણે કહેવરાવ્યું કે વઢવાણ કેમ્પના ડૉક્ટર ઠાકોરદાસને બતાવી તે અભિપ્રાય આપે તો જૂનાગઢ આવો. ઠાકોરદાસનો અભિપ્રાય અનુકૂળ ન પડ્યો એટલે જૂનાગઢ જવાનું માંડી વાળ્યું, પણ વઢવાણ કેમ્પમાં રહી દવાઓ કરાવવી શરૂ કરી. માનેલી માનતાઓ દેવ-દેવીઓ ચાખી ગયાં કે પૂજારીઓ તે તો તે જ જાણે; પણ કોઈ વહારે આવ્યું નહિ એટલું નક્કી. આશા અનેક મિથ્યા ફાંફાં પણ મરાવતી. એક વાઘરીએ કહ્યું કે એક આંખ તી સુધારવાની જ. મોટાભાઈએ એના માંગ્યા પ્રમાણે પૈસા આપ્યા એટલે એ કાંઈક જંગલમાંથી લઈ આવ્યો. મને લાગે છે કે કદાચ એ
Page #46
--------------------------------------------------------------------------
________________
સામાજિક નબળાઈઓ • ૩૫ કોઈ સસલા જેવાની ચરબી હશે, પણ એ બધા ઢોંગ હતા. નાગડા બાવાઓની જમાતમાંથી એક બાવો આગળ આવ્યો અને સવા કલાકમાં જ દેખતા કરી દેવાનું બીડું ઝડપ્યું. મોટાભાઈએ અને કુટુંબીઓ તો હાથવેંતમાં જ આંખ પાછી આવતી જોતા. મારો વિશ્વાસ ચોટે નહિ, પણ એના પ્રયોગ તળે બેઠો તો ખરો. એણે નવું કપડું, ચોખા અને સવા રૂપિયો માંગ્યાં. મંત્ર ભણી મારે માથે મીઠું મૂકી ચાલતો થયો અને કહેતો ગયો કે એકાદ કલાકમાં જરૂર દેખાશે; શ્રદ્ધા રાખજો. સૌ સમજી ગયા અને શ્રદ્ધા તો એ બાવો તેમ જ આંખ ગયાં છતાં આજ સુધી કાયમ જ છે. આ અચક્ષુઠુગના પ્રારંભની ટૂંકી કથની થઈ.
વહેમ અને અજ્ઞાન, આગળપાછળની સંબંધ વિનાની ઘટનાઓમાં કાર્યકારણનો સંબંધ કેવી રીતે કહ્યું છે અને વહેમ તેમ જ અજ્ઞાન ફેલાવવામાં કેવી રીતે મદદ કરે છે એનું એક ઉદાહરણ યાદ આવે છે :
સામાન્ય રીતે તે જમાનામાં જન્માષ્ટમી આવે ત્યારે શ્રાવણ માસમાં રાંધણછઠ, શીતળાસાતમ અને જન્માષ્ટમી આ ત્રણ તહેવારો લાગલગાટ ઊજવાતા. પાછલા બે દિવસે ચૂલા ન સળગે. બનાવી રાખેલ પોતૈયાં અને મીઠાઈ ઉપર જ ચાલે. બૈરાંશાઈ માન્યતા એવી કે સાતમે ચૂલો સળગે તો શીતળા દેવી કોપે; કારણ કે તે દિવસે તે ઠંડા ચૂલામાં સૂવા આવે છે. આ વાતો સાંભળી સાંભળી હું રીઢો થયેલો, પણ એક વાર થઈ આવ્યું કે લાવો શીતળાને ભગાડીએ. જોઈએ કે શું કરે છે? ઘરે તો કાંઈ - બનવાનો સંભવ હતો નહિ એટલે નજીકમાં આવેલ ફઈને ઘેર પહોંચ્યો. અને ફઈના દીકરા ચુનીલાલ તેમ જ મેં બંનેએ મળી ઘર બંધ કરી, ચૂલો સળગાવી, દૂધ ઉકાળી સાકર સાથે ગરમાગરમ પીધું. આ વાત બીજું કોઈ જાણતું નહિ. ત્યાર બાદ એકબે વર્ષે જ શીતળા નીકળ્યા અને આંખો ગઈ. મેં પરાપૂર્વના વહેમ તેમ જ અજ્ઞાનથી કોઈ ન જાણે તે રીતે મનને મનાવી લીધું કે આ અંધાપો તો શીતળા દેવીની આમન્યા લોપ્યાનું જ પરિણામ છે. કેટલાક વખત લગી આ વહેમ અને અજ્ઞાનનું તમ મનમાં ઘર કરી રહ્યું ખરું, પણ આગળ જતાં વિચારના પ્રકાશમાં તે વિલીન થઈ ગયું. વિચાર એ ઉદ્દભવ્યો કે મારી સાથે ઘણાને માતા નીકળેલાં. કોઈ કોઈ મરી પણ ગયેલું અને હિન્દુસ્તાનમાં તો માતાને પરિણામે એક અથવા બીજી રીતે ઘણા અપંગ થાય છે. શું એ બધાંએ શીતળાને નારાજ કર્યા છે ? વળી એ પણ વિચાર આવ્યો કે શીતળાસાતમના દિવસે ચૂલો ઠંડો રાખવાની પ્રથા તો સાર્વત્રિક નથી એટલે ચૂલો સળગાવવાને લીધે દેવી માત્ર મારા ઉપર જ શા માટે નારાજ થાય? નારાજ થવું હોય તો તેણે મારા જેવું અડપલું કરનાર બધા ઉપર નારાજ થવું જોઈએ. આ અને આના જેવા વિચારોથી પ્રથમ બંધાવેલ મૂલગ્રાહ સરળતાથી સરી ગયો અને માતા નીકળવાનાં તેમ જ આંખો જવાનાં શાસ્ત્રીય કારણો જાણતો થયો.
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૬ ૦ મારું જીવનવૃત્ત રાણપુર, કોંઢ, વાંકાનેરની યાત્રા
આ નવા જીવનમાં આવી પડ્યો ત્યાં સુધીમાં મારું ગામ બહારનું ભ્રમણ અને દર્શનક્ષેત્ર સાવ પરિમિત હતું. ઉત્તરે રાણપુર સુધી ગયેલો. ત્યાં મારું નવું મોસાળ અને મામા લગભગ સરખી ઉંમરના; એટલે ફાવતું. પણ મને વધારે મજા તો ત્યાંની ભાદરગોમા બંને નદીઓના પટમાં જવા અને દોડવામાં પડતી. તેથીય વધારે મજા તો ભાદરના કિનારે ઊભેલાં ભગ્નપ્રાય ખૂબ ઊંચા કોટમાં જઈ ત્યાંનાં ભોંયરાં, તેમાં પડેલી જૂની તોપો અને કોઠાર તેમ જ જમાનાની જગ્યાઓ જોવામાં પડતી.
દક્ષિણે મારા ખરા મોસાળ કોંઢ સુધી ગાડારસ્તે ગયેલો અને ત્યાંની નદીને કિનારે આવેલ જગ્યામાં એક સજળ કુંડ પહેલવહેલો જોયેલો. ત્યાંનો ખરો રસ તો થાકીએ ત્યાં લગી શેરડી ચૂસવામાં હતો. બારેક વર્ષની ઉંમર પછી કોંઢ નથી ગયો, પણ ત્યાં ન જવાનું દુઃખ હજી પણ રહી ગયું છે. આગળ જતાં જ્યારે જ્યારે વતનમાં પાછો ફરતો ત્યારે મામાઓ બહુ યાદ કરે છે એમ મોટાભાઈ કહે અને ખરા દિલથી કહેતો કે બીજી વાર આવીશ ત્યારે જરૂર જઈશું. હવે તો ખબર નથી કે મામા પછી ત્યાં કોણ બાકી રહ્યું છે.
પશ્ચિમે ટ્રેનમાં વાંકાનેર સુધી ગયેલો. ત્યાંની મચ્છુ નદી કરતાં પાતળિયા તરફ વધારે ફરવા જતો અને એમ યાદ છે કે કેટલેક દૂર એકલો ગયા પછી ડરીને પાછો ફરતો. મેં પપૈયાં સૌથી પહેલવહેલાં ત્યાં ખાધેલાં. એનો સ્વાદ બહુ વિચિત્ર લાગે, પણ છોડાય નહિ. વાણિયાઓ પણ રજપૂતની પેઠે ચોરણો પહેરે અને કેડ બાંધે એ દશ્ય મારા માટે સાવ નવું જ હતું. ત્યાં લગી મારા મનમાં એવી વ્યાપ્તિ બંધાયેલી કે જ્યાં
જ્યાં વાણિયા ત્યાં ત્યાં ધોતિયાં. વૃદ્ધ લગ્ન અને વૈધવ્ય
પૂર્વમાં માત્ર વઢવાણ સુધી જ ગયેલો. મારાં ઘણાં મધુર સ્મરણો વઢવાણ સાથે સંકળાયેલાં છે. નાની ફઈને ત્યાં અમારો ઉતારો. એમની ત્રણ માળની રંગીન અને ચીતરેલી એડીઓ મનમાં કૌતુક પ્રેરતી. ફઈ ગુજરી ગઈ ને ઘરડે ઘડપણ ફૂઆ ખૂબ રૂપિયા ખર્ચા એક ખૂબસૂરત તરુણ કન્યાને ફઈના સ્થાને લાવ્યા ત્યારે એ જોડાને હું પોતે અકળ ભાવથી નિહાળી રહેલો. થોડા જ દિવસ પછી વૈધવ્યમાં આવી પડેલ આ નવી ફઈને રોજ સવાર-સાંજ માં વાળતાં પણ જોયા કરતો. આ દશ્યની છાપે આગળ જતાં વૃદ્ધલગ્ન અને વૈધવ્યજીવન વિષે વિચાર કરવામાં કેટલીક પ્રેરણા આપી છે. ખોટી હરીફાઈ અને ઉડાઉગીરી
સગી ફઈના નાના દીકરા સુખલાલ તે મારી જ ઉંમરના. તે બહુ રંગીલા અને વિલાસી. દિવસમાં સિપાહીની પેઠે દશ પોશાક બદલે અને મારાથી કશું છુપાવે પણ
Page #48
--------------------------------------------------------------------------
________________
સામાજિક નબળાઈઓ ૦ ૩૭ નહિ. અવારનવાર તિજોરી ઉઘાડી દાગીના મૂકે કે કાઢે ત્યારે કદી નહિ જોયેલ એવો સોનાના દાગીનાનો અંબાર નજરે પડે. તે જમાનામાં નોટો નહિ એટલે દુકાનથી રૂપિયાની થેલીઓ ઘરે આવે અને ઘરેથી દુકાને જાય. સુખલાલ ઝપાટાબંધ રૂપિયા ગણી તિજોરીમાં ગોઠવે. વચ્ચે વચ્ચે એક-બે પંચોલા (પાંચ રૂપિયા) ખિસ્સામાં નાંખે. તેમની સાથે હું લગભગ રોજ ઘોડાગાડીમાં બેસી ગામની ચોમેર ફરવા જાઉં. ક્યારેક એ ભોગાવાના પટમાં ઘોડો દોડાવે ત્યારે તેમના ગળાનો હાર અને ઘડિયાળ પહેરી મલકાઉં. ઘણી વાર હું પણ ઘોડાને એ પટમાં દોડાવવા જાઉં. ચોમાસામાં ભોગાવામાં પૂર આવે ત્યારે જોવા દોડું કેમ કે મારા માટે પૂર જોવાની તક ત્યાં જ આવતી. સતી રાણકદેવીની દેરી જોયેલી; પણ જ્યારે તે વખતે નવા બંધાયેલ બાળસિંહ ઠાકોરના મહેલને જોયો ત્યારે એની રચના, ચિત્રો, અને બત્તીઓનો ઝગમગાટ જોઈ અવાક્ થઈ ગયેલો. તે વખતે કયાં ખબર હતી કે આ જીવનમાં આ મહેલને ભુલાવી દે એવા બાદશાહી મહેલો અને ઇમારતો હું કચારેક જોવાનો છું અને દુનિયાની સર્વોત્કૃષ્ટ ઇમારતો વિષેનાં પુસ્તકો ખૂબ રસપૂર્વક વાંચવાનો છું. તે વખતે તો એ બાળસિંહનો મહેલ જ લક્ષ્મીવિલાસ પેલેસ, તાજમહેલ કે પિરામિડ’ હતો.
સુખલાલ અને તેમના મોટાભાઈ મોહનલાલ બંને ધીરલલિત નાયક જેવા હતા. નાટક-ચેટક જોવાં, એશઆરામ માણવો અને મુંબઈથી નવું નવું ફર્નિચર લાવવું એમાં બંને ભાઈઓએ એવી હરીફાઈ આદરી કે મારા દેખતાં જ એમણે પૈતૃક સંપત્તિ લગભગ ખલાસ કરી. આ ઉડાઉગીરીના પરિણામે પણ મને રહેણીકરણીના ધોરણ વિષે વિચાર કરવામાં બહુ મદદ કરી છે.
ટ્રેન સફર
પછીના જીવનમાં મુંબઈ-કલકત્તા મેલ જેવી ટ્રેનોમાં કરેલી સફરોને લીધે પહેલાંના જીવનમાં કરેલ મો૨બી ટ્રેન અને ભાવનગર ટ્રેનની સફરોની મજા દબાઈ ગઈ છે ખરી; પણ એ કાળે એ ટ્રેનોમાં જતાં આવતાં દોડતાં ઝાડોનાં દશ્યો જોવામાં તેમ જ માણસ અને પશુનાં નાનાં કદ નિહાળવામાં અને સ્ટેશન ઉપર પેસેન્જરોની દોડાદોડ જોવામાં તેમ જ ગાંઠિયા-પેંડાનો લલચાવનાર અવાજ સાંભળવામાં અને ઘણી વાર એ ચાખવામાં જે મજા પડતી તે તો પછીના જીવનમાં અશક્ય જ હતી.
Page #49
--------------------------------------------------------------------------
________________
૬. બીજો જન્મ
નવા જન્મની વિશેષતા
હવે બીજો જન્મ શરૂ થયો હતો. તે દર્શનકાળના પ્રથમ જન્મ કરતાં તદ્દન જુદી જ જાતનો હતો. છતાં પરાધીનતાની બાબતમાં એનું પ્રથમ જન્મ સાથે કેટલેક અંશે સામ્ય હતું. પ્રથમ જન્મ વખતે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોનો આવશ્યક વિકાસ ન હોવાને લીધે શૈશવસ્થાની રોવા સિવાયની સમગ્ર ક્રિયાઓ માતૃપરતંત્ર હોય છે. જ્યારે મારા આ બીજા જન્મ વખતે તો કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોનો પુષ્ટ વિકાસ થયેલો હોવા છતાં પરતંત્રતા આવી હતી. પગમાં ચાલવા અને દોડવાની શક્તિ હતી. હાથમાં લેવા-મૂકવા, ઉઠાવવાની શક્તિ હતી, પણ એને એ ક્રિયાઓ યોગ્ય રીતે ક૨વામાં એના સદાના સાથી પ્રકાશ વિના મદદ કોણ આપે ? દાંત અને જીભમાં પોતાનું કામ કરવાની પૂર્ણ શક્તિ હતી, પણ એને પોતાના જીવનસમા સાથી ખાદ્ય અને પેય સાથે સીધો સમાગમ કરાવના૨ પ્રકાશ રહ્યો ન હતો. એટલે જે કાંઈ સ્વતંત્રતા બચી હતી તે વાણી, નાસિકા અને કર્ણેન્દ્રિય પૂરતી જ હતી. કેમ કે એમણે સૃષ્ટિની આદિથી જ પ્રકાશની મદદ વિના પોતપોતાનાં કામ કરવાનું ડહાપણ કેળવેલું એટલે પ્રકાશનો વિયોગ એમની કાર્યશક્તિમાં ખલેલ પહોંચાડી શકે તેમ ન હતું.
હવેના નવા જન્મમાં કેવળ તમો-અદ્વૈતનું નવું જ વેદાન્ત પ્રગટ્યું હતું. એમાં પ્રકાશગમ્ય બધા જ ભેદો વિલય પામ્યાં હતાં. આ નવા વેદાન્તની વિશેષતા એ હતી કે તેમાં આનંદાનુભવના બદલે દુઃખાનુભવ જ થતો.
ઉપાશ્રયમાં સામાયિક
જુવાનીના ઉદ્ગમે તેમ જ ખાનપાનની પૂરતી સગવડે શરીરે તેમ જ મનમાં ઠીક ઠીક શક્તિનો સંચાર કર્યો હતો. પણ તે, જોઈતો રસ્તો ન મળવાથી ઢાંકેલ વાસણમાં વરાળ ધૂંધવાય તેમ અંદર ને અંદર ગૂંગળાતી હતી. અને માત્ર મારી જ નહિ, પણ કુટુંબના બધાંની મૂંઝવણમાં વધારો કર્યો જતી હતી. પૂર્વાભ્યાસને, વશ ઈને બીજાની મદદ વિના હાથપગ ચાલે કે શરીર કોઈ ને કોઈ વસ્તુ સાથે અથડાય. હિતૈષીઓ સોટી કે લાકડી હાથમાં રાખવાની સલાહ આપે ત્યારે એ ન રુચે અને એમાં સ્વમાન ઘવાનું
Page #50
--------------------------------------------------------------------------
________________
બીજો જન્મ ૦ ૩૯ અનુભવાય. આ કરવું અને આ ન કરવું એવી સલાહ ગમે તેટલી હિતાવહ હોય તોય તે વખતે એ સાંભળતાંવેંત મન ક્ષુબ્ધ કરી મૂકે. હવેના જીવનની વાટ વસમી હતી અને કોઈ સમાધાનકારક માર્ગ સૂઝતો નહિ છતાં જિજીવિષા અને જીવનશક્તિ વહારે ધાયાં. બાળક પડતાં-આખડતાં જ ચાલતાં શીખે છે તેમ મારે વિષે પણ બન્યું. અથડામણીઓ અને મુશ્કેલીઓએ જ નવો રસ્તો શોધતો કર્યો. હું દેખતો ત્યારે જ એક નવો ઉપાશ્રય બંધાઈ રહ્યો હતો. તે હવે સાવ તૈયાર થઈ ગયો હતો. એ તદ્દન ઘર પાસે આવેલો અને એની બધી જ ગોઠવણ પરિચિત તેમ જ અનુકૂળ હતી. નવા ઉપાશ્રયે લોકોમાં નવો ધર્મોત્સાહ પ્રેરેલો. ઘરડા, જુવાન અને કુમારો બધા જ સવારે ઉપાશ્રયમાં જાય અને એકાદ સામાયિક લઈ તેમાં સૌ, મરજી પ્રમાણે, મોઢેથી ધાર્મિક પાઠ કરે કે ચોપડીમાં જોઈ વાંચે. કોઈ જાત જાતના છંદ બોલે તો કોઈ સ્તવનસજ્ઝાય ગાય. એકસાથે નાનામોટા બધાના જુદા જુદા સ્વર અને જુદા જુદા રાગની દિશાઓમાં વહેતો ધાર્મિક પાઠ આપણાં મંદિરોમાં ભક્ત-ભક્તાણીઓ દ્વારા સ્વચ્છંદ ગવાતાં સ્તુતિ-સ્તવનના શંભુમેળાની યાદ આપે તેવો હતો, પણ મારા માટે એ ધાર્મિક પાઠ આશીર્વાદરૂપ નીવડ્યો. હું સામાયિક લઈ બેસતો. જે પહેલેથી આવડતું તે મુખપાઠે બોલી જતો અને બીજાઓના કંઠેથી નવાંનવાં સંભળાતાં છંદો, સ્તવનો, અને સાયો સહેજે યાદ કરી લેતો. ગૂંગળાતી શક્તિને ખોરાક મળ્યો, અને દુ:ખાદ્વૈતમાં સુખ તેમ જ આશ્વાસને દ્વૈત ઊભું કર્યું. એ દ્વૈતે ઉત્તરોત્તર વધારે ને વધારે સામાયિકો કરવા પ્રેર્યો. સામાયિકના શાન્ત અવકાશમાં ગમે તેની મદદથી કાંઈ ને કાંઈ કામનું કે નકામું, પણ ધાર્મિક ગણાતા પુસ્તકમાં હોય તે, યાદ કરી લેવા લાગ્યો. એટલે નવો રસ્તો મળતાં મન કાંઈક ઠર્યું. સામાયિક અને ક્રોધનો વિસંવાદ
મનની આ શાન્તિ માત્ર ઉપાશ્રય પૂરતી અને બહુ તો વડીલો અગર મિત્રો વચ્ચે બેસું તેટલા વખત પૂરતી હતી. ઘેર પહોંચું અને મન કાબૂમાં ન રહે. શકુન્તલા જેવી નિર્દોષ ભોજાઈ ઉ૫૨ મારું દુર્વાસામન અકારણ કોપ કરી બેસે, પણ જાણે નાના-મોટા બધા કુટુંબીઓએ મને જરાય ન દૂભવવાની ગાંઠ વાળી હોય તેમ કોઈ મને કશું જ કહે નહિ. મારા અન્યાયની પ્રતિક્રિયા ધીરે ધીરે મન ઉપર શરૂ થઈ એમ અત્યારે લાગે છે. કેમ કે એક તરફ સામાયિક-પ્રતિક્રમણ અને બીજાં વ્રતનિયમોના વર્તુળનું જીવન અને તેને લીધે મિત્રો તેમ જ ગામમાં ધાર્મિક તરીકે જામતી પ્રતિષ્ઠા અને બીજી ત૨ફ જરાય સામું બોલ્યા વિના, સહજ ભાવે સેવા કરનાર ઉપર વગર કારણે જ તપી જવાનું બાળ-તપ આ બે વચ્ચે એટલો બધો દેખીતો વિસંવાદ હતો કે તે તદ્દન જડ ન થઈ ગયું હોય તેવા મનમાં લાંબા વખત સુધી પચી શકે નહિ. તેથી એક દિવસ એક . સાધારણ પ્રસંગમાંથી જ પોતાના એ અન્યાય્ય વર્તનનું તીવ્ર ભાન પ્રગટી ઊઠ્યું. અને ભ્રમ ભાંગતાં જ મનનું વલણ બદલાઈ ગયું.
-
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૦ • મારું જીવનવૃત્ત
બન્યું એમ કે બહેનની સાસુ વઢવાણથી આવેલાં. બૈરાંઓ મળી એકબીજાનું માથું ઓળે અને વાતો કરે. હું કેટલેક દૂર ખાટ ઉપર જાગતો પડેલો. પેલાં મહેમાન મારાં ભોજાઈને ઉદ્દેશી શિખામણ દેતાં હોય તેમ કહેવા લાગ્યાં કે, દેર એટલે તો દેવ. એની ગાળ એ તો ઘીની નાળ. મનેય મારા દેર આડુંઅવળું સંભળાવે છે; પણ હું તો હસી કાઢું છું. પછી એ મને જ પૂછતા આવે છે. તારો આ દેર તો દેખતો હોત તો પાટું મારી ભોંમાંથી પાણી કાઢત. આંખ ગઈ એ તો કર્મની ગત છે. તું જ ઘરમાં મોટી એટલે તારે જ સહેવું રહ્યું.
ભોજાઈએ કશો જવાબ ન વાળતાં માત્ર ડૂસકાં ભર્યા. મેં દૂર રહ્યાં આ બધું મૂંગે મોઢે સાંભળ્યું, અને એકદમ બ્રહ્મજ્ઞાન થઈ આવ્યું કે દોષ તો મારો જ છે અને છતાં એ મહેમાન બાઈ મને કશું જ ન કહેતાં ઊલટું ભોજાઈને આટલી ગંભીર શિખામણ આપે છે તો એ બાઈ કેવી! અને કેવળ રડીને જ મૂંગો જવાબ આપનાર આ ભોજાઈ કેવી ! બસ. આજ લગી મનમાં ચાલતો વિસંવાદ દૂર થયો અને ત્યારથી ભોજાઈ પ્રત્યેનો અન્યાબ બંધ થયો. બહેનનો સ્નેહ
મોટાં બહેન તો સાસરેથી અવારનવાર આવતાં, પણ આવતાં ત્યારે એ જ રસોઈ બનાવે. પાસે બેસાડી ગરમ ગરમ જમાડે અને કહે કે પહેલી થાળી સવા લાખની, પણ કુમારી નાની બહેન ચંચળ તો ઘેર જ હતી. એ મારાં મોટાં બહેન જેવી ઉગ્ર નહિ, પણ એની મા જેવી તદ્દન શીળા સ્વભાવની અને હસમુખી હતી. મને પાસે બેસી જમાડ્યા વિના એને ચેન પડવું મેં જોયું નથી. મોટાં બહેન વિ. સં. ૧૯૫૭માં ગુજરી ગયાં અને એને જ સ્થાને નાની બહેન ગઈ. પરદેશથી જ્યારે જ્યારે દેશમાં આવું ત્યારે હું ચંચળને મળવા વઢવાણ જાઉં અગર તે લીમલી આવે. તે અતિ ભોળી બહેન લાગણીથી એટલું જ કહે કે ભાઈ, હવે કયાં લગી પરદેશ રહેવું છે? ઘરે અને દેશમાં શું ખોટું છે ? આજે એ બહેન પણ હયાત નથી. મને એક વાતનું દુઃખ રહી ગયું છે કે હું અમદાવાદ હતો છતાંય એની બીમારી વખતે એની પાસે પહોંચી શકેલો નહિ. ઉપાશ્રયમાં જ્ઞાનાર્જન
વિ. સં. ૧૯૫૪ના (ઘણું કરી) શિયાળામાં ગામના શ્રાવકો નવા ઉપાશ્રયને સાધુઓનાં પગલાંથી પવિત્ર બનાવવાના ઉદ્દેશથી રૂગનાથજી મહારાજને વિનંતી કરી લઈ આવ્યા. તેઓ વઢવાણ સ્થાનકવાસી દરિયાપરી ગચ્છના પૂજ્ય હોઈ તે ગચ્છના વડા હતા. તેમની સાથે કેટલાક શિષ્યો હતા. એમાં કેવળજી મહારાજ મુખ્ય હતા અને સૌથી નાના હરખચંદજી મુનિ હતા. એ અત્યારે જીવિત છે. આ સાધુમંડળ મહિનોક રહ્યું હશે. તે દરમિયાન રોજ રાતે કેવળજી મુનિ ધાર્મિક વાતો માંડે અને પોતે તથા બીજાએ બનાવેલ ધર્મપ્રધાન કવિતા ગાય. કંઠ મધુર, કહેણી અને શ્રોતાઓને હસાવી
Page #52
--------------------------------------------------------------------------
________________
બીજો જન્મ • ૪૧ મૂક્વાની કળા સરસ. આ બધું સળંગ રીતે જોવાનો જીવનમાં પ્રથમ જ પ્રસંગ હતો. એને લીધે મારી જિજ્ઞાસા વધારે ઉત્તેજિત થઈ અને સંપ્રદાયનું ધાર્મિક લેખાતું ધાર્મિક જ્ઞાન મેળવવા વિશેષ ઉત્કંઠા જાગી. મુનિમંડળ તો ગયું; પણ શ્રાવકોની ઈચ્છાથી પૂજ્યજીએ લીમલીમાં તે સાલ ચોમાસું કરવા સાધ્વીઓને મોકલ્યાં. લીમલીમાં સાધુઓનું આ ચોમાસું પહેલું જ હતું. વાણિયાઓએ ચોમાસું ઊજવવામાં મણા રાખી નહિ, પણ ત્રણમાંથી વડા ઝકલબાઈ લાંબી બીમારી પછી સ્વર્ગવાસી થયાં. એમની પાલખી કાઢવાની હતી ત્યારે પંદર ઘરના સંઘમાં પણ બે તડાં પડ્યાં. એક મોટા તડાનું મોવડી અમારું કુટુંબ અને બીજા તડામાં માત્ર ચાર ઘર. વાદાવાદી અને ચડસાચડસી એવી ચાલે કે લહાણી, પ્રભાવના, જમણવારો અને સાધર્મિક મહેમાનોનું સ્વાગત એ જ મોટી પાર્ટીનો નાની પાર્ટીને નીચું દેખાડવાનો મુખ્ય ધર્મ બની ગયો. આ બધું ચાલતું હતું તેમાં સાધ્વીએ અલિપ્ત દેખાતી; પણ જ્યારે હું આજે વિચાર કરું છું ત્યારે એ અલિપ્તતા નિર્બળતાજન્ય હોઈ કેવળ નામની હતી. આ વખતે પણ આખા ચોમાસા દરમિયાન મારો વ્યવસાય તો સાધ્વીઓ પાસેથી કાંઈ ને કાંઈ નવું શીખી લેવાનો જ હતો. હું તેમને મોઢેથી કેટલાક છંદો અને સઝાયો શીખેલો એમ યાદ છે. ચોમાસું પૂરું કરી
જ્યારે તેમણે વિહાર કર્યો ત્યારે હું દૂર સુધી વળોટાવવા ગયેલો અને સ્નેહાણુ સારીને પાછો ફરેલો. શ્રી દીપચંદજી મહારાજ
વિ. સં. ૧૯૫૫માં કોઈ ચોમાસું કરવા તો ન આવ્યું, પણ શિયાળા-ઉનાળામાં અનેક સાધુ-સાધ્વીઓ આવ્યાં અને થોડું થોડું રહ્યા. મેં એમાંના કેટલાક પાસેથી શીખવાનો પ્રયત્ન કર્યો અને સ્વતંત્રપણે ચોપડીઓના આધારે કેટલુંક નવું મેળવ્યું. અત્યાર લગીમાં હું જે કાંઈ શીખ્યો હતો તે જૂની કે નવી ગુજરાતી ભાષામાં જ રચાયેલું હતું. ત્યાર સુધીમાં તે વખતે પ્રસિદ્ધ સજ્ઝાયમાળાના બે ભાગોમાં એવું ભાગ્યે જ કાંઈ હશે જે મને કંઠસ્થ ન હોય, પણ શીખવાનો ખરો અવસર તો ૧૯૫૬ના ભયાનક દુષ્કાળમાં જ આવ્યો. તે સાલમાં શ્રી દીપચંદજી મહારાજ જે એકલવિહારી હતા તે ચોમાસું કરવા આવ્યા. ચોમાસા પહેલાં પણ તેઓ ગામમાં રહી ગયેલા. મુખ્યપણે તેમની મદદથી અને કેટલેક અંશે નાના ભાઈ તેમ જ બે મિત્રોની મદદથી છપાયેલ બધા જ થોકડા યાદ કરી ગયો. આ થોકડાઓમાં મુખ્યપણે જૈનપરંપરાના દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગના શાસ્ત્રીય વિષયો સરળતાથી ગુજરાતી ભાષામાં ચર્ચેલા છે. છપાયેલ ઉપરાંત બીજા પણ લિખિત સંખ્યાબંધ જે થોકડાઓ મળ્યા તે તેમની પાસેથી યાદ કરી લીધાં. મને હવે જણાયું હતું કે હું જે કાંઈ શીખું છું તે બધું આગમોમાં છે અને પ્રાકૃત ભાષાનું વ્યાકરણ કે કોષ કશું જ જાણ્યા સિવાય મેં એ દીપચંદજી મહારાજની મુખ્ય મદદથી કેટલાંક આગમો આખેઆખાં યાદ કર્યા. જેમાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન,
Page #53
--------------------------------------------------------------------------
________________
૪ર છે મારું જીવનવૃત્ત અને સૂત્રકતાંગ મુખ્યપણે ગણાવી શકાય. મહારાજ એકલા અને શ્રાવકો ભાગ્યે જ ઉપાશ્રયે આવે એટલે તેમને મારું અને મને તેમનું આલંબન હતું. આ પારસ્પરિક આલંબને બંને વચ્ચે એક જાતની મૈત્રી પણ ઊભી કરી. જોકે તેઓ ઉંમરે ઘરડા હતા. એમની મારા પ્રત્યેની મમતા અને એકાકીપણામાં તેમને મારા તરફથી મળતી રાહત, એ બે તત્ત્વો ચોમાસા પછી પણ આગલાં વર્ષોમાં તેમને લીમલી આવવા પ્રેરતાં. તે કહે કે અમુક શીખવા જેવું છે તો તે તરત યાદ કરી લઉં. એ રીતે એમની દ્વારા મેં શોભનસ્તુતિ, ભક્તામર, કલ્યાણમંદિર, સિંદૂપ્રકરણ આદિ કંઠસ્થ કર્યા. દીપચંદજી મહારાજ સંસ્કૃત ન જાણતા. એમની જ્ઞાનસીમાં માત્ર બત્રીસ મૂળ આગમ પૂરતી હતી. છતાં એમની પાસે પોથીસંગ્રહ કાંઈક સારો એટલે એમાંથી કાંઈક નવું કાઢે અને મને કહે. હું એને યાદ કરી લઉં. હવે ગુજરાતી કૃતિઓનું સ્થાન પ્રાકૃત ગદ્યપદ્ય લીધેલું હોવાથી તે પુષ્કળ કંઠસ્થ થઈ ગયું, પરંતુ એ પ્રાકૃત ગદ્યપદ્યનો અર્થ તો ગુજરાતી ટબ્બા દ્વારા જ સાચી કે ખોટી રીતે હું સમજેલો. સંસ્કૃતમાં પ્રવેશ
કેટલાંક સંસ્કૃત સૂકતો અને સ્તોત્રો અર્થ જાણ્યા વિના જ કંઠસ્થ કર્યા હતાં છતાંય સંસ્કૃત ભાષાની મધુરતાએ મારું ધ્યાન હવે વિશેષ ખેંચ્યું. એ માલૂમ પડ્યું કે સંસ્કૃત ભાષા બહુ વિશાળ છે અને એમાં સાહિત્ય ઘણું છે તેમજ આગમોની ટીકાઓ પણ સંસ્કૃતમાં છે. વ્યાકરણ વિના સંસ્કૃત ન આવડે. આથી સંસ્કૃત-વ્યાકરણ શીખવાની ભારે તમન્ના જાગી, પણ શીખવાનું કશું જ સાધન ન હતું. એટલે જે સંસ્કૃત પુસ્તક હાથમાં પડ્યું અને જેનો વાંચનાર મળ્યો તે વગર સમજે પણ કંઠસ્થ કરી લેવા મંડ્યો. રઘુવંશના નવ સર્ગો એ જ અરસામાં રોજ એક સર્ગને હિસાબે કંઠસ્થ કરી ગયેલો. જેનો અર્થ તો કાશી ગયા બાદ એકાદ વર્ષ પછી ત્યાં શીખેલો. જોકે સંસ્કૃત ભાષા તરફ મારું અસાધારણ આકર્ષણ વધ્યું હતું, પણ ન હતી શીખવા યોગ્ય વ્યવસ્થિત પુસ્તકોની જાણ કે ન હતું કોઈ શીખવનાર અગર કોઈ સુયોગ્ય વાચક. તેથી ગુજરાતી, પ્રાકૃત, સંસ્કૃત જે કાંઈ યાદ હતું તેનું આવર્તન કરવામાં મુખ્યપણે સમય પસાર થતો અને વચ્ચે વચ્ચે જે પુસ્તકો મળી આવતાં તેમાંથી નવું યાદ કર્યો જતો. આ ગાળા દરમિયાન પ્રકરણ રત્નાકર ચોથા ભાગમાંથી સંગ્રહણી, અને ક્ષેત્રસમાસ તેમજ ઇન્દ્રિયપરાજય શતક અને વૈરાગ્ય શતક જેવાં પ્રકરણો યાદ કરી લીધાં. એમાંથી પાંચેક ગ્રન્થોનો ભાવ પણ સમજવા પામ્યો. સામાન્ય રીતે મને વાંચી સંભળાવનાર મારો નાનો ભાઈ છોટાલાલ અને બે મિત્ર ભાઈઓ હતા. છોટાલાલ ગુજરાતી કશું જ વિશેષ સમજે નહિ. છતાં તે પ્રાકૃત કે સંસ્કૃત અક્ષરશઃ વાંચી આપવા ટેવાયેલો. અવ્યવસ્થિતપણે કંઠસ્થ થઈ ગયા પછી એ ભાગને તેના આવર્તન વખતે કાંઈક સાચી-ખોટી રીતે સુધારી વ્યવસ્થિત કરતો. પોપટલાલ અને એના નાના ભાઈ ગુલાબચંદ એ બંને મારા મિત્રો. બંને મને વાંચી સંભળાવવામાં મદદ કરતાં, પણ પોપટલાલની બુદ્ધિ તો ચમત્કારિણી હતી. એ વાંચતા
Page #54
--------------------------------------------------------------------------
________________
બીજો જન્મ ૦ ૪૩ જાય અને અટકળે અર્થ પણ સમજતા જાય. એમને શાસ્ત્રજ્ઞાનનો શોખ પણ હતો. સ્મૃતિ એમની એટલી બધી અદ્ભુત હતી કે ગામની કોઈ પણ ઘટનાને તે તારીખવાર કહી આપે. અને હિસાબમાં તો બીજાને પાછો પાડે. એ ઉંમરે મારાથી વીસેક વર્ષે મોટા, પણ મારા પ્રત્યે એમનો બહુ સદ્ભાવ. મૂળે તે મૂર્તિપૂજક એટલે ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભાનાં કેટલાંક ગુજરાતી પુસ્તકો અવારનવાર મંગાવે. સભાનું જૈન ધર્મપ્રકાશ નામનું માસિક પણ મંગાવતા. તેઓ એ પુસ્તકો વાંચે અને હું પણ તેમાંથી અવારનવાર સાંભળું. ભરૂચવાળા અનુપચંદ મલૂક્સંદનું પ્રશ્નોત્તર-રત્નચિંતામણિ પુસ્તક તે વખતે જૈન સમાજમાં ખ્યાતિ પામેલું. એનું વાચન પણ મને રુચ્યું. ગુલાબચંદ સમવયસ્ક હોઈ વધારે અંતરંગ મિત્ર. એ વાંચી સંભળાવવા સિવાયની ઘણી બાબતોમાં મને મદદ કરે અને એના દાંપત્યજીવનના અવારનવાર ગૂંચવાતા કોકડાના ઉકેલમાં માત્ર મારી જ સલાહ લે અને મારા ઉપર વિશ્વાસ મૂકે. આમ શીખવાનું અને યાદ કરવાનું લંગડાતું તંત્ર ચાલતું હતું તેટલામાં લીંબડી સંઘાડાના વયોવૃદ્ધ પ્રજ્ઞાચક્ષુ લાઘાજી સ્વામી લીમલીમાં પધાર્યા. તેમના મુખ્ય શિષ્ય ઉત્તમચંદજી પણ આવેલા. લાધાજી સ્વામી પાસેથી સારસ્વત વ્યાકરણની સાથે પંચસંધી મુખે યાદ કરી, પણ એમણે મને કહ્યું કે તમે આખું સારસ્વત કે ચંદ્રિકા શીખી જાઓ, ઉત્તમચંદજી તમને શીખવશે. એ સારા સંસ્કૃતજ્ઞ છે, ઇત્યાદિ. હું ઉત્તમચંદજી મહારાજની પાછળ પડ્યો અને વઢવાણ કેમ્પમાં તેમની પાસે રહી આખા ચોમાસામાં એ વ્યાકરણ સંપૂર્ણપણે શીખી લીધું. હું તેમની પાસેથી સાર્થપાઠ સમજી લેતો અને યાદ કરતો. મોટે ભાગે મુનિ છોટાલાલજીની મદદથી. બેશક તે વખતે પણ મને લાગતું કે હું શીખું છું તેમાં ઘણું અગત્યનું રહી જાય છે, પણ તેમ છતાં તે વખતે જે કાંઈ હું સંસ્કૃત શીખ્યો તે મને કાશીમાં જતાંવેંત ભારે ઉપયોગી સિદ્ધ થયું. એક રીતે કાશીના વિશાળ સંસ્કૃત અધ્યયનની એ કીમતી પૂર્વભૂમિકારૂપ જ સાબિત થયું. દેશમાં તૂટ્યુંફૂટ્યું સંસ્કૃત શીખતો ત્યારે લાધાજી સ્વામી અને ઉત્તમચંદજી મહારાજે શતાવધાની રત્નચંદ્રજી મુનિનો પરિચય કરાવેલો. તે વખતે તેઓ સાવ તરુણ જ હતા, પણ સંસ્કૃત જૂની ઢબે પણ સારું અને વ્યવસ્થિત રીતે શીખેલા. રત્નચંદ્રજી અને ઉત્તમચંદ્રજી મહારાજ બંને કેટલીક વાર સંસ્કૃતમાં વાતચીત કરે ત્યારે મારી સંસ્કૃત જિજ્ઞાસાનો પારો વધારે ચડી જતો અને એમ થતું કે હું આવું અગર આથીયે સારું સંસ્કૃત કયારે જાણું અને ક્યારે બોલું ? ખરેખર એમના પરિચયે જ મારી સંસ્કૃત જિજ્ઞાસાને વધારે સતેજ કરી એમ કહું તો એમાં જરાય અત્યુક્તિ નથી. આ રીતે મારા અભ્યાસ તંત્રની ગાડી વિ. સં. ૧૯૫૯ના કાર્તિક મહિના સુધી આવી પહોંચી. ટૂંકમાં એમ કહી શકાય કે વિ. સં. ૧૯૫૩ના અંતથી માંડી ૧૯૫૯ના અન્ત સુધીમાં જૂનીનવી ગુજરાતી, પ્રાકૃત અને સંસ્કૃત ભાષા દ્વારા જૈનપરંપરાના ચારેય અનુયોગને લગતા અનેક વિષયોનું છૂટુંછવાયું ઉપરછલું અને અવ્યવસ્થિત જ્ઞાન મેળવવામાં પુરુષાર્થનો ઉપયોગ થયો.
Page #55
--------------------------------------------------------------------------
________________
૭. સામાજિક અને ધાર્મિક જીવનનો પરિચય
કેટલાક શાસ્ત્રીય વિષયોનું સાવ અધૂરું તેમજ અવ્યવસ્થિત જ્ઞાન અને તે પણ અવૈજ્ઞાનિક પદ્ધતિએ અત્યાર લગીમાં પ્રાપ્ત કર્યું હતું, પરંતુ ઇતિહાસ, સમાજ, માનસ આદિ વિષયો પણ બહુ ખેડાયેલા છે અને તેના શાસ્ત્રીય જ્ઞાનનું ભારે મહત્ત્વ છે એની તો મને કશી કલ્પના જ ન હતી. તેથી એ વિષયોનું શાસ્ત્રીય જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા ન જાગે એ સ્વાભાવિક છે. તેમ છતાં તે વખતના કૌટુંબિક અને સામાજિક જીવનના નિરીક્ષણે જે સંસ્કારો મન ઉપર પાડ્યા તેણે આગળ જતાં ઇતિહાસ સમાજ અને માનસશાસ્ત્ર જેવા મહાકાવ્યોનો મર્મ સમજવામાં અલ્પાંશે પણ મદદ કરી છે. તેથી એ સંસ્કારો વિષે કાંઈક લખવું યોગ્ય ધારું છું. સામાજિક જીવનના સંસ્કારો
હું પહેલાં જણાવી ગયો છું કે મારું સગપણ થયેલું હતું. હવે પ્રશ્ન લગ્ન કરવા ન કરવાનો ઉપસ્થિત થયો. શ્વશુર પક્ષ બીજી રીતે પણ અમારા કુટુંબ સાથે સંકળાયેલ હતો. છતાં એ પક્ષ હવે પોતાની કન્યાને મારા જેવા નિરાધારતામાં આવી પડેલને પરણાવવાનું પસંદ કેમ જ કરે? આડકતરી રીતે એ પક્ષ અરુચિ પ્રગટ કરવા લાગ્યો હતો, પણ મારા બાપુ-પિતાજી આદિને સંબંધ તોડવામાં મારા ભાવિના વિચાર કરતાં મોભાનો વિચાર પ્રથમ આડે આવતો હતો એમ હું તે વખતે વગર કહે પણ કલ્પી શકતો. શ્વશુર પક્ષ ગમે તે ઇચ્છે તોય તે આપણા કુટુંબનો સંબંધ છોડીને સ્વસ્થ ન રહી શકે એવું ગુમાન વડીલોના મનમાં ઊંડે ઊંડે કામ કરતું હશે એમ હું કહ્યું છું, પણ આ તાણખેંચમાં બે વર્ષ પસાર થયાં અને વડીલોના મનનો ઊભરો શમ્યો. તેમજ તેઓ એ પ્રશ્નને વાસ્તવિક દૃષ્ટિએ નિહાળવા લાગ્યા. તેમને એમ જરૂર થયું હોવું જોઈએ કે સામો પક્ષ લગ્ન કરે તોય એ લગ્નમાં છેવટે એ બાઈ તેમજ સુખલાલનું હિત સમાયેલું છે કે નહિ ! આ વિચારે છેવટે કુટુંબીઓને સંબંધવિચ્છેદ કરવા પ્રેર્યા અને એ પ્રકરણ ત્યાં સમાપ્ત થયું. મને બરાબર યાદ છે કે સંબંધવિચ્છેદના સમાચારે મારા મન ઉપર તે વખતે કોઈ પણ જાતનો ક્ષોભ જન્માવ્યો ન હતો. આનું કારણ એ નહિ કે મારામાં એ ઉંમરે લગ્નવાસના ઉદ્દભવી ન હતી, પણ એનું ખરું કારણ એક તો એ હતું કે
Page #56
--------------------------------------------------------------------------
________________
સામાજિક અને ધાર્મિક જીવનનો પરિચય - ૪૫ મને હવે વિશેષ અને વિશેષ જ્ઞાન મેળવવાની જ ધૂન લાગી હતી અને બીજું કારણ એ પણ હતું કે પરાધીન જીવનમાં પરાધીનતાના વધારાથી મુક્તિ મળતી હતી.
ઘણું કરી વિ. સં. ૧૯૫૬ના પ્રારંભમાં જ કુટુંબકલહ શરૂ થયો. હું પહેલાં લખી ગયો છું કે ગાંગજી માવજી અને તળશી માવજી એ બે ભાઈઓનો વસ્તાર લીમલીમાં હતો. ગાંગજી માવજીના ચારેય પુત્રોનું કુટુંબ સંયુક્ત હતું. તળશી માવજીના એકમાત્ર પુત્ર મારા પિતા પહેલેથી જ વહેંચણી કરી જુદા પડેલા. આમ તો બંને કુટુંબોનો વ્યાપારધંધો અને મિલકત સાવ જુદાં હતાં છતાં બંને બેસતા એક જ દુકાને અને બંનેના કેટલાંક પૈતૃક લેણાદેણાં પણ સંયુક્ત હતાં. કલહ શરૂ તો થયો ગાંગજી માવજીના ચાર પુત્રોમાં, પણ એના છાંટાથી મારા પિતા સાવ મુક્ત રહી શક્યા નહિ. અત્યારે મને એમ લાગે છે કે જો તેઓમાં વધારે નૈતિક હિંમત અને વધારે તટસ્થ રહેવાની દૃષ્ટિ હોત તો તેઓ ક્લેશના ચેપથી મુક્ત રહી શકત. પેલા ચાર ભાઈઓમાં એક બાજુ મોટાભાઈ બાપુ અને બીજી બાજુ નાના ત્રણ ભાઈઓ હતા. બધા જ સ્વભાવે ઉદાર અને શક્તિ બહારનો ખર્ચ કરવામાં પાછું વાળી ન જુએ તેવા હતા. છતાં વહેંચણી વખતે નજીવી ચીજો માટે પણ તાણખેંચ થતી. જાણે તકરાર કરવામાં રસ પડતો હોય તેમ કોઈ ને કોઈ બહાને તેઓ આખડતા. પિતાજીને એમાં કશી જ લેવાદેવા હતી નહિ, પણ મોટાભાઈ પ્રત્યેનો એમનો અનુરાગ અને એકલા પડી જતા મોટાભાઈને પોતાના પક્ષે મારા પિતાને રાખવાની ચાતુરી – એ બે તત્ત્વોને કારણે પેલા ત્રણ ભાઈઓ મારા પિતાજીને સામી બાજુના લેખતા. વિ. સં. ૧૯૫૬ના ભયાનક દુષ્કાળમાં બંધ પડેલ વ્યાપાર-ધંધાનું સ્થાન આ કુટુંબકલહ લીધું હતું, બધાનો સમય નવા નવા વાંધાઓના મુદ્દા ઊભા કરવામાં, તેની ચોવટો અને પંચાતો કરવા-કરાવવામાં તેમજ કોઈ પંચ અનુકૂળ ફેંસલો ન આપે ત્યારે તેને પણ વિરુદ્ધ બાજુનાં લેખી તેની સામે પડવામાં પસાર થતો. બાપુને પક્ષે રહેવાથી અને દાક્ષિણ્યને કારણે ઘણી બાબતોમાં પિતાજી ઉપર નકામું આર્થિક તાણ વધતું અને કુટુંબને ખેંચાવું પણ પડતું. આ વસ્તુ મારા મોટાભાઈને પણ રુચતી નહિ. અને ઘણી વાર તેઓ પિતાજી સામે વિરોધ પ્રગટ કરતા, પણ પિતાજી પોતાની ઢબે જ ચાલતા. હું આ નાટકમાં ભાગ લેવાની હદે હજી પહોંચ્યો ન હતો, પણ એને જોયા તો કરતો જ અને તેના વાવ્ય-અન્યાÀપણા વિષે પણ વિચારો બાંધતો. જાણે આ કુટુંબકલહ ઓછો હોય તેમ ખોલડિયાદમાં વસતા અમરશી માવજી અને મોતી માવજીના પરિવારમાં પણ કલહાગ્નિ પ્રગટ્યો. બધાયની ફરિયાદની છેલ્લી કોર્ટ બાપુજી એટલે બધા જ પક્ષો લીમલી બાપુ પાસે આવે અને બાપુ તો મારા પિતાજીને પાસે રાખે જ. પણ હું જોઈ શકતો કે હવે બાપુ તેમજ મારા પિતાનો કુટુંબ ઉપરનો પ્રથમનો પ્રભાવ કાયમ રહ્યો નથી. કારણ સ્પષ્ટ હતું. જે પોતે પોતાના ઘરની તકરારનો અંત આણી ન શકે તેના ફેંસલાને બીજાઓ નિષ્પક્ષ કેમ માને ? છેવટે લીમલી અને ખોલડિયાદનાં
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૬ ૦ મારું જીવનવૃત્ત
કુટુંબોના કૌરવપાંડવીય કલહે તેમની પ્રતિષ્ઠા અને જાહોજલાલી ઘણા અંશે છિન્નભિન્ન કરી. કુટુંબકલહના અનુભવની આ છાપે મને આગળ જતાં હિન્દુ અને મુસલમાન રાજ્યોના વિનિપાતનો ઇતિહાસ સમજવામાં તેમજ કુરુપાંચાલના યુદ્ધની કથા સમજવામાં બહુ મદદ આપી.
જાતીય પ્રશ્નોમાં રસ
જાતીય પ્રશ્નોની વિવિધ ચર્ચા વડે વાચકોમાં ૨સપ્રેરતાં છાપાં અને નોવેલનો યુગ તે વખતે ગામડામાં આવ્યો ન હતો. તેમ છતાં ગામડાવાસીઓ એ રસ માણતા નહિ એમ તો નહિ જ. જાતીય સંબંધોને લગતી સ્થાનિક ઘટનાઓની અગર આસપાસનાં ગામોની એવી ઘટનાઓની ચર્ચાઓ તે વખતે ગ્રામ્યજનોને છાપાંનો અને નોવેલનો ખોરાક પૂરો પાડતી. એવી ચર્ચાઓના રસથી તે વખતે બુદ્ધિપૂર્વક અલિપ્ત રહ્યો હોઉં એમ યાદ નથી. આ જાતના સંસ્કારને લીધે મને આગળ જતાં એ શાસ્ત્રીય તત્ત્વ સમજવામાં જરાય વાર ન લાગી કે ધર્મ કરતાં અર્થની અને અર્થ કરતાં કામની કથા વિશેષ રસ પ્રેરે છે. તેમજ યુદ્ધવાર્તાનો રસ તો તેથીયે પણ ચડી જાય છે. એ પણ તથ્ય ઇતિહાસસિદ્ધ છે કે યુદ્ધ કેવળ અર્થ તેમજ કામના પ્રદેશને જ નહિ પણ ધર્મના પ્રદેશ સુધ્ધાંનેય એકસરખી રીતે આવરે છે.
એક કાકાની ચાલચલગત વધારે પડતી શિથિલ હતી. તે કયાં જાય છે, શું કરે છે વગેરે છિદ્રો જોવાનું ગુપ્તચર કૃત્ય નાના હતા ત્યારથી બીજા કાકા અમને સોંપતા, પણ ઉંમરે પહોંચ્યો ત્યારે ચરદૃષ્ટિના વિકાસથી મેં એ પણ જાણ્યું કે આ કાકાઓ પણ ઓછેવધતે અંશે એવી જ વૃત્તિના છે. ઘરના બે-ચાર નોકરોની નવરાશે ભરાતી પરિષદમાં ભાગ લઉં ત્યારે એવી અલકમલકની વાતો સાંભળવામાં આવે અને તેની સમાલોચનામાં પણ થોડો વખત પસાર થાય. આ અનુભવે હેમચંદ્રના કાવ્યાનુશાસનમાંનું એ કથન સરળતાથી સમજાવી દીધું કે બધા રસોમાં શૃંગારનું સ્થાન પહેલું છે, તેનું કારણ તેની સર્વજંતુસાધારણતા છે.
વણિક આદિ જાતિઓનું વર્તન
ગામના વાણિયાઓમાં તે વખતે પરદેશ જવાની સાહસિકતા આવી ન હતી. વ્યાપા૨નું ક્ષેત્ર નાનું અને વ્યાપારીઓ વધારે એટલે બહારથી એકસંપીની બધી શિષ્ટતા હોવા છતાં તે બધામાં અંદરોઅંદર અદેખાઈ અને સ્વાર્થમૂલક તરખટોનું પ્રાધાન્ય જોવામાં આવતું. ગરાસિયાઓ રજપૂત-સ્વભાવ પ્રમાણે ભોળા ખરા, પણ તેમનું ભોળપણ અજ્ઞાનમૂલક હતું. ચોરે બેસી ગપ્પાં મારવાં, એદી અફીણિયાપણામાં કરજ વધાર્યે જવું અને ઠકરાઈના કલ્પિત મોભાને સાચવવા ગરાસ વેચતા જઈ તમાચો મારી મોઢું લાલ રાખવું – એ વિશેષતામાં તેમનો કદાવર બાંધો, રુઆબદાર ચાલ અને શૌર્યવૃત્તિ એ બધું નકામું બની ગયું હતું. ગરાસ અને યજમાનવૃત્તિને કારણે સુખી હોય એવા
Page #58
--------------------------------------------------------------------------
________________
સામાજિક અને ધાર્મિક જીવનનો પરિચય • ૪૭ બ્રાહ્મણોમાં પણ પરંપરાગત યાચકવૃત્તિમાં માની લીધેલી પ્રતિષ્ઠાને કારણે દીનતા જોઈ શકતો. ક્યાંય નિમંત્રણ મળે કે દક્ષિણાની આશા હોય ત્યારે તેઓની પડાપડી જોવી એ તે વખતે વિનોદનો વિષય થઈ પડતો. સર્વથા નિરક્ષર એવા ખેડૂતો અને વસવાયામાં તેમની જાતમહેનતને લીધે આવતા ઘણા સુસંસ્કારો પણ મારા જોવામાં આવ્યા છે. અસ્પૃશ્ય ગણાતી કોમો તરફનો સવર્ણ લોકોનો તોછડાઈ ભરેલો વ્યવહાર તો તે વખતે તેમના જન્મસિદ્ધ હક્ક જેવો જ લેખાતો. આ નિરીક્ષણે મને ભારતવ્યાપી ચાતુર્વણ્યના વિવિધ પ્રશ્નોને સ્પર્શતો હજારો વર્ષનો ઇતિહાસ ઉકેલવામાં સીધું માર્ગદર્શન કર્યું છે, તેમજ અસ્પૃશ્યતાનું ઝેર દૂર કરવાની સ્વામી દયાનંદની સીધી પ્રવૃત્તિ અને તેના મૂળને ધરમૂળથી ઉખાડી નાંખવાની ગાંધીજીની દૃષ્ટિ અને હિલચાલમાં સંપૂર્ણપણે રસ લેતો થવામાં મને મદદ કરી છે.
નાની-મોટી તકરારોમાં અને કોર્ટે ચડવાના વ્યસનમાં રચ્યા-પચ્યા હોવા છતાં અને અત્યારની સાક્ષરતાથી સાવ મુક્ત હોવા છતાં પણ તે સમયના ગ્રામ્ય લોકોમાં દિલને હચમચાવી મૂકે એવું મેં એક વારસાગત સુંદર તત્ત્વ જોયેલું છે, જેને હું કદી ભૂલી શકતો નથી. તે તત્ત્વ એટલે અંદરોઅંદરની લાગણીભરી સહાનુભૂતિ. કોઈને ત્યાં માંદગીનો પ્રસંગ આવે અગર સખત વરસાદ કે એલીને કારણે કોઈના મકાન બેસી જાય કે એવો બીજો કોઈ કપરો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે નાતજાતના ભેદ વિના વિરોધીઓ સુધ્ધાં પણ તેના દુઃખમાં ભાગ લેવા એકઠા થતા. આવી સહાનુભૂતિ એ સામાજિક જીવનના ચિરકાલીન સુસંગઠનનું જ પરિણામ હોઈ શકે એ વસ્તુ આગળ જતાં મને વધારે સ્પષ્ટપણે સમજાઈ. વિકૃત થયેલ અને પડી ભાંગેલ એ સંગઠન આજે મોટા પાયા ઉપર સમજણપૂર્વકનો ઉદ્ધાર માંગી રહ્યું છે. આ મુદ્દો આજે જેટલો સરળતાથી સમજાય છે, તેટલો તે કાળે લોકોના ધ્યાનમાં આવ્યો ન હતો. જૈન સાધુસંઘનો સંપર્ક
વિ. સં. ૧૯૫૪થી ૧૯૫૯ સુધીનાં વર્ષો દરમિયાન મારું વિશ્રાંતિધામ કે સાધનાધામ ઉપાશ્રય જ બની ગયું હતું. ભાગ્યે જ એવા દિવસો આવતા કે જ્યારે કોઈ ને કોઈ સાધુ-સાધ્વી ન હોય. કચ્છ, હાલાર, ગુજરાત અને મારવાડ - બધેથી સાધુ-સાધ્વીઓ વિચરતાં-વિચરતાં આવતાં. સરભરા અને સગવડ સારી એટલે તેઓ ગામડું છતાં કાંઈક વધારે રહેવા લલચાય. કેટલાક તો મહિનો મહિનો પણ રહે. સાધ્વીઓ હોય ત્યારે તો ઉપાશ્રય દિવસ પૂરતું જ મારું ધામ હોય, પણ સાધુઓ હોય ત્યારે તો દિવસ અને રાત એ જ ધામ રહેતું. સાધુ-સાધ્વીઓના આ નિકટ સહવાસને લીધે તેમના ગુણ-દોષોનું અધ્યયન કરવાની પૂરતી તક મળી. અભણ હોય, ધ્યેયની કોઈ દિશા જાણતા ન હોય છતાં કેટલાક બહુ સરળ અને ગુણગ્રાહી જોવામાં આવતાં. જ્યારે ભણેલા અને પ્રતિષ્ઠિત ગણાતા બીજા સાવ દંભી અને ભ્રષ્ટાચારી પણ જણાતા. અહીં એટલું
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૮ • મારું જીવનવૃત્ત કહેવું જોઈએ કે સ્વચ્છંદનું તત્ત્વ પ્રમાણમાં સાધ્વીઓ કરતાં સાધુઓમાં જ વિશેષ જોવા મળેલું. સાધુ-સમાજની અક્ષમ્ય નબળાઈઓનો વતનમાં થયેલ પરિચય કાશી ગયા પછી બંધ પડવાને બદલે ઊલટો આગલાં વર્ષોમાં વધારે વિસ્તર્યો. જો આવો નિકટનો યથાર્થ પરિચય થયો ન હોત તો બૌદ્ધ અને જૈન શ્રમણ સંઘના હજારો વર્ષના ઇતિહાસના આવતા અસ્વાભાવિક અને અટપટા જીવનપ્રસંગોનો ખુલાસો આગળ જતાં હું અસંદિગ્ધપણે મેળવી શક્યો તે ભાગ્યે જ મેળવી શકત. સાધુ-બાવા અને સંન્યાસીઓની ત્યાગી સંસ્થા વિષે મારા જે અભિપ્રાયો બંધાયા છે તેમાં ઉપરના પરિચયનો ફાળો ઓછો નથી. મંત્ર - તંત્ર આદિમાં રસ અને નિષ્ફળતા
ઉપર સૂચવેલ છ વર્ષો દરમિયાન મને એક બીજી ધૂન પણ લાગેલી, જેનો ઉલ્લેખ પાછળથી બંધાયેલ મારા સિદ્ધાંતની દૃષ્ટિએ તેમજ વહેમી લોકોના હિતની દૃષ્ટિએ અહીં કરવો આવશ્યક છે. મંત્ર, તંત્ર અને યંત્રના મહિમાનું રાજ્ય સાર્વત્રિક છે. એની અસર મારામાં વારસાગત જ હશે. સાધુ-સાધ્વીઓના નિકટ સહવાસે અને અંગત અજ્ઞાને એ અસરને પોષી. કોઈ વિદ્વાન કે સંભાવિત સાધુ આવે ત્યારે ઊડે ઊડે એવી લાલચ ઉદ્ભવે કે એને રાજી કરી એની પાસેથી એવું કાંઈક તત્ત્વ જાણી લેવું. દુર્ભાગ્યે તેવા સાધુઓએ પણ સાચી સમજ આપી તે લાલચ દબાવવાને બદલે તેને ઉત્તેજન જ આપ્યું. કેટલાક સાધુઓએ મંત્ર, તો કેટલાયે યંત્ર અને તંત્ર પણ શીખવ્યાં. એની વિધિઓ આ ફળાફળથી પણ જાણતો કર્યો. આગળ જતાં ઊલટું સાધુ-સાધ્વીઓ પણ એ વિષયમાં મને નિષ્ણાત માનવા લાગ્યા. ગામમાં અને મિત્રોમાં પણ એ બાબતમાં કાંઈક પ્રતિષ્ઠા વધી. મંત્ર-યંત્ર અને તંત્રના ઉતારાઓ પણ એકઠા કર્યા હતા. એના પ્રયોગ અને એની સાધનામાં નિકટ સાથ મારા અંગત મિત્ર ગુલાબચંદનો હતો.
સાચા અક્કલબેરની માળા હોય અને તેનાથી જપ કરીએ તો અમુક ફળ મળે જ એવી દૃઢ માન્યતાને લીધે અક્કલબેરની શોધ કરી. એક ચારણ મિત્રે કોઈ ફકીર પાસેથી તેવી માળા લાવી તો આપી, પણ તેને ખરીદ્યા પહેલાં કોઈ ન જાણે તેવી રીતે સાચા-ખોટાની પરીક્ષા કરવાનું કામ અમે જાણતા ન હતા. તેથી મંત્રવાદી તરીકે અતિપ્રસિદ્ધ એવા એક વયોવૃદ્ધ સાયલા સંપ્રદાયના મેઘરાજજી મહારાજ પાસે અમે બંને પહોંચ્યા. તેમણે બતાવ્યા પ્રમાણે પરીક્ષા કરી. બે હાથમાં બે ઉઘાડી તલવારો ઊભી પકડી રાખવી. વચ્ચે માળા જમીન ઉપર મૂકવી. જો અક્કલબેર સાચો હોય તો બંને બાજુથી તલવારો ધીરે ધીરે નમતાં અક્કલબેરને અડે. મૂઠ ગમે તેટલી બંને મજબૂત પકડી હોય છતાં અક્કલબેર તલવારને આકર્ષે. આ પ્રયોગ સાવ ગુપ્તપણે મેં અને મારા મિત્રે કર્યો અને સફળ થયો એટલે માળા સાત રૂપિયામાં ખરીદી તેમજ એક સુંદર ડબ્બીમાં ચંદન કેસર આદિના સુગંધી બિછાનામાં તેને સુવાડી. રોજ અમે બંને અથવા છેવટે એકાદ નાહી ધોઈ એ માળાથી અમુક જપ કરીએ અને વિવિધ સિદ્ધિઓની આશા
Page #60
--------------------------------------------------------------------------
________________
સામાજિક અને ધાર્મિક જીવનનો પરિચય - ૪૯ બાંધીએ. ધીરે ધીરે બીજાઓએ જ્યારે જાણ્યું ત્યારે મારા વિષે એવી માન્યતા બંધાઈ કે સુખલાલ મંત્રજ્ઞ છે. હિતવિજય નામના મૂર્તિપૂજક એકલવિહારી સાધુએ મને એક યંત્ર બતાવ્યો. અને કપૂર ચંદનના પાણી વતી એને દોરી એના ઉપર વિજયપહુરનો જપ કરવા કહ્યું અને કહ્યું કે જપ પછી એ યંત્ર ધોઈ તેનું પાણી પીવા કે પાવાથી મોટું વિઘ્ન પણ શમે છે. કોઈ પાસેથી ભક્તામર-કલ્યાણ મંદિર સ્તોત્રમાં મંત્ર અને તેનો જપવિધિ પણ જાણી લીધો. સવા લાખ નમોક્કાર મંત્રના જપનો વિધિ જાણી લઈ એ જપ પણ કર્યો. પદ્માસને બેસી કરવાના કેટલાક જપો પણ શ્રદ્ધાપૂર્વક લાંબા વખત લગી કર્યા
આ ધૂને જે પ્રતિષ્ઠા ઊભી કરી હતી તેની કસોટીના પ્રસંગો પણ આવ્યા. બીજાઓએ એ કસોટીઓમાં નિષ્ફળતા ન જોઈ, પણ મને પોતાને મારી નિષ્ફળતાનું સ્પષ્ટ ભાન થઈ ગયું. ગામમાં એક છોકરીને સર્પદંશ થયેલો. કોઈ બીજા ઝેર ઉતારનારે એ કેસ સાવ અસાધ્ય ગણી મૂકી દીધો ત્યારે મને જાણનાર મિત્રો એ છોકરીને મારી સામે લાવ્યા. હું તિબેટના લામા અને વેદપાઠી બ્રાહ્મણોના ઉત્સાહથી શ્રદ્ધા અને આશાપૂર્વક ઉચ્ચસ્વરે સમંત્ર સ્તોત્રપાઠ કરવા લાગ્યો. આસપાસ વીંટળાયેલ ટોળું તો શ્રદ્ધાવંત હતું જ, પણ જેમ જેમ મારો પાઠ આગળ ચાલતો ગયો તેમ તેમ એ છોકરી વિષવેગથી દબાતી ચાલી. અને અંતે મારે એને છોડી દેવી પડી. છપ્પનના દુષ્કાળમાં પિતાજી બહુ કિંમત આપી એક સરસ તાજી વિયાયેલ ભેંસ લાવ્યા. પાડું મરી ગયું. અને ભેંસ દૂધ આપતી અટકી. દુષ્કાળ, ઘીની મોંઘવારી અને હમણાં જ કરેલ ભેંસનો ખર્ચ – એ કારણે ભેંસનું દૂધ દેતાં બંધ થવું સૌને વસમું લાગે એ સ્વાભાવિક હતું. મેં ઘરના નોકર ઉજમશીને પેલો યંત્ર ધોઈ પાણી આપ્યું. અને કહ્યું કે એ ભેંસને પાઈ દે. અલબત્ત, યંત્રનો સંપૂર્ણ વિધિ હિતવિજય યતિના કહ્યા પ્રમાણે જ કરવામાં આવ્યો હતો. બન્યું એમ કે ભેંસના પેટમાં પાણી ગયું ને થોડી વાર પછી તેણે થોડું દૂધ પણ આપ્યું, પરંતુ એનું એ દૂધ છેલ્લું જ હતું. ત્યારબાદ વધારે કાળજીપૂર્વક જપ કરી, યંત્ર ધોઈ પાણી કેટલીયે વાર પાવામાં આવ્યું, પણ ભેંશબાઈ તો ફક્યાં તે ફસક્યાં જ. આ સિવાય પણ કેટલાક મંત્ર-યંત્રના પ્રયોગો કરેલા, પરંતુ એકંદર મને સમજાયું કે આ બધો ભ્રમ છે. જ્યાં સફળતા દેખાય છે ત્યાં પણ કાકતાલીય ન્યાય” જેવું જ બને છે. અhબેરની માળા પ્રત્યે તલવારોનું જે આકર્ષણ જોયેલું તેનું ભૌતિક કારણ પણ સમજાઈ ગયું અને અક્કલબેરની માળા વિષેનો ભ્રમ પણ ભાંગ્યો. વઢવાણ કેમ્પની મસ્જિદમાં રહેલ એક ફકીર પાસેથી મેળવેલ મુસલમાની મંત્રોના પ્રભાવ વિષેની દઢ શ્રદ્ધા પણ ચાલી ગઈ. અને છેવટે મંત્ર-તંત્ર-યંત્રની આ બધી જાળ અક્કલબેરની માળા અને તે સાથે સંકળાયેલા વહેમો – એ બધું એક જ દિવસે એક જ સાથે છોડી દીધું અને મિત્ર ગુલાબચંદને કહી દીધું કે તારે રાખવું હોય તો રાખ. હું એને કદી અડવાનો નથી. તું જાણે છે કે હવે હું વિદ્યાધ્યયન માટે કાશી જવાની તૈયારી કરી રહ્યો છું.
Page #61
--------------------------------------------------------------------------
________________
પo • મારું જીવનવૃત્ત ધાર્મિકોનો પરિચય
કે હું જેનપરંપરાના અને વિશેષ કરીને સ્થાનકવાસી પરંપરાના સંસ્કારો ધરાવતો. વડીલો અને ગુરુઓએ કરેલી વ્યાખ્યા પ્રમાણે એમ પણ માનતો કે જૈનધર્મ એટલે ઝીણો ધર્મ અને ઝીણો ધર્મ તો બીજા બધા વૂલ ધર્મો કરતાં ઉત્તમ જ હોય. તેમ છતાં કરતાં હોઈએ તે કરીએ અને બીજા ધર્મ વિષે સાચું છે કે ખોટું છે એની માથાકૂટમાં પડ્યા સિવાય જે બનતું હોય તે જોયા કરીએ – એવી પરાપૂર્વથી રૂઢ થયેલી હિન્દુ-સમાજની સાંસ્કારિક લાક્ષણિકતાને પણ પોષ્ય જતો. દેખતો ત્યારે જ સાયલાની લાલા ભગતની પ્રસિદ્ધ જગ્યાના તે વખતના મહારાજ ભગવાનદાસની છાયા પડેલી. તે મારા ગામમાં આવે ત્યારે તેમની પધરામણી થતી. તેમના અનુયાયી ભગત બાવાઓ ઝાંજ પખાજ . સાથે
લાલજી આવો તો વહેલા આવજો
સાથે ત્રિકમ છોગાળાને લાવજો એવાં ભજનો ગાતાં ગાતાં મહારાજજીને લાવે. ઊંચા કદાવર ઘોડા ઉપર ડંકો અને નિશાન હોય, નેકી પોકારાતી હોય. આ જેટલે અંશે કૌતુક પ્રેરતું તેટલે અંશે શ્રદ્ધા ન પ્રેરતું તેમ છતાં ભગવાનદાસજીના ચમત્કારો વિષેની લોકોમાં ચાલતી વાતો વિષે જરાય અશ્રદ્ધા થયેલી નહિ. સાધુ બાવા ત્યાગી સંતસંન્યાસીને આદરથી જોવાના આ સંસ્કારે મને હવે જ્યાં ત્યાં જતો કર્યો. મિત્ર ગુલાબચંદ એક સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મચારી પાસેથી થોડા પૈસા આપી અભ્રકભસ્મ લઈ તેમના કહ્યા પ્રમાણે દૂધનો પ્રયોગ કરતો. એણે એ બ્રહ્મચારીના ગુણો વિષે અવારનવાર મને કહેલું, પણ એ તો રહેતા પાંચ ગાઉ દૂર આવેલા મૂળી શહેરના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં. હું એમનાં દર્શનની તક શોધતો તે હવે મળી ગઈ અને તેમની પાસે ત્યાં ગયો. તેમની મીઠાશે અને મિતભાષિતાએ મને કાંઈક આકર્યો. એ સ્વામિનારાયણનું વિશાળ મંદિર તો દેખતો ત્યારે જ જોયેલું અને સાયલાની લાલા ભગતની વિશાળ જગ્યા તેમજ વિશાળ મૂર્તિઓ પહેલીવહેલી જોઇ નવાઈ પામેલો તેમ આ મંદિરની વિશાળતાથી પણ નવાઈ પામેલો, પણ મારું ખરું કૌતુક તે ત્યારે જાગ્યું કે જ્યારે મેં સાંજે સંખ્યાબંધ ગૃહસ્થ અનુયાયીઓ તેમજ સાધુ બ્રહ્મચારીઓને તાલબદ્ધ ટાપોટા સાથે “જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ' ઈત્યાદિ ગાતા પહેલવહેલા જોયા.
વિ. સં. ૧૯૫૬ના દુષ્કાળ વખતે વાયરા ફૂંકાતા. વરસાદની આશા સૌને આકાશ તરફ જોવા પ્રેરતી. તેવામાં ગામ બહાર દૂર ખેતરમાં એક બાવો આવી રહ્યાના સમાચાર ગામમાં ફેલાયા. હું પણ લોકો સાથે તેમની પાસે ગયો. તેમના ચલમના ધુમાડા તો દેખી શકતો નહિ, પણ તેની ગંધ મારાથી છૂપી રહી શકતી નહિ. એક વૃદ્ધ નમ્રતાથી પૂછ્યું કે મહારાજ વરસાદનું શું? તેમણે જવાબ આપ્યો “બચ્ચા પંદર દિન ધીરજ રખો.
Page #62
--------------------------------------------------------------------------
________________
સામાજિક અને ધાર્મિક જીવનનો પરિચય ૦ ૫૧ બસ બધાએ એને દેવવાણી માની લીધી. મારી શ્રદ્ધા એ ઉપર ચોંટે નહિ છતાં મૌન રહ્યો. ઉત્સુકતાથી રાહ જોતાં જોતાં પંદરમો દિવસ આવી પહોંચ્યો, પણ મેઘરાજના નિશાન ડંકા સંભળાયા નહિ. ઘણા દૃઢ શ્રદ્ધાળુઓએ જ્યારે એવી દલીલ કરી કે પાંચદશ દિવસ આઘુંપાછું થાય તોય પંદર દિવસ કહેવાય ત્યારે મને એમ કહેવાનું સાહસ થઈ આવ્યું કે જો એવા ભામટાને સાચું ભવિષ્યત્ જ્ઞાન હોય તો તે પંદર દિવસ પૂરા થયા પહેલા જ બધી જ મળતી સગવડ છોડી શા માટે પલાયન કરી જાય ? યોગાભ્યાસનો નાદ
આ જ અરસામાં યોગાભ્યાસનો પણ નાદ લાગેલો. એનાં બીજ તો વવાયાં એક બાળકૃષ્ણજી નામના જૈન સાધુ દ્વારા. મૂળે એ સાયલા સંઘાડાના સાધુ, પણ પાછળથી ગુરુ અને સંઘાડાથી છૂટા પડેલા. તે ક્યારેક ઉપાશ્રયમાં ઊતરે તો કયારેક ગામ બહારની ધર્મશાળામાં બીજા બાવાઓ સાથે પણ ઊતરે. એમનો કંઠ સુમધુર અને ચિદાનંદ, આનંદઘન ઉપરાંત કબીર, દાદુપંથી સાધુ-સંતોનાં પણ અર્થવાહી આધ્યાત્મિક ભજનો ગાયા કરે અને યોગીઓની તેમ જ ગિરનારમાં વસતા અકળ શક્તિવાળા સાધુ-સંતોની વાતો કરે. મને પણ થયું કે આ ભણવા-ગણવાની લમણાંફોડ શી ? યોગ શીખીએ તો બધું વગર મહેનતે સિદ્ધ થાય. બાળકૃષ્ણજીની દૃષ્ટિ પણ મારા ઉપર ચોંટી. અમારું સખ્ય બંધાયું અને ઉપાશ્રયમાં રહી ચોમાસુ પણ કર્યું. મધરાતે ઊઠીને એકલા આસનપ્રાણાયામ કરે, નોળી-ધોતી કર્મ કરે, એ બધું જાણી તેમના પ્રત્યે મારો આદર વધ્યો અને એક વા૨ અમે બંનેએ નક્કી કર્યું કે ગિરનાર ચાલ્યા જવું અને ત્યાંની ગુફાઓમાંથી હજી જીવિત સંભળાતા ચિદાનંદને શોધી કાઢવા અને ત્યાં જ રહી જવું. જો એ જ વર્ષે હું ચોમાસામાં વઢવાણ કેમ્પ ઉત્તમચંદજી મહારાજ પાસે સંસ્કૃત શીખવા ગયો ન હોત અને ત્યાં રહ્યો ન હોત તો કદાચ ગિરનારની રખડપટ્ટી પણ થઈ હોત. જ્યારે ગિ૨ના૨ જવાનો મારો નિશ્ચય મોળો પડવાની વાત બાળકૃષ્ણજીએ જાણી ત્યારે મને આવા ભણતરની નિસ્સારતા વિષે કહ્યું ખરું પણ એની મારા ૫૨ અસર થઈ નહિ. જ્યારે કાશીથી પાછો ફરી આવતો ત્યારે સમાચાર જાણી ગમે તેટલે દૂરથી પણ બાળકૃષ્ણજી પોતે અગર તેમના કુંભાર ચેલા કર્મચંદ્રજી મળી જતા. એમની ધૂને એમને ગિરનારની સફર પણ કરાવી, પણ એનું પરિણામ એમની પાસેથી જાણવાની મને કદી તક મળી નહિ. મારી વૃત્તિ સંસ્કૃત વિદ્યાભ્યાસ તરફ ઉત્તરોત્તર વધ્યે જ જતી હતી તેમ છતાં યોગશક્તિ વિષેનો તે વખતે પડેલો સંસ્કાર ભૂંસાઈ જવાને બદલે મનમાં ઊંડાં મૂળ નાંખી રહ્યો હતો. અત્યારે મને લાગે છે કે એ અરસામાં શ્રીમદ્ રાજચંદ્રનો ભેટો થયો હોત તો કદાચ મારી યોગરુચિએ તે જ વખતે વિશિષ્ટ રૂપ ધારણ કર્યું હોત. એ ભેટો ન થવાનું મુખ્ય કારણ તો સાંપ્રદાયિક લોકોના મિથ્યા પ્રચારમાં હતું. પ્રતિષ્ઠિત ગણાતા અને શાસ્ત્રના વિદ્વાન મનાતા તેમજ નાની ઉંમરમાં ગુરુ તરીકે સ્વીકારેલ અમીચંદજી ઋષિ જેવાના મુખથી સીધેસીધું સાંભળેલું કે રાયચંદ્ર તો ગૃહસ્થ છે અને
Page #63
--------------------------------------------------------------------------
________________
પર છે મારું જીવનવૃત્ત પોતાને ગુરુ તરીકે પૂજાવે છે. છે તો ચોથે ગુણસ્થાને અને ડોળ કરે છે છઠ્ઠા ગુણસ્થાનનો તેમજ પચ્ચીસમા તીર્થંકર હોવાનો. આવી વાતોથી ભડકી સરળ અને શક્ય હોવા છતાં પણ તેમને સાક્ષાત્ મળી શક્યો નહિ. સંપ્રદાયવિચ્છેદ તરફ
વિ. સં. ૧૯૫૯ના ચોમાસામાં વઢવાણ કેમ્પમાં હતો ત્યારે જિજ્ઞાસા મને સ્થાનક્વાસી ઉપાશ્રય બહાર જવા પણ પ્રેરતી. ત્યાં જૈન મંદિર પાસે ચાલતી જૈન પાઠશાળામાં ઉજમશી માસ્તર ભણાવતા. તે બહુ જક્કી અને દલીલબાજ. તે મને અવારનવાર મંદિર અને પાઠશાળામાં મીટિંગ વખતે ચર્ચા થાય ત્યારે લઈ જાય. મૂર્તિની માન્યતા વિષે પણ અમે બંને અંદરોઅંદર ચર્ચા કરીએ. આ ચર્ચા દરમિયાન હું કેટલુંક વધારે વિચારતો થયો. જોકે મને કોઈ ઉજમશી માસ્તર સાથે જતાં રોકતું નહિ. છતાં
ક્યારેક ક્યારેક મને ભણાવનાર વિદ્વાનું ઉત્તમચંદજી મહારાજ મૂર્તિની માન્યતા વિરુદ્ધ શાસ્ત્રોમાંથી પુરાવાઓ સંભળાવતા. સંભવ છે કે બીજા કેટલાકને એવો ડર પેઠો હોય કે શાસ્ત્રજ્ઞ મનાતો મારા જેવો મંદિરમાં જતો આવતો થાય તો તેમના સંપ્રદાયને ધક્કો પહોંચે. છતાં મારે કહેવું જોઈએ કે કોઈએ પણ મારા મોઢે એવી સંકીર્ણતા દર્શાવેલી નહિ. બીજી બાજુ મૂર્તિમાં માનનાર લોકોમાં એવા ડોળી અને અભિમાની લોકોને હું જોઈ શકતો કે, અવારનવાર મંદિરે જતા-આવતા મને જોઈ એવો પ્રચાર કરતા કદી ચૂકતા નહિ કે, જુઓને સુખલાલ જેવો શાસ્ત્રજ્ઞ માણસ પણ મંદિરે આવે છે તો શાસ્ત્રોમાં મૂર્તિની માન્યતા જરૂર હોવી જોઈએ. આ બધું મારી જાણ બહાર ન હતું, પણ હું તો હવે માત્ર જિજ્ઞાસાથી જ નવું નવું જોવા-જાણવા ને વિચારવા પ્રેરાયો હતો. અત્યાર સુધીના મારા મન ઉપર મૂર્તિમાતાની સમર્થક કોઈ પ્રબળ છાપ પડી ન હતી. તેમજ મૂર્તિવિરોધના સંસ્કારો પણ હવે એટલા પ્રબળ રહ્યા ન હતા. સંસ્કૃતાભ્યાસ માટે કાશી પ્રયાણનો પ્રયત્ન
વિ. સં. ૧૯૫૯ અને ૬૦ દરમિયાન કોઈ વખતે જૈન ધર્મપ્રકાશ' નામના માસિક દ્વારા જાણવા પામ્યો કે એક સંવેગી સાધુ કાશીમાં સંસ્કૃત અધ્યયન કરવા-કરાવવા કેટલાક સાધુઓ અને ગૃહસ્થ વિદ્યાર્થીઓ સાથે જઈ રહ્યા છે. તે અર્થે માંડલના શ્રીમાનોએ સારી ઉદારતા પણ બતાવી છે ઈત્યાદિ. ઊંડું અને વિશાળ સંસ્કૃત અધ્યયન કરવાની રુચિનો દઢ પાયો તો નંખાઈ ગયો હતો, પણ મારી પરાધીન સ્થિતિ કાશીમાં જવાની મને કલ્પના સુધ્ધાં કરાવી શકે તેમ ન હતું અને વધારામાં પિતાજી તેમજ બધા વડીલોનો ભય પણ હતો કે આવી વાત કાઢું તો તે મને મૂખ જ ગણે અને ઠપકો પણ આપે. અધ્યયનની તીવ્ર રુચિ અને તેને દબાવતી પરિસ્થિતિની કલ્પના વચ્ચે રાતદિવસ મન ઝોલાં ખાતું. મને બરાબર યાદ છે કે એ દિવસોમાં અનેક વાર આકાશમાં ઊડ્યાનાં સ્વપ્નો આવેલાં. હવે મને લાગે છે કે એવાં સ્વપ્નોનું કારણ ચિંતાજન્ય વાત
Page #64
--------------------------------------------------------------------------
________________
સામાજિક અને ધાર્મિક જીવનનો પરિચય - ૫૩ પ્રકૃતિનો ઉદ્રક હોવું જોઈએ. જે ત્યારબાદ કદી આવ્યાનું યાદ નથી. છેવટે ઘરનું કોઈ ન જાણે તેવી રીતે મિત્ર દ્વારા કાશી પત્રવ્યવહાર શરૂ કર્યો. જોકે એનો હામાં જવાબ આવવા વિષે કોઈ આશા ન હતી તેમજ આવવાની હા લખે તોય ઘર તરફથી સમ્મતિ મળવાની તો લેશમાત્ર આશા ન હતી. મેં મનમાં નક્કી કર્યું કે જો કાશીથી ધર્મવિજ્યજી મહારાજ આવવાની હા લખે તો ગમે તે ભોગે જરૂર જવું, પણ જવાની છેલ્લી ક્ષણ, આવે ત્યારે જ વડીલોને કહેવું, ત્યાં લગી આ વિચાર ગુપ્ત જ રાખવો. એક દિવસે અચાનક કાશીથી જવાબ આવ્યો કે, “તમે ભલે આંખે ન દેખો છતાં આવી શકો અને વીરમગામથી કેટલાક વિદ્યાર્થીઓ આવનાર છે એમની સાથે તમે આવો. તે માટે વિરમગામ જાઓ અને ત્યાં કાશી જૈન પાઠશાળાની ઓફિસમાં સેક્રેટરીને મળો. હું તેમને સીધું સૂચવું છું.' ઇત્યાદિ. આ કાર્ડ જ્યારે વાંચ્યું ત્યારે મારા હર્ષનો પાર રહ્યો નહિ, પણ સાથે કોને લેવો અને કઈ રીતે જવું એ જ ભારે મૂંઝવણનો પ્રશ્ન હતો. મારો પહેલેથી જ વિચાર હતો કે ઘરના કોઈ પણ માણસ સાથે ન જવું. નહિ તો મારાથી ખાનગી રીતે પરદેશમાં પડતી મુશ્કેલીના સમાચાર પિતાજીને આપી અધ્યયનમાં વિઘ્ન ઊભું કરશે. હું એટલું તો સમજતો હતો કે, એટલે દૂર પરાધીન સ્થિતિમાં અજાણ્યા વચ્ચે રહેતાં મને જરૂર અકલ્પિત મુશ્કેલીઓ આવવાની. સાથે જ એ પણ દઢ નિર્ધાર હતો કે મુશ્કેલીઓ ગમે તે આવે તોય કાશી જવું અને ત્યાં રહી ભણવું.
વતન લીમલીમાં પ્લેગ હોવાથી બધા બહારગામ ગયેલા. સહકુટુંબ પિતાજી નજીકના જ મુંજપર ગામમાં હતા, જ્યારે હું મૂળી ગયેલો અને ત્યાં જ કાશીથી આવેલું કાર્ડ મળેલું. પિતાજી તે જ દિવસે કોર્ટના કામ પ્રસંગે મૂળી આવેલા. મેં એમને કાશી જવાનો મારો વિચાર અને ત્યાંથી આવેલો પત્ર એ વિષે ટૂંકમાં કહ્યું, પરંતુ વાત શરૂ કર્યા પહેલાં જ મેં એમને ભારપૂર્વક પુત્રના લાડથી કહી દીધું કે જો તમે મને પ્રથમ જ જવાની ના પાડશો તો અમંગળ અને અપશુકન થશે એટલું જ, બાકી હું તો જવાનો છું, તે છું જ, આ બધું સાંભળી પિતાજી મૂંઝાયા અને અવાક થઈ ગયા. છેવટે કહ્યું કે ત્યારે આજે મારી સાથે ઘેર ચાલ. ત્યાં જઈ વિચારીશું. એમના મનમાં વૈશ્યપ્રકૃતિ પ્રમાણે એમ જરૂર સૂછ્યું હશે કે ઘેર આવશે અને ધીરે ધીરે સમજાવવાથી ઊભરો શમી જશે. તેમની સાથે રાતે ઘેર પહોંચ્યો. ભોજાઈએ આ વાત સાંભળી તો તે પણ દિમૂઢ થઈ ગઈ. મેં એને કહી દીધું કે ભાભી તમારે કાંઈ હા-ના કરવી નહિ. નહિ તો અપશુકન થશે એટલું જ, હું તો જમ્યા વિના જ નીકળી જઈશ. એણીએ બીજે દિવસે લાપસી કરી, પણ મને ભાવી નહિ.
હું પિતાજી અને મારા સમવયસ્ક ફઈના દીકરા ચુનીલાલ, જે મારે ત્યાં જ રહેતા – અમે ત્રણેય વઢવાણ કેમ્પ આવ્યા. ચુનીલાલને વિરમગામ સુધી લઈ જવાની ઈચ્છા હતી, પણ મોટાભાઈ ખુશાલચંદ વઢવાણ કેમ્પમાં હતા તે વચ્ચે આવ્યા. તેમનો સ્વભાવ પિતાજી જેવો મૃદુ નહિ અને તડફડ પણ કરી નાખે. પહેલાં તો મારી વાત સાંભળી
Page #65
--------------------------------------------------------------------------
________________
પ૪ - મારું જીવનવૃત્ત નારાજ થયા અને કહ્યું કે તું એટલે દૂર જા તો લોકો એમ જ કહે આ તો માથેથી ભાર ઉતાર્યો. અમારે બીજાને મોટું શું બતાવવું? વળી ભણવું જ હોય તો તારી ઇચ્છા પ્રમાણે આટલામાં કયાંય નજીક પંડિત હોય ત્યાં ગોઠવણ કરીએ, ઈત્યાદિ. છેવટે મારો મક્કમ નિર્ણય જાણી તેઓ પોતે વીરમગામ સુધી સાથે આવવા તૈયાર થયા. તેમના મનમાં ઊંડે ઊંડે એ વિચાર તો હતો જ કે છેવટે વીરમગામ સુધી જઈ ત્યાંથી એક અગર બીજી રીતે સમજાવી આને પાછો લાવીશ અને આનો ઊભરો યુક્તિ-પ્રયુક્તિથી શમાવી દઈશ. અને બંને વઢવાણ કેમ્પ સ્ટેશનથી તે વખતે ચાલતી બ્રોડગેજ બી. બી. એન્ડ સી. આઈ. ટ્રેનમાં બેઠા. મારા માટે વિરમગામની દિશા અને બ્રોડગેઇજ ટ્રેન બંને પહેલ-વહેલાં હતાં. ટ્રેનમાં આડીઅવળી વાત કાઢી ભાઈ સમજાવે, પણ હું તો બધિર જ થઈ ગયેલો.
વીરમગામ ફઈની દીકરી પાર્વતીબહેન ઝવેરીને ત્યાં ઊતર્યા. પાર્વતીબહેન ઉમરે મોટાં, વિધવા તેમજ શાસનપ્રિય એટલે તેમણે તો પહેલાં મોટાભાઈ ઉપર વરાળ કાઢી અને પછી મારા ઉપર. મને નરમ પાડવા મોટાભાઈને ભાવતું મળી ગયું. મેં કહ્યું કે સેક્રેટરીઓને મળીએ પછી જોઈ લઈશું. મોટા સેક્રેટરી રત્નચન્દ્ર, જે વીરમગામની હાઈસ્કૂલના હેડમાસ્તર, ઉમરે વૃદ્ધ, કાને કાંઈક બહેરા અને સ્વભાવે સરળ તેમજ ધાર્મિક હતા. નાના સેક્રેટરી છોટાલાલ ત્રિકમદાસ પારેખ, જે તે વખતે ડિસ્ટ્રિક્ટ પ્લીડરનો અભ્યાસ કરતા અને ઉંમરે લગભગ મારા જેવડા. એ બુદ્ધિશાળી, સ્વભાવે કાંઈક તેજ, પણ સ્પષ્ટભાષી. છોટાભાઈ અત્યારે અમદાવાદમાં રહે છે અને વકીલાત કરે છે. આ બને સેક્રેટરીઓને ઓફિસમાં મળ્યા. તેઓ પણ મારી સ્થિતિ જોઈ નવાઈ પામ્યા અને કહ્યું કે અહીં ઑફિસમાં તો કાશીથી મહારાજજીનો સુખલાલ વિષે કોઈ પત્ર નથી. તેમજ
ત્યાં જવા માટે બીજા જે વિદ્યાર્થીઓ આવવાના હતા તે પણ હજી આવ્યા નથી, ઈત્યાદિ. બંને સેક્રેટરીઓએ અંગ્રેજીમાં કાંઈક વાતચીત કરી. એ મ્લેચ્છ ભાષાથી હજી લગી હું ભ્રષ્ટ થયો ન હતો, પણ ભ્રષ્ટ થયેલ મારા મોટાભાઈએ વાતચીતનો મર્મ જાણી લીધો. મર્મમાં છોટાલાલભાઈની દલીલ એ હતી કે ધર્મવિજય મહારાજ સુખલાલની અપંગ સ્થિતિ જાણ્યા છતાં કાશી કેમ બોલાવતા હશે? અને ત્યાં એ ભણશે કેવી રીતે? તેમજ એની મુશ્કેલી કોણ નિવારશે, ઈત્યાદિ. છેવટે સેક્રેટરીઓએ કહ્યું કે અમે કાશી પત્ર લખીએ છીએ. જે જવાબ આવશે તે તમને જણાવીશું. ઈચ્છા હોય તો ત્યાં લગી વિરમગામ રહો અગર ઘેર જઈ શકો. મોટાભાઈને વળી વધારે ભાવતું મળી ગયું. મને કહે – જો ! સેક્રેટરીઓ મોકલવા ઇચ્છતા નથી. અંગ્રેજીમાં એમની એ જ મતલબની વાત હતી. હવે ભાઈને અનુકૂળ થઈ મેં કહ્યું કે ત્યારે આપણે પાછા ફરીએ. હું કેમ્પમાં રહી જવાબની રાહ જોઈશ. જો ના આવી તો ઘર છે જ, ઈત્યાદિ. મનમાં એમ નક્કી કર્યું કે આઠ-દશ દિવસમાં જો અનુકૂળ જવાબ ન આવે તો જ કેમ્પથી પાછા ઘેર જવું.
Page #66
--------------------------------------------------------------------------
________________
૮. કાશી પાઠશાળા
કાશીની પ્રથમ યાત્રાના અનુભવો
કેમ્પમાં હતો ત્યાં તો લગભગ આઠેક દિવસમાં વીરમગામથી તાર આવ્યો કે સુખલાલને મોકલો. હું વીરમગામ આવ્યો ત્યાં કાશી ભણવા જનાર બીજા એક વિદ્યાર્થી પણ આવી ગયેલ હતા. અમારે બંનેએ સાથે જવું એમ પણ નક્કી થયું. સાથે ચાલનાર વિદ્યાર્થી પ્રાંતિજની શાળાના શિક્ષક હતા. એમનું નામ નાનાલાલ અને સ્વભાવે ગરીબડા તેમજ બીકણ. તેઓ પણ મારી પેઠે કદી ઘર બહાર દૂર ગયેલા નહિ. સાહસ કે નવો રસ્તો કાઢવાની સૂઝ નાનાલાલમાં ઓછી, પણ તે દેખતા. મારામાં એવી કંઈક શક્તિ ખરી, પણ હું અણદેખતો. તેમ છતાં સાંખ્ય પરંપરાના પ્રકૃતિ-પુરુષ સંબંધી અંધગુન્યાયે' અમારું પ્રવાસ ચક્ર ટ્રેનના ચક્ર સાથે જ ગતિમાન થયું. મોટાભાઈ અને બીજા સ્નેહીઓ ગળગળા થઈ પાછા ક્યું. મને તો એકેય આંસુ આવ્યું નહિ. નવા • નવા મનોરથો અને ભયો મનમાં ઉદ્દભવવા લાગ્યા. અમે બંનેએ એકબીજાનો પરિચય સાધ્યો, પણ કોણ જાણે પહેલેથી જ નાનાલાલનો ઉત્સાહ મને બહુ મોળો દેખાયો. સાથે મીઠાઈના ભાતાની પૂરતી સગવડ હતી. પ્રવાસમાં જરૂરી એવી માહિતી મેળવવાનું કોઈ સાધન પાસે ન હતું. ન તો અમે જાણતા કે રેલવે-ગાઈડ હોય છે અને તે ઉપયોગી થઈ પડે છે, કે ન કોઈએ એ વિષે કશી જાણ કરી.
ગાડી અને મનોરથો આગળ વધ્યે જતાં હતાં. સમય વારાફરતી નવી-નવી મીઠાઈઓ ખાવામાં અને નવાં-નવાં સ્ટેશનોનાં નામ જાણવામાં પસાર થતો હતો. પેટ હવે વધારે વખત મીઠાઈ અને પાણીને અંદર સમાવી શકે તેમ હતું નહિ; અને ડબ્બામાં હાજત માટેનું કશું સાધન પણ ન હતું. ગાડી ઊભી રહી ઊપડી જાય ત્યારે જ નક્કી કરી શકતા કે અરે ! આટલા વખતમાં તો આપણે ગાડીમાંથી નીચે ઊતરીને પણ લઘુશંકા કરી પાછા ચડી શક્યા હોત. પાલનપુર અને આબુ જેવાં સ્ટેશનો પસાર થઈ ગયાં, પણ ગાડી ઊપડી જશે એ ભયથી અમે નીચે ઊતરી શક્યા નહિ. મારવાડમાં મોરી બેડા સ્ટેશન સુધીમાં સહનશીલતાની છેલ્લી હદ આવી ગઈ. અમે બંને એમ નક્કી કરીને ઊતરી ગયા કે ગાડી જાય તો છો જાય, બીજી પકડીશું. એમ યાદ છે કે વધારે પડતા દબાણને લીધે બંધ પડેલો પેશાબ ઘણી વારે ઊતર્યો. બીજી ગાડી ક્યારે આવશે એ રાહ જોતાં ત્યાં બેઠા હતા.
Page #67
--------------------------------------------------------------------------
________________
પ૬ મારું જીવનવૃત્ત
દરમિયાન મને થયું કે લાવોને સ્ટેશન-માસ્તરને જ પૂછીએ. પરાણે નાનાલાલને તૈયાર કરી સાથે લઈ હું માસ્ટર પાસે ગયો અને પૂછ્યું. પહેલાં તો માસ્તરે ટૂંકમાં પતાવ્યું, પણ અમને ગુજરાતીમાં બોલતા જોઈ તેમનો દેશપ્રેમ ઊભરાઈ આવ્યો અને ગુજરાતીમાં જ પૂછ્યું કે કોણ છો અને ક્યાં જાઓ છો ઈત્યાદિ. કાશી જવાની અને તે પણ સંસ્કૃત ભણવા જવા માટેની વાત અમારા મોઢેથી સાંભળતાં જ તેમની વૈષ્ણવતા અમારી વહારે આવી. તેમણે કહ્યું બેસો. હું તમને ગાડીમાં સારા ડબ્બામાં બેસાડી આપીશ અને હમણાં આવતી પહેલી ગાડી જવા દો, ત્યાર બાદ બીજી આવતી ફાસ્ટ ટ્રેનમાં તમને પાયખાનાવાળા ડબ્બામાં જ બેસાડી આપીશ. અમને તો પુરુષોત્તમ ભેટ્યા અને સગવડિયા ડબ્બામાં બેસી આગ્રા પહોંચ્યા. અને આગ્રાથી ટુંડલા થઈ સગવડઅગવડે કાશી-રાજઘાટ સ્ટેશને રાત્રે પહોંચ્યા. પાસેની ધર્મશાળામાં ઊતર્યા, એવા વિચારથી કે રાતે કયાં જવું? વઢવાણ-કેમ્પથી રવાના થયા પહેલાં એક લલ્લુજી નામના મુનિ પાસેથી સાંભળેલું કે વારાણસી ધૂર્તવતુએટલે મારું મન કાશીની ધૂર્તતા વિષે સશક હતું જ, તેવામાં પંડ્યાઓએ અમને ઘેર્યા. લાલચ, પૂર્વજોને સદ્ગતિ પહોંચાડવાનો સદુપદેશ, બીજા ઠગપંડ્યાઓથી સાવધ રહેવાની ચેતવણી વગેરે એમના વિવિધ શાળા છતાં અમે તો ધર્મશાળામાં રહી ગયા. ઊંઘ કોને આવે ! સવાર પડી અને ગાડી કરી. મોઢે માંગ્યા પૈસા આપી ઠરાવ એવો કર્યો કે, તેણે અમને જવાની જગ્યાએ જ પહોંચતા કરવા, પણ ગાડીવાળો તો અમુક જગ્યાએ જઈ કહેવા લાગ્યો કે અહીંથી આગળ ગાડી જતી જ નથી. છેવટે તે વખતે જ્યાં યશોવિજય જૈન-પાઠશાળા ભાડાના મકાનમાં ચાલતી ત્યાં સૂતટોલામાં ઠેકાણાસર પહોંચી ગયા. બજારમાંથી મકાન સુધી પહોંચવા માટે નીચે પોલી અને ઉપર સાવ પથ્થરથી જડેલી એવી જિંદગીમાં કદી નહિ જોયેલી દુર્ગધ ફેંકતી સાંકડી ગલીઓમાંથી પહેલ-વહેલા પસાર થવું પડેલું. કૃતજ્ઞતાપૂર્વક ઉત્સાહમૂર્તિ શ્રી ધર્મવિજય મહારાજજીનાં પ્રથમ દર્શન કર્યા. અને તેમના સ્વાગતપૂર્ણ મધુર આશ્વાસનથી રસ્તાનું બધું દુઃખ ભુલાઈ ગયું. આ વખતે વિ. સં. ૧૯૬૦નો ચૈત્ર માસ હતો. કાશી પાઠશાળામાં
પાઠશાળા શરૂ થયે એકાદ વર્ષ વીત્યું હશે. અત્યારે પાઠશાળા કનૈયાલાલ જૈનના ભાડે રાખેલ મકાનમાં તેમ જ પાસે આવેલ બાબુ ધનપતસિંહજીની ધર્મશાળામાં ચાલતી. કાશીમાં જઈ પાઠશાળા સ્થાપવી, અને જે વિદ્યાધામમાં રહી ઉપાધ્યાય યશોવિજયજીએ ન્યાય તેમજ દર્શનોનો અસાધારણ અભ્યાસ કર્યો હતો અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ન્યાયવિશારદ પદ પ્રાપ્ત કર્યું હતું તે જ વિદ્યાધામમાં સાધુઓ અને ગૃહસ્થ વિદ્યાર્થીઓને પૂરતી સગવડ આપી ભણાવી નવયુગના યશોવિજયજીઓ તૈયાર કરવા – એ વિચાર ધર્મવિજયસૂરીશ્વરજીને ગુજરાતમાં ઉદ્દભવેલો. ધર્મવિજયજી મહારાજ મૂળે કાઠિયાવાડ મહુવાના વૈશ્ય અને સટ્ટો પણ ખેલેલા. તેઓ ભારે બાહોશ, ઉત્સાહી અને વિદ્યાપ્રિય હતા. ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભાની પ્રતિષ્ઠાના પ્રાણપ્રદ વૃદ્ધિચંદજી મહારાજના
Page #68
--------------------------------------------------------------------------
________________
કાશી પાઠશાળા ૫૭ તેઓ શિષ્ય થાય. વૃદ્ધિચંદજી મહારાજના બીજા કેટલાક શિષ્યો વિદ્યાની બાબતમાં ધર્મવિજય મહારાજ કરતાં ચડે એવા પણ હતા અને હજી પણ એવા એક વિજય નેમિસૂરીશ્વર હયાત છે. છતાં નવયુગની ભાવનાને અનુરૂપ ગૃહસ્થોમાં પણ વિદ્યાપ્રચાર કરવાનો અને અનેક પ્રકારની પ્રાચીન વિદ્યાઓના સર્વોત્કૃષ્ટ ધામ તરીકે ચિરકાળથી વિખ્યાત એવા હિન્દુસ્થાનના લંડનસમા કાશી શહેરમાંથી વિદ્યાધન મેળવી જૈન સમાજને વિદ્યાસમૃદ્ધ કરવાનો અભૂતપૂર્વ વિચાર આવ્યાનું માન તો શ્રી ધર્મવિજ્ય મહારાજના જ ફાળે જાય છે. અત્યાર અગાઉ વિજ્યાનંદ સૂરીશ્વર, રાજેન્દ્રસૂરિ જેવા પ્રભાવશાળી અને વિદ્વાન સાધુઓ થઈ ગયા હતા, પણ ગૃહસ્થોમાં શાસ્ત્રીય વિદ્યાની નવેસરથી પ્રતિષ્ઠા કરવાનો તેમજ કાશી જેવા સ્થાનનો સદુપયોગ કરી લેવાનો વિચાર કોઈને આવ્યો ન હતો. ધર્મવિજય મહારાજજીના આ વિચારનો વિરોધ કેટલાક ટૂંકી દૃષ્ટિના ગૃહસ્થો તેમ જ સાધુઓએ કરેલો પણ ખરો એમ મેં તેમના જ મુખેથી સાંભળ્યું હતું, પણ સદ્ભાગ્યે તેમણે કોઈની ૫૨વા ન કરી. સાહસ અને સદ્વિચારને અનુયાયી મળી જ આવે છે એ સત્ય તેમની બાબતમાં જલદી સિદ્ધ થયું. તેમને ઘણા સહાયકો મળી આવ્યા. મહારાજીના અદ્ભુત સાહસે મહેસાણાવાળા વેણીચંદ સૂરચંદ જેવા અતિક્રિયાકાંડીને પણ આકર્યાં. પગે ચાલી કેટલાક વિદ્યાર્થીઓ અને છ સાધુઓ સાથે મહારાજજી કાશી પહોંચેલા. આ સહચારી છ સાધુઓમાંથી ચાર એમના પોતાના શિષ્ય અને બે બીજાના શિષ્ય હતા. એમાંથી અત્યારે ત્રણ જ જીવિત છે. ગુજરાતી ટ્રેનિંગ કૉલેજમાં સિનિય૨ થયેલ મોહનવિજ્યજી અત્યારે શિષ્યો સહિત બિરાજે છે ને અતિ वृद्ध છે. ઇન્દ્રવિજ્યજી, જેઓ ધર્મવિજયજી મહારાજના મુખ્ય શિષ્ય થાય તે એકલવિહારી તરીકે વિચરે છે. તેમના તે વખતના લઘુશિષ્ય વલ્લભવિય પણ એકવિહારી થઈ જ્યાં ત્યાં ફરે છે. સાથે આવેલ છ સાધુઓ ઉપરાંત પચ્ચીસેક ગૃહસ્થ વિદ્યાર્થીઓ હશે, જે મોટે ભાગે ગુજરાત-કાઠિયાવાડના હતા.
કનૈયાલાલવાળા પાઠશાળાના મકાનમાં ત્રણ માળ હતા. મકાન કાશીના જૂની ઢબનાં મકાનો પૈકી જ હતું. દર્શનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય બંનેની સહનશીલતાની પરીક્ષા કરે એવા એ પાયખાનાને ભિસ્તી આવી મસકથી ધોઈ નાંખે કે તરત જ એમાં પ્રવેશવા ઇચ્છતા ઉમેદવારોની હરીફાઈ ચાલતી. જો હું દાક્ષિણ્યને લીધે કે બીજે કા૨ણે જરાક પાછળ પડી ગયો તો મારી ઘ્રાણેન્દ્રિય મને સહિષ્ણુ થવા ફરમાવતી. જીવન માટે અનિવાર્ય એવી નિહારક્રિયાની વ્યવસ્થા વિષેનો આવો પ્રબંધ હતો, જ્યારે ભોજનવ્યવસ્થાનો પ્રબંધ તદ્દન એથી ઊલટા પ્રકારનો હતો. દૈનિક ભોજન કે પર્વ-ભોજનમાં ઘી, દૂધ, સાક૨ આદિની જૈનોને શોભે એવી ઉદારતા હતી. અમારી પાઠશાળા તો હિન્દુસ્તાનીઓ માટે નિહાર કરતાં આહારની સગવડ જ પ્રથમ દરજ્જો ભોગવે છે. એ પરંપરાનું પ્રતિબિંબ માત્ર પાડતી. બીજે માળે એક રૂમમાં મારે રહેવાનું ઠર્યું. તે જ રૂમમાં પેલા વઢવાણ કેમ્પવાળા ઉજમશી માસ્તર એમના ભાઈ ખીમચંદ સાથે રહેતા એ મને ભાવતું થયું.
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૮ મારું જીવનવૃત્ત બંને ભાઈઓ મારી સંભાળ લેવામાં અને જરૂરિયાતને પહોંચી વળવામાં ઘર જેવા સિદ્ધ થયા. મારી સાથે આવેલ પ્રાંતિજવાળા નાનાલાલ તો જાણે મારું જન્માંતરનું ઋણ પતાવવા જ આવ્યા હોય એમ સિદ્ધ થયું. તેઓ આવતાંવેંત બીમાર પડ્યા અને પંદરેક દિવસમાં ઘેર પાછા ગયા. પાછળથી સાંભળ્યું કે તેઓ ગુજરી પણ ગયા. હું રહેતો તે રૂમની લગોલગ સામેની જ રૂમમાં મઢડાવાળા શિવજી દેવશી તેમના બે કચ્છી સહચારી સાથે રહેતા. જે માત્ર થોડા વખત માટે જ કાશીમાં અધ્યયન કરવા આવેલા. તેમનો ટીખળી વિદૂષક સ્વભાવ બહુ રમૂજ આપતો તો ક્યારેક ચિંતનમાં વિબ પણ કરતો. તેમની ઉત્સાહી તેમજ નાટકીય વકતૃતા જ્યારે પહેલવહેલી સાંભળી ત્યારે તેમની તરફ હું આકર્ષાયો. કાશીના અતિતાપથી ભઠ્ઠી જેવા બની જતા કેવળ પથ્થરનાં મકાનોમાં રહેવાનો જીવનમાં પહેલો જ પ્રસંગ હતો, પણ ઇષ્ટ સોબત, બીજી સગવડ તેમજ ભાવાની સાંપડેલ તકને લીધે તે તાપ અને ગરમી સહેજે પચી ગયાં. પાઠશાળામાં વિદ્યારંભ
હું પહોંચ્યો તે દિવસે ઘણું કરી પંચમી હતી. પંચમીને જૈનલોકો જ્ઞાનતિથિ લખે છે એટલે તે જ દિવસે મારો વિદ્યારંભ શરૂ થયો. અમીવિજયજી નામના મુનિએ મને હેમચન્દ્રકૃત અભિધાન ચિંતામણિના પ્રથમ શ્લોક ઉચ્ચારાવ્યાનું યાદ છે. આ તો મંગળારંભ હતો, પણ નિયમિત રીતે પહેલાં ભણવું એ પ્રશ્ન આવતાં જ અમીવિજ્યજીએ મને કહ્યું કે તમે તો હેમચન્દ્રકૃત સિદ્ધહેમ નામક વ્યાકરણ બૃહદ્રવૃત્તિ સાથે ભણો. મેં તે વ્યાકરણનું નામ તે જ વખતે પહેલવહેલું સાંભળ્યું. સિદ્ધાંતકૌમુદીનું નામ અને તેનું ગૌરવ દેશમાં જ સાંભળેલું અને તે પણ સાંભળેલું કે સિદ્ધાંતકૌમુદીનું અધ્યયન કાશી જેટલું સરસ બીજે ક્યાંય થતું નથી. તેથી હું એને જ ભણાવતાં સંસ્કાર લઈ કાશી આવેલો. સંકોચાતાં સંકોચાતાં મારો વિચાર મેં કહ્યો, પણ મક્કમ સ્વભાવવાળા. અમીવિજયજીએ કહ્યું કે સુખલાલ કૌમુદીમાં શું એવું છે કે જેનો તમને મોહ છે! હૈમ વ્યાકરણ તો સર્વાંગીણ છે અને તમારા જેવા આંખે ન દેખનાર જ એને અથેતિ પૂર્ણ કરી શકશે. એમનો કહેવાનો ભાવ એ હતો કે હૈમ વ્યાકરણનું પ્રમાણ બહુ મોટું છે, પણ તે છપાયેલ ન હોઈ લખેલ પાનાં ઉપરથી જ તમારે શીખવાનું છે એટલે એક સાથે ઘણાં પાનાં જોઈ કદનો ભય તમને નહિ થાય. થોડાં થોડાં પાનાં પાસે રાખવાં એટલે બોજો પણ નહિ લાગે. એમણે મને મીઠાશથી જ કહ્યું કે તમારા જેવા જેન વ્યાકરણ નહિ ભણે તો પછી બ્રાહ્મણો ભણવા આવવાના છે ? વળી, એ પણ કહ્યું કે તમારે છ હજાર પ્રમાણ લઘુવૃત્તિ ન શીખતાં ૧૮ હજાર પ્રમાણ બ્રહવૃત્તિ જ શીખવી. મેં એમનું કથન સ્વીકારી લીધું. પાઠશાળા સ્થપાઈ ત્યારથી જ તેમાં લઘુવૃત્તિ સહિત હૈમા વ્યાકરણનું અધ્યયન શરૂ થઈ ગયું હતું. થોડાક અપવાદો સિવાય બધા જ વિદ્યાર્થીઓ લઘુવૃત્તિ ભણનાર હતા. બૃહદ્રવૃત્તિ શીખનાર હું એક જ હતો અને ઉંમરે પણ બીજા વિદ્યાર્થીઓ કરતાં મોટો એટલે પાઠશાળાના જગતમાં મોભો પણ ઠીક જામ્યો.
Page #70
--------------------------------------------------------------------------
________________
કાશી પાઠશાળા • ૫૯ અધ્યાપકો સવારે આવતા અને ધનપતસિંહજીની ધર્મશાળામાં અધ્યાપન ચાલતું. મુખ્ય અધ્યાપક અંબાદત શાસ્ત્રી દાક્ષિણાત્ય હતા અને ન્યાયદર્શન તેમજ કાવ્ય-સાહિત્ય ભણાવતા. એમની પાસે મોટે ભાગે સાધુવર્ગ જ ભણતો, જેમાં ધર્મવિજયસૂરીશ્વરનો પણ સમાવેશ થાય છે. બીજા અધ્યાપક હરનારાયણ તિવારી. તે વૈયાકરણ હતા. એમ કહી શકાય કે તે વખતે અધ્યાપકોની આ પસંદગી સારામાં સારી હતી, કારણ કે અંબાદત્ત શાસ્ત્રીને પોતાના ગુરુ સુપ્રસિદ્ધ નૈયાયિક સીતારામ શાસ્ત્રીનું પીઠબળ હતું તો તિવારીજીને પોતાના ગુરુ ભારતવિકૃત શિવકુમાર શાસ્ત્રીનું પીઠબળ હતું. ઉપરાંત બંને પોતપોતાના વિષયમાં પારગામી, અને ભણાવવામાં ઉત્સાહી પણ હતા. એમ યાદ છે કે તે વખતે બેમાંથી એકેયનો માસિક પગાર પંદરથી વધારે ન જ હતો. અને આટલો પગાર પણ અધ્યાપકો તેમજ જૈન પાઠશાળા માટે ભૂષણરૂપ લેખાતો. મારે તિવારીજી પાસે ભણવું એમ ઠર્યું કારણ કે એક તો તેઓ અતિવ્યુત્પન્ન મહા વૈયાકરણ અને બીજું તેઓ મારા આવ્યા પહેલાંથી જ હૈમ વ્યાકરણ વિદ્યાર્થીઓને ભણાવવા લાગેલા એટલે એના સંકેતોથી પણ પરિચિત થયેલા. લાંબા અનુભવ પછી અત્યારે પણ એમ કહી શકું છું કે તિવારીજીને ગુરુ બનાવવાનો યોગ મળ્યો એ મારા જીવનમાંના અનેક સુયોગો પૈકી એક સુયોગ હતો.
( વિશાળ પ્રમાણથી તેમ જ લખેલ પાનાને આધારે ભણાવાના ત્રાસથી કંટાળી રહે હું સિદ્ધહેમ વ્યાકરણ છોડી દઉં અને કૌમુદી તરફ યા ન્યાયાદિ વિષયની તરફ વળું એવા ભયથી અમીવિજયજીએ મને એક વાર હૈમ વ્યાકરણ વિષે ઉત્સાહિત કરી પહેલેથી જ વાડામાં પૂરવા સાધુ-સ્વભાવ પ્રમાણે બાધા આપી કે, જ્યાં લગી બૃહદ્રવૃત્તિ પૂરી ન થાય ત્યાં લગી બીજું કશું જ ભણવું નહિ.” એમણે બાધા તો આપી, પણ મારી ભણવાની અમુક અગવડ વિષેનો ન તો વિચાર કર્યો કે ન મને પૂછ્યું. મુખ્ય કહી શકાય તેમ જ મને નિરુત્સાહ કરી મૂકે એવી અગવડો આ હતી – ૧. પોથી લખેલી અને તે પણ કાંઈક અશુદ્ધ અને અક્ષરો પણ જૈન વળાંકના
છતાં સુયોગ્ય વાચકની અપેક્ષિત ગોઠવણ નહિ. ૨. ઝીલી શકું તેટલું શીખવા માટે અધ્યાપક પાસે પૂરતો સમય નહિ. ૩. ઘેરથી વાંચી તૈયાર થઈ આવ્યા વિના જ શીખવવાની પંડિતોની પુરાણ
પ્રથાને લીધે થતી સમય તેમ જ શક્તિની બરબાદી.
આ મુશ્કેલીઓ છતાં મારું ગાડું તો ચાલ્યું જ. શ્રી ઈન્દ્રવિજયજી સ્વતંત્રપણે કંઈ ન ભણે, પણ કાં તો બીજા ભણનાર સાથે મનસ્વીપણે જોડાય અને કાં તો ભણનારને મદદ કરે. હું નવો અને મેં પ્રારંભ પણ મોડો કરેલો એટલે તેઓ ભણવામાં મારી સાથે જોડાયા. ખરી રીતે તેઓ ભણતા નહિ, પણ મને વાંચી આપતા અને ભણવામાં મારો ઉત્સાહ ટકાવતા, પણ એમનો મિજાજ તેજ અને ક્ષણિક. કોની સાથે ક્યારે અને ક્ય નિમિત્તે એ બગાડી બેસે એ કહેવું જ કઠણ, પણ મારો અને એમનો તો કાર્યસાધક મેળા
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૦ • મારું જીવનવૃત્ત મળી જ ગયો. ધર્મવિજયજી મહારાજ મુખ્ય ખરા, પણ શાસન ચાલે ઈન્દ્રવિજયજીનું. તેઓ ધાર્યા પ્રમાણે મહારાજજી પાસે કરાવી લે. આથી ઘણા વિદ્યાર્થીઓને સહેવું પણ પડતું. પાઠશાળાના નવા મકાનમાં
મહારાજજીએ ગુજરાતમાંથી પ્રસ્થાન કર્યું તે પહેલાં પાઠશાળા માટે માંડલ આદિ સ્થાનોમાં અમુક ફંડ થયેલું. તેમના કાશી આવ્યા પછી તે ફંડમાં શ્રી વેણીચંદ સૂરચંદે કાંઈક વધારો કરી આપ્યો. પાઠશાળાના ખર્ચ વિષે કશી જ અગવડ હતી નહિ. મહરાજજીની ઈચ્છા એ જ બજેટનું પ્રમાણ અને મહારાજજી પણ એવા હિંમતબાજ અને કુશળ કે ગમે ત્યાંથી પૈસા મેળવી જ લે. હવે તેમનો વિચાર પાઠશાળા માટે સ્વતંત્ર મકાન ખરીદવાનો થયો. દરમિયાન એક કોઠી મળી આવી, જે અંગ્રેજી કોઠીના નામથી પ્રસિદ્ધ હતી અને જ્યાં મિસિસ એની બિસેન્ટે બનારસમાં સર્વપ્રથમ શિક્ષણ આપવું શરૂ કરેલું. કે. સી. આઈ. વીરચંદ દીપચંદ અને શેઠ ગોકુળભાઈ મૂળચંદ બંને મહારાજજીની મદદે આવ્યા અને તેમણે પાઠશાળા માટે પોતાને નામે મકાન ખરીદી લીધું. અને એ જ સાલના ચોમાસામાં પાઠશાળા નવા મકાનમાં આવી. મકાન પાંચ માળનું અતિ વિશાળ અને ભવ્ય એટલે એમાં અનેક નવીનવી પ્રવૃત્તિઓ શરૂ થઈ, પણ મારો એકાંગી રસ અને પ્રયત્ન તો મારા પ્રારંભેલ અધ્યયનમાં જ હતો. ઇચ્છું તેટલી ગતિએ અને તેટલા સંતોષથી નહિ, પણ મારું ગાડું ચાલ્યું જ જતું. હું ત્રીજે માળે એક રૂમમાં રહેતો, જેની જમણી બાજુના રૂમમાં મોહનવિજયજી અને ડાબી બાજુના રૂમમાં અમીવિજયજી બીજા એક કીર્તિવિજયજી સાધુ સાથે રહેતા.
મારા રૂમમાં બે સાથીઓ હતા, જેમાંના એક શાન્તિલાલ કસ્તુર, જે અત્યારે અમદાવાદમાં ક્યાંક ભણાવે છે. આ સાથીઓથી મને ઘણી રાહત મળતી અને તેઓ મને માનતા પણ બહુ, પરંતુ કાશીમાં આવ્યા પછી મારી નજીકની મિત્રતા તો બીજા એક વિદ્યાર્થી સાથે બંધાઈ. એ મૂળે બગદાણાના અને એમનું નામ પોપટલાલ. તે મારા પહેલાં આવેલા અને કાવ્ય વગેરે ભણતા. તે હતા બહુ સ્વમાની અને સ્વતંત્ર એટલે તેમને પાઠશાળાનું મનસ્વી તેમજ સાધુશાહી તંત્ર પસંદ ન આવતું. ઘણી વાર તેઓ પાછા ચાલ્યા જવાનું વિચારતા અને માત્ર મને જ એ વાત કરતા. એક વાર કહે કે સુખલાલભાઈ, આ બધી માથાફોડ શાને ! આ કરતાં યોગાભ્યાસ શો ખોટો ? હું પણ કાંઈક એવા જ કારણથી કંટાળેલો એટલે મેં તેમને બાળકૃષ્ણજીવાળા જૂનાગઢ જવાના સંકલ્પની વાત કરી. હું જાઉં તો તે તદ્દન તૈયાર છે એમ પોપટલાલે મને કહ્યું, હું પણ કાંઈક પીગળ્યો, પરંતુ વિશેષ વિચારને અંતે મેં તેમને કહી દીધું કે હું તો જૂનાગઢ રહી શકું નહિ. છેવટે પોપટલાલ દેશમાં ચાલ્યા ગયા અને મારો યોગ તો ચાલતો હતો તે પ્રમાણે માત્ર વ્યાકરણ વિષે જ ચાલુ રહ્યો. હૈમ વ્યાકરણના અભ્યાસની સમાપ્તિ
સાત રૂપિયામાં પાંચ કલાક લગી ભણાવવા આવતા એક જનાર્દન નામના દક્ષિણી પંડિત પાસે મને એક કલાક વધારે મળ્યો, જેનો ઉપયોગ હું માત્ર શીખેલું યાદ કરવામાં
Page #72
--------------------------------------------------------------------------
________________
કાશી પાઠશાળા • ૬ ૧ કરતો. જનાર્દન શાસ્ત્રીના ઉચ્ચારો બહુ ચોખા એટલે મને ફાવતું. શીખવામાં એક કલાક અને શીખેલું કંઠસ્થ કરી લેવામાં એક કલાક એમ માત્ર બે કલાક તો ગોઠવાયા, પણ મારી ઇચ્છા અને શક્તિ તેથી વધારે ખોરાક માંગતી. હું મારા પોતાના પૈસાથી પણ વધારે વખત માટે યોગ્ય વાચકની સગવડ કરી શકું તેમ હતું અને ત્યાં તો બહુ ખર્ચ પડે તેમ હતું પણ નહિ છતાં મેં તેવી ગોઠવણ કરવા મહારાજજીને સંકોચવશ ન કહ્યું તેમાં મેં પાછળથી મારી જ ભૂલ જોઈ. વધારે પ્રમાણમાં નવું શીખવાનો અને તેને યાદ કરવાનો જોઈતો પ્રબંધ ન થયો એટલે તે વખતે સમગ્ર ઈચ્છા અને શક્તિ ચિંતન તરફ વળ્યાં. જેટલું શિખાતું તે બધું કંઠસ્થ તો થતું જ. જાણે બધું મુખસ્થ રાખવાનો પ્રાચીન શ્રુતિને શ્રુતયુગ જ અવતર્યો હતો. એટલે કંઠસ્થ પાઠનું પ્રમાણ રોજ વધ્યે જાય. તે ન ભુલાય એ માટે એનું પુનરાવર્તન સતત ચાલતું. તે ત્યાં લગી કે આહાર, વિહાર અને બિહારમાં મન પુનરાવર્તનમાં જ રોકાયેલું રહેતું. મારું પુનરાવર્તન વેદપાઠી બ્રાહ્મણની પેઠે શબ્દપાઠ પૂરતું ન હતું. અર્થચિંતન ખૂબ કરતો એટલે શીખેલ પાઠમાંથી અનેક પ્રશ્નો ઉદ્દભવતા, તેનું સમાધાન અધ્યાપક તિવારીજી પાસેથી મળી જતું. વાચનનું પ્રમાણ ઓછું અને ચિંતનનું પ્રમાણ વધારે તેથી ઊંડાણમાં ઊતરાવાનો લાભ થયો તો જરૂરી બીજી વસ્તુઓ વાંચવાનું રહી જવાથી નુકસાન પણ થયું. આ રીતે ૧૯૬૦માં શરૂ કરેલ બૃહદ્રવૃત્તિ ૧૯૬૩માં લગભગ ત્રણ વર્ષે પૂરી થઈ. વખત તો કાંઈક વધારે ગયો, પણ એના શાબ્દિક અને આર્થિક સંસ્કારો એટલાં ઊંડા પડ્યા કે આજે ચાલીશ વર્ષ પછી પણ એનાં દરેક સૂત્ર, દરેક ઉદાહરણ અને દરેક ચર્ચિત વિષય લગભગ અધ્યાય અને પાદવાર થોડે પ્રયત્ન સ્મૃતિપટ ઉપર તાજાં થાય છે. સાત અધ્યાય અને અઠાવીસ પાદમાં પૂર્ણ થતા સંસ્કૃત વ્યાકરણને સમાપ્ત કર્યા બાદ આઠમા અધ્યાય તરીકે જાણીતું પ્રાકૃત વ્યાકરણ આપમેળે જ શીખી લીધું. સંસ્કૃતમાં પ્રવાહબદ્ધ બોલવાની દેશમાં સેવેલી ઈચ્છા તો અમુક અંશે સિદ્ધ થઈ જ હતી, પણ હવે પ્રાકૃતમાંય બોલી શકવાનું અભિમાન પોષાયું. ભારતીય ઋષિઓ અને વિદ્વાનોની હજારો વર્ષ થયાં એવી માન્યતા બંધાયેલી છે કે વ્યાકરણનું સમ્યફ અને પૂર્ણ જ્ઞાન બાકીનાં બધાં શાસ્ત્રોમાં યથાર્થ પ્રવેશ કરવાની અસલી ચાવી છે. અનુભવે એ માન્યતાના ખરાપણા વિષે મને લેશ પણ સંદેહ રહ્યો નહિ. ન્યાય, કાવ્ય ને અલંકારનો અભ્યાસ
અમીવિજયજીએ વચ્ચે બીજું ન શીખવાની બાધા તો આપી હતી, પણ તે વધારે વખત ટકી નહિ. અને તે ઠીક જ થયું. અંબાદત્ત શાસ્ત્રી તક મળતાં એકલો હોઉં ત્યારે મને કહે કે તમે મારી પાસે ન્યાય શીખો અને રસ તો ચાખો. તમારી બુદ્ધિ ન્યાયયોગ્ય છે, ઈત્યાદિ, શાસ્ત્રીજી સાધુઓને પરિશ્રમપૂર્વક ભણાવતા, પણ તેમને પૂરતો સંતોષ થતો નહિ એટલે કોઈ યોગ્ય શિષ્યની શોધ કરતા. બીજાને ભણાવતાં તેમને અવારનવાર સાંભળી હું પણ તેમના તરફ આકર્ષાયેલો. ખાસ આકર્ષણ તો તે દિવસે વધ્યું કે જ્યારે સંસ્કૃતમાં શુદ્ધ પ્રવાહબદ્ધ બોલતા એક અંગ્રેજ પાદરી સાથે શાસ્ત્રીજી ભારતીય દાર્શનિક
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૨ - મારું જીવનવૃત્ત સિદ્ધાંતો વિષે વાતચીત કરી રહ્યા હતા. તેને લીધે બાધા તોડી ન્યાય શીખવાનો પ્રારંભ કર્યો. અને વ્યાકરણ પૂર્ણ થયું ત્યાં સુધીમાં હું ન્યાયને લગતા પ્રાથમિક કેટલાક ગ્રન્થો ભણી પણ ગયો, જેમાં અનેક ટીકાઓ સહિત તર્કસંગ્રહ, મુક્તાવલી અને પચવાદના કેટલાક ગ્રન્થોનો સમાવેશ થાય છે. ન્યાયમાં મને બહુ રસ પડ્યો. હું સમજતો પણ ઠીક - ઠીક અને મનન તેથીયે વધારે કરતો. એટલે મારા પહેલેથી ભણતા કેટલાયને હું ન્યાયશાસ્ત્ર સમજાવતો. શાસ્ત્રીજી પણ મારા ઉપર ઠીક-ઠીક પ્રસન્ન રહેતા.
ન્યાયનો પાઠ શીખવો ત્યારે મને ઘણી વાર એમ થતું કે હું આ વિષય ક્યાંક શીખેલો છું. આ પૂર્વજન્મના સંસ્કાર હોય કે વિષયની સમજણ હોય તે કહેવું કઠણ છે. જ્યારે વંશપરંપરાથી આવો સંસ્કાર પ્રાપ્ત થયાનું પ્રમાણ શોધી કાઢવું તે તો મારા માટે એથીય વધારે અઘરું છે. વ્યાકરણના વાડા બહાર સંચરવાની મુક્તતાએ કાવ્ય તરફ પણ પ્રેર્યો હતો. રઘુવંશ, કિરાત, માઘ અને નૈષધ એ મહાકાવ્યોનો આસ્વાદ વ્યાકરણ તેમ જ ન્યાયના થાકને હળવો બનાવતો. પ્રાકૃત કાવ્યો તો જાતે જ વાંચ્યાં.
હવે અલંકારશાસ્ત્ર શીખવાની ભૂમિકા તૈયાર થઈ હતી અને તેની ભૂખ પણ ખૂબ જાગેલી એટલે વિ. સં. ૧૯૬૪ના પ્રારંભમાં સાહિત્યદર્પણ શીખવું શરૂ કર્યું. એ વિષયમાં સહાધ્યાયી હતા મારા મિત્ર વ્રજલાલજી. તે હતા તો બાહ્મણ, પણ રહેતા અને ભણતા અમારી પાઠશાળામાં. કાવ્ય અને સાહિત્યના સહાધ્યાયને અમને બંનેને વધારે નજીક આપ્યાં. તે હતા તો વ્યુપ્તન, પણ મારાથી ઉંમરે નાના અને એક નાની ઉંમરમાં પોતાના વતન વરાડમાંથી કાશી ભણવા આવી ગયેલા તેમ જ આવતાંવેંત જ કાશીના વેદિયા વિદ્યાર્થીઓ વચ્ચે રહેલા એટલે લૌકિક અનુભવની દૃષ્ટિએ અણઘડ જેવા ખરા. અમે બંને શાસ્ત્રીજી પાસે સાહિત્યદર્પણ શીખીએ. એમાં નાયક-નાયિકાની અનેક વ્યંગ્યપૂર્ણ ઉક્તિઓ આવે. શાસ્ત્રીજી ટૂંકમાં પતાવે. હું તો સમજી જાઉં, પણ વ્રજલાલજીનું સમાધાન થાય નહિ. એ શરમથી શાસ્ત્રીજીને પૂછે નહિ અને ક્યારેક પૂછે તો શાસ્ત્રીજી કહે કે “જાઓ, શાદી કર લો. પીછે પૂછના.” આમ કહી શાસ્ત્રીજી એક કાંકરે બે પંખીઓ ઉડાડતા. છોકરાંઓ સામે શૃંગારનું રહસ્ય ખુલ્લું કરવાની બલા ટાળતા અને સાધુઓના પરિચયને લીધે છોકરમતમાં જ આ બ્રાહ્મણ સાધુઓના હાથે મુંડાઈ જશે અને જિંદગી બગાડશે એવી પોતાની શંકાનું સૂચન લગ્નનો માર્ગ બતાવીને કરતા. ગમે તેમ હોય, પણ મને તો સાહિત્યદર્પણ દ્વારા લૌકિક અનુભવનો શાસ્ત્રીય આસ્વાદ મળતો અને પાછળથી હું વ્રજલાલજીને સમજાવી પણ દેતો.
શરૂઆતનાં બે વર્ષમાં શીખવા સિવાયનો સમય પુનરાવર્તન અને મનનમાં જતો તો પાછલાં બે વર્ષમાં શીખવા સિવાયનો સમય મનન અને અધ્યાપનમાં જતો. તેથી શ્રીહર્ષે નૈષધમાં કહ્યા પ્રમાણે ત્રધાનપ્રવીરઃ એ ચાર ભૂમિકામાંથી પસાર થવાની તક વિદ્યાને અનાયાસે મળી. ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે એ શિખામણના ઉત્તરાર્ધને અત્યાર લગી જે હું બરાબર અનુસર્યો હતો તે કંઈક મારા સંજોગોનું પણ
Page #74
--------------------------------------------------------------------------
________________
કાશી પાઠશાળા ૦ ૬૩ પરિણામ હતું. ગમે તેમ હોય, પણ વિ. સં. ૧૯૬૪ના વૈશાખ સુધીના કાશીવાસનાં ચાર વર્ષ દરમિયાન વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય અને કોશની મારી ઠીક ઠીક તૈયારી તેમ જ આગલા અધ્યયનની પૂર્વભૂમિકા રચાઈ કહેવાય. જેવું તેવું અને થોડું ઘણું પણ જૈનશાસ્ત્રનું જ્ઞાન દેશમાં જ મેળવેલું તે કાશીમાં મને બધી રીતે બહુ ઉપયોગી નીવડ્યું. મને મારા એ જ્ઞાનના છીછરાપણાનું ભાન હતું, પણ પાઠશાળામાં તો બધા જ મને જૈનશાસ્ત્રની બાબતમાં અગ્રસર જેવો લેખતા. મેં વિચારપૂર્વક એમ નક્કી કરી લીધું કે કાશીમાં રહું ત્યાં લગી બધી શક્તિ જૈનેતર શાસ્ત્રો શીખવામાં જ ખરચવી, કેમ કે જૈનશાસ્ત્ર એ તો ઘ૨ની વાત છે. અને કાશી છોડ્યા પછી પણ ગમે ત્યાં રહી એનું પરિશીલન અને અધ્યયન સંભવિત છે. આવો નિશ્ચય હતો તેમ છતાં મિત્ર વ્રજલાલજીને અનુસરવા ખાતર તેમના રત્નાકરાવતારિકા અને સ્યાદ્વાદમંજરીના ચાલતા પાઠને સાંભળી લેતો. એટલે જૈન તર્કગ્રન્થોનો પણ અનાયાસે પ્રાથમિક પરિચય વિ. ૧૯૬૩ -૬૪માં થઈ ગયો.
પાઠશાળાની વ્યવસ્થા
પાઠશાળામાં સાધનોની ઊણપ ન હતી, પણ તંત્ર નવાબી જેવું. સાર્વજનિક ક્ષેત્રમાં પણ સમર્થ રીતે કામ આપી શકે એવા શિક્ષણ આપવા માટે શું શું શીખવાનું આવશ્યક છે અને તે કઈ રીતે તેમ જ દૃષ્ટિએ શીખવવું જોઈએ એ વિષયની કોઈ સ્પષ્ટ દૃષ્ટિ ત્યાં ન હતી. અસાંપ્રદાયિકતા અને ઉદારતા વિષેનાં ઉપદેશકને શોભે એવાં પ્રવચનોનો વરસાદ વરસવા છતાં સાધુ સંસ્કાર, ગચ્છ અને સંપ્રદાયના અતિ સંકુચિત વર્તુળમાંથી મુક્તિ પામ્યો ન હતો. ત્યાગી જીવન તેમજ સામાજિક જીવનના માર્ગોની અને કર્તવ્યપ્રદેશોની ભેદક રેખાનું સ્પષ્ટ દર્શન ન હોવાને લીધે ત્યાગી તેમજ ગૃહસ્થના સંસ્કારોનું બંને વર્ગને ન શોભે એવું હાનિકા૨ક મિશ્રણ વિદ્યાધામમાં પણ ઘટવાને બદલે વધ્યે જ જતું હતું. આ અને આના જેવાં બીજાં કારણોને લીધે મૅનેજર કે મુનીમ એ માત્ર ચિઠ્ઠીના ચાકર જ બની રહેતા. અધ્યયન, સંસ્કૃતિના એકાંગી પ્રદેશથી મુક્ત થઈ શકતું નહિ. જીવનચર્યા સમાજ્યોગ્ય ઘડાતી નહિ અને પુસ્તકાલયની બધી સગવડ છતાં તેનો ઉપયોગ કરવાની ચાવી ભાગ્યે જ કોઈને લાધતી.
મહારાજી પોતે ઉત્સાહી અને આનંદી પ્રકૃતિના હતા, પણ વિદ્યાર્થીઓ તેમ જ સાધુઓ વચ્ચે વધતા જતા વાડા તેમજ આચારભ્રંશને સાફ કરી શકતા નહિ. તેથી ધીરેધીરે તંત્રમાં ખૂબ સડો એકઠો થઈ ગયો અને તે વિ. સં. ૧૯૬૧ના ચોમાસાની ચતુર્દશીના પર્વના દિવસે જ ધડાકા સાથે ફૂટી નીકળ્યો.
ચોમાસામાં સાધુઓ એક નિયત સ્થાન છોડી ક્યાંય બહાર વિચરે નહિ અને રેલવે કે બીજાં વાહનોનો ઉપયોગ તો આખી જિંદગી ન કરે. આવી નિ૨૫દવાદ મર્યાદા છતાં ત્રણ સાધુઓ રેલવેમાં બેસી કાશીથી ગુજરાત ભણી ચાલ્યા ગયા. આ વાતની જાણ થતાં જ પાઠશાળામાં ગમગીની ફેલાઈ, પણ વધારે મરણાન્તિક આઘાત તો
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૪ - મારું જીવનવૃત્ત મહારાજજીને જ થયો. એમ બને એ સ્વાભાવિક પણ હતું. તેઓ જ પાઠશાળા ઉત્પાદક અને કર્તાધર્તા. ચાલ્યા જનાર સાધુઓ પણ તેમને લીધે દેશ છોડી કાશીમાં આવેલા. જૈન સમાજમાં નવયુગના પ્રવર્તક તરીકે તેમનું જ નામ ચોમેર જાણીતું થયેલું. મુંબઈ-કલકત્તા વગેરેના અનેક ધનાઢ્યો તેમની જ તરફ આશાની મીટ માંડી જોઈ રહ્યા હતા. હવે પ્રશ્ન એ ઊઠ્યો કે સાધુઓ ચાલ્યા ગયા તેની જાણે જાણ કોઈને છે કે નહિ? જાણ હોય તો કોને અને કોણે તેમને ટિકિટ અપાવી, કોણે ગાડીમાં બેસાડ્યા? અને તેઓ ક્યાં ગયા ? ઈત્યાદિ. ધીરે ધીરે ઘટસ્ફોટ થયો કે અમુક વિદ્યાર્થીઓ એ બાબત જાણે છે. તેમણે તે કબૂલ કર્યું અને મદદ કરવાના મુદ્દાનું પ્રબળ સમર્થન પણ કર્યું.
આ વખતે પાઠશાળામાં બે ચોખ્ખા પક્ષો પડી ગયા. એક મહારાજજીની બાજુનો બચાવ ઇચ્છતો અને બીજો તેની વિરુદ્ધનો. મારી સ્થિતિ સાવ જુદી હતી, પહેલાં તો એ કે હું સાધુઓ ચાલ્યા ગયાની વાત બહાર આવી ત્યાં લગી કશું જાણતો જ નહિ અને આ કે તે પક્ષ સાથે મારો કશો લગવાડ હતો નહિ. મારું તટસ્થપણું મહારાજજીના પક્ષવાળાને બીજા પક્ષ સાથે મારા સંબંધની શંકા કરાવતું. મને મારા અધ્યયન-ચિંતન અને મનન સિવાય બીજી એકેય વાતમાં રસ ન હતો, પરંતુ ત્યાં બનતા બનાવોથી સાવ અલિપ્ત રહેવું અશકય હતું. એક દિવસે કંટાળો આવવાથી એવો વિચાર આવ્યો કે આ બધી વસ્તુ સીધેસીધી પાઠશાળાના પોષક શેઠ વરચંદ દીપચંદને મુંબઈ જઈ કહી દેવી. આ વિચારમાં સહભાગી હતા મારી જ કોટડીમાં રહેતા શાન્તિલાલ. રાતે વગર પૂછત્યે નીકળી જવાની કરેલી યોજના મારા જ વિચારથી પડી ભાંગી. મને છેવટે એમ થયું કે આ કચરો સાફ કરવા જતાં અધ્યયનકાળ નષ્ટ થશે અને પરિણામ કાંઈ નહિ આવે. હું મારી પ્રવૃત્તિમાં જ પરોવાઈ ગયો, પણ પાઠશાળામાં થયેલ ભૂકંપના ધડાકા ગુજરાતમાં અને સર્વત્ર સંભળાયા.
વસ્તુસ્થિતિની તપાસ કરવા ભાવનગરથી શેઠ કુંવરજી આણંદજી વગેરે આવ્યા. આ વખતે જ તેમની સાથે મારો પ્રથમ પરિચય થયો, જે તેમના છેલ્લા ભાગ સુધી ઉત્તરોત્તર વધતો અને વિકસતો જ ગયો. તપાસ સમિતિએ વાણિયાશાહીથી બધું ચઢું ઠાર્યું ને કાશી પાઠશાળા જેવી સર્વોપયોગી સિદ્ધ થઈ શકે એવી સંસ્થા પડી ન ભાંગે એવા શુભાશયથી હિતૈષીઓએ સન્મિત્ર કપૂરવિજયજીને ગુજરાતથી કાશી આવવા પ્રેર્યા. સન્મિત્ર મહારાજજીના નાના ગુરુભાઈ. તેઓ ભાવનગર કૉલેજમાં ભણેલ એટલે શિક્ષણના નવયુગથી કાંઈક પરિચિત. સ્વભાવે તદ્દન સરળ અને ગુણગ્રાહી. તેમને પણ એમ થયું કે જો મારા જવાથી સંસ્થા ટકતી હોય તો બીજાઓ ગમે તે કહે છતાં જવું. તેઓ ૧૯૬ રમાં પોતાના ત્રણ શિષ્યો સહિત કાશી આવ્યા. મહારાજજીના અને પાઠશાળાના હર્ષનો પાર ન રહ્યો, પરંતુ એ હર્ષ લાંબો સમય ટક્યો નહિ. ૧૯૬૨ના જ ચોમાસામાં મહારાજજી અને સન્મિત્ર વચ્ચેનો મધુર સંબંધ પૂરો થયો. પાઠશાળા ઉપર નવી આફતનાં વાદળ ઘેરાયાં. મહારાજજીના મંડળ સામે સમસ્યા એ હતી કે,
Page #76
--------------------------------------------------------------------------
________________
કાશી પાઠશાળા - ૬૫ ચોમાસું પૂરું થયે સન્મિત્ર વિહાર કરી જશે કે પાઠશાળામાં જ રહી જશે ? જો રહી જાય તો ત્યાં હવે મહારાજજીને રહેવું કોઈ પણ રીતે પાલવે તેમ ન હતું. જો વિહાર કરવાના હોય અને ચોમાસું પૂરું થયા પહેલાં જ વિહાર કરી જાય તો પણ તેમાં મહારાજજીના મંડળની પૂરી બદનામી થતી હતી. લોકો એમ કહ્યા વિના ન રહે કે, પાઠશાળાના તંત્રથી અસંતુષ્ટ થઈને સન્મિત્રને પણ નીકળવું પડ્યું. પાઠશાળા બહાર જ કાશીમાં અન્યત્ર સન્મિત્ર રહે તેમાં પણ મહારાજજીના મંડળની બદનામી હતી.
છેવટે ચરો દ્વારા બાતમી મળી કે, સન્મિત્ર તો વિહાર કરવાના છે. અને તે સમેતશિખર તરફ જવા ધારે છે. આ જાણ થવાથી મહારાજજીના મંડળે નક્કી કર્યું કે સન્મિત્ર વિહાર કરે તે પહેલાં જ તેમણે વિહાર કરવો. એ પણ જાહેર થયું કે મહારાજજી સમેતશિખરની યાત્રા વાસ્તે ચોમાસું પૂરું થતાં જ વિહાર કરશે. આ જાહેરાત થતાંની સાથે જ કેટલાંક કાવાદાવાનાં ચક્રો ગતિમાન થયાં. આ બધાં ચક્રોની ગતિનું અંતિમ લક્ષ્ય એક જ હતું અને તે એ કે પાઠશાળાના મંત્રીઓ, એના પોષક ધનિકો અને પાઠશાળામાં રસ ધરાવતા બીજાઓને પણ એમ ઠસાવવું કે, જો મહારાજજી ન હોય તો પાઠશાળાનું તંત્ર કદી ચાલી શકે નહિ. એમ ઠસાવી છેવટે મંત્રીઓ અને પોષક ગૃહસ્થો દ્વારા આમંત્રણ પામી પાછું પાઠશાળાનું તંત્ર પોતાના હાથમાં જ રાખવું. એ લક્ષ્યની સિદ્ધિ અર્થે જરૂરી હતું કે મહારાજજી વિહાર કરી જાય ત્યારે પાઠશાળા પણ વિદ્યાર્થીઓથી ખાલી થઈ જાય. ભક્તિપ્રવણ કાચા વિદ્યાર્થીઓને ભોળવી નાંખે એવી યુક્તિ બહાર આવી. જાહેર થયું કે, જેઓ સમેતશિખરની દુર્લભ યાત્રા કરવા ઇચ્છતા હોય તેઓ નામ નોંધાવે. બધાંને લઈ જવાની શક્યતા નથી તેથી નોંધાયેલ નામમાંથી અમુકની જ પસંદગી થશે, ઈત્યાદિ નોંધણી શરૂ થઈ. તે વખતે ઉપરાઉપરી વિદ્યાર્થીઓની સભાઓ ભરાતી અને ગુરુભક્તિપ્રેરક ભાષણો પણ થતાં. ગુરુભક્તિનું વાતાવરણ એવું જાણ્યું કે નામ નોંધાવવા માટે વિદ્યાર્થીઓની પડાપડી શરૂ થઈ.
આ બધું ચાલતું ત્યારે મારું આસન કંપિત થવા લાગ્યું. મારું નાવડું વ્યાકરણગંગાની મઝધારમાં હતું. વચ્ચે જ ડૂબશે કે પાર જશે એવો સંદેહ ઉત્પન્ન થયો, પરંતુ કોઈ પણ રીતે પાર જ પહોંચવું એ વિચારે મને નોંધણીમાં નામ લખાવતા રોકયો. મને વિચાર આવ્યો કે, એકવાર ભણવાનું અનુસંધાન તૂટી ગયું અને કાશી છૂટી તો “અણીનું ચૂકયું સો વર્ષે એ ન્યાયે બધું રહી જશે અને અન્યત્ર ગયા પછી તિવારીજી જેવા અધ્યાપક તો મળશે જ નહિ. મારા વિચારના પડઘા આસપાસના વિદ્યાર્થીઓમાં પણ પડ્યા. તેથી મારી પેઠે બીજા પણ પાંચ-દસ જણાઓએ પોતાનાં નમ નોંધાવ્યાં નહિ.
મહારાજજીના મંડળમાં ભારે ઊહાપોહ શરૂ થયો. તેમને મારી વિદ્યાનિષ્ઠાની જાણ તો હતી જ છતાં તેમને એમ થયું કે જો સુખલાલ અહીં રહી જશે તો બીજા ઘણા વિદ્યાર્થીઓ રહેવા લલચાશે. તેમજ નાનું પણ વિદ્યાર્થીમંડળ હશે તો કદાચ સન્મિત્ર પણ વિહારનો વિચાર માંડી વાળી, પાઠશાળામાં જ રહી જશે અને એ તંત્ર ચાલશે
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૬. મારું જીવનવૃત્ત તો આપણું લક્ષ્ય કદી સિદ્ધ થશે નહિ. આવી કોઈ ધારણાથી મહારાજજીના મંડળના મૂળિયાં જેવા તેમજ મારી સાથે મીઠો સંબંધ રાખનારા કેટલાક વિદ્યાર્થીઓ અને સાધુઓ મારી રૂમમાં કોઈ ને કોઈ બહાને આવવા લાગ્યા. તેમાંથી કોઈ સમેતશિખરની યાત્રાના લાભ બતાવે તો કોઈ ગુરુભક્તિનું મહત્ત્વ વર્ણવે. વિદ્યાર્થીઓ તો ઘણા જ આવવા તૈયાર છે પણ મહારાજજી બહુ થોડાને જ સાથે લેવા ઇચ્છે છે વગેરે વગેરે વાતો કરે. સાથે જવામાં ભણતરનું નાવડું ડૂબશે એમ લાગતું. અને ન જવામાં મહારાજજીની લાગણી દુભવ્યાનું દુઃખ હતું. છેવટે એક સાધુના અત્યાગ્રહ મને નામ નોંધાવવા ઢીલો કર્યો. પાઠશાળામાં જલદી જાણ થઈ ગઈ કે સુખલાલ પણ વિહારમાં સાથે જાય છે.
વિહારની તૈયારીઓ જોસભેર ચાલવા લાગી. વીરમગામથી નાનામંત્રી છોટાલાલ પારેખ આવ્યા. તેઓ મૂળ મહારાજજીના ભક્ત પણ પાઠશાળાના તંત્ર વિષે બધું જાણી કાંઈક શંકિત થઈ ગયા. ઉંમર નાની અને આવી નાજુક સમસ્યાનો ઉકેલ કદી કરવો પડેલો નહિ એટલે મૂંઝાયા પણ ખરા. મહારાજજીનું મંડળ એમ ધારતું કે છોટાલાલ સન્મિત્રના કહેવામાં આવી ગયા છે. ઉદ્ધત વિદ્યાર્થીઓ તેમનું અપમાન કરવાની અને તેમને મૂંઝવવાની તક શોધતા. કોઈ સાધારણ તક આવતાં મારા સિવાય બધા વિદ્યાર્થીઓએ એક સાથે મળી અરજી તૈયાર કરી જેમાં મંત્રીને એમ કહેવામાં આવ્યું હતું કે જો તમે તમારી અમુક વાત પાછી નહિ ખેંચો તો અમે બધા પાઠશાળા છોડી દઈશું. એક મોટા અને ડાહ્યા ગણાતા આગેવાન વિદ્યાર્થીએ જોયું કે સુખલાલને પણ સાથે લેવો જોઈએ. તેથી તેણે આવી મને કહ્યું કે છોટાલાલ પારેખે અમુક વિદ્યાર્થીનું અપમાન કર્યું છે. વિદ્યાર્થીઓનું અપમાન એ આપણા બધાનું અપમાન કહેવાય. અમે બધાએ મંત્રી માફી ન માંગે તો ચાલ્યા જવાનું નક્કી કરી અરજી લખી છે તેમાં તમારી પણ સહી જોઈએ, આવો અન્યાય આપણાથી કેમ સહેવાય ઇત્યાદિ. આવનાર ભાઈ હરખચંદ હતા, જે અત્યારે સાધુઅવસ્થામાં જયંતવિજયજીના નામે જાણીતા છે. એમના મધુર અને સુશીલ સ્વભાવથી હું ખેંચાયો અને અરજીમાં સહી કરી દીધી. મંત્રીએ બધા વિદ્યાર્થીઓને બોલાવી તેમની નારાજગીનાં કારણો જાણવા માંગ્યાં. દરમિયાન અરજીમાં મારું નામ વાંચી મને પણ બોલાવ્યો. હું જઈને જોઉં છું તો ઘણા મંત્રી સાથે ઉદ્ધતાઈથી વાત કરી રહ્યા હતા. મને છોટાભાઈએ પૂછ્યું કે તમે ખરી બીના જાણો છો ? મેં સીધેસીધું કહ્યું કે ના. એમણે પૂછ્યું ત્યારે તમે અરજીમાં સહી કેવી રીતે કરી ? મેં એક પણ સેકેન્ડ થોભ્યા સિવાય દુઃખ સાથે કહી દીધું કે હરખચંદભાઈના કહેવાથી મેં સહી કરી છે, પણ મારું નામ તમે રદ કરો. એટલું કહી હું વગર પૂછ્યું ત્યાંથી ઊઠી ગયો. છેવટે છોટાભાઈએ ત્યાંની પરિસ્થિતિથી મૂંઝાઈ નમતું આપવા મહારાજ પાસે જઈ માફી માંગી અને એ પ્રકરણ ત્યાં જ શમ્યું. આ ઘટનાથી અણધારી રીતે જ હું છોટાભાઈની વધારે નજીક આવ્યો હોઈશ એમ અત્યારે લાગે છે. તેમનું ધ્યાન મારા તરફ ગયું. એક વાર તેમણે કહ્યું કે, મારી ઉંમર નાની છે. અહીં હું નવો જ છું. એટલે આ ગૂંચવાયેલા કોકડામાં તમારા જેવો મોટી ઉંમરનો વિદ્યાર્થી જ મને ઉત્તરસાધક થઈ શકે, ઈત્યાદિ.
Page #78
--------------------------------------------------------------------------
________________
૯. યાત્રા અને મૂર્તિપૂજા
સમેતશિખરની યાત્રા
કાર્તિક પૂનમ આવી અને મહારાજજીના મંડળે સમેતશિખર નિમિત્તે પ્રસ્થાન કર્યું. પહેલો પડાવ જૈનતીર્થ સિંહપુરીના રમ્યસ્થળમાં થયો કે જે સારનાથ પાસે આવેલું છે. સાધુઓ, નોકરો, વિદ્યાર્થીઓ અને બળદગાડીવાળાઓ વગેરે પચાસેક જણ હશે. હું સાથે આવેલ એટલે મહારાજજી મારા પ્રત્યે બહુ પ્રસન્ન હતા. મારું મન અધ્યયનની દષ્ટિએ કાશી ભણી હતું, જ્યારે તન વિહારમાં સાથે હતું. મહારાજજી જેવા ચકોર માણસ મારું મન કળ્યા વિના રહી જ કેમ શકે? તેમણે મારો ઉત્સાહ ટકાવવા અને મને રાજી રાખવા હદ બહાર કાળજી સેવેલી એમ યાદ છે. માતા નીકળી ગયા પછી નવી આવેલ ચામડીવાળા અતિકોમળ પગ લાંબું ચાલી શકે નહિ અને ચાલવા જતાં લોહી નીકળે એવી જાણ થતાં મારા માટે રોજ નવા પડાવ સુધી એક એક્કો ભાડે કરવામાં આવે ને રોજ રૂપિયો ખરચાય. બેચાર દિવસ જતાં જ એ ખાસ સગવડ મને ખટકી. મેં નક્કી કર્યું કે કાં તો ચાલવું અને જ્યારે ચાલવું શક્ય ન હોય ત્યારે બળદગાડીમાં બેસવું. આ નિશ્ચયે મને ધીરેધીરે સમેતશિખર પહોંચ્યા ત્યાં સુધીમાં બાર માઈલ જેટલું ચાલતો કર્યો. જોકે ઘણું કરી આ યાત્રાના આગલે વર્ષે હું તો ન ચાલતાં બળદગાડીમાં જ બેઠેલો. ત્યારબાદ હું હંમેશાં એમ માનતો આવ્યો છું કે ચાલવાની પડેલી એ ટેવ પણ તે વખતે કરેલ વિહારના અનેક લાભો પૈકી એક લાભ જ હતો. એ ટેવે જ જીવન લંબાવવામાં, આરોગ્ય સાચવવામાં અને કેટલાંય બૌદ્ધિક સૂક્ષ્મ કામ કરવામાં ભારે મદદ આપી છે. અધ્યયનનું સાતત્ય તૂટી જવાથી મન ઉપર વિષાદની જે આછી છાયા રહેતી તે પ્રવાસમાં આવતાં નવાં નવાં સ્થળો તેમજ નવસમાગમોથી આનંદ અને પ્રસન્નતામાં ફેરવાઈ જતી. કમને કરેલા એ પ્રવાસના લાભોનો જ્યારે જ્યારે વિચાર આવ્યો છે ત્યારે એમ જ લાગ્યું છે કે તેટલો વખત પુસ્તકીય ભણતર બંધ રહ્યું, પણ પ્રવાસની તક મળી તે જિંદગીનો સુવર્ણ અવસર હતો. જો તે વખતે હું પ્રવાસમાં સાથે ગયો ન હોત તો આ જિંદગીમાં મને કદી બિહાર અને મગધના સજળ તેમજ રમ્ય પ્રદેશોનો પરિચય ન થાત તેમજ બુદ્ધ-મહાવીરના પરિભ્રમણથી પવિત્ર થયેલ એ સરળ-સ્વાભાવિક જનપદને જાતે
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૮ • મારું જીવનવૃત્ત સ્પર્યાનો આનંદ અને અનુભવ પણ ન થાત. એ જ પ્રવાસે આગળ જતાં બુદ્ધ-મહાવીરના સમયનો તેમજ ત્યાર બાદ તેમના સંઘોનો ઇતિહાસ સમજવામાં મૌર્યકાલીન અને પુષ્યમિત્રકાલીન ઇતિહાસ સમજવામાં તેમજ નાલંદા અને ઉદન્તપુરીનાં વિદ્યાપીઠોનો ઈતિહાસ સમજવામાં જે સહાયતા કરી છે તે પણ ભૂલી શકાતી નથી. પગપાળા પ્રવાસનો આનંદ
- ચન્દ્રાવતીના જૈન મંદિર પાસે વહેતી ગંગાના વિશાળ પટમાં પહેલવહેલા ઊતરવા અને તરવાનો યૌવનસુલભ આનંદ, ગંગા-ગોમતીના સંગમથી આહલાદક બનતા સ્થળમાં ઘાસની કુટીમાં એકાકી રહેતા સંન્યાસીનું ઇતિહાસપ્રસિદ્ધ પરિવ્રાજકપંથના અવશેષસમું દશ્ય અનુભવવાનો આનંદ; ગાજીપુર પાસે વહેતી ગંગાના વિહારનો તેમજ ત્યાંના કલેક્ટર રમાશંકરને ત્યાં સુમધુર આહાર કર્યાનો આનંદ, ભવ્ય દિગંબર મંદિરોથી સુશોભિત આરા શહેરમાં વિદ્યાપ્રિય બાબુ દેવકુમારજીનો ભાવભીની મહેમાનગતિ ચાખ્યાનો આનંદ, સોહનદના અતિ વિસ્તૃત વાલુકાપટમાં ખોડાયેલ તંબુમાં અજવાળી રાત વિતાવ્યાનો આનંદ, માઈલના માઈલ લગી લંબાયેલ પટણાના એક છેડેથી બીજા છેડા સુધી પગે ચાલી વિચારવાનો, તેમજ સ્થૂલિભદ્ર અને કોશા વેશ્યાના વાસસ્થાન તરીકે જાણીતા અને તીર્થરૂપ બનેલા સ્થાનને ભેટ્યાનો આનંદ, બુદ્ધ અને મહાવીરની જીવનપ્રવૃત્તિ સાથે ગૂંથાયેલ રાજગૃહી તેમજ પાવાપુરીનાં પ્રાચીન સ્થાનોમાં જવાનો, તેમજ વૈભારગિરિ પહાડ ઉપર પગે ચાલી ચડવાનો, અને ઊના પાણીના કુંડોમાં મનસ્વીપણે નહાવાને આનંદ, નાલંદા અને ઉદન્તપુરીના ઇતિહાસપ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠોવાળી જગ્યામાં જૂનાં સ્મરણો સાથે રખડવાનો આનંદ છેવટે પવિત્ર તીર્થ સમેતશિખરમાં વસવાટ કર્યાનો અને પગે ચાલી પહાડની ઉપર આવલી પાદુકાઓની યાત્રા કર્યાનો આનંદ. આ બધી આનંદપરંપરા જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે ત્યારે કાશીમાં બોલાવી ભણવાની ઈષ્ટ તક પૂરી પાડનાર તેમજ પગપાળા પ્રવાસમાં પરાણે સમિલિત કરી એનો આનંદ અનુભવાવનાર મહારાજજી પ્રત્યે હાર્દિક કૃતજ્ઞતાથી માથું નમી જાય છે. વળી પાછા કાશી પાઠશાળામાં
પોષ માસની સખત ઠંડીના થોડાક દિવસો પહાડની તળેટીમાં વીત્યા. સૌએ યાત્રાનંદ તો લૂંટ્યો, પણ હવે આગળના કાર્યક્રમની મંડળમાં ચર્ચા શરૂ થઈ. કલકત્તા જવાની વિચારણા થઈ રહી હતી. તેટલામાં કાશીથી મિત્ર વ્રજલાલજી આવી ચડ્યા. મેં તેમની સાથે મંત્રણા કરી સમેતશિખરથી જ કાશી પાછા જવાનું નક્કી કર્યું. જોકે આ વાત મહારાજજીએ રુચતી ન હતી, પણ મારું સખત વલણ જોઈ તેમણે કચવાતે મને રજા આપી અને કહ્યું કે ભલે હમણાં જાઓ પછી કલકત્તા આવજો. ત્યાં આપણે ઉત્તમ પંડિત રાખીશું. કલકત્તા જોવાશે અને ભણવાનું પણ ચાલશે, ઈત્યાદિ. હું તો
WWW.jainelibrary.org
Page #80
--------------------------------------------------------------------------
________________
યાત્રા અને મૂર્તિપૂજા • ૬૯ મિત્ર વ્રજલાલજી સાથે કાશી પાઠશાળામાં પાછો ફર્યો. ત્યાં આઠેક વિદ્યાર્થીઓ હતા. સન્મિત્ર પાછળથી સમેતશિખર તરફ વિહાર કરી ગયેલા. અમે વધારે ઉત્સાહથી પાછા ભણવામાં લાગ્યા, જેથી વચ્ચે પડેલ ગાબડું પુરાઈ જાય. હવે અધ્યાપક પાસે સમય પણ પૂરતો મળ્યો. વ્રજલાલજી અને મારા વચ્ચેનો સંબંધ વધારે ગાઢ થતો ચાલ્યો. થોડા વખતમાં કામ તો ઠીક થયું, પણ દેશમાં જવાનો એક પ્રસંગે ઉપસ્થિત થયો. આવ્યો ત્યારથી ઘેર નહિ ગયેલ એટલે ત્રણ વર્ષ પછી પહેલવહેલો જ ઘેર ગયો. ૧૯૬૩ના ઉનાળામાં એકાદ માસ ઘેર ગાળી કાશી પાછો ફર્યો તે પહેલાં પાલિતાણા પણ એ ગાળામાં જઈ આવ્યો. પાલિતાણા જવાનો જિંદગીમાં આ પહેલો જ પ્રસંગ હતો. શ્રદ્ધાથી પગે ચાલી પહાડ ઉપર ચડેલો અને યશોવિજયજીએ એક સ્તવનમાં કહ્યું છે તેમ અંબરગંગા સમી ત્યાંની ઉજ્જવલ જિનગૃહમંડલીમાં વિવિધ ભાવો સાથે દર્શનપૂજન પણ કર્યા. મૂર્તિપૂજા
મૂર્તિ એ તો માત્ર પાષણ છે, તેની પૂજા એ તો કેવળ જડપૂજા હોઈ ધર્મબાહ્ય છે એવાં સ્થાનકવાસી પરંપરાગત સંસ્કાર તો જન્મથી જ પડેલા ને પોષાયેલા. મૂર્તિ પ્રત્યે સંપ્રદાયરૂઢ દ્વેષ ન હોવા છતાં તેના પ્રત્યે કોઈ ખાસ રુચિ કે આકર્ષણ પણ ન હતું. દેખતો ત્યારે વઢવાણ શહેરના જૈન મંદિરમાં કૌતુકવશ દૂરથી ડોકિયું કરી આવતો અને જોતો હતો કે બધા કેવી રીતે પૂજા કરે છે, ને કેવી રીતે ચંદન-કેસર ઘસે છે ! પરંતુ ૧૯૫૯ના ચોમાસામાં વઢવાણ કેમ્પમાં રહ્યો ત્યારે ઉજમશી માસ્તર સાથે મૂર્તિની માન્યતા વિષે થોડીક ચર્ચા કરવાનો પ્રસંગ પણ આવેલો. દુરાગ્રહ હતો નહિ અને બુદ્ધિ કંઈક મદદે આવી એટલે પેલો જન્મગત સંસ્કાર અજ્ઞાત રીતે મોળો પડેલો, પણ એ સંસ્કાર નિર્મુળ થઈ જવાનો પ્રસંગ તો કાશીમાં જ સાંપડ્યો. એમ તો પાઠશાળામાં લગભગ રોજ સહવાસીઓની દેખાદેખીથી મંદિર જતો અને કાંઈક સ્તુતિપાઠ કરતો, પરંતુ બે વર્ષ બાદ ત્યાં એક ઘટના એવી બની કે મૂર્તિની માન્યતા વિષે સ્થિર મને વિચાર કરવાની ફરજ પડી. વરાડમાં ક્યાંક એક સ્થાનકવાસી સાધુએ મૂર્તિવિરુદ્ધ ખંડનમંડન શરૂ કરેલું. ત્યાંના સ્થાનિક લોકોએ એને સામો જવાબ આપવા કોઈ સુયોગ્ય વ્યક્તિએ મોકલવા મહારાજજીને લખ્યું. વ્રજલાલજી વરાડના જ નિવાસી અને ઉત્સાહી તેમજ વક્તા પણ ખરા. મહારાજજીએ તેમને ત્યાં મોકલવા તૈયાર કર્યા ત્યારે તેમની સાથે બીજા કોઈએ જવું એમ પણ ઠર્યું. શરૂઆતમાં એ પસંદગી મારા ઉપર ઊતરી. ત્યાં જવું તો શાસ્ત્રીય પ્રશ્નો વિષે ઠીક-ઠીક તૈયારી કરીને જ જવું એવી ધારણાથી બંને પક્ષની અનુકૂળ-પ્રતિકૂળ દલીલો તેમ જ ચર્ચાઓનાં પુસ્તકો વાંચવા માંડ્યાં. જોકે, છેવટે વ્રજલાલજીની સાથે વરાડમાં તો ન ગયો, પણ તે વખતે વાંચવા પામેલ સાહિત્યમાંથી એક જ પદ્ય રહ્યાસહ્ય મૂર્તિની માન્યતા વિરુદ્ધના સુષુપ્ત સંસ્કારોને જડમૂળથી ઉખાડી
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૦ • મારું જીવનવૃત્ત ફેંકી દીધા. એ પદ્ય બીજા કોઈનું નહિ પણ સમર્થતમ તાર્કિક યશોવિજયજીનું છે. તેમણે પ્રતિમાશતક નામનો મૂર્તિસમર્થક શાસ્ત્રીય ગ્રન્થ રચ્યો છે. તેનાં મૂળ અને ટીકામાં તેમણે ઉગ્રપણે સાચી રીતે મૂર્તિવિરોધનો પરિહાર કરી મૂર્તિપૂજાનું આગમિક તેમજ તાર્કિક પદ્ધતિએ સમર્થન કર્યું છે. જે પળે મારા ઉપર વીજળિક અસર કરી તેમાં માત્ર તર્કનો આશ્રય લેવામાં આવ્યો છે. તેમણે એમ કહ્યું છે કે, ઉપાસ્ય ઈષ્ટદેવનું સ્મરણ તો મૂર્તિવિરોધીને પણ માન્ય છે. હવે જો નામ તેનું સ્મરણ કરવામાં સહાયક થતું હોય તો મૂર્તિ પણ તેનું સ્મરણ કરાવવામાં સહાયક થાય છે જ. વળી, જેને પરંપરા પ્રમાણે નામ અને મૂર્તિ બંને પૌગલિક હોઈ જડ જ છે. એવી સ્થિતિમાં સ્મરણના સાધન તરીકે એકમાત્ર નામને જપ ખાતર માનવું અને બીજા સાધન-મૂર્તિને ન માનવું ક્યાંનો ન્યાય ! જો માનવું જ હોય તો સ્મરણમાં ઉપયોગી થતાં નામ અને મૂર્તિ બંનેને સમાનભાવે માનવાં જોઈએ, નહિ તો બંનેને છોડવાં જોઈએ. જ્યારે વિરોધી પક્ષ તો માત્ર નામને સ્વીકારે છે અને મૂર્તિને નહિ. આ પક્ષપાત ગણાય. ઉપાધ્યાયજીના એ તર્કે મને વિચાર કરતો કરી મૂક્યો. પછીથી એના પ્રકાશમાં શાસ્ત્રીય પાઠો વાંચવા લાગ્યો અને બંને પક્ષોની દલીલોને તોળવા લાગ્યો ત્યારે ભ્રમ સાવ ભાંગ્યો. સંસ્કારપરિવર્તનનો આ પ્રસંગ મૂળે તર્કમૂલક હતો; પણ બીજો એક પ્રસંગ કાશીમાં જ પ્રાપ્ત થયો, જે ઊર્મિ અને ભાવનામૂલક હતો. ત્યાંના મંદિરમાં એક વાર પૂજા ભણાવાતી. નવપદ કે પંચજ્ઞાન વિષેની પૂજા હતી તે ચોક્કસ યાદ નથી. હું પણ પૂજા સાંભળવા ગયેલો. મારું ધ્યાન ઢાળોના અર્થચિંતનમાં એટલું બધું નિમગ્ન થયેલું કે તે વખતે ચાલતો સંગીત-સ્વરનો મને કશો ખ્યાલ રહ્યો નહિ. અર્થચિંતનમાંથી ઉદ્ભવતી ધ્યાનની એકાગ્રતાએ હ્યદયગત ભાવોને એટલા બધા આર્ટ ઠર્યા કે તે અશુપાતના રૂપમાં નિર્ગલિત થયા. રસશાસ્ત્રમાં આહલાદમયી બ્રહ્માનંદ સહોદર ચિત્તધ્વતિ વિષે રટી ગયેલો, પણ એનો સાક્ષાત્કાર તો તે વખતે જ થયો. હવે સમજાય છે કે, જેને ભક્તિરસ કહેવામાં આવે છે તે કાંઈક આવી જ સ્થિતિ હશે. ત્યાંથી ઊઠી રૂમમાં જઈ તે વખતે જાગેલા મૂર્તિના આલંબન વિષેના ભાવો એક સહચારી પાસે ટૂંકમાં લિપિબદ્ધ કરાવ્યા હતા, પણ એ કાગળિયાંઓમાંનું કાંઈ ભાત્ર સ્મરણ સિવાય) મારી પાસે શેષ નથી. તર્ક અને ભાવ બંનેના યુગલે મૂર્તિમાન્યતા વિષેનું સંસ્કારચક્ર બદલી તો નાંખ્યું, પણ એના ઉપર ઓપ તો ચડાવ્યો આગળ ઉપર કરેલ શાસ્ત્રના વિશેષ પરિશીલને, ઇતિહાસના ચિંતને અને સમાજના નિરીક્ષણે. અત્યારે તો મૂર્તિ વિષેનું મારું ચિંતન માત્ર જૈનપરંપરા પૂરતું રહ્યું નથી. મનુષ્યસ્વભાવ મૂર્તિની ઉપાસના તરફ કેમ ઢળે છે અને પાછો તેનો આત્યંતિક વિરોધ કરવા કેમ મંડી પડે છે એનાં ઐતિહાસિક કારણો સમજાતાં દીવા જેવું દેખાયું કે ઇસ્લામની પેઠે સ્થાનકવાસી પરંપરાનો આત્યંતિક મૂર્તિવિરોધ એ તો મૂર્તિમાન્યતાની વિકૃત અતિશયતાની પ્રતિક્રિયા માત્ર છે. સ્થાનકવાસી પરંપરાએ મૂર્તિપૂજામાં દાખલ
Page #82
--------------------------------------------------------------------------
________________
યાત્રા અને મૂર્તિપૂજા • ૭૧ થયેલ વિકૃતિઓ અને અતિશયતાઓના દોષને નિવારવાનો વિવેકી પુરુષાર્થ કરવાને બદલે મૂર્તિ, મંદિર, અને સંસ્થાઓનો, તેના ઈતિહાસનો અને તેને આશ્રી ઉદ્દભવેલી કળામય સંસ્કૃતિનો એવો છેદ ઉડાડ્યો કે તેને લીધે એ પરંપરામાં અનેક અસ્વાભાવિકતાઓ જન્મી છે અને વધારામાં હજારો વર્ષ થયાં વિકસતા શાસ્ત્રજ્ઞાનના વારસાનો મોટો સારભાગ પણ ગુમાવ્યો છે. એ જ અજ્ઞાનમૂલક જડતાના પરિણામે તેમાંથી તેરાપંથના સિદ્ધાંતો ઉદ્દભવ્યાં છે, જે માનવતામૂલક જૈન ભાવના ઉપર જ પ્રહાર કરે છે. બીજી બાજુ શ્વેતાંબર અને દિગંબર ફિરકાઓએ મૂર્તિ - માન્યતાની ઐતિહાસિક પરંપરા સાચવી છે અને મૂર્તિને લગતી કેટલીક સંસ્થાઓ ઊભી કરી ઉદારવૃત્તિ તેમ જ કળાવૃત્તિ પોષી છે એ વાત ખરી, પણ તેમણે વેવલાપણાને લીધે મૂર્તિને નામે જે અહિંસા અને અપરિગ્રહ જેવા જૈનત્વના મૂળ સિદ્ધાંતો ઉપર જ પાણી ફેરવ્યું છે તે પણ સંપૂર્ણપણે નવેસર સુધારણા માંગે છે. હું અત્યારે એમ માનું છું કે પતંજલિ યોગસૂત્રમાં સૂચવે છે તેમ ઉત્ક્રાન્તિક્રમમાં પ્રતીકને કોઈ ને કોઈ જાતની મૂર્તિને) માત્ર વિકલ્પ સ્થાન છે. અર્થાત્ આધ્યાત્મિક વિકાસ હોય કે વ્યાવહારિક, તેમાં અધિકારીની યોગ્યતા પ્રમાણે અમુક ભૂમિકા સુધી પ્રતીકોપાસના પણ અન્ય સાધનોની પેઠે સફળ નીવડે છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૦. કાશી પાઠશાળાનો ત્યાગ
કિલકત્તાના અનુભવો
વિ. સં. ૧૯૬૩ અને ૧૯૬૪ વચ્ચે એવા બનાવો બની રહ્યા હતા કે, જે મને આગળ જતાં સાવ નવી જ દિશામાં ધકેલવાના હતા. તેથી એ બનાવોનું વર્ણન આવશ્યક બને છે. ૧૯૬૩નું ચોમાસું મહારાજજીએ કલકત્તામાં કર્યું હતું. તેમનો ઉદ્દેશ કલકત્તામાંથી બને તેટલી આર્થિક મદદ મેળવવાનો, ત્યાં પ્રભાવ જમાવવાનો અને છેવટે કાશી પાછા ફરવાનો હતો. તેઓ પાઠશાળામાં રહી ગયેલા વિદ્યાર્થીઓમાંથી કોઈના દ્વારા ગુપ્ત રીતે ત્યાં શું શું ચાલી રહ્યું છે તે બધી બાતમી મેળવ્યે જતા હતા. મને અને વ્રજલાલજીને તેમણે કલકત્તા મળી જવા બોલાવ્યા. મારે માટે કલકત્તા પહેલવહેલું જ હતું. મહારાજજીએ ભણવાની સગવડ ઉપરાંત બીજાં પણ આર્થિક પ્રલોભનો આપ્યાં ને કહ્યું કે, કલકત્તા રહી જાઓ. અહીં આવું છે ને તેવું છે ઈત્યાદિ. સાથે સાથે મને એકાંતમાં પૂછ્યું કે, તમે પાલિતાણા ગયા હતા ત્યારે મંત્રી છોટાલાલ પારેખ સાથે શું વાતો કરી હતી ? બન્યું હતું એમ કે, હું પાલિતાણા ૧૯૬૩ના ઉનાળામાં ગયો ત્યારે પારેખ અચાનક ત્યાં મળી ગયા. પાઠશાળા વિશે તેમણે પૂછ્યું ત્યારે મેં પહેલેથી અત્યાર લગીમાં જે કાંઈ જાણ્યું હતું તે નિખાલસપણે કહી દીધું. જ્યારે હું તેમને વાત કરી રહ્યો હતો ત્યારે મારી સાથે એક જાદવજી નામનો વિદ્યાર્થી હતો, જે પાઠશાળામાં રહેતો અને હમણાં જ પોતાના વતન પાલિતાણામાં પાછો ફરેલો. મારે કશું હવે છુપાવવા જેવું ન હતું એટલે મેં પારેખને સ્પષ્ટ કહેલું. હું કાશી પહોંચે તે પહેલાં તો જાદવજીએ બધું જ ગુપ્તચરકૃત્ય વફાદારીથી સાધી લીધું હતું. મને બહુ નવાઈ લાગી કે મહારાજજી કલકત્તામાં બેઠાં કેવી રીતે જાણી ગયા? કારણ કે જાદવજી વિષે મને શંકા હજી સુધી ગઈ જ ન હતી. મહારાજજીની આંતરિક ઇચ્છા તો એ હતી કે સુખલાલ અને વ્રજલાલ બંનેને પોતાની પાસે ગમે તે રીતે ખેંચવા એટલે બીજા પાછળ રહેલ વિદ્યાર્થીઓ પાઠશાળામાંથી આપોઆપ સરી જશે. અને રહેશે તોયે તેમાં દમ જેવું નહિ હોય. એટલે મંત્રીઓ પાઠશાળા ચાલુ રાખવા મને આમંત્રણ આપશે. આવી ઈચ્છા હોવાથી તેમણે અમારા બંનેનો કલકત્તામાં બહુ આદર કરેલો ને અમારી પાસે ઉપાશ્રયમાં વ્યાખ્યાનો પણ કરાવેલાં. વ્યાખ્યાનમાં રાયબહાદુર બદરીદાસજી ને બુદ્ધિસિંહજી દુધેડિયા જેવા વૃદ્ધ
Page #84
--------------------------------------------------------------------------
________________
કાશી પાઠશાળાનો ત્યાગ ૦ ૭૩ અને સમૃદ્ધ લોકો તેમજ વલ્લભજી હીરજી જેવા જ્ઞાનશાસ્ત્રના જ્ઞાતા પણ હાજર હતા. મારે માટે જાહેર વ્યાખ્યાનનો આ પ્રથમ પ્રસંગ હતો, પણ કાંઈક અણધારી સફળતા મળી.
મહારાજજી વિનાનું પાઠશાળાનું તંત્ર
મહારાજીની સામ-દામ નીતિએ અમારા બંને ઉપર અસર ન કરી. અમે અમારા સંકલ્પ પ્રમાણે કાશી પાછા ફરી અધ્યયનમાં નિમગ્ન થઈ ગયા. ૧૯૬૩ના શિયાળામાં વિહાર કરી ગયેલ સન્મિત્ર સમ્મેતશિખરની યાત્રા કરી ચોમાસા સુધીમાં કાશી પાછા આવી ગયા હતા. તેથી કલકત્તામાં મહારાજજીને શંકા આવે તે સ્વાભાવિક હતું કે, મંત્રીઓ મારા વિના જ પાઠશાળા ચલાવી લેવા ધારે છે અને સન્મિત્રને ત્યાં રોકી લેવા ઇચ્છે છે. સન્મિત્ર પાઠશાળાના કોઈ વ્યાવહારિક તંત્રમાં માથું મારતા જ નહિ એટલે મંત્રીઓએ તો એ તંત્ર ચલાવવા એક હાલાર તરફના મૂળચંદ નામના જૈનને મૅનેજર તરીકે મોકલેલ હતા. મૂળચંદભાઈ મૂળી જેવા દેશી રાજ્યમાં રેવન્યૂ ખાતામાં નોકરી કરી ચૂકેલા. એમને કેળવણી અને ખાસ કરીને પ્રાચ્ય વિદ્યાઓ સાથે કશો જ સંબંધ ન હતો. પાઠશાળામાં વિલક્ષણ સ્થિતિ પ્રવર્તવા લાગી. મૅનેજર કે તેમના પુત્ર પાઠશાળાની કેટલીક વસ્તુઓ ઘે૨ ખસેડવા લાગ્યા. પુસ્તકાલયમાંથી કેટલાંક કીમતી અંગ્રેજી પુસ્તકો પણ જવા લાગ્યાં. હું અને વ્રજલાલજી બે જ વિદ્યાર્થીઓમાં કાંઈક મોટા અને આગળ પડતા. સન્મિત્ર કશામાં પડતા નહિ. પાઠશાળાની વસ્તુ ઉચાપત થાય તે અમારાથી ન સહાયું એટલે અમે વિદ્યાર્થીઓની એક મીટિંગ કરી. તેમાં મૅનેજરને પ્રમુખ બનાવ્યા. અને તેમના ઉપર સીધેસીધા આરોપો મૂકી તેમની પાસેથી ખુલાસો માંગ્યો. મૅનેજરે જોયું કે મામલો વીફર્યો છે ત્યારે અમને શાન્ત રહેવા બહુ નમ્રતાથી સમજાવ્યા અને કહ્યું કે એ ચીજો તો માત્ર વા૫૨વા લીધી છે. માટે પાછી આપવાની જ છે. છેવટે મૂળચંદભાઈ તો એમના છ માસના રૂપિયા ને પાઠશાળાની કેટલીક વસ્તુઓ તફડંચી કરી દેશમાં સિધાવ્યા. કલકત્તામાં બેઠા મહારાજજીને બહાનું મળી ગયું કે પાઠશાળાને કોઈ સંભાળી શકતું નથી અને બધું વણસે છે, મંત્રીઓ વીરમગામ જેટલે દૂર બેઠા છે, ઇત્યાદિ. પણ હજી પાઠશાળામાં સન્મિત્રના અસ્તિત્વનો કાંટો હતો તેનું શું? મહારાજીની એવી ઇચ્છા અને ચેષ્ટા ખરી કે સન્મિત્ર સ્વયમેવ કાશીથી વિહાર કરી જાય. સન્મિત્ર અલિપ્ત હતા અને ઇચ્છતા કે કોઈ પણ રીતે પાઠશાળા સારી રીતે ચાલે, પણ એમની તંત્ર ચલાવવા જેટલી કુશળતા કે બાહોશી નહિ. પાઠશાળાનું નાવડું મધદરિયે હતું. મંત્રીઓ મહારાજ્જીને હવે સર્વસત્તાધીશ બનાવવા ઇચ્છતા નહિ અને તેવો કોઈ મળે તો મહારાજજી તેને ચલાવી લે તેવા પણ નહિ. એટલે કોકડું વધારે ગૂંચવાઈ જતું હતું. ચોમાસું પૂરું થયા બાદ સન્મિત્રે કાશીથી આગ્રા તરફ પ્રસ્થાન કર્યું વીરમગામથી મંત્રીએ આવી પાઠશાળામાં એક કામચલાઉ મૅનેજર રોક્યો. ડગમગતા એ નાવડામાં
Page #85
--------------------------------------------------------------------------
________________
જ • મારું જીવનવૃત્ત પણ મારું અને વ્રજલાલજીનું અધ્યયન ડગ્યું ન હતું. તેથી મંત્રી છોટાલાલે અમને બંનેને કહ્યું કે, તમે ઈચ્છો તેવા પંડિત પાસે ભણો. પાઠશાળા પૂર્ણ ખર્ચ કરશે. અમારા બંનેનો ઉત્સાહ ખૂબ વધ્યો. કાશીમાં અને બહાર એવા કોઈ સારા પંડિતની અમે તજવીજ શરૂ કરી કે જે અમને બધાં જ પ્રાચીન વૈદિક દર્શનો સમર્થ રીતે અને ખુલ્લા દિલથી ભણાવે કેમકે પ્રથમના અંબાદત્ત શાસ્ત્રીજીની દિલચોરી જોઈ તેમને પાઠશાળાથી છૂટા કર્યા હતા. આ સમય દરમિયાન અમે બંનેએ કાશીના સર્વોત્તમ ગણાતા પંડિતોમાંથી કોઈને મનમાન્યા પૈસા આપી પાઠશાળામાં લાવવાનો યત્ન કર્યો, પણ સફળ થયો નહિ. બહુ મોટા અને અસાધારણ પંડિત હોય તે જૈન પાઠશાળામાં આવવું પસંદ કરે નહિ અને જે આવવા તૈયાર હોય તે દાર્શનિક વિષયોમાં અમારી 'કસોટીએ પાર ન ઊતરે. છતાં અમારા બંનેનું અધ્યયન તો અસ્મલિત ચાલુ જ હતું. અમે બંને કોઈ પંડિતને ત્યાં જઈ ભણી આવતા. ને પાઠશાળાના બીજા વિદ્યાર્થીઓને અમે ભણાવી દેતા. વિદ્યાર્થીઓને દીક્ષા
થોડી પણ વિદ્યાર્થીઓ દ્વારા પાઠશાળા ચાલે છે ને મંત્રીઓ તો આમંત્રણ આપતા જ નથી એ સ્થિતિ કલકત્તામાં મહારાજજીના મંડળને સાલતી. ૧૯૬૩નું ચોમાસું પૂરું થતાં જ મહારાજજીએ કલકત્તામાં પોતાની સાથે રહેલા વિદ્યાર્થીઓમાંથી પાંચ જણને દીક્ષા આપી દીધી. આ ઘટનાથી જૈન સમાજમાં ભારે ઊહાપોહ જાગ્યો. લોકો કહેવા લાગ્યા કે મહારાજજીએ પ્રતિજ્ઞાભંગ કર્યો. જ્યારે તેઓ કાશીએ ગયા ત્યારે પોતાનાં બાળકોને માતા-પિતા વિશ્વાસથી ભણવા મોકલે એ હેતુથી તેમણે જાહેર કરેલું કે તેઓ વિદ્યાર્થીઓમાંથી કોઈને દીક્ષા આપશે નહિ. કલકત્તાની આ દીક્ષાથી તેમની પ્રતિજ્ઞાનો ભંગ થતો હતો. હવે કયો માણસ સાધુ ઉપર વિશ્વાસ મૂકી પોતાના બાળકને ભણવા મોકલશે એ પ્રશ્ન ચર્ચાવા લાગ્યો. મહારાજજી બુદ્ધિશાળી વર્ગનું સમાધાન કરી શક્યા નહિ, પણ હંમેશાં બનતું આવ્યું છે તેમ તેમને દીક્ષાઘેલો નાનકડો પણ વર્ગ મળી આવ્યો. શેઠ વીરચંદ દીપચંદ જેવાએ પણ મન મનાવી લીધું કે ભલે દીક્ષા આપી. દીક્ષિતમાંથી કોઈ હેમચંદ્ર પાકશે. મહારાજનો ઉત્સાહ વધ્યો ને એવી દલીલ પણ વહેતી મૂકી કે મારી પ્રતિજ્ઞા તો માત્ર કાશી અને પાઠશાળા પૂરતી હતી. આખી જિંદગી અને કાશીથી બહાર પણ દીક્ષા ન આપવા હું બંધાયો ન હતો. છેવટે વીરચંદ દીપચંદ મહારાજજીને લખ્યું કે તમે કાશી પાછા જાઓ અને પાઠશાળા સંભાળો. ખર્ચની ચિંતા ન કરો. મંત્રીઓના વિરોધની પરવા કર્યા વિના શેઠે તેમનું રાજીનામું સ્વીકારી લીધું. હવે વીરચંદ દિપચંદ જ મુખ્ય રહ્યા. મહારાજજી સર્વ સાથે કાશી પાછા ફર્યા ને મારા જીવનનું નવું પ્રકરણ શરૂ થયું.
Page #86
--------------------------------------------------------------------------
________________
કાશી પાઠશાળાનો ત્યાગ ૦ ૭૫
પાઠશાળાનો ત્યાગ
મહારાજજીની ઇચ્છાને માન આપી હું કલકત્તામાં તેમની સાથે રહેલો નહિ ને પાલિતાણામાં મંત્રી સમક્ષ પાઠશાળાની ખટપટ વિષે જાણતો હતો તે કહેલું એટલે મહારાજજીને હું સ્વાર્થી કે ગુરુદ્રોહી લાગું તે સ્વાભાવિક હતું, પણ મહારાજજી ગંભીરતા સાચવી મનોગત કાંઈ મને જણાવવા દેતા નહિ, પરંતુ એમના પટ્ટધર શિષ્ટ ઇન્દ્રવિજયજી પોતાની પંજાબી શીખ પ્રકૃતિ પ્રમાણે ઉતાવળિયા અને તુંડમિજાજી. તેમને મારા ઉપર હતો તેટલો રોષ વ્રજલાલજી ઉ૫૨ ન હોવાનું એક કારણ એ પણ હતું કે વ્રજલાલજી ક્યારેક દીક્ષા લેશે એવી તેઓ આશા સેવતા. વ્રજલાલે લગ્ન ન કરવાનો નિયમ તો પહેલાં જ લીધો હતો. હવે મહારાજજીની ભેદનીતિ શરૂ થઈ. તેમણે ઇછ્યું કે સુખલાલ અને વ્રજલાલ બંને કોઈ રીતે છૂટા પડે તો જ આપણો દોર નભશે કેમકે તેમને ડર હતો કે આ બંને પાછળથી પાઠશાળામાં સાથે રહ્યા છે, એકરસ થયા છે અને મંત્રીઓ તેમજ બીજા સદ્દગૃહસ્થો તેમને માને છે. મને તે વખતે સખત તાવ આવતો. વ્રજલાલજી મારી પાસે બેસે ને ઉપચાર કરે એ પણ ઇન્દ્રવિજયજીને ગમે નહિ. ઘણી વાર તે વ્રજલાલજીને મારી વિરુદ્ધ ભડકાવે, પણ વ્રજલાલજી સરળ ભાવથી કહી દે કે મહારાજજી, તમે જે કહો છો તે તો સાચું નથી, ઇત્યાદિ. વ્રજલાલજીને મારી વિરુદ્ધ કરવાના પ્રયત્નમાં ન ફાવ્યા એટલે તેઓ મારી ત૨ફ વળ્યા. મને સૂચવવા લાગ્યા કે વ્રજલાલજી તો બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ જૈનદ્વેષી હોય છે, ઇત્યાદિ. મારું પણ રૂંવાડું એથી ન ફરકવું. અમે તો ઊલટા એકબીજાની વધારે નજીક આવ્યા. કેટલાક સાધુઓ અને વિદ્યાર્થીઓ પણ અમારા બંને સાથે સારો વર્તાવ રાખતા નહિ. તેથી અમે બંનેએ ખાનગીમાં મળી મંત્રણાઓ ચલાવી કે હવે પાઠશાળામાં રહેવું કે એને છોડી દેવી ? વિચા૨ની એક બાજુ ન છોડવાની હતી. એ બાજુને સ્પર્શતી દલીલો ટૂંકમાં આ હતી :
૧. જેણે ભણવામાં બધી જાતની મદદ કરી ને જેને એક વાર ગુરુ કહ્યા તેને છોડી દેવા એ તો ગુરુદ્રોહ ને કૃતઘ્નતા કહેવાય.
૨. ગુરુભક્તિ વિષેનાં આજ સુધી સાંભળેલાં પ્રવચનોના સંસ્કારે એમ પણ લાગ્યું કે આપણે જુદા પડીએ તો પાઠશાળા ઉપર અને મહા૨ાજી ઉપર વિશેષ આફત ઊતરશે. ત્રણ સાધુઓ પ્રથમ રેલવેથી ચાલ્યા ગયા, ગુરુભાઈ સન્મિત્રે પણ ચાલ્યા ગયા અને આ મોટી ઉંમરના વિદ્યાર્થીઓ પણ નીકળી ગયા તો એની પાછળ શું રહસ્ય છે ? એવો ઊહાપોહ જરૂ૨ જાગશે. ને તેથી મહા૨ાજીને આઘાત પહોંચશે અને પાઠશાળાને પણ ધક્કો લાગશે. આમ બંને એ શું ગુરુભક્તિને અનુકૂળ છે ?
૩. રહેવાથી માંડી ભણવા સુધીની સમગ્ર સગવડ અનાયાસે મળે છે એ તજી અગવડમાં મુકાવું અને મોટા પુરુષનો ખોફ વહોરવો એમાં શું વ્યવહારું ડહાપણ ગણાય
ખરું ?
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૬ - મારું જીવનવૃત્ત
વિચારની બીજી બાજુ પાઠશાળા છોડવાની હતી. તેને લગતી દલીલો નીચે પ્રમાણે હતી: –
૧. તંત્ર સડેલું હોય અને તેના છાંટાથી અલિપ્ત રહેવું મુશ્કેલ હોય ત્યારે ગુરુભક્તિ નામના મોહક મંત્રથી અંજાઈ જવું કે કૃતળતાના કલ્પિત આરોપથી ડરવું એ યોગ્ય નથી.
૨. ધર્મશાસ્ત્ર તો પ્રસંગ આવે તેવા વાળા રોજ એમ કહી જેને વડીલ માન્યા હોય તેમની સામે થવાનું પણ સૂચવે છે.
૩. મહારાજજી પાસે રહી તેમને સાથ આપીએ તો મંત્રીઓ અને બીજા સદ્દગૃહસ્થો આપણને આગેવાન વિદ્યાર્થીઓ માની આપણા પાસેથી જે નૈતિક આશા રાખે છે તેનું શું ?
૪. પાઠશાળામાં રહીએ તો છેલ્લા દોઢ વર્ષમાં જે વિશાળ દષ્ટિએ અધ્યયન કરવાની તક મળી છે તે પાછી મહારાજજીના સાંપ્રદાયિક તંત્રમાં કેમ સચવાશે?
૫. સગવડથી લલચાઈ વાજબી પગલું ભરતાં અટકીએ તો બુદ્ધિપૂર્વક જોખમ ખેડ્યાનો અવસર કયારે આવે ?
મંત્રણાને અંતે બીજી બાજુની દલીલો ફેવી અને ઠર્યું કે પાઠશાળા તો છોડાવી જ. વ્રજલાલજીએ મને કહ્યું કે તમે દેખતા નથી, પાઠશાળામાં રહી જાઓ. પાઠશાળા છોડવાથી ઘણું સહવું પડશે. હું તો બ્રાહ્મણ છું. પહેલેથી જ કાશીમાં રહેતો આવ્યો છું ને મારે માટે તો ઘણાં બીજાં અન્નસત્રો તેમજ પાઠશાળાઓ છે, પણ જ્યારે એમણે મારો નિશ્ચય જોયો ત્યારે સાથે જ પાઠશાળા છોડી દેવા અંતિમ નિર્ણય કર્યો. મારી પાસે મારો વિદ્યાર્થી અને મિત્ર પૂનમચંદ હતો. વ્રજલાલજી સાથે તેમના નાના ભાઈ ને તેમની માતા હતાં. અમે પાંચ જણ થયાં. પાઠશાળા છોડવાનું તો નક્કી કર્યું, પણ તે વખતે અમારી પાસે એકાદ રૂપિયાથી વધારે કાંઈ ન હતું. અમે નીકળવાની તારીખ, નીકળતી વખતની નીતિરીતિ, એ બધું વિચારી લીધું. વૈશાખ શુક્લ ત્રયોદશીની સાંજ હતી. આગલા દિવસે ચતુર્દશીનું વ્રત આવતું હોવાથી શીખંડ બનેલો હતો. મહારાજજી આહાર કરીને બહાર ઓટલા ઉપર બેઠા હતા. અમે જમી લીધું હતું. અચાનક મહારાજજી પાસે પહોંચ્યા. પગમાં પડ્યા. ને “અમે જઈએ છીએ, આપ રજા આપો' એમ કહ્યું આ બધું અકલ્પિત જોઈ મહારાજજી વિચારમાં પડી ગયા. સ્વભાવે કાંઈક ભીરુ એટલે તેમને એમ થયું હોવું જોઈએ કે આ બે આગળ પડતા વિદ્યાર્થીઓના ચાલ્યા જવાથી તો સમાજમાં નવો ઊહાપોહ શરૂ થશે. તેમણે મારો હાથ પકડી કહ્યું કે, સુખલાલ ! જુઓ ! મારું શરીર કેટલું ગરમ છે. ખરે જ તે વખતે તેમનું શરીર તાવ આવ્યો હોય તેવું ઉષ્ણ હતું, પણ અમે તો તરત જ ત્યાંથી નીકળી ગયા. પાસેના જુદા મકાનમાં વ્રજલાલજીની માતા – જેને અમે સૌ માજી કહેતા – તે રહેતાં, ત્યાં ગયા. અમે ચારેય
Page #88
--------------------------------------------------------------------------
________________
કાશી પાઠશાળાનો ત્યાગ ૦ ૭૭ જણાએ માજીને કહ્યું કે પાઠશાળા તો છોડી છે, હવે આગળ શું કરવું એ જ વિચારવું છે. ભણવું છે એ નિશ્વય ધ્રુવ જેવો અચળ છે. અને કાશીમાં જ ભણવું એ પણ નિર્ધાર છે, પરંતુ પ્રશ્ન આર્થિક છે. એ વીરાંગનાએ કહ્યું, કે તમે ઉત્સાહી છો તો રસ્તો નીકળી જ જશે.
બીજા દિવસે વીરમગામ મંત્રીઓને ચાર આના ખર્ચે તારથી સૂચવી દીધું કે અમે પાઠશાળા છોડી છે, બાકીના બાર આના લઈ રાતના સુમધુર ઉવેલ પ્રકાશમાં પગે ચાલતા અને ઉત્સાહથી મલકાતા અમે ચારેય જણ ચારેક માઈલ દૂર આવેલ સિંહપુરીના સુંદર તીર્થમાં પહોંચ્યા. વૈશાખ પૂર્ણિમાના મંગળ પ્રભાતે મંદિરમાં દર્શનપૂજન કરી વિચારવા બેઠા કે હવે આગળ શું કરવું? મેં અને વ્રજલાલજીએ નક્કી કર્યું કે આપણે બંનેએ તો એક વાર મંત્રીઓને મળવું. તેઓ આપણે માટે શું કરે છે એ જોવું. એ જ રીતે જૈન સમાજના કોઈ મોભાદાર શ્રીમંતને પણ મળવું ને જોવું કે તે આપણા ઉદ્દેશને સમજી આપણા માટે કાંઈ કરે છે કે નહિ? અમારા આવા વિચાર પાછળ દૃષ્ટિ એ હતી કે આપણને જાણનાર કોઈ સમજદાર પાછળથી એમ ન કહે કે તમે અમને કેમ ન પૂછયું? અને એ પણ દષ્ટિ હતી કે કોઈને પાછળથી એવો આક્ષેપ કરવાનો પ્રસંગ ન આવે કે આ વિદ્યાર્થીઓએ મતલબ હતો ત્યાં લગી તો જૈન સંસ્થામાં રહી જૈન સમાજની મદદ લીધી ને હવે કાંઈક શક્તિ આવતાં તેઓ સામાજિક હિત કરવાની જૂની વાતો છોડી પોતાને રસ્તે પડી ગયા.
Page #89
--------------------------------------------------------------------------
________________
૧૧. પાઠશાળા ત્યાગ પછીની યાત્રા
અમેરિકા જવાનો મનસૂબો
થોડા પૈસા ઉધાર લઈ અમે નીકળ્યા. તરતમાં જ જોન રોકફેલરનું જીવનવૃત્ત વાંચેલું. તેની કુબેર જેવી સંપત્તિ ને કર્ણ જેવી દાનશીલતા તેમાં વાંચેલી. ટ્રેનમાં અમારા બંનેનો એ જ વાર્તાવિષય બની રહ્યો અને સ્વપ્નો સેવવા લાગ્યા કે જો જવાબદાર જૈનો આપણને બરાબર સમજી આગળ ભણવામાં મદદ કરે તો સારું છે. અને કોઈ એવો સમજદાર ન મળ્યો તો આપણે બંનેએ અમેરિકા જવું. આપણી આકાંક્ષા, શક્તિ અને સાહસ જોઈ રોકફેલર કદી જ મદદ આપ્યા સિવાય રહે નહિ. અમેરિકા જવાના મનોરથનો પારો વચ્ચે વચ્ચે એટલે સુધી ચડી જતો કે, – જૈન ગૃહસ્થ મદદ કરનાર ન મળી આવે તો ઊલટું સારું છે. ભાવતું થશે. જ્યાં સ્વામી વિવેકાનંદ અને વીરચંદ રાઘવજી જેવાએ જઈ ભારતનું મસ્તક ઊંચુ કર્યું છે, ત્યાં જઈશું ત્યારે જ લોકો આપણને ઓળખશે. પહેલાં તો અહીં કોઈએ સ્વામી વિવેકાનંદને પણ ઓળખ્યા ન હતા. અંગ્રેજીમાં શું? કામચલાઉ તો ચાર મહિનામાં તૈયાર કરી લઈશું. ને ગમે ત્યાંથી જવાનો ખર્ચ મેળવી લઈશું – આવા વિચારો આવતા. હવે વિચારું છું ત્યારે લાગે છે કે અમારાં એ જુવાનીનાં સ્વપ્નો પાછળ તે વખતની દૃષ્ટિએ ખાસ ગાંડપણ ન હતું. કદાચ અજ્ઞાન હશે. સન્મિત્ર હોવાથી વચ્ચે આગ્રા ઊતર્યા. સન્મિત્ર અમારા સાહસથી પ્રસન્ન તો થયા, પણ અમે ઇચ્છીએ તેટલી ત્વરાથી અને તેટલા પ્રમાણમાં કાંઈ કરવા સમર્થ હોય એમ અમને ન લાગ્યું, પરંતુ ત્યાં એક નવો પરિચય થયો ને તે આગળ જતાં કાર્યસાધક પણ નીવડ્યો. બાબુ ડાલચંદજી અને હીરાચંદ કકલનો પરિચય:
અમે બંને મિત્રો પહેલાં વીરમગામ જવું કે અમદાવાદ અને તે કઈ ટ્રેનમાં એ વિચાર કરતા હતા ત્યાં અચાનક એક ગૃહસ્થ આવ્યા ને પૂછ્યું કે, “વા સોવત રો?’ અમારો જવાબ અને જવાનો ઉદેશ સાંભળી તેમણે તરત જ કહ્યું કે રૂપર સાપ ત્તિપાછા પ્રવંઘ રો નાથ તો સા ? અમે કહ્યું કે એક વાર તો જવું જ છે. મંત્રીઓ વગેરે શું કહે છે એ ન જાણીએ તો ક્યારેક તેઓ કહી શકે કે અમને કેમ ન પૂછ્યું? એ ગૃહસ્થ હતા બાબુ ડાલચંદજી. તેઓ ઉમરે તો મારા જેવડા જ, પણ વ્યાપાર અને
Page #90
--------------------------------------------------------------------------
________________
પાઠશાળા ત્યાગ પછીની યાત્રા - ૭૯ વ્યવહારમાં કુશળ. વ્યાપારને કારણે કાશી આવે ત્યારે પાઠશાળામાં પણ આવતા. અમે તેમને ન જાણીએ, પણ તેઓ અમને બંને મિત્રોને સાથે ભણતા જુએ એટલે તેમનું ધ્યાન અમારા તરફ સહેજે ગયું હતું. વળતાં આગ્રા ઊતરવાનું કહી તેમની પાસેથી રજા લીધી. ગાડીમાં બે જ કામ. સારાસારા સ્ટેશને નવીનવી મીઠાઈઓ લઈ ખાવી ને સ્વપ્નસૃષ્ટિમાં વિચરવું.
અમદાવાદ હીરાચંદ કકલને ત્યાં ઊતર્યા. મારે માટે તો અમદાવાદ આગમન પહેલવહેલું જ હતું. હીરાચંદ અને તેમના લઘુબંધુ બાલાભાઈ કાશીમાં મળેલા. મેં મારા જીવનમાં રામલક્ષ્મણના ભ્રાતૃપ્રેમનો જેવો સાક્ષાત્કાર આ બે ભાઈઓમાં કર્યો છે તેઓ અન્યત્ર નથી કર્યો. બંને જાતમહેનતી, વિદ્યારસિક અને ધર્મનિષ્ઠ. અમદાવાદના જૈન સમાજમાં કન્યાકેળવણીને ગતિ આપનાર તેમજ ધાર્મિક શિક્ષણનો પ્રચાર કરનાર હીરાચંદભાઈ હતા. તેઓ અનેકવિધ તપશ્ચર્યા અને ક્રિયાકાંડ આચરતા, પણ અન્ય તપસ્વી અને ક્રિયાકાંડીની પેઠે વિદ્યાવિમુખ ન રહેતા. બંને ભાઈ શિક્ષણ આપવાનું જ કામ કરતા તેથી સ્થિતિ પણ સાધારણ છતાં એમનો અતિથિપ્રેમ એટલો સારો કે આતિથ્યની બાબતમાં તેઓ અમદાવાદી છે એમ ભાગ્યે જ કોઈ કહે. હીરાચંદભાઈ અમને જોઈ રાજીરાજી થઈ ગયા ને ઉત્સાહમાં આવી કહ્યું કે એમાં તે શું? અહીં તો મનસુખભાઈ ભગુભાઈ જેવા શેઠ પડ્યા છે. તમારી અભ્યાસની વાત સાંભળી તેઓ જરૂર રાજી થશે અને મદદ પણ કરશે. શ્રી નેમવિજયજીનો મેળાપ
અમે ત્રણેય શેઠ મનસુખભાઈને મળ્યા. અમારો પરિચય મેળવી બંગલે જ રહેવા અને જમવાનું કહ્યું ને ઉમેર્યું કે તમે બંને ભાવનગર મારી સાથે આવશો ? ત્યાં નેમવિજયજી મહારાજને આચાર્યપદવી આપવાની છે. હું ત્યાં જવાનો છું. તમને બંનેને મહારાજજી સાથે મેળવીશ ને પછી તમારા વિષે બધું થઈ રહેશે. શેઠ મનસુખભાઈ નેમવિજયજી મહારાજને ભગવાન જેવા દેવતા લેખતા ને તેમનો પડ્યો બોલ ઝીલતા. સાધુ પાસે ખાસ કરી નેમવિજયજી મહારાજ પાસે જવાનો અમારા બંનેના મનમાં વિશેષ ઉત્સાહન હતો. અમે એમની મનસ્વી પ્રકૃતિ વિષે થોડુંક સાંભળેલું છતાં શેઠના અનુરોધ ખાતર ભાવનગર જવા હા પાડી ને ઊપડી ગયા. વિદ્યાપ્રિય શ્રીયુત કુંવરજી આણંદજીને ત્યાં ઊતર્યા. કુંવરજીભાઈ અમને બંનેને નેમવિજયજી મહારાજ પાસે લઈ ગયા. ને પરિચય આપ્યો. શું શું ભણ્યા છો ? એવા એમના રુઆબી પ્રશ્નના ઉત્તરમાં અમે ઘટતો નમ્ર જવાબ વાળ્યો. શશીબાબુ ! એમ કહી તેમણે પોતાની પાસે રહેતા નૈયાયિક મૈથિલ પંડિતને બોલાવી કહ્યું કે આને ન્યાય વિષે કાંઈક પૂછો. શશીબાબુના પ્રશ્નોનો મેં ઉત્તર પણ આપ્યો. તે વખતે પાસે દર્શનવિજયજી નામના સાધુ બેઠા હતા. તેઓ મને બાજુના રૂમમાં લઈ જઈ કહેવા લાગ્યા કે તમે અહીં ન રહો ? રહો તો હું ભણાવીશ ઈત્યાદિ.
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૦ • મારું જીવનવૃત્ત મેં કહ્યું કે અમે તો કાશી જ ભણવાના છીએ. નેમવિજયજી મહારાજે પોતાની ટેવ પ્રમાણે બીજા એક શિષ્ય જશવિજયજીને બોલાવી કહ્યું કે સુખલાલ સિદ્ધહૈમ ભણેલ છે તો કાંઈક પૂછ. જશવિજયજી અને મારા વચ્ચે સંસ્કૃતમાં જ ચર્ચા ચાલી. પાસે બેઠેલા શ્રાવકોને નવાઈ લાગતી. નેમવિજયજી મહારાજને બોલાવી કહ્યું કે આ પ્રાકૃત ભણેલા છે. પૂછો તો ખરા ? મણિવિજયજીએ બહુ નમ્ર વ્યવહારથી થોડુંક પૂછ્યું ને ખુશી પ્રગટ કરી. આ વખતે ત્યાં પંન્યાસ ગંભીરવિજયજી મહારાજને આચાર્ય પદવી આપવાની હતી. અમારી બંનેની હાજરીએ સાધુસમુદાયમાં એક અદ્દભુત કુતૂહલ ને લાલચનું વાતાવરણ ઊભું કર્યું હોય તેવો અમને ભાસ થયો. પ્રથમ મુલાકાતે જ પરીક્ષા લેવાની મહારાજજીની શેખીએ અમારો તેમના પ્રત્યેનો આદર ઓછો કર્યો. અમને થયું કે આ માણસ આપણા ઉપર પોતાના શિષ્યોનું અને પોતાનું વર્ચસ સ્થાપવા માંગે છે? નેમવિજય મહારાજને
ક્યાં ખબર હતી કે આ બંને સાવ બેપરવા છે ? કુંવરજીભાઈને ત્યાં શેઠ મનસુખભાઈ જમીને બેઠા હતા. અનેક સગૃહસ્થો તેમની આસપાસ વીંટળાયેલા. સંપત્તિએ મનસુખભાઈ ને ત્યાં દેવ બનાવી દીધા હતા. કુંવરજીભાઈએ શેઠને અમારા વિષે છેલ્લો જવાબ આપવા કહ્યું તો શેઠે કહ્યું કે તમે બંને નેમવિજયજી મહારાજ પાસે રહો તો હું બધો પ્રબંધ કરીશ, મહારાજજી પાસે પંડિત તો છે જ અને તે કાશીના પંડિત કરતાં
ક્યાં ઊતરતો છે! ઈત્યાદિ. અમે એક પણ ક્ષણ થોભ્યા સિવાય જવાબ આપ્યો કે કોઈ સાધુ પાસે રહેવું નથી. શેઠે કહ્યું કે તો પછી તમે અમદાવાદ મારે બંગલે રહો ને હું ત્યાં બધો પ્રબંધ કરીશ. એનો પણ ઉત્તર એટલી જ ત્વરાથી અમે આપી દીધો કે કાશી બહાર રહી ભણવાની અમારી વૃત્તિ નથી. બસ બધું પત્યું. સૌ સૌને રસ્તે પડ્યા. હવે માત્ર મંત્રીઓને મળવાનું અમારે માટે બાકી હતું, પણ અમને માલુમ પડી ગયું કે મંત્રીઓ આપણે વાતે સહાનુભૂતિ ઉપરાંત કાંઈ વધારે કરી શકે તેમ નથી. ગુજરાત છોડવાનો વિચાર કરીએ જ છીએ ત્યાં અચાનક એક રજિસ્ટરી પત્ર મળ્યો. એ પત્ર રખડતાં રખડતાં ભાવનગર આવેલો. વ્રજલાલજી ગુજરાનવાલામાં
આ પત્ર પંજાબ ગુજરાનવાલાના સંઘે ઉપાધ્યાય વીરવિજયજીના કહેવાથી લખેલો. એમાં વ્રજલાલજીને પત્ર મળતાંવેંત ગુજરાનવાલા આવવા લખેલું. બહુ જરૂરી કામ છે, એક પણ ક્ષણ ન થોભો, ઉપાધ્યાયજી લખાવે છે ઈત્યાદિ મતલબનું લખાણ હતું. અમે સાશ્વર્ય વિચારમાં પડ્યા. છેવટે હું ઘેર રહી ગયો અને વ્રજલાલજી પંજાબ માટે મારાથી છૂટા પડ્યા. સંકેત એવો કર્યો કે જ્યારે વ્રજલાલજી સૂચવે ત્યારે મારે આગ્રા પહોંચવું. અમે ધારતા કે આપણું ચક્ર આપણે જ ફેરવીએ છીએ, પણ હવે કાંઈક એવું લાગ્યું કે આપણું ચક્ર તો કોઈ અજ્ઞાત દૈવ જ ફેરવી રહ્યું છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
પાઠશાળા ત્યાગ પછીની યાત્રા - ૮૧
ગુજરાનવાલામાં શ્રીમત્ આત્મારામજી મહારાજનાં લખાણો વિરુદ્ધ અવાજ ઊઠેલો. સનાતન ધર્મના ભારતવિખ્યાત પંડિતો ત્યાં આવેલા ને તેમણે જૈનોને ચેલેન્જ આપેલી કે આત્મારામજીનાં વૈદિક માન્યતા વિરુદ્ધનાં લખાણોની યથાર્થતા તમે સાબિત કરો. ગુજરાનવાલામાં વિજયકમલસૂરિ અને વીરવિજયજી ઉપાધ્યાય બંને હતા. તેઓ આ બાબતમાં કશું કરી શકે તેમ ન હોવાથી કોઈ જૈન પંડિતને બહારથી બોલાવવા કૃતનિશ્ચય થયેલા. છેવટે ઉપાધ્યાયજીને એક વાર પહેલાં પરિચયમાં આવેલા વ્રજલાલજીનું સ્મરણ થયું ને તેમણે તેમને બોલાવવા પત્ર લખાવેલો. વ્રજલાલજી ગુજરાનવાલા ગયા. ભારે રસાકસી જામી. છેવટે કલેક્ટરને મેજિસ્ટ્રેટની દરમિયાનગીરીથી વિવાદનો અંત આવ્યો. જૈનોની ઇજ્જત સચવાઈ. વ્રજલાલજીનું ગૌરવ વધ્યું. તેઓ ત્યાંથી વિદાય થઈ પાછા ફર્યા તો લાહોરમાં વલ્લભવિજય મહારાજ મળ્યા. તેઓ અતિશય સખત ગરમીમાં દિલ્હીથી લાંબો લાંબો વિહાર કરી ગુજરાનવાલા ઉક્ત વિવાદમાં ભાગ લેવા જ જઈ રહ્યા હતા. તેઓ પણ વિવાદનો અંત પોતાના લાભમાં આવેલો જાણી વ્રજલાલજી તરફ બહુ આકર્ષાયા અને કહ્યું કે ખુશીથી તમે કાશીમાં વધારે ભણો, જોઈતો પ્રબંધ થઈ જશે. વ્રજલાલજીનો તાર મળવાથી હું આગ્રા પહોંચી ગયો અને બધી હકીકત જાણી લીધી. અમારે કાશી રહી ભણવું અને આર્થિક જવાબદારી બાબુ ડાલચંદજીએ માથે લેવી એમ ઠર્યું.
Page #93
--------------------------------------------------------------------------
________________
૧૨. પુનઃ કાશીમાં અભ્યાસ અને દૃષ્ટિલાભ
સનાતની બ્રાહ્મણ પંડિતો
અમે બંને કાશી તો પહોંચ્યા, પણ હવે ક્યાં રહેવું, કોની પાસે ભણવું, અને શું શું ભણવું? એ પ્રશ્ન અમારી પાસે આવ્યો. મકાનની મૂંઝવણ તો છેવટે ભદૈની જૈન ઘાટ ઉપરની ધર્મશાળા મળવાથી કાંઈક દૂર થઈ પણ ઈષ્ટ પંડિતનો જ પ્રશ્ન મુખ્ય હતો. સનાતની બ્રાહ્મણ પંડિતોની, ખાસ કરી કાશીના પંડિતોની સ્થિતિ તે કાળે આજ કરતાં બહુ જુદી હતી. બહુ મોટા અને પ્રતિષ્ઠિત ગણાતા પંડિતો મને જૈન સમજી ભણાવવામાં આનાકાની કરતા. હું વૈદિક ગ્રન્થો ભણવાનું કહું તો એમને એમ લાગતું કે આ જૈન છતાં વૈદિક દર્શનો ભણવા માંગે છે તો તેનો હેતુ વૈદિક દર્શનના ખંડનનો હોવો જોઈએ. તેથી એને કેમ ભણાવાય ? કોઈ જૈન ગ્રન્થ ભણવા વિષે વાત નીકળે તો તેઓ તે વિષે પોતાનો સાવ અનાદર વ્યક્ત કરે. પૈસા ખરચવાથી આજની પેઠે તે કાળે પણ ભણાવનાર પંડિતો મળી આવતા, પરંતુ એવા પંડિતોથી અમને બંનેને ખાસ સંતોષ ન થતો. વ્રજલાલજી છે તો બ્રાહ્મણ અને કુળધર્મ સનાતની તો પછી એ સુખલાલ જેવા જેન સાથે કેવી રીતે રહી શકતા હશે? એ પ્રશ્ન પણ ઘણા પંડિતોને મૂંઝવતો. અમે સાથે રહીએ છીએ એ વસ્તુ છુપાવવાના અમારા બધા ચાણક્ય-પ્રયત્નો નિષ્ફળ જ ગયા હતા. તેથી એકલા વ્રજલાલજી બ્રાહ્મણ તરીકે કોઈ વિશિષ્ટ પંડિતને
ત્યાં ભણવા જાય તોય તેમની વિરુદ્ધ વાતાવરણ જામતું. અમે બહુ મુંઝાયા. કાશી પાછા ફર્યા પહેલાં આગ્રાથી ગ્વાલિયર-લશ્કર અને વૃંદાવન એમ બે સ્થળે અમે જઈ આવેલા. આગ્રામાં સાંભળેલું કે ગ્વાલિયરમાં અમુક વિશિષ્ટ પંડિત છે ને વૃંદાવનમાં સુદર્શનાચાર્ય નામના રામાનુજી વિદ્વાન આચાર્ય છે. ગ્વાલિયરના પંડિત અમારા માટે કાર્યસાધક ન હતા. વૃંદાવનવાળા બહુ સજ્જન અને વિદ્વાન પણ લાગ્યા, પરંતુ અતિ વૃદ્ધ હોઈ તેમણે ભણાવવાનું બંધ કરેલું. આ કારણે અમારું બંનેનું મન હવે માત્ર કાશીમાં સ્થિર થયું. અધ્યયનની અનેરી યોજના
મિથિલાવાળા ચુંબે ઝા અને પટણાવાળા હરિહર કૃપાળુ બેમાંથી એકેયને કાશી લાવવામાં સફળ ન થયા એટલે તત્કાળ પૂરતી અધ્યયનની એક યોજના અમે વિચારી
Page #94
--------------------------------------------------------------------------
________________
પુનઃ કાશીમાં અભ્યાસ અને દૃષ્ટિલાભ • ૮૩ કાઢી. તે પ્રમાણે વ્રજલાલજી વેદાન્ત દર્શન તૈયાર કરે અને મારે ન્યાયદર્શન તૈયાર કરવું એમ ઠર્યું. વ્રજલાલજી રોજ ચારેક માઈલ દૂર સુપ્રસિદ્ધ વેદાન્તી લક્ષ્મણશાસ્ત્રી દ્રાવિડને ત્યાં જઈને વેદાન્ત શીખી આવે. હું ઘેર રહી ન્યાયની સંભવિત તૈયારી કરું ને પછી બંને પરસ્પર આપલે કરીએ જેથી બેવડું કામ થાય. આ ક્રમ અમુક વખત ચાલ્યો. દરમિયાન એક સુયોગ્ય યુવક પંડિત મળી ગયા. એ ભણીને નવા જ તૈયાર થયેલા એટલે કામ શોધતા. અમને જોઈતું મળી ગયું. એ પંડિત આજે બનારસ ક્વીન્સ કૉલેજના મુખ્ય પંડિત છે. તેમનું નામ બાલબોધ મિશ્ર. તેઓ વ્યાકરણ, ન્યાય, સાંખ્યયોગ અને વેદાન્ત આદિ અનેક વિષયોની પરીક્ષા આપી ઉત્તીર્ણ થયેલા. અમને રોજ અમારા સ્થાને ભણાવવા આવે. એમની પાસે અમે પ્રાચીન ન્યાય તથા સાંખ્યયોગનાં ભાષ્યો ભણ્યાં, હું એકલો તેમની પાસે નવીન ન્યાય પણ શીખતો. અમારી દૃષ્ટિ બધાં જ ભારતીય દર્શનોના પ્રાચીન ભાષ્યો શીખવાની અને સ્વતંત્રપણે તે ઉપર વિચાર કરવાની હતી. અમને એમાં રસ પણ પડતો ગયો અને સંપ્રદાય બહાર વિશાળ દષ્ટિએ જોવાની તક પણ મળી. આ રીતે દાર્શનિક અધ્યયન ચાલતું હતું ત્યારે મારી દૃષ્ટિમાં એક બીજો ફેરફાર પણ થઈ રહ્યો હતો. છાપાંઓએ રાષ્ટ્રિય દૃષ્ટિ ઘડી
વ્રજલાલજી પહેલેથી જ ખૂબ છાપાંઓ વાંચે, અને અનેક સભાઓમાં જાય એટલે તેમની રાષ્ટ્રિય દૃષ્ટિ ઘડાઈ ગઈ હતી. તેઓ તિલકના અનન્ય ભક્ત. આ સમય દરમિયાન મુંબઈ હાઈકોર્ટમાં તિલકને લાંબી સજા થયેલી. હિન્દી-મરાઠી છાપાંઓ ખૂબ ગરમાગરમ ચર્ચા કરતા. હું છાપાંના યુગથી બિલકુલ દૂર હતો, પણ વ્રજલાલજીની સોબત એ ચેપ મને પણ લગાડ્યો. છાપાંના ચેપે શાસ્ત્ર બહારના અનેક વિષયો વિષે વિચાર કરતો કર્યો. રોજ છાપાંઓ ઢગલો અમે બંને મિત્રો વાંચીએ. હવે મારું મન કોંગ્રેસ તરફ તેમ જ દેશના પ્રશ્નો તરફ પણ વળ્યું. એને લીધે શાસ્ત્રીય વાચનમાં એક નવી દૃષ્ટિ ઉમેરાઈ. બધા વિષયોનો ઇતિહાસ હોય જ છે અને તે જાણ્યા વિના તે તે વિષયનું જ્ઞાન અધૂરું રહી જાય છે અને વિકૃત પણ બને છે એમ સ્પષ્ટ લાગ્યું. તેથી ઇતિહાસ તરફ પણ ઝૂક્યો. આમ વિ. સં. ૧૯૬૫નો ઉનાળો વીતવા આવ્યો ત્યાં વળી ઘટનાચક્રે પલટો ખાધો. ક્રિયાકાંડ પ્રત્યેનું વલણ
વિજયવલ્લભસૂરિ પંજાબથી ગુજરાત જતાં પાલનપુરમાં રોકાઈ ગયા. તેમની ઇચ્છા એવી કે અમે પાલનપુર ચોમાસામાં જઈએ. અમારું અધ્યયન બંધ ન પડે તે હેતુથી તેમણે અમને અમારા પંડિતને સાથે લઈ આવવા લખ્યું. અમે બધા પંડિત સાથે પાલનપુર ચોમાસું ગાળવા ગયા. અમે ત્યાં કાવ્ય-પ્રકાશ આદિ કેટલાક અગત્યના ગ્રન્થોનો અભ્યાસ કર્યો. હું લલિતવિજયજી જેવા એકાદ-બે સાધુને થોડું થોડું ભણાવતો
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૪ મારું જીવનવૃત્ત પણ. વલ્લભવિજયજી મહારાજે તથા પાલનપુરના સંઘે અમારી સગવડ કરવાની પૂરી કાળજી રાખી હતી. અમે કયારેક તિથિ-પૂર્વે ક્રિયાકાંડમાં ભાગ લઈએ તો મહારાજજી અને શ્રાવકોને એમ લાગતું કે વિદ્વાનો તો આવા જ પાકવા જોઈએ. તે વખતે મારા સંસ્કારોમાં ધરમૂળથી ફેર નહિ પડેલો એટલે શરમભરમથી કે રુચિથી ક્યારેક ક્યારેક ક્રિયાકાંડમાં ભળી જતો, પરંતુ મન ઝપાટાભેર બીજી દિશામાં જ કૂચ કરી રહ્યું હતું ને સમજાતું જતું હતું કે, આ ક્રિયાકાંડો ધર્મનાં માત્ર નિર્જીવ ખોખાં છે. શ્રાવકો અને સાધુઓનાં દેખાવડી વ્યવહારથી અમારી શ્રદ્ધાનાં સ્તર બદલાયે જતાં હતાં; પણ અમે એ બાબતની કશી ચર્ચામાં ઊતર્યા સિવાય અધ્યયનનું ગાડું ચલાવ્યે રાખતા. એક દિવસ અથડામણીનો સામાન્ય પ્રસંગ આવ્યો. ઉપાશ્રયમાં અમુક વિષય ઉપર ભાષણ કરવું એવી મહારાજજીએ સૂચના કરેલી. વ્રજલાલજીએ ભાષણ દરમિયાન તિલકનો ઉલ્લેખ કર્યો. ત્યાં તો ઘરડાબુઠ્ઠા અમલદાર શ્રાવકો ગભરાયા ને એક શ્રાવકે તે વિષે કશું ન બોલવા ઇશારો પણ કર્યો. કાંઈક ચકમક ઝરી ને બધું શાન્ત થયું, પણ હવે મને સમજાયું કે વ્યાપારી અને અમલદારી માનસ કેવું બીકણ હોય છે? આબુનો પ્રવાસ
દિવાળી નજીક આવી. ને થયું કે પાસે આવેલ આબુના વિખ્યાત મંદિરો જોઈ લેવાં જોઈએ. અમે સૌ પહેલવહેલાં જ આબુ ગયા. ચોમાસાના ખળ ખળ વહેતા પ્રવાહો, લીલીછમ સઘન વનરાજી, જુદાં જુદાં દર્શનીય સ્થાનો – એ બધું જિંદગીમાં પહેલવહેલું જ જોવા મળ્યું ?
અમારા મૈથિલ પંડિત પણ પત્ની સહિત આબુ ઉપર અમારી સાથે આવેલા. દેલવાડાથી અચલગઢ જવા બધા નીકળ્યા. આજની પેઠે તે વખતે તે રસ્તો દુરસ્ત ન હતો. બધા ઘોડે ચડડ્યા. પંડિતજીએ ધાર્યું કે સ્ત્રી પણ અચલગઢ જુએ ને ભલે ઘોડે બેસે. વચ્ચે ખૂબ ઢાળ આવતાં ઘોડું દોડ્યું એટલે પંડિતાણીએ લગામ છોડી દઈ હોહો કરવા માંડ્યું. પંડિતજી જેટલા શાસ્ત્રજ્ઞ એટલા જ અવ્યવહારુ એટલે તેમણે પણ પોતાના ઘોડાની લગામ છોડી દઈ જાણે પત્નીને આશ્વાસન આપતા હોય તેમ હોહામાં ભાગ લીધો અને ઊંચે અવાજે વ્રજલાલજી-વ્રજલાલજી એમ કરવા લાગ્યા. સારું થયું કે પડતાં બચી ગયા, પણ વળાવા ભીલોએ જ્યારે જાણ્યું કે આ તો કાશીના મોટા પંડિત છે ત્યારે તેમની કાશી વિષેની શ્રદ્ધા કેટલી રહી હશે તે તો એ જ જાણે; પણ મને તો એમ જરૂર થયું કે કાશી રહું છું છતાં શાસ્ત્રોએ નાની ઉંમરની ઘોડેસ્વારીને ભુલાવી દીધી નથી.
Page #96
--------------------------------------------------------------------------
________________
૧૩. પરીક્ષા અને મિથિલાના અનુભવો
પરીક્ષામાં પ્રથમ વર્ગ
ચોમાસું પૂરું થવા આવ્યું ને આગળનો કાર્યક્રમ નક્કી થયો. વ્રજલાલજીએ કલકત્તા જઈ ભણવું અને મારે કાશી રહીને ભણવું એમ ઠર્યું. કલકત્તામાં વ્રજલાલજી એકલા જ જાય ને અમે બાકીના બધા કાશીમાં જ રહીએ એવી ગોઠવણ થઈ. મેં કાશી ક્વીન્સ કૉલેજની સંપૂર્ણ ન્યાય-મધ્યમાની પરીક્ષા આપવા ફોર્મ ભર્યું. પ્રથમ ભણેલા ગ્રન્થોને પણ હવે કાશી પહોંચ્યા બાદ વર્તવા શિક્ષિતાનામસ્મૃથ્વયં વેત: એ કાલિદાસની ઉક્તિને અનુસરી ફરી ફરી વાંચવા-ચિતવવામાં પડી ગયો. પરીક્ષા આવી. મારે માટે કૉલેજમાં પરીક્ષા લેવાની વ્યવસ્થા એવી થયેલી કે, હું લખાવું તે લખવા તે વિષયોને સર્વસ્થા ન જાણતો હોય એવો જ લેખક રહે. લેખક જ્યોતિષી નક્કી થયેલો; તે સંસ્કૃતની શુદ્ધ સંધિ સુધ્ધાંય ન જાણે. બન્યું એમ કે હું તેની પાસે અલગ રૂમમાં પ્રશ્નોના ઉત્તરો લખાવતો. લેખક જ્યોતિષી બોલું તે પ્રમાણે લખે તો જાય, પણ તેનું લખાણ અને જોડણી તો અશુદ્ધ. ઉપર દેખરેખ રાખનાર એક બંગાલી ભટ્ટાચાર્ય, જે M, A. હતા તેમણે જોયું કે હું લખાવું છું કાંઈ અને લખાય છે કાંઈક બીજું જ. ભટ્ટાચાર્યે લેખકને કહ્યું કે, આ તો વ બોલે છે તમે એને બદલે વ કેમ લખો છો ? સ બોલે છે ને ? કેમ લખો છો ? ઈત્યાદિ. મારો પિત્તો ગયો. મને થયું કે મારા ઉત્તરો જોનાર કેવળ એની યથાર્થતા નહિ જુએ. એ તો લખાણ ઉપર પણ ધ્યાન આપશે. ઉત્તરો સાચા હોવા છતાં માત્ર લેખનની અશુદ્ધિને કારણે પણ તે માર્ક ઓછા આપશે. આ તો ભારે અન્યાય થશે. મેં પેલા ભટ્ટાચાર્યનું ધ્યાન ખેંચ્યું કે મારી First Classની બધી તૈયારી છતાં અણઘડ લેખક મને સફળ થવા નહિ દે. મેં લેખકની પૂરી ફી આપી છે તો યોગ્ય લેખક કેમ ન રાખ્યો ? ભટ્ટાચાર્યે કહ્યું કે તમે ફિકર ન કરો. તે વખતે કૉલેજના પ્રિન્સિપલ હતા વેનિસસાહેબ. તેમને ભટ્ટાચાર્યજીએ આ વિષે વાત કરી. દરમિયાન હું પણ તેમની પાસે પહોંચી ગયો. મેં સંસ્કૃતમાં જ આવેશપૂર્વક કહ્યું કે આવો અણઘડ લેખક મારી પૂર્ણ તૈયારીને નિષ્ફળ કરશે તેનો દોષ કોને માથે ? વેનિસ ભારે સંસ્કૃતજ્ઞ અને ભલા પણ તેમણે મને કહ્યું કે કાલથી તમારી મૌખિક પરીક્ષા થશે. મેં કહ્યું જે પ્રશ્નપત્રો ગયાં તેનું શું? તેમણે ફરીથી બધાં જ પ્રશ્નપત્રોની મૌખિક પરીક્ષા લેવાનું ઠરાવ્યું, પોતે હાજર
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૬ ૦ મારું જીવનવૃત્ત રહ્યા અને તે તે વિષયના પંડિતો પાસે મૌખિક પ્રશ્નો પુછાવ્યા. આ ઉત્તરો આપતી વખતે કૉલેજના કેટલાક અજાણ્યા પંડિતોનો પણ પરિચય થયો. પરીક્ષાનું ફળ તો First Class આવ્યું જ, પણ મને ખરો લાભ પંડિત પરિચયથી થયો. બેએક પંડિતો મારી તરફ આકર્ષાયા અને હું તેમની તરફ. પરિણામે એક અતિપ્રસિદ્ધ નૈયાયિક પંડિત નામાચરણ ભટ્ટાચાર્યે મને પોતાને ઘેર આવી ભણી જવા કહ્યું ને કાંઈક અંશે મારે માટે નવું દ્વાર પણ ખૂલ્યું. વામાચરણજી પાસે અધ્યયન
મધ્યમાની ચાર વર્ષની પૂર્ણ પરીક્ષામાં સારી રીતે પાસ થયાના સમાચાર જાણી વલ્લભવિજયજી મહારાજ પ્રસન્ન થયા હશે. તેમણે સાધુસ્વભાવ પ્રમાણે બે-ત્રણ સ્થળેથી ધન્યવાદસૂચક તાર કરાવ્યા. પણ મને કાંઈ ખાસ રચ્યું નહિ. ન્યાયાચાર્યનાં છ વર્ષ પૈકી પાંચ વર્ષ જેટલો કોર્સ તો હું કરી જ ગયેલો. નિયમ પ્રમાણે ક્રમે ક્રમે પરીક્ષા આપવાનું કામ જ માત્ર બાકી હતું એટલે કોર્સ સિવાયનું બીજું અગત્યનું ભણી લેવું અને પરીક્ષાનો સમય આવે ત્યારે કોર્સના ગ્રન્થો આપમેળે જ તાજા કરી લેવા એવા વિચારથી આગળનો કાર્યક્રમ શરૂ થયો. ૧૯૬૬ના ઉનાળામાં રોજ ચાલીને ખરે બપોરે નૈયાયિક વામાચરણજીને ત્યાં જતો. ખરે બપોર એટલા માટે પસંદ કરેલો કે તે વખતે બીજા ભણનાર ન હોય એટલે નિરાંતે સમય મળે, પણ પંડિતોનું ચક્ર જુદું જ હોય છે. વામાચરણજી પાસે મેં નવ્ય ન્યાયના સૂત્રધાર ગંગેશ ઉપાધ્યાયનો તત્ત્વચિંતામણિ ગ્રન્થ માથુરી ટીકાસહિત શરૂ કરેલો. હું કેટલે દૂરથી, કેટલી ગરમીમાં, કેટલી જિજ્ઞાસાથી શીખવા આવ્યો છું એનું માપ ભટ્ટાચાર્યજીની ન્યાયબુદ્ધિ કાઢી શકતી નહિ એમ મને લાગતું છતાં જ્યારે જ્યારે થોડું પણ ભણાવતા ત્યારે તેમની નૈયાયિક સુલભ અષ્ટ દૃષ્ટિ ને તેમનું ઊંડું જ્ઞાન મને આકર્ષી અતિ તાપમાં શીતલતા અર્પતાં. આ ક્રમથી મારું અધ્યયન વિશદ બનતું, પણ બુદ્ધિને જોઈતો પૂરો ખોરાક ન મળતો તેથી એક મૈથિલ નૈયાયિકને ત્યાં પણ સાંજે જવું શરૂ કર્યું. તેનું ઘર ત્રણેક માઈલ દૂર એટલે બપોરરાત મળી આઠેક માઈલની મુસાફરી સહેજ થતી. વખત જતાં શ્રમ દેખાતો, પણ આરોગ્ય સચવાતું. કોઈ વાર એક્કામાં બેસી જવાનું મન થતું તો તેને રોકી પૈસા બચાવતો. એ બેત્રણ આનાની મલાઈ કે રબડી ખવડાવી પગનો થાક ઉતારતો. આટલું ચાલવાનો ઉત્સાહ ટકી રહ્યો એનું એક કારણ પ્રથમ કરેલ સમેતશિખરની પગપાળા મુસાફરી એ પણ હતું. જુવાની અને જિજ્ઞાસાજન્ય ઉત્સાહ એટલે તે વખતે પડતું તાણ બહુ અનુભવમાં ન આવ્યું, પણ એની અસર શરીર ઉપર થવી શરૂ થઈ ગઈ હતી. ચોવિહારની ટેવની અસર
દેશમાં નિશાળે ભણતો ત્યારથી જ ચોવિહારની ટેવ તો હતી જ, કાશીની અતિ ગરમીમાં પગ જ લગી તે સચવાઈ હતી. રાતે ન જમવું એ સંસ્કાર તો સારો જ
Page #98
--------------------------------------------------------------------------
________________
પરીક્ષા અને મિથિલાના અનુભવો ૦ ૮૭ હતો, પણ ગમે તેવી ગરમીમાં અતિ તૃષા લાગ્યા છતાં પાણી ન પીવાનો સંસ્કાર આરોગ્યની દૃષ્ટિએ ઊલટી અસર કરી રહ્યો હતો. રાતે પાણી નથી પીવાનું એ ધારણાથી દિવસ છતાં બને તેટલું વધારે પાણી ઢીંચવું ને ઊંટની પેઠે પેટમાં પાણીનો સંગ્રહ કરવો એ અભ્યાસ પહેલેથી પડ્યો હતો ને કાશીની ગરમીમાં વધ્યો પણ હતો. એને લીધે પાચનક્રિયા ઉપર અને મૂત્રાશય ઉપર વધારે પડતી ખરાબ અસર દેખાવા લાગી. તોય રાતે પાણી ન પીવાનો સંસ્કાર બંધ ન પડ્યો. વિચાર કરતાં એમ લાગે છે કે જો તે વખતે રાતે પંડિતને ત્યાં ભણવા જવાની પ્રબળ જિજ્ઞાસાએ એ સંસ્કાર બદલવા ફરજ પાડી ન હોત તો કદાચ એ સંસ્કાર વધારે લાંબો વખત ચાલ્યો હોત ને શરીર ઉપર એની અનિષ્ટ અસર પણ વધારે થઈ હોત. રાતે પણ ગરમીમાં ભણવા જવાનું એટલે રાતે પાણી ન પીવાનો નિયમ શરૂઆતમાં પરાણે પરાણે મોળો કર્યો, પણ પછી તો આજ લગી એ બધું પચી જ ગયું છે.
મિથિલામાં વેઠેલાં કો
આગલે વર્ષે કાશીમાં આચાર્યના પહેલા ખંડની તથા પટણામાં મધ્યમા એમ બે પરીક્ષા આપી. હવે પરીક્ષા આપવી એ મુખ્ય ધ્યેય ન હતું, પણ અપેક્ષિત શાસ્ત્રસામર્થ્ય પ્રાપ્ત કરવું તેમ જ ગમે તેવા અઘરા ગ્રન્થો પણ આપમેળે વાંચી અને સમજી શકાય એવી ભૂમિકાએ પહોંચવું એ ધ્યેય હતું કાશીના ચાલુ ક્રમથી એ ધ્યેયની સિદ્ધિ થતી ન લાગી. દરમિયાન એક સારા મૈથિલ પંડિત મળી ગયા, જેમનું નામ હતું ચન્દ્રશેખર. તેઓ મને કહે જો તમે મિથિલામાં આવો તો હું તમને પૂરો વખત આપી ભણાવું. દરભંગાથી આગળ મધુવની સ્ટેશન પાસેના પિલખવાડ ગામમાં હું તેમની સાથે ગયો. એ ગામમાં મોટા તૈયાયિક હતા. મહામહોપાધ્યાય દુઃખમોચન ઝા. તે એવા વાદરસિક કે ટિકિટ લઈ ટ્રેનમાં ચઢવાના હોય ને કોઈ પંડિત મળી ગયો તો ટ્રેન ટિકિટ બધું જતું કરી એની સાથે ચર્ચામાં જ ઊતરી જાય. ગામડું સાવ નાનું, ઠંડીનો પાર નહિ. સૂવાની માત્ર જામ અને પહેરવાઓઢવાનાં ત્રણચાર કપડાં એટલે શીતની તપસ્યા તો હતી જ, પણ ખાવાનીએ એક રીતે મારા માટે તપસ્યા હતી. ભાત સિવાય બીજું ખાવા ન મળે. દૂધ મારાથી કેમ મંગાય ? એકલા ભાત ઉપર કદી નહિ રહેલો. થી તો ન જ હોય. હા, ક્યારેક ક્યારેક મિથિલાનું ઘીને આંટે એવું થોડું દહીં મળે ખરું, મન તો ઘણું થાય કે વધારે દહીં માંગુ, પણ સંકોચ આડે આવે. ડાંગરનું પરાળ ગરમ એટલે તેની જ ગાદી બનતી અને જાજમ ઓઢવાના કામમાં આવતી. ઘર પાસેના પોખરાઓમાં જઈ નાહતો. ન નાહીંએ તો લોકો જૈન ગણી અવગણે. નહાતો ત્યારે કેટલીક વાર વીંછીના ચટકાનો અનુભવ થતો, પરંતુ જિજ્ઞાસા આ બધું સહેવા પ્રેરતી. ખાવાના અને બીજા પૈસા પાસે હતા તે પંડિતજીના મામાના ઘરની ગરીબાઈ જોઈ તેમને ઘણાખરા આપી દીધા. અતિ ટાઢમાં પહેરવા લાતેલ ગરમ સ્વેટર પણ આપી દીધું. લાલચ તો એ હતી
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૮ મારું જીવનવૃત્ત કે એથી પ્રસન્ન થઈ પંડિતજી ખૂબ મમતાથી ભણાવે અને શાસ્ત્રના ઊંડા માઁ દિલ ચોર્યા સિવાય બતાવી દે. પંડિતજી મારી કાળજી તો રાખે, પણ તેઓ બહુ દુર્બળ અને બીમાર રહેતા અને હતા મામાને ત્યાં એટલે તેમને પણ થયું કે સુખલાલજીને પૂરતો સંતોષ આપતો નથી અને બીજી અગવડ તો ઊભી જ છે. તેમણે પોતાના વતન સિંહવાડામાં જવાનું ઠરાવ્યું. હું પણ સાથે ચાલ્યો. આ ગામ દરભંગાથી પાંચ ગાઉ દૂર છે. પાસે એક નાની નદી વહે છે. ને આમ્રવન પણ છે. ત્યાં ફુસથી છવાયેલ એક ઝૂંપડામાં રહ્યો. ઉનાળો તો જેમ તેમ ગયો, પણ વરસાદ આવ્યું પાણી સાથે પૂરી મૈત્રી સધાવા લાગી. પેલા આમ્રવનમાંના એક જૂના ઘરમાં રહ્યા તો ત્યાં જીવાતનું રાજ્ય. છેવટે સાથી ભાલચંદ્ર બ્રહ્મચારી સાથે વિચારી નક્કી કર્યું કે અહીં રહેવા કરતાં દરભંગા જઈ રહેવું સારું છે. નિશ્ચય પ્રમાણે પગે ચાલતાં. રસ્તામાં કેરીઓ અને જાંબૂડાંને સત્કારતાં, વામ્પતી નદીના નવા પૂરમાં ખૂબ નાહી દરભંગા આવી પહોંચ્યા. ચિત્રધર મિશ્ર અને પ્રાયશ્ચિત્ત પ્રથા
દરભંગામાં એક સંસ્કૃત રાજકીય વિદ્યાલય છે. તે વખતે ત્યાંના પ્રિન્સિપાલ મહામહોપાધ્યાય ચિત્રધર મિશ્ર હતા. તે મીમાંસક હતા. હું તેમને મળવા ગયેલો. તે વખતે આશય એ હતો કે તેમના દ્વારા એક સુયોગ્ય વાચક મેળવવો. મહામહોપાધ્યાયજી વૃદ્ધ હતા ને હું ગયો ત્યારે વિદ્યાર્થીઓને મીમાંસાશાસ્ત્ર ભણાવતા ને વચ્ચે ટપટપ કરતા. સાથીને પૂછતાં પાછળથી જણાયું કે તેઓ ટપટપ દ્વારા મક્ષિકાયજ્ઞ કરતા. મને થયું કે જાણે લાંબા વખતથી બંધ પડેલ મીમાંસાકસુલભ પશુયશની શું પૂર્તિ તેઓ કરી રહ્યા છે? હું તેમની પાસે બેઠો હતો ત્યારે તેઓ કોઈને પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા આપી રહ્યા હતા. મિથિલા અને બંગાલમાં ડગલે ને પગલે પ્રાયશ્ચિત્ત લેવા-દેવાની પ્રથા એટલી બધી પ્રચલિત છે કે હજારો પંડિતો એ વ્યવસ્થા ઉપર પોતાની પ્રતિષ્ઠા અને આજીવિકા નભાવ્યે જાય છે. ત્યાંનું લોકમાનસ પણ એવું છે કે કાંઈક ભૂલ થઈ કે પંડિત પાસે તેનું પ્રાયશ્ચિત્ત પૂછવા ને લેવા લોકોને પ્રેરે. તેથી ત્યાંનું ધર્મશાસ્ત્ર આજે જીવતું છે. જે માણસ પ્રાયશ્ચિત્ત લેવા આવેલો તેણે ભૂલ એ કરેલી કે નાના વાછડાને દોરીથી બાંધેલું ને એમાં એ મરી ગયું. મીમાંસકજીએ એને પ્રાયશ્ચિત્ત એ આપ્યું કે તારે ઉઘાડે પગે ગંગા સુધી ચાલતાં જવું અને ત્યાં સ્નાન-દાન કરવાં. પૂછતાં મને જાણ થઈ કે ગંગા ત્યાંથી ઘણે દૂર છે. ચિત્રધર મિશ્ર બહુ ભલા અને વિવેકી લાગ્યા. ગુરુની પરીક્ષા
તેમની પાસેથી પાછો ફરતો ત્યાં રસ્તામાં એક પંડિત મળ્યા. તેમણે મારું નામઠામ જાણી લઈ પૂછ્યું કે શું ભણો છો? અને ક્યાં તેમજ કોની પાસે ? મેં ટૂંકમાં પતાવ્યું. મને એમ લાગ્યું કે, પૂછનાર ઉમરે મારાથી નાના છે. અને કોઈ સાધારણ વિદ્યાર્થી કે પંડિત હશે. અલબત્ત, તેઓ હતા તો ઉંમરે મારાથી નાના, પણ હતા નૈયાયિક અને
Page #100
--------------------------------------------------------------------------
________________
પરીક્ષા અને મિથિલાના અનુભવો • ૮૯ પાઠશાળાના અધ્યાપક. એમણે મને સીધેસીધું પૂછ્યું કે તમે અહીં રહો તો હું ભણાવીશ. મારી શ્રદ્ધા એકદમ કેમ ચોટે ? મેં કાંઈક સંકોચાતાં સંકોચાતાં કહ્યું કે સારું. તેઓ જાણે મારા મંદ સ્વરનો ભાવ સમજી ગયા હોય તેમ તરત જ બોલ્યા કે તમે મને કેટલુંક પૂછી જુઓ ને ખાતરી થાય તો અહીં રહો. મેં ન્યાયશાસ્ત્રની સૂક્ષ્મ કોટીઓનાં બે-ચાર બ્રહ્માસ્ત્રો મનમાં સંગ્રહી રાખેલાં તેમાંથી તેમની સામે એક બ્રહ્માસ્ત્ર ફેંક્યું, પણ એ પંડિત એવા કુશળ કે તેમણે તરત જ મારા પ્રશ્નનો લંબાણથી અતિ સ્પષ્ટ જવાબ આપ્યો. હું ઠરી ગયો ને નમી પણ પડ્યો. તેમણે કહ્યું કે તમે પૂછ્યું. અને શંકાનું નિરસન કર્યું એ સારું કર્યું. તેમના કહેવાથી હું ત્યાં જ રહી ગયો. સંસ્કૃત વિદ્યાર્થીઓના છાત્રાલય પાસે એક ગૃહસ્થનો નાનો બગીચો હતો, જેમાં એક કાચું મકાન. એની ઓસરીમાં અમે રહ્યા. પાસે ચોકામાં રસોઈ કરતા. કેળનાં પાંદડાંઓ ઉપર મિથિલાના સુગંધી કૃષ્ણભોગ ભાત ઉપર તુવેરની દાળ પીરસાયા બાદ જ્યારે તદ્દન ચોખ્ખું અને તાજું ઘી પડતું ત્યારે ખરેખર ભોજનહવન મઘમઘી ઊઠતો. એની સુગંધ આ લખું છું ત્યારે સ્મૃતિપટ ઉપર ડોકિયાં કરે છે, પણ આ બગીચો સદ્યો નહિ. એક તો વરસાદ મકાનમાં પણ નવરાવી નાંખે અને બીજુ બગીચામાં સર્પ મહારાજ દર્શન દે. ત્યાંથી અમે ઊપડ્યા ધર્મશાળામાં. એનું મકાન પાકું. ત્યાં ફાવ્યું. રોજ વિદ્યાલયમાં તૈયાયિકજી પાસે સવારે ભણવા જાઉં. ગદાધરના સવ્યભિચાર-સપ્રતિપક્ષ વગેરે ગ્રન્થો ભણતો. થોડાક દિવસ રહ્યો ન રહ્યો ત્યાં તો કાશીથી પત્ર આવ્યો અને કાશી પાછો ફર્યો. તે પંડિતનું નામ બાળકૃષ્ણ મિશ્ર. તેઓ નૈયાયિક તો હતા જ, પણ અસાધારણ દાર્શનિક આલંકારિક ને સત્કવિ પણ હતા. મારા અને એમના વચ્ચે જે સદ્ભાવ બંધાયો તે ગુજરાતમાં ગયા પછી પણ ચાલુ તો રહ્યો જ હતો, પણ તે વધારે સજીવ બન્યો હિન્દુ યુનિવર્સિટીમાં બાલકૃષ્ણને હું ગુરુજી કે મિશ્રજી કહેતો. મિશ્રજી હિન્દુ યુનિવર્સિટીમાં આવ્યા ત્યારથી માલવીયાજીને અને એ.બી. ધ્રુવને કહેતા કે તમે અહીં સુખલાલજીને કેમ નથી બોલાવતા ? દૈવયોગે ઈ. સ. ૧૯૩૩માં હું હિન્દુ યુનિવર્સિટીમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે આવ્યો. મિશ્રજી ઓરિયન્ટલ કૉલેજના પ્રિન્સિપાલ અને વેદાન્તના અધ્યાપક હતા. એમના અને મારા વચ્ચે બંધ પડેલો ગુરુશિષ્યભાવ પાછો શરૂ થયો તે ઠેઠ ઈ. સ. ૧૯૪૩ના ડિસેમ્બરના અંત સુધી તેમનો છેવટનો અંત થયો ત્યાં લગી એકસરખો ચાલ્યો. તેઓએ દેહ અને કાશી બંને સાથે છોડ્યાં, જ્યારે મેં એ ડિસેમ્બરને અંતે જ માત્ર કાશી છોડી.
મેં જીવનમાં જેટલા ગુરુ કર્યા છે તેટલા બહુ ઓછાએ કર્યો હશે, પણ તેમાં બે એવા મુખ્ય છે કે જેમનો મારા વિદ્યાભ્યાસના ઘડતરમાં બહુ અસાધારણ ફાળો છે. તેમાંથી એક આ બાલકૃષ્ણ મિશ્ર અને બીજા શરૂઆતમાં વ્યાકરણના અધ્યાપક તિવારીજી. તિવારીજી પણ લગભગ ૭૭૫ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૯૪રમાં જ વિદેહ
Page #101
--------------------------------------------------------------------------
________________
૯૦ • મારું જીવનવૃત્ત
થયા. હું કોઈ કોઈ વાર તેમની પાસે જઈ આવતો. મિશ્રજી હતા તો પાકા સનાતની, પણ સ્વભાવે અને વિદ્યાવૃત્તિએ એટલા ઉદાર કે વિચાર કરતી વખતે તેમને સંપ્રદાય આડે ન આવતો. મારું જૈનત્વ બીજા બધા પંડિતોને ઓછેવધતે અંશે ખટકયું હશે, પણ મિશ્રજીને એ કદી ખટકેલું નહિ; એટલું જ નહિ, પણ તેઓ હંમેશાં બૌદ્ધશાસ્ત્ર અને તેના ઇતિહાસ વિષે મને પૂછી ઘણું જાણે. હું લખું કે સંપદાન કરું તે ગ્રન્થ સાંભળ્યા વિના સંતોષ ન પામે. હું તેમના પ્રિય વિષય વેદાન્તની ઐતિહાસિક અને તાત્ત્વિક દૃષ્ટિએ સમાલોચના કરું ત્યારે તેઓ તથ્ય સ્વીકારવા ઉપરાંત એ પણ ઉમેરે કે શાસ્ત્રો એ તો બુદ્ધિના ખેલ છે, એને અંતિમ સત્ય માની બુદ્ધિને ગીરો મૂકવી એમાં તો શાસ્ત્રનું જ અપમાન છે. બિસ્તરાના છેલ્લા દિવસોમાં મિશ્રજીએ મને બોલાવી પોતાના પ્રાણથી પણ અધિક સંગૃહીત પુસ્તકો મને સોંપ્યાં ને કહ્યું કે, મારા પછી આની વ્યવસ્થા મારી વિધવા પુત્રવધૂ અને પુત્ર વાચસ્પતિની દૃષ્ટિએ કરજો. એમણે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો તેને સંપૂર્ણપણે વફાદાર રહી તે પુસ્તકોનો યોગ્ય નિકાલ કરી ગુરુશ્રાદ્ધ કર્યાનો મને સંતોષ છે.
બંગાલ, મિથિલા ને બિહારની વૈષ્ણવતા
દરભંગામાં એક વિચિત્ર પ્રકૃતિનો માણસ ભેટ્યો. તેનું બધું કુટુંબ વૈષ્ણવ હતું, પણ આ જુવાન ભાઈએ ક્યાંકથી જાણી લીધું કે તેના પૂર્વજો મૂળે જૈન હતા ને જૂના વખતમાં તેઓ ઉપાધ્યાયનું કામ કરતા. એ નાગવંશનો છે અને નાગવંશ પાર્શ્વનાથનો અનુયાયી હતો એમ તેણે મને કહ્યું. મેં પૂછ્યું કે તારા વડીલો તને જૈન હોવા વિષે ખાતી શી આપે છે ? તેણે કહ્યું કે તેઓ કહે છે કે હમણાં લગી આપણે જૈન જ હતા, પણ બીજા બધા વૈષ્ણવ થયા એટલે લગ્નસંબંધની મુશ્કેલીને કા૨ણે આપણે પણ વૈષ્ણવ થયા. એણે મને કહ્યું કે હું મારા બાપદાદાના જૈન ધર્મને વળગી રહેવા ઇચ્છું છું ને તેથી હજી લગી મેં લગ્ન કર્યું નથી, ઇત્યાદિ. મિથિલાના સનાતનીઓ પાસેથી જાણે જક્કીપણું શીખ્યો હોય તેમ તેણે મને કહ્યું કે, મારે એવા જૈન ગ્રન્થનું અધ્યયન કરવું છે કે જે વડે હું બીજાઓને પરાજિત કરું. આગળ જતાં જ્યારે જૈન ઇતિહાસ વિશે કાંઈક જાણતો થયો ત્યારે એ જક્કી જુવાનની વાતમાં મને ઘણું તથ્ય જણાયું. બંગાલ, મિથિલા અને બિહારની વૈષ્ણવતા મોટે ભાગે બૌદ્ધ અને જૈન પરંપરાનું રૂપાંતર છે. અત્યારે એ પ્રદેશોમાં પરાપૂર્વથી ચાલ્યાં આવતાં જૈન કુટુંબો નથી, પણ ૨૦૦૪૦ વર્ષ પહેલાં એ પ્રદેશોમાં જૈન કુટુંબો ઘણાં હતાં. હજારીબાગ માનભોમ આદિ અનેક જિલ્લાઓમાં જે શ્રાગ-સરાગ લોકો આજે વસે છે તે મૂળે જૈન શ્રાવક જ છે. સમ્મેતશિખરની આસપાસ દૂરદૂર સુધી પાર્શ્વનાથનો ધર્મ અને પ્રભાવ વિસ્તરેલો હતો તેથી જ એ પર્વત પાર્શ્વનાથ હિલ' તરીકે જાણીતો છે. આશ્ચર્ય નહિ કે એવા જ પાર્શ્વનાથના અનુયાયી કેટલાંક કુટુંબો મિથિલામાં પણ વસતાં હોય ને કાળક્રમે વૈષ્ણવ બની ગયાં હોય. પાર્શ્વનાથનું ચિહ્ન સર્પ-નાગ છે. સંભવ છે નાગવંશનો એ સાથે પણ
Page #102
--------------------------------------------------------------------------
________________
પરીક્ષા અને મિથિલાના અનુભવો • ૯૧ કાંઈક સંબંધ હોય. એમ પણ હોય કે નાગની ઉપાસનાને કારણે નાગવંશ કહેવાયો હોય અને પાર્શ્વનાથ પણ એ જ વંશમાં થયા હોય. આ વસ્તુ વધારે ઔતિહાસિક શોધ માંગે છે. મિથિલાનું ભોજન
મિથિલા સદાને માટે છોડી, પણ ત્યાં ગાળેલ લગભગ એક વર્ષમાં જે અનુભવ થયો તે આગળ જતાં મને ધાર્મિક અને સામાજિક ઈતિહાસ સમજવામાં ભારે મદદગાર નીવડ્યો. મિથિલા સજળ અને ફળદ્રુપ પ્રદેશ છે. નાનાંનાનાં ગામો એટલાં એટલાં નજીક કે તે જોઈ, મને હેમચંદ્ર વ્યાકરણમાં આપેલ કુકકુરસમ્માલ્યાઃ રામા. ઉદાહરણની વાસ્તવિકતા પ્રતીત થઈ. એમાં આંબા, જાંબુડી, લીચી, કેળ વગેરેનાં વૃક્ષોની છાયા જ્યાં જુઓ ત્યાં પથરાયેલી છે. ત્યાંનો મુખ્ય પાક અને મુખ્ય ભોજન ચોખા. ચોખા પણ એટલા વિવિધ જાતના કે હું દુકાનોમાં ખરીદવા જાઉં ત્યારે એનાં નામ અને પ્રકારો જાણી વિસ્મય પામતો. મોંઘામાં મોંઘા અને સારામાં સારા ગણાતા ચોખા તે વખતે હું રૂપિયાના ૧૪ રતલ લાવતો. ભાત ખાવાના આવી પડેલ પ્રસંગ અને સ્વાદને લીધે ત્યાર બાદ ઘણાં વર્ષો લગી હું ભાતખાઉ બની ગયો. ગુજરાતમાં જમણનું કેન્દ્ર ઘી તો મિથિલામાં જમણનું કેન્દ્ર દહીં. એટલું દહીં ખાધું ?” એમ કોઈ શ્રાદ્ધભોજી બ્રાહ્મણને પૂછીએ તો બશેરથી ચાર શેર સુધી જણાવે. ત્યાંનું દહીં પણ અભુત. મેં એક વાર ગુરુજીને પૂછ્યું કે આટલું બધું મધુર અને ચીકણું દહીં થાય છે તેનું શું કારણ ? તેમણે કહ્યું કે શેર દૂધ કઢાઈને અઢી પાશેર રહે ત્યારે જ મેળવવામાં આવે છે. મિથિલા, બ્રાહ્મણપ્રધાન દેશ
મિથિલા બ્રાહ્મપ્રધાન દેશ છે. બીજા વર્ષો માત્ર બ્રાહ્મણની સેવા અર્થે રહ્યા હોય તેવા ભાસ થાય છે. બ્રાહ્મણો કટ્ટર સનાતની અને વિદ્યાધન. એવું કોઈ ગામડું નહિ હોય કે જ્યાં દશ ઘરની વસ્તીમાં પણ બે-ચાર નાના-મોટા વિદ્વાનો ન હોય. વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, દર્શનો અને જ્યોતિષ એ પ્રાચ્ય વિદ્યાઓ ત્યાં ખૂબ સચવાયેલી છે. ને બંગાલની પેઠે ત્યાં તાંત્રિકોનું પણ આધિપત્ય છે. સનાતની કટ્ટરતા એવી કે મિથિલામાં સ્વામી દયાનંદે પણ જવાની હામ ન ભીડી. ખંડનમંડનનું તત્ત્વ છળ, જાતિ ને નિગ્રહસ્થાનોનું વિસ્તૃત નિરૂપણ કરનાર અક્ષપાદ ગૌતમના વંશજ મૈથિલોની પ્રકૃતિમાં વણાયેલું છે ને ઊંડો વિદ્યાભ્યાસ પણ એની વહારે આવે છે એટલે વૈદિક વિરુદ્ધ કોઈ મતવાદ ત્યાં ભાગ્યે જ સફળ નીવડે છે. આગળ ઉપરના ઐતિહાસિક અધ્યયનથી આ પરંપરાનું મૂળ વધારે સ્પષ્ટ થયું. બુદ્ધ-મહાવીરના સમયના કે કદાચ તેથીયે પહેલાંના સમયના વેદવિરોધી વિદ્વાનો મિથિલાના વૈદિક ધર્મ સામે ફાવ્યા ન હતા. આગળ જતાં મગધ અને મિથિલાનો પ્રદેશ બે વિરોધી છાવણીઓમાં વહેંચાઈ ગયો. નાલંદા, ઉદન્તપુરી કે વિક્રમશીલા આદિ બૌદ્ધ વિદ્યાપીઠોમાંથી કોઈ બૌદ્ધ વિદ્વાને વૈદિક દર્શનની મીમાંસા
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૨ • મારું જીવનવૃત્ત
કરી કે તેનો ઉત્તર મૈથિલ પંડિતો આપે જ. લગભગ પંદરસો વર્ષના વાડ્મયમાં એવો ભાગ્યે જ કોઈ ગ્રન્થ હશે કે જેનો પ્રતિવાદ મૈથિલ વિદ્વાનોએ તરત જ ન કર્યો હોય. ખરી રીતે આ કાળના સાહિત્યમાં એક બાજુ બૌદ્ધ અને બીજી બાજુ મૈથિલ દાર્શનિકો એમ સામે સામે ઊભા છે. ને બંને પક્ષો એકમેક ઉપર સરસાઈ ભોગવવાનો પ્રયત્ન કરે છે. પ્રાચીન કાળથી આજલગી જનક વિદેહની મિથિલામાં જેટલું સાહિત્ય ઉદ્ભવ્યું છે ને હયાત છે તેને છોડી દેવામાં આવે તો ભારતીય દર્શનોમાં પ્રાણ જ ન રહે. અતિ ગરીબીમાં પણ તેના બ્રાહ્મણો આ વિદ્યા-પરંપરા સાચવી રહ્યા છે અને માત્ર વિદ્યાને બળે તેઓ ગુજરાતી-મારવાડી વ્યાપારીઓની પેઠે સર્વત્ર ફેલાયેલા છે. મૈથિલ બ્રાહ્મણોના મત્સ્ય-માંસભોજનમાં ગાબડું પડ્યું હોય તો તે વૈષ્ણવ ધર્મને આભારી છે. છતાં ધર્મશાસ્ત્રનો આધાર લઈ એનું સમર્થન કરવાનો ઉત્સાહ તેઓમાં હજી ઓછો થયો નથી.
મૈથિલ બ્રાહ્મણોની લગ્નપ્રથા
ત્યાંના બ્રાહ્મણોમાં લગ્નપ્રથા અજબ છે. પીલખવાડમાં જેને ત્યાં હું જમતો તેને અગિયાર સ્ત્રીઓ હતી. મને કૌતુક થયું કે આ નાના કૂબામાં ને આટલી બધી ગરીબીમાં તેમનો સમાવેશ અને પોષણ કેવી રીતે થતાં હશે ? પણ મુશ્કેલી જ માર્ગ મોકળો કરાવે છે એ ન્યાયે બ્રાહ્મણોએ રસ્તો પણ શોધી કાઢ્યો છે. એક કે બે ઊંચ ખાનદાન કુટુંબની કહેવાતી હોય તેવી સ્ત્રીઓ સિવાયની બીજી બધી વિવાહિતાઓ પોતપોતાના પિતાને ત્યાં રહે. જમાઈરાજ ભ્રમણની મોસમમાં ભ્રમરાજ બની થોડા થોડા દિવસ બધાં શ્વશુરગૃહોમાં વારાફરતી જાય ને દક્ષિણા દ્વારા ઠીકઠીક કમાણી પણ કરે. ઘણી સ્ત્રીઓ એટલે કમાણી પણ ઘણી. કોઈ મેળો કે ઉત્સવ હોય ત્યારે હજારોની સંખ્યામાં બ્રાહ્મણો મળે ને વ૨-કન્યાના સોદા થાય. ત્યાં ધર્મશાસ્ત્ર એટલું બધું અનુલ્લંઘનીય મનાય છે કે તે કન્યાને લગ્ન પહેલાં ભાગ્યે જ નવ વર્ષથી મોટી થવા દે. આ ધર્મશાસ્ત્ર આજકાલના સરકારી કાયદામાંથી છટકવાની બારી પણ તેમને દર્શાવી આપી છે. તેથી તેઓ નેપાલની સરહદમાં જઈ ધર્માં લગ્ન કરી લે છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
૧૪. ત્યાગીઓમાં પદવીનો મોહ
વિ. સં. ૧૯૬૪ ભાદરવા સુદ પાંચમ (સંવત્સરી)ને દિવસે ભદૈની જૈનઘાટ ઉપર રહેવા આવ્યા ને ૧૯૬૯ના આષાઢ શુકલમાં કાશીનો મૂળગત અભ્યાસ છોડી પાલનપુર | ગુજરાતમાં હું ગયો. તે દરમિયાન અનેક બનાવો બની ગયા, પણ અહીં તો અત્યારે યાદ આવતા કેટલાક ખાસ બનાવોની જ નોંધ લઉં છું. મહારાજજીનું અમારા પ્રતિ વલણ
યશોવિજય પાઠશાળા છોડી અમે ચાર અભ્યાસીઓ જુદા રહ્યા. તેમાં હું અને વ્રજલાલજી મુખ્ય. અમે વિચાર કર્યો કે આપણે કોઈ વૃદ્ધ અનુભવી વિદ્વાનને માર્ગદર્શક તરીકે મેળવવો. સદ્દભાગ્યે ભાવનગર કૉલેજના વાનપ્રસ્થ પ્રિન્સિપલ ઊનવાલા અમને જડી આવ્યા. તેઓ તે વખતે સેન્ટ્રલ હિંદુ કૉલેજમાં મિસિસ એની બિસેન્ટની સાથે થિયોસોફિસ્ટ તરીકે કામ કરતા. તેમણે માર્ગદર્શક થવાનું સ્વીકારતાં કહ્યું કે જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે ત્યારે મળી જજો. અમે અવારનવાર મળતા. એ ખુશમિજાજ ને વિવિધ ભાષાવિશારદ પારસી અમને અનેક રીતે હસાવતા અને કાંઈક સૂચના પણ આપતા. પાઠશાળા છોડી અભ્યાસ ખાતર કાશીમાં રહ્યા ત્યારથી જ અમે નક્કી કરેલું કે કોઈપણ રીતે પાઠશાળા સાથે સંપર્ક રાખવો નહિ. નહિ તો ભણવામાં વિઘ્ન આવ્યા જ કરશે. પરંતુ બીજી બાજુ પાઠશાળા પ્રાણસમ મહારાજજીને એમ થયા જ કરતું કે આ લોકો પાઠશાળા છોડી કાશીમાં સ્વતંત્રપણે રહ્યા છે તે તક મળતાં પાઠશાળા ઉપર કબજો જમાવવાના કે તેને બદનામ કરવાના હેતુથી જ રહે છે. આ કારણથી તેઓ કોઈ પણ પ્રતિષ્ઠિત સગૃહસ્થને અમારે વિષે કાંઈ ને કાંઈ ભળતું કહ્યા વિના રહી શકતા નહિ. બીજું કાંઈ નહિ તો છેવટે એટલું જ કહે કે, આ વિદ્યાર્થીઓ કોઈના નિયમનમાં છે જ નહિ તેથી તેમને રાત્રિભોજન કરતાં કોણ રોકે? તેઓ મંદિરમાં જાય છે કે નહિ તે કોણ જુએ ? ઈત્યાદિ. અનેક આર્થિક મદદ કરનાર ગૃહસ્થોને પણ તેઓ અમારી વિરુદ્ધ ભંભેરતા. અમને આ વાતની કયારેક ગંધ આવી જતી. પદવીની ખરીદી
અમે અભ્યાસનિમગ્ન હતા તેમ છતાં પાઠશાળામાં કોઈ અવનવો બનાવ બને તો તેને જાણવાનો રસ છેક ગયો ન હતો. પાઠશાળા અને અમારા મકાન વચ્ચે ત્રણેક
Page #105
--------------------------------------------------------------------------
________________
૪ મારું જીવનવૃત્ત માઈલનું અંતર હોવા છતાં એવાં પણ માધ્યમો હતાં કે જે દ્વારા અવનવા બનાવો વિષે અનિચ્છાએ પણ જાણ થઈ જાય. સમાચાર મળ્યા કે મહારાજજીને કાશીના વિદ્વાનો. શાસ્તવિશારદની પદવી આપે છે તેનો ભારે મહોત્સવ શરૂ થયો છે ને બહારથી મોભાદાર જૈન સંગ્રહસ્થો પણ આવ્યા છે. સાથે સાથે એ પણ જાણ થઈ કે શાસ્ત્રવિશારદનું પદ સમર્પણ કરનાર પંડિત માત્ર કાશીના જ નથી, પણ બંગાલ, મિથિલા વગેરે દેશોના છે. આટલા બધા પંડિતોએ સહી કરી તેનું રહસ્ય પણ જાણવામાં આવ્યું. પ્રોફેસર ઊનવાલાને પણ જાણ થયેલી એટલે તેમણે અમને બોલાવી કહ્યું કે પદવીદાનની પાછળનું રહસ્ય તમારે પ્રગટ કરવું જોઈએ. ભોળા જેનો અંધારામાં ન રહે. અમે કહ્યું – સારું, એક પત્રિકા લખી પ્રસિદ્ધ કરીશું, પણ બીજે દિવસે પ્રોફેસર ઊનવાળાએ બોલાવી કહ્યું કે, મેં તમને કહ્યું હતું તે પાછું ખેંચી લઉં છું. તમે પોતાના કામમાં જ રહો. કીચડથી દૂર ન રહીએ તો તેના છાંટાં ઊડે જ, એમ અમે જ કર્યું. આજે પણ મને ઊનવાલાની એ સલાહ કીમતી લાગે છે. અમે મૌન રહ્યા એટલે મહારાજજીને નારાજ થવાનું કારણ પણ ન મળ્યું કે અમારા કામમાં વિક્ષેપ પણ ન પડ્યો. પોલ કોઈ પ્રગટ ન કરે તોય તે કાળક્રમે ખુલ્લી થઈ જ જાય છે. બન્યું એમ કે મહારાજજીને શાસ્ત્રવિશારદની પદવી આપવામાં મહેનત કરનાર એક પંડિત શ્યામસુંદર વૈશ્ય ગુજરાતમાં રહેતા મુનિ બુદ્ધિસાગરજીને પણ એવી પદવી અપાવવા ખટખટ કરી. એણે બુદ્ધિસાગરજીના અનુયાયીઓ પાસેથી પૈસા મેળવી પૂર્વ દેશના પંડિતોમાં વહેંચી તેમની પાસેથી સહીઓ લીધી. શ્યામસુંદરજી પાઠશાળામાં રહેવા છતાં આ કામ ગુપ્તપણે જ કર્યું હતું. છેલ્લી ઘડીએ જ્યારે તે પંડિતોનું સહીપત્ર લઈ મુંબઈ બુદ્ધિસાગરજી પાસે જવા ઊપડ્યા ત્યારે પાઠશાળામાં જાણ થઈ. મહારાજજી અને તેમનો પરિવાર ચિડાયો. એટલા માટે કે શ્યામસુંદર તો ગુજરાતમાં રહેતા સાધુને પણ શાસ્ત્રવિશારદ પદ અપાવે છે અને તેથી મહારાજજીને મળેલ પદનું ગૌરવ આપોઆપ ઘટે છે. છેવટે બંને પક્ષોના વિરોધને લીધે આ પોલ આપમેળે જ ખુલ્લી થઈ કે આવાં શાસ્ત્રવિશારદ પદો ખિસ્સે ગરમ હોય તો પંડિતો પાસેથી મેળવવા સહેલાં છે. પંડિતોને મન પૈસાની જ યોગ્યતા છે. ત્યાગીઓની પદવીલોલુપતા
બે-ચાર વર્ષ બાદ આવી જ પદવીલોલુપતાનો મને પોતાને પરચો મળ્યો, મુનિ લમ્બિવિજયજી, જે અત્યારે વિજયલબ્ધિસૂરિના નામથી પ્રસિદ્ધ છે ને જે વિજયકમલસૂરિના ઉત્તરાધિકારી છે, તેમને એક વાર મશ્કરીમાં મેં દિલ્હી મુકામે કહ્યું કે, મહારાજજી ! પૈસા હોય તો તમે પણ શાસ્ત્રવિશારદ બની શકો. તેમણે અને તેમના શિષ્ય ગંભીરવિજયજીએ મને પૂછ્યું કે કેટલા રૂપિયા લાગે ? મેં કહ્યું કે જોઈએ ૨૦૦ ૨૫ હજાર. તેઓ કહે, એટલા રૂપિયા હોય તો તમે પ્રયત્ન કરો ? મેં કહ્યું કાશીમાં તમારે આવવું જોઈએ. ને જલદી કામ પતાવવા મારી સાથે રેલમાં પણ બેસવું જોઈએ નહિ તો ઘણો વખત જાય. તેમણે મારી ઉક્તિને તદ્દન સાચી માની કહ્યું કે જો તમે
Page #106
--------------------------------------------------------------------------
________________
ત્યાગીઓમાં પદવીનો મોહ સાથે ચાલો તો અમે રેલમાં પણ બેસીશું. હું ન જાણું તેવી રીતે પાછળથી પોતાના એક અનુયાયીને પંજાબથી તાર દ્વારા બોલાવી પણ લીધો. બેએક દિવસ પછી મને કહે કે, જુઓ આ ભાઈ પંજાબથી આવ્યા છે, મહારાજજીના ભક્ત છે, તે બધો ખર્ચ કરશે. મેં જોયું કે મકરીનો ભાવ સાચા અર્થમાં લેવાયો છે એટલે તરત જ હસીને કહ્યું કે મહારાજજી ! તમે એટલું પણ ન સમજ્યા કે એ સંભવ હોય તોય પદવીખરીદીની ઠેકડી ઉડાડનાર સુખલાલ કદી શું એવા કામમાં ભાગ લે ? તેઓ ખસિયાણા પડી ગયા. આગળ જતાં ઇતિહાસના વાચને તેમજ બીજા સાક્ષાત્ અનુભવોએ એ સ્પષ્ટ કરી દીધું કે, પદવીની લોલુપતા તેમજ હરીફોમાં પદવી વિષેની સ્પર્ધા ત્યાગીઓમાં જાણે વારસાગત ઊતરી આવી છે. ઉમેદવારોની રાજગાદી મેળવવાની ખટપટ કરતાં આચાર્ય કે તેવાં પદ મેળવવાની ખટપટ ત્યાગીઓમાં જરાય ઓછી હોય તેમ મને દેખાતું નથી. ઘણી વાર મને એમ લાગ્યું કે, પૂર્ણ ધૃષ્ટતા કેળવ્યા સિવાય કોઈપણ પદવીનો સ્વીકાર ને જાહેરાત કરવી એ શક્ય જ નથી. જૈનેતરો સાથેનો સહવાસ - હવે હું સંસ્કારી બ્રાહ્મણ કુટુંબ સાથે રહેતો. તેથી મારી રહેણીકરણીમાં ફેર પડે એ સ્વાભાવિક હતું. જેનપરંપરાની ને કુટુંબની કેટલીય વારસાગત ટેવો બદલાઈ. આજે વિચાર કરું છું ત્યારે મને એનું બહુમૂલ્ય સમજાય છે. અને એમ પણ લાગે છે કે જૈનોએ બ્રાહ્મણ સંસ્કાર મિત્રાને વિરોધી ગણી હસી કાઢવા એ ઘાતક છે. મારા સંસર્ગથી એ બ્રાહ્મણકુટુંબમાં પણ કેટલુંક પરિવર્તન થતું જોયું છે. આ અનુભવે મને શીખવ્યું છે કે જુદી જુદી નાતો અને ધર્મપરંપરાના સભ્યો સમજણ અને ઉદારતાપૂર્વક સાથે રહે તેમાં બંનેને લાભ છે. અતડાપણું, કૂપમંડૂકતા, અને શ્રેષ્ઠમન્યતા એથી સરી પડે છે. દૈનિક જીવનના સંસ્કારોની આપલે ઉપરાંત ધાર્મિક દૃષ્ટિએ પણ એ સહવાસથી મને લાભ જ થયો છે. મેં વૈદિક દર્શનોનો ગમે તેટલો અભ્યાસ કર્યો હોત ને સંસ્કારી બ્રાહ્મણ કુટુંબનો જાગતો પરિચય ન હોત તો વધારે સંભવ એવો છે કે વૈદિક દર્શનો વિષે ઘાતક પૂર્વગ્રહ જ રહ્યો હોત. અલબત્ત, મારા અને વ્રજલાલજીની વચ્ચે સંસ્કાર તેમજ ધર્મની બાબતમાં ઘણી વાર ગરમાગરમ ચર્ચા થતી ને તે અથડામણીની હદ સુધી પહોંચતી છતાં પરસ્પરની મિત્રતા અને ગુણગ્રહણ દૃષ્ટિએ અમને બંનેને એથી ફાયદો જ થતો. મેં જોયો છે. મારી બાબતમાં તો હું એટલું ખાતરીથી કહી શકું છું કે આજની મારી આસાંપ્રદાયિક વૃત્તિમાં જેટલો ભાગ જેનેતર દર્શનના અધ્યયને ભજવ્યો છે તેટલો જ ભાગ જૈનેતર લોકોની સાથેના સહવાસે પણ ભજવ્યો છે. દિગમ્બર પરિચય
ભદૈની જેને ઘાટ ઉપર આવ્યો અને એક બીજું નવું પરિચયપ્રકરણ શરૂ થયું. ત્યાં દિગમ્બર પાઠશાળા ચાલે છે. તેમાં માત્ર દિગમ્બર વિદ્યાર્થીઓ રહે છે. એ વિદ્યાર્થીઓ
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૬. મારું જીવનવૃત્ત
મોટે ભાગે યુ. પી.ના અને થોડાક કન્નડી હોય છે. મકાન લગોલગ એટલે વિદ્યાર્થીઓ મારી પાસે જતા આવતા થયા. શરૂઆતમાં એમની અતિ સંકુચિત સાંપ્રદાયિક વૃત્તિ એમને મારી સાથે ભણી જતાં રોકતી હશે – પણ થોડા જ વખતમાં એ સ્થિતિ બદલાઈ ગઈ. મને જેટલો શોખ ભણવાનો એટલો જ ભણાવવાનો પણ પહેલેથી રહ્યો છે. તે વખતે તો મારા સમયનો મોટો ભાગ ભણાવવામાં જતો. પાસે જે આવે અને જે વિષય ભણે તેને તે ભણાવું. મારી સામાન્ય તૈયારી પણ ઘણા વિષયો પૂરતી હતી. દિગમ્બર વિદ્યાર્થીઓ મારી પાસે ભણવા ત૨ફ એટલા માટે ઢળ્યા કે હું વધારે મહેનત અને ખંતથી સમજાવું. મને પોતાને એમાં રસ પણ વધારે પડતો. મેં અત્યાર લગીમાં દિગમ્બર-સાહિત્ય નામમાત્ર જોયેલું. હવે આ નિમિત્તે વધારે તક સાંપડી. સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, કાવ્ય, ચંપૂ, અલંકાર, ધર્મ, તર્ક આદિ વિષયોના અનેક દિગમ્બર ગ્રન્થો જોવાનો ને એની સાથે તાદાત્મ્ય સાધવાનો અવસર ઠીક ઠીક મળ્યો, જેણે આગળ જતાં મારા લેખન-સંપાદન કાર્યમાં ભારે મદદ કરી અને વધારામાં દિગમ્બર પરંપરા સાથે આત્મીયતા બંધાવાની ભૂમિકા તૈયાર કરી. આ ભૂમિકાએ આગળ જતાં દિગમ્બર-પરંપરામાંથી મિત્રો શોધી આપ્યા ને તેમની સાથે રહેવા તેમજ કામ કરવાની પ્રેરણા પણ આપી છે. ગંગાની લીલા
ગંગાતટે વર્ષો લગી રહ્યો એટલે એક મહાનદીના કિનારે વસનારાઓને જુદી જુદી ઋતુઓ દરમિયાન થાય તેવા અનુભવો પણ થયા. મોટું પૂર આવે ને દિવસો લગી ન જ ઊતરે. જ્યારે પૂર આવે ત્યારે નાનાં-મોટાં અનેક જીવિત અને મૃત પ્રાણીઓ તેમજ મનુષ્યો તણાતાં જાય ને હાથી જેવાં પ્રાણી પણ ગમે તેટલી કોશિશ છતાં કિનારે પહોંચી શકે નહિ. હજારો ઝાડો અને ડાળો પૂરવેગમાં તણાતાં હોય ત્યારે જીવને જોખમે પણ ખારવાઓનાં છોકરા-છોકરીઓ ને સ્ત્રીઓ પ્રવાહમાં ઝંપલાવી તેને ખેંચી લાવે એ આખા વર્ષનું બળતણ મેળવી લે, મકાને અડેલાં, ભમરી ખાતાં ને મોજાં-ઉછાળતાં પાણીમાં ત્રીસ ફૂટ જેટલી ઊંચી મકાનની ટોચથી નિઃશંકપણે વિદ્યાર્થીઓના ભૂસકા શરૂ થાય. ભમરી ખાતાં પાણીમાં સામે પૂર ચાલતાં નાવડાં કાદવમાં ગાડું ખૂંતે તેમ અટકી પડે ને ક્યારેક ક્યારેક ડૂબે પણ. ચડેલા પૂરમાં વરસાદ ઋતુની મજા માણવા સહેલાણીઓ નાવડામાં બેસી નીકળે ને તુલસી રામાયણ લલકાર્યાં કરે. જાણે ગ્રીષ્મતાપના તપથી જ ક્ષીણ બની હોય એવી કૃશગંગાના જળપટમાં શરત્ના ઓસરતા પૂરમાં મહિના લગી રામલીલા નિમિત્તે રામનગ૨ જતા-આવતા લોકોની રામધૂનથી ગંગા ગુંજી ઊઠે. શિયાળાના આછરેલાં પાણીમાં મોટી મોટી જાળો બિછાવી ઘડિયાળ જેવા ગજગ્રાહી જળજંતુઓને મચ્છીમારો પકડે. ને સામે પાર તેમને વીંધી તેની ચરબીનો અનેકવિધ ઉપયોગ માટે સંગ્રહ કરે. વસંતમાં બૂઢવા મંગળ’ના મેળા વખતે અઠવાડિયા લગી
Page #108
--------------------------------------------------------------------------
________________
ત્યાગીઓમાં પદવીનો મોહ ૦ ૯૭ ગરીબો અને તવંગરો રાતદિવસ તરતાં નાવડામાં ફરે; ને મંગળમુખી ગંધર્વ કન્યાઓના મધુર ગીતસ્વરો સાંભળે.
જળપટમાં પાકા રિયા આ પારથી પેલે પાર તરી જવાની હોડનો આનંદ લેતા હોય. આ અને આના જેવાં દૃશ્યો તો ગંગાતટે સાધારણ જ બની ગયેલાં હોય છે. બારેય મહિના વહેતું હોય એવું નાળું કે નદી જિંદગીમાં કદી નહિ જોયેલ યાત્રીઓ જ્યારે આવે ને ગંગાનું ઊંડાણ, તેનો વિસ્તાર, માઈલો લગી પથરાયેલાં તેના ઘાટો, ઘાટો ઉ૫૨ ઊભેલાં મોટાં મોટાં મંદિરો, તેમાંથી સંભળાતા ઘંટાનાદો, ઘાટો ઉપર બેસી સંધ્યાવંદન કરતા અને સંસ્કૃત પો લલકારતા બ્રાહ્મણો, પાણીમાં તરતા દીવાઓ આ બધું દૃશ્ય જુએ ત્યારે ગંગા પ્રત્યે તેમની શ્રદ્ધા કેવી ઊભરાય છે એ તો માત્ર દર્શનનો વિષય છે. વર્ણનનો વિષય નથી. ગ્રહણ આવે ને દૂર દૂરથી આવેલ લાખો યાત્રીઓનો મેળો જામે, મરવાની ૫૨વા કર્યા વિના મુક્તિપ્રદ ગંગાની હરીફાઈ ચાલે ને પૂર્વજોને સદ્ગતિ પહોંચાડવાનાં પંડાઓનાં પ્રલોભનો તેમજ વચ્ચે વચ્ચે ધાક-ધમકી અને ગુંડાબાજી એ બધું ગંગામાતાની ભક્તિમાંથી કેવી રીતે હજારો વર્ષ થયાં નિષ્પન્ન થયું છે અને ચાલ્યું આવે છે એનો ઇતિહાસ તથા માનસશાસ્ત્રીય ખુલાસો મને ગંગાતટના નિવાસે જ પૂરો પાડ્યો છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૫. પરીક્ષાત્યાગ અને વિદ્યાવિસ્તાર
સ્વયંપરીક્ષાનું વલણ
વિ. સં. ૧૯૬૬ના વસંતમાં ક્વીન્સ કૉલેજની ચતુર્વષય સંપૂર્ણ ન્યાય મધ્યમાપરીક્ષા આપી એટલે આચાર્યપરીક્ષામાં બેસવાનું દ્વાર ઊઘડ્યું. તે વખતે એ પરીક્ષા છ વર્ષમાં પૂર્ણ થતી. મેં વિ. સં. ૧૯૬૯ સુધીમાં ત્રણ ખંડની પરીક્ષા આપી. બાકીના ત્રણ ખંડોની પણ પૂરી તૈયારી પ્રથમથી જ કરી લીધી હતી. છતાં ત્રીજા ખંડની પરીક્ષા આપી ત્યારે એક ઘટના એવી બની કે મેં તે જ વખતે મારો નિશ્ચય બદલી નાખ્યો. અંગ્રેજ પ્રિન્સિપાલ કમરામાં સામે બેઠેલા. બે બાજુએ બે નૈયાયિકો એક જીવનાથ મિશ્ર અને બીજા વામાચરણ ભટ્ટાચાર્ય. બંને છપાયેલ પ્રશ્નપત્ર હાથમાં લઈ મને મૌખિક પ્રશ્ન પૂછે અને હું ઉત્તર આપું. પ્રિન્સિપાલ સંસ્કૃતજ્ઞ ખરા, પણ નવીન ન્યાય જાણતા હોવા ન જોઈએ. પરીક્ષક મહાશયો મારો ઉત્તર સાંભળી વચ્ચે વચ્ચે છપાયેલ નહિ એવા કેટલાક પ્રશ્નો - કોટિક્રમના પ્રશ્નો પૂછે છે એમ મને જેમ જેમ સમજાતું ગયું તેમ તેમ પંડિતોના વ્યવહારથી મારું માનસચક્ર ઊલટી દિશામાં ગતિશીલ થયું. પ્રશ્નો અને ઉત્તરો પૂરા થયા. પાછો ફર્યો, પણ એ કમરાના દરવાજામાં પગ પડવા સાથે જ માનસિક નિશ્ચય થઈ ગયો કે હવે કદી અહીં પરીક્ષા આપવા ને પરીક્ષકોની કુટિલતાનો ભોગ થવા નહિ આવું. મને બરાબર યાદ છે કે તે વખતનો મારો એ પ્રબળ નિશ્ચય દરવાજાના ઉંબરા ઉપર પગને પછાડવા દ્વારા પ્રગટ થયો. બાકીની પરીક્ષા આપવી હોય તોય તે માટે કાશીમાં રહેવાની જરૂર નથી. ગમે ત્યાં જઈને કામ કરવું અને વખત આવ્યે હાજર થઈ પરીક્ષા આપી દેવી એ દૃષ્ટિથી પરીક્સ બધા જ ગ્રન્થોનું અધ્યયન તો કરી જ લીધું હતું, પણ હવે પરીક્ષા ન આપવાના નિર્ણયે એક નવો વિચાર ઉત્પન્ન કર્યો. તે એ કે, મારે આપમેળે પોતાની જાતની કસોટી કરી લેવી કે યોગ્યતા કેટલી આવી છે અને કેટલી બાકી છે ? આ કસોટીનું મારું ધોરણ એ હતું કે શ્રીહર્ષનું ખંડનખંડખાદ્ય, મધુસૂદન સરસ્વતીની અદ્વૈતસિદ્ધિ, ને ચિસ્વરૂપાચાર્યની ચિસુખી એ ત્રણ વેદાન્તના અંતિમ ગણાતા ગ્રન્થો જો હું આપમેળે વાંચી અને સમજી શકું તો ન્યાયની યોગ્યતા મારામાં આવી છે એમ મારે સમજવું. આ મારું કસોટીધોરણ હતું. એ પ્રમાણે હું તે ગ્રન્થો લઈ સમજવા બેઠો ને મને લાગ્યું કે આ ગ્રન્થો આપમેળે ગમે ત્યારે વાંચી અને
Page #110
--------------------------------------------------------------------------
________________
પરીક્ષાત્યાગ અને વિદ્યાવિસ્તાર • ૯૯ સમજી શકીશ. આ રીતે હું સ્વપરીક્ષામાં પાર ઊતર્યો એટલે વિચાર થયો કે હવે કાશીમાં રહી માથે આર્થિક ભારણ વધાર્યા કરવું એ બરાબર નથી. હવે કાર્યકાળ પાચો કહેવાય ને કામમાં જ પડી જવું જોઈએ. નવીન ન્યાયમાં મહત્ત્વનું સ્થાન ભોગવતા આખા અનુમાન ખંડને તેમજ બુપત્તિવાદ, શક્તિવાદ જેવા શબ્દખંડના ગ્રન્થોને અને સપ્રકાશ કુસુમાંજલીને ભણી જવાનો લાંબા કાળનો મનોરથ કાશીમાં જ સિદ્ધ થયો એવા સંતોષ સાથે હવે આગળનો માર્ગ લેવાનો હતો.
વિદ્યાવિસ્તાર તરફ
વ્રજલાલજી કલકત્તા રહી વેદાન્ત ભણતા. વચ્ચે વચ્ચે કાશી આવે. એમની માતા ને ભાઈ તો મારી સાથે જ રહેતાં. એમણે પણ વેદાન્તતીર્થ થઈ હવે કામે ચડવાનો વિચાર કર્યો. યોગ્ય કામ અને સ્થાન શોધવા જવાની ચિંતા હતી જ નહિ. અમારા બંને માટે એ વિષેની કેવી તૈયારી થઈ રહી છે તે અમે જાણતા જ હતા. અલબત્ત, અમારે પોતાને ત્યાં જઈ અમારી દૃષ્ટિએ તે કેટલું માફક છે અને ઇષ્ટ છે કે નહિ તે જોવાની જરૂર તો હતી જ. દરમિયાન ઉનાળામાં દર વર્ષની જેમ નક્કી કર્યું કે આ ગરમીનો ઉપયોગ કેટલાક જૈન ગ્રન્થો ને કેળવણી, ઇતિહાસ આદિનાં હિન્દી પુસ્તકો વાંચવામાં કરવો. નિશ્ચય પ્રમાણે ઉપાધ્યાય યશોવિજયજીનાં ન્યાયાલોક આદિ જેવા અઘરા ગ્રન્થો પણ જોયા અને મીલ, હર્બટ સ્પેન્સર આદિ પશ્ચિમીય લેખકોનાં હિન્દીમાં અનુવાદિત કેટલાંક પુસ્તકો પણ વાંચ્યાં. આને પરિણામે વિદ્યારુચિ, માત્ર જૂની ઘરેડમાંથી મુક્તિ પામી ને બીજી દિશાએ પણ વળી.
-
ભજ્જૈની જૈનઘાટ ઉપર રહેવા આવ્યો ત્યારથી સાર્વજનિક સભાઓમાં જવાનો અને વિશિષ્ટ વક્તાઓનાં વ્યાખ્યાનો સાંભળવાનો શોખ વ્રજલાલજીની સોબતથી ઠીક-ઠીક કેળવાયો હતો. આર્યસમાજના વાર્ષિક ઉત્સવોમાં સવારના આઠથી રાતના અગ્યાર સુધી ભજનો અને ભાષણોની ઝડી થતી. અમે કંટાળ્યા વિના એમાં તરબોળ થતા. થિયોસોફિસ્ટના, સનાતનીઓના અને બીજા બીજા સંપ્રદાયોના સંભાવ્ય વક્તાઓ હોય ત્યારે ઘણે ભાગે અમે બંને પહોંચી જઈએ. વિપિનચન્દ્ર પાલ ને માલવિયાજી જેવાનાં જોશીલાં અંગ્રેજી ભાષણો થતાં હોય ત્યારે પણ અંગ્રેજી નહિ જાણવા છતાં પહોંચી જઈએ. તે વખતે કોણ સરસ બોલે છે એ જાણવાની મારી કસોટી એટલી જ હતી કે કોણ અંગ્રેજીમાં અટક્યા વિના બોલે છે અને કોના ભાષણમાં વધારે તાળીઓ પડે છે. હું ધારું છું, આજે પણ ઘણા ખરા અંગ્રેજી જાણનારાઓ સુધ્ધાંની લગભગ આવી જ કસોટી હોય છે. ભાષણો સાંભળવાની ટેવે, ભાષણો કરવાની વૃત્તિ પણ જન્માવી. સિદ્ધસેન દિવાકરની ઉક્તિ શ્રોતાર: ન્તિ સર્વત્ર – પ્રમાણે શ્રોતાઓ તો જ્યાં ત્યાં હોય જ એટલે અનાયાસે બોલવાની તક મળે અને કાંઈક બોલીએ પણ ખરા. આ રીતે વચનમાત્રથી શારદાની ઉપાસના ચાલતી, પણ મેં કાંઈયે લખવાનો વિચાર હજી સેવેલો
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦ • મારું જીવનવૃત્ત નહિ અને લખવાના અભ્યાસનો સૂત્રપાત પણ કરેલો નહિ, જ્યારે મારા સહચારી વ્રજલાલજી ઘણી વાર હિન્દીમાં જોશીલું લખતા ને મને અવારનવાર સંભળાવતા પણ ખરા. મને એ રુચતું ખરું, પણ મનમાં સંસ્કાર એ હતો કે ખરું કામ તો શાસ્ત્રોને યથાર્થ રીતે સમજવાનું છે અને તેથી આગળ વધી તેને ભણાવવાનું એ તો તેથીયે વધારે મહત્ત્વનું અને અઘરું કામ છે. આ સંસ્કાર મને આવતા વિચારોને લિપિબદ્ધ કરાવતાં પણ રોકતો. ને વાંચ-પાંચ તેમજ ભણવા-ભણાવવાના ચક્રમાં ગોથાં ખવરાવી એકદેશીયતા પોષ્ય જતો. કન્નોમલજીનો પરિચય
વિ. સં. ૧૯૬૩માં ઉનાળામાં કાશી પાઠશાળા છોડી ગુજરાત જતાં આગ્રા ઊતરેલા ત્યારે ઝવેરી ડાલચંદજીના મોટાભાઈ ચાંદમલજી, જેઓ તે વખતે બી.એ. માં ભણતા તે અમને બંનેને પોતાના મિત્ર કન્નોમલજી એમ.એ. પાસે લઈ ગયેલા. કન્નોમલજી ધોલપુર સ્ટેટના ઘણું કરી શિક્ષણ-વિભાગના વડા અધિકારી હતા. ને ગમે તે ઉપર હિન્દી પત્રપત્રિકાઓમાં લેખો પણ લખતા. એમનું વાચન વધારે અને વલણ કાંઈક વેદાન્તનું. એમણે મને જૈન માન્યતા વિરુદ્ધ અદ્વૈતનું સમર્થન કરતાં એક દલીલ કહી કે દ્વિત યા ભેદ એ તો Matter – જડદ્રવ્યનો ગુણ છે, જે ચેતનમાં ન હોઈ શકે તેથી ચેતન તત્ત્વ અદ્વૈત જ માનવું જોઈએ. મને પાછળથી એમ લાગ્યું કે કદાચ આ દલીલ સ્વામી વિવેકાનંદની હશે. તેથી તેમનાં લખાણો તરફ મન તો વળેલું જ, પણ સ્વામી રામતીર્થનાં લખાણો તેમજ વ્યક્તિત્વ તરફ વિશેષ મન નહિ ગયેલું તેનો પ્રસંગ હવે આવ્યો. અમારા માટે કામ કરવાની ભૂમિકા તૈયાર કરનારાઓ પૈકી ડાલચંદજી તથા ચાંદમલજી એ બે ભાઈઓ પણ હતા. લાલા વૈજનાથ દ્વારા રામતીર્થનો પરિચય
એક વાર પ્રસંગ આવતાં અમે આગ્રા ગયેલા ત્યારે ચાંદમલજી અમને બંનેને લાલા વૈજનાથ જજ પાસે લઈ ગયા. લાલાજી નિવૃત્ત જીવન ગાળતા. અતિ દૂર ખેતરોમાં લીંબડાઓ નીચે એકાંતમાં બેઠેલ એ અનુભવી પાસે બેસતાં જ હું તો અવનવા વિચારોમાં પડી ગયો. મારી અને વ્રજલાલની અધ્યયનવિષયક તૈયારી અને જુવાની જોઈ તેમની નજર અમારા બંને ઉપર ચોંટી ને તરત જ સરળતાથી કહ્યું કે તમે બંને હવે કામ કરવા ઇચ્છો છો ને યોગ્ય સ્થાન શોધો છો તો હું તમને મારી સાથે રાખવા ઇચ્છું છું. મારી જે સગવડ તે જ તમારી અને હું મારી સંપત્તિના અર્ધ ભાગનું વિલ તમારા ઉપયોગ માટે કરીશ. શરત એટલી જ કે તમારે હૃષીકેશમાં જ્યાં સ્વામી રામતીર્થનો આશ્રમ છે ત્યાં રહેવું, પુસ્તકાલય સમૃદ્ધ કરવું, આગન્તુકોને વાચન પૂરું પાડવું ને સ્વામીજીની અદ્વૈત ભાવનાને મૂર્ત રાખવી. લાલાજીએ જ સ્વામીજીના સ્મરણમાં (જ્યાં ગંગાના પ્રવાહમાં તેમણે સમાધિ લીધેલી ત્યાં) એક આશ્રમ જેવું બાંધેલ છે. એમની સરળતાથી
Page #112
--------------------------------------------------------------------------
________________
.
પરીક્ષાત્યાગ અને વિદ્યાવિસ્તાર • ૧૦૧ અમે બંને પ્રભાવિત થયા ને કહ્યું કે વિચારીશું, પરંતુ સાથે આવેલ ચાંદલજીને મનમાં કદાચ એક જાતનો ભય પેઠો હશે કે રખે અમે બંને બીજી દિશામાં વળીએ ને અમારા દ્વારા જૈન સમાજમાં કાંઈક કામ કરવાની તેમની પૂર્વસેવિત ધારણા ધૂળમાં મળે. અમે બંને દુક્કડ જેવા એટલે અમને લાલાજીનો પ્રસ્તાવ ગંગાના ભવ્યસ્થાનની તેમજ કાયમી સગવડની દષ્ટિએ રુચ્યો, પણ તરત જ અમને અમારી જવાબદારીના ભાગે ચેતવ્યા. અમે છેલ્લાં પાંચેક વર્ષ થયાં સહાયક જૈન મિત્રોને કહેતા કે અમારો ઉદ્દેશ જૈન સમાજને આશ્રિત કોઈ વિદ્યાસંસ્થામાં કામ કરવાનો છે. આ રીતે અમે બીજી બાજુ તણાતા તો રહી ગયા, પણ મારું ધ્યાન હવે સ્વામી રામતીર્થનાં લખાણો વાંચવા તરફ કાંઈક ઢળ્યું. લાલાજીએ અમને બંનેને તેમનાથી છૂટા પડતી વખતે ચેતવ્યા હતા કે, તમે વેદાન્ત ભલે વાંચો, પણ ખંડનખંડખાદ્ય કે અદ્વૈતસિદ્ધિ જેવા માત્ર ખંડનપરાયણ ગ્રન્થોની જાળમાં ન સપડાતા, પણ અમે તો એમની ચેતવણી પહેલાં જ એ ગ્રન્થોના આકર્ષણમાં પડી ચૂક્યા હતા. લાલાજીની ચેતવણીએ મારા ઉપર એટલી અસર તો કરી જ કે ઉક્ત ગ્રન્થો સમજવા અને ભણાવવાની ઠીક-ઠીક તૈયારી કરી લીધી છતાં મેં આગળ જતાં અધ્યયન-અધ્યાપનમાં વિશેષ સમય અને શક્તિ ન ખરચ્યાં. તેમ છતાં આજે પણ મને એમ લાગે છે કે જો એ ગ્રન્થો સમજવાની શક્તિ કેળવી ન હોત તો વિદાન્તવિકાસની છેલ્લામાં છેલ્લી ભારતીય ભૂમિકા અજ્ઞાત રહી જાત ને આગળ જતાં ઉપાધ્યાય યશોવિજયીનું વાડુમય સમજવા તેમજ તેના ઉપર લખવામાં જે સરળતા સાંપડી તે પણ ન સાંપડત. અધ્યાપકજીવનનો પ્રારંભ
અમારા માટે કામની ભૂમિકા તૈયાર કરનારાઓમાં મુખ્ય તો હતા વિજયવલ્લભસૂરિ. તેઓ લાંબો વખત પંજાબમાં રહેલા ને આર્યસમાજીઓના ગુરુકુળવિષયક ઉત્સાહથી પ્રભાવિત થયેલા. તેમને પહેલાંથી જ એવો મનોરથ તો ઉદ્દભવેલો જ કે આર્યસમાજીઓની પેઠે જૈનોનું પણ ઓછામાં ઓછું એક ગુરુકુળ તો હોવું જ જોઈએ. તેઓ આ વિષેના પોતાના વિચારો પોતાના સાધુસંઘમાં અને અનુયાયી ગૃહસ્થોમાં ફેલાવતા. અમારા પરિચય પછી તેમના વિચારને બળ મળ્યું. તેમને થયું કે સુખલાલ અને વ્રજલાલ ભણી લે એટલે એક જૈન ગુરુકુળ સ્થાપવું. એ જમાનામાં ગુરુકુળના વિચાર ચોમેર વાતાવરણમાં રમતા. પૈસા અને સમાન વિચારકો મેળવવાની ઇચ્છાથી તેઓ મુંબઈ પહોંચ્યા હતા. તેમનો મુંબઈથી પત્ર આવ્યો ને વ્રજલાલજી મુંબઈ ગયા. વલ્લભવિજયજી મહારાજની સલાહથી વ્રજલાલજીએ મને કાશી લખ્યું કે જો તમે પસંદ કરો તો પાલનપુર જાઓ. ત્યાં વયોવૃદ્ધ હંસવિજયજી મહારાજ છે અને તેઓ તમને ઇચ્છે છે. ત્યાં તમને ફાવશે, પણ ઈત્યાદિ. હું ૧૯૬૯ના ચોમાસામાં વ્રજલાલના
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૨ મારું જીવનવૃત્ત નાના ભાઈ લક્ષ્મણ સાથે પાલનપુર પહોંચ્યો અને વ્રજલાલજી એ ચોમાસામાં મુંબઈ જ રહ્યા, પરંતુ એ જ વખતે કુદરતના અજ્ઞાતપટની પાછળ એના આ ખેલની બીજી બાજુની તૈયારી પણ થઈ રહી હતી. એમ હું આગળ જતાં જોઈ શક્યો. આ રીતે મારો કાર્યારંભનો સૂત્રપાત થયો. ને નવી જ પરિસ્થિતિમાં મુકાયો.
શ્રીમાન હંસવિજયજી જેવા વયોવૃદ્ધ ને પ્રભાવશાળી મુનિ મારી પાસે વિશેષાવ્યશકભાષ્ય જેવો મહાન ગ્રન્થ વાંચે છે ને તેમનો શિષ્ય હેમચંદ્રની બૃહદુવૃત્તિ શીખે છે એ વાત ફેલાતાં જરાય વાર ન લાગી. શ્રાવકો ઉપરાંત શહેરના બીજા શિક્ષિત અમલદારો શ્રદ્ધાપૂર્વક મળવા લાગ્યા. જે સાધુ ભારે વિદ્વાન અને લાગવગવાળા હોય તે જ મોટા પંડિતનો સફેદ હાથી આંગણે બાંધી શકે એવી લોકમાન્યતાને લીધે સાધુમંડળી તેમજ તેનો અનુયાયી વર્ગ પણ મારા વધતા જતા મોભાને પોતાનો જ મોભો લેખતા ને પ્રસન્નતા અનુભવતા. હું કાશીમાં લાંબો વખત રહી ભણો ને પગાર લીધા વિના ભણાવું છું એ વસ્તુએ પાલનપુરના ભોળા લોકોને મારા પ્રત્યે વધારે શ્રદ્ધાળુ બનાવ્યા છે એમ હું જોઈ શકતો. શતાવધાની રત્નચંદ્રજીનો સંપર્ક
સદ્ભાગ્યે તે જ વખતે ત્યાં શતાવધાની રત્નચંદ્રજી મુનિ પણ ચોમાસુ હતા. રત્નચંદ્રજી સ્થાનકવાસી પરંપરામાં તો પોતાની વકતૃતા, વિદ્વત્તા અને અવધાનશક્તિને લીધે જાણીતા હતા જ, પણ એ શક્તિઓને કારણે તેમનો પ્રભાવ સામાન્ય જનવર્ગ ઉપર પણ ઠીક પડતો. તે વખતના પાલનપુરના નવાબ અવારનાવર તેમનું વ્યાખ્યાન સાંભળવા જતા. આખી સ્થાનકવાસી આલમમાં જાણીતા પાલનપુરના માજી દિવાન પીતાંબર મહેતા તો કટ્ટર સ્થાનકવાસી હતા ને રોજ રત્નચંદ્રજીના વ્યાખ્યાનમાં જતા. રત્નચંદ્રજી પહેલેથી જ મારા પરિચિત હોઈ ઈચ્છતા કે હું તેમની લખેલી કર્તવ્ય – કૌમુદી આદિ સંસ્કૃત કૃતિઓ સાંભળી જાઉં ને સુધારી પણ દઉં. મેં એ કામ કરવા સહર્ષ સ્વીકારેલું એટલે પીતાંબર મહેતા જેવા મોભાદાર ધનિકો ને અમલદારો પણ મને મળવા આવતા અને જમવા પણ નોતરતા. મૂર્તિપૂજક અને સ્થાનકવાસી બંને વર્ગો આમ તો અનેક રીતે સંકળાયેલા, પણ તેમની વચ્ચે કાંઈક ફિરકાગત મનોમાલિય પણ ખરું. આ કારણથી હું એક સ્થાનકવાસી સાધુના વિશેષ પરિચયમાં આવું કે સ્થાનકવાસી સગૃહસ્થોના પરિચયમાં આવે તે બીજા પક્ષના રૂઢિચુસ્ત લોકોને ન રુચે એ સ્વાભાવિક છે, પરંતુ એમાંથી કોઈ પોતાનો અણગમો કે અરુચિ હજી લગી મારી સામે સીધી રીતે પ્રગટ ન કરતા. સ્ત્રી અને શાસાવાચનનો વિવાદ
બીજી બાજુ એક બીજું જ ચક્ર ગતિમાન થયું. ત્યાંના એક જાણીતા આગેવાન કુટુંબની વિધવા પુત્રવધૂ જેનું નામ લાડુબહેન હતું તે મારી પાસે ભણવા ઇચ્છતાં. એ
Page #114
--------------------------------------------------------------------------
________________
પરીક્ષાત્યાગ અને વિદ્યાવિસ્તાર • ૧૦૩ બહેન સંસ્કૃત-પ્રાકૃત ઉપરાંત થોડો જૈન વાય પણ શીખેલાં. મેં કહ્યું કે તમે ઉપાશ્રયમાં આવો ને હું વિશેષાવશ્યકભાષ્ય ભણાવું છું તે સાંભળો. તેમણે ત્યાં આવવું શરૂ તો કર્યું પણ એ મહારાજશ્રી તેમજ રૂઢિચુસ્ત વર્ગને ગમ્યું નહિ. એક તો એ કે તે સ્ત્રી અને તેમના જેવા મોટા વિદ્વાન ગણાતા સાધુ સાથે શાસ્ત્ર શીખે તો સાધુની મહત્તા શી રહે! એ તેમનો ડર. ને બીજું એ કે મહારાજજીને નહિ ઉઠેલ પ્રશ્ન એ બહેન પૂછે તો તેમની હીણપત પણ દેખાય. કારણ ગમે તે હો, પણ લાડુબહેનના આગમને મહારાજજીની ગંભીરતા છોડાવી. તેમણે એક વાર મને મૃદુભાવે કહ્યું કે પાઠમાં બીજા ન આવે તો સારું. મેં તરત જ લાડુબહેનને આવવા ના કહી ને કહ્યું કે હું સાંજે તમારા ઘેર આવીશ. ત્યાં તમારાં સાસુ-સસરા આદિની મંડળી વચ્ચે ભણાવીશ. એ ક્રમ શરૂ થયો. એમના સસરા તો મૂર્તિપૂજક સંઘના મુખ્ય આગેવાન પૈકી જ હતા. હવે મહારાજજીને સીધી રીતે કહેવાપણું તો રહ્યું નહિ, પરંતુ હું બહેનોનો શાસ્ત્રો ભણાવું છું તે એમને જરાય ગમતું નહિ. કેટલોક વખત મૌન રસાકસી ચાલ્યા પછી એક વાર તેમણે મને એકાન્તમાં કહ્યું કે બહેનોને ભણાવવાં ઠીક નહિ. પૂછ્યું, “કાંઈ પરિચય વિષે શંકા છે?' તેમણે નિખાલસભાવે તરત જ કહ્યું, “જરાય નહિ. તમે તો સુશીલ છો, પણ બહેનો ભણી નમ્ર થવાને બદલે ઉદ્ધતાઈ શીખે છે ને સાધુઓ પ્રત્યે પોતાનો નમ્ર વ્યવહાર પણ છોડી દે છે.” મેં કહ્યું, હું એવું કાંઈ જોતો નથી. અને એ બહેન તો હદથી વધારે નમ્ર છે. ત્યાં જ વાત હતી. પણ ધીરે ધીરે આ બીના મુંબઈ પહોંચી. ત્યાં વલ્લભવિજય મહારાજ સામે ઊહાપોહ શરૂ થયો હશે, પણ તેઓ સીધી રીતે મને કશું જ કહી શકે તેમ હતું નહિ. અને વધારામાં બહેનનું કુટુંબ તો વલ્લભવિજય મહારાજનું ખાસ અનુયાયી હતું. વાત ચડસે ચડી. મેં પછી તો કેટલાય શ્રાવકોને નિર્ભયપણે કહી દીધું કે, જો યોગ્ય કોઈ ઢેઢભંગી કે બહેનો ભણવા આવશે ને વધારે વખતની જરૂર હશે તો હું સાધુઓને ભણાવવાનું છોડી દઈને પણ તેમને ભણાવીશ. મારા આ વલણથી મારી સામે તો કોઈ કાંઈ કહેવાની હિંમત કરતું જ નહિ, પણ અંદર અંદર કેટલાક લોકો ધંધવાતા. જેમ તેમ રસાકસીના આનંદમાં દિવાળી આવી ને હું મુંબઈ ગયો. મને સાત્ત્વન આપવા વલ્લભવિજયજી મહારાજે કહ્યું કે થોડા દિવસ બાકી છે. કુશળતાથી સંભાળી લો. એ તો જૂની ઢબના કહેવાય. નવો યુગ કયાં જાણે છે ! ઈત્યાદિ. સાધુઓને સામે ચાલી ન ભણાવવા નિર્ણય
મેં પાલનપુર આવી બાકીના બારેક દિવસ વ્યતીત કર્યા. ને ત્યાં જ સંકલ્પ કર્યો કે હવે ગમે તેટલી છૂટ ને સગવડ મળે તોય સાધુ વર્ગને સામે મોઢે ચાલી ભણાવવા ન જવું, પણ જો તેઓ મારી શરતે મારા સ્થાને ભણવા આવે તો તેમને સંપૂર્ણ આદર
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૪ ૭ મારું જીવનવૃત્ત
અને ઉત્સાહથી ભણાવવા. સંઘે માનપત્ર સાથે કીમતી દુશાલો અને રેશમી દુપટ્ટા લઈ કદી વા૫૨વાનો નથી. છતાં લઈશ ખરો, પણ તે તરત જ બીજા ગમે તેને આપી દઈશ. સાધુ વર્ગની ઇચ્છા એવી હતી કે હું જ તેને વાપરું એટલે એ બધો વિધિ માત્ર વિચારમાં જ રહી ગયો અને લખેલ માનપત્ર પણ લખેલું જ રહી ગયું. હું સૌહાર્દપૂર્વક સાધુમંડળ ને પાલનપુરથી છૂટો પડી સીધો દેશમાં ગયો. આગ્રામાં શ્રીલબ્ધિવિજ્યજીનો સંપર્ક
ગુરુકુળની વિચારાતી યોજના સ્થિરરૂપ ન લે ત્યાં લગી આગ્રા જ કેન્દ્ર રહે એમ અમે વિચારી રાખેલું તેથી હું દેશમાંથી આગ્રા ગયો. આગ્રામાં આવી મેં નાનાવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી. વચ્ચે વચ્ચે ભાષણ કે બીજે નિમિત્તે દિલ્હી જવાનું બનતું. ત્યાં મુનિ લબ્ધિવિજયજી હતા. તેમનો પરિચય તો પહેલાંથી જ હતો. તેઓ સારા વક્તા અને જોશીલા પણ ખરા. તેમની ઇચ્છા હતી કે હું તેમને ભણાવવા દિલ્હી જાઉં, પણ મેં મારા પૂર્વ સંકલ્પ પ્રમાણે તેમને કહ્યું કે મેં તો મારા કેન્દ્રસ્થાને ભણવા આવે તેને જ ભણાવવાનો નિર્ધાર કર્યો છે ઇત્યાદિ. બધી લાલચો આપ્યા છતાં જ્યારે તેમણે મારો નિશ્ચય પાકો જોયો ત્યારે તેઓ આગ્રા આવ્યા ને મારી પાસે રત્નાકરાવતારિકા સંપૂર્ણપણે ભણી દિલ્હી ચોમાસુ ચાલ્યા ગયા. લબ્ધિવિજયજી સાથેના બે-ત્રણ મહિનાના નિકટ પરિચયે પણ સાધુઓની સવૃત્તિ વિષેની મારી પહેલેથી ચાલી આવતી શંકા કાંઈક વધારે પુષ્ટ કરી. એમણે મારી મોજૂદગીમાં એક છોકરાને સિકંદરાબાદ (જિ. બુલન્દશહર)માં દીક્ષા આપી હતી, પણ આગ્રામાં તેમણે હદ વાળી. કોઈ રખડુ જેવો એક માણસ હાથમાં પડતાં તેની યોગ્યતા – અધિકાર વગેરે કશું જ જોયા સિવાય બે-ચાર દિવસના પરિચયમાં જ તેને દીક્ષા આપી દીધી. મેં અને બીજા મિત્રોએ તેમને ચેતવ્યા હતા, પણ શિષ્યલોભ ખાળી શક્યા નહિ. એ મહાશય બીજે જ દિવસે કપડાં વગેરે લઈ રાતે જ ગુપચુપ પલાયન કરી ગયા. લબ્ધિવિજયજીએ બેએક દિવસ તો વાત છુપાવી, પણ નવદીક્ષિત સાધુ ક્યાં છે ? એવા શ્રાવકોના પ્રશ્નને હમેશાં શી રીતે ખાળી શકે ? મને એક વાર ડરતાં ડરતાં બીના કહી, ને પૂછ્યું કે શ્રાવકોને જવાબ શો આપવો ? મેં કહ્યું કે કહી દેવું કે પૂછ્યા વિના બીજે દિવસે ચાલ્યો ગયો. એમને દીક્ષા માટે ખર્ચ કરનાર તેમજ બીજા સુધારક બંનેનો ડર હતો તેથી કાંઈક ભળતો જ ઉત્તર આપવા વિષે મારી સલાહ પૂછી. મેં કહ્યું, તમને ડર શા માટે ? આવી નજીવી બાબતમાં જૂઠું બોલવાનો વિચાર કેમ આવે છે ? ઇત્યાદિ. હું ધારું છું ત્યાર બાદ અમે બંને ક્યારેય મળ્યા નથી. જોકે ઘણે સ્થળે મળી શકાય એવા પ્રસંગો આવેલા.
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૬. મહેસાણા અને વીરમગામ પાઠશાળામાં
એ જ વિ. સં. ૧૯૭૦ના વર્ષના ઉનાળામાં મુંબઈથી શેઠ હેમચંદ અમરચંદે કરેલ એક તાર આગ્રામાં મળ્યો, જેમાં લખેલું કે પહેલી જ ટ્રેને રવાના થાઓ. ભાડાના રૂપિયા પણ તારથી મોકલેલા. હું અણધારી રીતે તાર આવવાથી નવાઈ તો પામ્યો, પણ એટલું તો ન્યાયશાસ્ત્રના બળે કળી ગયો કે હેમચંદભાઈ વિજયવલ્લભસૂરિના અનુયાયી છે માટે મહારાજજીની પ્રેરણાથી જ તાર કરવામાં આવેલો હોવો જોઈએ. મુંબઈ પહોંચ્યો. મારું અનુમાન સાચું ઠર્યું. પ્રોફેસ૨ હર્મન યાકોબી તે વખતે હિન્દુસ્તાનમાં ભ્રમણ કરી સ્વદેશમાં પાછા જવા તૈયાર હતા ને મુંબઈ આવેલા. મહારાજજીની ઇચ્છા એવી કે મને યાકોબી સાથે મેળવવો, પણ તેમની મુખ્ય ઇચ્છા તો બીજી જ હતી. એ પણ જણાઈ આવ્યું. તેમણે મને પૂછ્યું કે હું મુંબઈથી કેટલાક મારા શિષ્યોને મહેસાણા તરત જ રવાના કરું તો તમે આ જ વર્ષના ચોમાસામાં તેમને ભણાવવા મહેસાણા જશો ? મેં કેન્દ્ર છોડી ક્યાંય સામે જઈ ન ભણાવવાના મારા નિર્ધાર વિષે તેમજ એ નિર્ધારનાં કા૨ણો વિષે ખુલાસો કર્યો. તેમણે કહ્યું, તમારી વાત તો સાચી છે, પણ તમારા સ્વાતંત્ર્યમાં આડો આવે એવો એક પણ આપણો સાધુ નથી. તમને જેટલું સ્વાતંત્ર્ય આગ્રામાં તેટલું જ મહેસાણામાં રહેવાનું. વળી તમે ભણવા ઇચ્છનાર મારા આ એકેક શિષ્યને જાણો છો. તેઓ જૂની ઘરેડના નથી, ઇત્યાદિ. મેં મારો ઉપર્યુક્ત નિર્ધાર મોળો કરી મહેસાણા જવાની ‘હા’ પાડી, ‘હા’ની પાછળ ને નિર્ધાર બદલવાની પાછળ મારાં મુખ્ય કારણો આ હતાં :
૧. મહેસાણામાં લાંબા વખતથી ચાલતી યશોવિજય પાઠશાળામાં જાતે રહેવાની તક મળે છે તો તેનો લાભ લઈ ત્યાંના વાતાવરણ તેમજ વિદ્યાર્થી, અધ્યાપક વગેરેનો પરિચય સાધવો.
૨. મહેસાણા ગુજરાતનું મધ્યવર્તી તેમજ જૈન સાધુઓનું કેન્દ્ર હોવાથી એ જોવું કે ત્યાં રહી કામ કરવાની કેવી અનુકૂળતા છે ? તેમજ બીજા કોઈ સુયોગ્ય સાધુઓ માત્ર વિદ્યાવૃત્તિથી પ્રેરાઈ ભણવા એકત્ર થાય છે કે નહિ ?
૩. ઉ૫૨નાં કારણો કરતાંય વધારે પ્રેક કારણ તો એ હતું કે ત્યાં મહારાજ શ્રી જિનવિજયજી પણ ચોમાસામાં ભણવા આવવાના હતા. અત્યાર લગી એમની સાથે
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ૭ મારું જીવનવૃત્ત
મારો કોઈ સાક્ષાત્ પરિચય થયો જ ન હતો, પણ ગયા ચોમાસામાં પાલનપુર હતો ત્યારે તેમની સાથે પાટણમાં પત્રવ્યવહાર થયેલો. ને પાલનપુર રહ્યા રહ્યા જ તેમના વ્યક્તિત્વ વિષે કેટલુંક સાંભળેલું. તેથી તેમનો વિશિષ્ટ પરિચય સાધવાની તક મળતી હતી..
પંજાબમાં પ્રભુત્વનો પ્રશ્ન
મને મુંબઈ એકાએક બોલાવ્યો. પોતાના શિષ્યોને સત્વ૨ મહેસાણા રવાના કર્યા. મને મહેસાણા જવા સમજાવ્યો. આ ઘટનાની પાછળ કાંઈ બીજું રહસ્ય છે કે નહિ ? એવો પ્રશ્ન મને આવ્યા જ કરતો. મેં એનું જે સમાધાન આપમેળે કરી લીધેલું તેનો નિર્દેશ એ દૃષ્ટિથી કરું છું કે સાધુઓના અરસપરસના વ્યવહાર વિષેના ઇતિહાસ ઉપર કાંઈક પ્રકાશ પડે. વલ્લભવિજયજી મહારાજ હતા તો ગુજરાતમાં, પણ પંજાબમાં તેમનું એકાધિપત્ય હતું જ. તેમની ગેરહાજરી દરમિયાન મુનિ લબ્ધિવિજ્યજીએ એ એકાધિપત્યમાં કાંઈક ગાબડું પાડેલું. લબ્ધિવિજયજી યુવાન અને આકર્ષક વક્તા પણ ખરા. વલ્લભવિજ્યજી અને લબ્ધિવિજ્યજી બંને એક જ સંઘાડાના છતાં બંનેમાં સૌમનસ્ય નહિ. લબ્ધિવિજયજી પોતાના ગુરુ વિજયકમલસૂરિના પ્રભાવનો ને પોતાની શક્તિનો ઉપયોગ કરી વલ્લભવિજયજી મહારાજની એકછત્રી સત્તાને નબળી પાડવાની બધી તકો શોધ્યા કરે. વલ્લભવિજ્યજી મહારાજ પણ એવા વિચક્ષણ કે એવી તકોની બાતમી મળે તેવાં સૂત્રો પણ ગોઠવે ને બાતમી મળતાં ચાણક્યની ચકોરતાથી પહોંચી વળવાની ખટપટ પણ કરે. વિજયવલ્લભ મહારાજ ગુજરાતમાં જ હોય ને પાછળથી લબ્ધિવિજ્યજી પંજાબમાં વધારે પ્રભાવ જમાવી લે એવી સ્થિતિ આવી ગઈ હતી. દરમિયાન મારો અને લબ્ધિવિજયજીનો માત્ર પરિચય જ ન વધ્યો, પણ તેઓ સામે ચાલી મારી પાસે આગ્રા ભણવા પણ આવ્યા. આ ઉપરથી વલ્લભવિય મહારાજને એમ થયું હોવું જોઈએ કે, સુખલાલ ભણાવવામાં આગળ તો વધેલ છે આપણા પ્રયત્નથી ને હવે પાડ્યું ફ્ળ જાય છે બીજાના હાથમાં. પ્રામાણિકપણાની દૃષ્ટિએ લબ્ધિવિજયજી તરફ મારું જરાય આકર્ષણ ન હતું, પણ એ વસ્તુ કાંઈ વલ્લભવિજયજી મહારાજ થોડી જાણતા ? એટલે તેમને અમારા બંનેના પુનઃ પુનઃ મિલન અને પરિચયથી સંદેહ થાય એ સ્વાભાવિક હતું. મને સ્પષ્ટ દેખાયું કે આવા કોઈ સંદેહે જ તેમને નવું પરિવર્તન કરવા પ્રેર્યા છે. આગળ જતાં વલ્લભવિજ્યજી અને લબ્ધિવિજ્યજી વચ્ચે કદી ન સાંધી શકાય એવું જે અંતર પડ્યું તેણે મારી ઉક્ત ધારણાની પુષ્ટિ જ કરી છે. ગમે તે હોય, પણ મને તો ઉપર જણાવેલાં કારણોને અંગે પણ મહેસાણા જવું ને રહેવું ઇષ્ટ હતું. વિદ્યાર્થીઓ
સવાર અને બપોર મળી લગભગ સાતેક કલાક તો સાધુઓને જુદા જુદા વિષયો શીખવતો. શીખનાર અને વાંચનારમાં અત્યારે હયાત છે એમાંથી બે નામ સૂચવી શકું.
Page #118
--------------------------------------------------------------------------
________________
મહેસાણા અને વિરમગામ પાઠશાળામાં • ૧૦૭ લલિતવિજયજી, જે સૂરિ છે ને જિનવિજયજી, જે ભારતીય વિદ્યાભવનના આચાર્ય છે તે. મને ભણાવવાનો જ એકમાત્ર રસ ને જુવાની એટલે દિવસના ભાગ ઉપરાંત રાતે પણ શીખવતો. રાતે શીખનારમાં મુખ્ય ભગવાનદાસ, જે આજે પંડિત ભગવાનદાસ તરીકે અમદાવાદમાં જાણીતા છે. તે અને તેમના સાથી મિત્ર હીરાચંદ્ર બંને દિવસે ચાલતા કાવ્ય-નાટક-ચંપૂ આદિના પાઠોમાં યથાસંભવ ભાગ લેતા, પણ ભગવાનદાસને તો મુખ્યપણે કાંઈક બીજું જ શીખવું હતું. તેથી એમને વાસ્તે મેં રાત્રે સ્વતંત્ર પૂરો સમય રાખેલો. ભગવાનદાસ કાવ્યપ્રકાશ, રત્નાકરાવતારિકા વગેરે ભણ્યાનું યાદ છે; પણ આ ભણવા-ભણાવવાનો સંબંધ એટલે સુધી આગળ વધ્યો કે આજ લગી તેણે એક ગાઢી અને નિખાલસ મિત્રતાનું રૂપ ધારણ કરેલું છે. હું મહેસાણા રહ્યો તેથી જ ભગવાનદાસ મહેસાણા ભણવા આવી રહેલા. ને અમે બંને સાથે બેસતા, જમતા, ફરતા ને સૂતા. બીજા પણ વિદ્યાર્થીઓ હતા એટલે અમારું ધામ એક વિદ્યાધામ બની રહેતું. સાંજે જમીને ફરવા જઈએ, ને જુવાનીની ચળ આવે તો ક્યારેક ક્યારેક વગર તાલીમ અને વગર અખાડે પણ ગામથી દૂરદૂર વેળમાં હું અને ભગવાનદાસ માત્ર એક જ દૃષ્ટિથી કુસ્તી કરીએ કે કોણ બીજાને ચત્તો કરી શકે છે? મારે કહેવું જોઈએ કે, એમાં હું ન ફાવતો. પ્રેક્ષક વિદ્યાર્થીઓ એથી હસતા, પણ તેથી મારી ઈજ્જત તેમના વચ્ચે ઘટવાને બદલે વધતી – મેં જોયેલી. આ બીના સાધુઓએ જાણી ત્યારે તેમાંથી એકાદ જિનવિજયજી જેવાને અમારી કુસ્તી જોવાનું કુતૂહલ પણ થયેલું. ખરી રીતે એ દિવસો સત્યયુગના હતા એમ કહી શકાય.
ચોમાસું પૂરું થયું. જુદા જુદા સાધુઓના કટુક-મધુર અનુભવો થયા. લલિતવિજયજીની અતિ ભીરુવૃત્તિનું તેમજ જિનવિજયજીની ઉત્કટ વીરવૃત્તિનું ભાન પણ થયું. ચોમાસા પછીનો કાર્યક્રમ શો? એ પ્રશ્ન આવ્યો. પાસે ભણતા અને વિહાર કરતા સાધુઓને મેં કહી દીધું કે હું સાથે ચાલવાનો કે અન્યત્ર જવાનો નથી. અહીં રહી શીખવું હોય તો શીખી શકો, ઈત્યાદિ. મેં, શ્રી જિનવિજયજી ને ભગવાનદાસે મળી નક્કી કર્યું કે આપણે તો મહેસાણા જ રહેવું ને અધ્યયન-ચક્ર ચાલુ રાખવું. અમે શિયાળો મહેસાણે વ્યતીત કર્યો. તે દરમિયાન પ્રભુદાસ પારેખ, જે આજે મહેસાણા પાઠશાળાના અધિષ્ઠાતા છે તે પણ મારી પાસે ભણવા આવી ગયા. આનંદસાગરજી મહારાજ, જે આજે સૂરિ છે તે પોતાના સહોદર ભાઈ ને મુનિ મણિવિજયજી સાથે ત્યાં આવ્યા. તેમણે ત્યાં આવી આગમવચનો શરૂ કરવાનો વિચાર કર્યો ને તેમાં આવવા સાધુઓને સર્વત્ર આમંત્રણ મોકલ્યાં. આનંદસાગરજી અને મણિવિજયજી સાથે આ વખતે મારો પ્રથમ જ પરિચય સધાયો. ને તેનાં મૂળ કાંઈક ઊંડે નંખાયાં. મહેસાણાની યશોવિજયજી પાઠશાળાના સ્થાપક ને સૂત્રધાર શેઠ વેણીચંદ સૂરચંદની એવી પ્રબળ ઈચ્છા હતી કે હું મહેસાણાને કાયમ વાસસ્થાન બનાવું ને યશોવિજય પાઠશાળાનું શિક્ષણતંત્ર હાથમાં લઉં. એ વયોવૃદ્ધ
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૮ • મારું જીવનવૃત્ત
તપસ્વીની ઇચ્છાને માન આપવાની ને પાઠશાળામાં કેટલી પ્રગતિની શક્યતા છે એ જોવાની પણ આ વખતે તક મળી. વેણીચંદભાઈ તેમજ તેમનું આખું તંત્ર એટલું બધું સાંપ્રદાયિક, એકદેશીય અને જડ લાગ્યું કે ત્યાંથી સત્વર મુક્તિ મેળવવાનું જ મન થયું. મહેસાણા છોડી આગ્રા જાઉં તો ભગવાનદાસ વગેરે મિત્રો સાથે ચાલી શકે તેમ ન હોવાથી તેમનું અધ્યયન બંધ પડે તેમ હતું. કોઈ પણ હિસાબે તેમનું અધ્યયન ચાલુ રાખવું એવી મારી વૃત્તિ ખરી. તે બધા ભાઈઓ મને બુદ્ધિ અને વૃત્તિની દૃષ્ટિએ યોગ્ય જણાયેલા હતા એટલે તેમના પ્રત્યે મારું આકર્ષણ વધ્યું હતું.
વીરમગામ પાઠશાળામાં
અણધાર્યું આમંત્રણ વીરમગામથી આવ્યું. ત્યાં એક ગૃહસ્થ પાઠશાળા ચલાવતા, પણ યોગ્ય અધ્યાપક ન મળે. મને તેઓ અને હું તેમને જાણતો. ભગવાનદાસ વગેરે મિત્રોનો વીરમગામ સાથે નિકટ સંબંધ એટલે તેમણે પણ મને વીરમગામ આવવા સમજાવ્યો. હવે અમારું ધામ વીરમગામ બન્યું. ભગવનદાસ, પ્રભુદાસ અને હીરાચંદ ઉપરાંત બીજા ત્રણેક વિદ્યાર્થીઓ હતા. કાશીથી ટ્રેનમાં પ્રવાસ કરી જનાર મોહનવિજ્યજી પણ ત્યાં આવ્યા. હું કાશી જૈન પાઠશાળા પહેલવહેલો ગયો ત્યારે વીરમગામમાંની પાઠશાળાની ઑફિસમાં એક જટાશંકર પંડિતે મારી પરીક્ષા લીધેલી. તે જ જટાશંકર પંડિત પણ હવે વીરમગામમાં મારી પાસે ભણવા આવતા. આમ મહેસાણામાં હતું તેવું વિદ્યા-વાતાવરણ વ્યાપારપ્રધાન વીરમગામના બજાર વચ્ચે જામ્યું. મિત્રો અને પરિચિતો વધતા ચાલ્યા. સખત ગરમીમાં પણ સખત અધ્યયન-અધ્યાપન એકસરખું ચાલતું. મહેસાણામાં બંધાયેલી અને ગાઢ થયેલી મિત્રતાએ શ્રી જિનવિજયજીને પણ વીરમગામ ખેંચી લીધા.
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૭. આબુની યાત્રા અને પાટણમાં પ્રવેશ
આબુયાત્રાના કટુ અનુભવો
મહેનતની હદ હોય છે. ચિંતન-મનન ને અધ્યાપનના વધારે પડતા ભારે મારી તબિયત ઉપર અસર કરી અને છાતી દુઃખવા મંડી. મિત્રો સાથે વિચાર કરી પંખીઓ માળામાંથી ઊડી જાય તેમ અમે આબુ ભણી ઊડ્યા. સખત ઉનાળો ને અમે સાતેક જણ. તે વખતે મોટર સર્વિસ ન હતી. બળદગાડી ને ઘોડાગાડી આબુ ઉપર જતાં. અમે ખરેડીથી બળદગાડી કરી. બધાંને બળદગાડી સોંપી હું વઢવાણવાળા પોપટલાલ સુખલાલ, જે કૉલેજિયન છે અને રખડતા રામ તરીકે જાણીતા છે તે – બંને પગપાળા ચાલ્યા. રસ્તામાં એક અજાણ્યા ડભોઈના યાત્રીનો પણ સાથ થયો. ત્રણેએ જોશભેર પહાડ ઉપર ચડવું શરૂ કર્યું. સમય રાતના આઠેક વાગ્યાનો. ઉનાળાની બેહદ ગરમી. સાંજે જમેલા પણ એવું કાંઈક મિષ્ટાન. અને ડહાપણ એ કરેલું કે સાથે પાણી પીવાનો લોટો પણ લીધેલો નહિ. માઈક ચાલ્યા ત્યાં કાશીમાં પરિચિત થયેલા શિવજી દેવશી પહાડ ઉપરથી ઊતરી આવતાં ભેટ્યા ને રામરામ સાથે પૂર્વસ્મરણો તાજા કરી આગળ વધ્યા ને તૃષા પણ આગળ વધતી ચાલી. રાત, લોટો નહિ, ને પરબ પણ ન જોયું, પરંતુ પાછળ આવતી બેલગાડી તરફ ચાલવાને બદલે આશામાં ને આશામાં અમે આગળ ચાલ્યા. સદ્દભાગ્યે પરબડી આવી. ત્યાં પાણીનાં માટલાંય ખરાં, પણ પાણી પાનાર ન મળે. તરસે ને જિજીવિષાએ કહ્યું કે બહુ રાહ જોવાની ન હોય. અમે આપમેળે જ ત્યાં પડેલ ડબલામાં પાણી ભરી પીધું. તૃષાની શાંતિ થઈ – ન થઈ ત્યાં તો પાણી પાનાર આવી પહોંચ્યો. અમે આપમેળે તેની ગેરહાજરીમાં પાણી પીધું છે એ વાત જાણતાં જ તે ચોકાબાજ યુરોપિયનના પ્રકોપનો પારો ચડ્યો. તમે બધું વટલાવ્યું. હવે બીજા માટે પાણી કયાંથી લાવવું ઇત્યાદિ અનેક કડવી વાતો એણે સંભળાવી. મેં થોડી વાર તો ધીરજ રાખી. એને સમજાવ્યો પણ ખરો કે તારું પાણી અસ્વચ્છ થયું નથી ને તું ક્યારે આવીશ ને અહીં કોઈ પાનાર છે કે નહિ તેની અમને ખબર જ ન હતી. જ્યારે અમે જૈન છીએ એવી એને ખબર પડી ત્યારે તો એના પ્રકોપે માઝા મૂકી. અંગ્રેજી બોલવાનો કીમિયો જાણતા હોત તો તે અજમાવી તેને રૂઆબથી દબાવત. કેમકે મને એવો અનુભવ હતો કે એ જમાનામાં કોઈ અંગ્રેજી બોલનાર હોય તો તેની સામે અભણ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૦ મારું જીવનવૃત્ત માણસ આ કોઈ મોટો માણસ હશે એમ સમજી દબાઈ જતો. છેવટે મેં જાતિભેદ વિષેના કેટલાક સંસ્કૃત શ્લોકો એમ ધારીને એની સામે ફેંકયા કે જો આ બ્રાહ્મણ હશે તો તેને સરસ્વતી જીતી લેશે, પણ એમાં સફળતા બહુ ન મળી. ત્યારે એની ગાળો ખાતાં ખાતાં જ એનાથી છૂટા પડ્યા. પોપટલાલ થોડું આગળ ચાલી બેલગાડીની રાહ જોવા લાગ્યા. એટલે મેં અને બીજા સાથી ભાઈએ એમને પડતા મૂકી આગળ પ્રયાણ ચાલુ રાખ્યું. આઠેક માઈલ ચાલ્યા હોઈશું ત્યાં ફરી તૃષાએ દર્શન દીધાં. રાત ગયેલી ને પરબ ક્યાંય મળે નહિ. તૃષા આગળ ચાલતાં રોકે, પણ આગળ ચાલ્યા સિવાય તૃષા શાંતિ માટે બીજો કોઈ રસ્તો જ ન હતો. થોડેક દૂર પહોંચ્યા ત્યાં એક રસ્તે પાણી છાંટવાની મ્યુનિસિપાલિટીની ગાડી પડેલી. એના ઉપર ટાંકી જડેલી હતી. જોયું તો યંકીમાં પાણી બહુ ઊંડે, ચકલીથી નીકળે તેમ હતું નહિ. ટાંકીના મોઢા કરતાં અમારું કદ મોટું એટલે અંદર ઊતરાય તેમ પણ ન હતું. છેવટે બહુ વાંકા વળી એક હાથની હથેળીથી કાંઈક પાણી પીધું ત્યાં તો બીજો રસ્તો સૂજી આવ્યો. ધોતિયાનો છેડો પલાળી તેને નિચોવી અમૃતાનુભવ લીધો અને સામે પડેલ બેચાર પથ્થર ઉપર લાંબા થઈ થોડી વાર આરામ કર્યો. રાતની વધતી જતી પહાડી ઠંડક ને પાણી પીવાથી આવેલ ચેતનાએ આગળ ચાલવા પ્રેર્યો. લગભગ સોળમે માઈલ પહોંચ્યા ત્યાં તો સાવ થાકી લોથ થઈ ગયેલા. આટલી લાંબી પગમુસાફરી જીવનમાં પહેલી જ હતી. નજીકમાં એક ફરતી ઘંટી અને તેની સાથે ગાતી એક બાઈનો અવાજ સંભળાયો. અમે તે ભણી વળ્યા. જોયું તો એ ભીલનું ઝૂંપડું હતું અને ભીલડી દળતી હતી. એ અમારી વાત ન સમજી અને અમે એનું કહેવું ન સમજ્યા, પણ એના આંગણમાં જ જમીન પર ધામા નાંખી સૂઈ ગયા. હું એવો ઘસઘસાટ ઊંઘી ગયો કે જીવજંતુના ચટકા બહુ અસર કરી શકયા નહિ. સવારે નવેક વાગ્યે પરાણે ઊઠ્યો. રાહ જોતા હતા ત્યાં તો બળદગાડી આવી પહોંચી. પેટની પૂરી પૂજા કરી થાક છતાંય બાકી રહેલા બે માઈલ કાપવા આગળ વધ્યા. તે વખતે ત્યાંથી દેલવાડા જવાનો એટલો રસ્તો કાચો હતો. દેલવાડા જૈન ધર્મશાળામાં પડાવ કર્યો. ત્યાંનાં મંદિરો અને અચળગઢનાં મંદિરોમાં દર્શન-પૂજન કરવાનો મારા માટે આ બીજો પ્રસંગ હતો. જ્યારે સાથીઓ માટે પહેલો જ પ્રસંગ હતો. સાનંદ ભ્રમણમાં સપ્તાહ વ્યતીત કરી અમે પાછા ફર્યા, ને અમદાવાદ પહોંચ્યા. પ્રર્વતકશ્રી કાંતિવિજયજી સાથે પાટણમાં
અમદાવાદ પહોંચ્યા પછી હું આગળનો કાર્યક્રમ નક્કી કરવાનો હતો ત્યાં તો અણધાર્યો જ એક પત્ર આવ્યો. એ પત્ર કાલિયાવાડથી આવેલો. હું નવસારી સ્ટેશનથી કાલિયાવાડ ગયો ને પત્ર લખનાર વલ્લભવિજય મહારાજને મળ્યો. એમણે મને કહ્યું કે તમે પાટણ જશો? ત્યાં પ્રવર્તક કાંતિવિજયજી છે. અને એ તમને બહુ ચાહે છે. એમનો સ્વભાવ એવો છે કે તમને તદ્દન પસંદ આવશે. છેવટે તેમને તમે એક વાર
Page #122
--------------------------------------------------------------------------
________________
આબુની યાત્રા અને પાટણમાં પ્રવેશ • ૧૧૧ મળી તો આવો, ઈત્યાદિ. હું પાટણ ગયો અને પ્રવર્તકજીને મળ્યો. તેમની અને તેમના શિષ્ય મુનિ ચતુરવિજયજીની તદ્દન નિખાલસ વાત સાંભળીને મેં અત્યાર લગીમાં સાધુઓ વિષે બંધાયેલ પૂર્વગ્રહને બાજુએ મૂકી પાટણ રહેવા નક્કી કર્યું. મારા વિચારની આ ત્રીજી ભૂમિકા હતી. એટલી ભૂમિકામાં પોતાને જ સ્થાને આવનાર સાધુઓને ભણાવવાનો નિર્ધાર હતો. બીજી ભૂમિકામાં મહેસાણાની જૈન પાઠશાળાને ઉદાર ને ઉચ્ચ ધોરણ ઉપર લઈ જઈ તે દ્વારા ગુજરાતમાં જ શાસ્ત્રીય શિક્ષણ પ્રચારવાનો ઉદ્દેશ હતો. આ ત્રીજી ભૂમિકામાં તો પ્રવર્તકજીના શિષ્ય-પ્રશિષ્યને ભણાવવાનો ઉદ્દેશ હતો. સંકીર્ણ મનોવૃત્તિના સાધુસમાજનો ઠીક ઠીક પરિચય થયા છતાં મેં પ્રવર્તકજી પાસે રહેવાનું નક્કી કર્યું. તેનાં સબળ કારણો આ હતાં -
૧. હું કાશીમાં ગયો ત્યારથી જ મેં મારા અધ્યાપક અંબાદત્ત શાસ્ત્રીના મોઢેથી પ્રવર્તકજી વિષે અનેકવાર સાંભળેલું હતું કે, મેં ગુજરાતમાં અને અહીં જેટલા સાધુઓ જોયા છે તેમાં કોઈ ઉદાર અને સજ્જન વધારે હોય તો તે કાન્તિવિજયજી છે. એ જ પ્રમાણે મુંબઈથી વિદાય થતી વખતે હર્મન યાકોબીએ એક મેળાવડામાં એમ કહેલું કે, મેં ઘણા સાધુઓનો પરિચય કર્યો, પણ તેમાં કાન્તિવિજયજીએ મારું ધ્યાન વધારે ખેચ્યું છે.
૨. પ્રવર્તકજીની આવી તટસ્થ પ્રશંસા સાંભળ્યા ઉપરાંત શ્રીમાન જિનવિજયજીનો પણ તેમના વિશે તેવો જ અભિપ્રાય હતો કે આ વખતે તેઓ પોતે પણ પ્રવર્તકજીની સાથે રહેવાના હતા.
૩ ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસનું તેમ જ જૈનપરંપરાની એક વખતની જાહોજલાલીનું કેન્દ્ર પાટણ એટલે ત્યાં રહી ત્યાંના વિશ્વવિખ્યાત જૈનભંડારો વિષે વધારે જાણવાની ને હેમચંદ્ર મૂકેલા અવશેષોનો પરિચય સાધવાની પ્રબળ વૃત્તિ પણ હતી. સંશોધનનો અનુભવ, આગમવાચના અને ગીતારહસ્ય
પાટણ રહ્યો ને ત્યાં પાંચસાત વિદ્યાર્થીઓનું મંડળ પણ સાથે રહ્યું. ભણનાર તો મુખ્યપણે બે જ કહેવાય. મુનિશ્રી ચતુરવિજયજી અને તેમના શિષ્ય મુનિશ્રી પુણ્યવિજયજી, ભણાવવામાં ત્રણેક કલાક જતા, પણ આ વખતે એક નવીન જ દિશામાં મારું પ્રસ્થાન થયું. અત્યાર લગી ભણનાર ભણતા ખરા, પણ સાથે સાથે જૂની કાગળની કે તાડપત્રની પ્રતિઓ રાખી પાઠ્યપુસ્તકનું સંશોધન કોઈ ન કરતા. જ્યારે મુનિશ્રી ચતુરવિજયજી અને પુણ્યવિજયજી અનેક તાડપત્રની અને કાગળની પ્રતો રાખી પાઠ્યપુસ્તક ભણતા ને પ્રતિઓને તેમ જ મારી કલ્પનાઓને આધારે યથોચિત પાઠનું સંશોધન પણ કર્યે જતા. શરૂઆતમાં અધ્યયનની ગતિ મને મંદ લાગી, પણ અનુભવે એમ લાગ્યું કે પાઠ્યપુસ્તક જો શુદ્ધ ન હોય ને શુદ્ધ કરવું હોય તો માત્ર કલ્પનાને આધારે શુદ્ધ કરવાનો પંડિતા માર્ગ વૈજ્ઞાનિક નથી. લિખિત પ્રતિઓનો આશ્રય લેવાનો
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૨ • મારું જીવનવૃત્ત
ને તે દ્વારા ગ્રન્થકારના હૃદયમાં પ્રવેશ કરવાનો મારે માટે આ પ્રથમ જ અવસર હતો. જે આગળ જતાં મને મોટાં કામ કરવામાં બહુ ઉપયોગી સિદ્ધ થયો. પાટણમાં મુખ્યપણે કાવ્યાનુશાસન ને તિલકમંજરી – બે જ ગ્રન્થો ચાલ્યા. એ બંનેને શુદ્ધ પણ કર્યાં, પરંતુ આ સિવાયનો બીજો બધો સમય ઉપયોગી પ્રવૃત્તિમાં જ વીત્યો.
એ ચોમાસામાં આનંદસાગરજી પુષ્કળ સાધુસમાજ સાથે પાટણમાં આવી રહેલા ને આગમનું વાચન તેમ જ મુદ્રણ બંને તેમણે સાથે શરૂ કરેલાં. હું લગભગ રોજ તેમને મળતો. તેઓ મને ખૂબ ચાહતા. તેમના કહેવાથી હું તેમના એક શિષ્ય માણેકસાગરને ન્યાયશાસ્ત્ર ભણાવતો પણ ખરો, પરંતુ એ જ અરસામાં પ્રસિદ્ધ થયેલ તિલકનું મરાઠી ‘ગીતારહસ્ય’ પાટણમાં રહીં જોવા લાગ્યો. મરાઠી ભાષા જાણતો નહિ, પણ વિષયપિરચયને લીધે આગળ ચલાવ્યે જ રાખ્યું. વચ્ચે કેટલીક વાર શ્રીમાન જિનવિજયજીની મદદ પણ જરૂર લેતો. છેલ્લી વાર તિલક જેલમાં ગયા ત્યારથી જ તેમના પ્રત્યે આકર્ષણ વધેલું. જેલમાં લખાયેલ ગીતારહસ્ય ગ્રન્થ પ્રસિદ્ધ થઈ હાથમાં આવ્યો એટલે હવે તેના ગુજરાતી ભાષાંતરની રાહ જોવા જેટલી ધી૨જ રહી નહિ ને એ સારું જ થયું. પાટણમાં એ પણ લાભ થયો કે ઘણો ઐતિહાસિક પરિચય વધ્યો, જૈન સમાજના ઊંડા હાર્દ સુધી પહોંચવાનો અવસર મળ્યો ને સાધુગણમાં ભજવાતાં ક્ષુદ્રતાનાં નાટકો જોવાની પણ તક મળી. આનંદસાગરજી મહારાજ જેટલા પરિશ્રમી અને વિદ્વાન, તેટલા જ હઠી. એમના સગા ભાઈ મુનિશ્રી મણિવિજયજી સાથે નજીવી બાબત માટે વાંધો પડતાં બંને વચ્ચે રસાકસી જામી ને એનું પર્યવસાન સંવત્સરી જેવા ધર્મપર્વને દિવસે મણિવિજયજીના શિષ્ય ઉપર હાથ ચલાવવામાં આવ્યું. એ બધું ગમે તેમ ચાલતું, પણ પ્રવર્તકજીનું આખું મંડળ તેથી સાવ તટસ્થ અને અલિપ્ત હતું. એમને આગમવાચના તેમજ તે નિમિત્તે એકત્ર થયેલ સાધુસમાજ સાથે સંબંધ ન હતો. એ બધું મને ભાવતું જ થયું. સંગીતનો રસ
પાટણમાં ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ પંડ્યા હતા. તે ગાયકવાડ સરકાર તરફથી વિદેશમાં જઈ આવેલા ને બહુ નમ્ર હતા. એ વર્ષે પાટણમાં દુષ્કાળ હતો એટલે દુષ્કાળમાં ભૂખે મરતાં પશુઓને બચાવવાનો એક પ્રયત્ન શરૂ થયેલો. તે નિમિત્તે પ્રિન્સિપાલ પંડ્યા સાથે મારો સંપર્ક વધ્યો ને તે ઉત્તરોત્તર મધુર બનતો ગયો. તેમની પાસેથી જે વિદેશની કેળવણી સંબંધી થોડી માહિતી મળી તેણે મારી જિજ્ઞાસાવૃત્તિ સતેજ બનાવી. મહારાષ્ટ્રીય હરિકીર્તનોએ, આર્યસમાજની ભજનમંડળીઓએને મિત્ર વ્રજલાલજીના સતારના અભ્યાસે સંગીત શીખવાની ઇચ્છાનાં બીજ તો મારા મનમાં પહેલેથી જ રોપ્યાં હતાં. પણ એને પોષવાની તક પાટણમાં લાધી. એક સંગીતશિક્ષક શોધ્યો. તે બ્રાહ્મણ હોઈ સંસ્કૃત ભણવા ઇચ્છતો એટલે ‘ઝથવા વિદ્યાયા વિદ્યા (મનુસ્મૃતિ)' – એ ક્રમ પ્રમાણે તેને સંસ્કૃત શીખવતો અને તેની પાસે હાર્મોનિયમ શીખતો. હાથે વગાડવાનું હાર્મોનિયમ
Page #124
--------------------------------------------------------------------------
________________
આબુની યાત્રા અને પાટણમાં પ્રવેશ • ૧૧૩ ખરીદ્યું પણ ખરું, પરંતુ પાટણ રહ્યો તે દરમિયાન એમાં વિશેષ સિદ્ધિ ન મળી ને પાટણ છોડ્યું ત્યારે વાજું પણ છૂટી જ ગયું. પાટણમાં ગામ બહાર જૈન બોર્ડિંગના એક જુદા ખાલી મકાનમાં હું રહેતો. ત્યાંથી સરસ્વતીના નિર્જળ પટમાં રોજ સવારે જવું ને ત્યાં સાથે સાથે રેતીમાં દોડવું એ જીવનક્રમ હતો. પાટણમાં ઘણી વિશેષતાઓનો ચિત્રવિચિત્ર અનુભવ થયો. જેટલાં ઘી-દૂધ ને અનાજ ચોખ્ખાં તેમજ સુલભ તેટલી જ ત્યાં ગંદકી વધારે. જેટલાં મંદિરો અને ઉપાશ્રયો વધારે તેટલાં જ તડાં વધારે. જેટલી સંપત્તિ અને સાધુભક્તિ તેટલી જ સંકુચિતતા વધારે. આ બધું છતાં સૌથી વધારે તાજું સ્મરણ રહે એવી બે વસ્તુઓ મુખ્ય છે - ત્યાંની હવા અને તેનું પાણી.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૮. કેશરિયાજીની યાત્રાએ
તારંગા અને ઈડર
ચોમાસા બાદ શું કરવું? એ પ્રશ્ન આવે તે પહેલાં તો જાણે પ્રકૃતિએ જ મારે માટે યોજના તૈયાર કરી ન હોય તેવી સ્થિતિ આવી. એક સંઘ કેશરિયાજી પગરસ્તે જવાનો હતો. એમાં પ્રવર્તકજીનું સ્થાન મુખ્ય હતું. શરૂઆતમાં તો મેં અધ્યયનમાં ખલેલ પડવાના ભયથી સંઘમાં જવા ના પાડી, પણ જ્યારે મને માલુમ પડ્યું કે, પગરસ્તે જવામાં ઘણા વિશિષ્ટ સ્થાનો આવે છે અને બીજા પણ ઘણા પ્રાકૃતિક આનંદો સુલભ છે ત્યારે હું પણ સંઘમાં જવા રાજી થયો. અલબત્ત, પ્રવર્તકજીની વ્યવહારકુશળતાને લીધે મારે માટે સ્વતંત્ર સગવડ થઈ શકી હતી. સંઘપતિએ એક સ્વતંત્ર બેલગાડી તંબુ સાથે મારે માટે રોકેલી. હું, બે વિદ્યાર્થીઓ ને એક રસોઇયો એમ અમારા ચાર જણની મંડળી સ્વતંત્ર. મોટે ભાગે હું પગપાળા જ ચાલતો. ગાડીમાં ભાગ્યે જ અમારામાંથી કોઈ બેસતું. તેથી જેની કોઈ બહુ સંભાળ ન લે એવી બેચાર બહેનોનો સામાન મારી ગાડીમાં મૂક્યા મેં છૂટ આપેલી. ચારૂપ તીર્થ ગયું ને તારંગા આવ્યું. ત્યાંના કુમારપાળે કરાવેલ બત્રીસ માળના મંદિર વિષે વાંચેલું. તેથી તેને સ્પર્શવાની જિજ્ઞાસા તો હતી જ. નિસરણીએ ચડી અતિ ઉચ્ચ પ્રતિમાની પૂજા તો કરી જ, પણ એ બત્રીસ માળા' કહેવાતા મંદિરના ત્રણેક માળ સુધી ગૂંગળાઈને ચડવા યત્ન પણ કર્યો. તારંગાની પેઠે ઈડરના ગઢ ઉપર પણ ચડ્યા. શ્રીમદ રામચંદ્રના ધ્યાનસ્થાન તરીકે ઓળખાતી ગુફામાં પણ ગયો. ઈડરના દૂર દૂર સુધી લંબાયેલ આંબા-આમલીવાળા રસ્તા ઉપર, ચાલતી વખતે “ઈડર આંબા આંબલી રે એવું કોઈ જૂનું પદ્ય સ્મૃતિપટમાં આવ્યા વિના ન રહ્યું.
કેશરિયાજી પહોંચતાં સુધીમાં બનેલ બનાવોમાંથી જે આજે પણ મારી સ્મૃતિમાં તાદશ છે અને જે ધર્મ, સમાજ અને ભૂતદયાની દૃષ્ટિએ વિચારણીય છે તે ત્રણ બનાવોનો ઉલ્લેખ અત્રે ઇષ્ટ છે. ઈડરના ભટ્ટારક
ઈડરથી આગળ પોસીના ગામે સંઘે પડાવ નાંખ્યો હતો. હું સંઘમાં છું તેવી જાણ દિગમ્બર ભટ્ટારકને થઈ એટલે તેમણે મને બોલાવ્યો. આ ભટ્ટારક ઈડરની ગાદીએ
હતા. મેં એમને ન ઓળખ્યા, પણ પોતાની જૂની ઓળખાણ આપી તેઓ મને એકાન્તમાં
Page #126
--------------------------------------------------------------------------
________________
કેશરિયાજીની યાત્રાએ • ૧૧૫ લઈ ગયા. તેઓ કહે – કાશીમાં મોતીલાલ બ્રહ્મચારી તમને મળતા તે યાદ છે? હું બધું સમજી ગયો. ભટ્ટારક ગળગળા થઈ મને કહેવા લાગ્યા કે, હું આજે સખત કેદ ભોગવી રહ્યો છું. તમે મને કાશીમાં કહેલું કે, ભટ્ટારકની ગાદીના વારસદાર થવું સારું નથી, એ ભારે પડશે. તમારું આ કથન આજે સાચું પડયું છે. ત્યાં હું પાકું અધોર અનાજ સહેજે ખાતો, અખાડામાં વ્યાયામ કરતો ને છૂટથી ફરતો. અહીં તો મારી સ્થિતિ હવે એ થઈ છે કે આખા દિવસમાં ભાગ્યે જ અધશેર દૂધ પચાવી શકું છું. એમ કહી તેમણે પોતાના અતિકૃશ હાથ મને બતાવ્યા. વળી તેઓ કહે કે અખાડા અને કસરતની વાત તો એક કોર રહી, પણ હું પગે ચાલીને એકલો કયાંય ફરવા જાઉં તેમાંય શ્રાવકોને ધર્મની હીણપત લાગે છે. ચોપદાર અને નેકીદાર સાથે પાલખીમાં બેસીને જ્યાં ત્યાં જવું એમાં જ શ્રાવકોને ધર્મનો પ્રભાવ દેખાય છે. ઘેરઘેર પધરામણી થાય અને ગીનીની ભેટ મળે એ આજે મારી ધર્મોપાસના બની છે, ઈત્યાદિ. મેં તેમને કહ્યું – ઈડરના શ્રાવકો તમારી પેઠે ઉદયલાલને પણ કાશી બોલાવવા આવેલા, પણ તેણે હિંમત અને ડિહાપણપૂર્વક ભટ્ટારકપદ લેવાની ઘસીને ના પાડી હતી, જ્યારે તમે લોભાયા, પણ હજી શું બગડ્યું છે ? બધું ફેંકી અહીંથી નીકળી જાઓ. પરાણે કોઈ બાંધી રાખતું નથી. તમારી મોહવૃત્તિ જ તમને બાંધે છે, ઈત્યાદિ. અમે છૂટા પડ્યા. મારા મનમાં જૈનપરંપરાના શ્રીપૂજ્યો અને ભટ્ટારકો વિષે તેમજ અન્ય પરંપરાઓના આચાર્યો અને મહંતો વિષે અનેક જાતના વિચારો ઊઠ્યા. ત્યાગ અને ધર્મને નામે ભોગવિલાસ, અકર્મણ્યતા તેમ જ મિથ્યાચાર કેવાં પોષાઈ રહ્યાં છે તેનું તાદશ ચિત્ર આજે પણ મનમાં ખડું થાય છે. ગોવર્ધન લહિયાની સજજનતા - મેં રસોઇયા તરીકે જેને સાથે લીધેલ હતો તે વસ્તુતઃ રસોઇયો ન હતો. તે હતો તો શ્રીમાળી બ્રાહ્મણ, પણ કામ કરતો પ્રતિલેખનનું. જૂનામાં જૂની પ્રતિઓના ગમે તેવા અક્ષરોને વાંચી લેવાની એની કુશળતાએ એને સુલેખક તરીકેનાં પ્રમાણપત્રો પણ અપાવેલાં. એને એ કાર્યમાં તાલીમ આપી તૈયાર કરનાર તો પ્રવર્તકજી અને તેમના શિષ્ય મુનિ ચતુરવિજયજી હતા. તેથી તે તેમની પાસે જ લેખક તરીકે કામ કરતો. એનું નામ ગોવર્ધન. એને કેશરિયાજીની યાત્રાનો આનંદ લેવાનું મન થયું, પણ એ બ્રાહ્મણ હોઈ કયે નિમિત્તે સંઘમાં જોડાઈ શકે? તેથી તેણે મને કહ્યું કે તમે મને સાથે લઈ ચાલો ને હું તમારા રસોઈયા તરીકે રહીશ. ગોવર્ધન રસોઇયા તરીકે સાથે આવેલો પણ એ પ્રકૃતિથી એટલો બધો સ્વતંત્ર હતો કે તે પ્રવર્તકજીના મુનિમંડળ ને મારા સિવાય કોઈની પરવા કરે તેવો નહિ. ને પોતાના અંગત પુરુષના સાથ વિનાની બે બહેનો સાસુવહુ મારી ગાડીમાં સામાન મૂકે ને બીજો પડાવમાં સુવાની સગવડ ન હોય ત્યારે મારી રજાથી મારા તંબુમાં પણ સૂએ. પટણી લોકોની પ્રકૃતિ અજબ. કેટલાક જુવાન પટણીઓ
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૬ ૭ મારું જીવનવૃત્ત
ગોવર્ધન તરફ કરડી નજરે જુએ. એ પણ તેમને ન ગણકારે. આ ધૂંધવાતો અગ્નિ કેશરિયાજી બહુ દૂર ન હતું તે વખતે સંઘના એક પડાવમાં બહાર આવ્યો. કેટલાક હઠીલા પટણીઓએ નક્કી કર્યું કે ગોવર્ધનને અહીંથી જ પાટણ પાછો કાઢવો. ગોવર્ધને નક્કી કરેલું કે, સંઘ છોડીને પણ તે એકલો કેશરિયાજી તો જશે જ. આ રસાકસીની વાણિયાશાહી વાટાઘાટ વખતે શ્રી જિનવિજ્યજીની ક્ષત્રિય પ્રકૃતિ બહાર આવી. તેમણે વાણિયાઓને ખૂબ ધમકાવી કહ્યું કે તમે શું સમજો છો ? ગોવર્ધન વિષે તમે આટલું ગંદું વાતાવરણ ફેલાવ્યું છે તેનો કાંઈ પુરાવો છે ? અસહાય બે બહેનોને સૌથી પહેલાં સાચવી લેવાની સંઘપતિની જ ફરજ છે. ગોવર્ધન મદદ આપે છે, એમાં શું ખોટું છે ? એમની રુઆબી ધમકી સાંભળતાં જ બધા વાણિયા ઠંડાગાર. હું બહારથી ફરીને આવ્યો ને આ બનાવ વિષે સાંભળ્યું ત્યારે મને બહેનોની લાચારી ને પુરુષોની ઉદ્ધતાઈ વિષે અનેક વિચારો આવ્યા કેમ કે એ બંને બહેનોને હું જાણતો ને મારા કહેવાથી જ મારા તંબુમાં તેમને આશ્રય મળતો. ગોવર્ધનનું અભિમાન ઉતારવાના પ્રયત્નોમાં બહેનો કેવી વગોવાય છે, તેમની મનોવ્યથા શી છે ? એનો સમાજમાં આગેવાન ગણાતા પુરુષોને સુધ્ધાં વિચાર ન આવતો એ હું ત્યાં જોઈ શકયો; ને ધર્મયાત્રા કરવા નીકળેલ સદ્ગૃહસ્થો પણ સામાજિક વ્યવહારમાં કેટલા પછાત ને ક્ષુદ્ર છે એનું મને ત્યાં સ્પષ્ટ ભાન થયું. બળદના દુ:ખે દુ:ખી
પહાડની સાંકડી ને કે પથરીલી ઘાટીમાંથી ગાડાંઓ પસાર થતાં હતાં. હું ગાડી ઉપર બેઠેલો. ત્યાં અચાનક કડડડભૂસનો અવાજ થયો. ગાડીવાન જુએ છે. તો બળદનો એક પગ ભાંગી ગયો. અને બળદ સાથે ગાડી પણ નમી પડી છે. બળદો ભારે મજબૂત અને પુષ્ટ. જેનો પગ ભાંગ્યો હતો તે બળદ કેમેય ઊભો ન થાય. શું કરવું ? એ પ્રશ્ન ઉપસ્થિત થયો. પાછળની ગાડીઓ એ સાંકડા રસ્તામાંથી આગળ કેવી રીતે નીકળી. શકે ? ગાડી અને પગભાંગેલ બળદનું શું ? કેશરિયાજી ભેગું કેમ થવું ? બળદ કોઈપણ રીતે ત્યાં પહોંચે તોય આગળ તેનું શું ? એનો માલિક બિચારો ભાડે આવેલ તે આવા કીમતી બળદને ગુમાવે અને તેને પાલવે કેમ ? પગભાંગેલ બળદને રોતાં રોતાં કચાંય છોડી જાય તોય આગળ તેની ખેતીનું શું ? નવો બળદ લેવા મદદ કોણ આપે ? હજારો ખર્ચવા નીકળેલ સંઘપતિની એ ફરજ ખરી કે તેમણે પગભાંગેલ બળદ જીવે ત્યાં લગી તેને સાચવવાની વ્યવસ્થા કરવી ને ગાડીવાનને બીજો બળદ લેવામાં મદદ કરવી ? સંઘના યાત્રીઓની શી ફરજ ! ઇત્યાદિ અનેક પ્રશ્નો મારી પેઠે બીજાઓને પણ મૂંઝવવા લાગ્યા. છેવટે મેં કેટલાક દયાળુ ભાઈઓની મદદથી એટલું તો નક્કી કર્યું કે ગમે તે રીતે આ બળદને કેશરિયાજીના ધામ સુધી પહોંચતો કરવો ને તેનો પગ ન સુધરે તો જીવે ત્યાં લગી તેને સાચવવાની પૂરી ગોઠવણ કરવી. અમે દુ:ખિત દિલે કેશરિયાજી પહોંચ્યા. આખરે બળદ પણ ત્યાં પહોંચ્યો, પરંતુ મને યાદ છે કે હું કેટલાય મિત્રો
Page #128
--------------------------------------------------------------------------
________________
કેશરિયાજીની યાત્રાએ • ૧૧૭ સાથે ફરી ફરીને એ બળદ પાસે જતો. એ ખાય છે કે નહિ ? તે પૂછતો. વિચાર આવતો કે આટલું દુખ માણસને હોય તો તેની વાચા, હોય તે કરતાં તેને હજાર ઘણું કરી મૂકે જ્યારે આ મૂક પ્રાણી અનુભવે છે તેનો હજારમો ભાગ પણ જોનારના ધ્યાનમાં નથી ઊતરતો. સમાન દુઃખ હોવા છતાં પ્રકૃતિની કેવી વિચિત્રતા ? આ અને આના જેવા વિચારોમાં બે દિવસ જેમ તેમ પસાર કર્યા ને છેવટે સંઘનો સાથ ત્યાં જ છોડી હું ઉદયપુર ભણી ચાલી નીકળ્યો. બળદની ચિંતાથી યાત્રાનો રસ ફિક્કો પડેલો. ઉદયપુરમાં કોઈ પશુવૈદ્ય કે ડૉક્ટરની તપાસ કરવી હતી. ને પાછા પગરસ્તે ન જતાં ટ્રેનમાં જ જલદી અમદાવાદ પહોંચવાનો ઉદ્દેશ હતો. કેશરિયાજી તીર્થ
કેશરિયા એ જૈનોનું જ તીર્થ છે, પણ તે પોતાની વિશેષતાને કારણે જેન જૈનેતર સૌનું વંદનીય તીર્થ બન્યું છે. બીમારો શાન્ત થવા ને અપુત્રિયાઓ પુત્ર મેળવવા તો આવે જ છે, પણ ચોરી કરવામાં સફળતા મેળવનાર ભીલો સુધ્ધાં ત્યાં ભેટ ચડાવવા આવે છે. આ તો ભગવાન ઋષભદેવની મૂર્તિના મહિમાની વાત થઈ, પણ એ તીર્થમાં
યૂ, ક્રિશ્ચિયન અને પારસી સિવાયની બધી જ જૈનેતર પરંપરાઓનાં દેવ-દેવીઓ પોતપોતાના ભક્તો દ્વારા પૂજા-અર્ચના પામે છે. મુસલમાનોની મસ્જિદને પણ ત્યાં અવકાશ મળ્યો છે. જાણે કે આ તીર્થે ઋગ્વદના દેવ-મંડળને કળિયુગમાં એક સ્થાને આવવા નોતર્યું ન હોય ? બધા સંપ્રદાયો ગમે તે પરિસ્થિતિમાં અહીં સ્થાન પામ્યા હોય, પણ સાંસ્કૃતિક દૃષ્ટિએ વિચાર કરીએ તો એમ લાગે છે કે જૈનપરંપરાની અનેકાન્ત દૃષ્ટિનો એક અંશ જાણે-અજાણે અહીં મૂર્તિમાન થયો છે.
આવી સ્થિતિ હોવા છતાં પણ ત્યાંની ત્રણ વસ્તુઓ બહુ ખટકે એવી છે. એક તો ત્યાં અન્ય હિન્દુ તીર્થોમાં હોય છે તેવી પંડ્યાની સૃષ્ટિ, બીજી વસ્તુ કેસરનો ચડાવો અને ત્રીજી શ્વેતાંબર દિગંબરની તકરાર. પોતાના જે પૂર્વજોને યાત્રીઓ ન જાણતા હોય તેમને સ્વર્ગમાંથી ઉતારી યાદ આપવાનું પંડ્યાનું કામ અજ્ઞાન યાત્રીઓની દૃષ્ટિએ ઉપયોગી માનીએ તોય એકંદર એ પંડ્યાઓ અકર્મણ્યતામાં જ પળાતા અને પોષાતા હોઈ પોતાની જાત અને કોમનો દક્ષિણાની પરાવલંબી જીવિકા દ્વારા નાશ કરી રહ્યા છે અને યાત્રીઓમાં અનેક જાતના વહેમો પોષી તીર્થસ્થાનમાં સંભવિત એવા આધ્યાત્મિક લાભોનો મૂળથી જ ઉચ્છેદ કરે છે. ભગવાન ઋષભદેવની મૂર્તિ એવી પ્રભાવક મનાય છે કે લોકો દૂર દૂરથી તે ઉપર કેસર ચડાવવા આવે છે. જે યાત્રી વધારે ધનિક ને વધારે ઉદાર તે વધારે કેસર ચડાવે. મૂર્તિથી માંડી પાણીની મોરી સુધી બધે જ સ્થળે કીમતી કેસરના ઢગલા. આરોગ્ય આદિનાં અનેક કામોમાં ઉપયોગી થઈ શકે તેવા અને ગરીબ કે મધ્યમ વર્ગના લોકોને સાવ દુર્લભ એવા કેસરની બરબાદી થતી જોઈ તેમજ કેસર ચડાવી તેના બદલામાં મોટા લાભો મેળવવાની લાલચનું
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૮ • મારું જીવનવૃત્ત વેવલાપણું જોઈ ભગવાન ઋષભદેવ, તેવા ભક્તો વિષે શું ધારતા હશે ? એ કહેવું કઠણ છે.
જે જમાનામાં ધર્મો અને પંથોના ભેદો પડ્યા ન હતા એ પૌરાણિક સત્યયુગમાં થયેલ ભગવાન ઋષભદેવના દરબારમાં બધા જ ધર્મો અને તેમના દેવો સ્થાન પામ્યા છે એ તો અનેકાન્ત દૃષ્ટિના વિકાસને અનુરૂપ થયું છે ને એમાં જૈનપરંપરા ગૌરવ લે તો તે અસ્થાને પણ નથી, પરંતુ અનેકાન્તને સર્વથા કલંક લગાડે એવી વસ્તુ તો ત્યાં જેનો પોતે જ આચરી રહ્યા છે ને તે શ્વેતાંબર-દિગંબર પરંપરાની હક્ક વિષેની તકરારો. આ તકરારોએ જૈનધર્મના આત્માસમાન અહિંસા અને અનેકાન્ત બંને સિદ્ધાંતોનું ખૂન કરાવ્યું છે ને તે હજુ ચાલુ છે. દુઃખની વાત તો એ છે કે બંને પક્ષો આવી તકરારોને ધન્ય ગણી પોષે જ જાય છે.
- આ ત્રણ બાબતોના વિચારથી એ સ્થાનમાં જે આધ્યાત્મિક ફુરણા થવી જોઈએ તે મારામાં થતી મેં ન જોઈ ને શૂળ યાત્રાનો સંતોષ માનવા છતાં સૂક્ષ્મયાત્રા વિનાનો જ હું કેશરિયાજીથી પ્રસ્થાન કરી ગયો.
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૯. ઉદેપુર થઈ અમદાવાદ
ગાડીનું સાધન સાથે હતું, પણ પહાડી પ્રદેશમાં પગે ચાલવાની મજા માણવા પાદવિહાર જ શરૂ કર્યો. ઉદયપુર પહોંચ્યા સુધીમાં બે-ત્રણ વિશેષતાઓએ મારું ખૂબ ધ્યાન ખેંચ્યું. રાતે પડાવ કરેલ છે અને બીજા મગરાનાં ગામડાંઓમાં જ્યાં દેખો ત્યાં જેનો વિનાનાં જૈન મંદિરોનું રાજ્ય છે. એ મંદિરો પણ જેવાં તેવાં નહિ. આજે એવાં મંદિરો બંધાવતાં અઢળક ખર્ચ કરવો પડે. આ વસ્તુસ્થિતિ ધર્મ અર્થમૂલક છે એ સિદ્ધાંતની સૂચક છે. જ્યાં લગી મેવાડમાં આર્થિક દૃષ્ટિએ જૈનો આબાદ હતા ત્યાં લગી આવા મગરાઓમાં રહી પોતાની ધર્મભાવના પોષી ને જ્યારે તેમની આર્થિક સ્થિતિ પડી ભાંગી ત્યારે તેઓ પોતાના તેમજ પૂર્વજોના પ્રાણથી પણ અધિક એવાં ધર્મસ્થાનોને છોડી જ્યાં ત્યાં ચાલ્યા ગયા. રસ્તે ચાલતાં ગમે ત્યાં વાવડીઓ મળે. એમાં ઊતરતાં અને એનું શીતલ-મધુર પાણી પીતાંવેંત જ મારો થાક અને કંટાળો કોણ જાણે ક્યાં ચાલ્યા જતાં. ને આગળ ચાલવાની તાજગી મળતી. મોટરનો મોતકર-મોતર) મોત દોનર એવો અર્થ કાઢવાની વ્યુત્પત્તિ મને એ રસ્તામાં સૂઝી. રસ્તે ચાલતા ગાડા કે મુસાફરને ભાગ્યે જ બચવાની તક મળે એટલી બેફામ ગતિથી દોડતી મોટરોનો ભોગ બનતાં હું તો દૈવયોગે બચી ગયો, પણ કુદૈવ ઊતર્યું એક પંજાબી જૈન યાત્રીને શિરે. એ બિચારો બેલગાડી નીચે કચરાઈ ક્ષણભરમાં સ્વર્ગની યાત્રાએ ગયો. એના ત્રણ સાથીઓ એના મૃતક દેહને લઈ ઉદયપુર દાહકર્મ અર્થે પાછા ફર્યા. આ ઘટનાએ પેલા બળદની ઘટનાથી થયેલ દુઃખમાં ભારે ઉમેરો કર્યો. પોતાની જાન બચી ગયાના વાસ્તવિક આનંદમાં પણ એ દુઃખ ભારે વિઘ્નરૂપ બન્યું. બળદનો ઉદ્ધાર કઈ રીતે શક્ય છે એ પ્રશ્નના જે અનેક જણ પાસેથી અનેક ઉત્તરો મળ્યા તેમાંથી છેવટે એક જ વ્યવહારુ લાગ્યો. તે પ્રમાણે મારે રાજદરબારમાં જવું ને ત્યાં જે લાગવગવાળા અમલદારો કે જાગીરદારો હોય તેમની મદદ માંગવી એમ ઠર્યું. અનેક વર્ષો થયાં સાચવી રાખેલ માથે બાંધવાનો કાઠિયાવાડી ફેંટો ટૂંકમાં સાથે નિરર્થક ફેરવવાનું ડહાપણ સચવાયું ન હોત તો મારે માટે રાજદરબારમાં જવું પણ અઘરું બનત. આભાર એ ફેંટાનો કે તેણે દરબારના દરવાજા મારા માટે ખુલ્લા કરાવ્યા. એક બહુ વૃદ્ધ જાગીરદાર હાડવૈદ્ય તરીકે જાણીતા હતા. તે કાંઈક રસ્તો બતાવશે એવી ઉમેદ હતી, પણ જ્યારે એ બહુ સરળ જાગીરદારને મળ્યો ત્યારે લાગ્યું કે મેવાડમાં
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૦ • મારું જીવનવૃત્ત વીસમી સદીનું પ્રભાત પણ નથી ઊગ્યું. એમની સહાનુભૂતિ તો દેખાઈ, પણ અમે બધો ખર્ચ કરીશું એમ કહ્યા છતાં તે નિષ્ક્રિય જ સિદ્ધ થઈ. ઉદયપુર સુધી બળદ પહોંચે તો જ ઇલાજ થાય ને છેવટે પાંજરાપોળમાં પણ સ્થાન પામી શકે એમ જણાતાં જ હું સીધો સ્ટેશને પહોંચ્યો. કેશરિયાજીમાં હજી સંઘપતિ છે ને ત્યાં ભગવાન પણ બિરાજે છે એટલે બળદનું કાંઈ થઈ રહેશે એ જ આશ્વાસને દુઃખ ઘટાડવું, ને મને અમદાવાદ પહોચતો કર્યો કર્મસિદ્ધાંતનો અભ્યાસ
સંકેત પ્રમાણે પ્રવર્તકજી ગુજરાતમાં પાછા આવે ત્યારે જ તેમને મળી આગળાનો કાર્યક્રમ નક્કી કરવાનો હતો. તેથી વચલા દિવસોનો ઇષ્ટ ઉપયોગ અમદાવાદમાં રહી કરી લેવો એમ નક્કી કર્યું. જૈન કર્મશાસ્ત્રનાં મૂળ તત્ત્વો ને કેટલીક વીગતો તો સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો ન હતો ત્યારથી જ જાણતો, પણ એ વિષયનું સંસ્કૃત-પ્રાકૃત વામય શાન્તિથી વાંચવા-વિચારવાની તક હજી લગી મળી ન હતી. પાટણથી પગરસ્તે ચાલતી વખતે એ વિષયનાં બેએક પુસ્તકો સાથે લીધેલાં એમ ધારીને કે ગાડામાં બેસીશું ત્યારે ને પડાવ નખાશે ત્યાં અનુકૂળતાએ સાંભળીશ. તે પ્રમાણે પ્રવાસ દરમિયાન સટીક કર્મગ્રન્થ પહેલો ભાગ તો પૂરો થયેલો. હવે અમદાવાદમાં આગળનું વાચન શરૂ થયું. બીજો ભાગ પૂરો કરી કર્મપ્રકૃતિ હાથમાં લીધી. જેનપરંપરામાં કર્મપ્રકૃતિ ગ્રન્થની ભારે પ્રતિષ્ઠા છે. ક્રમ વિષયનો છેલ્લામાં છેલ્લો એ ગ્રન્થ ગણાય. ગરમીના એ સખત દિવસોમાં ઝવેરીવાડ વિદ્યાશાળાના મકાને મને બહુ રાહત આપી. ને એ ગ્રન્થ પૂરો વાંચી સમજી લીધો. લોકો એને જેટલો અઘરો માને છે તેટલો મને ન લાગ્યો. તેનું કારણ તો એને લગતી પૂર્વભૂમિકાની મારી સંપૂર્ણ તૈયારી એ જ ગણી શકાય. પ્રથા એવી પડી છે કે જે સંસ્કૃત-પ્રાકૃત-ભાષા પણ ઠીકઠીક ન જાણતો હોય, જે ન્યાય અને દર્શનનાં પ્રાથમિક તત્ત્વો ન જાણતો હોય, તે સુધ્ધાં કર્મ-પ્રકૃતિ વાંચે. પરિણામે એના ગણિતને ભેદપ્રભેદના જંગલમાં ભણનારનું ભેજું એવું અટવાઈ જાય કે તે મૂળ વસ્તુ સુધી ન પહોંચે ને ગ્રન્થની પ્રશંસામાં જ ભણ્યાનો આનંદ માણે. હું કર્મપ્રકૃતિ મલયગિરિ અને ઉપાધ્યાયજીની બંને ટીકા સહિત આપમેળે વાંચું છું એ બીનાએ જોતજોતાંમાં ત્યાંના તજ્જ્ઞ અને પ્રતિષ્ઠિત લોકોમાં મને વધારે જાણીતો કર્યો. કેટલાક પ્રતિષ્ઠિત તજજ્ઞો રાત્રે આવે ને ચર્ચા પણ કરે. કેટલીક વાર તે વિષે મને ઊઠતા દાર્શનિક પ્રશ્નો સાંભળી તેઓ નવાઈ પામે ને સાથેસાથે કહે કે આ બધું તો સર્વજ્ઞગમ્ય છે. આપણા જેવા છદ્મસ્થોની એમાં પૂરી ગતિ નહિ. મારે સ્વીકારવું જોઈએ કે, સટીક કર્મપ્રકૃતિના વાચન વખતે મને ઘણી બાબતોમાં મારા મિત્ર હીરાચંદ દેવચંદ તરફથી રાહત મળી હતી. જ્યારે કેટલાક દાર્શનિક પ્રશ્નોનું સમાધાન શ્રી સાગરાનંદજી સૂરિ પણ કરી શક્યા ન હતા. તે વખતે જ મને પ્રથમ લાગ્યું કે, સાગરાનંદજીનું વાચન જેટલું વિશાળ છે તેટલી સ્પષ્ટતા કે અસંદિગ્ધતા
Page #132
--------------------------------------------------------------------------
________________
ઉદેપુર થઈ અમદાવાદ • ૧૨૧ નથી. કર્મપ્રકૃતિએ કર્મશાસ્ત્રના વિષયમાં મારો રસ એટલો બધો પોષ્યો કે હવે હું એની પાછળ જ પડ્યો. આ વિષયનો સૌથી સારામાં સારો ગણાતો હોય તેવો જાણકાર કોણ? એની શોધ કરતો હતો ત્યાં દૈવયોગે શ્રીયુત કુંવરજીભાઈના સમાગમનો પ્રસંગ સાંપડ્યો. શ્રી કુંવરજીભાઈનો અને કાંતનો સંપર્ક
મુંબઈમાં જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું અધિવેશન. સદ્ગત ડો. બાલાભાઈ નાણાવટી પ્રમુખ. હું એ અધિવેશનમાં ગયો ને તે વખતે ત્યાં ભજવાતું ભાષણો અને ઠરાવોનું નાટક નિહાળ્યું. શ્રીયુત કુંવરજીભાઈ મળ્યા ને તેમણે મને કહ્યું કે તમે ભાવનગર આવો. હું તમને આ વિષયમાં બનતી મદદ કરીશ. મેં સાંભળી રાખેલું કે કુંવરજીભાઈ જેવા કર્મશાસ્ત્રના જ્ઞાતા બહુ ઓછા છે. મારી જિજ્ઞાસાએ ભાવનગરની સખત લૂમાં મને ધકેલ્યો. સવાર અને બપોરે દાદાસાહેબવાળી બોર્ડિંગ ભલી ને હું ભલો. ત્રણેક વાગ્યે કુંવરજીભાઈને ત્યાં જાઉં. તેમને આ વિષયનો ભારે શોખ એટલે મેં તૈયાર કરી રાખેલ પ્રશ્નો વિષે ચર્ચા કરીએ. રાતે જૈનધર્મ પ્રસારક સભામાં મળીએ. તેઓ પોતાની સાથે ત્યાંના એક તજજ્ઞ માસ્તરને પણ લાવે. આ ચર્ચાનો આનંદ એટલો મધુર બનતો કે ગરમી ને બાફ તો ક્યાંય ઓગળી જતાં. મારો આ ક્રમ ચાલતો હતો તે દરમિયાન કેટલાક વિદ્યારસિક ને સાહિત્યિક સજ્જનોએ આત્માનંદ જૈનસભામાં મેળાવડો કરી મને તેમાં નોતર્યો. મેળાવડાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ “કાન્ત' મણિશંકર રત્નજી ભટ્ટ) અને મારા વચ્ચે પારસ્પરિક પરિચય કરાવવાનો હતો. પ્રથમ મુલાકાતે જ કાન્તની વિદ્વત્તા ને મધુરતાએ મારું ધ્યાન સવિશેષ ખેંચ્યું. હું ન્યાયશાસ્ત્ર શીખ્યો છું એવી માહિતી ઉપરથી તેમણે મને વિશ્વનાથ-પંચાનની કારિકાવલી મુક્તાવલીમાંથી ‘સ્વતઃ પરતઃ પ્રામાણ્ય ને લગતો એક પ્રશ્ન પૂછ્યો. મારી પાસેથી વિસ્તૃત ઉત્તર સાંભળ્યા. પછી મારા પ્રત્યે તેમનો સવિશેષ આદર બંધાયાનો ભાસ તો મને તે વખતે જ થયો, પણ તેની ખરી પ્રતીતિ તો ત્યાર બાદ સાતેક વર્ષ પછી ફરી અમે બંને ભાવનગરમાં મળ્યા ત્યારે થઈ. આ વખતે દેશ આખામાં ગાંધીજીની આગેવાની નીચે સ્વરાજ્ય ને ખિલાફતની હિલચાલ પુરજોશમાં હતી. ભાવનગરની રાષ્ટ્રીય પ્રવૃત્તિના કાન્ત પ્રાણ હતા. તેમણે એક દિવસ રસ્તામાં મળ્યા ત્યારે મને કહ્યું, “તમે જેનધર્મના રાષ્ટ્રલક્ષી વલણ વિષે આજની સભામાં બોલો.’ હું એ સભામાં મુખ્ય વક્તા હતો. વ્યવહારનિશ્ચય બંને દૃષ્ટિએ જૈનધર્મ કઈ રીતે રાષ્ટ્રનો પોષક થઈ શકે એ વિષે મેં કાંઈક કહેલું, પણ જ્યારે ઉપસંહારમાં મેં ‘કાન્ત’નું પહેલું અને છેલ્લે જ અતિ ટૂંક ભાષણ સાંભળ્યું ત્યારે ઇસ્લામના ઇતિહાસ વિષેના તેમના ઊંડા અને સ્પષ્ટ જ્ઞાને તેમજ તેમની વાકછટાએ મારી ઉપર કદી ન ભૂંસાય એવી છાપ પાડી. મેં તેમની સાથેના પરિચયનું મારું સ્મરણ ‘કાન્તસ્મારકમાળામાં પ્રકાશિત થયેલ એક લેખમાં કર્યું છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૨ • મારું જીવનવૃત્ત પ્રવર્તકજી સાથે કપડવંજમાં - ત્રણેક અઠવાડિયાં પસાર કરી સુખદ સ્મરણો સાથે પાછો ફર્યો ને કપડવંજમાં પ્રવર્તકજીને જઈ મળ્યો. આટલા અનુભવો દ્વારા મને સ્પષ્ટ સમજાયું કે, કર્મપ્રકૃતિ જેવાં ગ્રન્થોને સંસ્કૃતના તેમજ ન્યાયદર્શનના અભ્યાસ સિવાય વાંચવા-સમજવાનો પ્રયત્ન કરવો એમાં શક્તિ અને સમયની પૂરી સાર્થક્તા નથી. હાઈ પકડાતું નથી ને માત્ર ગણતરીઓ ગણવામાં જ સ્મૃતિ તેમજ કલ્પનાશક્તિ વેડફાઈ જાય છે. શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં કર્મશાસ્ત્રના અભ્યાસીઓની સારી સરખી એક ફોજ છે એમ કહી શકાય, પણ કર્મ તત્ત્વના હાર્દ સુધી પહોંચી કર્મ પરમાણુઓને તેની સંખ્યાનાં સ્થળ રૂપકોથી મુક્તિ મેળવનાર ભાગ્યે જ કોઈ હોય છે.
WWW.jainelibrary.org
Page #134
--------------------------------------------------------------------------
________________
૨૦. વડોદરાના અનુભવો
વિ. સં. ૧૯૭૨નું ચોમાસું વડોદરામાં રહ્યો. હું ચોમાસું આવ્યા પહેલાં જ ત્યાં પહોંચી ગયેલો તે પહેલાં કદી નહિ જોયેલ એવાં રસપૂરીનાં મોટાં સંઘજમણોના સ્વાદનો ભાગીદાર પણ થયો. પ્રવર્તકજીને તેમના શિષ્યમંડળના સ્વભાવની મીઠાશ ને ઉદારતા તેમજ શ્રી જિનવિજયજીની હાજરી એ બે બાબતો ઉપરાંત વડોદરા રહેવા માટે મારું ત્રીજું અને સબળ આકર્ષણ પણ હતું. હિન્દુસ્તાનનાં બધાં જ દેશી રાજ્યોમાં વડોદરા વધારે પ્રગતિશીલ છે. ત્યાં પ્રાથમિક શિક્ષણ અનિવાર્ય છે. હરિજનો માટે પણ કેળવણી આપવાનો અલાયદો પ્રબંધ છે, ઈત્યાદિ છાપાં દ્વારા જાણેલ હકીકતોએ વડોદરામાં રહી તેમાં વિશિષ્ટ પરિચય સાધવાનો મનોરથ પહેલેથી જ જન્માવ્યો હતો. સયાજીરાવે સર્જેલ નવા વડોદરાને ઊંડાણથી જોવાની અભિલાષા સફળ થવાનો હવે અવસર આવ્યો. ભણનાર એકમાત્ર મુનિ પુણ્યવિજયજી. તેથી એ કામમાં સમય બહુ આપવો ન પડતો. એટલે બીજી પ્રવૃત્તિઓ તરફ મન સહેજે વળ્યું. ગીતારહસ્ય દ્વારા થયેલ મરાઠી ભાષાના થોડા પરિચયને લીધે તેના વિશિષ્ટ પરિચય માટે પ્રેરાયો. વડોદરામાં સગવડ પણ હતી એટલે કર્વેની મરાઠીમાં લખાયેલ આત્મકથા દ્વારા ભાષાનો પરિચય વધાર્યો અને સાથેસાથે સ્તરી કેળવણીના અસાધારણ હિમાયતી ને તપસ્વી કર્વેના જીવનનો પણ પ્રેરક પરિચય સાધ્યો. વડોદરામાં મારું આકર્ષક સ્થાન ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ હતું. સદ્દગત સી. ડી. દલાલ ત્યાંના મુખ્ય. તેઓ શરીરે જેટલા દુર્બળ અને અશક્ત તેટલું જ સંશોધનનું કામ વધારે કરતા. રાષ્ટ્રોઢવંશ મહાકાવ્ય, નરનારાયણ કાવ્ય, કાવ્યમીમાંસા આદિ અનેક ગ્રન્થોનું તે સંશોધન-સંપાદન કરતા. પોતાના એસિસ્ટન્ટ રંગસ્વામીને મારી પાસે મોકલે ને હું રાષ્ટ્રઢવંશ મહાકાવ્ય આદિને શુદ્ધ કરી આપું. આ કામમાં મને રસ પડ્યો, પણ જ્યારે સી. ડી. દલાલે બૌદ્ધ વિદ્વાન શાન્તરક્ષિતના દુર્લભ મહાન ગ્રન્થ તત્ત્વસંગ્રહનું સંપાદન કરવા મને કહ્યું ત્યારે એના સંપાદનની બીજી બધી યોગ્યતા અને સગવડ હોવા છતાં મારી ટૂંકી બુદ્ધિ આડે આવી. ભણાવવું એ જ વિદ્યાવિકાસનો માર્ગ છે એ પૂર્વસંસ્કારે એ કામ સ્વીકારતાં રોકયો. આગળ જતાં મને લાગ્યું કે મેં એ તકને વધાવી ન લીધી તે મોટી ભૂલ જ કરી હતી.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૪ • મારું જીવનવૃત્ત
કેળવણીની અનેક સંસ્થાઓ ઉપરાંત ત્યાંનું સંગ્રહાલય, જુદા જુદા દર્શનીય પ્રાસાદો, મોટાં તળાવો આદિ વડોદરાની અનેક વસ્તુઓને સાક્ષાત જાણવાનો પ્રસંગ મળ્યો. એ લાભ જેવો તેવો ન ગણાય, પરંતુ ત્યાંની બે વસ્તુઓની છાપ સ્મૃતિમાંથી ભૂંસાતી નથી. એક તો ગંગાબાઈએ કરેલી રસોઈ ને સુંદરબાઈનું ઓસામણ અને બીજી શેરીઓની ગંદકી. જે બાપુભાઈ વૈદ્યને ત્યાં હું જમવા જતો તેમને ત્યાં દક્ષિણી બહેન ગંગાબાઈ રસોઈ કરે. ભાત ખાવાનો અભ્યાસ તો મિથિલામાં વધ્યો જ હતો. ગંગાબાઈ દાળ ને ભાત પીરસે ત્યારે એનાં સુગંધ અને સ્વાદથી મંદ પણ જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ જતો. જમતાં જમતાં એમ પણ થઈ જતું કે, પાકકળા ને ચોખ્ખાઈ મરાઠી બહેનોને જ વરી છે. મને દેશમાં હતો ત્યારથી તો ઝાલાવાડના રિવાજ પ્રમાણે કઢી જ પસંદ હતી. ક્યારેક કયારેક બીજે સ્થાને ઓસામણ ચાખેલું, પણ તેણે મન બહુ જીતેલું નહિ; એને જીત્યું સુંદરબાઈના ઓસામણે. એમને ત્યાં જમવા જાઉં ત્યારે ઘણી વાર માંગતાં અને એ પીરસે તોય લેતાં સંકોચ થતો એમ ધારી ને કે રખે કોઈ મને ભૂખણશી ન લેખે.
વડોદરાના રાજશાહી પહોળા રસ્તાઓ, સુરસાગળ જેવાં તળાવો, માણેકરાવના અખાડા જેવાં સ્થાનો એ બધ સ્થળે સવાર-સાંજ ફરી ખુલ્લી અને શુદ્ધ હવાનો આનંદ લઈ જ્યારે સાંકડી જાની શેરીના જૈન ઉપાશ્રયમાં જવુંઆવવું પડતું ત્યારે બહાર મેળવેલો આનંદ નરકયંત્રણામાં ફેરવાઈ જતો. શેરીઓ સાંકડી, વરસાદ અટકે નહિ. આગલા દિવસનો ગંદવાડ ખસ્યો જ ન હોય ત્યાં તો સામસામી બંને બાજુએ આવેલ મકાનોમાંથી જાણે હરીફાઈ થતી હોય તેમ ગંદવાડ વધતો ચાલે. આ ગંદકીએ શરૂઆતમાં તો મારા હાથ-પગના આંગળામાં સડો પેદા કરી સૂચના આપી કે તારું અહીં કામ નથી, તું ચાલ્યો જા, પણ એ સૂચના ઝીલવા જેટલી બુદ્ધિ વિકસેલ નહિ હોય કે લીધેલ વાત પકડી રાખવાની હઠ હોય-ગમે તે હોય, પણ હું વખતસર ન ચેત્યો એટલે એ ગંદકીના વાતાવરણે પોતાના દૂત તાવને મોકલ્યો. હવે મારી સ્થિતિ મુશ્કેલ બની. અતિ સખત ગરમ દવા લેવાને કારણે લોહી પડ્યું ને હરસ દૂઝક્યાની શંકા ગઈ ત્યારે જ વડોદરાને દશેરા લગભગ સલામ કરી. પ્રવર્તકજીની ભવ્યતા
વડોદરામાં તાવ આવ્યો, હેરાન થયો, પણ તેણે પ્રવર્તકજીની ભવ્યતાનું જે વિરલ દર્શન કરાવ્યું તે બીજા કશાથી ન હતું. જેનસમાજમાં સામાન્ય રીતે એવી માન્યતા અને દેઢ પરંપરા છે કે સાધુઓ ગૃહસ્થોની પરિચર્યા ન કરે. મરતાંને દવા ન આપે, તો પછી શારીરિક પરિચર્યાની વાત જ શી ? ચૌદશનો દિવસ. આવશ્યક ક્રિયા માટે આખો સંઘ એકત્ર થયેલો. હું સખત તાવના જોરમાં પડેલો ને ભાન ઓછું. પ્રવર્તકજી મારું મસ્તક દબાવે. આ ચાલતું હતું તે દરમિયાન સંઘનાં વૃદ્ધ અને પ્રતિષ્ઠિત સ્ત્રી-પુરુષો બિછાના
Page #136
--------------------------------------------------------------------------
________________
વડોદરાના અનુભવો • ૧૨૫ પાસે આવી પહોંચ્યાં ને પ્રવર્તકજીને મારું માથું દાબતાં જોઈ વિસ્મય પણ પામ્યા - એમ ધારીને કે પ્રવર્તકજી જેવા વયોવૃદ્ધ સાધુ સુખલાલ જેવા અસંયતની પરિચર્યા કેમ કરતા હશે? એમની પ્રવર્તકજી પ્રત્યેની શ્રદ્ધાએ એમને બીજા પ્રશ્નો કરતાં તો રોક્યા, પણ સંઘમાંથી કેટલાય આગેવાન ગૃહસ્થો ઊઠી આગળ આવ્યા ને પ્રવર્તકજીના હાથ મારા માથા ઉપરથી ખસેડી પોતે દાબવા લાગ્યા. જાણે કે પ્રવર્તકજીને મહાન દોષના ગર્તપાતથી બચાવી પોતે શુશ્રષાના પુણ્યકાર્ય દ્વારા સ્વર્ગદ્વાર પહોંચવાની સ્પર્ધા કરતા ન હોય! પરંતુ જ્યારે પ્રવર્તકજીએ ધીર અને ગંભીર સ્વરે કહ્યું કે, એમાં શું? પંડિતજી અમારી પાસે છે, સાધુઓને ભણાવે છે તો સાધુઓની ફરજ છે કે તેમણે તેમની શુશ્રુષા કરવી, ઇત્યાદિ. શ્રાવકો ખૂબ શરમાયા અને છેવટે પ્રવર્તકજીની વાત કાંઈક સમજ્યા હોય એમ લાગ્યું. આ ઘટનાએ મન સભાન કર્યો. ત્યારથી મને સમજાઈ ગયું કે, સાધુપણાનો ડોળ કરનારાઓ ઘણા છે, પણ એને સ્પર્શનાર તો આવા કોઈ વિરલ જ છે. કાશીવાળા શાસ્ત્રીએ ને હર્મન યાકોબીએ પ્રવર્તકજીની જે પ્રશંસા કરી હતી તેનું પૂર્ણરૂપ મારી દૃષ્ટિ સન્મુખ આવ્યું ને તેણે મને તેમની સાથે હંમેશને માટે બાંધી લીધો.
.
ક
Page #137
--------------------------------------------------------------------------
________________
૨૧. અમદાવાદમાં
ગાંધીજીના આશ્રમમાં
શ્રી રમણીકલાલ મગનલાલ મોદી, જે ગાંધીજીની દાંડીકૂચના સાથીઓ પૈકી એક છે ને આશ્રમવાસી તરીકે જાણીતા છે તે થોડા વખત પહેલાં જ બી. એ. થયેલા ને ઓડ ગામમાં શિક્ષક તરીકે કામ કરતા. મારો અને એમનો સ્વલ્પ પરિચય એમના અભ્યાસકાળ દરમિયાન પાટણમાં અણધારી રીતે થયેલો. તેમને જૈન શાસ્ત્રો ઉપરાંત વૈદિક અને બૌદ્ધ શાસ્ત્રો વાંચવાનો ભારે રસ લાગેલો. પૈતૃક સંસ્કારને લીધે તેઓ જૈન શાસ્ત્રો વાંચવાનો ભારે ૨સ લાગેલો. પૈતૃક સંસ્કારને લીધે તેઓ જૈન શાસ્ત્રો ને જૈનપરંપરા વિષે ઠીક-ઠીક જાણતા, પણ તેમને તેનું વિસ્તૃત અને ઊંડું જ્ઞાન મેળવવાની બહુ ભૂખ જાગેલી. વડોદરા છોડ્યું તે અગાઉ તેઓ મને મળી ગયેલા. કર્મપ્રકૃતિ વાંચવી એવો અમે બંનેએ વિચાર તો કર્યો, પણ કયાં રહી વાંચવું એ પ્રશ્ને છેવટે અમને ગાંધીજીના આશ્રમનો સંકેત કર્યો. તે વખતે એ આશ્રમ સરખેજ રોડ ઉ૫૨ હતો. ગાંધીજી સાથે મારો પરિચય પહેલેથી જ હતો. તેઓ આફ્રિકાથી આવ્યા ને અમદાવાદમાં તેમનું પહેલવહેલું સ્વાગત થયું ત્યારે એ મેળાવડામાં મેં તેમને સર્વપ્રથમ સાંભળ્યા હતા ને આફ્રિકામાં ચાલતી સત્યાગ્રહની લડાઈ વખતે જે તેમની કર્મવીર તરીકેની ખ્યાતિ ચોમેર પ્રસરી હતી તેની કાશીમાં હતો ત્યારથી જ છાપાં દ્વારા જાણ હતી. તેથી ગાંધીજીએ આશ્રમ સ્થાપ્યો ત્યારથી જ તેમના આશ્રમમાં હું જતો-આવતો થઈ ગયેલો. કેટલીક વાર સાંજની પ્રાર્થના પછી તેમની સાથે ફરતાં ફરતાં ચર્ચા પણ કરેલી - બ્રહ્મચર્યની સુકરતા-દુષ્કરતા તેમજ હરસ જેવા રોગનાં કારણો આદિ વિષે ગાંધીજીની દૃષ્ટિ પ્રત્યે મારો સમભાવ પણ પ્રગટેલો. રમણીકલાલ ને મેં મળી નક્કી કર્યું કે જો ગાંધીજીના આશ્રમમાં થોડો વખત રહીએ તો ત્યાંના તપસ્વી-જીવનની વધારે નજીક અવાય, ગાંધીજી સાથે વધારે પરિચય સધાય ને એકાંત શાંત વાતાવરણમાં કર્મ-પ્રકૃતિનું વાચન પણ થાય. અમારા પત્રનો જવાબ ‘હા'માં આવતાં અમે બંને આશ્રમના નિયમ પ્રમાણે બિસ્તરો ને થાળી-લોટો લઈ આશ્રમમાં પહોંચ્યા. આશ્રમના કામમાં ભાગીદાર થવું જોઈએ એ વિચારથી અમે કાંઇક કામની માંગણી કરી. રમણીકલાલની પેઠે હું ગમે તે કામ કરી શકું એમ તો હતું જ નહિ તોપણ પહેલે દિવસે મેં દળવાનું કામ માંગ્યું. મેં કદી પણ
Page #138
--------------------------------------------------------------------------
________________
અમદાવાદમાં : ૧૨૭ દળ્યું નથી એમ જાણતાં જ ગાંધીજીએ મને પોતાની સાથે ઘંટી ઉપર બેસાડ્યો. તેમના દ્વારા દળવાની પ્રાથમિક તાલીમ મળી, પણ જ્યારે અમે બંને નવરા પડીએ ત્યારે એકાન્તમાં બેસી કર્મપ્રકૃતિ વાંચીએ. એક વાર ફરતાં ફરતાં ગાંધીજી આવી ચડ્યા. ને શું વાંચો છો ? એમ હસીને પૂછ્યું. અમારો જવાબ સાંભળી તેમણે પોતાની લાક્ષણિક્તાથી સ્મિત કરી પૂછ્યું કે, એ ગ્રન્થમાં શી વસ્તુ છે ? અમે યથાયોગ્ય કહ્યું. એમ કે ? એમ કહી તેઓ તો પોતાના કામે ચાલ્યા ગયા, પણ અમે શરમાયા. કર્મયોગની સાધના થતી હોય ત્યાં આવો શાસ્ત્રરસ એકાંગી અને ફિક્કો થઈ જાય છે એનું ભાન થતાં અમે નક્કી કર્યું કે અહીંથી બીજે જ ક્યાંય રહી ગ્રન્થ પૂરો કરવો. અમે બંને મારા જન્મસ્થાન લીમલીમાં ગયા ને ત્યાં ગ્રન્થની સમાપ્તિ કરી. આટલા સાહચર્યે અમારા બંને વચ્ચે શાસ્ત્રીય-મૈત્રી દઢ કરી ને બંને એકબીજા પ્રત્યે આકર્ષાયા. આ જ આકર્ષણ આગળ ઉપરના અમારા સહજીવન અને સહકાર્યની ભૂમિકા બની. સાહ્ય જીવનનો આગ્રહ
આ જ અરસામાં અમદાવાદમાં બે પરિષદો મળેલી. એક ગુજરાત કેળવણી પરિષદ અને બીજી ગુજરાત રાજકીય પરિષદ. એકના પ્રમુખ ઝીણા અને બીજીના પ્રમુખ ચીમનલાલ સેતલવાડ હતા. ભાષણ આપવાનો પ્રતિબંધ છતાં તિલક ત્યાં હાજર હતા. ગાંધીજી સિવાય કોઈનું ભાષણ ગુજરાતીમાં નથી થયેલું. ગાંધીજીના એ તીખા ને વિનોદી ભાષણે એમના પ્રત્યેની મારી ભક્તિમાં વૃદ્ધિ પણ કરી હતી. મનમાં એવો સંસ્કાર પોષાયો કે શાસ્ત્રીય પ્રવૃત્તિ ગમે ત્યાં રહી ગમે તેટલી કરવી, પણ ગાંધીજીના આશ્રમની ઢબે કાંઈક સાદું જીવન ગાળવાનો ને જાતમહેનતપૂર્વક રહેવાનો પણ પ્રયત્ન આદરવો. જાતઅખતરો કરી એ જોયું કે ઓછામાં ઓછા કેટલા ખર્ચે જીવન જીવી શકાય છે ને સાથે સાથે વિદ્યા-પ્રવૃત્તિ પણ ચાલુ રાખી શકાય છે! જ્યારે મનમાં આ સંસ્કાર પોષાઈ રહ્યો હતો ત્યારે જ એની સિદ્ધિ અર્થે અજ્ઞાત રીતે બહારનું અનુકૂળ વાતાવરણ પણ સર્જાઈ રહ્યું હતું. જાણે કે કર્મનો કાયદો પોતાની સત્યતા જ પુરવાર કરવા મથતો ન હોય ?
Page #139
--------------------------------------------------------------------------
________________
૨૨. લેખનકાર્યનો દઢ સંકલ્પ
આગાને પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવેલું છતાં આગ્રા બહાર ગુજરાતમાં ચાર ચોમાસાં પસાર થઈ ગયાં હતાં ને ગુજરાતમાં કયાંય બેસી સાધુ-સાધ્વીઓને તેમજ જિજ્ઞાસુ ગૃહસ્થોને અમારી અસાંપ્રદાયિક યોજના પ્રમાણે શીખવવાની નક્કર ઉદાર અને સ્વતંત્ર ભૂમિકા દેખાતી ન હતી. તેથી ગુજરાતમાં રહી કામ કરવાનો બહુ ઉત્સાહ બાકી રહ્યો ન હતો. બીજી તરફ બાબુ ડાલચંદજી આગ્રામાં રહ્યા-રહ્યા એમ વિચારતા હતા કે, સુખલાલજી ગુજરાતમાં ગયા તે તો ગયા જ. હવે આગ્રામાં પ્રથમ શરૂ કરેલી કોઈ પણ પ્રવૃત્તિ એમના વિના ચાલતી જ નથી તો એમને કોઈ પણ રીતે યુપી તરફ આવવા કહેવું. એમનો પત્ર આવ્યો ને હું આગ્રા ઊપડી ગયો. ગુજરાતમાં હતો તે દરમિયાન મારા પોતાના વિષે બંધાયેલ એક આપ્તજનની અમુક ધારણા સાંભળીને મારું મન નવા જ ચકડોળે ચડ્યું હતું. સન્મિત્ર જેવા ચોખ્ખા દિલના ને મારા પ્રત્યે અનન્ય લાગણી ધરાવનારાએ સહજ ભાવે મારા એક મિત્રને અમારી વિવિધ પ્રવૃત્તિઓ વિકસાવવાની ચર્ચા દરમિયાન કહેલું કે તમે હિન્દીમાં સારું લખી શકો છો એટલે હિન્દી જૈન સાહિત્ય તમે તૈયાર કરી ને સુખલાલજી પોતાની અવસ્થા પ્રમાણે લખવા અસમર્થ છે તો તેઓ ભલે ભણાવવા આદિનું કામ કરે. એમનો આ અભિપ્રાય ત્યાં લગીનું મારું કામ જોતાં તેમજ મારી પરાધીનતાનો વિચાર કરતાં અક્ષરશઃ સાચો હતો, પણ જ્યારે એ મિત્રે મને મારા વિષે સન્મિત્રને અભિપ્રાય કહ્યો ત્યારે મને ચાનક ચડી. મેં મારી એ ઉત્તેજના વિષે કોઈને કદી લેશ પણ જાણ થવા દીધી નહિ ને મનમાં સંકલ્પ કર્યો કે ગમે તેમ થાય તોય મારે લેખનકાર્ય કરવું અને એવું કરવું કે બીજાઓથી ચડે નહિ તોય તે સાવ પછાત તો ન જ રહે. છેવટે આ દિશામાં કેવળ આત્મસંતોષ થાય ત્યાં લગી પૂર્ણ પ્રયત્ન કરવો. આજે આ લખી રહ્યો છું ત્યારે જ મારો એ સંકલ્પ પહેલવહેલો બીજા સમ્મુખે આવે છે. એ દઢ સંકલ્પને લીધે હું વિચારતો હતો કે હવે કયાં રહીને લખવાની સાધના કરવી? છેવટે પૂર્વ સંસ્કારે કાશીની અને તે પણ ગંગાતટ ઉપર આવેલ મારા પહેલા રહેઠાણની જ યાદ આપી. આ વખતે મનમાં એ પણ ભાવ ઊઠેલો કે ઉપાધ્યાય યશોવિજયજીએ પણ એ જ ગંગાતીરવર્તી સ્થાનમાં અમુક સાધના કરી છે તો ત્યાં જ કેમ ન રહેવું? મનમાં એમ નક્કી કર્યું કે લખવાની આત્મસંતોષ પૂરતી સાધના
Page #140
--------------------------------------------------------------------------
________________
લેખનકાર્યનો દઢ સંકલ્પ • ૧૨૯ તો કાશીમાં કરવી પછી જ્યાં અનુકૂળ સંજોગો હોય ત્યાં રહી આગળની પ્રવૃત્તિઓ ચલાવવી. કર્મગ્રન્થોનો અનુવાદ
ડાલચંદજીની ઇચ્છા હતી કે, કેટલાક જૈન શાસ્ત્રીય ગ્રન્થો હિન્દીમાં ભાષાંતર સહિત પ્રસિદ્ધ કરવા ને હિન્દીમાં શાસ્ત્રીય શિક્ષણ આપવાનું સાધન તૈયાર કરવું. સૌથી પહેલાં છ કર્મગ્રન્થો પ્રસિદ્ધ થાય તો સારું કેમ કે તે જૈન સમાજની બધી ધાર્મિક સંસ્થાઓમાં શીખવવામાં આવે છે ને સંસ્થાઓ બહાર પણ એનો બહુ પ્રચાર અને એનું બહુ મહત્ત્વ છે. મારે તો કાંઈ નિમિત્ત જ જોઈતું હતું. કર્મગ્રન્થોના હિન્દીમાં અનુવાદ કરવાના વિચારથી હું કાશી ઊપડી ગયો. ત્યાં હજી પહેલાં સ્થાન અને પુસ્તકાદિ સામાન સુરક્ષિત જ હતાં. મિત્ર વ્રજલાલજીની માતા પણ ત્યાં જ હતાં. હા, એક નવો પાળેલ કૂતરો જરૂર ઉમેરાયો હતો. કાન્યકુબ્બ બ્રાહ્મણ લક્ષ્મીનારાયણ, જે મૂળે ફતેહપુર યુ.પી.)નો નિવાસી અને મારી સાથે પાટણ પણ રહેલો તે અત્યારે હું રહેવાનો હતો ત્યાં જ જૈન મંદિરમાં પૂજારી તરીકે હોવાથી મારી સગવડમાં ઉમેરો થયો. કાશીમાં સાદગીના પ્રયોગો
કાશીમાં ગયો તો હતો લેખનપ્રવૃત્તિની સાધના કરવા, પણ સાથે સાથે ગાંધીજીના સહવાસથી સાદગી અને જાતમહેનતી જીવન જીવવાના સંસ્કારો પણ લઈ ગયો હતો. આ સંસ્કારોને અનુરૂપ જ બધું તંત્ર ગોઠવી લેખન વિષેનો અભ્યાસ સિદ્ધ કરવો હતો. વાસના અને સંસ્કારને બંધબેસતી એવી બીજી પણ અનુકૂળતા મળી ગઈ. મારો એક ભત્રીજો જે તે વખતે લગભગ ૧૪-૧૫ વર્ષનો હશે તે આ વખતે મારી સાથે આવેલો. એ અંગ્રેજી સ્કૂલમાં અમદાવાદ ભણતો. એને વારંવાર આવતી ઉધરસ ને આંખમાં થઈ આવતાં ખીલોને લીધે હું એના આરોગ્ય વિષે સંચિત હતો. વડોદરાવાળા વ્યાયામનિષ્ણાત માણેકરાવે એનું શરીર તપાસી કહ્યું કે, આનું બંધારણ જ નબળું છે એટલે એ પ્રથમ શરીર સુધારે તો સારું, ઇત્યાદિ, ઉધરસ અને ખીલ બંનેનું કારણ શરીર ને આંખની નબળાઈ છે તેમજ સ્કૂલનો અભ્યાસ અને પરીક્ષાની ચિંતા એ નબળાઈમાં ઉમેરો કરે છે એ મને આપમેળે જ સમજાઈ ગયું. મેં નક્કી કર્યું કે એ છોકરાને સ્કૂલના અભ્યાસથી મુક્ત કરવો ને પ્રથમ શરીર-સુધારણા તરફ ધ્યાન આપવું. આ દૃષ્ટિથી એને મેં સાથે લીધેલો. જે ગ્રન્થોના હું અનુવાદ કરવા ઇચ્છતો હતો તે ગ્રન્થો ને તેના વિષયનો એક અભ્યાસી વિદ્યાર્થી પણ મને મળી આવ્યો. એનું પૂરું નામ ભાઈ હરખચંદ શિવલાલ. એ મૂળે મારા મોસાળ કોંઢનો વતની, પણ એનો પરિચય મને મહેસાણામાં થયેલો. એ બહુ નમ્ર, સેવાભાવી ને જિજ્ઞાસુ પણ હતો. હરજીવન, હરખચંદ, પૂજારી લક્ષ્મીનારાયણ, એનો પાંચ વર્ષનો એક પુત્ર ને હું એમ પાંચ જણાના ખર્ચની જવાબદારી સાથે કાશીમાં રહેવાનું હતું. જે પુસ્તક પ્રચારક મંડળ માટે હું કામ કરી રહ્યો હતો
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૦ • મારું જીવનવૃત્ત તેના તરફથી કે બાબુ ડાલચંદજી તરફથી ખર્ચની પૂરી છૂટ હતી ને કોઈપણ જાતની તંગી કે મુશ્કેલી હું ન ભોગવું એ તેમની ખાસ ખ્વાઈશ પણ હતી, પરંતુ સાદગી અને જાતમહેનતના આદર્શને અનુસરી મેં એવો વિચાર કર્યો કે, ઓછામાં ઓછા કેટલા ખર્ચે રસોડું ચલાવી શકાય છે અને આરોગ્યની રક્ષા સાથે ઈષ્ટ વિદ્યાયજ્ઞ ચાલુ રાખી શકાય છે તે દૃષ્ટિએ તંત્ર ગોઠવવું.
ગાંધીજીના આશ્રમમાં ઘી-દૂધ જેવી વસ્તુઓ વિના જ રસોડું ચાલતું જોયેલું. ત્યાં આશ્રમવાસીઓ પોતે જ દળી લે છે એ પણ અનુભવેલું. તેથી એટલો નિર્ણય તો મેં જલદી કરી લીધો કે ઘી - દૂધ – દહીં વિના જ રસોડું ચલાવવું, ને દળવું પણ હાથે જેથી સરળ કસરત પણ થાય ને આરોગ્યપ્રદ લોટ પણ મળે. બે ઘંટીઓ પણ ખરીદી. આ વખતે પહેલું મહાયુદ્ધ પુરજોશમાં ચાલતું ને અનાજ તે સમયના પ્રમાણમાં બહુ મોંઘું હતું. ખોરાકમાં ચોખા, ઘઉં, જવ, દાળ ને ચણા એટલાં અનાજો ને તાજાં શાકો એટલું જ લેવાનું રાખ્યું. જવનો ઉપયોગ રોટલીમાં ને ઘઉંનો ઉપયોગ થૈલીમાં કરતા. ચણા શેકીને ખાવાના કામમાં આવતા. પાંચ જણ વચ્ચે રસોડાનો માસિક ખર્ચ રૂપિયા ૧૮થી ક્યારેય વધારે આવ્યો હોય એવું યાદ નથી. ઘી દૂધ – દહીં વધારે વસ્તુઓ ખાવાનો અભ્યાસ લાંબો અને પુષ્ટ એટલે તેના સ્વાદના સંસ્કારો કાંઈ મનમાંથી ગયા કે ભૂંસાયા ન હતા, પરંતુ અમુક આદર્શને અનુસરવા ખાતર જ એ સંસ્કારોને દબાવી અમે બધા ચાલીએ છીએ એનું મને સ્પષ્ટ ભાન હતું. આવશ્યક પોષણની દૃષ્ટિએ તેમજ સ્વાદના સંસ્કારોની દષ્ટિએ શરીર દૂધ – ઘી જેવાં પોષક દ્રવ્યો માંગે છે એમ જાણતો છતાં મનનો વેગ એવો હતો કે અમુક અંશે લેખનના અભ્યાસમાં સિદ્ધિ ન મળે ત્યાં લગી કોઈ પણ સંસ્થા ઉપર ખર્ચનું ભારણ બને તેટલું ઓછામાં ઓછું પડે તે રીતે વર્તવું. હરખચંદને એક બીજા રોકેલ હિંદી લેખક બંનેનો પગારખર્ચ માસિક અઢારેક આવતો. બાકીનો ખર્ચ કાગળ-પેન્સિલ-પુસ્તક આદિમાં થતો. કુલ બજેટ માસિક ચાલીશ રૂપિયાથી ન વધતું. આ સાદાઈનો એક અંશ થયો. દળવા ઉપરાંત જાતમહેનતમાં મુખ્ય તરવાની ક્રિયાને ગણાવી શકાય. ગંગાના ઊંડા અને વેગવાળા પ્રવાહમાં થોડી વાર પણ તરવું ને અડધો કલાક ઘંટીએ બેસવું એ મારા જેવા માટે તો પૂરતો શરીર – શ્રમ હતો, પરંતુ હરજીવન ને હરખચંદ બંને વધારે શ્રમ કરતા. દળે અને તરે પણ વધારે. ગંગામાંથી પાણીની બાલ્ટીઓ ભરી સંખ્યાબંધ પગથિયાં ચડી ઉપર લાવે ને શરીરશક્તિ મેળવે. આ ક્રમ પ્રમાણે ચાલતાં ચારેક મહિનામાં મેં જોયું કે હરજીવનની શકલ હવે સાવ બદલાઈ ગઈ છે. તેનો ખોરાક ઠીક ઠીક વધ્યો છે. તે બે હાથમાં બે ભરી બાલ્ટીઓ ઊંચકી ગંગામાંથી ઉપર લાવી શકે છે. ગંગામાં દૂર દૂર સુધી લાંબો વખત તરી શકે છે ને ઉધરસ કે ખીલનું તો નામેય નથી. આટલા ત્વરિત ફેરફારથી મારી સાથે તણાતા એ બંને ભાઈઓની પણ શ્રદ્ધા આદરેલ પ્રયોગ વિષે કાંઈક વધી.
Page #142
--------------------------------------------------------------------------
________________
લેખનકાર્યનો દઢ સંકલ્પ • ૧૩૧ પરંતુ મારી સ્થિતિ નોખી હતી. મહેસાણા અને પાટણમાં હરસનાં જે દર્શન થતાં હતા તે હવે વધારે થવા લાગ્યાં. લોહી વધારે પડે ને નબળો થઈ જાઉં, પણ સાદગીના પ્રયોગની ગાંડી ધૂન એવી હતી કે તેણે મને ભળતા જ તત્ત્વજ્ઞાન તરફ વાળ્યો. હું ઈલાજ કરવાને બદલે તેમજ પોષક ખોરાકથી ઘટેલ લોહીની પૂર્તિ કરવાને બદલે એમ મન મનાવવા લાગ્યો કે જેટલુંક લોહી વધારે હશે તે જ ઘટવાનું છે, એથી વધારે ઘટવાનું નથી. મારી આ સમજણ સાચી છે એમ હું નહોતો સમજતો. હું જાણતો હતો કે ધૂનને લીધે આ માત્ર મારું મન મનામણું છે. તોપણ હજી એ જ ભ્રમમાં તણાયે જતો હતો. ને જુવાનીનું બળ ઘટાચે જતો હતો. સાથીઓની શ્રદ્ધા આ પ્રયોગમાં મોળી ન પડે એવી ધારણાએ મારા ઉપર કબજો જમાવ્યો હતો ને તે જ મને ધૂની બનાવી રહી હતી. કબજિયાત હોય ત્યારે જ હરસ વધારે દૂઝે છે એ નિયમ અનુભવમાં આવ્યો. એટલે કબજિયાત વળવાનો ઇલાજ શોધતાં ચણા મદદે આવ્યા. કાચા પાકા બંને પ્રકારના ચણા ખાવાનો અભ્યાસ તો નાની ઉંમરથી જ હતો. પેટ ઉપર થતું એનું પરિણામ પણ જ્ઞાત હતું. એટલે મેં સહેલો ઇલાજ ચણાનો શોધ્યો. રાતે સૂતા પહેલાં પાકા શેર ચણા શેકાવીએ. ને અમે પાંચ તથા માજી ને પેલો કૂતરો - સાતેય મળી સમાપ્ત કરીએ. આ ગરમ ચણા રાતે ખાવાની અસર કેટલીક વાર ઉદરશુદ્ધિની દૃષ્ટિએ ઠીક થતી તો કેટલીક વાર વિપરીત પરિણામ પણ આવતું, પરંતુ દૂધની ગ્યા ચણાએ લીધેલી ને ગરમ ગરમ ચણાનો સ્વાદ પણ અજબ એટલે તે કાશી છોડી ત્યાં સુધી સહેજે છૂટ્યાં નહિ. કૂતરાને પણ ગરમ ગરમ ચણા ખાવાનો એવો અભ્યાસ પડેલો કે અમે ઘણી વાર પરીક્ષા ખાતર ખાતા હોઈએ ત્યારે એને ન નાંખીએ તો તે ભસાભસ કરી મૂકે ને બંધનથી છૂટી આવવાનો પ્રયત્ન કરે. જ્યારે મેં કાશી છોડ્યું ત્યારે પણ પાછળથી . કૂતરાનો ચણાનો પડેલો અભ્યાસ ચાલુ રહે તે માટે ઘટતી વ્યવસ્થા કરી હતી. હિન્દી લેખનનો અભ્યાસ
ઉપર પ્રમાણે સાદગી અને જાતમહેનતનું તંત્ર ઠીક ચાલતું, પણ જ્યારે મને એ તંત્રનો પ્રાણ તો લેખનની સાધનાનો ઉદ્દેશ જ હતો. જે વિષયના સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થોનો અનુવાદ કરવા હું ઇચ્છતો તે અનુવાદ્ય વિષયની તૈયારી તો મારી ઠીક ઠીક હતી, પણ જે ભાષામાં મારે અનુવાદ કરવાનો હતો તે હિન્દી ભાષાની તેમજ લખાણની કચાશ હવે મને જણાવા લાગી. મેં કાશીને યુ.પી.નાં બીજાં શહેરોમાં દશ જેટલાં વર્ષ તો ગાળેલાં જ. હિન્દી બોલવા અને સમજવાની શક્તિમાં કચાશ ન હતી, પણ કચાશ હતી તે તો હિન્દી ભાષાની શુદ્ધિની ને પદ્ધતિસર લખાણ કરવાની. આ કમી સમજાઈ કે તરત જ તેને દૂર કરવાની તૈયારી શરૂ કરી. સારાં સારાં હિન્દી વ્યાકરણો એકત્ર કર્યા. નામાંકિત લેખકો દ્વારા થયેલા સંસ્કૃત અને અંગ્રેજી ગ્રન્થોના હિન્દી ગદ્ય-પદ્ય અનુવાદો મેળવ્યા.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૨ • મારું જીવનવૃત્ત નવા જમાનાની લેખનશૈલીનું પ્રતિબિંબ પાડતાં કેટલાંક પત્ર-પત્રિકાઓ મંગાવવા લાગ્યો ને થોડાંક તેવાં ઉપન્યાસો પણ લાવ્યો. વ્યાકરણના વાચન દ્વારા ભાષાની શુદ્ધિઅશુદ્ધિનો વિવેક કરવો ઈષ્ટ હતો. અનુવાદો દ્વારા અનુવાદની શૈલી તેમજ તેના સૌષ્ઠવ વિષેના સંસ્કારો મેળવવા ઈષ્ટ હતા, અને પત્ર-પત્રિકા આદિ દ્વારા ભાષાની રૂઢિઓ તેમજ સરળ વાક્યશૈલી વિષે જાણકારી મેળવવી ઇષ્ટ હતી. આ ઉદેશ માટે ઠીક ઠીક વાંચતો. સાથે જ હિન્દીમાં લખાણનો અભ્યાસ પણ કરતો અને લખાણના વિષયને અંગે પુષ્કળ ચિંતન મનન પણ કરતો. આ રીતે વિવિધ પ્રવૃત્તિમાં રોજના આઠ-નવ કલાક તો જતા જ. એકાંત અને શાન્ત ગુફાની યાદ આપે એવી ગંગાતટ ઉપર આવેલી એક રૂમનું બારણું બંધ કરી બેસતો ને ઉપરનો વ્યાયોગ ચલાવતો, પણ પહેલાં ઉપાધ્યાય યશોવિજયજીનો જ્ઞાનસાર' ગ્રન્થ હાથમાં લીધેલો. એનો અષ્ટકોવાર અનુવાદ શરૂ કર્યો. સવારે લખું તે બપોરે પુનર્વાચનમાં ન ગમે. બપોરે સુધારું કે ફરી લખું તે વળી બીજે દિવસે પસંદ ન આવે. તેને ફેંકી દઈ ફરી લખું ને વળી તે ઉપર નવા વિચારો ને નવી શૈલી સૂઝે એટલે તે પણ જળશરણ થાય. આમ અનેકવાર બ્રહ્મની સૃષ્ટિ બનતી, રૂંધાતી, બગડતી અને ફેંકાતી, છેવટે જ્ઞાનસારનાં સોળથી વધારે અષ્ટકોનો કાંઈક સંતોષપ્રદ સવિવેચન અનુવાદ થયો ત્યારે કાંઈક નિરાંત વળી. એના ગુજરાતી અને મરાઠી અનુવાદ કરતાં સરખામણીમાં મારો હિન્દી અનુવાદક ઠીક થયો છે એવી એક લેખકમિત્રે ખાતરી આપી ત્યારે એ કામ છોડી હું મુખ્ય ધ્યેય તરફ વળ્યો. મિત્ર વ્રજલાલજીએ કરેલો પ્રથમ કર્મગ્રન્થનો હિન્દી અનુવાદ ભાષાની દૃષ્ટિએ મારા હિન્દી અનુવાદ કરતાં મને કંઈક સારો લાગ્યો એટલે મેં એ અનુવાદ પાછળ સમય ગાળવો મૂકી દઈ આગલા કર્મગ્રન્થોના અનુવાદ, વિવેચનમાં સમય આપ્યો. ચાર કર્મગ્રન્થો હિન્દીમાં તૈયાર થઈ ગયા ને હું લખી શકીશ એવી આત્મપ્રતીતિ પણ થઈ. અહીં મારે કહી દેવું જોઈએ કે આ છ મહિનાની સાધના દરમિયાન બેએક વાર નિષ્ફળતા અને નિરાશાના આઘાતોએ તેમજ અતિ શ્રમના ભારે મને એકાંતમાં અશ્રુપાત પણ કરાવેલો, પરંતુ જ્યારે મને કાંઈક સફળતાનો આત્મસંતોષ થયો ત્યારે એનો બદલો મળી ગયો છે એમ મને લાગ્યું. તૈયાર થયેલું મેટર આગ્રા છાપવા મોકલી દીધું. કઠણ ને જટિલ ગણાતા પાંચમા કર્મગ્રન્થના અનુવાદનું કામ હાથમાં લીધું. જેમ જેમ કામ કરતો જતો તેમ તેમ વક્તવ્યને પ્રગટ કરવાની નવી નવી અને સરળ રીતો પણ સૂઝતી જતી હતી. જ્યારે વધારે સારી રીત સૂઝે ત્યારે ગમે તેટલા શ્રમે તૈયાર થયેલું પહેલાંનું કામ રદ કરવામાં મને લેશપણ સંકોચ કે ક્ષોભ ન થતો. ઊલટું સારી શૈલી સૂક્યાનો આનંદ થતો. તેથી ઘણી વાર એક જ ગાથા અને એક જ સંદર્ભ ઉપર નાનાવિધ વિવેચનવાળી નોટો ભર્યો જતો. આમ છઆઠ મહિના વીત્યા ત્યાં તો નવી જ દિશા સામે આવી.
.
Page #144
--------------------------------------------------------------------------
________________
લેખનકાર્યનો દઢ સંકલ્પ • ૧૩૩ પૂના જવાની તૈયારી
મુંબઈથી શ્રીમાન જિનવિજયજીની સબળ ભલામણ સાથે ચુનીલાલ કાનૂનીનો પત્ર આવ્યો. તે પૂના જૈન છાત્રાવાસના મંત્રી હતા. તેમની ઈચ્છા હતી કે હું ત્યાં એ - છાત્રાવાસમાં રહેતા ને જુદી જુદી અનેકવિધ કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને એકાદ કલાક તત્ત્વજ્ઞાન આદિ વિષયોને લગતું રોજ કાંઈક શિક્ષણ આપું. ભાંડારકર, ગોખલે, તિલક ને કર્વેના પૂના વિષે મેં બહુ સાંભળેલું ને વાંચેલું. રાજકારણની દૃષ્ટિએ પૂના જ હિન્દુસ્તાનનું તીર્થધામ છે એવા મતલબની દેશબંધુ દસની ઉક્તિની મારા ઉપર છાપ પડેલી. નવીન કેળવણીની દૃષ્ટિએ પૂના કાશીથી પણ ચડી જાય છે એવી મારી ધારણા પણ બંધાયેલી. સંસ્કૃત તેમજ પ્રાચ્ય વિદ્યાઓની દષ્ટિએ કાશી પછી બીજું સ્થાન પૂનાનું જ છે એવી સાચી કે ખોટી માન્યતા પણ બંધાયેલી. આ કારણથી ક્યારેક પૂના રહેવાનું અને ત્યાં રહી મરાઠા તેમજ પેશ્વાના સમયના અવશેષોનું અધ્યયન કરવાનું મન કેટલાક વખત થયા કરતું હતું જ. તેથી મેં પૂના જવાનો મારો નિર્ધાર પત્રલેખકને જણાવી દીધો. ને કાશીની ઘરવખરી સમેટવા તેમ જ પૂના જવાની તૈયારી કરવા લાગ્યો. એસ. પી. શાહ, નરોત્તમ ભાણજી અને પરમાણંદભાઈનું કાશીમાં આગમન
આ આઠ મહિનાના કાશીવાસ દરમિયાન ત્રણ એવી વ્યક્તિઓનો મને પરિચય થયો કે, જેમની છાપ મારા જીવનમાં અગત્યનું સ્થાન ધરાવે છે તેથી એનો ઉલ્લેખ અત્રે આવશ્યક છેઃ આઈ. સી. એસ. શિવલાલ પાનાચંદ, કાપડિયા નરોત્તમ ભાણજી અને પરમાણંદ કુંવરજી આ ત્રણેય ઓચિંતા જ એક દિવસ હું હતો ત્યાં ગંગાતટ ઉપર જૈનમંદિરમાં આવી ચડ્યા. એસ. પી. શાહ મારા વતનની નજીક વઢવાણના ને મારી નાતના જ હતા. તેઓ I. C. Sની પરીક્ષામાં ઉચ્ચ ધોરણે પાસ થયેલા ત્યારે તેમનું ચિત્રમય જગતમાં આવેલું રેખાચિત્ર વાંચેલું. એથી વધારે તેમનો પરિચય ન હતો. નરોત્તમભાઈ પહેલાં બેએક વાર મળેલ, પણ તેમની ઇચ્છા છતાં મેં તેમનો વિશેષ પરિચય નહિ સાધેલો. પરમાણંદદાસે પોતાના કોલેજના અભ્યાસ દરમિયાન મૂર્તિપૂજા અને ઉત્તરરામચરિત્ર વિષે વિવચનાત્મક બે નિબંધો લખેલા તે એમના પિતાશ્રી કુંવરજીભાઈએ મને ભાવનગરમાં જોવા આપેલા. એ નિબંધો ઉપરથી મને તેમની પ્રતિભા અને નિર્ભયતાનું દર્શન તો થયેલું, પણ તેમનો કોઈ ખાસ પરિચય થયેલો નહિ. મંદિરના આંગણામાં ઊભા રહી ગંગાનું દશ્ય જોતાં જોતાં શ્રીયુત નરોત્તમભાઈએ બધા સાથે મારો પરિચય કરાવ્યો ને સાથે જ આમંત્રણ આપ્યું કે તમે સાહેબને બંગલે જમવા આવજો. આ વખતે શિવલાલભાઈ નવા જ વિલાયતથી આવેલા. કાશીમાં મોટા અમલદાર ને સાહેબ તરીકે જાણીતા. સાહેબના જ પોશાકમાં સજ્જ ને પોતાની પત્ની મણિબહેન સાથે સાહેબી-છૂટથી જ ચાલતા. તે કારણે પણ કદાચ મકરીમાં નરોત્તમભાઈએ શિવલાલભાઈને મારી સામે “સાહેબ” કહ્યા હોય. ગમે તેમ હોય. હું બીજે દિવસે તેમને
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ૦ મારું જીવનવૃત્ત
બંગલે ગયો. હું પંડિત છું ને પંડિત તો ચોકાવૃત્તિનો જ હોય છે. પંડિત બ્રાહ્મણ સિવાય બીજાના હાથનું જમે પણ નહિ આવી ધારણાને લીધે શિવલાલભાઈએ મારા માટે જમવાનો પ્રબંધ રસોડામાં બ્રાહ્મણ રસોઈ કરતો ત્યાં કરેલો અને તેઓ બધા બીજા હોલમાં ટેબલખુરશી ઉપર જમવા બેઠેલા. રસોઇયો બહુ ચબરાક હતો. એણે પણ હું પંડિત છું માટે બ્રાહ્મણ જ હોઈશ ને ચોકાધર્મી હોઈશ એમ માની મને બહુ કાળજીથી, ચોખ્ખાઈથી ને આદરથી પીરસવા માંડ્યું. પીરસતો જાય ને સાહેબ વિષે ટીકા પણ કરતો જાય. એને લાગ્યું કે હું એને સમાનધર્મી મળી ગયો છું માટે સાહેબોની છૂટ વિષે બધો ઊભરો કાઢી શકીશ. એ કહે - જુઓને પંડિતજી ! આ અમારા સાહેબ ફરવા જાય ત્યારે બૈરીના હાથમાં હાથ મેળવી ચાલે. જુઓને, આ બધાં વિલાયત જઈ આવેલાં. એમને પીરસનાર જે આ બધું ખાવાનું લઈ જાય છે તે મુસલમાન છે ને જોડા પણ કાઢતો નથી, પણ હું તો પાકો છું. મારા ધર્મને જરાય આંચ આવવા દેતો નથી. બધાને ચોકા બહાર ઊભા રાખીને જ આપવું હોય તે આપું છું. બધું મૂંગે મોઢે સાંભળતો અને વચ્ચે વચ્ચે એ મહારાજની રામાયણ સાંભળવાનો આનંદ લૂંટવા એકાદ પ્રશ્ન એને પૂછી લેતો. ભોજનનો અંક તો પૂરો થયો. ત્રણ વાગ્યા ને ચાનો વખત થયો. ટેબલ સજાયું, ખુરશીઓ ગોઠવાઈ. સાહેબને શંકા એ હતી કે પંડિત છે માટે ચા તો પીતા જ નહિ હોય ! ને કાંઈક નાસ્તો કે ફળ લેશે તોય તેમને ખુરશી તો નહિ જ ‘કલપતી’ હોય. પંડિતને પાટલો જ ખપતો હશે. એમ ધારી તેમણે મને કહ્યું કે, તમારે માટે અંદર અને કહો તો અહીં પાટલો નંખાવું. તમે શું લેશો ? ઇત્યાદિ. મેં કહ્યું – જે લેવું હશે તે ખુરશી ઉપર બેસી આ ટેબલ ઉપરથી હું લઈ શકું છું. એમાં પાટલાની કે રસોડામાં જવાની શી જરૂર છે ? ખુરશી ને ટેબલ એ તો બેસવા અને જમવાના પાટલાનો આધુનિક વિકાસ માત્ર છે. જરાક ઊંચે બેસવાથી કાંઈક અધર્મ થોડો થાય છે અને નીચે બેસવાથી ધર્મ થાય છે ? ઇત્યાદિ. મારા આ કથને તેમનો પંડિતના ધર્મ વિષેનો ભ્રમ ભાંગ્યો. તેમણે કહ્યું, મેં તો તમને પંડિત ગણી સવારે રસોડામાં જુદી ગોઠવણ કરેલી. તમે તો પંડિત છતાં અપંડિત પણ છો. ચા-નાસ્તો ને હાસ્યવિનોદ ત્રણેની ગતિ સમાન હતી. ધર્મની વાત નીકળી. સાહેબે પોતાની માતાને નાની ઉંમરમાં સ્થાનકવાસી પરંપરાનું પ્રતિક્રમણ કરતાં જોયેલાં ને તેમને એ પ્રતિક્રમણના અમુક પાઠો યાદ રહેલા, એટલે તેમણે એ પાઠોના ઉચ્ચાર સાથે પ્રતિક્રમણનો અભિનય કરી ધર્મના રૂઢસ્વરૂપનો પરિચય આપ્યો. ને હસાહસ ચાલી. આ વખતે શિવલાલભાઈ સાથે જે પરિચય શરૂ થયો તે ધીરે ધીરે વધતો ચાલ્યો. મેં તેમના વાંચવાના ટેબલ ઉપર અનેક જૈન પુસ્તકો પડેલાં જોયેલાં. તે કહેતા કે હું હજી તો વાંચી રહ્યો છું. વખત પાસે કાંઈક લખીશ. ત્યાર બાદ અમે કાશી ને ભાવનગરમાં ઘણી વાર મળ્યા ને અરસપરસ ખૂબ ચર્ચાઓ પણ
Page #146
--------------------------------------------------------------------------
________________
લેખનકાર્યનો દઢ સંકલપ • ૧૩૫ કરી. તેઓ સ્વભાવે બહુ નિખાલસ ને બુદ્ધિમાં તેજસ્વી હતા. એમણે મને પોતાને ત્યાં કાનપુર ને સિમલા આવવા પણ અનેકવાર કહેલું.
શ્રીયુત નરોત્તમભાઈ બહુ ઉદાર, મિલનસાર, વિદ્યારસિક અને આતિથ્યપ્રિય હતા. કાશીમાં થયેલા આ સમાગમ પછી તેમની સાથે મારો સંબંધ ઉત્તરોત્તર એટલે સુધી વધ્યો કે મારા અને તેમના વચ્ચે પડદા જેવું ન રહ્યું. આ વસ્તુના કેટલાક પ્રસંગો હું યથાક્રમે વર્ણવવા ધારું છું.
પરમાણંદદાસ સાથે આ વખતે જે પ્રાથમિક પરિચય થયો તે તો ધીરે ધીરે અનેક દષ્ટિએ જીવનવ્યાપી બની ગયો છે અને આજ સુધી તે વિકસતો જ રહ્યો છે. તત્ત્વજ્ઞાન, સાહિત્ય, સમાજ, રાજકારણ આદિ જીવનસ્પર્શી વિષયોમાં અમારા બંનેનાં મન્તવ્યો બહુ સરળતાથી મળી જાય છે ને સંવાદી બની જાય છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
૨૩. પૂનાના અનુભવો
પૂનામાં પ્રવેશતાં જ ધૂર્તનો અનુભવ
વિ. સં. ૧૯૭૩ના ઘણું કરી અષાઢ સુદ બીજને દિવસે અમે કાશીથી ઊપડ્યા. મારી સાથે હૅરજીવન અને હરખચંદ બંને હતા. સહ્યાદ્રિના પાણી ટપકતાં બુગદાઓ નીચેથી પસાર થતી ટ્રેનનો વિલક્ષણ આનંદ અનુભવતાં પૂના સ્ટેશન પહોંચ્યા. જ્યારે હું કાશી પહેલવહેલો ગયેલો ત્યારે એક સ્થાનકવાસી સાધુએ વારાણસી ધૂર્તવત્” એમ કહેલું તેથી સ્ટેશન ઉપરથી જ કાશીના ધૂર્તોથી બચવાની કાળજી સેવેલી, પણ ગોખલે-તિલકના પૂનામાંય સ્ટેશન ઉપર જ આવા લૂટારુઓનો ભેટો થશે એ તો કલ્પનાય ન હતી. ટિકિટચેકરે કહ્યું – તમે પુસ્તકો બિસ્તરામાં રાખ્યાં છે તે તો તોળાવો. અમને વરસતે વરસાદે તોળાવવામાં બહુ હાડમારી પડે તેમ હતું. છતાં અમે તોળાવવા તૈયાર થયા. દરમિયાન એક મજૂરે આવી કહ્યું કે તમે કાંઈક આપી દ્યો ને ? શા માટે હેરાન થાઓ છો ? હું નવાઈ પામ્યો. હમણાં તો એ તોળાવવાનું કહી રહ્યો છે ને વળી આ કાંઈક આપવાનું કહે છે એનો શો અર્થ ? મજૂરે કહ્યું - આટલી લાંબી સફર એટલે વજન વધશે તો બહુ આપવું પડશે. તેથી પાંચેક રૂપિયા આપી દ્યો એટલે પતે. મેં તોળીને જ વધારાનો ચાર્જ આપવાની હઠ લીધી ત્યારે છેવટે સામાન તોળાયો ને મારે માત્ર અઢી રૂપિયા આપવા પડ્યા. આ વખતે મને જે હેરાનગતિ થઈ તે ઉપરથી પૂનાના પ્રથમ પ્રવેશે જ એવો વિચાર આવ્યો કે પૂનામાં શિક્ષણ ને રાજકારણનું ધોરણ ઊંચું હશે તોય એની સાથે લુચ્ચાઈનું ધોરણ ૫૨ ઊતરતું નથી.
-
પૂના છાત્રાલયમાં ધર્મશિક્ષણ
રાહતુક૨ના બંગલામાં છાત્રાલય હતું. ત્યાં પડાવ કર્યો. વિદ્યાર્થીઓ ઘણાખરા ગુજરાતી જ હતા. માત્ર બે-ચાર દક્ષિણી ખરા, પણ હતા બધા જૈન. અમે અમારા કાશીના ક્રમ પ્રમાણે બોર્ડિંગના ગૃહપતિને કહી દીધું કે અમારે દૂધ-ઘી ન જોઈએ. અમે માત્ર અનાજ ને શાક જ વાપરવાના. વિદ્યાર્થીઓનું ધોરણ સમભાવી ને પક્ષપાત વિનાનું હોવાથી ગૃહપતિએ કહ્યું કે તમે કેવળ અનાજ ને શાક લેશો તોય તમારે ભોજનચાર્જ વરાડે પડતો સૌના જેટલો જ આપવો પડશે. મેં એ કબૂલી લીધું. એકાદ માસ પછી
Page #148
--------------------------------------------------------------------------
________________
પૂનાના અનુભવો • ૧૩૭ મને એમ લાગ્યું કે આ ધોરણ મારા પૂરતું તો ઠીક છે, પણ બંને સહચારીઓ વાસ્ત એ ઠીક નથી. થોડામાં નભાવવું એ જ અમારી સાદગીનો ઉદ્દેશ છે, નહિ કે ઘી-દૂધની સાથે વેર બાંધવું તે. જ્યારે પૂરા પૈસા આપવા જ પડે છે તો બંને સહચારીઓ દૂધઘી ભલે લે. આ વિચાર પ્રમાણે હવે હું એકલો જ લૂખું ખાનાર રહ્યો.
મેં મારો મુખ્ય કાર્યક્રમ શરૂ કર્યો. એના બે ભાગ હતા. સાંજે એક કલાક ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષે એક કલાસ ચલાવવો ને બાકીના બધા વખતમાં મારે પોતાનું વાચનચિંતન-લેખન કરવું. વિદ્યાર્થીઓ કોઈ એક જ કૉલેજના કે માત્ર આર્ટસ કૉલેજના ન હતા. ખેતીવાડી, ઇન્જિનિયરિંગ આદિ કોલેજોમાં ભણનાર પણ કેટલાક વિદ્યાર્થીઓ હતા. સંસ્કૃત જાણતા હોય એવા તો વિરલ જ હતા. ને એમાંય ધર્મ તથા તત્ત્વજ્ઞાન વિષે કાંઈક માહિતી કે રસ હોય એવા તો ભાગ્યે જ એક-બે હતા. કક્ષાના સંસ્કારના અને રુચિના આ શુંભમેળાને એકસરખી રીતે રસ પડે એવો એક જ વર્ગ કેમ ચલાવવો એ પ્રશ્ન મને એકાદ દિવસ મૂંઝવ્યો; પણ મેં જોયું કે, વિદ્યાર્થીઓ હાજરી તો આપે છે ને કાંઈક આદર પણ ધરાવે છે. આ ઉપરથી મને એક માર્ગ સૂઝી આવ્યો. મેં કહ્યું કે ગમે તે કોલેજનો વિદ્યાર્થી હોય ને જો તે સંસ્કૃત શીખવા માંગતો હશે તો તેને હું જુદો સ્વતંત્ર સમય આપી શીખવીશ. તેમ જ જે વર્ગમાં આવી શકતો ન હોય યા વર્ગના સર્વ સામાન્ય ધોરણ કરતાં વધારે ઊંડાણથી શીખવા ઇચ્છતો હોય યા હું જાણતો હોઉં તે વિષયોમાંથી કોઈ પણ વિષય ઉપર કોઈ પણ પુસ્તક વાંચવા માગતો હોય તોપણ હું ખુશીથી સ્વતંત્ર સમય આપીશ. આને લીધે મારું, તેમ જ વિદ્યાર્થીઓનું ઠીક-ઠીક સમાધાન થયું ને સર્વસામાન્ય એક ધોરણે વર્ગ ચલાવવાનો મારો માર્ગ પણ સાફ થયો. એક ભાઈ ભણતા તો હતા ઇન્જિનિયરિંગ કોલેજમાં, પણ એમને સંસ્કૃત શીખવાનો રસ. બીજા એક સોલાપુરવાસી ભાઈ, જે દિગંબર-પરંપરાના હોઈ પહેલેથી જ જૈન ધર્મ ને તત્ત્વજ્ઞાનને લગતું ઠીક-ઠીક શીખેલા, તેમને માટે સર્વસામાન્ય વર્ગ ઊતરતી કક્ષાનો હતો. તેથી તેઓ સ્વતંત્રપણે અકલંકના રાજવાર્તિક જેવા ગ્રન્થો ભણવા ઇચ્છતા.
મેં સર્વસામાન્ય વર્ગ ચલાવવાનું અમુક ધોરણ તો નક્કી કર્યું, પણ એ ધોરણમાંય પાંચ વિદ્યાર્થીઓને રસ લેતાં કરવાનું કામ ભારે કઠણ લાગ્યું. તેમની કોઈ પણ જાતની પૂર્વતૈયારી નહિ. કોલેજમાં તેમના શીખવાતા વિષયો મારા ક્લાસના વિષયથી સાવ જુદા. ને વધારામાં વિદ્યાર્થીઓનું માનસ તે વખતે ચાલતાં સામાજિક અને રાજકીય આંદોલનોમાંથી વ્યાપેલું. આવી સ્થિતિમાં તત્ત્વજ્ઞાન ને પરલોકસ્પર્શી ધર્મની સૂકી વાતોમાં તેમને રસ ન પડે તો તેમાં એમનો જરાય દોષ કાઢી શકાય નહિ. એટલે મેં વળી પડખું બદલ્યું. તે વખતે મિસિસ એની બિસેન્ટ ને તિલકની હોમરૂલ વિષેની હિલચાલ પૂરવેગમાં હતી. એ જ વિષયનાં છાપાંઓ ને પેમ્ફલેટો હાથમાં પડે. હવામાં એની ગરમી જેવી તેવી ન હતી. વિદ્યાર્થીઓ હોય કે બીજો કોઈ હોય – જ્યાં દેખો ત્યાં – આ જ લડાયક વાતાવરણની ચર્ચા ચાલતી. આ ઉપરથી મને સૂઝયું કે વર્ગમાં ઉમાસ્વાતિનું
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૮ મારું જીવનવૃત્ત તત્વાર્થ ચાલે છે એવી પ્રથમની જાહેરાતને અનુસરી એ ચાલુ તો રાખવું, પણ વર્ગની ૬૦ મિનિટમાંથી છેલ્લી પાંચ-સાત મિનિટો જ સીધી રીતે તત્ત્વાર્થનું સૂત્ર સમજાવવામાં આપવી. તે સિવાયનો લગભગ ૫૫ મિનિટ જેટલો સમય સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને શારીરિક આદિ વિષયોમાંથી કોઈ પણ એક વિષયને લઈ તેની ચર્ચામાં ગાળવો. ચર્ચા એવી ઢબે શરૂ કરવી કે છેવટે તે તે દિવસના પાઠમાં આવતા તત્ત્વાર્થના સૂત્રગત વિષય સાથે સ્પષ્ટપણે ને અસંદિગ્ધ રીતે તે ચર્ચાનો મેળ બેસી શકે. ચર્ચા સામાજિક કે રાજકીય આદિ વિષય ઉપર થઈ હોય તોય તેમાં આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનના મુદ્દાઓ કેવી રીતે ઘટી શકે છે એ બતાવવા હું પ્રયત્ન કરતો. આને લીધે સમયનો મોટો ભાગ વિદ્યાર્થીઓના માનસને પોતાના નિત્યપરિચિત વિષયોમાં જ રોકી રાખતો ને થોડી જ મિનિટો એમના મનને તદ્દન નવા અને સૂકા દેખાતા વિષયમાં રોકતી. એટલે વિદ્યાર્થીઓને કંટાળો આવવાપણું ને વર્ગમાં રસ નથી પડતો એમ કહેવાપણું રહ્યું જ નહિ. ઊલટું તેમને એમ જણાતું ગયું કે, ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં જે જે વસ્તુઓ છે તે જ બીજે નામે ને બીજે રૂપે વ્યવહારમાં કામ કરી રહી છે. ધર્મ ને તત્ત્વજ્ઞાનની તેમ જ વ્યવહારની પરિભાષા જુદી એટલું જ. ખરી રીતે આવો ક્રમ રાખવા પાછળ મારો ઉદ્દેશ એ હતો કે તત્ત્વાર્થ જેવા શાસ્ત્રીય જેવા ગણાતા ગ્રંથોમાં જે વાતો કહી છે તે બધી એક અથવા બીજી રીતે વિદ્યાર્થીઓના શીખવામાં ને વાંચવામાં આવે જ છે તો તે બંને વચ્ચેની પરિભાષાના ભેદનો ઘટસ્ફોટ માત્ર કરવો. અલબત્ત, આને લીધે શાસ્ત્રીય વિષયો ઊંડાણથી ન ચર્ચાતા, પણ એમાં કોઈ કંટાળતું નહિ એ જેવો તેવો લાભ ન હતો. ઊંડાણથી અભ્યાસ કરનાર માટે તો મેં જુદી વ્યવસ્થા કરી જ હતી.
વર્ગ ચલાવવામાં અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચાની કુસ્તી કરવામાં મને પહેલાં કદી નહિ પડેલ એવો રસ પડ્યો. મેં જોયું કે કોલેજના વિદ્યાર્થીઓ અનેક વિષયો શીખતા હોઈ તેમનું સામાન્ય જ્ઞાન ઉપરછલ્લું છતાં વિશાળ હોય છે ને તેઓની જિજ્ઞાસા પણ બળવતી હોય છે. વિદ્યાર્થીઓ તો જિજ્ઞાસુ ઉપરાંત નમ્ર અને શિષ્ટ પણ હતા. તેથી વર્ગ લેવામાં મને ઓર જ મજા પડતી, પરંતુ હું ભણેલ જૂની ઢબે. શાસ્ત્રીય જ્ઞાન ગમે તેટલું મેળવ્યું હોય ને સમાજ, રાજકારણ આદિ ઉપર થોડાંક છાપાં વાંચ્યાં હોય તેથી હું વિશેષ તૈયારી સિવાય વર્ગને સંતોષ આપી શકું એ સંભવ જ ન હતો. આને લીધે ને મારી પોતાની સ્વતંત્ર જિજ્ઞાસાને લીધે મેં અમુક વિષયોની યાદ કરી તેને લગતાં ગુજરાતી-હિન્દી-મરાઠી પુસ્તકો ને છાપાં મેળવવા તેમ જ વાંચવા માંડ્યાં. સમાજશાસ્ત્રને લગતાં પુસ્તક કે લેખ મળે તો એય તે વિષયોને લગતું સાહિત્ય વાંચું ને નોંધો કરતો જાઉં. રાજકારણ તો છાપાંમાં ને હવામાં જ તરતું એટલે તેનું સાહિત્ય તો વંચાતું જ. આ રીતે લગભગ આખો દિવસ વિવિધ વાચન અને નોંધણીમાં જાય ને સાંજે વર્ગમાં એનો એક અથવા તો બીજી રીતે ઉપયોગ થાય. આટલા છીછરા જ્ઞાનથી પણ હું તો વર્ગમાં સર્વજ્ઞ બની જતો. વિદ્યાર્થીઓ સંતોષાતા એ તો સ્થૂળ લાભ હતો, પણ સૂક્ષ્મ
Page #150
--------------------------------------------------------------------------
________________
પૂનાના અનુભવો – ૧૩૯ અને ખરો લાભ તો મારી પોતાની જિજ્ઞાસાતૃપ્તિ એ હતો. એ દિવસોમાં કેસરી, જાગૃતિ, આદિ મરાઠી છાપાંઓ ને સમાજશાસ્ત્ર ઉપર કાળેનું પુસ્તક તેમ જ અનેક વિષયો ઉપર કેળકરના નિબંધો, બાપટે સામાજિક દૃષ્ટિએ ગીતાનું જ કરેલ ભાષ્ય ઇત્યાદિ મરાઠી સાહિત્ય જોવા પામ્યો.
પ્રો. આથવલે સાથેનો વિદ્યાવિનિમય
વર્ગનું તંત્ર નિયમિતપણે ને સંતોષપ્રદ રીતે ચાલતું, પણ અચાનક લાભ તો બીજો જ થયો. પૂના એટલે સંસ્કૃતિ તેમજ વિદ્યા૨સનું ધામ. વિદ્યાર્થીઓ ને અધ્યાપકો કોઈ નવા માણસને આવેલો જાણી તેનો પરિચય સાધે ને તેમાં તેમને કાંઈ યોગ્યતા લાગે તો તેઓ મધપૂડાની આસપાસ માખીઓની જેમ બ્રાહ્મણવૃત્તિથી તેની આસપાસ વીંટળાય. અત્યારે એસ.એલ.ડી. કૉલેજ અમદાવાદમાં સંસ્કૃતના અધ્યાપક છે તે રામચંદ્ર આથવલે તે વખતે ત્યાં સંસ્કૃતના ફેલો હતા. અમારો વ્યવહાર સંસ્કૃત ભાષાના માધ્યમથી શરૂ થયો. તે એટલો ઘનિષ્ઠ થયો કે તે આગળ જતાં અમદાવાદમાં વિદ્યાવિનિમયની દૃષ્ટિએ અનેક રીતે વિકસ્યો. આથવલે ખરી બ્રાહ્મણ વૃત્તિના છે. ૧૯૧૯ના શ્રાવણ-ભાદ્રપદ માસમાં હું પગનું ઓપરેશન કરાવી ખુરશીએ પડ્યો રહેતો ત્યારે તેઓ રોજ સખત વરસાદમાં હેમચંદ્રનું પ્રાકૃત વ્યાકરણ અત્યંત ઉત્સાહથી શીખવા આવતા. આટલી જિજ્ઞાસા, નમ્રતા ને પરિશ્રમવૃત્તિ વ્યાપારી જૈન બચ્ચામાં ભાગ્યે જ જોઈ છે. ઈ. સ. ૧૯૨૩-૨૪ના શિયાળામાં કામ કરી થાકી જવાથી હું તેમને દિવસે વખત આપી ન શકું ત્યારે તેઓ રાતે મારી પાસે સૂવા આવે ને રંગગંગાધર ભણવાની વૃત્તિ સંતોષે. ઈ. સ. ૧૯૨૬નો ઉનાળો તો અમારા સહચારનો એક સુંદર અધ્યાય બની રહે છે. તેમણે M.A.ની પરીક્ષા માટે જૈન વિષય લીધો ને તેમાં આખું વિશેષાવશ્યક ભાષ્ય હતું. અમદાવાદમાં તેમનું કામ સાધુઓ પાસે ન સર્યું ત્યારે તેઓ રજામાં લીમલી મારી સાથે આવ્યા ને તેમણે એવો જ્ઞાનયજ્ઞ શરૂ કર્યો કે ત્રણ-ચાર અઠવાડિયાંમાં આખુંય સટીક ભાષ્ય વાંચી કાઢ્યું. આ જોઈ પ્રવર્તક કાંતિવિજ્યજી આદિ હેરત પામ્યા, પણ મેં જ્યારે પ્રો. આથવલેની પૂર્વભૂમિકા વિષે કહ્યું ત્યારે જ તેઓનું સમાધાન થયું. એ જ રજામાં અમદાવાદ આવી એમના ભદ્ર ઉપર આવેલ મકાનમાં પ્રો. રાનડેનું Constructive Survey of Upnishads એ પુસ્તક શરૂ કર્યું. તેમાં એ વક્તા ને મારા ઉપરાંત બીજા કેટલાય મહારાષ્ટ્રીય વિદ્વાનો શ્રોતા. આગળ જતાં જ્યારે મેં અંગ્રેજી શીખવું શરૂ કર્યું ત્યારે ઈ. સ. ૧૯૩૧ના ઉનાળામાં તેઓ મને સોન્ડરલેનનું “India in Bondages", al Intelligent Women's Guide to Sociaism પુસ્તક વંચાવતા. તે પછી પણ અમારો વિદ્યાર્થીસંબંધ ઉત્તરોત્તર પુષ્ટ જ થતો ગયો છે, જેને હું પૂનાના એક પ્રાથમિક સમાગમનું ફળ જ માનું છું.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૦ • મારું જીવનવૃત્ત
શ્રી ત્રિકમભાઈ શાહ અને પ્રો. રસિકલાલ પરીખનો પરિચય
પૂનામાં બે મિત્રો બીજા થયા, જેમનું સ્થાન મારા જીવનમાં બહુ ગૌરવાન્વિત છે. તેમાંથી એક ત્રિકમલાલ મહાસુખરામ શાહ, જે તે વખતે ફરગ્યુસન કૉલેજમાં ગણિત લઈ ભણતા ને આગળ જતાં ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક અને મહામાત્ર થયા. હું તેમની સાથે ત્રણચાર વર્ષ તો સતત રહ્યો છું. એમનો અને મારો કાર્યપ્રદેશ જુદો હોવા છતાં તેમની મીઠાશે મને બહુ હૂંફ આપી છે અને આજે પણ અમારા વચ્ચે એ જ મીઠાશ કાયમ છે.
બીજા મિત્ર થયા તે રસિકલાલ છોટાલાલ પરીખ. તે વખતે તેઓ પૂનામાં સંસ્કૃત લઈ B.A.માં ભણતા. પરિચય થતાં જ અમે એકબીજા પ્રત્યે ખૂબ આકર્ષાયા. બંનેનો વિષય એક અને જિજ્ઞાસા પણ બંનેની ઉત્કટ. તેઓ પ્રોફેસર ગુણે પાસે પ્રવચનસાર શીખતા. જ્યારે એમણે મને વંચાવવાનું કહ્યું ત્યારે મેં તરત જ સ્વીકાર્યું. સટીક પ્રવચનસારના વાચને અમને એના આધ્યાત્મિક વિષય પ્રમાણે પરસ્પર એવા બાંધ્યા કે એ સંબંધ શુદ્ધ આધ્યાત્મિક નહિ હોય તોય તે એ દિશામાં છે એમ કહી શકાય. પૂના છોડ્યા પછી અમદાવાદ જ્યારે જ્યારે જતાં-આવતાં ઊતરું ત્યારે તેઓ મને ત્યાં જ રહેવા લલચાવે ને અનેક ગ્રન્થો વાંચવાની યોજના સામે મૂકે, પણ એ યોગ તો આગળ જતાં, ઈ. સ. ૧૯૨૧માં જ આવ્યો. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક ને ગુજરાત પુરાતત્ત્વ મંદિરના મંત્રી હતા, હું પણ એ સંસ્થામાં જોડાયો. અમારો અધ્યયન, લેખન ને ચિંતન વિષયક એટલો બધો સહચાર વધ્યો કે હું તેને મારા જીવનની ધન્ય ઘડી લેખું છું. તેઓ આજે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના આશ્રય તળે ચાલતા ભોળાભાઈ જેસિંગભાઈ ઇન્સ્ટિટ્યૂટ કે જેમાં ઉચ્ચ અભ્યાસ ને સંશોધનનું કાર્ય થાય છે તેના ડિરેક્ટર છે અને હજી પણ મને તેઓ ત્યાં જ આવવા લોભાવી રહ્યા છે. તેમનું ઘર એ મારું ઘર બની ગયું છે. પૂનાના સમાગમે તેમની મિત્રતાનો જે લાભ કરાવ્યો છે તેનું મૂલ્ય આંકવું મારા માટે અઘરું છે અને વિસ્તૃત વર્ણન કરવું તો તેથીયે વધારે અઘરું છે. તેમનાં માતા ચંચળબહેન મને બહુ શ્રદ્ધાથી જોતાં ને ભાઈ જેટલી મમતાથી જ વર્તતાં. તેમણે મારી સગી બહેન ચંચળનું જ સ્થાન લીધું છે એમ મને હંમેશાં લાગેલું. મારું એવું કોઈ લખાણ નહિ હોય કે જે છપાયા પહેલાં રસિકભાઈની નજર નીચે પસાર થયું ન હોય. એમની બહુમુખી પ્રતિભાએ અનેક બાબતોમાં મને નવેસર વિચાર કરતો પણ કર્યો છે. તત્ત્વાર્થનું ગુજરાતી વિવેચન ને ‘સન્મતિનું’ બૃહત્તર સંપાદન રસિકભાઈની મદદથી જ, છે તે સ્થિતિમાં પૂર્ણતા પામ્યાં છે.
પ્રો. ગુણે, ભાંડારકર અને ધર્માનન્દ કોસંબીનો પરિચય
રસિકભાઈ પોતે તો મિત્ર બન્યા, પણ તેમણે મને તેમના અધ્યાપક ગુણે સાથે પણ મેળવ્યો. ગુણે એટલા બધા ભલા, જિજ્ઞાસુ અને નમ્ર હતા કે તેઓ મને પૂનામાં
Page #152
--------------------------------------------------------------------------
________________
પૂનાના અનુભવો • ૧૪૧ જ રહી જવા કહેતા. બીજા સાધારણ વિદ્યાર્થી કે અધ્યાપકોના પરિચયની વાત છોડી દઉં તોય બે વ્યક્તિઓ એવી છે કે જેમનો ઉલ્લેખ આવશ્યક છે. નવયુગની વિદ્યામૂર્તિ ડૉ. રામકૃષ્ણ ભાંડારકરનું નામ લાંબા વખતથી સાંભળેલું. તેથી તેમના મકાને દર્શનાર્થે ગયો ને પંડિત બેચરદાસનું પુસ્તક ભગવતીસૂત્ર ભા – ૧ ભેટ તરીકે આપવા લઈ ગયો. તેમના સૌજન્યની મારા ઉપર બહુ ઊંડી છાપ પડી, પણ તેમની જ નજીકમાં રહેતા પ્રો. ધર્માનંદ કૌસંધીજીને તો વધારે નિકટતાથી મળ્યો. કૌસંબીજી તે વખતે ફરગ્યુસન કૉલેજમાં પાલિના પ્રોફેસર હતા. તેમને મળતાંવેંત જ મારું મન પાલિ બૌદ્ધ વાડ્મય શીખવાની ઉત્કટ વૃત્તિ સંતોષાતી હતી. અમે ત્યાં સાથે જ રહેતા. હું તેમની પાસે પાલિ વાડ્મય વાંચતો. મારું આ વાચન ઘણા વખત લગી ચાલ્યું. જ્યારે તેઓ વિદ્યાપીઠ છોડી રશિયા ગયા ત્યારે તે બંધ પડ્યું, પણ દૈવયોગે ફરી અમે ઈ. સ. ૧૯૩૪૩૫માં હિન્દુ યુનિવર્સિટીમાં મળ્યા. આ વખતે તેમના છયે મહિનાઓના નિવાસનો ઉપયોગ કરનાર એકમાત્ર હું જ હતો. રોજ તેઓ બે કલાક આવે. હું તત્ત્વાર્થને કેન્દ્રમાં રાખી તેના બધા જ વિષયો વિષે બૌધ વામય શું કહે છે અથવા કેવી ચર્ચા કરે છે તે બધું તેમને પૂછું ને તેઓ બૌદ્ધપિટકોના આધારે એ વિષે જે કહે તે ગ્રન્થને સ્થળવાર લખાવી લઉં જેથી ક્યારેક જૈન ને બૌદ્ધ આચાર-વિચાર વિષે તુલનાત્મક નિબંધ લખી શકાય તેમ જ તત્ત્વાર્થની બૌદ્ધ વાડ્મય સાથે અવતરણો સહિત તુલના કરી શકાય. મારું આ ધ્યેય હજી માત્ર કલ્પનામાં જ છે. જોકે તે વિષેનાં ટાંચણો પડ્યાં છે. કૌસબીજી કાંઈ પણ લખે તો મને વંચાવે જ. છેલ્લે છેલ્લે અહીં કાશીમાં તેમણે પોતાનાં બે પુસ્તકો પાર્શ્વનાથનો ચાતર્યામ ને બોધિસત્ત્વ સંભળાવ્યાં. શ્રી કુપાલાણીનો પરિચય
પૂના ગયો ન હોત તો આવાં મધુર ફળો ભાગ્યે જ લાધત. કૌસંધીજીને ઘેર ગયો ત્યાં અણધારી રીતે જ કૃપાલાણી મળ્યા. તે વખતે તેઓ ગાંધીજી સાથે પૂના આવેલા. મળતાંવેંત જૈન સમજી અહિંસાની ચર્ચા શરૂ કરી ને પરિચય વધ્યો. એ પરિચય તેઓ વિદ્યાપીઠમાં આવ્યા ત્યાર બાદ બહુ જ ગાઢ થયો ને એટલે સુધી મધુર થતો ગયો છે કે જ્યાં હું હોઉં અને તેઓ આવી ચડે તો અવશ્ય મળે જ. તેમનાં ધર્મપત્ની સુચેતાબહેન જ્યારે કાશીમાં અધ્યાપિકા હતાં ને લગ્ન કર્યા ન હતા ત્યારે કૃપાલાણી જ તેમને મારી પાસે લાવેલા ને સંસ્કૃત શીખવવા ભલામણ કરેલી. આ કારણે સુચેતાબહેન પણ અંગત જેવાં જ બની ગયા છે. જ્યારે વિચાર કરું છું ત્યારે એમ લાગે છે આ મધુર ફળની પરંપરા પૂનાના એ ટૂંકા વાસનું જ પરિણામ છે.
વરસાદ એકસાથે ઢગલાબંધ ન પડે ને થોડો થોડો વરસતો પણ ન અટકે એવી પૂનાની ઝરમિરયા મોસમ રહ્યો ત્યાં લગી ત્રણેય મહિનાના અનુભવી. એ વાતાવરણ પ્રોત્સાહન આપતું. ને દૂધ-ઘી જેવાં પોષક દ્રવ્યોને અભાવે શરીરમાંથી ખૂટતી તાકાતની
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૨ - મારું જીવનવૃત્ત અમુક અંશે પુરવણી પણ કરતું. મચ્છર ને માંકડના ઉપદ્રવનો બદલો તો કુદરતી રમ્ય પ્રદેશોમાં ભ્રમણ કરવાથી મળી જતો. ખેતરો અને ટેકરીઓ વચ્ચે ભવાનીમંદિર કે ચતુર્ભુજનું મંદિર છે. વાચનનો મારો ઘણો સમય ત્યાં વીતતો અને તેથી થાક પણ ઓછો અનુભવાતો. ગાંધીજી સાથે ચર્ચા
ગોખલેના ભારત-સેવકસમાજમાં એક વાર ગાંધીજી આવી ચડ્યા. મારા પરિચિત એટલે તેમની પાસે લઈ જવા વિદ્યાર્થીઓએ મને કહ્યું. હું ગાંધીજીને મળ્યો કે તરત જ તેમણે પૂછ્યું કે તમે અહીં છો? શું કરો છો? હું જૈન ધર્મને લગતું કાંઈક આ વિદ્યાર્થીઓને શીખવું છું એમ મેં કહ્યું કે તરત જ તેમણે પોતાની લાક્ષણિક શૈલીએ : સ્મિત કરી “એમ !” એવો ઉચ્ચાર કરી મને જૈન પરિભાષાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચાર શબ્દોની વ્યાખ્યા કરવા તેમજ મોટરનો ત્યાગ હોય છતાં તેનો ઉપયોગ કરવામાં એ પરિભાષા કામ આપી શકે કે નહિ ? એનો ખુલાસો કરવા કહ્યું. મેં આ પ્રસંગની ચર્ચા મારાં કેટલાંક સ્મરણો એ લેખમાં કરી છે ને તે લેખ “ગાંધીજીના સમાગમમાં એ પુસ્તકમાં પ્રસિદ્ધ થયો છે. મારા ખુલાસાથી બહુ સંતોષ નથી થયો એમ જાણી મેં જ તેમને એની વ્યાખ્યા ને ઉપયોગ વિષે પૂછ્યું. અને તેમણે ઘટતું કહ્યું પણ ખરું. આ વખતે ગાંધીજીની થેલીમાં પંડિત ગોપાલદાસ બરિયાનું જૈનસિદ્ધાંત પ્રવેશિક એ પુસ્તક હતું. તેના વાચનને પરિણામે તેમને આવો વ્યવહારુ પ્રશ્ન ઉદ્ભવેલો. સામાન્ય રીતે મોટરમાં ન બેસવું એવો તેમનો નિશ્ચય હશે, પણ મિસિસ પોલાકને સ્ટેશને મોટરમાં જાય તો જ મળી શકે એટલો જ સમય રહ્યો હોવાથી તેમણે આ પ્રશ્ન પૂછેલો. સામાન્ય રીતે ધર્મ ને તત્ત્વજ્ઞાનનો દરેક અભ્યાસી એની પરિભાષાઓ, એના શાબ્દિક અર્થો ને વિસ્તૃત ચર્ચાઓ જાણવામાં મસ્ત રહે છે પણ એનો વ્યવહારુ ઉપયોગ ક્યારેક અને કેમ થઈ શકે એનો વિચાર ભાગ્યે જ કોઈ કરે છે. આ વસ્તુસ્થિતિનું ભાન તે વખતની ગાંધીજી સાથેની વાચચીતથી મને થયું. ને ગાંધીજીના જીવનની સફળતાની ચાવી પણ ધ્યાનમાં આવી. ગાંધીજી ધર્મ અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ મૌલવી કે પંડિતની પેઠે નથી કરતા, પણ તેઓ એને જીવન્ત પ્રશ્નોમાં લાગુ કરી સજીવ બનાવે છે. આ વાત મને ત્યાં પહેલવહેલી આટલી સ્પષ્ટતાથી સમજાઈ. મુસાફરીમાં અનેક કામના ભારનું દબાણ હોય ત્યારે પણ એક ધાર્મિક પુસ્તક થેલીમાં રાખવું અને તેનો અર્થ જીવનદષ્ટિએ વિચારવો એવી સૂઝ ગાંધીજી સિવાય બીજામાં ભાગ્યે જ હશે. તળેગાંવની યાત્રા – ગુજરાત અને મહારાષ્ટ્ર
ત્રણ મહિના વીત્યા ત્યાં તો આસો શુકલમાં પૂના છોડવાનો પ્રસંગ આવ્યો. મેં કર્મગ્રન્થોના અનુવાદનું જે મેટર આગ્રા છાપવા મોકલેલું તે બરાબર શુદ્ધ અને સારી રીતે નથી છપાતું એમ પૂફો ઉપરથી જાણ્યું એટલે નક્કી કર્યું કે કરેલી મહેનત બરાબર
Page #154
--------------------------------------------------------------------------
________________
પૂનાના અનુભવો ૦ ૧૪૩ બર નથી આવતી તો પૂના છોડવું. પૂના છોડવાનો વિચાર કરું છું ત્યાં તો બે મિત્રો ભગવાનદાસ અને પ્રભુદાસ પારેખ પૂના આવી ચડ્યા. મૂળે ગુજરાતી, પણ મહારાષ્ટ્રમાં વસી ગયેલ એવાં બે જૈન કુટુંબના છોકરાઓ હું હતો તે છાત્રાલયમાં ભણતા. તેમના આગ્રહથી તેમનું ગામ તળેગાવ જોવા અમે બધા ઊપડ્યા. તળેગાંવ એ સંતરાના બગીચાઓનું જ ગામ છે એમ ત્યાં ગયા પછી જાણ્યું. જે યજમાનને ત્યાં અમે ઊતરેલા તેના બગીચામાં એકસાથે જિંદગીમાં કદી નહિ ચૂસેલ હોય એટલા સંતરા અમે સૌએ ચડસાચડસીથી ચૂસ્યાં. એક પૂરું ન ચુસાય ત્યાં તો યજમાન એમ કહીને બીજું સામે ધરે કે આ વધારે મીઠું નીકળશે. અમે પરીક્ષા કરવામાં પાછળ ન પડ્યા. મેં તો કેરીઓ અને જાંબુડાઓ વિષે આવો અનુભવ સિંહવાડા અને દરભંગા વચ્ચે મિથિલામાં પણ કરેલો તે વખતે પણ રસ્તે ચાલતાં સહચારી લાભચંદ બ્રહ્મચારી એમ કહે કે, પંડિતજી એ કેરી ફેંકી દો. આ વધારે પાકી ને મીઠી છે. એ જાંબુડાં કરતાં આ વધારે સારું છે. આ જ ખાઓ, ઇત્યાદિ પણ તળેગાંવની સ્મરણીય વસ્તુ તો બીજી જ હતી. ગુજરાતી અને જૈન છતાં તેમની ખાનપાન વિષેની ચોકસાઈ તેમ જ પીરસવાની સુઘડતા જોઈ ત્યારે એમ લાગ્યું કે આવાં કુટુંબોમાં જે ઔદાર્ય અને ચોખ્ખાઈનો સુભગ મેળ દેખાય છે તે ગુજરાત અને મહારાષ્ટ્રના સંસ્કારોના સુંદર સંમિશ્રણનું પરિણામ છે.
ગુજરાતની આતિથ્ય ઉદારતા, મહારાષ્ટ્રની સ્વચ્છતા અને સુઘડતાથી ખરખર દીપી ઊઠતી દેખાઈ. તળેગાંવના પ્રવાસે મહારાષ્ટ્રના એક ગામડાનો સુખદ પિરચય કરાવ્યો. ત્યાં એક રાજવિજયજી નામના શ્વેતાંબર સાધુ હતા. તેમને મળવાનો ઉદ્દેશ પણ હતો. મહારાષ્ટ્રમાં પ્રતિષ્ઠિત થયેલા એ એકલવિહારી સાધુ આગળ જતાં ૬૦ વર્ષથી મોટી ઉંમરે પહોંચ્યા પછી પૂનામાંથી એક વિધવા બાઈને લઈ રાતે ગુપ્ત રીતે ટ્રેનમાં બેસી ક્યાંય ચાલ્યા ગયા એ સમાચાર જ્યારે જાણ્યા ત્યારે એ અનુભવ પાકો થયો કે, ઘણાખરા શિથિલાચારી ને ચિરત્રભ્રષ્ટ સાધુઓ ને જાતિઓ બીજા પ્રદેશમાં થતા અપમાનથી બચવા ને પ્રતિષ્ઠાપૂર્વક ધર્મનો ધંધો ચલાવવા મહારાષ્ટ્રનો આશ્રય લે છે. શ્રી રમણીકભાઈ મોદીનો સાથ
પૂનાથી પ્રસ્થાન કરી વિજયા દશમીએ આગ્રા પહોંચ્યો ને છાપવાનું કામ હાથમાં લીધું. હું દેખું નહિ ને બંને સહચારીઓ છોકરા તેમ જ બિનઅનુભવી હતા એટલે શુદ્ધ અને સુંદર છપાવવાનો મનોરથ સિદ્ધ થતો ન દેખાયો. હવે મારી નજર કોઈ બીજા યોગ્ય માણસને શોધવા તરફ વળી. શ્રીયુત રમણીકલાલ મોદીને પણ મારી સાથે આવી રહેવું ને શાસ્ત્ર પરિશીલન વધારવું ઇષ્ટ હતું. તેથી તેઓ દિવાળીની રજા દરમિયાન આવી આગ્રા જોઈ ગયા. છેવટે રહેવાનું નક્કી કરી પોતાની ધર્મપત્ની તારાબહેનને પણ લઈ આવ્યા. હવે અમારો સંઘ અમારી ઢબના આશ્રમજીવનમાં જ ફેરવાઈ ગયો. ને વિ. સં. ૧૯૭૪થી એક નવા જ જીવનમાર્ગ ઉપર ચાલવાની તક મળી.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪ - મારું જીવનવૃત્ત પૂનાના કેટલાક વિદ્યાર્થીઓ
પૂનામાં હું જે ધર્મ અને તત્ત્વજ્ઞાનનો વર્ગ ચલાવતો તેમાં દરેક શ્રોતા કે વિદ્યાર્થીની ઇચ્છાનુસાર પ્રશ્નો કરવાની છૂટ હતી. આને લીધે વર્ગમાં ઘણી વાર બહુ આકર્ષક બૌદ્ધિક વાતાવરણ જામતું. ને હું વિદ્યાર્થીઓ સાથે વધારે તાદાભ્ય કેળવી શકતો. કેટલાક વિદ્યાર્થીઓ તો એટલા બધા મમતાળુ બનેલા કે ત્યારપછી આજલગી તેઓ જ્યારે અને
જ્યાં મળે છે ત્યારે અને ત્યાં એ ભૂતકાલીન વાતાવરણને યાદ કરતાં અમે થાકતા જ નથી. ઇન્જિનિયરિંગ કોલેજમાં ભણતા લીંબડીવાળા સૌભાગ્યચંદ, ખેતીવાડી કૉલેજમાં ભણતા અંબાલાલ ત્રિભુવન, તલકચંદ ને ચીમનલાલ નરસિંહ. જે આજે એક અથવા બીજી જગ્યાએ બહુ સારા ખાતામાં ગોઠવાયેલા છે તેઓને મળતાં આજે મને કુટુંબમેળાનો ભાસ થાય છે. પૂનામાં ચલાવેલા વર્ગનું જ એ પરિણામ છે એમ કહેવું જોઈએ. મેં પૂનામાંથી વિદાય લીધી ત્યારે બધા જ પરિચિતોએ એટલી બધી હાર્દિક મમતા બનાવી કે ઘડીભર તો હું વિચારમાં જ પડી ગયો કે આવા જિજ્ઞાસુ મંડળને છોડીને જવું કે નહિ ? પરંતુ એક વિદ્યાર્થી, જે હંમેશાં ક્લાસમાં મૌન રહેતા તેમણે એ વખતે વિદાયગીરીના મેળાવડામાં વર્ગ ચલાવવાની પાછળ રહેલું મારું દષ્ટિબિંદુ બરાબર સ્પષ્ટ કર્યું તે જોઈ મારું ધ્યાન તેમના પ્રત્યે આકર્ષાયું. તેમણે કહ્યું કે, “હું હંમેશાં ક્લાસમાં આવતો ને જોતો કે પંડિતજી ચલાવે છે તો તત્ત્વાર્થસૂત્ર પણ લગભગ પંચાવન મિનિટ તો બીજા વિષયો જ ચર્ચે છે. આમ કેમ ? પણ હું ધીરે ધીરે સમજી ગયો કે અધિકારવાળા અને અધિકાર વિનાના બધા જ વિદ્યાર્થીઓને એકસરખી રીતે રસ પડે તેમ જ તત્ત્વાર્થસૂત્રના વિષયો ચાલુ જીવનના પ્રશ્રો દ્વારા ચર્ચાઈ બુદ્ધિગમ્ય બને એ જ પંડિતજીનું દૃષ્ટિબિંદુ છે. આ વિદ્યાર્થી તે વાલજી ગાંધી. તે મૂળ ગુજરાતી છતાં દક્ષિણમાં સોલાપુર જઈ વસેલા. એટલે મરાઠી જ ગણાય. તેઓ દિગંબર હોવાથી નાની ઉંમરથી જ તત્ત્વાર્થસૂત્ર, તેની ટીકા સર્વાર્થસિદ્ધિ આદિ ગ્રન્થો ભણેલા. હું પહેલાં જેને વિષે એમ કહી ગયો છું કે એક ભાઈ રાજવાર્તિક શીખવા ઇચ્છતા તે આ જ. એમનો શાસ્ત્રીય અધિકાર બીજા બધા વિદ્યાર્થીઓથી ઘણો ચડિયાતો હતો, કારણ કે તેમની પૂર્વતૈયારી ઘણી સારી હતી. શ્રીનેમચંદ ગાંધી અને તેમના બ્રાહ્મણ પંડિત
વાલજી ગાંધીએ સોલાપુર પોતાના મોટાભાઈ નેમચંદ, જે હજી પણ હયાત છે ને ગયે વરસે જ મને મુંબઈ મળી ગયા તેમને સૂચવ્યું કે અહીં એક કાશીથી પંડિત આવેલ છે, જે તમારી શાસ્ત્રીય શંકાઓનું નિવારણ કરશે. નેમચંદભાઈ પોતાની સાથે એક વૃદ્ધ બ્રાહ્મણ પંડિતને લઈ પૂના આવ્યા. એ પંડિત તેમના ઘરપંડિત જ હતા ને ઘરના સૌને દિગંબર શાસ્ત્રો ભણાવતા. પંડિત જાતે બ્રાહ્મણ, સંસ્કારો પણ બ્રાહ્મણ - પરંપરાના ને હંમેશાં કામ કરે જૈન કુટુંબમાં. જેનો પંડિત પાસે પોતાના શાસ્ત્રો અતિ
Page #156
--------------------------------------------------------------------------
________________
પૂનાના અનુભવો. ૧૪૫ શ્રદ્ધાથી ભણે. પંડિતને એ શાસ્ત્રો ભણાવતાં મનમાં કેટલાય પ્રશ્નો ઊઠે, પણ જો તે ભણનાર અતિ શ્રદ્ધાળુ જૈનો સમક્ષ રજૂ કરે તો જૈનો પંડિત વિષે એમ ધારે કે આ તો બ્રાહ્મણ હોઈ છેવટે જૈનગ્રન્થોમાં દોષ જ જુએ છે. પોતાના નભાવના૨ જૈન શિષ્યોનું મન દૂભવવું પંડિતને ન પાલવે તેથી તે પોતાના બધા જ પ્રશ્નો મનમાં શમાવી લે; ને શિષ્ય જૈનોને રુચે તેવું જ કહે. આવો ક્રમ લાંબા વખત સુધી ચાલ્યો હશે એ વાત હું પંડિતના પ્રશ્નો ઉ૫૨થી તરત કળી ગયો. શરૂઆતમાં એ બ્રાહ્મણ પંડિત મને જૈન સમજી કેટલુંક પૂછતાં અચકાયા કે રખે સુખલાલજી પણ જૈન હોઈ મને બ્રાહ્મણને વિરોધી તો નહિ ગણે ? પણ એમણે જ્યારે જોયું કે હું તો તેમના અંતરમાંથી પરાણે પ્રશ્નો કઢાવું છું ત્યારે લાંબા વખતથી ગૂંગળાતું મન ખુલ્લું કર્યું. તેઓ પ્રશ્ન કરે અને હું જૈનદર્શન તેમજ અન્ય દર્શનોની દૃષ્ટિએ મને સૂઝે તેનો જવાબ આપું. ને ઐતિહાસિક તેમજ તાત્ત્વિક દૃષ્ટિએ ખુલાસો કરું ત્યારે તેમનું કાંઈક સમાધાન થતું જોયું. મારા જવાબમાં ઘણી વાર એવી વાત પણ આવતી કે જેમાં રૂઢિચુસ્ત જૈનોને આઘાત પણ થાય. આ ચર્ચા દરમિયાન પંડિત સાથે નેમચંદભાઈ પણ બેસતા. આખી જિંદગી સુધી અતિ સાંપ્રદાયિક રૂઢ દૃષ્ટિએ શાસ્ત્ર ભણવા અને સમજવાના સંસ્કાર કેળવેલ નેમચંદને ઘણી વાર મારા જવાબથી નવાઈ ઊપજતી. તેમને શરૂઆતમાં એમ લાગતું હશે કે સુખલાલજી શ્વેતાંબર હોઈ દિગંબર ગ્રન્થો વિષે કાંઈક ઘસાતું તો નહિ બોલતા હોય ? તે પોતે મારી દૃષ્ટિને બરાબર ન્યાય આપવા જેટલી યોગ્યતા ધરાવતા નહિ એટલે તેમને ઘણી વા૨ મારા જવાબોથી મૂંઝવણ ઊભી થતી, પણ તેમના ચિરપરિચિત ને અતિ વિશ્વાસી એ વૃદ્ઘ પંડિત જ્યારે કહે કે આ જવાબ જ મને ખરો લાગે છે ત્યારે નેમચંદની શ્રદ્ધા કાંઈક અંશે મારા તરફ ઢળી, નેમચંદ પાકા વેપારી અને રૂઢ દિગંબર એટલે ભીરુ મનના તેમજ સ્થૂળ સમજણવાળા. કુળશ્રદ્ધાએ જ તેમને શાસ્ત્રાભ્યાસ તરફ વાળેલા છે એમ મને લાગ્યું, પણ પંડિત વધારે સમજણા તેમજ ઉત્કટ જિજ્ઞાસુ, તેમને ઘણી વાર મારી પાસેથી ચાલુ બ્રાહ્મણ પરંપરા વિરુદ્ધ પણ સાંભળવાનું મળતું. શરૂઆતમાં તો તેથી તેમને કાંઈક આઘાત થતો હશે, પણ ધીરે ધીરે એ સમજી ગયા કે હું તેમને કોઈ સંપ્રદાયને વશ થઈ આમ કે તેમ નથી કહેતો. તેથી તેઓ વધારે આકર્ષાયા ને મને પૂછ્યું કે જો અમે આગ્રા આવીએ તો તમે વખત આપશો ? મેં બહુ ખુશીથી હા પાડી.
હું તો આગ્રા પહેલો પહોંચી ગયો, પણ નેમચંદ એ પંડિત સાથે એકાદ મહિના બાદ આગ્રા પહોંચ્યા. નેમચંદ જિજ્ઞાસુ હતા તે કરતાં ભીરુ વધારે. તેથી હું રહેતો તે મકાનમાં રહે ને મારી પાસે ભણતાં એમને મનમાં એમ થયા કરતું કે આ વાત દિગંબર પંડિતો ન જાણે તો સારું. પંડિત પોતે સ્વભાવે સત્યજિજ્ઞાસુ તેથી તેમને એટલો બધો ડર તો નહિ છતાં સોલાપુરમાં ગયા પછી દિગંબર પંડિતો દ્વારા વગોવણી થવાનો ને
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૬ • મારું જીવનવૃત્ત આજીવિકા ઉપાર તરાપ પડવાનો કાંઈક ડર તો હતો જ. આ રીતે આગ્રામાં તેઓ થોડાક દિવસ રહ્યા. ૫. વંશીધરનો પરિચય
દરમિયાન વંશીધર પંડિત, જે હમણાં પણ સોલાપુરમાં છે તે અચાનક આવી ચડ્યા. એમને જોઈ પેલા નેમચંદ તો ડરી જ ગયા. તેમને એમ થયું કે વંશીધરજી મારે વિષે શું કહેશે ને શું લખશે? શ્વેતાંબર મનાતા એક પંડિત પાસે નેમચંદ આગ્રામાં શીખતા હતા એવી જાહેરાત વંશીધર કરે તો તેમચંદની આસ્તિકતા ને ઇજ્જત ધૂળમાં મળે. તેથી વંશીધરને જોતાંવેંત જ નેમચંદે પેંતરો બદલ્યો ને કહ્યું કે અમે તો યાત્રા કરવા આવ્યા છીએ. અહીં સગવડ જોઈ રહ્યા છીએ, ઈત્યાદિ. પંડિત વંશીઘર મારા . પરિચિત હતા. એટલે તેઓ મને આદરથી મળે એ દેખીતું જ હતું. બીજી બાજુ નેમચંદને બહાર લઈ જઈ તેમણે બીજી જગ્યાએ સગવડપૂર્વક રહેવાની ગોઠવણ કર્યાનું પણ કહ્યું હશે. જેમ જેમ આ સાંપ્રદાયિકતાનું નાટક હું જોતો હતો તેમ તેમ મને વધારે સમજાતું હતું કે સત્યની શોધમાંથી ઉત્પન્ન થયેલ ને તેની પુષ્ટિને અર્થે ચાલુ થયેલ સંપ્રદાયો પોતે જ કેવી રીતે સત્યની આડે આવી રહ્યા છે ! આ સમજણથી એકંદર મારી હિંમત અને નિર્ભયતા તો વધ્યે જ જતાં હતાં, જેણે મને સાંપ્રદાયાતીત થવામાં બહુ મદદ કરી છે. ને તે જ દૃષ્ટિએ આ પ્રસંગ હું નોંધી રહ્યો છું, પણ આ નાટક બીજી રીતે દુઃખાન્ત નીવડ્યું. વૃદ્ધ પંડિતને શરદી થઈ. મેં નેમચંદ અને તેમની પત્નીને કહ્યું કે
જ્યાં લગી શરદી ન મટે ત્યાં લગી એમને કોઈ પણ જાતનું અન્ન ન આપશો કેમ કે આ પ્રદેશમાં શરદી અને તાવમાં લંઘન જ હિતાવહ નીવડે છે, પણ હું ન જાણું તેવી રીતે એ પંડિતનો અતિ આગ્રહ જોઈ નેમચંદની પત્નીએ તેમને કઢી વગેરે કાંઈ ખાવા આપ્યું. સૌ રાતે નિરાંતે સૂઈ ગયા, પણ પેલા પંડિત તો એટલી બધી નિરાંતે સૂતા કે પછી ઊઠવાપણું જ ન રહ્યું. સવારે જોતાં જ સૌને અચંબો લાગ્યો, દુઃખ થયું ને ત્યાંથી જ નેમચંદનું ભીરુ મનથી ભણવાનું નાટક પણ પૂરું થયું. શ્રી સુમતિબહેનની યાદ
એ વખતે નેમચંદની જે છોકરી સાવ નાની હતી તે હમણાં મને મુંબઈમાં મળી ગઈ. મેં જાણ્યું કે સોલાપુર શ્રાવિકાશ્રમની અધિષ્ઠાત્રી કુમારી સુમતિ એ તો આગ્રામાં સાથે હતી તે નેમચંદની બાલિકા છે ત્યારે ભારતીય વિદ્યાભવનમાં બેઠાં બેઠાં ૨૮ વર્ષ પહેલાંનું એ દુઃખાત્ત નાટક તાદશ ખડું થયું. સુમતિ બ્રહ્મચારિણી છે ને શાસ્ત્રાભ્યાસ તેમ જ આશ્રમ સંચાલનમાં શાંત જીવન વ્યતીત કરે છે, પણ મેં જોયું કે એના ત્યાગી અને શાસ્ત્રાભ્યાસી જીવનને કુળપરંપરાગત સંકુચિતતાના ને ભિરુતાના સંસ્કારે આવરેલ છે ત્યારે સાંપ્રદાયિકતાનાં ઘાતક તત્ત્વો વિષેની મારી પ્રથમની માન્યતા વધારે દઢ થઈ છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
૨૪. પુનઃ આગ્રામાં
શ્રી શીતલનાથજીનું મંદિર
આગ્રા રોશન મહોલ્લા)ની એ જાણીતી જૈન ધર્મશાળામાં અમારો પડાવ હતો. એની તદ્દન નજીકમાં જૈન ઉપાશ્રય તેમ સુપ્રસિદ્ધ શીતલનાથનું મંદિર આવેલું છે. ને નજીકમાં જ અકબરે બંધાવેલ મોતી મસ્જિદ આવેલી છે. એ ઉપાશ્રયનું મકાન જૈનાચાર્ય હીરવિજયસૂરિને અકબરે ભેટ આપેલું કહેવાય છે. એ મંદિરમાં મુખ્ય નાયક શીતલનાથજીની અતિભવ્ય મૂર્તિ તો છે જ, પણ એમાં પચ્ચકારીની કારીગરીવાળી ઈન્દ્રની એક ભવ્ય મૂર્તિ પણ છે. ઈન્દ્રની આ મૂર્તિ ઉપરનું પથ્યકારી કામ શ્રીચન્દ્ર નામનો બ્રાહ્મણ કારીગર કેટલાંય વર્ષોથી કરતો આવ્યો છે. તે કારીગર ‘સિકંદરા અને તાજમહેલ' જેવી જગમશહૂર ઈમારતોમાં કામ કરેલ કારીગરોનો વંશજ હોઈ કુળગત નિષ્ણાતતા ધરાવે છે. પથ્થરશિલ્પ અને પચ્ચકારીના કામમાં શ્રીચન્દ્રની હથરોટી એટલી બધી સારી છે કે તે કોઈ પણ ભાષાના અક્ષરો જાણે તજ્જ્ઞ હોય તેવી રીતે પથ્થર ઉપર હૂબહૂ અને સુંદર કોતરે છે. ને તેવા નમૂનાઓને દેશ-વિદેશના યાત્રીઓ ખરીદી પણ જાય છે. જ્યારે મેં શ્રીચન્દ્ર દ્વારા તેના બાપ-દાદાઓનો ઇતિહાસ સાંભળ્યો ત્યારે મારો એ ભ્રમ ભાંગી ગયો કે બ્રાહ્મણો તો માત્ર શાસ્ત્રનિર્માતા હોય છે. અલબત્ત, અનેક વિષયોનાં શાસ્ત્રો લખવામાં બ્રાહ્મણકુળનો મોટો હિસ્સો છે છતાં તેણે અનેક જાતનાં શિલ્પ-કર્મ ખેડવામાં પણ પોતાની જન્મજાત બુદ્ધિનો ઠીક ઠીક ઉપયોગ કર્યો છે. આ વસ્તુની વધારે પ્રતીતિ તો ત્યારે થઈ, જ્યારે મને શિલ્પકમાં ને શાસ્ત્રજ્ઞ સોમપુરિયા બ્રાહ્મણોનો પરિચય થયો ને તેમનો થોડોક ઇતિહાસ, કુંભારિયામાં જાણ્યો. અમારુ રસોડું ઃ શ્રી રમણીકભાઈ મોદી આદિ
હું અને રમણીકલાલ બે મુખ્ય હતા; અમારી આસપાસ જે મંડળ એકત્ર થયું હતું તેના સભ્યોની સંખ્યા પંદરથી ક્યારેય વધી ન હતી. એમાં ત્રણ બહેનો પણ હતી. એક તો તારાબહેન રમણીકલાલ મોદી અને બીજી બે મારી કિશોર ભત્રીજીઓ. ગુજરાત, માળવા, પંજાબ ને યુ.પી. એમ ચાર ભિન્ન ભિન્ન પ્રદેશના સભ્યો હતાં. અમારા બે સિવાય બધા જ જુદી જુદી કક્ષાના વિદ્યાર્થીઓ હતા. કોઈ સ્કૂલમાં ભણતા તો કોઈ ખાનગી. રસોડું અમારું સંયુક્ત હતું. ધોરણ સાદગીની ને જાતમહેનતની દષ્ટિએ રાખેલું
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૮ ૦ મારું જીવનવૃત્ત
તેથી કોઈ નોકર ન રાખતાં બધાં કામો અંદરોઅંદર જ વહેંચી પતાવી લેતા. એક બ્રાહ્મણી રસોઈ કરતાં લોટ તેમજ કણિકનો પિંડો ચોરી પહેરેલ કપડામાં સંતાડી લઈ જતાં એકથી વધારે વાર પકડાઈ ગઈ ન હોત તો તે નોક૨ વિના નભાવવાના અમારા વિચારનો અપવાદ જરૂર બનત. ઘી-દૂધ વિના ચલાવવાની પ્રથા તો અમે શરૂ કરી, પણ તેને ઠેઠ સુધી (ઈ. સ. ૧૯૨૦ના ઉનાળામાં અમે બધા વીખરાયા ત્યાં સુધીમાં) મારા સિવાય બીજું કોઈ અનુસર્યું નહિ. અમારી એ પ્રથા ઐચ્છિક હોઈ કોઈને બંધનકર્તા ન જ હતી. જાતમહેનત, કરકસર અને સાદાઈનો પ્રયોગ
હું એ પ્રથાને એટલા વખત લગી વળગી રહ્યો તેની પાછળ પણ મારો કોઈ આધ્યાત્મિક હેતુ ન હતો. બૌદ્ધિક પ્રવૃત્તિને તે આરોગ્યને નુકસાન પહોંચાડ્યા સિવાય ઓછામાં ઓછા કેટલા ખર્ચે જીવન ટકાવી શકાય છે એ જ આ પ્રયોગોનો મુખ્ય ઉદ્દેશ હતો. પરિણામે એ પ્રયોગના લાભાલાભ બંને મારા પૂરતા તો મેં અનુભવ્યા. પ્રાચીન ગ્રન્થોમાં ઋષિઓના સાત્ત્વિક ભોજન તરીકે વર્ણવાયેલ યાજ્ઞાન (જવ અને ભાત) તેમ જ શાકના ભોજનથી મારું શરીર તદ્દન હલકુંફૂલ રહેતું ને ઘી-દૂધ જેવી ચીજોના માદક કેફ વિના જ હું જમીને પણ તરત જ વાચન, ચિંતન ને લેખનના કામમાં પરોવાઈ જતો. લગભગ બધો વખત મનની સાત્ત્વિક્તા પણ ખૂબ સચવાતી. આ લાભ તે વખતે મારી દૃષ્ટિએ જેવો-તેવો ન હતો, પણ એની સાથોસાથ મારા શરીર ઉપર માઠી અસર પણ થઈ રહી હતી. જુવાની ને સંકલ્પના વેગને લીધે મેં એ માઠી અસરની પરવા ન કરી પણ છેવટે એ તરફ ધ્યાન આપવાની મને ફરજ તો પડી જ. પહેલેથી હરસ હતા જ ને હવે એણે ઉગ્ર રૂપ ધારણ કર્યું. હરસની એ જ ઉગ્રતાએ આગળ જતાં મને ઘીદૂધના સેવન દ્વારા શક્તિપૂર્તિ કરવા લલચાવ્યો. હું એમ ચોક્કસ માનું છું કે, હરસની ઉગ્રતા તે જવ વગેરેના સાદા તેમજ શુષ્ક ભોજનને આભારી ન હતી, પણ તેનું મૂળ કારણ તો વધારે પડતી બૌદ્ધિક પ્રવૃત્તિ ને લાંબા વખત લગી એક જ આસને બેસી કામ કર્યાં કરવું તે હતું. મુખ્ય લોભ બૌદ્ધિક પ્રવૃત્તિનો હતો તેથી હરસને લીધે પડતા ઘસારાની પુરવણી માટે દૂધ-ઘીના પરિમિત સેવન સિવાય બીજો ઉપાય જ ન હતો. મંડળના બીજા સભ્યો તો તેમને સોંપેલું ગમે તે શારીરિક કામ કરી શકે; પણ મારું શું? તેથી મેં રસોડાનાં સામૂહિક વાસણો ઊટકવાનું સગવડિયું કામ માથે લીધું. રમણીકલાલ ને હું બંને મળી ગમે તેટલાં અને ગમે તેવાં સામૂહિક વાસણો બહુ ચોકસાઈથી વિનોદપૂર્વક માંજી નાંખતા. અમને આવું કામ ક૨તાં જોઈ બધા વિદ્યાર્થીઓને પણ પોતપોતાના ભાગે આવતાં જુદાં જુદાં કામો કરવામાં ન હીણપત લાગતી કે ન કંટાળો આવતો. જાતમહેનતના આ પ્રયોગ દરમિયાન મેં એટલું અનુભવથી જોઈ લીધું કે, માણસ ધારે તો પોતાને ફાળે આવતાં કેટલાંય કામો કરવા છતાં જરા પણ ખલેલ પહોંચવા દીધા સિવાય પોતાની બૌદ્ધિક પ્રવૃત્તિ ઠીક ઠીક કરી શકે છે ને ગપગોળા તેમ જ અનિયમિતતામાં વેડફાતા સમયનો કાર્યસાધક ઉપયોગ કરી શકે છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
પુનઃ આગ્રામાં • ૧૪૯ કર્મગ્રન્થોની પ્રસ્તાવનાનું લેખન
મારું ધ્યેય અને મારા મુખ્ય રસનો વિષય તો બૌદ્ધિક પ્રવૃત્તિ જ હતી. બીજાં ધૂળ અને બાહ્ય તંત્રમાં ગમે તે ફેરફાર કે ઘટાડો – વધારો કરવો પડે તેની મને કાંઈ પડી ન હતી, પણ જો સ્વીકારેલ બૌદ્ધિક પ્રવૃત્તિમાં કાંઈ કચાશ કે ઊણપ રહે તો તેને નભાવી લેવા મારું મન તૈયાર ન હતું. તેથી સૂઝ પ્રમાણે બૌદ્ધિક પ્રવૃત્તિ પૂરા વેગથી ચાલતી. આ વખતે મારી એ પ્રવૃત્તિના મુખ્ય ત્રણ ભાગ હતા. ૧. લખેલું છપાવવું, ૨. નવું લખવું અને ૩. તે અર્થે પુષ્કળ વાંચન-ચિંતન કરવું. રમણીકલાલ આવ્યા એટલે કાશીમાં અનુવાદ કરી છાપવા આગ્રામાં મોકલેલા ત્રણ કર્મગ્રન્થો છપાવવાનું કામ શરૂ કર્યું. હવે પ્રસ્તાવના લખવાનો પ્રશ્ન સામે આવ્યો. ગીતારહસ્યનો નમૂનો સામે હતો જ. તેથી કર્મતત્ત્વ અને કર્મશાસ્ત્ર વિષે અનેક મુદ્દાઓને સ્પર્શતી તેના જેવી વિસ્તૃત ભૂમિકા લખવી એવો વિચાર મને ઉભવ્યો હતો. તે પ્રમાણે મેં શ્વેતાંબર-દિગંબર પરંપરાનાં છપાયેલ બધાં જ કર્મવિષયક પુસ્તકો તત્ત્વ અને ઇતિહાસની દૃષ્ટિએ વાંચી કાઢ્યાં. નોંધ પણ ઢગલાબંધ કરી, પરંતુ ક્યારેય આટલી મોટી સ્વતંત્ર પ્રસ્તાવના નહિ લખેલી એટલે મૂંઝવણ ઊભી થઈ કે, આ નોંધોના ઢગલામાંથી શું લેવું અને શું છોડવું ? ક્યા ક્યા મુદ્દા ઉપર લખવું અને કેવી રીતે લખવું? યમુનાના કિનારે આવેલ ભરતપુર મહારાજની કોઠીના તેમ જ તાજમહેલના બગીચાના શીતલ એકાન્ત ને વસન્ત સમીર ધીરે ધીરે મદદે આવ્યા ને મૂંઝવણમાંથી માર્ગ સૂઝતો ગયો. સેંકડો પાનની ગીતારહસ્ય જેવી લાંબી પ્રસ્તાવના લખવાનો તરંગ છોડી સાવ મધ્યમ માર્ગે વળ્યો; ને પહેલા કર્મગ્રન્થની પ્રસ્તાવના લખી કાઢી. જોકે પ્રસ્તાવના વાસ્તે લખી રાખેલ ઘણાં પ્રકરણો અને ચંચણો કેટલોક વખત સાચવી ફેંકી દીધાં, પણ એ લખાણો અને ટાંચણોએ સ્વતંત્ર લખવાનો અને આગળ ઉપર આ દિશામાં કામ કરવાનો આત્મવિશ્વાસ ઉત્પન્ન કર્યો. અનુવાદો તો કાશીમાં કર્યા જ હતા, પણ અમુક વિષયના સાહિત્યનું દોહન કરી જ્યારે સારગર્ભિત પ્રસ્તાવના લખી ત્યારે મને એટલી પ્રતીતિ થઈ કે સન્મિત્રે મારા વિષે જે અભિપ્રાય બાંધ્યો હતો તે આ પ્રયત્નને લીધે ખોટો ઠર્યો છે. ને એમને મારા વિષે અભિપ્રાય બદલવો પડે તે માટે કરેલો મારો પ્રયત્ન અમુક અંશે સફળ પણ થયો છે. પહેલા કર્મગ્રન્થની એ વખતે જે પ્રસ્તાવના લખાઈ તેનું મૂલ્યાંકન તો તેના અભ્યાસીઓએ કર્યું જ હશે, પણ આગળ જતાં જ્યારે મેં જોયું કે ગુજરાતમાં કેટલાક સુયોગ્ય સંપાદકો ને અનુવાદકોએ મને પૂછીને કે પૂછ્યા વગર તેમ જ મારા નામનો ઉલ્લેખ સુધ્ધાં કર્યા સિવાય મારી પ્રસ્તાવનાનો સારભાગ લઈ લીધો છે ત્યારે એટલું તો સમજાયું કે એની પાછળ કરેલો શ્રમ વ્યર્થ નથી ગયો. પહેલાં કર્મગ્રન્થની પ્રસ્તાવનાએ બીજા અને ત્રીજા કર્મગ્રન્થની પ્રસ્તાવનાનો માર્ગ બહુ સરળ કરી નાંખ્યો હતો. તેથી તે કામ પતાવવામાં બહુ વાર ન લાગી. આ ત્રણ કર્મગ્રન્થોને લગતાં જે પરિશિષ્ટો કરવાં પડ્યાં તેણે
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૦ • મારું જીવનવૃત્ત પરિશિષ્ટોની ઉપયોગિતાનું વધારે ભાન કરાવ્યું ને એ કામ કરવાની વધારે આવડત પણ કેળવી. ચોથા કર્મગ્રન્થના પરિશિષ્ય
સાનુવાદ ત્રણ કર્મગ્રન્થોના સંપાદન તથા મુદ્રણે કામની નવીન દિશા જ સુઝાડી. જે તાલીમ કોઈ સંસ્થા કે ગુરુ પાસેથી મળી જ ન હતી તે પ્રત્યક્ષ કામ કરવાથી મળતી લાગી ને બેવડો ઉત્સાહ વધ્યો. એમ તો ચોથા કર્મગ્રન્થનો હિન્દી અનુવાદ પણ પ્રેસમાં છાપવા અપાયો હતો પણ નવી સૂઝે મને કહ્યું કે, તું, એને લખેલ છે તે કરતાં આને બીજી રીતે તૈયાર કર, પહેલાં કરેલ શ્રમ ને ખર્ચ નકામો જશે એવી લેશ પણ ચિંતા ન કર તો આ નવી રીતનું લખાણ વળી તને આગળ વધવાની તાલીમ આપશે. રમણીકલાલને પણ નવી સૂઝ પસંદ આવી ને અમે પહેલાંનું બધું લખાણ રદ કરી તદ્દન નવેસર ચોથા કર્મગ્રન્થનો ફરી અનુવાદ કરવા મંડ્યા ને પરિશિષ્ટોની તૈયારી કરવા લાગ્યા.
મૂળ કર્મગ્રન્થનું કદ કાંઈ મોટું ન કહેવાય, પણ એમાં સંખ્યાબંધ જૈન પારિભાષિક શબ્દો આવે છે. મહત્ત્વનાં લગભગ બધાં જ પરિભાષિક શબ્દોને લક્ષી અમે અનેક પરિશિષ્ટો લખ્યાં. ઉપલભ્ય સમગ્ર જૈન વામને આધારે પ્રત્યેક શબ્દનો પારિભાષિક અર્થવિકાસ એ પરિશિષ્ટોમાં દર્શાવવામાં આવ્યો છે. જૈન પારિભાષિક કોશનો સંકલ્પ
આ પરિશિષ્ટ તૈયાર કરવા વાસ્તે જે વિશાળ વાચન અને ચિંતન કરવું પડ્યું તેણે વળી ગ્રન્થ તૈયાર કરવાની નવી સૂઝમાં કંઈક ઉમેરો કર્યો તથા નવું જ સાહિત્ય તૈયાર કરવાની યોજનાઓ પણ સુઝાડી. પ્રસ્તાવના સિવાયનું ચોથા કર્મગ્રન્થને લગતું સમગ્ર મેટર તૈયાર થયું, પણ સૂઝેલી નવી યોજના પ્રમાણે એક નવા જ કામ તરફ અમે વળ્યા. યોજના એ હતી કે એક વિશ્વકોશ જેવો જૈન પારિભાષિક શબ્દકોશ સ્વતંત્રપણે તૈયાર કરવો, જેમાં જૈન પરંપરાના સમગ્ર વિષયોને સ્પર્શતી બધી જ પરિભાષાઓના અર્થતરોનું વર્ણન ઐતિહાસિક તેમજ તુલનાત્મક દૃષ્ટિએ કરવું. કેન્દ્રસ્થાને જૈન પરિભાષાને રાખી તેના સ્થાનમાં બૌદ્ધ ને વૈદિક દર્શનોમાં કઈ કઈ પરિભાષાઓ છે ને એ બધી પરિભાષાઓ વચ્ચે શાબ્દિક કે આર્થિક કેટકેટલું અંતર છે ને એ અંતર ક્યા કારણે ઉદ્દભવ્યું છે એ બધું યોજનાગત પારિભાષિક શબ્દકોશમાં દર્શાવવું જેથી સમગ્ર ભારતીય આચારવિચારની પરંપરાઓનું સામ્ય-વૈષમ્ય ઐતિહાસિક કમે જાણવું સુલભ બને.
- તત્ત્વાર્થસૂત્ર એ એક રીતે સમગ્ર જૈન પરિભાષાઓનો સંગ્રહગ્રન્થ છે. જેમાં તેની
પૂર્વભૂમિકા જાર વર્ષના ભૂતકાળને આવરે છે તેમ તેનો ઉત્તરકાલીન વિકાસ પણ
Page #162
--------------------------------------------------------------------------
________________
પુનઃ આગ્રામાં - ૧૫૧ હજારથી વધારે વર્ષોને સ્પર્શે છે. તેમાંય તત્ત્વાર્થની રાજધાર્તિક ટીકા અમને એવી લાગી કે એને જ કેન્દ્રમાં રાખી જૈન પરિભાષાઓ ઉપર યોજના પ્રમાણે વાંચવા-વિચારવા અને લખવા માંડીએ તો ઈષ્ટ હેતુ પાર પડે. તેથી અમે એ રીતે વાંચન-ચિંતન શરૂ કર્યું.
કામનું મહત્ત્વ ને ગૌરવ ધ્યાનમાં તો હતાં, પણ જ્યારે કામ ઉપર બેઠા ત્યારે અમને બંનેને માત્ર અમારા બંનેના ગજા બહારનું એ કામ છે એમ સ્પષ્ટ લાગ્યું. હવે અમે બીજા એવા સુયોગ્ય સહકારીઓ શોધવા તરફ વળ્યા કે જે આધુનિક દૃષ્ટિએ ભૂગોળખગોળના પારદર્શી વિદ્વાન હોય ને જે અમને અપેક્ષિત એવા વૈજ્ઞાનિક વિષયોમાં પણ નિષ્ણાત હોય. આવા સુયોગ્ય સહાયકો વિના અમારી યોજનાનો વિશ્વકોશ વૈજ્ઞાનિક યુગના વિકાસની ચર્ચા વિનાનો રહી જાય ને તે વર્તમાન યુગની સાવ દૂર પડી જાય એવો એમને સ્પષ્ટ ભય હતો. સુયોગ્ય નિષ્ણાતોની શોધ તો ચાલતી જ. પારિભાષિક કોશનો પ્રારંભ અને ઇન્ફલુએન્ઝાનો પ્રકોપ
દરમિયાન જૈન આગમોના નિષ્ણાત પં. બેચરદાસ આગ્રા આવી પહોંચ્યા. એમણે અમારી યોજનામાં સાથ આપવાનું વિચાર્યું હતું, પણ તે તો પોતાના સંજોગ પ્રમાણે અન્યત્ર ચાલ્યા ગયા, પણ મારું અને રમણીકલાલનું કામ તો આગળ ચાલ્યું જ જતું હતું. આ કોશની પાછળ અમારી દૃષ્ટિ શી છે ને એનું મૂર્ત રૂપ કેવું હોઈ શકે એ સહેલાઈથી સમજી શકાય તે માટે અમે પાંચ-સાત પારિભાષિક શબ્દો લઈ કાચું લખાણ પણ તૈયાર કર્યું. કામ કરવા સાથે ઉત્સાહ પણ વધ્યે જતો હતો જે આગ્રાની સખત ઠંડી અને ગરમીની પરવા ન કરતો, પણ દૈવ, અમારી યોજનાની પરવા કર્યા વિના પોતાની યોજના પ્રમાણે જ સૃષ્ટિ રચી રહ્યું હતું. આગ પ્રસરે તેમ દેશમાં એક સ્થાનથી બીજે સ્થાને ઈન્ફલ્યુએન્ઝા ફેલાતો જતો હતો. એનો મહાનપ્રકોપ આગ્રામાં પણ શરૂ થયો. જ્યાં દેખો ત્યાં મરણોન્મુખ બીમારો, ને મૃત્યુમુખમાં સપડાયેલાઓ જ નજરે ચડતા. એક કાઠિયાવાડીની પત્નીનો અગ્નિસંસ્કાર કરી મારા સાથી હરખચંદ ઘેર આવ્યો ને તે પણ તેના જ ચેપે ઇન્ફલ્યુએન્ઝામાં સપડાયો. ચૌદ દિવસને અંતે એનો તાવ અને પ્રાણ બંને સાથે ગયાં. લાકડી, આંખ ને હાથ ગયા હોય એવી મારી સ્થિતિ થઈ પણ પ્રશ્ન તો પાછળના અમારા બધાની જીવનરક્ષાનો હતો. લીમડો ચાવવાનો પ્રયોગ
સર્વત્ર આગ લાગેલ હોવાથી ક્યાંય જવું પોષાય તેમ ન જ હતું. અમને એક નુસખો સૂક્યો, જેના પ્રયોગથી નુકસાન તો થવાનું જ ન હતું, પણ લાભનો અધિક સંભવ હતો. અમે બધાંએ સવારે લીંમડાના પાન ખાવા શરૂ કર્યો કોઈ ચાવીને પાન ખાય તો કોઈ વાટીને પી જાય. હું બંને રીત અજમાવતો. બે મહિનાના સતત સેવને સુંદર પરિણામ આપ્યાં. અમારા મંડળમાંથી લીમડાનું સેવન કરનાર કોઈ પણ બે-ત્રણ દિવસથી વધારે ઇન્ફલુએન્ઝામાં ભાગ્યે જ સપડાયો હતો. મને તો બીજી રીતે પણ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫ર • મારું જીવનવૃત્ત બહુ લાભ થયો. ઈન્ફલુએન્ઝાના આક્રમણથી તો બચી જ ગયો, પણ રોજ સવારે લીમડો ચાવતો કે પીતો ત્યારે એવી કાંઈક માનસિક સાત્ત્વિક સ્કૂર્તિ અનુભવાતી, જે મેં પહેલાં ભાગ્યે જ અનુભવેલી. લીમડો ખાવાના આ પ્રયોગમાંથી એના બીજા પ્રયોગો પણ હાથ લાગ્યા. એના લેપ ને શેકને પ્રભાવે એવા એક ઓપરેશનની આફતમાંથી હું બચી ગયો કે જેને સાથળ ઉપરના ગૂમડાના અનિવાર્ય ઈલાજ તરીકે કરવા માટે સર્જન ડૉક્ટરે તૈયારી કરી હતી. ઈન્ફલુએન્ઝાની મોસમમાં અમારી વાચન-ચિંતનની મોસમ ફિક્કી પડી ન હતી. પણ હજી લગી સુયોગ્ય નવા સાથીઓ મેળવવામાં સફળતા મળી ન હતી. ને કામનું ગૌરવ ઉત્તરોત્તર વધારે સ્પષ્ટ થતું જતું. તેથી વિ. સં. ૧૯૭૪ની દીવાળી પછી અમે અમારી બૃહત્કોષની યોજનાને મુલતવી રાખી ચાલુ બીજા કામ તરફ જ વાળ્યા.
Page #164
--------------------------------------------------------------------------
________________
૨૫. વૃંદાવન અને મથુરાના અનુભવો
વૃંદાવનના ગુરુકુળમાં
વિ. સં. ૧૯૭૪ની દિવાળી પહેલાંનો એક પ્રસંગ યાદ આવે છે. તે ઉપયોગી હોઈ અહીં નોંધું છું. ૧૯૭૪ના ભાદરવા સુદ પાંચમે સંવત્સરીને બીજે દિવસે હું અને રમણીકલાલ વૃંદાવન ગયા. મેં તો પહેલાં વિ. સં. ૧૯૬૪માં એક વાર વૃંદાવનનો ઊડતો પરિચય કર્યો હતો, પણ આ વખતે રમણીકલાલ સાથે મારી પણ મથુરા-વૃંદાવન જઈ ત્યાંની કેટલીક વિશિષ્ટ સંસ્થાઓનું ઊંડું નિરીક્ષણ કરવાની ઉત્કટ જિજ્ઞાસા હતી. તેથી જ અમે બંને આ વખતે સાથે ઊપડ્યા. આર્યસમાજનાં અનેક ગુરુકુળો પૈકી એક ગુરુકુળ વૃંદાવનમાં ચાલતું, જે કાંગડીના ગુરુકુળ પછી બીજે નંબરે આવે છે એમ અમે સાંભળેલું. હરિદ્વારા કાંગડી ક્યારે જવાશે એ તો તે વખતે નક્કી હતું જ નહિ. તેથી નજીકમાં આવેલ વૃંદાવનના ગુરુકુળમાં જઈ ત્યાંની શિક્ષણ પ્રણાલી અને ગુરુશિષ્યના સંબંધ આદિ વિષે સાક્ષાત્ પરિચય સાધવો એ એક ઉદ્દેશ બીજો ઉદ્દેશ પ્રેમ મહાવિદ્યાલયને જોવાનો હતો. તે વખતે એમાં અપાતા ઔદ્યોગિક શિક્ષણે અમારું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. વૃંદાવનના અનેક સંપ્રદાયમાં વહેંચાયેલાં વૈષ્ણવ મંદિરો, તેના આચાર્ય ગોસ્વામીઓ, તેમની ધર્મવ્યવસ્થા અને જીવનપ્રણાલી વગેરે વિષે પણ જાતે માહિતી મેળવવી ને પરિચય સાધવો એ પણ ઉદેશ હતો.
અમે પહેલાં જ પત્રવ્યવહાર દ્વારા કરેલ વ્યવસ્થા પ્રમાણે ગુરુકુળમાં ઊતર્યા. એ ગુરુકુળ બરાબર જમનાના કિનારે આવેલું છે. એના એકાન્ત અને શાન્ત અતિથિગૃહમાં પડાવ કરી ગુરુકુળના એક-બે કાર્યકર્તાઓને મળ્યા. તેઓ અમને વિશેષે જાણતા તો ન જ હતા. અને એમણે અમારે વિષે બહુ વિશેષ જાણવાની વૃત્તિ પણ નહિ દાખવેલી. તેથી તેઓ તો અમને કોઈ આવી ચડેલ શ્રદ્ધાળુ યાત્રી જેવા માની વ્યવહાર કરતા હોય એમ અમને ભાસ થયો. અમે પણ અમારો વિશેષ પરિચય આપવાની દરકાર સેવી જ ન હતી. કેમ કે એ રીતે જ કોઈ પણ સંસ્થાનો અકૃત્રિમ વ્યવહાર જાણવાની તક મળે છે.
પુરજોશમાં વહેતી યમુનાના તટે આવેલ ગુરુકુળનું બાહ્ય વાતાવરણ તો આહ્લાદકારી લાગ્યું, પણ એની શિક્ષણ-પ્રણાલી, ભોજન-વ્યવસ્થા કે એના અધ્યાપકોની
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ૭ મારું જીવનવૃત્ત
યોગ્યતા એ બધાની અમારા મન ઉપર જે છાપ પડી તે અમે પહેલાં બાંધી રાખેલ ધારણાને અનુરૂપ સિદ્ધ ન થઈ. હોમ, વેદના મહત્ત્વ ઉપ૨ અપાતો એકાંગી ભાર ને સંસ્કૃતાધ્યયનનો પક્ષપાત આટલું તો ગમે તે આર્યસમાજી ગુરુકુળમાં એના લાક્ષણિક અંગ તરીકે હોય છે જ. અમે કોઈ અસાધારણ યોગ્યતાવાળા ગુરુઓ કે ગુરુને જોવાની આશા સેવેલી, પણ સરકારી બી. એ.ની ડિગ્રીથી વધારે યોગ્યતા ત્યાં જણાઈ નહિ. શિક્ષણ-પ્રણાલીમાં પણ સાંપ્રદાયિક અસ્મિતા ઉપરાંત કોઈ ધરમૂળ ફેર જણાયો નહિ. ભોજન યુ.પી.ને અનુરૂપ હોય એ તો સ્વાભાવિક હતું, પણ ગુરુકુળ જેવી બ્રહ્મચર્યપ્રધાન સંસ્થામાં રાત પડ્યા પછી મોડે ખાવાનું ને ભોજનની માત્રામાં અનિયમિતપણું એ અમને આરોગ્ય અને બ્રહ્મચર્યની દૃષ્ટિએ યોગ્ય ન લાગ્યું.
ગુરુકુળ છોડતી વખતે જ્યારે અધિષ્ઠાતાને અમારા વિષે કાંઈક વધુ જાણ થઈ ત્યારે તેમણે તરત જ બધા બ્રહ્મચારીઓ અને શિક્ષકોનું સંમેલન કર્યું ને અરસપરસ પરિચય સાધ્યો. ગુરુકુળની અનુકરણ યોગ્ય કેટલીક વિશેષતાઓમાંથી એક વિશેષતાએ અમારું ધ્યાન સવિશેષ ખેંચ્યું. ત્યાં શૂદ્રો અને હિરજનોને પણ સમાનદૃષ્ટિએ સ્થાન એ જમાનામાં અપાતું એ કાંઈ નાનીસૂની સિદ્ધિ ન કહેવાય. પ્રેમ મહાવિદ્યાલયમાં
પ્રેમ મહાવિદ્યાલય જોવા ગયા ત્યારે એના એક જૂના કાર્યકર્તા યા મંત્રી નારાયણપ્રસાદને મળ્યા. (બિહાર) આરામાં આવેલ જૈન શ્રાવિકાશ્રમની સંચાલિકા ચંદાબાઈના એ પિતા થાય. ક્યારેક ચંદાબાઈએ એમને વિષે વાત કરેલી તે ઉપરથી તેમને મળવું સહેલું થઈ પડ્યું. નારાયણપ્રસાદનું મકાન પ્રેમ વિદ્યાલયની નજીક જ હતું. એમણે પ્રેમ મહાવિદ્યાલય તો છૂટથી બતાવ્યું જ, પણ વધારામાં અમારું આતિથ્ય પણ કર્યું. આતિથ્યમાં નોંધવા જેવી વાત એમની એક સલાહ છે. જ્યારે જમવાનો વખત થયો ત્યારે સાંજે એમણે અમને સ્નાન કરી લેવાની સૂચના કરી અને કહ્યું કે નાહ્યા પછી જમીએ તો થાક ઊતરવાથી તાજગી આવે છે ને ભૂખ પણ ઠીક ઊઘડે છે. શીતળ કૂપોદકથી અમે નાહ્યા તો સાચે જ જઠરાગ્નિ મંદ પડી ગયેલ તે શીતળ જળસ્નાનથી પ્રદીપ્ત થઈ ને તેમણે પીરસેલ મથુરા-વૃંદાવનની પ્રસિદ્ધ રબડીનો અમે સ્વાદ માણ્યો. મહાવિદ્યાલય યમુનાના ઘાટ ઉપર આવેલું છે, જ્યારે યમુના ત્યાંથી માઈલ કરતાંય વધારે દૂર વહે છે. નદીનાં બદલાતાં જતાં વહેણો પહેલાંના બાંધેલા પાકા ઘાટોને કેવા સૂમસામ કરી મૂકે છે એ ત્યાં જોવા મળ્યું. આ દૃશ્યનું સ્મરણ આગળ જતાં ટાગોરની શિક્ષણવિષયક મીમાંસાનો એક લેખ વાંચતાં હમણાં જ તાજું થયું. એ લેખમાં કવીન્દ્રે શિક્ષણની રૂઢ પ્રણાલીની ટીકા કરતાં તેને આવા પ્રવાહથી છૂટા પડેલા ઘાટો સાથે સરખાવતાં કહ્યું છે કે જેમ નદીનો પ્રવાહ વેગળો ચાલ્યો જાય ને ઘાટ માત્ર બાકી રહે તેમ દૃઢ પ્રણાલિકા માત્ર શિક્ષણની સંસ્થાઓમાં બાકી રહે છે અને શિક્ષણનો આત્મા
Page #166
--------------------------------------------------------------------------
________________
વૃંદાવન અને મથુરાના અનુભવો – ૧૫૫ અનેક જાતના ઉદ્યોગોનું શિક્ષણ આપવાની સગવડ હતી ને તેથી અનેક વિદ્યાર્થીઓ જીવનયાત્રા ચલાવવાની શક્તિ પ્રાપ્ત કરતા એટલે એનો ઉદ્દેશ ને એની પ્રવૃત્તિ અમને બહુ ગમી.
પં. શ્રી સુદર્શનાચાર્યનો પરિચય અને શ્રીરંગમંદિરનો ઇતિહાસ
જે વયોવૃદ્ધ સુદર્શનાચાર્યને હું વિ. સં. ૧૯૬૪માં મળેલો તેમની પાસે ઘણાં વર્ષ પછી જવાની ઉત્કંઠા પ્રબળ જાગી હતી. અમે એમને ભેટ્યા. એટલી જ સરલતા ને સ્નેહવૃત્તિથી તેમણે અમારો સત્કાર કર્યો. આ વખતે હું ભણવાના ઉદેશથી નહિ, પણ સત્સંગતિની દૃષ્ટિથી ગયો હતો. તેમણે મને કહ્યું કે, વિશિષ્ટાદ્વૈત એ અનેકાન્તવાદનું જ એક સ્વરૂપ છે એ તમે જાણો છો ? એમના આ કથન ઉપર આગળ જતાં મેં તાત્ત્વિક અને ઐતિહાસિક દૃષ્ટિએ વિચાર કર્યો તો એમાં પુષ્કળ સત્ય દેખાયું છે.
ગુજરાતમાં જેમ ચા પીશો ? એમ પુછાય છે, તે રીતે યુ. પી. માં જળપાન કરશો ? એમ પુછાય છે. એક વાર કાશીમાં એક મંદિરના પૂજારીએ મને પૂછેલું કે જળપાન કરશો ? મેં તરસ ન હોવાથી ના તો પાડી, પણ જ્યારે મારા સહચારી મિત્રે એનો ભાવાર્થ મને કહ્યો ત્યારે મેં જળપાનને વધાવી લીધું. ત્યારથી જ મને જળપાનની પૂર્વભૂમિકા તો મીઠાઈ હોય છે એમ ખબર હતી એટલે સુદર્શનાચાર્યના જળપાનના પ્રશ્નને અમે વધાવી જ લીધો. બેસનની લાડુડીઓએ વધારે ચપળતા પ્રેરી ને અમે એમના શ્રીરંગજીના મંદિર વિષે તેમ જ તેની વ્યવસ્થા વિષે વધારે જાણવા ઇચ્છા દર્શાવી. સુદર્શનાચાર્યજીએ મંદિર-મૂર્તિ આદિ બધું જ બતાવવાની ગોઠવણ કરી. અમને માલૂમ પડ્યું કે આ શ્રીરંગનું મંદિર સુવર્ણમંદિર તરીકે જાણીતું છે. એમાં એક સ્તંભ ઊભો છે, જેના ઉપર સુવર્ણની બહુમૂલી ખોળ છે.
એ મંદિર એક જૈન ગૃહસ્થે બંધાવેલું છે એ જાણીને તો વધારે વિસ્મય થયો. તેથીય વધારે વિસ્મય તો એ પાછળ કરેલી વ્યવસ્થા જાણીને થયો. લક્ષ્મીચંદ નામના અતિ ધનાઢ્ય ગૃહસ્થે મંદિર બંધાવી તેના નિભાવ ખાતર ઘણાં ગામો દાનમાં આપેલાં છે. એની આવક બહુ મોટી છે. એમાંથી બધો ખર્ચ ચાલે છે. પ્રતિદિન અમુક પ્રમાણમાં ભોગની વસ્તુઓ તૈયાર કરવા માટે ઘી જોઈએ. ઘીની કીમત મોંઘવારીના પ્રમાણમાં બદલાતી રહે તો બાંધેલ ખર્ચમાં અવ્યવસ્થા ઊભી થાય તેથી તે શેઠે ઘીનું પ્રમાણ નક્કી ન કરતાં રૂપિયાનું જ પ્રમાણ પહેલેથી નક્કી કરી દીધું છે કે ભાવ વધે કે ઘટે, પણ રોજ ઘી માટે તો અમુક જ રૂપિયા ખરચવા. તેટલી રકમમાંથી ગમે તેટલા ઘીમાં ભોગ-બત્તી વગેરે બધી વિધિઓ પતાવવી. મંદિરની આવક એટલી બધી મોટી છે કે તેમાંથી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ નભે છે ને વિદ્યાર્થીઓ પણ અધ્યયન કરવા પામે છે. એ સખી જૈન ગૃહસ્થે વૈષ્ણવ મંદિરની પેઠે જૈને મંદિર ને જૈન ધર્મશાળા પણ બંધાવેલ છે. ને તે મથુરામાં ચૌરંગીને નામે શહેર બહાર જાણીતી છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૬ ૯ મારું જીવનવૃત્ત ભારતની ધર્મસહિષ્ણુતા
મૂળે એ લક્ષ્મીચંદ શેઠ જૈન અને વૈષ્ણવ ઉભય ધર્મનો આદર કરતા ને ઉભયને અનુસરતા. આજે પણ ગુજરાતત્કાઠિયાવાડમાં ઘણાં એવાં કુટુંબો છે કે જેમાં જૈન અને વૈષ્ણવ ધર્મોનું મિશ્રણ છે. જેમ જેમ ઇતિહાસનાં જૂનાં પૃષ્ઠો વાંચીએ છીએ તેમ તેમ કુટુંબોમાં અને આખી જ્ઞાતિઓમાં જુદા જુદા ધર્મોનું અવિરોધી અનુસરણ જોવામાં આવે છે. એક જ જૈનપરંપરાના શ્વેતાંબર-દિગબંર કે સ્થાનકવાસી-મૂર્તિપૂજક જેવા ફાંટાઓમાં જે કાળે લગ્નવ્યવહાર ન હોય તે કાળે એક જ કુટુંબમાં જૈન-વૈષ્ણવ કે જૈન-બૌદ્ધ જેવી બે સાવ જુદી ધર્મપરંપરાના અસ્તિત્વની વાત નવાઈ જેવી લાગે, પણ એના થોડા ઘણા અવશેષો જે આજે જોવા મળે છે તે પ્રાચીન ધર્મસહિષ્ણુતાની સાક્ષી આપે છે. વસ્તુપાલમંત્રીની ધર્મસહિષ્ણુતા ઇતિહાસપ્રસિદ્ધ છે. દક્ષિણ હિંદુસ્તાનમાંનાં અનેક રાજકુટુંબો ભિન્ન ધર્મોના સુખદ સંમેલનની સાક્ષી ઇતિહાસ દ્વારા આપે છે. વૈષ્ણવ પરંપરાઓ
જેમ શત્રુંજય પર્વત જૈન મંદિરોનું ધામ છે અને કાશી શૈવ મંદિરોનું ધામ છે તેમ વૃંદાવન વૈષ્ણવ મંદિરોનું ધામ છે. કૃષ્ણભજનમાંની દરેક કુંજગલી આજે મંદિરોનું કુંજ બની છે. એના સ્વામી આચાર્યો છે અને ગોસ્વામી કહેવાય છે. રામાનુજ, મધ્વ, નિમ્બાર્ક, વલ્લભ જેવા દક્ષિણના બધા જ આચાર્યોની તો વૃંદાવનમાં પરંપરા છે જ, પણ બંગાલના ભક્ત ચૈતન્યની પરંપરા પણ ત્યાં છે. માત્ર નામથી અને કાંઈક ઉપાસનાભેદથી પડેલ ફાંટાઓ પણ ત્યાં જાહોજલાલી ભોગવે છે. એક ફાંટો રાધારમણના નામને માને તો બીજો રાધા-વલ્લભના નામને. અમારે ગોસ્વામીઓ વિષે કાંઈક જાણવા મન હતું તેથી થોડાંક મંદિરોમાં ગયા. એમનો બારીક પહેરવેશ, એમનો છેલબટાઉ શૃંગાર એ બધું વિચારકને ભલે મૂંઝવે, પણ શ્રદ્ધાળુ ભક્તોને તો આકર્ષે જ છે. મને તો આ ત્યાંનું આખું વાતાવરણ પરોપજીવી. જડતાપોશાક અને પ્રાણઘાતક લાગ્યું છે, જેવું કે મોટે ભાગે બધાં જ તીર્થોમાં હોય છે.
મંદિરો વૃંદાવનની સંપત્તિ હોય તો વાંદરાઓ પણ તેની વિશિષ્ટ સંપત્તિ છે. ગોસ્વામીઓનો વર્ગ ભક્તો ઉપર જીવે છે. તો વાંદરાઓ પણ એ જ રીતે જીવે છે. જોડા કે કપડાં મૂક્વા લેવામાં સહેજ પણ અસાવધાની થઈ તો વાંદરાઓ એનો દંડ તમને આપે જ. બદલામાં કાંઈ પણ ખાવાનું મળે ત્યારે તમને તેઓ શાહુકારની પેઠે તમારી વસ્તુ પાછી આપે. ભક્તિપ્રધાન વૈષ્ણવ પરંપરાઓ મૂળમાં જાતિભેદની પકડ ઢીલી કરવા ને સ્પૃશ્ય-અસ્પૃશ્યનો રોગ નિવારવા શરૂ થયેલી, પણ એ પરંપરાઓની બધી જ ગાદીઓ ઉપર જેમ જેમ બ્રાહ્મણો આચાર્યરૂપે આવતા ને સ્થિર થતા ગયા તેમ તેમ એ પરંપરાઓ મૂળ ઉદ્દેશથી તદ્દન વેગળી જઈ પડી છતાં બંગાલી ચૈતન્યપરંપરાનાં જે મંદિરો વૃંદાવનમાં છે તેમાંથી કોઈ એવા પણ છે કે જેમાં શુદ્ધ સુધ્ધાંને
Page #168
--------------------------------------------------------------------------
________________
વૃંદાવન અને મથુરાના અનુભવો • ૧૫૭ જવાની છૂટ છે. આ વસ્તુસ્થિતિ જોતાં જ જૈનપરંપરાની સ્થિતિનો ખ્યાલ અમને તાજો થયો. મૂળમાં જાતિગત સ્પેશ્યાસ્પૃશ્યની દીવાલ વળવાનો સિદ્ધાંત ધરાવતી જૈનપરંપરા પણ બ્રાહ્મણોના પ્રભાવમાં આવી પોતાનો સિદ્ધાંત વિસારી બેઠી છે. મથુરાદર્શન
વૃંદાવનથી અમે મથુરા આવ્યા. ત્યાં લક્ષ્મીનારાયણનું મંદિર મુખ્ય ને જાણીતું છે. મંદિરની મુખ્યતા કે પ્રસિદ્ધિ કાંઈ એની સ્વચ્છતા, વ્યવસ્થા કે શાંતિમાં નથી સમાતી, પણ એની ઈમારત, આવક અને આડંબરના આધારે જ ઘણુંખરું અંકાય છે. આ વસ્તુ જેમ બધે તેમ લક્ષ્મીનારાયણના મંદિરને પણ લાગુ પડતી જોઈ. મથુરામાં યમુનાનું દશ્ય ઘાટને કારણે ને કૃષ્ણલીલાના પૂર્વ પ્રસંગોને કારણે આકર્ષક બની જાય છે, પણ એમાં ઉમેરો તો કાચબાઓ કરે છે. ભક્તો ને યાત્રીઓ દ્વારા પૂરતું પોષણ પામી કાચબાઓએ પોતાની સૃષ્ટિ નિર્ભયપણે રચી છે ને રચ્યું જાય છે. વ્રજ પ્રદેશ એટલે ગાયોનો પ્રદેશ. તેથી કરીને મથુરાનાં પૈડા-રબડી જાણીતાં છે, પણ બ્રિટિશ અમલનો કળિયુગ ગાયો ઉપર પણ પૂર્ણપણે ઊતરેલો હોવાથી હવે એ પેંડા ને રબડીની મીઠાશ ઉત્તરોત્તર ઘટતી જ જાય છે એમ જોયું.
મથુરામાં એક શ્વેતાંબર મંદિર હતું. ત્યાં પણ અમે ગયા. મંદિર જૂનું ને મૂર્તિ પણ ખૂબ પ્રાચીન છે, જેનો હમણાં જ ફરી ઉદ્ધાર થયો છે. વૃંદાવનમાં શ્રીરંગજીનું મંદિર બંધાવનાર દિગંબર જૈન ગૃહસ્થ મથુરા શહેર બહાર જે દિગંબર જૈન મંદિર બંધાવ્યું છે તે ચૌરંગી ઉપરના મંદિરમાં પણ અમે ગયા. સ્થાન એકાન્તમાં આવેલું હોઈ રહેવા જેવું છે. ત્યાં દિગંબર પરંપરા તરફથી એક બ્રહ્મચર્યાશ્રમ ચાલતું, જે હમણાં પણ ચાલે જ છે. મૂળમાં તે હસ્તિનાપુરમાં સ્થપાયેલું. એના સ્થાપકો પૈકી મહાત્મા ભગવાનદીન એક છે. તે મારા પરિચિત હોવાથી એ બ્રહ્મચર્યાશ્રમને જોવાની તક વધાવી લીધી. ત્યાં બીજા પણ જાણીતા મિત્રો મળ્યા. તેમાં ઉલ્લેખ યોગ્ય નામ પંડિત ઉમરાવસિંહનું છે. કાશીમાં જ તેઓ પરિચિત થયેલા ને હું ભદૈની હતો ત્યારે તેઓ મારી સાથે અમૃતચન્દ્રની પંચાધ્યાયી વાંચતા-વિચારતા. તેઓ આગળ જતાં જ્ઞાનાનન્દ નામે બ્રહ્મચારી થયેલા. તેમણે આશ્રમ વગેરેનો પરિચય કરાવવા ઉપરાંત અમારું આતિથ્ય પણ કર્યું.
મથુરા જૂનું-પુરાણું અને ઇતિહાસપ્રસિદ્ધ શહેર છે. આજે એ રાજધાનીનું પ્રાચીન ગૌરવ નથી ભોગવતું તોપણ ધાર્મિક ગૌરવ તો ધરાવે જ છે. જેમ બીજાં જૂનાં શહેરો તેમ મથુરા પણ પોતાની જૂની કાયા બદલી તેને જમીનદોસ્ત કરી નવે રૂપે અસ્તિત્વ ટકાવી રહ્યું છે છતાં એના જૂના અવશેષો સાવ નથી નાશ પામ્યા કે નથી અદશ્ય થયા. સરકારી પુરાતત્ત્વ વિભાગના ખોદકામને પરિણામે જમીનમાંથી ક્રમવાર અનેક શતાબ્દીઓનો ઇતિહાસ કેટલેક અંશે બહાર આવ્યો છે ને તે સંગ્રહસ્થાનમાં સુરક્ષિત પણ છે. એ સંગ્રહસ્થાન જોવા તો ગયા, પણ એને પૂર્ણપણે જોવામાં સફળતા ન મળી.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૮ • મારું જીવનવૃત્ત તેથી તે વિષે પુસ્તકો ને લેખોમાં જે કાંઈ વાંચેલું છે તેનાથી જ સંતોષ માનતો આવ્યો છું. મથુરામાં થયેલ ખોદકામમાંથી જેનો, બૌદ્ધો, વૈષ્ણવો ને શૈવોની પરંપરાના અનેક ઐતિહાસિક અવશેષો જાણમાં આવ્યા છે ને તે બહુ મૂલ્યવાન છે.
મથુરા ક્યારેક જૈન પરંપરાનું મહતુધામ અને તીર્થ હતું. ત્યાંથી જ જૈન સાધુઓનો એક વર્ગ દક્ષિણમાં ગયેલો, જે માથુરસંઘરૂપે પ્રસિદ્ધ થયો. મથુરામાં જ આર્યસ્કન્ટિલે જૈન આગમોની વાચના અને વ્યવસ્થા કરેલી. દ્વારકા ને ગિરનાર સાથે મથુરાનો સંબંધ જેટલો જૂનો છે તેટલો જ મથુરા સાથે જૈનપરંપરાનો સંબંધ જૂનો છે. એમ લાગે છે કે મથુરામાં જૈનપરંપરાના બે પ્રવાહો સામસામેની દિશામાંથી આવી સંગમ પામેલા. એક પ્રવાહ પશ્ચિમ તરફથી આવેલ તેને સૌરાષ્ટ્ર પ્રવાહ કહી શકાય, જ્યારે બીજો કાશીકોશલ ને મગધથી આવેલ, તેને માગધ કહી શકાય, પણ આજે તો મુખ્યપણે મથુરાવૃંદાવન વૈષ્ણવ ધામ જ છે. ગોપોની ગાયોના કુળવાળા ગોકુળમાં ઇચ્છા છતાં અમે જઈ ન શક્યા ને વ્રજપ્રદેશનાં સુખદ સ્મરણો સાથે આગ્રા પાછા ફર્યા.
Page #170
--------------------------------------------------------------------------
________________
૨૬. પંચપ્રતિક્રમણ અને કૈલાસધામ
સિકંદરાનો નિવાસ
પંચપ્રતિક્રમણનો અનુવાદ
કલકત્તાવાળા બાબુ બહાદુરસિંહજી સિંધીના પિતા બાબુ ડાલચંદજી જેટલા ધર્મપ્રેમી હતા તેટલા જ વિદ્યાપ્રેમી પણ હતા. તેમની ઇચ્છા એવી હતી કે પંચપ્રતિક્રમણ હિન્દી અર્થ સાથે નવી દષ્ટિએ તૈયાર કરાવી મફત વહેંચવું. શ્રીયુત દયાલચંદજી ઝવેરીએ તેમની એ ઈચ્છા વિષે મને કલકત્તાથી લખ્યું. હાથ ઉપરનાં કામોમાં એક નવા કામનો ઉમેરો અમે સ્વેચ્છાથી વધાવી લીધો. મને એમ થયું કે આ નિમિત્તે સમગ્ર જૈન સમાજમાં મહત્ત્વનું સ્થાન ધરાવનાર આવશ્યક પ્રતિક્રમણ સૂત્રોના ઐતિહાસિક ચિંતનની તક મળે છે તેમ જ એના તાત્ત્વિક ચિંતનનો પણ પ્રસંગ સાંપડે છે તો તેને જતો ન કરવો. કઈ રીતે ને કઈ દષ્ટિએ હિન્દી અર્થ લખવા તેમ જ સૂત્રોનો ને વિધિભાગનો ક્રમ ગોઠવવો, વળી કઈ રીતે પ્રધાનભૂત પ્રચલિત બધાં જ ગચ્છોની વિધિ પરિપાટીને આવરી શકાય એ બધું અમે વિચારી લીધું ને કામ શરૂ કર્યું. બાબુ ડાલચંદજી સિંધીની ખાસ ઇચ્છા એ હતી કે જૈનપરંપરામાં પંચપરમેષ્ઠી યા નમોકાર મંત્રનું અસાધારણ મહત્ત્વ છે તો એના વિષે જેટલું સારું અને ગંભીર લખી શકાય તેટલું જરૂરી છે. મને પણ એ વાત ગમી. પહેલાં તો મેં ઉત્સાહ અને ભાવનાવશ પંચપરમેષ્ઠી ઉપર ખૂબ લાંબુ કાંઈક આલંકારિક છટાથી લખી નાંખ્યું, પણ તરત જ આગ્રામાં સિંધીજીનું અચાનક આવવાનું બન્યું ને તેમણે મારું એ લખાણ સાંભળી પસંદ તો કર્યું, પણ કહ્યું કે કાંઈક ટૂંકામાં ને સાધારણ લોકોને ગમ્ય થાય એવું લખાય તો બહુ સારું. મેં લખેલ એ બધું ફાડી દિીધું ને નવી જ રીતે લખવાની ઊંડી ચિંતામાં પડ્યો. ચિંતાએ કાંઈક નવો રસ્તો સુઝાડ્યો. ને પરિણામે પંચપરમેષ્ઠી સ્વરૂપ ટૂંકમાં, પણ તાત્ત્વિક અને સંતોષપ્રદ રીતે લખાયું એમ આજે પણ મને લાગે છે. પ્રસ્તાવના લખવા માટેની તૈયારી કરતાં કરતાં બીજા બધા ધર્મસંપ્રદાયોનાં આવશ્યક કર્મ અર્થાતુ સંધ્યા-ધ્યાન-પ્રાર્થનાના વ્યવહાર વિષેની પ્રબળ જિજ્ઞાસા પ્રગટી. અને એ રીતે એ જિજ્ઞાસાએ મને સનાતની આર્યસમાજીઓની સંધ્યા, મુસલમાનોની નમાજ, બૌદ્ધોના નિત્યપાઠ તેમ જ પારસીઓના ખોરદેહ અવસ્વાના
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૦ • મારું જીવનવૃત્ત અધ્યયન-ચિંતન તરફ વળ્યો. બીજી બાજુ જૈનપરંપરાના બધા જ ફિરકાઓમાં પ્રચલિત આવશ્યક-સૂત્રોનો ઐતિહાસિક તેમ જ તુલનાત્મક અભ્યાસ વધારે ઊંડાણથી કરવાની તક પણ સાંપડી. આ તકને વધાવી લેવાથી મને બહુ જ ફાયદો અને સંતોષ થયો. પ્રસ્તાવનામહ બધું લખાણ તૈયાર પણ થયું ને પ્રેસમાં પણ ગયું. ચારેક ફર્મા છપાયા
ત્યાં વળી નવા જ ફેરફારનો પ્રસંગે ઉપસ્થિત થયો. કૈલાસતીર્થમાં નિવાસ
વિ. સં. ૧૯૭૫નો ઉનાળો ચાલતો. આગ્રાની ગરમી અમારા કામના ઉત્સાહને ઠંડો પાડવા મથતી તો અમે પણ એની અવગણના કરવાનો કાંઈક રસ્તો શોધતા હતા. દરમ્યાન દયાલચંદજી ઝવેરીના મોટાભાઈ વકીલ ચાંદમલજીએ એક રસ્તો સૂચવ્યો કે, જો આગ્રામાં રહીને જ કામ પણ કરવું હોય તો શહેર છોડી જમના કિનારે રહો. આ સૂચના અમને ગમી. આગ્રાથી સાતેક માઈલ દૂર જમનાના કિનારે કૈલાસ નામથી પ્રસિદ્ધ એક તીર્થધામ જેવું સ્થાન છે. તે અકબરના મકબરા સિકંદરાથી એકાદ માઈલ દૂર છે. ત્યાં બરાબર કિનારા ઉપર જ અમને એક મકાન મળી ગયું. ત્યાં પણ ગરમી તો ઓછી ન હતી, પરંતુ સવાર-સાંજ યમુનાનો જળવિહાર કરવાની પ્રાકૃતિક અનુકૂળતા હતી. મકાનના ભોંયરાનું એક દ્વાર યમુનાના પ્રવાહને સ્પર્શતું હતું. ઉનાળો એટલે પાણીનું બહુ ઊંડાણ કે તાણ પણ નહિ. તેથી તરવા જાણનાર ને ન જાણનાર અમારા બધાંયને માટે એ પ્રવાહ જળવિહારનું એક સાધન બની રહ્યો. રમણીકભાઈ અને તેમનાં પત્ની તારાબહેન બંને તરવાનો અભ્યાસ કરતાં. હું દેખતો ત્યારથી જ તરતાં જાણતો એટલે તેમને કાંઈક મદદ કરતો અને તેઓ મને તરતી વખતે દિશામૂલથી બચાવતા. ભોજનની કેટલીક અગવડ છતાં આ કૈલાસવાસે અમને તાજગી પણ આપી ને થોડાક નવા અનુભવો પણ કરાવ્યા.
ત્યાં નજીકમાં એક શિવધામ છે. તેના માલિક મહત્ત જયશિવ’ કહેવાય છે, કારણ કે તેમણે પોતાના આખા ધામમાં ભાગ્યે એવી કોઈ જગ્યા ખાલી રાખી હશે કે જ્યાં જયશિવ એવા અક્ષરો લખાવેલા ન હોય. તાજમહેલને તો રોજ જોતા, પણ સિકંદરાના વિશાળ ખુલ્લા ને સફાઈદાર મકબરાનો સ્પર્શ એ કૌલાસવાસે જ કરાવ્યો. બાબુ બહાદુરસિંહજીનો પરિચય
ઘણી વાર પ્રાતઃકાલની મધુર ને આહલાદક હવાનું સેવન કરતાં હું ને રમણીકલાલ બંને અતિવેગથી પગપાળા શહેરમાં જતા ને પ્રેસનું કામ જોતા. આમ અતિ ગરમીના એ દિવસોમાં પ્રતિક્રમણ છપાવવાનું કામ કાંઈક આગળ વધ્યું. થોડાક ફરમા છપાયા ત્યાં એક દિવસે અણધાર્યા બાબુ બહાદુરસિંહજી આવી ચડ્યા. તેમના તરફથી છપાતા પ્રતિક્રમણના ફરમા તેમને બતાવવામાં આવ્યા કે આવું કામ થાય છે. અત્યાર લગી
મને ઉક્ત બાબુજીનો સાક્ષાત્ તેમ જ વિશિષ્ટ પરિચય ન હતો. હું એમને એક વ્યાપારી
Page #172
--------------------------------------------------------------------------
________________
પંચપ્રતિક્રમણ અને કૈલાસધામ સિકંદરાનો નિવાસ • ૧૬૧ જ લેખતો, પણ જ્યારે એમણે એ ફરમા જોતાંવેંત કહ્યું કે કાગળ ને છપામણી જોઈએ તેવાં નથી. તે લખાણ ને મેટર જેવાં જ હોય તો જ શોભે ત્યારે મને બહુ નવાઈ લાગી. વિચાર એ આવ્યો કે આ યુવક અને વ્યાપારી છતાં મુદ્રણકળા તેમ જ કાગળના ગુણદોષ, વિષે જેટલું જાણે છે તેટલું અમે કામ કરનાર પોતે પણ નથી જાણતા. આ વિચારથી મને કાંઈક આત્મગ્લાનિ તો થઈ, પણ જ્યારે તેમણે કહ્યું કે, આ બધા ફરમા રદ કરો. કાગળ પણ મળી શકે તેવા સારામાં સારા વાપરો ને પ્રેસ પણ ઉત્તમ જ શોધો. ખર્ચનો પ્રશ્ન આડે ન આવવો જોઈએ. માત્ર કામ ઉત્તમ જ થવું જોઈએ. એમના એ કથને થોડા ખર્ચમાં બને તેટલું સારું કામ કરવાનો અમારો વાણિયાશાહી ટૂંકી દૃષ્ટિનો ખ્યાલ દૂર કરી અમને નવી યોજનાના વિચાર તરફ પ્રેર્યા. હવે અમારી ચિંતાનો વિષય સરસ કાગળ ને સરસ છાપખાનું મેળવવાં એ બન્યો. આગ્રામાં આમાંનું કાંઈ મળે નહિ. છપાઈના ફરમા રદ તો થયા, પણ હવે આગળનું કામ ક્યાં અને કેવી રીતે પાર પાડવું એ જ પ્રશ્ન મનમાં ઘોળાવા લાગ્યો.
Page #173
--------------------------------------------------------------------------
________________
૨૭. ફરી પૂના તરફ
શ્રી જિનવિજયજીનું પૂના માટે આમંત્રણ
પૂનામાં મુનશ્રી જિનવિજયજી હતા. ઈન્ફલ્યુએન્ઝાના સખત આક્રમણમાંથી બચી ગયા પછી તેઓ પોતાના પ્રિય વિષય ઐતિહાસિક સંશોધનમાં લાગી ગયેલા ને ભાંડારકર ઇન્સ્ટિટયૂટમાંના લેખિત મોટા પુસ્તકસંગ્રહનો ઉપયોગ કરી એક નિબંધ લખી રહ્યા હતા. એનો વિષય હતો હરિભદ્રનો સમયનિર્ણય. આચાર્ય હરિભદ્રનું સ્થાન જૈન સમાજમાં શંકરાચાર્ય જેવું છે. તેમના સમય વિષેની જૂની પરંપરાગત માન્યતાની વિરુદ્ધ મુનિજીએ નવાં પ્રમાણોને આધારે બહુ અભ્યાસ અને ઝીણવટપૂર્વક આ નિબંધ તૈયાર કર્યો હતો. પૂનામાં ભાંડારકર ઇન્સ્ટિટયૂટનું ઉદ્દઘાટન અને ઓરિયન્ટલ કોન્ફરન્સનું અધિવેશન થવાનાં હતાં. મુનિજી એ અધિવેશનમાં પોતાનો નિબંધ વાંચવા ઇચ્છતા. જૂના મુનિમંડળથી છૂટા પડી તેઓ એકલા પૂનામાં રહેતા. મારા અને એમના વચ્ચે વિદ્યાસખ્ય પહેલેથી જ દઢ થયું હતું. તેમણે મને લખ્યું કે તમે બધા સાથીઓ સાથે પૂના જ આવીને રહો ને આગ્રામાં કરો છો તે પ્રમાણે પૂનામાં જ રહી કામ કરો. આપણા બધાનું સાહચર્ય એકબીજાના કામમાં સહાયક નીવડશે ને તમારું છપાવવાનું કામ તમારી ઇચ્છા પ્રમાણે પૂનામાં સરળતાથી થઈ શકશે. મુનિજી પ્રત્યે મારું આકર્ષણ તો હતું જ ને તેમના સંશોધનકાર્યથી જાતે પરિચિત થવાની વૃત્તિ પણ હતી. પૂનાના વિદ્યાવાતાવરણનો પહેલાં પરિચય પણ થયેલો એટલે અમે બધાંએ પૂના જવાનું નક્કી કર્યું. અમે જ્યારે પૂના જવા નીકળ્યા ત્યારે ચોમાસું ભરજુવાનીમાં હતું. શ્રી વલ્લભવિજયજીનાં દર્શને જતાં વરસાદમાં કેટકરનનો પરચો
આષાઢના છેલ્લા દિવસોમાં અમે અમદાવાદના રસ્તે થઈ પૂના જવા ઊપડ્યા. આ લાંબું ચક્કર લેવા પાછળ બે ઉદ્દેશ હતા. એક તો મારવાડમાં સાદડી મુકામે જ્યાં વિજયવલ્લભસુરિ ચોમાસું હતા ત્યાં તેમને મળવું હતું ને બીજો ઉદ્દેશ મારા વતન કાઠિયાવાડમાં ઘેર કુટુંબીજનોને મળવાનો હતો. પહેલા ઉદેશ પ્રમાણે અમે ફાલના સ્ટેશન ઊતરી ગયા ને એક મારવાડીની દુકાને ધામા નાંખ્યા. ત્યાંથી સાદડી છએક ગાઉ. મેઘરાજ પૂરી ઉદારતાથી અમી વરસાવી રહ્યા હતા. પગપાળા જ જવાનું હતું. ઢીંચણસમા
પાણીમાં જોડાં તો નકામાં થઈ જળશરણ થઈ ગયાં. મારવાડનાં પાંચ રત્નોમાં કાંટા
Page #174
--------------------------------------------------------------------------
________________
ફરી પૂના તરફ • ૧૬૩ પણ એક રત્ન ગણાય છે. પાણીના પ્રવાહોથી આસપાસનાં ખેતરોમાંથી તણાઈ બાવળની શૂળો રસ્તા ઉપરના પાણીમાં એકઠી થયેલી તે ઉઘાડા પગને પાણીમાં જ ચૂમતી. એક શૂળ કાઢીએ ત્યાં બીજી ભોંકાય, બીજી કાઢીએ ત્યાં ત્રીજી પગમાં વીંધાઈ તૂટીને અંદર રહી જાય. ઉપરથી વરસાદ, નીચેથી ફૂલો, ને બાજુની દિશાઓમાંથી પવન એ બધાંનો સ્વાદ ચાખતાં માત્ર હું ને રમણીકલાલ બંને વાલી ગામ પહોંચ્યા. આ વખતે હું તે છેક થાકી ગયેલો, પણ થાક કરતાંય ભાંગેલી શૂળોની વેદના સખત હતી. હજામ આવ્યો. કેટલાય ભાંગેલા કાંટા પગને ખોદી ખોદી કાઢ્યા છતાં બેએક કેટકે તો પગ સાથે એવી પાકી દોસ્તી બાંધેલી કે તે નીકળ્યા જ નહિ. હું લંગડાતે અને પાકેલ પગે પાટો બાંધી બીજે દિવસ સાદડી પહોંચ્યો. ત્યાં મહારાજજીને મળ્યો. તેમણે તો અમારી સાહિત્યિક પ્રવૃત્તિને ખૂબ આશીર્વાદ આપ્યા ને પ્રોત્સાહન પણ આપ્યું. રાણકપુરની યાત્રા
અમે બંને બળદગાડી કરી રાણકપુરના ચૌદસો થાંભલાવાળા સુપ્રસિદ્ધ જૈન મંદિર જોવા ને દર્શન કરવા ઊપડ્યા. એ ભવ્ય અને વિશાળ મંદિરમાં જતાં જ તેના બંધાવનારની ઉદારતા અને કલ્પનાશક્તિ વિષે અનેક વિચારો આવવા લાગ્યા. તે વખતના ત્યાંના જૈન લોકોના અભ્યદયનો, ધાર્મિક વૃત્તિનો તેમજ કલાપ્રિયતાનો આભાસ થયો.
અનેક જૈન યાત્રીઓ ને કળાપ્રેમીઓ એ જૈનમંદિરની મુલાકાતે હમેશાં આવતા રહે છે. આજે તો એ જૈન વસ્તી વિનાના એક પર્વતીય પ્રદેશના ખૂણામાં ધ્યાની યોગીની પેઠે એકલુંઅટૂલું નિરાવલંબ આકાશને આલંબન આપતું હોય એમ ઊભું છે. ધરતીકંપના અનેક આંચકાઓ ને વિદ્યુતપાતના પ્રહારો વચ્ચે પણ તે ધરણવિહાર આણંદજી કિલ્યાણજીની પેઢીની કાળજીભરેલી દેખરેખ નીચે પોતાનું પ્રાચીન નૂર સાચવી રહેલ છે. તે બંધાવનાર ધરણા શાહના નામને સાર્થક કરતું હોય તેમ પોતાના અસ્તિત્વને ધારણ કરી રહ્યું છે. લીમલી થઈ અમદાવાદમાં ઝવેરી મંગળભાઈને ત્યાં
સાદડીથી પાછા ફરી ફાલના સ્ટેશન ઉપર રહેલા બાકીના સાથીઓને સાથે લઈ અમે બધા વઢવાણ કેમ્પ થઈ મારા વતન લીમલીમાં પહોંચ્યા. ગામડાનો વૈદ્ય હજામ અને ડોસી. એ વાત આજે પણ ગામડામાં જનારને સાચી જ દેખાશે. તે વખતે લીમલીમાં એક ઘરડા ને ડાહ્યા હજામ રહેતા. તેમણે પગમાં રહી ગયેલ કાંટાને બહાર લાવવા માટે ડુંગળી બાંધવાનો નુસખો બતાવ્યો. મેં એને અજમાવ્યો. કાંટો નીકળ્યો ન હતો. ને ખોદેલ ભાગને રૂઝ પણ આવી ન હતી. પિતાજી અને બીજા વડીલોએ બધું ઠીક થઈ જાય ત્યાં લગી રોકાઈ જવા કહ્યું, પણ પૂના પહોંચવાની ધૂને મને જંપવા દીધો નહિ. અમે બધા અમદાવાદ આવ્યા. વિજયવલ્લભસૂરિએ પ્રથમથી જ સૂચવી દીધેલું એટલે ઝવેરી મંગળભાઈ તારાચંદે ત્યાં મારા વાસ્તે બધી રહેવા વગેરેની ગોઠવણ કરેલી.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૪ - મારું જીવનવૃત્ત આતિથ્યપ્રિય મંગળભાઈ પહેલેથી જ મારા પરિચિત હતા, પણ વિજયવલ્લભસુરિની ભલામણે મારા પ્રત્યે તેમનું વધારે ધ્યાન ખેંચ્યું હોય એમ તે વખતના તેમના સમગ્ર ઉદાર વ્યવહારથી હું જોઈ શક્યો. ગાંધીજી અમદાવાદ આવ્યા ત્યારથી મારા માટે એક એવો નિયમ જ બની ગયો હતો કે અમદાવાદ આવું ત્યારે તેઓના આશ્રમમાં જાઉં જ. આ વખતે સાબરમતીનો આશ્રમ બની રહ્યો હતો. હું મારા પરિચિત ચીમનલાલ નરસિંહ શાહને અંબાલાલ ત્રિભુવન બંનેનો સંયુક્ત અતિથિ બની રાત્રે આશ્રમમાં રહ્યો. મન પૂના તરફ હતું, પણ તનને પગ આગળ વધવા દે તેમ લાગ્યું નહિ. છેવટે મંગળભાઈ ને બીજા મિત્રોના કહેવાથી મેં પગે ઓપરેશન કરાવી કાંટાને તો કઢાવ્યો. બેએક દિવસમાં અમદાવાદથી ચાલ્યા જવું એવી મારી ઊતાવળ કામ ન આવી. ડો. જીવરાજ ઘેલાભાઈ વગેરેની સલાહ પડી કે જો રૂઝ આવ્યા પહેલાં તમે ભાગાભાગ કરશો તો આગળ જતાં પગ સડશે ને વધારે કપાવવો પડશે. છેવટે હું મંગળભાઈને ત્યાં જ દોશીવાડા ઝવેરી પોળમાં એક અલાયદા મકાનમાં રહી ગયો ને રમણીકલાલ વગેરેને પૂના તરફ રવાના કરી દીધા. ડો. જીવરાજ ઘેલાભાઈ તથા કેશવલાલ પ્રેમચંદનો પરિચય
જીવરાજ ડોક્ટર સ્થાનકવાસી હતા ને તેઓ આગમોને પ્રસિદ્ધ કરવા-કરાવવામાં વધારે રસ લેતા. કેશવલાલ પ્રેમચંદ વકીલ શ્વેતાંબર હતા ને દરેક જાતનું જૈન સાહિત્ય બને તેટલું વધારે પ્રસિદ્ધમાં આવે એ માટે તેઓ બધું જ બનતું કરી છૂટતા. આ કારણે પણ ડૉક્ટર અને વકીલ બંને વચ્ચે કાંઈક વધારે સખ્ય બંધાયું હોય તો ના નહિ. ગમે તેમ હોય પણ એ બંને મિત્રો પાછા મંગળભાઈના એકસરખા સ્નેહી ને સંમાન્ય. તેથી
આ બધાની સારવારનો મને તો પૂરો લાભ મળ્યો. પૂના જવામાં ત્રણેક સપ્તાહ મોડો પડ્યો, પણ અમદાવાદ શહેરમાં રહી ત્યાંના પજુસણના ધાર્મિક અને આડંબરી દિવસો વિષે જોવા જાણવાની અણધારી તક આરામખુરશીમાં બેઠાં બેઠાં પ્રાપ્ત થઈ. જીવરાજભાઈ રોજ આવે ને જાતે જ ડ્રેસિંગ કરી જાય. મંગળભાઈ જલદી રૂઝ આવે ને બળ વધે તે માટે ખાનપાનની ખૂબ સંભાળ રાખે. કેશવલાલભાઈ આવી સાહિત્ય વિષે જ ચર્ચા ને વાતચીત કરે. આમ કાંટાની કેદમાં અણધાર્યા દૈવી આશીર્વાદ ઊતર્યા જેવી સ્થિતિ અનુભવી. આરામખુરસીનો આરામ તો હતો જ, પણ માનસિક આરામની બીજી પણ અનુકૂળતા ખૂબ મળી.
- પ્રોફેસર આથવલે રોજ સખત વરસાદમાં પલળતા વિદ્યા પ્રેમના માર્યા હેમચંદનું પ્રાકૃત વ્યાકરણ વાંચવા આવતા. પં. ભગવાનદાસ તો મિત્ર રહ્યા એટલે હાજર હોય જ. શહેરનો મધ્યભાગ ને વાચાળ આતિથ્યપ્રિય ઝવેરીનું ઘર એટલે કેટલાય વ્યાપારી, દરબારી ને કેળવાયેલ માણસો અવારનવાર આવે ને મળવાનું બને. આમ ઓપરેશનની જેલ મારે માટે તો એટલા દિવસ મહેલ જ બની ગઈ.
Page #176
--------------------------------------------------------------------------
________________
ફરી પૂના તરફ ૦ ૧૬૫
શ્રી વિજયનેમિસૂરિ સાથે
હું પોતે પજુષણના દિવસોમાં મારા નિયત સ્થાને જ રહેતો. ને ઉપાશ્રયમાં ધાર્મિક વ્યાખ્યાનો સાંભળવા કે બીજે નિમિત્તે જવાની પંચાતમાં ન પડતો, પણ શ્રદ્ધાળુ મંગળભાઈને જાણે એથી કાંઈક અસંતોષ રહેતો હોય તેમ લાગ્યું. એક દિવસ તેઓ કહે, તમે વિજયનેમિસૂરીશ્વરનું વ્યાખ્યાન સાંભળવા એક વાર તો ચાલો, આજે ગણધરવાદ ખેંચાવાનો હોઈ મહારાજ્જી પોતે જ વાંચશે ઇત્યાદિ. મને વિજ્યનેમિસૂરીશ્વરનો પરિચય મહેસાણામાં થયેલો. તે વખતે તેમનું વ્યાખ્યાન પણ સાંભળેલું. બીજા શ્રદ્ધાળુ અને અણસમજુ લોકો તેમના વ્યાખ્યાનનો ગમે તે આંક બાંધતા હોય. પણ મને એમનું વ્યાખ્યાન શ્રોતાઓને કશા જ ઉપયોગનું હોય તેવું અસ્થાને અને અઘટિત રીતે પાંડિત્યનું પ્રદર્શન કરનાર એક બરાડાપ્રધાન પ્રવચન માત્ર લાગેલું. તેથી તેમના વ્યાખ્યાનનું જરાપણ આકર્ષણ ન હોવા છતાં મંગળભાઈને અનુસ૨વા ખાતર પાંજરાપોળના ઉપાશ્રયમાં ગયો. શ્રોતાઓની ઠઠ જામેલી. પશુષણનો ધાર્મિક ઉત્સાહ એક એક રજકણમાં ગતિ પ્રેરતો દેખાયો. સૂરીશ્વર પોતે વ્યાખ્યાન વાંચવા બેઠા. એમનું વ્યાખ્યાન સાંભળતાં જ પ્રથમનો અનુભવ તાજો થયો. લોકો અને ભક્તો તો એમ જ માનતા દેખાય કે મહારાજજી બહુ મોટા વિદ્વાન છે ને તેથી જ આટલી સચોટતા તેમજ આટલા ઊંચા સ્વરે બોલી શકે છે. કોઈ શ્રોતાને પૂછો કે તમે કાંઈ સમજ્યા ? તો જવાબમાં એટલું જ કહે કે શાસ્ત્રની ઝીણી વાતો આપણે કેવી રીતે સમજીએ ? તમે શ્રોતાઓને એમ પૂછો કે તો પછી મહારાજી બહુ મોટા વિદ્વાન છે એમ તમે શા આધારે કહો છો ? તો તેઓ નિઃસંકોચપણે એ જ જવાબ આપે કે જો એવા વિદ્વાન ન હોય તો મોટા પૈસાદારો ને આગેવાનો એમને શા માટે માને ? ઇત્યાદિ. થોડુંક વ્યાખ્યાન સાંભળી હું તો પાછો ફર્યો, પણ પજુષણ વીત્યા પછી ફરી એક વાર મંગળભાઈ વિજ્યનેમિસૂરીશ્વર પાસે મને લઈ ગયા. સૂરીશ્વરે મને કહ્યું હવે ક્યાં જવું છે ? મેં પૂનાની વાત કરી ત્યારે તેમણે અહીં જ બેસો. ચકલી ફેરવતાંવેંત નળમાંથી પાણીની ધાર છૂટે છે તેમ અહીં પૈસા વરસશે. ને તમારું રિચર્સ ફિસર્ચનું કામ બધું જ અહીં થઈ શકશે. મારું અણનમ વલણ જોઈ તેમણે એ પ્રશ્નને પડતો મૂક્યો. તેમણે જ્યારે જાણ્યું કે હું પૂના જતાં મુંબઈ પણ ઊતરવાનો છું ત્યારે તેમણે કહ્યું કે તમે પેલા બેચરાને સમજાવજો. નહિ તો બિચારો હાલહવાલ થઈ જશે.
પં. બેચરદાસજીના વ્યાખ્યાનનો ઊહાપોહ
વાત એ હતી કે, તે અરસામાં પંડિત બેચરદાસે દેવદ્રવ્ય’ વિષે એક વ્યાખ્યાન આપેલું, જેણે રૂઢિચુસ્તોમાં ભારે ક્ષોભ ને ઊહાપોહ જન્માવેલો. વિજયનેમિસૂરીશ્વરે જો બેચરદાસ માફી ન માગે તો તેમને સંઘ બહાર મૂકવાની હિલચાલ પણ શરૂ કરેલી. બેચરદાસ અણનમ હતા. તેથી મને ઉક્ત સૂરીશ્વરે તેમને સમજાવવા સૂચવ્યું. તે સાથે
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૬ • મારું જીવનવૃત્ત સાથે એ પણ સૂચવ્યું કે, જો સંઘની માફી નહિ માગે તો એને ક્યાંય ઊભા રહેવાનું સ્થાન નહિ રહે. બેચરદાસના ભાષણ કે લખાણમાં એકગિતા કે ત્રુટિ હોય તે કરતાં આવા રૂઢિચુસ્ત સાધુઓ ને તેમને અનુસરનાર શ્રાવકોના વલણમાં અનેકગણી વધારે એકાંગિતા, અસહિષ્ણુતા ને જડતા હતાં એમ મને સ્પષ્ટ તે વખતે લાગતું, તેથી હું એ વાતની તથ્થામાં ન ઊતર્યો. ને તેમની પાસેથી વિદાય લીધી તે આજ લગી પણ ચાલુ જ છે. શ્રી મંગળભાઈનો પ્રેમ
અમદાવાદથી રવાના થયો તે વખતે પણ શેઠ મંગળભાઈએ સત્કારવિધિ કર્યો. તેમણે મને કહ્યું કે, હું જે તમારા હાથમાં મૂકું તે લેવાની ના નહિ જ પાડવી. મેં કહ્યું શું છે? તો કહે હાથમાં પડે એટલે જાણી લેજો. એમ કહી તેમણે એક ધોતિયું અને એક દુપટ્ટો મારા ખોળામાં મૂક્યાં. આ બંને કસબી કે રેશમી કિનારીના હોવાનું યાદ છે. મેં કહ્યું, મંગળભાઈ! તમે મારી જે પરિચર્યા કરી છે તેનો જ ભાર મારા માટે વધારે પડતો છે. વળી આ ભાર ક્યાં વધારે! અને ખરી વાત તો એ છે કે, ભાર ન થતો હોય તોય એવાં કપડાંને લાયક હું નથી. હું કપડાં એવાં ન પહેરી શકું, જે મારા દેહ કરતાં વધારે કીમતી કે વધારે સુંદર હોય ! મારો અતિ આગ્રહ જોઈ તે વખતે તો તેઓ ચૂપ રહ્યા, પણ મને વળોટવા આવનાર મિત્ર હીરાચંદ દેવચંદ સાથે હું ન જાણું તેવી રીતે દુપટ્ટો મોકલ્યો ને સ્ટેશન ઉપર મને તેઓ આપે એમ ભલામણ પણ કરેલી. છેવટે મેં મક્કમ રહી દુપટ્ટો પાછો મોકલ્યો ને કહેવરાવ્યું કે, જો તમારી ભક્તિ જ હોય તો પછી મારા બદલે હીરાચંદભાઈ જેવાને આપજો. એક તો તેઓ તમારા ધાર્મિક શિક્ષક છે ને બીજું તેઓ દુપટ્ટો રાખે તો તેથી દુપટ્ટાની શોભા પણ વધ ઈત્યાદિ. અમદાવાદને ગાડીની સીટીની જ સલામ કરી મુંબઈ ભણી ઊપડ્યો. ૫. બેચરઘસની નિર્ભયતા
મુંબઈ હું તે વખતે ઘાટકોપર ઊતરેલો. ત્યાં બીજા મિત્રો સાથે બેચરદાસ પણ રહેતા. તે વખતે બેચરદાસ ઉપર સંઘબહિષ્કારનાં વાદળાં ચોમેર ઝઝૂમી રહ્યાં હતાં. તેમને ઘણા ભીપ્રકૃતિવાણિયાઓ માફી માંગવા સમજાવતા, પણ તેઓ મક્કમ ને અણનમ હતા. સારો સરખો સુધારક વર્ગ ને અમુક શ્રીમાન વર્ગ પણ તેમની પડખે હતો. તેથી તેમના અંગત કુટુંબનો આગ્રહ છતાં પણ તેમણે સંઘની માફી ન માંગી ને બહિષ્કારનો સામનો કર્યો. હું પૂના પહોંચ્યો. મુનિશ્રી જિનવિજયજી તો હતા જ ને રમણીકલાલ મારા પહેલાં જ પહોંચી ગયેલા એટલે મારે તો તૈયાર ભાણે જ બેસવાનું હતું. પૂનામાં ઓરિયેન્ટલ કોન્ફરન્સ
પૂના પહોંચ્યો તો ખરો, પણ પગની બલા સામે આવી. ઓપરેશનની રૂઝ આવી ન આવી ને હું જલદી પૂના જવાની ધૂનને લીધે ચાલવા લાગેલો એથી ચામડી જોઈએ
Page #178
--------------------------------------------------------------------------
________________
ફરી પૂના તરફ • ૧૬૭ તેવી મજબૂત નહિ થયેલી, વધારામાં મુંબઈના સખત વરસાદમાં પગે પાણીમાં સ્નાન કરેલું. તેથી પૂના જતાંવેંત તળિયે દુઃખાવો ઊપડ્યો. મને ડર લાગ્યો કે ઉતાવળ કરીને કાચું કપાયું. શું અંદર બગાડ તો નહિ રહી ગયો હોય ! ને ફરી કપાવવા વારો તો નહિ આવે ! એવી શંકા-કુશંકાથી ચિંતાતુર થઈ એક ડૉક્ટર પાસે બતાવવા ગયો. એ ભલા ડોક્ટરે જોઈ તપાસી કહ્યું કે દુઃખાવો થોડાક દિવસમાં મટી જશે ને ભયનું કોઈ કારણ નથી. ચિંતા કાંઈક શમી, પણ એ સાવ નિર્મૂળ તો દશેક દિવસ પછી થઈ. ડૉક્ટરના કહેવા પ્રમાણે ધીરે ધીરે પગ મૂળ સ્થિતિમાં આવી ગયો.
- અમે અમારી પ્રવૃત્તિ ઝડપભેર શરૂ કરી. પંચપ્રતિક્રમણ ને ચોથા કર્મગ્રન્થનું મેટર સાથે હતું. તેથી કોઈ સારા પ્રેસની તજવીજ કરવા માંડી, પણ ધાર્યું તેવું સુંદર કામ આપી શકે તેવો પ્રેસ તે વખતે ત્યાં ન મળ્યો. તેથી જે કાંઈ બીજું જરૂરી લખવાવાંચવાનું કામ હતું તે શરૂ કર્યું. હરિભદ્રસૂરિનો સમયનિર્ણય' એ નામનો એક મૌલિક નિબંધ મુનિશ્રી જિનવિજયજીએ તૈયાર કરેલો ને તે જ વર્ષમાં ત્યાં ભરનારી ઓરિયેન્ટલ કોન્ફરન્સમાં તે વંચાવાનો હતો. મુનિજીની ઇચ્છા તેને સંસ્કૃતમાં અનુવાદિત કરવાની હતી. તેમણે હિન્દીમાં એ નિબંધ લખેલો. હું તેમની સાથે સંસ્કૃત રૂપાંતર માટે બેસતો. છેવટે તેમને અને મને અનુભવ થયો કે આવું રૂપાંતરનું કામ એક હાથે જ ઠીક રીતે થઈ શકે. તેથી છેવટે એ કામ તેમણે જ હાથ ધર્યું ને હું તો રમણીકલાલ સાથેના મારા નિયત કાર્યમાં પડી ગયો.
ચોથા કર્મગ્રન્થનાં પરિશિષ્ટો ને પ્રસ્તાવનાની તૈયારી થતી ગઈ. ને ક્રમેક્રમે લખાતાં પણ ગયાં. વિદ્યાવ્યાસંગ ચાલુ રહેતો. ત્યાં તો ઓરિયેન્ટલ કૉન્ફરન્સના અધિવેશનના દિવસો પણ આવી પહોંચ્યા. મુંબઈના ગવર્નર ભાંડારકર ઇન્સ્ટિટયૂટનું ઉદ્દઘાટન કરવા માટે આવેલા. રામકૃષ્ણ ભાંડારકર પોતે અધિવેશનમાં આવેલા. બીજા પણ ઘણા વિદ્વાનોનો નવો પરિચય થયો. તેમાં હરિસત્ય ભટ્ટાચાર્ય, સતીશચંદ્ર વિદ્યાભૂષણ, જેવાનો સમાવેશ થાય છે. મહામહોપાધ્યાય લક્ષ્મણ શાસ્ત્રી દ્રવિડ વિદ્યાભૂષણજી સાથે આવેલા. તેમનો પરિચય તો મને કાશીમાં રહેતો ત્યારથી જ હતો, પણ આ વખતે કાંઈક તે પુષ્ટ થયો. અધિવેશન પ્રસંગે ભિન્ન ભિન્ન સ્થાનેથી આવેલા અનેક નિષ્ણાતોનો સવિશેષ પરિચય સાધવાની આ સંધિ હતી, પણ એ સંધિનો પૂર્ણ ઉપયોગ કરે તે પહેલાં દેવે બીજો જ સંકેત કર્યો.
Page #179
--------------------------------------------------------------------------
________________
૨૮, ત્રણ યાદગાર પ્રસંગો
મુંબઈનાં શ્રી મણિબહેન કાપડિયાનો પરિચય
પૂના છોડવાનો પ્રસંગ આવે તે પહેલાંની એક-બે અગત્યની બાબતો વિષે પણ નિર્દેશ કરવો યોગ્ય છે. પાલનપુરમાં જે લાડુબહેન મારી પાસે ભણતાં ને મારા વિશેષ પરિચયમાં આવેલાં તેમણે મને સૂચવ્યું કે જો તમે પસંદ કરો તો એક બહેન ચોથો કર્મગ્રન્થ છપાવવા માટે મદદ માંગે છે. તેથી તમે મુબઈ આવી મળી જાવ. હું અને રમણીકલાલ મુંબઈ ગયા. દાદરમાં એ બહેનને મળ્યા. તેમણે પોતાની મેળે જ એક હજાર રૂપિયા એ કામ બદલ કોઈપણ જાતની શરત વિના આપવા કહ્યું. આ બહેન તે મણિબહેન શિવચંદ કાપડિયા. તેમના જેઠ હેમચંદભાઈ મારા પરિચિત હતા, પણ તેઓ સ્વર્ગવાસી થયેલ હોઈ ઘરમાં હવે મણિબહેન જ મુખ્ય હતાં. એમની સાથે મારો આ પ્રથમ જ પરિચય ને તે તેમના દાદરને બંગલે થયો. તે વખતે તેમના બધા ભત્રીજાઓ તદ્દન નાની ઉંમરના હતા. મણિબહેનના વાત્સલ્ય અને સૌહાર્દ ત્યાર બાદ મને ઉત્તરોત્તર એટલો બધો ખેંચ્યો છે કે તેમણે મારા જીવનમાં મારી સદ્ગત મોટીબહેન મણિનું વધારે સંસ્કારી અને પૂરક સ્થાન લીધું છે. શ્રી વિજયધર્મસૂરિ સાથે પુનર્મિલન
એમને વિષે પ્રસંગ આવતાં આગળ ઉપર હું કાંઈક સવિશેષ પણ લખીશ પરંતુ આ મુલાકાત પ્રસંગે અણધારી રીતે એક આહલાદક ઘટના બની તે મારા સ્મૃતિપટ ઉપર ઊંડી અંકિત છે. મેં વિ. સં. ૧૯૬૪માં કાશી યશોવિજયજી જૈન પાઠશાળા છોડેલી તેને લગભગ ૧૧ વર્ષ થવા આવ્યાં હતાં, પણ આટલા વખત દરમ્યાન મારા જીવનમાં સાવ પલટો આણવાની તક પૂરી પાડનાર તેમજ બાહોશીની જીવંત મૂર્તિસમાં વિજયધર્મસૂરીશ્વરને ક્યારે પણ મળ્યો ન હતો. હું દાદર મણિબહેનને બંગલે ગયો ત્યારે તે સૂરીશ્વર શિષ્યો સાથે ત્યાં જ હતા. મારા મનમાં કાંઈક સંકોચ હતો કે, મહારાજજી શું ધારતા હશે? પણ તેમણે તો મને જોતાંવેંત હર્ષથી સત્કારી મારા સંકોચનો પડદો ફેંકાવી જ દીધો. અમે ખૂબ મીઠાશથી વાતો કરી. તેમના એક વર્તમાન શિષ્ય જયંતવિજયજી સિવાયના બીજા કોઈ શિષ્ય મારી સાથે સામાન્ય શિષ્ટાચાર પૂરતી
Page #180
--------------------------------------------------------------------------
________________
ત્રણ યાદગાર પ્રસંગો - ૧૬૯ વાતચીત ન કરી. મારી અને વિજયધર્મસૂરીશ્વરની આ મુલાકાત છેલ્લી જ નીવડી. ત્યાર બાદ તેઓ લાંબું જીવ્યા નહિ અને મને મળવાની તક જ ન સાંપડી. હું એમનાથી છૂટો પડ્યો ત્યારથી તેમના અને તેમના શિષ્ય-પરિવારના મનમાં મારા પ્રત્યે અણગમો ને રોષ હતાં જ, પણ આ વખતે જ્યારે હું વિજયધર્મસૂરીશ્વરને મળ્યો ત્યારે મારા મન ઉપર એમના મારા વિષેના સંતોષની છાપ પડી. એમના મોટા મને કદાચ એમ માની જ લીધું હશે કે ભલે સુખલાલ જુદો પડ્યો ને રહ્યો છતાં એ જે પ્રવૃત્તિ કરી ને ખેડી રહ્યો છે તે મારા લક્ષ્યને અનુરૂપ જ હોઈ મને સંતોષ આપે તેવી જ છે. ગમે તેમ હોય, પણ મારા એકાંત હિતૈષી અને સહાયક એ સૂરીશ્વરને અણધારી રીતે મળવાની જે છેલ્લી તક મળી તેનું મૂલ્ય મણિબહેનની આર્થિક મદદ કરતાં અનેકગણું વધારે મેં મનમાં આંક્યું છે અને આજ પણ આંકું છું. ખંભાતના એક સગૃહસ્થની સહાયતા
પૂનામાં હતો ત્યારે એક દિવસ ખંભાતથી એક સગૃહસ્થ તરફથી ચારેક હજાર રૂપિયાની હૂંડી આવી. પત્રમાં એ સદ્દગૃહસ્થ લખેલું કે આ તમારી સાહિત્યિક પ્રવૃત્તિમાં ખરચવા ખાતર સન્મિત્ર કપૂરવિજયજીના કહેવાથી મોકલાવું છું. આ મદદ વણમાગ્યે અણધારી રીતે જ આવી તેથી મનમાં ઉત્સાહ અને આનંદનું મોજું ફરી વળે એ સ્વાભાવિક હતું, પણ વણમાગી અને અણધારી આવી રીતે મદદ આવી તેથી મારા મન ઉપર જવાબદારીનો ભારે બોજો આવી પડેલો મેં સ્પષ્ટ અનુભવ્યો. મને થયું કે રકમ નાની હોય કે મોટી, પણ એને મોકલનાર તેમજ મોકલવા પ્રેરણા કરનાર બંનેએ મારા ઉપર આટલો બધો વિશ્વાસ કયા આધારે રાખ્યો હશે? અને જો તેમણે વિશ્વાસ રાખ્યો જ છે તો હવે મારું કર્તવ્યબંધન અનેકગણું વધી જાય છે. એમ તો મને સ્પષ્ટ યાદ છે કે મેં મને મળેલી એક પણ પાઈનો જાણી જોઈ દુરુપયોગ કર્યો જ ન હતો ને મારા પોતાને વાસ્તે ઓછામાં ઓછા ખર્ચે ને વધારેમાં વધારે કાપ કરવાની લગનીથી જ મેં જીવનમાર્ગ સ્વીકારેલો હતો, પણ આ પ્રસંગ મારી સવિશેષ કસોટી કરવા આવ્યો હોય એમ માની મેં એને દિલથી જ વધાવી લીધો. ખંભાતથી આવેલ ને મુંબઈથી મળેલી બધી જ રકમો મેં મારા કે રમણીકલાલને નામે ન રાખતાં અમારા નિત્યના કાર્યસાથી. બાબુ ડાલચંદ્રજી ઝવેરીને નામે બેન્કમાં જમા કરાવી. ને એ બાબુજીને લખી દીધું કે તે તે ગૃહસ્થોને તમે મદદની પહોંચ લખી દો.
Page #181
--------------------------------------------------------------------------
________________
૨૯. પિતાના કારજનો વિરોધ
લીમલીમાં પિતાના કારજનો વિરોધ
જે ઉદ્દેશથી પૂના અમે આવેલા તે મુખ્ય ઉદ્દેશ સિદ્ધ થતો ન દેખાયો, પણ પૂનાના આ વાસ દરમિયાન જીવનમાં કેટલાંક નવાં પ્રકરણો ઉમેરાવવાની તક મળી તેથી મને તે બદલ કાયમી સંતોષ જ રહ્યો છે. મારા પિતાશ્રીની માંદગીના પત્રો ઘરથી આવતા. છેલ્લા પત્રમાં મારા ભાઈઓએ લખેલું કે તમને પિતાજી યાદ કરે છે ને આ વખતની માંદગી અમને વધારે આશા આપતી નથી. હું ચિંતાગ્રસ્ત બની ઘરભણી જવા ઊપડ્યો. પૂના સ્ટેશને પહોંચું તે પહેલાં રસ્તામાં જ તેમના સ્વર્ગવાસનો તાર મળ્યો. હું મારા ભત્રીજા હરજીવન ને ભત્રીજી મૃગાવતીને સાથે લઈ લીમલી પહોંચ્યો. છેલ્લા દિવસોમાં મને મળી લેવાની પિતાજીની ઇચ્છા ન સંતોષવાનું મને દુઃખ હતું. એ સિવાય મારા મન ઉપર દુઃખની વધારે ઊંડી છાયા હોવાનું યાદ નથી. હું ઘે૨ ૨-૪ દિવસથી વધારે ન રોકાયો. જેટલું રોકાયો તેમાં મારી સામે મુખ્ય પ્રશ્ન એ હતો કે, પિતાજીનું કારજ ક૨વામાં મારે સમ્મતિ આપવી કે નહિ. ભાઈઓની સ્થિતિ સારી હતી. તે વર્ષોમાં તે ઠીક-ઠીક કમાયેલા પણ ખરા. મારા મોટાભાઈનું વલણ કારજ કરવાનું નહિ, પણ નાના બંને ભાઈઓનું વલણ કારજ કરવા તરફ મજબૂત હતું. અને કુટુંબીઓ તેમજ કાકાઓ પણ એ જ મતના હતા. આવા દબાણથી મારા મોટાભાઈ ચૂપ રહેતા ને લોકનિંદાના ભયથી ડરતા પણ ખરા. મને એમાંનું કાંઈ સ્પર્શતું જ ન હતું. તેથી હું તો સૌને ચોખ્ખચોખ્ખું કહી દેતો કે આ રિવાજ છોડી જ દેવો જોઈએ. દલીલથી કે બીજી રીતે મારી સામે કોઈ બચાવ ન કરતા, પણ બધાને મારું વલણ અવ્યવહારુ તેમજ ફકીરિયું લાગતું. મારો નાનો ભાઈ ઠાકરશી મને બહુ જ માને અને પૂજે છે, પણ એ સુધ્ધાં મને કહે કે ભાઈ પૈસા તો આવે છે ને જાય છે. જે નસીબમાં લખ્યું હશે તે અન્યથા થતું જ નથી. એના નિયતિવાદને હું કોઈ પણ રીતે સમજાવી શકું તેમ મને ન લાગ્યું. છેવટે મેં ભાઈઓને કહ્યું કે ભલે કારજ કરજો, પણ ટૂંકમાં જ પતાવજો. વળી મોટું કારજ કરવું હોય તોપણ તમારી ઇચ્છા, પણ એક વાત ધ્યાનમાં રાખો કે અત્યારે,
Page #182
--------------------------------------------------------------------------
________________
પિતાના કારજનો વિરોધ • ૧૭૧ ઘી રૂપિયાનું પાંચ કે છ નવટાંક મળે છે. થોડા દિવસમાં જ્યારે તે સસ્તું થાય ત્યારે કારજ કરો તો શું ખોટું ? મારા મોટાભાઈએ યુક્તિ ઝડપી લઈ સૌને કહી દીધું કે કારજ કરવું જ છે, પણ થોડાક વખત પછી ઘી સસ્તું થયે જોઈશું. હું તો જલદી મારા રસ્તે પડ્યો ને અણીનું ચૂકયું સો વર્ષ લે એ ન્યાયે કારજ પોતાના સ્થાને જ રહી ગયું.
Page #183
--------------------------------------------------------------------------
________________
૩૦. આગ્રામાં કુટુંબ સંસ્કારની પ્રવૃત્તિ
પૂનાની દિશા ન લેતાં મેં આગ્રાની દિશા લીધી, પૂનામાં છપાવવાનું મુખ્ય કામ સંભવિત ન દેખાયું. ખર્ચ પણ વધે જતો હતો ને આગ્રામાં શરૂ કરેલી પ્રવૃત્તિઓ સાવ બંધ પડી ગઈ હતી તેથી મને ફરી આગ્રા જ જવાનું યોગ્ય લાગ્યું.
- ઈ. સ. ૧૯૧૯ના ડિસેમ્બરની સખત ચઢ હતી. મેં મારી સાથે ઘેરથી બે ભત્રીજીઓ ને એક પાંચેક વર્ષના ભત્રીજાને સાથે લીધાં હતાં. મોટો ભત્રીજો હરજીવન તો પહેલેથી જ મારી સાથે હતો ને મારા કામમાં અનેક રીતે સહાયક પણ થતો. આ વખતે ભત્રીજીઓને સાથે લેવામાં મારી અનેકવિધ નેમ હતી. મારું કુટુંબ છેક જ નાના ગામડામાં ને ત્યાં કન્યાશિક્ષણ કે કન્યાસંસ્કારનું નામ જ નહિ. મારે કુટુંબમાં મારી દૃષ્ટિએ કાંઈ પણ પરિવર્તન કરવું હોય તો તેનો લાંબો, પણ સીધો રસ્તો મને એક જ જણાતો હતો કે, નવી પ્રજાને જુદી રીતે ઘડવી. છોકરીઓને સાથે રાખી કેળવણી આપવાનું કામ મારા માટે વધારે પડતું અઘરું હતું, પણ ઘરની છોકરીઓ હોય તો એ અખતરો મને એટલો બધો જોખમકારક જણાતો નહિ તેથી હું ઘર તરફ જ વળ્યો. રમણીકલાલનાં ધર્મપત્ની તારાબહેન તદન તરુણ ને આગ્રામાં ગુજરાતી તરીકે એકલવાયાં જ પડતાં. ત્યાંની સ્થાનિક બહેનો મળતી હતી, આવતી જતી ને કાંઈક ભણતી પણ ખરી છતાં એ સહવાસ તારાબહેન માટે માત્ર બે-ચાર કલાક પૂરતો જ હતો. ઘરની કન્યાઓ હોય તો મારું જોખમ ઓછું ને તારાબહેનને હૂંફ મળે તેમ જ તેમને પ્રવૃત્તિ માટે કાંઈક ક્ષેત્ર મળે એ વિચાર મારી યોજનાનો આધાર હતો. છેક પાંચ વર્ષના ભત્રીજાને આગ્રા જેવા દૂર પ્રદેશમાં ને હિન્દીભાષી લોકો વચ્ચે લઈ જવાનો મારો ઉદ્દેશ એ હતો કે, જો આ છોકરામાં ઘરના અને ગામડાના પહેલેથી જ અણઘડ સંસ્કારો પડ્યા તો આગળ જતાં તેને સ્થાને નવા સંસ્કારો નાખવાનું કામ વધારે અઘરું બનશે. તેથી મારા ઘરના જ એક છોકરા માટે એ પણ પ્રયોગ કરી જોવો કે, છેક નાનપણથી છોકરાઓને ઘરથી દૂર રાખી શીખવવા ને સંસ્કાર આપવાનું કામ કેટલું અઘરું છે અને કેવું પરિણામકારક નીવડે છે? ઘરનાં બાળકો હોય એટલે બહારના બીજાઓનો ઘોંચપરોણો પણ નહિ. મારી આ દૃષ્ટિ મેં મારાં ભાઈઓ કે ભોજાઈઓને વિસ્તારથી સમજાવી ન હતી. તે
Page #184
--------------------------------------------------------------------------
________________
આગ્રામાં કુટુંબસંસ્કારની પ્રવૃત્તિ ૭ ૧૭૩ બધાનો મારા ઉપર અનન્ય વિશ્વાસ એટલે એમને મન તો મારું વચન જ વેદવાક્ય હતું. વળી હું સમજાવું તોય મારા મોટાભાઈ સિવાય બીજા આવી ઝીણી વાત સમજી શકે તેમ પણ ન હતું. કુટુંબીઓ ને ગામના લોકો મારી પ્રવૃત્તિને કુતૂહલથી જોતા. તેમને આ વિષે કાંઈ સમજાતું નહિ ને હું પણ તેમને કાંઈ સમજાવવા પ્રયત્ન જ કરતો નહિ. મારી કલ્પના એ હતી કે, પરિણામ જ લોકોને સમજાવશે. સમાજ ને કુટુંબ વ્યાપાપ્રધાન વૈશ્ય એટલે તેમને પૈસાની વાત જેટલી સરળતાથી સમજાય ને પસંદ આવે તેટલી વિદ્યા ને સંસ્કારની વાત ભાગ્યે જ સમજાય, પણ આમ છતાં કોઈ સ્પષ્ટપણે મારી આડે આવતું નહિ. તેનું કારણ મને એ લાગ્યું છે કે, મેં આપબળે જ મારો માર્ગ કરેલો ને ભણતરની દિશામાં કાંઈક આગળ વધેલો તેમ જ સ્વાવલંબી બનેલો એટલે તે બધા ઉપ૨ મારી શેહ સહેજે પડતી.
રેલયાત્રામાં નાતજાતનો પ્રશ્ન
પણ આગ્રા જતાં રસ્તામાં વચ્ચે મારવાડમાં ઊતરી જવું મારા માટે જરૂરી હતું. કેમ કે સાદડી (મારવાડ)માં શ્રી જૈન શ્વે. કોન્ફરન્સનું અધિવેશન ભરાનાર હતું. મહેસાણા ગાડી બદલી ત્યારે બનેલ એક બનાવ સામાન્ય છતાં સામાજિક માનસના અભ્યાસની દૃષ્ટિએ ઉપયોગી તેમજ મનોરંજક હોઈ તેનો ઉલ્લેખ જતો નથી કરતો. અમારો સંઘ પાંચ જણનો હતો. તેમાં બે કિશોર કન્યાઓ ને એક બાળક પણ હતાં. ગિરદીમાં જગ્યા બહુ ઓછી ને થોડીક સંભવિત હતી ત્યાં પણ ગાડીની અંદર બેઠેલ પેસેન્જરોએ દરવાજા બંધ કરેલા. ઘણી રકઝક અને તકરારે પણ રસ્તો ન કરાવ્યો એટલે મારા મિત્ર ખીમચંદ ભૂધરની મદદથી હું બારી વાટે ડબ્બામાં દાખલ થયો ને નાના છોકરાને પણ લઈ લીધો, પણ ભત્રીજીઓ અને મોટો ભત્રીજો છૂટાં પડી બીજા કોઈ પણ ડબ્બામાં દાખલ થઈ ગયાં જ્યારે એ નાના ભત્રીજાને અંદર લેવાનો વખત આવ્યો ત્યારે બીજા પેસેન્જરોએ એવી રીતે ધક્કો માર્યો કે તે નીચે ગબડી પડ્યો. ને ગાડી તેમજ પ્લૅટફૉર્મની વચ્ચે પડી ગયો. સદ્ભાગ્યે ગાડી ઊપડવાને એક બે મિનિટની વા૨ એટલે તેના પ્રાણ તો બચી ગયા, પણ ડબ્બામાં પેઠ્યા પછી નવું જ નાટક થયું. હું અને એ બાળક ડબ્બા વચ્ચે ઊભાં હતાં. ત્યાં પેસેન્જરોમાં ઘણાખરા ગુજરાતી પટેલિયાઓ હતા ને એકાદ બે જણ સુશિક્ષિત પણ હતા. તેમાં એક એલએલ.બી. નાગર પણ હતા. ગાડી ચાલુ થઈ ને પેસેન્જરોના પ્રશ્નો પણ ચાલુ થયા. કોઈએ મને પૂછ્યું કે તમે જાતે કોણ છો ? હું ઇરાદાપૂર્વક ચૂપ રહ્યો. તરત જ બીજાએ કહ્યું તેમ બહેરા છો કે મૂંગા છો ? જવાબ કેમ નથી આપતા ? હું અંતઃહાસપૂર્વક વધારે ધીરજ રાખી ચૂપ રહ્યો. એક ત્રીજા ભલા ભાઈએ નરમાશથી પૂછ્યું કે તમને જાત કહેવામાં અડચણ છે ? મેં કહ્યું કે હું માણસ છું, મારી જાત ને તમારી જાત એક જ મનુષ્યતાની છે. એક ગરમ મિજાજના પેસેન્જરે
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૪ ૦ મારું જીવનવૃત્ત કહ્યું – તું માણસ છે એ તો અમે બધા નજરે જ જોઈ રહ્યા છીએ. અમે તો તારી જાત ને નાત પૂછીએ છીએ. મેં હાસ્યને પૂરેપૂરું કબજામાં રાખી વળી ધીરેથી કહ્યું કે, મારી જાત વિષે તો મેં તમને કહ્યું જ છે કે મારી જાત માણસની છે. એક તુંડમિજાજી પેસેન્જર ખૂબ ગુસ્સે થઈ બોલી ઊઠ્યો કે તમે બધા શા માટે પૂછો છો ! એ માણસ નાતજાત વિષે જવાબ નથી દેતો તો તે કાં તો ઢેડ હશે કાં ભંગી. મારી ધીરજ અને શાંતિ કુતૂહલ જોવાની દૃષ્ટિએ પણ વધ્યે જ જતાં હતાં. છેવટે આગલું સ્ટેશન આવવાની તૈયારી હતી ત્યાં એ જ કટુકભાખી પેસેન્જર નરમાશથી અને મીઠાશથી કહ્યું કે તું સીટ ઉપર બેસી જા. અમે જગ્યા કરી આપીએ છીએ. ભલે તારી નાતજાત ગમે તે હોય. મેં કહ્યું કે મને તો ઊભા રહેવામાં જ મજા
સ્ટેશન આવ્યું ને કેટલાક પેસેન્જરો ઊતર્યા તેમ જ ઊતરતી વખતે કાંઈક બબડતા પણ ગયા. અમે બંને સીટ ઉપર તો બેઠાં. પેલા નાગર ગૃહસ્થ જોકે ડબ્બામાં ચડતી વખતે ભારે વિરોધ કરેલો અને અંતરાય પણ નાંખેલો છતાં બીજા પેસેન્જરો સાથે મારું જે વિનોદી નાટક ભજવાઈ રહ્યું હતું તેમાં તે મૌન જ હતા. એમને કાંઈક એવો ભાસ થયો હશે કે આ માણસ આટલી વિલક્ષણતાથી વાતચીત કરે છે ને ચિડાતો નથી તો એ કોઈ સજ્જન જ હોવો જોઈએ. હવે મારી વાત એ નાગર ગૃહસ્થ સાથે શરૂ થઈ. મારા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે કલકત્તા જાઉં છું ને વચ્ચે આગ્રા ઊતરવું છે. મેં કહ્યું કે તો પછી તમે મારે ત્યાં જ આગ્રા આવજો. તમને બધાં દશ્યસ્થાનો જોવાની સારી સગવડ મળી જશે. એમ કહી મેં મારું ઠેકાણું આપ્યું. મારા આ વ્યવહારથી એ બહુ પ્રસન્ન તો થયા, પણ તે વધારેમાં વધારે શરમાઈ ગયા હોય તેમ એમના સ્વર ઉપરથી લાગ્યું. જેને ચડવા દેવામાં ભારે અંતરાય નાંખ્યો હતો, જેને છતી જગ્યા પણ આપવામાં આનાકાની કરવામાં આવી હતી કે જેને નાતજાત વિશેના પ્રશ્નોનાં કટુ બાણોથી વીંધવામાં આવ્યો હતો તે માણસ આટલી ભલમનસાઈ બતાવે છે ને તેનું પણ આગ્રા જેવા દૂર દેશમાં કાંઈક વિશિષ્ટ સ્થાન છે એ ભાને કદાચ તે નાગર ગૃહસ્થને શરમાવ્યા હોય ! ગમે તેમ હોય, પણ મેં તો તેમની સાથે સભાવથી જ વાતો કરી. અમારા બંનેની વાતો ચાલતી તે સાંભળી બાકીનો પેસેન્જરવર્ગ પણ નવાઈમાં પડ્યો. સૌને પોતાના પૂર્વકૃત્ય વિષે પૂરો પશ્ચાત્તાપ થતો હોય તેમ મને લાગ્યું. કોઈ કહે, તમે આટલી સાંકડી
ગ્યામાં સંકોચાઈને શા માટે બેસો છો ! લ્યો. અમે તમને પૂરી જગ્યા કરી આપીએ છીએ. કોઈ કહે – આ બાળકને તો સારી રીતે બેસાડો. એને ખોળામાં શા માટે રાખો છો ? કોઈ કહે, ગાંધીજી શું કરવા ધારે છે ? કોઈ કહે કે ગાંધીજી ઢેડ ભંગીઓને બધા સાથે એક કરે છે તો એમને સારા લોકો મદદ આપવી બંધ નહિ કરે ? આમ પહેલાંનું
Page #186
--------------------------------------------------------------------------
________________
આગ્રામાં કુટુંબસંસ્કારની પ્રવૃત્તિ ૦ ૧૭૫ હાસ્યપ્રધાન વિદૂષકીય નાટક હવે સુખદ વાર્તાલાપમાં પરિણમવું ને આગલું સ્ટેશન આવતાં જ ડબ્બો ખાલી જેવો થઈ ગયો. આ બનાવ વખતે લોકોના માનસનું અધ્યયન કરવાની એટલી બધી સારી તક મને મળી કે જ્યારે જ્યારે એનું સ્મરણ આવે છે ત્યારે લોકમાનસના ઉપલા અને નીચલા, નરસા અને સારા, આગન્તુક અને સાહજિક વિવિધ સ્તરોનાં દશ્યો મારી નજર સામે ખડાં થાય છે. આવો મધુર પ્રસંગ પ્રાપ્ત થયો ન હો તો એટલી ભીડમાં ભારે ગૂંગળામણનો અનુભવ થયો હોત અને રસ્તો પણ લાંબો લાગ્યો હોત.
Page #187
--------------------------------------------------------------------------
________________
૩૧. સાદડીમાં જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
જતાં આવતાં પાલનપુર સ્ટેશનથી પસાર થવું પડે ત્યારે મોસમ હોય તો ત્યાંથી શેરડી ખૂબ ખરીદવાનો પ્રઘાત ઘણાં વર્ષો થયાં પડેલો. તે પ્રમાણે ખૂબ શેરડી લીધી. આથી પાચનક્રિયા ને આરોગ્યમાં તો સુધારાનો અનુભવ તો હતો જ, પણ સાથે સાથે રેલપ્રવાસનો કંટાળો ઘટ્યાનો પણ અનુભવ હતો. અમે રાત્રે ફાલના સ્ટેશન ઊતર્યા. તે પહેલાંથી જ જાણીતું તો હતું જ, પણ વધારામાં સામેથી આવતાં દિલ્હી મેઇલમાંથી પણ કેટલાક જાણીતા સદ્દગૃહસ્થો ત્યાં જ ઊતર્યા એટલે કે મિજલસ જ જામી. એ ઉતારુઓમાં જૈન સમાજમાં જાણીતા જયપુરવાળા ગુલાબચંદજી ઢઢા M. A. પણ હતા. સાદડીથી સ્વયંસેવકો બળદગાડાં લઈ મહેમાનો અને પ્રતિનિધિઓને લેવા આવ્યા હતા. રાત પસાર થઈ વહાણાં વાયાં. સૂર્યમહારાજે દર્શન દીધાં. તેનો અસ્મલિત ગતિરથ ખૂબ આગળ ધપ્યો. પહેલો પ્રહર વીતવા આવ્યો, પણ મેં ગાડીવાનોમાં સ્વયંસેવકો કે મહેમાનોમાં કોઈ ઊપડવાનો સંચાર ન જોયો. ત્યાંથી રેતીમાં બેલગાડી દ્વારા છ ગાઉ કાપવાના હતા. ક્યારે સાદડી પહોંચીશું ને અન્નજળ ભેગા થઈશું એ પણ ચિંતા હતી. મારી મૂંઝવણ વધ્યે જતી હતી, પણ કેમે કરી ઊપડનાર કાફલાનો નિદ્રાભંગ થતો ન જોયો. મેં શ્રી ગુલાબચંદ ઢઢુઢાને સાક્ષેપ કહ્યું, આ તમારી મારવાડ અને તમારા જેવા સ્ટેટ અમલદારની આ ક્રિયાશીલતા! કાંઈ કામ વિના શાની રાહ જોવાય છે એ જ સમજાતું નથી. ગાડીવાનો ઊપડવાના હુકમની રાહ જોતા હશે ! ઉતારઓ ગાડીઓ ચાલે એટલે બેસવાની રાહ જોતા હશે ! ને સ્વયંસેવકો ઉતારુઓના ફરમાનની રાહ જોતા હશે ! આમ એકબીજાની રાહમાં સમય તો કોઈની રાહ જોવા સિવાય ચાલ્ય જ જતો હતો. કોઈ પણ કામ કરવામાં હિન્દીઓનું સામૂહિક કઈ રીતે વર્તે છે એનું દય મારવાડના દેશી રાજ્યની પ્રજામાં મળ્યું. છેવટે મેં ઢઢુઢાજીને કહ્યું તમે જ મોવડી બનો ને ચાલવાનો આદેશ આપો. ઢઢુઢાજીને રજપૂતી ને અમલદારી ચાનક ચડી હોય તેમ તેમણે હાથમાં સોટી લઈ ગાડીવાનોને ચલાવવાનો હુકમ આપતાં દેશી રાજ્યના અમલદારના મોઢામાં શોભે તેવી ને હોય તેટલી ગાળોનો વરસાદ વરસાવ્યો. આ ગાળો સાંભળતાં જ ગાડીવાનોના લોહીમાં કાંઈક ગરમી આવી ને જી હજૂર કરતાં બળદો જોડવા લાગ્યા. બળદો જોડાયા, ગાડીમાં સામાન મુકાયો, બેસારુઓ ગાડી પાસે
Page #188
--------------------------------------------------------------------------
________________
સાદડીમાં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ - ૧૭૭ ચાલવાની રાહ જોતાં ઊભા રહ્યા. એમાંય એકાદ કલાક પસાર થયો, પણ હજી એક ગાડીનું પૈડું ચસક્યું નહિ. વળી પાછા ઢઢાજી વહાર આવ્યા. ત્યારે ગાડીઓ ચાલુ ક૨વી એમ તો ગાડીવાનોએ નક્કી કર્યું, પણ હવે રાહ જોવાતી પહેલાં કોઈ ગાડી ચલાવે એની. કોઈ પહેલાં ગાડી ચલાવવા રાજી ન હતું. દરેક પાછળ રહેવા ઇચ્છતો. ગાડીવાનોની આ જડતા દૂર કરવા તો ઢઢાજીને સોટી પણ ઉગામવી પડી, જોકે તે કોઈના ઉપર પડી નહિ. મેં ઢઢાજીને કહ્યું કે આવી ગાળો આપવી ને આટલા બધા ધમકાવવા એ બરાબર નથી. તેઓ કહે, પંડિતજી ! એમ કર્યા વિના લોકોમાં કામ થતું જ નથી.
અમે છેવટે મોડે મોડે સાદડી પહોંચ્યા. બીજી બધી વ્યવસ્થા કરતાં વધારે સરસ વ્યવસ્થા જમવાની હતી. જાતજાતની સરસ તાજી મારવાડી મીઠાઈઓ ને બીજી વસ્તુઓએ બધો થાક ને બધો કંટાળો દૂર કર્યો. હું વિજયવલ્લભસૂરિને મળ્યો. મારા જવાથી તેઓ રાજી થયેલા દેખાયા. પહોંચ્યાને બીજે દિવસે ગયેલો, પહેલી વાર બિકાનેર સ્ટેટના સુજાનગઢમાં અને બીજી વાર મુંબઈમાં. તેથી મારે માટે આવો પ્રસંગ જરાય નવો ન હતો. પ્રમુખની વરણી, કાર્યપદ્ધતિ ને ચર્ચનીય વિષયો તેમ જ પાસ કરવાના ઠરાવો એ બધા વિષે મને કલ્પના હતી જ.
હું જાણતો હતો કે આવાં અધિવેશનોમાં જવું મારા માટે સાવ નિરર્થક છે અને કાળયાપન માત્ર છે. છતાં હું ગયેલો તે બાબુ ડાલચંદજીના આગ્રહથી અને કાંઈક અંશે કુતૂહલ તેમજ વિજયવલ્લભસૂરિના અનુરોધથી. દરેક અધિવેશનમાં પહેલેથી સામાન્ય રીતે બનતું આવ્યું છે તેમ આ વખતે પણ પ્રમુખની વરણી થયેલી. કોમી સંસ્થાઓનાં અધિવેશનોમાં સર્વત્ર મોટે ભાગે પૈસા જ પ્રમુખસ્થાનની યોગ્યતાની કસોટી બને છે.
આ અધિવેશનમાં હોશિયારપુર (પંજાબ)વાળા લાલા દોલતરામજી પ્રમુખ તરીકે પસંદ કરાયેલા. એમને હું પહેલેથી જ જાણતો. હોશિયારપુર તેમને ત્યાં ૧૫ દિવસ અતિથિ થયેલો. તેઓ વિ. સ. ૧૯૬૫માં બીજા બે મિત્રો સાથે કાશી અમારે ત્યાં આવી ઊતરેલા. તેમનામાં કોન્ફરન્સના પ્રમુખ થવાની કોઈ પણ વધારેમાં વધારે યોગ્યતા હોય તો તે એટલી જ હતી કે તે કોન્ફરન્સને કાંઈક આર્થિક મદદ કરે અને તેથીય વધારે યોગ્યતા તો એ હતી કે તેઓ વિજયવલ્લભસૂરિના ખાસ અનુયાયી હતા. સાદડીમાં જે અધિવેશન ભરાઈ રહેલ હતું તેના પ્રેરક માત્ર વિજયવલ્લભસૂરિ જ હતા. બુદ્ધિ, ચરિત્ર કે વ્યવસ્થાશક્તિની દૃષ્ટિએ, કોઈ પણ રીતે યોગ્ય ન હોવા છતાં જ્યારે લાલા દોલતરામજી પ્રમુખની ખુરશી ઉપર બેઠા ત્યારે જ હું અનેક આશ્ચર્યોમાં ડૂબી ગયો. મનમાં થયું કે અધિવેશનમાંથી બેસતાવેંત ઊઠી જવું તે કરતાં સ્વાગતાધ્યક્ષનું વ્યાખ્યાન સાંભળવા જેટલી ધીરજ રાખવી એ સારું છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૮ - મારું જીવનવૃત્ત
સ્વાગતધ્યક્ષ માળવા – પ્રતાપગઢવાળા લક્ષ્મીચંદજી ધિયા હતા. તે પણ મારા પરિચિત હતા. તે શાસ્ત્રરસિક ને વિદ્યાપ્રેમી હતા, પણ તેમનું વ્યાખ્યાન છાશબાકળા જેવું હતું. એક વાક્ય બોલે ને દાઢીમૂછ ઉપર હાથ ફેરવે, જાણે કે તેમાંથી સરસ્વતી કાંઈક મદદ આપશે. વિષય તો તાણીતૂસીને બોલવાનો હતો.
મારું કુતૂહલ અને શૈર્ય બંને સાથે જ પૂર્ણ થયા. હું ઉતારે આવ્યો ને તે જ દિવસે ત્યાંથી નીકળી જવાનો નિર્ધાર કરી લીધો. કોઈને ખોટું લાગશે એની પરવા કર્યા વિના ઊપડી ગયો ને રાતે ફાલના સ્ટેશને પહોંચ્યો. જોઉં છું તો ત્યાં સ્ટેશન ઉપર બે-ચાર અતિપરિચિત ને સંભાવિત મુંબઈગરા ગૃહસ્થો પણ હતા. તેઓ પણ અધિવેશનને અધૂરું જ મૂકીને મારી પેઠે આવેલા. તેમાં એક તો હતા સાક્ષર મોહનલાલ દલીચંદ દેસાઈ ને બીજા મકનજી બેરિસ્ટર. આ બંને કોન્ફરન્સના મુખ્ય કાર્યકરો પૈકી જ ગણાય. ત્રીજા ગૃહસ્થ શેઠ દેવકરણ મૂળજી હતા, જે વિજયવલ્લભસૂરિના વિશિષ્ટ ભક્ત હતા. તે બધા અમૃતસરમાં ભરાનાર કોંગ્રેસના અધિવેશન પ્રસંગે ત્યાં જઈ રહ્યા હતા. તેમની સાથે ચાલવાના આગ્રહને ટાળી હું તો આશા જ ચાલ્યો ગયો કેમ કે આગ્રાનાં કામો મારી રાહ જોઈ રહ્યાં હતાં. પૂનામાં રમણીકલાલ હતા તે પણ સપત્નીક આગ્રા આવી ગયા ને અધૂરાં કામ અમે ફરી હાથમાં લીધાં.
Page #190
--------------------------------------------------------------------------
________________
૩૨. ‘સન્મતિ’નો આરંભ અને આપત્તિઓ
પંચપ્રતિક્રમણનું છાપકામ
મારે માટે સૌથી પહેલું કામ બે લખેલ તૈયાર પડેલ પુસ્તકો છપાવી કાઢવાનું હતું. સિંધીજીની કળાવૃત્તિ ને ભાવના સંતોષાય એવી છાપખાનાની ગોઠવણ આગ્રામાં ન જોઈ એટલે અમે નિર્ણયસાગરમાંથી તાબડતોબ ટાઇપ મંગાવવાની ને કલકત્તાથી કાગળ મંગાવવાની પેરવી કરી. બંને ચીજો આવી ગઈ એટલે ગોઠવણ પ્રમાણે ત્યાંના ગીતા પ્રેસમાં પહેલાં પંચપ્રતિક્રમણનું છાપકામ શરૂ કરાવ્યું. સારામાં સારું મેટર તૈયા૨ ક૨વામાં જે મહેનત પડે છે તેથી હું કાંઈક ટેવાયેલો, પણ સરસતર છપામણીની ચિંતા અને મહેનતનો આ વખતે જે અનુભવ થયો તેણે મને એ તાલીમ આપી કે, તારે તો કદી છપામણીની ચિંતા ને ખટપટની સીધી જવાબદારી લેવી જ નહિ. ઈ. સ. ૧૯૨૦ના પ્રારંભ સાથે જ બીજી પ્રવૃત્તિ પણ શરૂ કરવામાં આવી હતી. તેમાં સન્મતિતર્કનું કામ મુખ્ય હતું.
ક્ષમામુનિ દ્વારા સન્મતિ'નો પ્રારંભ
કાશીમાં કેટલોક વખત રહી અધ્યયન કરેલ બે મુનિઓ દૈવયોગે આગ્રા આવી ચડ્યા તેમાં એક ક્ષમામુનિ હતા. તે સ્વભાવે મધુર, મિલનસાર ને કાર્યે હતા. તેમણે મને કહ્યું, હું કાંઈક કામ કરવા ઇચ્છું છું, જો તમે મારી શક્તિનો ઉપયોગ કરો તો હું બધી રીતે તૈયાર છું. મને તો જોઈતું જડયું. એમની ખંત મહેનતુ પ્રકૃતિ, ને યોગ્યતાનો વિચાર કરી અમે નક્કી કર્યું કે સન્મતિતર્કનું સંશોધન, સંપાદન અને ભાષાંતર કરવું. એની જંગલ જેવી વિસ્તીર્ણ અને જટિલ ટીકાને પ્રથમ હાથમાં ન લેતાં, મૂળ માત્રને લગતું કામ કરવું. કલ્પના એ હતી કે, નાનુંસરખું મૂળ એવડી મોટી ટીકાનાં લખેલ પાનાંઓમાં જ્યાં ત્યાં વિખરાયેલું પડ્યું છે તો મૂળનાં તે તે અંશોને તેના પૂરતી વ્યાખ્યા સાથે જુંદાં તારવવાં ને માત્ર તેટલી જ સંસ્કૃત-ટીકાને સુસંબદ્ધ રૂપે મૂળ સાથે સ્પષ્ટ કરતો અનુવાદ પણ કરવો, જેથી સંસ્કૃત દ્વારા ને હિન્દી દ્વારા મૂળ સન્મતિ પ્રકરણ સરળતાથી ગમ્ય બને ને આજસુધી અભ્યાસક્રમમાંથી ઉપેક્ષિત રહી ગયે એ મહત્ત્વનો ગ્રન્થ ફરી પ્રકાશમાં આવે. આ દૃષ્ટિથી ક્ષમામુનિને સન્મતિની લિખિત પોથીઓ આપી કામની દિશા ને પદ્ધતિ સૂચવી. તેમણે એ કામ પ્રારંભ્યું.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૦ • મારું જીવનવૃત્ત
દરમ્યાન અમદાવાદથી ૫. ભગવાનદાસ પણ આગ્રા મારા કામમાં સાથ આપવા આવી પહોંચ્યા. તે પોતે સુયોગ્ય શાસ્ત્રજ્ઞ હોવા ઉપરાંત મધુર સ્વભાવના હોઈ ક્ષમામુનિ સાથે જોડાઈ ગયા. ને બંને એક જ કામ કરવા લાગ્યા. મહિનોમાસ કામ ચાલ્યું ન ચાલ્યું ત્યાં તો દેવે પોતાનો ક્રૂર પંજો ઉપાડ્યાનાં લક્ષણો દેખાવા લાગ્યાં. ક્ષમામુનિનું મૃત્યુ અને બીજી આપત્તિઓ
આગ્રામાં ત્તેપુર સિક્રીને રસ્તે દાદાસાહેબનો બગીચો છે. તેમાં જૈનમંદિર છે. આ બગીચો અકબરે હીરવિજયસૂરિને સમર્પિત કર્યાનું કહેવાય છે. તે જગ્યા વિશાળ છે ને ત્યાં આગ્રાના શ્વેતાંબર સંઘના અનેક સભ્યોએ પોતપોતાનાં મકાનો બનાવેલાં છે, જે એકંદર સંઘની જ માલીકીનાં ગણાય. આ બગીચામાંના મંદિરમાં મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા કરવાનું નક્કી થયું. ક્ષમામુનિએ એ પ્રતિષ્ઠા સંપન્ન કરી. ઉનાળો શરૂ થયો હતો. પ્રતિષ્ઠા સંપન્ન થયા પછી ક્ષમામુનિ શહેરમાં આવ્યા ને તાવમાં પટકાયા. જોતજોતાંમાં તેઓના પ્રાણ ઊડી ગયા. આથી તેમના સહચર સાધુને કે તેમના સહોદર ભાઈને જે પહેલાં મુનિ હતા ને પછી મુનિપદ છોડી ઘેર ગયેલા તેમ જ આગ્રાના શ્રી સંઘને દુઃખ કે આઘાત થયાં હશે તે કરતાં વધારે આઘાત અમને થયો. આમ કામ બંધ થશે એ ભયથી નહિ, પણ એવા અતિશય સજ્જન સાધુમિત્રના એકાએક સદાને માટે ઊઠી જવાથી.
જાણે આટલું બસ ન હોય તેમ દેવે બીજો પંજો પણ ઉપાડ્યો. પં. ભગવાનદાસને લાંઘમાં ગૂમડું ઊપડી આવ્યું ને તે ભગંદરરૂપે દેખાયું. એની શસ્ત્રક્રિયા કરાવવામાં આવી, ને તેમને ત્યાંની હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા. આટલું પણ બસ ન હોય તેમ વળી વધારામાં રમણીકલાલ, તેમનાં પત્ની ને મારી ભત્રીજીઓ એ બધાં જવરમાં સપડાયાં. હું ને મારો ભત્રીજો હરજીવન બે જ અત્યાર લગીમાં બચ્યા હતા. ગરમી કહે મારું કામ ને તાવની સતામણી કહે મારું કામ. નોકરી મળે નહિ. હું સાવ પરતંત્ર ને એક બીમાર હોસ્પિટલમાં ને બાકીના એક અટૂલા જુદા દૂરના મકાનમાં. એટલે બધાની પરિચર્યાને પહોંચી વળવાનું કામ માત્ર હરજીવન ઉપર આવ્યું. હું તો માત્ર મોઢે સૂચના કરું કે હુકમ દઉં એટલું જ. હિંમત તો મારી જરાય તૂટી હોય તેમ યાદ નથી આવતું. પણ બીમારોની ચિંતા મને ઉજાગરા કરાવતી. કેટલાક દિવસ પસાર થયા ને મેં નક્કી કર્યું કે ઈચ્છે તે બીમારોને પોતપોતાના વતનમાં મોકલી દેવા.
અચાનક અનુકૂળ સંયોગ આવ્યો. મારા ને ભગવાનદાસના એકસરખા પરિચિત ને મિત્ર ગુજરાતથી આવી ચડેલા. તેમની સાથે ભગવાનદાસને સેકન્ડ ક્લાસમાં અમદાવાદ રવાના કરી દીધા. રમણીકલાલ ને તેમનાં પત્નીને પણ ત્યાર બાદ તે જ રીતે રવાના કર્યા. રવાના થતી વખતે રમણીકલાલે મને કહ્યું કે હું હવે અહીં ન આવું ને અમદાવાદ ગાંધીજીના આશ્રમમાં જોડાઉ તો કેમ ? એમ પણ કહ્યું કે આશ્રમમાં
Page #192
--------------------------------------------------------------------------
________________
સન્મતિ’નો આરંભ અને આપત્તિઓ – ૧૮૧
રહી જીવનસાધના કરું ને તમે અહીં વિદ્યાસાધના કરો. પછી એકબીજા મળીશું ને પરસ્પરના અનુભવોનો લાભ આપીશું ને લઈશું.
ગાંધીજીનું રાષ્ટ્રિય આંદોલન અને રમણીકભાઈની વિદાય
આ સમય દરમ્યાન આખા દેશમાં રાષ્ટ્રિયતાનું આંદોલન આંધીની પેઠે ગાંધીજીને કા૨ણે ફેલાઈ રહ્યું હતું. મારું પણ તે તરફ ત્યારે આકર્ષણ હતું. એક તો હું પરતંત્ર એટલે સીધી રીતે તેવાં આંદોલનોમાં કામ ન કરી શકું. ને બીજું શરૂ કરેલી વિદ્યા તેમ જ સાહિત્યની બધી પ્રવૃત્તિઓની મુખ્ય જવાબદારી મારી હોઈ તેને અધવચ મૂકી બીજું કાંઈ પણ કામ કરવાની મારા સ્વભાવે જ મને ના પાડી. તેથી મેં રમણીકલાલને આશ્રમમાં જોડાવાની સહર્ષ સમ્મતિ આપી ને એમ માની લીધું કે ૨મણીકલાલ અનુભવ ક૨શે તે મને પણ વહેલોમોડો ઉપયોગી નીવડશે. વળી બધાએ એક જ કામમાં શા માટે રોકાવું ? જોકે મેં રમણીકલાલને સમ્મતિ આપી હતી, પણ મેં માથે લીધેલ કાર્યોની જવાબદારી જોતાં તે વખતે મારી મુશ્કેલીની સીમા ન હતી. હું યોજના કરું, વાંચું-વિચારું, બહુ તો લખાવું, પણ છેવટે આ બધાં કામને મુદ્રણનું મૂર્ત રૂપ આપવું હોય ત્યારે તો સુયોગ્ય દ્રષ્ટા સાથી જોઈએ જ. એવા કોઈ સાથીની ભાળ કે પ્રાપ્તિ થયા પહેલાં જ હું એકલો પડી ગયો ને કામ પૂરું કરવાની ચિંતા હોય એટલે મૂંઝવણ વધે એ સ્વાભાવિક હતું.
બધાય સંબંધીની વિદાયનું દુઃખ
આટલુંય અધૂરું હોય તેમ એક નવી આફત મારી પરીક્ષા લેવા ધારતી હોય તેમ આગળ આવી. મારો પાંચછ વર્ષનો ભત્રીજો જ્યસિંહ ટાઇફોઈડમાં સપડાયો ને મુંબઈથી આવી ચડેલ મારા નિકટના મિત્ર પંડિત વ્રજલાલજી પણ પટકાયા. વ્રજલાલજી બે અઠવાડિયાં પછી સાજા થઈ માળવામાં ચાલ્યા ગયા, પણ જયસિંહનો ટાઇફોઈડ તો ૩૫ દિવસ ચાલ્યો. એ ભાગ્યે જ સાંભળે ને ભાગ્યે જ બોલે. છેવટે ટાઇફોઈડ ગયો એટલે મેં ધાર્યું કે હવે હું એકલો છું તો આ બધાં બાળક-બાલિકાઓની જવાબદારી આ દૂર દેશમાં વહેવી ને સાહિત્યપ્રવૃત્તિ ચલાવવી એ મારે માટે બંધબેસતું નથી. મારા મોટાભાઈ ખુશાલચંદ્રને વતનમાંથી બોલાવી તેમની સાથે બધાં જ બાળક-બાલિકાઓને ઘે૨ મોકલાવી હું વગડામાં એકલો બાવળનો ઠૂંઠો ઊભો હોય તેમ એકલો જ રહી ગયો. નહિ એને ડાળો, નહિ એને પાંદડાં, નહિ છાયા ને નહિ પંખીઓનો મધુર કલરવ. એકલો રહી ગયો એટલે એક રીતે ભાર ઓછો થયો, પણ બીજી રીતે અધૂરાં કામોને યોગ્ય રીતે સંપન્ન કરવાની ચિંતાનો ભાર ખૂબ હતો. એક બાજુ ગીતા પ્રેસમાં મંડળના પૈસાથી જ ટાઇપો ખરીદી આપેલા. કલકત્તાથી કાગળો મંગાવી સોંપેલા. પ્રતિક્રમણનું મેટર કંપોઝ કરવા આપેલું. ને બીજી બાજુ આ કામને યોગ્ય રીતે જુએ ને સંતોષ થાય તેવું કામ કરે એવો કોઈ નહિ. તેથી મારી સ્થિતિ નદીવ્યાઘ્રન્યાય જેવી
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૨ ૦ મારું જીવનવૃત્ત બની ગઈ હતી. પૈસાનો અભાવ ન હતો. બાબુ ડાલચંદજીના ઉત્સાહમાં પણ કમી ન હતી. તેમના ભાઈઓના ને બીજા આગ્રાવાસી મિત્રોની પણ મારા પ્રત્યે બહુ ચાહના હતી. છતાં મારી ઇચ્છા પ્રમાણે કામ કરનાર સુયોગ્ય સાથીની કમી મને જંપ વાળીને બેસવા દેતી નહિ. કોઈ એવા સાથીની, બીજા પરિચારકની શોધ ચાલુ જ હતી. ધર્મદષ્ટિએ આહારચર્ચા
- ઉનાળા ને બીમારીઓના બેવડા ગરમ વાયરા મારી આસપાસ ફૂકાઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે મેં ખાનપાનમાં એક નવું જ પરિવર્તન કર્યું હતું. નાનો હતો ત્યારથી ડુંગળી, લસણ, બટાટાં વગેરે કંદમૂળનો ત્યાગ જ કરેલો. કાશીમાં અને પૂનામાં ઘણા મિત્રોએ બટાટાના ગુણો તેમ જ તેની સુલભતા વર્ણવી મને તે લેવા કહેલું, પણ અત્યાર લગીમાં હુ બટાટાં લેવા તરફ વળેલો નહિ. આગ્રાના આ બે માસ દરમ્યાન સ્થિતિ એવી આવી કે મારે તેના ઉપર વિચાર કરવો પડ્યો. દિવસે ને રાતે ઉજાગરા કરવા પડે. અનાજ ખાવું પાલવે નહિ. દૂધ ઘણું મળે, પણ દરેક વખતે તે લેવું ફાવે નહિ અને ભાવે પણ નહિ. બીમારી માટે પાણી તો ગરમ કરાવવું જ પડતું. વ્રજલાલજીની માતા પાણી ગરમ કરે ત્યારે બટાટા બાફી લેતાં ને તે ઉપર મોટે ભાગે નભતાં. તેમણે મને કહ્યું કે સુખલાલ, તમે અવારનવાર બાફેલ બટાટાં લ્યો તો કાંઈક ભૂખ પણ શમે, દૂધની રુચિ પણ થાય ને ઉજાગરામાં બાધા પણ ન આવે. મેં પહેલાં તો બહુ સંકોચ સાથે એક બાફેલું બટાટું ખાધું. ત્યાર બાદ તે ઉપર વિચાર કરતાં મને બટાટાં લેવાનો માર્ગ સરળ ને નિર્દોષ જણાયો. ત્યારથી જ મેં બટાટાં લેવા શરૂ કર્યા તે અદ્યાપિ ચાલુ છે. ડુંગળી ને લસણ વિષે મને ઘણા દેશી વૈદ્યમિત્રો કે કુટુંબો વચ્ચે પણ લાંબો વખત રહ્યો છું એટલે એ બંનેના વપરાશના ફાયદાઓ જાણું છું. એને ખાવામાં દઢ જૈનો માને છે એવું પાપ માનતો ક્યારનોય મટી ગયો છું. છતાં આજ લગી એને ખાવાની મારી રૂચિ સહજપણે જાગી જ નથી. હું પોતે ડુંગળી ને લસણ લેતો નથી, પણ તે જે લેતા હોય તેને આડે કદી નથી આવતો, એટલું જ નહિ, પણ જરૂર પડતાં તેને તે વસ્તુઓ લાવી આપવામાં મદદ કરું છું અને રુચિ ધરાવતા હોય તેને એ વસ્તુઓ ખાવાનું ઉત્તેજન આપતાં સંકોચતો પણ નથી.
વો, દેવીભક્તો અને તાંત્રિકોમાં માંસમદ્યના સેવનનો પ્રતિબંધ નથી, જ્યારે બધા જ વૈષ્ણવોમાં જેનોની પેઠે માંસ-મદ્યના સેવન ઉપર સખત પ્રતિબંધ હોય છે. ડુંગળીલસણની બાબતમાં વૈષ્ણવો જેનો જેટલા જ કદર હોય છે, પણ ડુંગળી-લસણની વર્ધતા પાછળ વૈષ્ણવોનું દૃષ્ટિબિંદુ જૈનોના દૃષ્ટિબિંદુથી સાવ નિરાળું છે. અનન્તકાય હોવાને કારણે અહિંસાની દૃષ્ટિથી જૈનો ડુંગળી-લસણને એકાન્ત વજ્ય માને છે, જ્યારે વૈષ્ણવો અને શૈવો માત્ર શાસ્ત્રનિષિદ્ધ હોવાને કારણે જ તેને વર્ષ માને છે. ડુંગળી કે લસણમાં
અનન્ત જીવરાશિ છે ને તેથી તે અખાદ્ય છે એવું જૈન દૃષ્ટિબિન્દુ ન સ્વીકારવા છતાં
Page #194
--------------------------------------------------------------------------
________________
“સન્મતિનો આરંભ અને આપત્તિઓ • ૧૮૩ એની વર્ધતા વૈષ્ણવો તથા શૈવો સ્વીકારે છે તે ઉપરથી એની વર્ધતાનું સામાન્ય કારણ શોધવાની લાલચ જિજ્ઞાસુઓને થઈ આવે તે સ્વાભાવિક છે. મને એમ લાગે છે કે મૂળમાં એની ગંધને કારણે એની વર્ધતા ઉપર કોઈ એક સંતે કે પંથે બહુ ભાર આપેલો પછી એની વર્જ્યતાનું આંદોલન પ્રસરતાં કોઈએ તેનું અહિંસાની દૃષ્ટિએ સમર્થન કર્યું તો બીજા કોઈએ ન પાડું નક્ષત, નાસુખે વાપિ વર્તત ઇત્યાદિ વાક્યોને શાસ્ત્ર લેખી શાસ્ત્રાધારે તેની વર્ધતા માની છે. બટાટાની બાબતમાં વૈષ્ણવો કે શૈવોને તેવો કોઈ શાસ્ત્રાધાર નથી મળ્યો તેથી તેઓ તેને છૂટથી ખાય છે, જ્યારે જેનો એને અનન્તકાય ગણી વર્ષ માને છે. ચરક-સુશ્રુત જેવા વૈદ્યક ગ્રન્થોમાં ડુંગળી ને લસણના ગુણો બતાવેલા હોવાથી તેમ જ જૈન પ્રજ્ઞાપના સૂત્રમાં ડુંગળી-લસણનો ઉલ્લેખ આવતો હોવાથી તે વસ્તુઓ ભારતમાં પાછળથી આવી ને તેથી વર્ષ મનાઈ એમ નહિ કહી શકાય. જ્યારે બટાટાની બાબતમાં એમ કહી શકાશે. બટાટાનો ઉલ્લેખ એટલો જૂનો નથી મળતો. તે પરદેશથી ભારતમાં મોડેમોડે આવ્યાં છે. બહારથી આવે તે વસ્તુને ભારતના ધાર્મિકો પહેલવહેલા અધર્મ માની વર્જ્ય ગણે છે. ને પછી ક્રમે ક્રમે વર્યુ ગણવા છતાં એને પચાવી પણ લે છે. બટાટાની બાબતમાં આવું જ કાંઈક બન્યું છે એમ મને લાગ્યું છે, પણ તે અનન્તકાય હોય તોય હું તેને વર્જવા જેટલી અહિંસાની દૃષ્ટિએ ત્યાગ કરી ધાર્મિક હોવાનો દંભ સેવવાનું મને પસંદ ન આવ્યું. ને તેથી જ મેં બટાટાં ન ખાવાનો નાની ઉંમરથી પાળેલો નિયમ છોડી જ દીધો.
Page #195
--------------------------------------------------------------------------
________________
૩૩. બીમારીને કારણે યાત્રાઓ
શ્રી રામનારાયણની સહાય
હવે હું મારી મૂળ ચિંતા તરફ વળે તો જ તે સંગત ગણાય. જોઈતો સમર્થ માણસ ન લાધ્યો તોય પણ કામ તો ચલાવવું જ હતું. એટલે ૫. રામનારાયણની મદદ લેવાનું મેં પસંદ કર્યું. રામનારાયણજી નાના હતા ત્યારથી તેમના પિતા સાથે મારી પાસે આવતા. તેઓ સંસ્કૃત સારું જાણે ને થોડોક પ્રાકૃત ભાષાનો તેમ જ જૈન પ્રકરણ ગ્રન્થોનો તેમને પરિચય પણ ખરો. સ્વભાવે તે એટલા બધા નમ્ર ને ખડતલ કે તેમનાથી કામ લેવામાં મને જરાય સંકોચ થાય તેમ ન હતું. તેઓ રહેતા પણ મારા સ્થાનની નજીક. એમની મદદથી પૂરો જોવાનું કામ શરૂ કર્યું. ને કામ આગળ ચાલુ કર્યું. હું એ દિવસોમાં જમતો. પણ રામનારાયણજીને ત્યાં. તે બંને ભાઈઓ મારી સંભાળ બહુ રાખે. હજી પણ તેમનો સદ્ભાવ અને વ્યવહાર મારા પ્રત્યે તેવો જ છે. જોકે તેઓ હવે તો સંસ્કૃતના પંડિત હોવા ઉપરાંત અંગ્રેજી પણ જાણે છે કે હાઈસ્કૂલમાં સંસ્કૃતના મુખ્ય અધ્યાપક પણ છે. રામનારાયણજીની મદદથી કામ ચાલુ રાખવા છતાં બીજી અનુભવી યોગ્ય વ્યક્તિની શોધમાં હું સતત રહેતો જ. ઘી-મધના મિશ્રણથી તાવ
અચાનક હું તાવમાં સપડાયો. એના કારણ વિષે મેં વિચાર કર્યા તો મને તે જડી આવ્યું. બીજાઓને પણ માહિતી ઉપયોગી હોવાથી તેનો પણ નિર્દેશ કરી દઉં છું. મધ અને ઘી બંને થોડાક સમયને અંતરે આગળપાછળ મેં લીધેલ તે જ તાવનું કારણ બન્યાં હશે એમ મને ચોક્કસ લાગ્યું. ઘી અને મધ સમપ્રમાણમાં સાથે લેવાથી ઝેર બને છે એમ મેં સાંભળેલું. તેથી મેં બંને વસ્તુઓને સાથે ન લેતાં આગળ પાછળ લીધી. બપોરે પ્રેસમાં જવું હતું ને ભૂખ સખત વ્યાપી હતી. થોડુંક ઘી ચાટ્યું. ભૂખ શમી ન દેખાઈ. તેથી થોડી વાર પછી થોડુંક મધ પણ લીધું. બંનેનું સમપ્રમાણ મિશ્રણ ઝેર થતું હોય કે નહિ તે તો અનુભવી જાણે, પણ આ બંને વસ્તુઓનું ઓછી-વધતી માત્રામાં અને આગળ પાછળ કરેલું સેવન મને ભારે પડ્યું. ગરમીમાં દૂર પ્રેસમાં ગયો ને આવ્યો એ પણ એમાં નિમિત્ત બન્યું હોય તો ના નહિ, પણ ઘણું કરી તે જ દિવસે
Page #196
--------------------------------------------------------------------------
________________
બીમારીને કારણે યાત્રાઓ • ૧૮૫ મને સાંજે તાવે દર્શન દીધાં. મેં મારી ઢબે ઉપચારો કર્યા, પણ સફળ ન થયો એટલે વિચાર્યું કે ક્યાંક બહાર જાઉં તો સારું. અજમેર અને પુષ્કરમાં
લડાઈમાંથી પાછો ફરેલ એક પનાસિંહ નામનો સૈનિક હતો તેને નોકર રાખેલો. તેથી તેની સાથે મેં અજમેર તરફ પ્રયાણ કર્યું. અજમેર જવાથી સ્થાનપરિવર્તન થશે. ત્યાંનાં હવા-પાણી પણ સારાં છે એમ ધારી મેં અજમેર સુધી જવાનું પસંદ કર્યું. સ્ટેશનની નજીક બરાબર સામે હીરાચંદ સુચંતીની ધર્મશાળામાં ધામા નાખ્યા. ગરમી તો ત્યાં પણ અપાર હતી. ને તાવે પીછો ન છોડ્યો. છેવટે એ ધર્મશાળાના માલિક હીરાચંદ સુચંતી મને પોતાને ત્યાં લઈ ગયા. એમણે સરભરા તો ખૂબ કરી, પણ તેથી તાવમાં કશો ફેર ન પડ્યો. મારું મન ત્યાંથી પણ ઊપડ્યું. સુચંતીની સલાહ પડી કે, હું પુષ્કરરાજ જાઉં તો તે સ્થાન અનુકૂળ થશે અને તાવ ઊતરશે. તેમની જ વ્યવસ્થાથી તેમના જ ડમણિયામાં હું પુષ્કરરાજ ગયો. તાવ પણ ડમણિયા પહેલાં જ ત્યાં પહોંચી ગયો હોય તેમ લાગ્યું. ત્યાંનાં તળાવો, મંદિરો, પંડ્યાએ વગેરે જે કાંઈ જોવા-જાણવા જેવું હતું તેમાં તાવની ચિંતાને કારણે બહુ રસ ન પડ્યો ને ફરી ક્યારેક નિરાંતે આવી જોઈશું એવી ઈચ્છા સાથે પુષ્કરરાજને પણ નમસ્કાર કર્યો. અજમેરમાં બે જણ પરિચિત મળી ગયા. એક હતા વૈદ્ય ને બીજા હતા પંડિત. બંને દિગંબર. કાશીમાં હતો ત્યારથી જ તેઓ મારા જાણીતા કેમ કે તેઓ મારી નજીકમાં જ રહેતા ને ભણતા. વૈદ્ય મિત્રસેને મને તાવની દવા આપી. તેમનો આગ્રહ છતાં હું તાવ જાય ત્યાં સુધી ન રોકાયો, પણ તેમની દવા ફાકી મારવાડ તરફ રવાના થઈ ગયો. ૫ ભામંડળદેવનો યોગ
જે બીજા પંડિતનો નિર્દેશ મેં કર્યો છે તેમનું નામ ભામંડળદેવ. તે કાશીમાં વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે મારી પાસે ન્યાય-વ્યાકરણ ભણતા. તેથી એક રીતે મને બહુ માનતા. મૂળે આગ્રાના નિવાસી છતાં તેઓ અજમેરમાં કામ કરતા, સુરત વગેરે શહેરમાં પ્રેસનું કામ કરેલું હોવાથી તેમને છપાવવાનો ઠીક ઠીક અનુભવ હતો. મેં તેમને આગ્રા લાવવાનું નક્કી કર્યું ને કહી દીધું કે તમે અનુકૂળતાએ આગ્રા પહોંચી જાઓ, હું જલદી સ્વસ્થ થઈ મારવાડથી પાછો ફરીશ.
નાની મારવાડમાં ફલના સ્ટેશન ઊતરવું હતું. ત્યાં વિજયવલ્લભસૂરિ ચોમાસું હોવાથી ને સારાં હવાપાણીની સંભાવનાથી મેં ફાલના પસંદ કરેલું. ગાડીમાં બેઠો ત્યારે પેલા વૈધે આપેલી ફાકી લીધેલી. મને પછી જણાયું કે એ રેચક દ્રવ્ય છે. ગાડી ફલના ઊભી ન રહેતી તેથી એરણપુરા ઊતરી ગયો. દવાએ પણ અસર કરી. રેચથી મળ અને તાવ બંને સાથે જતાં હોય એવો મને ભાસ થયો. ભૂખ કહે મારું કામ. છેવટે
gin Education International
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૬ મારું જીવનવૃત્ત ફૂલના પહોંચ્યો ત્યારે જઠરાગ્નિને હવિ અધ્યું. પહેલાં જેટલા વેગથી તો તાવ ન આવ્યો, પણ કાંઈક હળવો પડ્યો. વિજયવલ્લભસૂરિ ને તેમના શિષ્ય પરિવારનો આગ્રહ છતાં પાંચેક દિવસથી હું વધારે ન રોકાયો. કેમ કે મારી ચિંતા બીજી જ હતી. તાવ મોળો પડ્યો ને મારવાડનાં હવાપાણીએ તાજગી અર્પે એટલે પાછો આગ્રા આવી કામે લાગી ગયો. હરસની તકલીફ અને ઊંઝાયાત્રા.
ભામંડળદેવને પ્રસનું કામ સોંપી હું મારા ચિંતન-મનન-લેખનના કામમાં પડ્યો તો ખરો, પણ પાછી તબિયત કથળી. હરસથી લોહી પડવું શરૂ થયું ને તાવ પણ સાવ તો ગયો જ ન હતો. અંગત પરિચારકની જરૂર હતી જ. ફતેપુર (હસવા જિલ્લાના એક ભાઈ લક્ષ્મીનારાયણ પહેલાં મારી પાસે પાટણમાં રહેલા. તેમને બોલાવી લીધા. તેથી પરિચર્યાની તો ચિંતા રહી જ નહિ. પ્રતિક્રમણની છપામણીનું કામ કાંઈક રસ્તે પડ્યું, પણ તબિયત ઠેકાણે ન આવી. આ રીતે ઈ. સ. ૧૯૨૦ના શ્રાવણ-ભાદરવો બે માસ સખત માંદગીમાં વીત્યા. કામ કાંઈક રસ્તે પડ્યું છે તો અહીં જ બેસી રહેવામાં સાર નથી એમ ધારી મેં આગ્રાથી ગુજરાત તરફ પ્રયાણ કર્યું. હરસ દૂઝતા બંધ થાય તો જ શક્તિ સચવાય એમ હોવાથી મારી દષ્ટિ ઊંઝા તરફ ગઈ, ઊંઝામાં વૈદ્ય નગીનદાસ રહે છે. તેઓ વિ. સં. ૧૯૬ પછી મારા પરિચિત હતા. તેમની મારા પ્રત્યે મમતા પણ ખૂબ હતી. તેમની દવા કારગત નીવડશે એ આશાએ મને ઊંઝામાં ઉતાર્યો. વૈદ્યજીએ પોતાને ત્યાં બધી જ સગવડ કરી આપી. મમતાથી દવા શરૂ કરી, પણ એ દવા અને હરસ વચ્ચે કૌરવ-પાંડવ હૃદ્ધ શરૂ થયું હોય તેવાં લક્ષણો દેખાયાં. જેમ જેમ દવા કરી તેમ તેમ લોહી અટકવાને બદલે વધારે પડે. વૈદ્યજી દવાઓ બદલ્યું જાય ને મને કહે કે જરાય હિંમત હારશો નહિ. હું મટાડશે જ રહેવાનો છું ને જ્યારે હરસ મટશે ત્યારે જ તમને જવા દઈશ. ૧૯ દિવસની તેમની તપસ્યા પછી પણ મને કાંઈ સુધારો ન દેખાયો ત્યારે ત્યાંથી જવાનું જ મેં દુરસ્ત ધાર્યું.
ઊંઝામાં રહ્યો તે દરમ્યાન પૂનાથી મુનિશ્રી જિનવિજયના ઉપરાઉપર આગ્રહી પત્રો આવતા કે તમે પૂના આવી જાઓ તો બધાં સારાં વાનાં થશે. તે વખતે તેઓ જૈન સાધુની મર્યાદામાં હોવાથી રેલવેવિહાર ન કરતા ને ચોમાસું પણ હતું. તેથી તેઓ મને લખતા કે હું તો આવી શકતો નથી, પણ તમને તો રેલવેની લબ્ધિ (વિભૂતિ યા સિદ્ધિ પ્રાપ્ત છે તેથી સેકન્ડ ક્લાસમાં પણ તમે આવી જાઓ એ જ સારું છે. હું એટલી પણ સફર કરવા જેટલો શક્ત નથી રહ્યો એ વસ્તુ તેઓ દૂર બેઠાં જાણી શકે તેમ
ન હતું. તેથી તેમનો મિત્રાગ્રહ ચાલુ રહે એ સ્વાભાવિક હતું.
Page #198
--------------------------------------------------------------------------
________________
બીમારીને કારણે યાત્રાઓ • ૧૮૭ સ્વાથ્ય માટે લીમલીયાત્રા
અત્યાર લગી મેં મારા હરસ, નબળાઈ કે બીમારી વિષે મારા કુટુંબમાં કશી જ ખબર આપી ન હતી. મેં પરદેશમાં ગયો ત્યારથી જ એક ગાંઠ વાળેલી કે તબિયત ગમે તેટલી લથડે કે બગડે તોય તે વિષે કુટુંબીઓને ન સૂચવવું. આની પાછળ મારી દષ્ટિ એટલી જ હતી કે, દૂર હોઈએ ત્યારે તબિયત બગડ્યાના સમાચારથી ઘરવાળાઓ વધારે પડતી ચિંતામાં પડે છે ને આવવા-જવાની નકામી ધમાલ ઊભી થાય છે. તેથી
જ્યાં રહેતા હોઈએ ત્યાં જ પ્રાપ્ત થયેલ સ્થિતિ વૈર્યપૂર્વક સહી લેવી ને બનતા ઇલાજો કરવા. મારી આ નીતિ લગભગ ૧૬ વર્ષ થયાં એકસરખી ચાલુ હતી. છતાં આ વખતે મને એમ લાગ્યું કે હવે કુટુંબીઓને બીમારીના સમાચાર તો ન આપવા, પણ ઘરે જ ચાલ્યા જવું. કદાચ જન્મસ્થાનનાં હવા-પાણી વહારે આવે ને ઠીક થઈ જાય. આ આશાથી હું લીમલી ભણી જવા નીકળ્યો. વઢવાણ કેમ્પમાં ઊતર્યો તે દિવસે મારી સ્થિતિ કેવી હતી તે સમજવા એક બનાવ ટૂંકું.
દેરાસરની લાઇનમાં ઉપાશ્રય નીચેની મારા કાકાની દુકાન ઉપર હું ધોતિયું બાંધવા ઊભો થયો ને અશક્તિથી બેભાન થઈ પડી ગયો. કાકાઓ, ભાઈઓ, ને બનેવી જે ત્યાં હતા તે બધા આથી વિસ્મય પામ્યા. એમને એમ થયું કે આટલી હદ સુધી શરીર કથળી ગયા છતાં પણ અમને કોઈને કશી જાણ કેમ નહિ કરી. મેં સભાન થયા પછી મારી નીતિ વિષેની સમજૂતી આપી, પણ તેમનું સમાધાન થયેલું મેં ન જોયું. હું જન્મસ્થાન લીમલીમાં પહોંચ્યો. - આસો માસ ચાલતો હતો. દિવાળી નજીક હતી. મોસમ બહુ મધ્યમસર અને સુંદર હતી. લોહી પડવું ચાલુ જ હતું. ઘરગથ્થુ ઇલાજો કર્યો જતો. ચાલવાની શક્તિ રહી જ ન હતી. ખોરાક નામમાત્ર લઈ શકતો તે પણ લોહી પડશે એવા ડરથી લેતાં સંકોચતો, પણ એક વિચાર સતત આવ્યા કરતો કે જળાશય, લીલાંછમ ખેતરો ને ઝાડની ઘટાઓના સનિધાનમાં પડ્યો રહું તો સારું. ઘરથી તળાવ દૂર નહિ. તે ભર્યું હોય ત્યારે પણ તેનો એક એક ખૂણો દેખતો ત્યારથી જ જાણીતો હતો. પાળ ઉપરનો ખખડધજ વડ ને બીજાં પીપળનાં ઝાડો એ પણ નજર સામે તરતાં. એની નીચે બહુ રમેલો ને એ ઝાડો ઉપર ઊંચે સુધી ચડવા અનેક વાર નિષ્ફળ પ્રયત્ન પણ કરી ચૂકેલો. સામે નજીકમાં જ કપાસ ને બાજરાનાં લીલાંછમ ખેતરો માઈલો લગી પથરાયેલાં પડ્યાં હતાં, જેમાં દેખતો ત્યારે જ એકલો ને મિત્રો સાથે સેંકડોવાર પગે ખૂંદી વળેલો. આ બધાં દૃષ્ટિકાળનાં દૃશ્યો જેમ સ્મૃતિપટ ઉપર તાજાં થયાં તેમ એ દશ્યો બહુ દૂર પણ ન હતાં તેથી કેમે કરી તળાવની પાળે પહોંચવું, વડ નીચે બેસવું ને એ ખેતરો ને તળાવની તરફ વારાફરતી મોઢું ફેરવી વાયુસેવન કરવું એ ઝંખના પ્રગટી. અશક્તિ છતાં ત્યાં
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૮ • મારું જીવનવૃત્ત જવું તો હતું જ એટલે એ નજીવા ગાળામાં પણ બે-પાંચ વિસામા કરી ત્યાં સવારે ને ઢળતે બપોરે જતો. કલાક-બબ્બે કલાક બેસતો આથી મને કાંઈક આરામ મળતો હોય તેમ લાગ્યું. દિવાળી આવી ને પસાર થઈ ગઈ. દિવાળીનો જૂનો અને નવો અનુભવ
નાની ઉંમરથી જે ધનતેરસને દિવસે લાપસી ખાવા ટેવાયેલો ને જે દિવાળીના દિવસોમાં જલેબી અને ફાફડા બીજી મીઠાઈઓ ખાવાની પ્રથાનો લાંબા વખત સુધી અનુભવ કરેલો, જાતજાતનું દારૂખાનું વડીલો પાસેથી માંગીને કે કોઈને મેળવવામાં અને ફોડવામાં જીવનની લહેજત માનેલી, બેસતા વર્ષે ચોપડાપૂજન વખતે વડીલો ચોપડા પૂજે ને અમે પરાણે ઠાવકું મોઢું રાખી પૂજા કરાવનાર બ્રાહ્મણના “પરાનું ખમવત પુત્રવાનું ભવતુ સ્વાહા જેવા સંસ્કૃત શબ્દો શ્રદ્ધા ને આદરપૂર્વક સાંભળતા, અનેક બ્રાહ્મણો સાથે દક્ષિણા લેવા આવતી વખતે શુદ્ધ-અશુદ્ધ સ્પષ્ટ-અસ્પષ્ટ સંસ્કૃત શ્લોક બોલવા સાથે ચાંદલો કરી ચોખા ચોડે ત્યારે કપાળમાં કંકુના થર ઉપર થર ચડ્યા છતાં એમાં ધન્યતા લાગતી ને અમે બહુ કાળજીપૂર્વક એ સપરમાના દિવસોમાં દરેક પ્રકારનાં મંગળ સાચવવા તત્પર રહેતાં, રખે આંખમાંથી આંસુ ન પડે, રોવાઈ ન જવાય, લઢવાડ ન થઈ જાય તેનું ધ્યાન રાખતા, ને દિવસે ગમે ત્યાંથી ગમે તેટલી મોંઘી ચોળાની સીંગો મેળવી તેનું શાક ખાવામાં નવા વર્ષનું માંગલિક સમજતા, તે જ ધનતેરસ, તે જ દિવાળી ને તે જ બેસતા વર્ષનો દિવસ આ વખતે મારી સામે જુદું રૂપ ધારણ કરી આવેલા. એક તો ઘણાં વર્ષો થયાં આ દેશી પ્રથાથી હું સાવ જુદો પડી ગયેલો ને બીજું એ પ્રથાના બધા અંશો વિષે હું મારી દૃષ્ટિએ સારાસારનો કાંઈક વિવેક કરતો પણ થઈ ગયેલો. તેમ જ સંસ્કૃત અને તર્કશાસ્ત્રનો ઠીક ઠીક સાથ હોવાથી તે બ્રાહ્મણત્વ આદિ જાતિ વિષેના જન્મસિદ્ધ ખ્યાલોમાં ધરમૂળનો ફેર પડવાથી હું કુટુંબની, ગામની તેમ જ સમાજની આ બધી પ્રથાઓને જુદી જ રીતે નિહાળતો હતો. તહેવારોના એ દિવસોમાં સૌને જે મિષ્ટાન્ન મળતું ને છોકરાઓને તેમ જ વસવાયાઓને જે દારૂખાનું અપાતું તે મને યોગ્ય લાગતું, પણ મંગળ તેમ જ શકનને નામે જે જે વિધિઓ ચાલતી તે મને સાવ જડતાપોષક લાગી. વ્યાપારીઓ લક્ષ્મીની લીલાલહેરની આશાથી બ્રાહ્મણો પાસે પૂજા કરાવતા ને બ્રાહ્મણો દક્ષિણાની આશાથી એમને આશીર્વાદ આપતા ને જાણે એમની આજ્ઞાથી જ લક્ષ્મી વાણિયાઓના ઘરમાં વાસ કરે એવો ડોળ કરતા. લેવડ – દેવડ કે બીજે પ્રસંગે પાઈની પણ છૂટ ન આપનાર અગર બ્રાહ્મણત્વનો મોભો ન સમજનાર વાણિયો આ વખતે જનોઈ પહેરનારને અગ–બગડે સંસ્કૃતમાં આશીર્વાદ આપનાર દરેકને બાહ્મણ સમજી કાંઈક પણ દક્ષિણા આપે એ જોઈ મને બહુ કૌતુક થતું. ભાઈઓ સાથે તેમની ઈચ્છાને માન આપવા પૂજા વખતે હું બેઠેલો. જે મુખ્ય બે
Page #200
--------------------------------------------------------------------------
________________
બીમારીને કારણે યાત્રાઓ - ૧૮૯ બે-ચાર બ્રાહ્મણો પૂજા કરાવતા તેઓ હવે મને વિશેષ જાણતા. કદાચ તેથી એમને પોતાના સંસ્કૃત ઉચ્ચાર ને જ્ઞાન વિષે કાંઈક સંકોચ પણ આવતો હશે. છતાં મેં તો એમનું કોઈ પણ જાતનું અજ્ઞાન ખુલ્લું ન પડે ને એમને શરમાવું ન પડે એની બધી કાળજી સેવેલી. છતાં મારી સાથે સહચારી તરીકે યુ.પી.નો કાન્યકુબ્જ બ્રાહ્મણ હતો તે લક્ષ્મીનારાયણે મને પાછળથી કહ્યું કે, પંડિતજી ! આ બધા નાનામોટા બ્રાહ્મણો આશીર્વાદ આપી દક્ષિણા તો લઈ ગયા, પણ એમાંથી કોઈ એક શબ્દ પણ શુદ્ધ બોલતું ન હતું.
ડૉ. અમરશીગનો સંગ અને જાતિવાદનો ત્યાગ
મેં એનું એક યા બીજી રીતે સમાધાન તો કર્યું, પણ મારું મન જાતિવાદ તેમજ આશાબદ્ધ થઈ આશીર્વાદ લેવા-દેવાની પ્રથા વિરુદ્ધ ઉગ્ર બંડ કરી રહ્યું હતું. મારા ભાઈઓ ને વડીલોએ જ્યારે મારા એ બંડ વિષે થોડુંક જાણ્યું ત્યારે તેઓ તો સાવ ડરી ગયા. મને કહેવા લાગ્યા કે તમે કહો છો તે વાત તો ઠીક છે, પણ તે વિષે કશું બોલતા નહિ. અમારું જેમ ચાલે છે તેમજ ચાલવા દો. ગોર મહારાજ કે બાવા અતીત કે સાધુ-સંન્યાસીને નારાજ કરીએ તો ક્યારેક એમનો શાપ લાગે. લગભગ ૨૦ વર્ષ પહેલાંની ને તે વખતની મારી મનોદશા વચ્ચે આકાશ-પાતાળ જેટલું અંતર મને સ્પષ્ટપણે ભાસતું, પણ થોડી વાર માટે કુટુંબ કે સમાજમાં આવીને બેસવું હોય ત્યારે એમના ખ્યાલોમાં પરિવર્તન કરાવી નાંખવાની આંધળી હિમ્મત મારામાં ન હતી. તેથી પર્વોનાં બધાં દૃશ્યોને તટસ્થભાવે જોઈ મન માત્ર તેની સમાલોચના કરી સંતુષ્ટ થતું.
ઘરગથ્થુ કેટલાક ઉપચારોથી, હવાપાણીના પરિવર્તનથી ને વિશેષે કરી આરામથી કાંઈક તબિયતમાં સુધારો અનુભવતો હતો. દરમ્યાન એક ડૉક્ટર વહારે આવ્યા. વઢવાણવાળા ડૉ, અમરશી, જે તે વખતે નોકરીમાંથી નિવૃત્ત થઈ માત્ર ખાનગી દવાખાનું ચલાવતા તે લીમલી આવ્યા ને તેમણે મને પોતાને ત્યાં વઢવાણ આવી રહેવા ને પોતાનો ઇલાજ કરવા ભારપૂર્વક કહ્યું. મને પણ એ વાત ગમી. એમ તો એ ડૉક્ટર મારા મોટાભાઈના નાનપણથી પરિચિત ને મિત્ર જેવા હતા, પણ એમની સાથે મારો તો સંબંધ જુદી જ રીતે વિકસેલો. એક વાર હું પૂના હતો ત્યારે ડૉક્ટર અણધારી રીતે અમારા વાસસ્થાને આવી રહેલા. મેં એમની ઠીક ઠીક સરભરા કરેલી ને અમે કેટલાક મિત્રો સાથે કાર્લાની બુદ્ઘ-ગુફા જોવા સાથે ગયેલા. એટલું જ નહિ, પણ તળેગાંવમાં શ્રીયુત બિજાપુરકર દ્વારા ચાલતા નૂતન સમર્થ વિદ્યાલય તેમજ તિલક દ્વારા યોજાયેલ પૈસા ફંડ ઉપરથી ચાલતું કાચનું કારખાનું પણ જોવા ગયેલા. અમને વધારે નિકટ આણનાર વસ્તુ તો આ સાથ કરતાં કાંઈક બીજી જ હતી. એક દિવસે પૂના શહે૨માં જૈનોનું
Page #201
--------------------------------------------------------------------------
________________
૧© • મારું જીવનવૃત્ત સંઘભોજન હતું. બધા વિદ્યાર્થીઓ સાથે હું ત્યાં જવાનો હતો. મેં ડૉક્ટરને સાથે આવવા કહ્યું તો તેમણે જવાબમાં જણાવ્યું કે એક તો હું જેન નથી ને બીજું હું જાતે દરજી છું. મેં કહ્યું. તેથી શું થયું ? તમે મારા કહેવાથી ચાલો. છેવટે તેઓ મારા આગ્રહને વશ થઈ કાંઈક સાથે આવ્યા, પણ જ્યારે ભોજન વખતે તેમણે કશો જ આંતરો ન જોયો ને મને પોતાની સાથે બેઠેલો જોયો ત્યારે તેમનો માત્ર સંકોચ જ ન સરી ગયો, પણ તેમને આશ્ચર્ય સુધ્ધાં થયું. સામાન્ય ધારણા એવી હોય છે કે પંડિતો, ખાસ કરી કાશીમાં ભણેલા પંડિતો વધારે જાતિવાદી અને કટ્ટર હોય છે તેથી ડૉક્ટરને મારો વ્યવહાર જોઈ નવાઈ લાગે તો એમાં કાંઈ નવાઈ જેવું ન હતું.
આ વખતે લીમલીમાં આવ્યા ત્યારે પણ એક રમૂજી પ્રસંગ બન્યો. જમવાનો વખત થયો. પાટલા નંખાયા, મેં કહ્યું. હું અને ડોક્ટર પાસે પાસે બેસીશું. ઘરવાળા બધા વિસ્મય પામ્યા. એમને થયું કે, ડૉક્ટર તો દરજી છે. કાંઈક તો છેટે બેસવું જોઈએ. ડૉક્ટરને પોતાને પણ એમ જ બેસવાનું પસંદ હતું. ઘરવાળા કોઈને મારા જાતિવિષયક
ખ્યાલો કે ખાનપાનના વ્યવહારો વિષે વિશેષ જાણવાની તક ક્યારેય મળી જ ન હતી, પણ જ્યારે હું અને ડોક્ટર સાવ પાસે પાસે બેઠા ત્યારે તે દિવસે અમારા ઘરમાં ઊંચ-નીચનો ભાવ કે નજીક દૂર બેસી જમવા – જમાડવાનો ભાવ સાવ લોપ પામી ગયો. હું ધારું છું, આટલી બધી છૂટ મારા ઘરમાં પહેલી જ વાર અનુભવમાં આવી. હશે, પણ સૌ એથી રાજી થયા. મેં પહેલેથી જ કહેલું કે, તમે બધા સામે બેસો ને હું તેમજ ડૉક્ટર બંને બીજી બાજુ સાથે બેસીશું. મને જુદો બેસવામાં વધારે આનંદ અને મોટાઈ લાગે છે, પણ ભાઈઓ વગેરે કોઈ ન હતા દુરાગ્રહી કે ન હતા અવિવેકી. જાતિભેદનો તેમનો ખોટો ખ્યાલ આ વખતે નબળો પડ્યો. મુનિ જિનવિજયજીની રેલયાત્રા અને પં. બેચરદાસની મુલાકાત
હું સવારે મારી દુકાનના ઓટલે ચાકળા ઉપર બેઠો હતો ત્યાં અણધારી રીતે એક વ્યક્તિ આવી ચડી. મને પૂછ્યું કેમ છે પંડિતજી! મેં ઠીક છે એમ જવાબ તો આપ્યો, પણ સ્વર ઉપરથી તેને ઓળખી શક્યો નહિ. અને એ તો કલ્પનામાં ક્યાંથી હોય કે, કુશળ પૂછનાર વ્યક્તિ શ્રી જિનવિજયજી હશે? તેઓ પૂનામાં હતા ને રેલવેવિહાર કરતા નહિ. તેમજ જૈન સાધુની મર્યાદામાં રહેતા એટલે આ ચોમાસાના કાળ દરમ્યાન પૂનાથી તે અહીં આવી પહોંચે એ તો મારી કલ્પનામાં આવે તેમ ન હતું. મને આભો થયેલો જોઈ સાથે આવેલ બીજી વ્યક્તિએ પૂછ્યું કે, તમે એમને ન ઓળખ્યા કે શું? હું ગોટા વાળું તે પહેલાં તે બીજી વ્યક્તિએ સ્ફોટ કર્યો કે એ તો મહારાજ જિનવિજયજી છે ને હું છું બેચરદાસ. આ બંને જણ પૂનાથી અમદાવાદ ગાંધીજીના આશ્રમમાં આવેલા ને મારી માંદગીના સમાચાર જાણ્યા હોવાથી ત્યાંથી
Page #202
--------------------------------------------------------------------------
________________
બીમારીને કારણે યાત્રાઓ • ૧૯૧ લીમલી આવ્યા કેમ કે ત્યાં રાષ્ટ્રિય ભાવનાની ભરતીને કારણે પુરાતત્ત્વ વિષયક રાષ્ટ્રિય સંસ્થા સ્થાપવાનો વિચાર શરૂ થયેલો ને તેમાં શ્રી જિનવિજયજીને જોડવા એવો પણ વિચાર મિત્રોને થયેલો. મુનિજી ને મારો સંબંધ બહુ પહેલેથી શરૂ થયેલો ને તે વધારે નિકટતામાં પરિણામ પામેલો. એટલે તેઓ મારી તબિયત જોવા ખેંચાઈને આવે એ સહજ હતું. મારા આનંદ ને વિસ્મયનો પાર ન રહ્યો. ખૂબ નિરાંતે બેઠા. બધી ઘટના વિષે વાતો સાંભળી. આ વખતે ડૉક્ટર અમરશી પણ ત્યાં જ હતા. છેવટે મુનિજીએ કહ્યું કે તમે સાજા થાઓ કે તરત જ અમદાવાદ આવી જાઓ. પછી વધારે વિચારીશું. બીજે દિવસે તેઓ અને ડોક્ટર બધા જ ચાલ્યા ગયા.
Page #203
--------------------------------------------------------------------------
________________
૩૪. વઢવાણમાં અસ્પૃશ્યતાનિવારણનો
પ્રયોગ અને કાશીમાં નિવાસ
વઢવાણમાં ડો. અમરશીને ત્યાં
હું પણ પાછળથી વઢવાણ ખાંડીપોળ બહાર આવેલ ડોક્ટરના મકાનમાં જઈ ઊતર્યો ને રહ્યો. દવા તો ચાલતી જ, પણ ડૉક્ટર ખાનપાન અને બીજી ઘણી બાબતમાં મારા વિષે વિશેષ ધ્યાન આપતા. તેમની પુત્રી ગંગા રસોઈ કરતી. તે ઘણી વાર શીરો ખવડાવતી. ને પુષ્કળ દૂધ પીવા આગ્રહ કરતી. હું ખેતરોમાં ને ઝાડીઓમાં દૂર દૂર ફરતો. આથી કાંઈક શક્તિ આવી. વઢવાણમાં મારાં અનેક નિકટનાં સગાં-સ્નેહીઓ. બહેન પણ ત્યાં જ. બધાંને વિસ્મય એક જ હતો કે હું દરજી ડોક્ટરને ત્યાં ઊતર્યો છું ને તેમને રસોડે તેમની સાથે જમું છું. મિત્રો અને સગાંઓએ એક દિવસ કહ્યું કે તમે અમારે ત્યાં કેમ નથી ઊતર્યા? મેં એકાંત ને બીજી સગવડને લીધે ડૉક્ટરને ત્યાં રહેવાનું પસંદ કર્યું છે એ જણાવવા સાથે એ પણ કહી દીધું કે મને કોઈ નાત-જાત નડતી નથી. મારી વાતથી બધાને દુઃખ તો થયું હશે, પણ કોઈથી કશું બોલવાની હિંમત ચાલી નહિ. એક તો હું તદ્દન બેપરવા ને બીજું બધાંઓને એ ડોક્ટરની બહુ ગરજ. એટલે ડૉક્ટરને ન ગમે એવું બોલવાની કોઈ હિંમત કરી શકે તેમ ન હતું.
વધારામાં એક દિવસ વધારે આઘાતકારક એક ઘટના બની. ડૉક્ટર પાસે એક ઢેડ દવા લેવા આવ્યો. એ જમાનામાં અસ્પૃશ્યતાનાં મૂળ અત્યાર કરતાં પણ ઘણાં વધારે ઊંડાં હતાં. કોઈ પોતાના ઘરમાં ઢેડને પેસવા દે કે આવવાનું કહે એ તો આભ ફાટ્યા બરાબર હતું ને મેં ડોક્ટરને કહ્યું, ઢેડને અંદર બોલાવો, તપાસો ને દવા આપો. ડૉક્ટર અસ્પૃશ્યતામાં બિલકુલ માનતા નહિ. કહ્યા છતાં બીકને લીધે ઢેડ કેમેય કરી દવાખાનામાં દાખલ ન થાય. મેં કહ્યું તો પછી એની દવા ન જ કરો. છેવટે ઢેડ મકાનમાં દાખલ થયો, ને દવા લીધી, પણ બીજા ત્યાં બેઠેલા સવર્ણાભિમાની હિન્દુઓ મનમાં ને મનમાં ઊકળી ગયા હશે એમ મને લાગ્યું. આ વાત શહેરમાં પ્રસરી. મારાં સેંકડો સગાંસ્નેહીઓને મારા વિચાર કે વ્યવહારની તો લગભગ ૨૦ વર્ષ થયાં કશી ખબર જ ન હતી, પણ એકાએક ધડાકો થયો. કોઈની જરાય હિંમત મારો વિરોધ કરવાની તો
Page #204
--------------------------------------------------------------------------
________________
વઢવાણમાં અસ્પૃશ્યતાનિવારણનો પ્રયોગ અને કાશીમાં નિવાસ • ૧લ્સ હતી જ નહિ. આમ છતાં બહેન બનેવી ને બીજાં સગાંઓએ મને ખૂબ વહાલથી જમવા નોતર્યો, પણ હું આ વખતે ક્યાંય ન ગયો. દાદભા કુટુંબના ચુનીભાઈ
દરમ્યાન એક માણસ એવો આવી ચડ્યો કે જેનું નિમંત્રણ હું ટળી શક્યો નહિ. મેં નહિ ધારેલું કે એ દાદાભા કુટુંબનો માણસ આટલો ઉદાર કદી હોઈ શકે! છતાં મેં અજાયબી વચ્ચે જોયું કે, ભાઈ ચુનીલાલ ત્રિભુવન સાવ સુધારક છે. ગાંધીજીના વિચાર ચોમેર પડઘો પાડી રહ્યા હતા. સ્વર્ગવાસી ફૂલચંદભાઈએ પોતાની તપસ્યા વઢવાણને ગોંદરે શરૂ કરી હતી. એનો ચેપ ચુનીભાઈમાં ઊતરેલો. ચુનીભાઈ ગર્ભશ્રીમન્ત ખરા, પણ જરાય કેળવણી પામેલ નહિ. છતાં તેમને અસ્પૃશ્યતા ડંખતી. જ્યારે તેમણે મારા ઢેડને અપનાવવાના વિચાર જાગ્યા ત્યારે મને કહ્યું કે તમે મારે ત્યાં તો ચાલો જ, હું આવી સ્પૃશ્યાસ્પૃશ્યતા નથી માનતો. મેં તેમનું આતિથ્ય સ્વીકાર્યું. પણ આ વખતે બહેન, ફઈ કે ભત્રીજી વગેરે કોઈ નજીકનાં સગાંને ત્યાં ખાસ કરી જમવા કે દૂધ પીવાય ન ગયો. ડો. અમરશીની સેવાભાવના
ડોક્ટર વાનપ્રસ્થ થયેલા. પાસે પૈસા પણ ખરા. રાષ્ટ્રિય ભાવના ને કેળવણીની ભાવના તેમને સ્પર્શેલી. તેમનો મોટો પુત્ર વઢવાણ કેમ્પમાં ડૉક્ટરીનો ધંધો કરે છે. તે વખતે નાનો પુત્ર હજી ભણતો. ડૉક્ટરની ઇચ્છા એવી હતી કે તેમનું વઢવાણનું મકાન સેવાકાર્યમાં વપરાય. તે ઉપરાંત તેમણે તે વખતે નજીકમાં વસાવવામાં આવનાર, જોરાવરનગરમાં પડતર જમીન લીધેલી, એમની દૃષ્ટિ એ હતી કે વઢવાણમાં સેવાઅર્થે દવાખાનું ચાલુ રાખવું ને આ નવા વસનાર જોરાવરનગરમાં મકાન બંધાવી ત્યાં બાકીનો વખત શાન્તિમાં ગાળવો. ડૉક્ટર સત્સંગપ્રિય હતા. તેમણે મુનિશ્રી જિનવિજયજીને પોતાનો જોરાવરનગરવાળો પ્લોટ બતાવી કહેલું કે તમે અહીં આવો. હું મકાન બંધાવીશ ને ખર્ચો બધો ચલાવીશ. મનો તો એમણે હંમેશાં ત્યાં જ આવી રહેવા ને પોતાની મનપસંદ પ્રવૃત્તિ ચાલુ રાખવા કહ્યું. ઘણું કરી એ પ્લોટ ભોગાવાથી બહુ દૂર ન હોઈ આકર્ષક પણ હશે, પરંતુ મારું મન તો બીજે જ બંધાયેલું હતું. કાંઈ સ્વસ્થ થાઉં તો જલદી પાછો ફરી અધૂરાં રહેલાં ને બીજાને સોપેલાં કામો પૂરાં કરું ને શું શું થયું ને કેવું થયું એ તપાસું એવી એક જ ધૂન હતી. કાંઈક મળ્યું ન મળ્યું ને મનનો ઘોડો ઊપડ્યો. વઉઠાના મેળામાં
હું ઈ. સ. ૧૯૨૦ વિ. સં. ૧૯૭૭ના કાર્તિક માસની આઠમ લગભગ અમદાવાદ માટે ઊપડ્યો. ત્યાં મુનિશ્રી જિનવિજયજી હતા. ગાંધીજીએ શરૂ કરેલ મહાન રાષ્ટ્રિય
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૪ - મારું જીવનવૃત્ત આંદોલનોનાં મોજાં ચોમેર ઊછળતાં અને ગમે તેને ઝપાટામાં લેતાં મેં જોયાં. કોચરબ – પાલડી તરફ ઘણું કરી કુબેર ખોડીદાસના બંગલામાં હું મુનિજી પાસે ઊતર્યો. તેમની અને બીજા મિત્રોની ઇચ્છા એવી હતી કે, હું અમદાવાદ જ રોકાઈ જાઉં, પણ હું મારાં આગ્રામાં પડેલાં અધૂરાં કામને પૂરાં કરવાની ધૂનમાં હતો કે તે વખતે મેં ત્યાં રહેવું ન યોગ્ય ધાર્યું, ન પસંદ કર્યું. શ્રીયુત નંદલાલ મણિલાલ શાહ વગેરેએ છેવટે કહ્યું કે તમે વઉઠાના મેળામાં ચાલો. ત્યાં લાખો આદમી ઊભરાય છે. અમે બધા જવાના છીએ ને સૂતરને તાંતણે સ્વરાજ્યની વાત લોકોને સમજાવવાના છીએ. હું મુનિજી સાથે જ વઉઠા ગયો. વહઠા ધોળકાથી પાંચેક ગાઉ દૂર આવેલું છે. ત્યાં સાબરમતી અને બીજી નદીઓનો સંગમ થાય છે. મોટાં વિસ્તૃત મેદાનો છે. આ પ્રાકૃતિક સૌંદર્યને લીધે ક્યારેક કાર્તિક પૂર્ણિમાના મેળાની યોજના શરૂ થઈ હશે. આ વખતે લાખોગમે માનવમેદની ઊભરાતી હતી. જોકે દર સાલ મેળો તો ખૂબ જામે જ છે. આ સાલ સ્વરાજની હિલચાલ, પુરજોશમાં હોવાથી આવનારને નવું જ આકર્ષણ ઊભું હતું. સ્વરાજ્યવાદીઓને પણ આ મેળામાં કાર્ય કરવાની મોટી અને સારી તક હતી. મેળામાં જુગાર, મદ્યપાન અને અનાચાર ફાટી નીકળે છે તેથી એ બદીને શમાવવાની સ્વરાજ્યવાદીઓ માટે સારી તક હતી. ઠેરઠેર તંબૂ તણાયેલા. હું પણ એક તંબૂમાં જ રહેલો. શ્રીયુત નંદલાલ અને સ્વ. મોહનલાલ પંડ્યા વગેરેએ ખાવાપીવાની પૂરી જોગવાઈ કરી હતી. જગ્યાએ જગ્યાએ ભાષણો થતાં ને સાંભળવા માટે લોકો ટોળે વળતા. કાર્તિક પૂર્ણિમા અને સાવ ખુલ્લાં મેદાનો એટલે ટાઢનો ચમકારો હતો. હું સખત માંદગીમાંથી કેમેય કરી ઊભો થયેલો. બહુ ઓછું ખાઈ શકતો છતાં વઉઠાનાં મેદાનોની સૂકી અને ખુશનુમાં હવાએ કાંઈ એવી અજબ અસર કરી કે, મારી ભૂખ હું ન કહ્યું તે રીતે ઊઘડી. એ બે દિવસોમાં મને બહુ બળ મળ્યું. શ્રીયુત મોહનલાલ પંડચાના આગ્રહથી મેં પણ એક રાતે લોકો સમક્ષ મદ્યપાનની બૂરાઈ વિષે કાંઈક કહેલું. નવા આરોગ્ય લાભથી બળ મળતાં જ આગ્રા જવાનો મારો સંકલ્પ વધારે દૃઢ થયો. હું અમદાવાદ પાછો ફરી તરત જ મિત્રોના આશ્ચર્ય વચ્ચે આગ્રા માટે ઊપડી ગયો. પુનઃ આગ્રા જઈ કાશીમાં સ્થિરતા
આગ્રા આવી મેં મારી પાછળ કેટલું કામ થયું છે એ તપાસ્યું. ભામંડળદેવ સોંપેલું કામ તો બરાબર કરતા જ, પણ પ્રેસની અને તેમની ગતિ બહુ ધીરી હતી. જ્યારે ખર્ચના બોજની ગતિ એકધારી વધ્યે જ જતી હતી. ગુજરાતે, રાષ્ટ્રિય આંદોલનોએ, અને મિત્રોએ મારું ધ્યાન ખેંચ્યું જ હતું. તેથી આ કામની આ પિપીલિકા – ગતિ મને સ્વસ્થ બેસવા દે તેમ હતું જ નહિ. મેં ક્યાંક બીજે જઈ ઝડપથી કામ આપે એવા પ્રેસની શોધનો નિર્ણય કર્યો. કાનપુર આવ્યો. ત્યાં બાબુ સંતોકચંદજીનું પ્રસિદ્ધ જૈન મંદિર પણ જોયું હતું. કાનપુરના અનેક પ્રેસોમાં ફરી વળ્યો, પણ ક્યાંયથી સંતોષપ્રદ જવાબ ન મળ્યો;
Page #206
--------------------------------------------------------------------------
________________
વઢવાણમાં અસ્પૃશ્યતાનિવારણનો પ્રયોગ અને કાશીમાં નિવાસ • ૧૯૫ ને મન તો જલદી કામ પતાવવાની ધૂનમાં હતું. એટલે સહેજ જ તે પૂર્વપરિચિત કાશી તરફ દોડ્યું. કાશી જઈ લક્ષ્મીનારાયણ પ્રેસમાં છપાવવાનું નક્કી કર્યું. ઉતારો કર્યો ભદૈનીમાં જેને ઘાટ ઉપર, જ્યાં હું પહેલાં ઘણાં વર્ષો રહેલો. પ્રેસ ત્રણેક માઈલ દૂર ખરું, પણ છૂટથી ખર્ચ કરી કામ વધારે પ્રમાણમાં થાય એવી યોજના કરી. લક્ષ્મીનારાયણ તો મારો સાથી હતો જ, પણ વધારામાં મેં ભોળાનાથ બ્રાહ્મણને રોક્યો અને તેનાથી પણ પૂર્ણપણે કામ ન સધાતું જોઈ મેં મારા ભત્રીજા હરજીવનને બોલાવ્યો. તે મારી કામની પદ્ધતિથી ઠીક ઠીક જાણીતો હતો; કેમ કે નાની ઉંમરથી જ મારી સાથે રહેલો ને કાશીથી સારી રીતે પરિચિત હતો. જ્યારે મને લાગ્યું કે હજી પણ માણસની જરૂર છે, ત્યારે આગ્રાથી ભામંડળદેવને બોલાવી લીધા. પ્રેસમાં જવું – આવવું, પ્રૂફો જોવાં, લખાણ તપાસી જવું વગેરે કામો તો ભામંડળ અને હરજીવન વચ્ચે વહેંચી દીધાં. તેઓને સંદેહ થાય ત્યાં જ અને ત્યારે જ તેઓ મને પૂછે, પણ હું તો મારી વાચન, ચિંતન અને લેખનની પ્રવૃત્તિમાં જ મુખ્યપણે ડૂબી ગયો હતો એમ યાદ છે. ચોથા કર્મગ્રન્થની પ્રસ્તાવનાનું લેખન
ચોથા હિન્દી કર્મગ્રન્થની વિશાળ અને ગંભીર અધ્યયન મનનપૂર્વક પ્રસ્તાવના લખવાનો મનોરથ હતો તેથી એને લગતું સાહિત્ય વાંચવું ને કાંઈક લખાવવું એમાં જ મુખ્યપણે મારો સમય વ્યતીત થતો. આ મારા કામમાં ભોળાનાથ જ રોકાયેલો. આમ ગાડી તો ચાલી, પણ શિયાળો આગળ વધતો ગયો ને કાશીએ કાંઈક કાશ્મીરનું રૂપ લેવા માંડ્યું. મને હરસ તો હતાં જ, એ પાછા ઊબળ્યા. અનેક જાતનું તાણ અનુભવાતાં એને કાંઈક હળવું કરવાની દૃષ્ટિએ અમે અમારો પડાવ પ્રેસની નજીક કરવાનો નિર્ણય કર્યો. હું સૌથી પહેલાં કાશી આવ્યો તે વખતે જ્યાં ઊતરેલો એ જ સૂતટોલા મહોલ્લામાં બાબુ ધનપતસિંહજીની ધર્મશાળામાં ડેરા નાખ્યા. પ્રેસમાં ચોથો કર્મગ્રન્થ છપાતો હતો ને પંચપ્રતિક્રમણનો બાકીનો ભાગ આગ્રામાં છપાતો હતો, તેનાં પણ પ્રફો આવતાં. આ રીતે બેએક માસ ગાડું ચાલ્યું હશે ત્યાં એક નવા સમાચાર આવ્યા.
Page #207
--------------------------------------------------------------------------
________________
૩૫. સમેતશિખરની યાત્રા કરી કલકત્તામાં
શ્રી જિનવિજયજીનું આમંત્રણ
મુનિશ્રી જિનવિજયજીનો પૂનાથી પત્ર આવ્યો કે તેઓ પૂનાના એક સંઘ સાથે સમેતશિખર આવે છે. મને તેમણે લખ્યું કે, તમે પણ સમેતશિખર આવો ને મને મળો કેમકે હું આ બાજુ પહેલવહેલો જ પ્રવાસ કરું છું ઇત્યાદિ. પ્રેસના કામની ને તે નિમિત્તે થતા મોટા ખર્ચની ચિંતાનો બોજો મન ઉપર હતો, પણ તેથીયે વધારે બોજો તો પ્રારંભેલ પ્રસ્તાવનાના લખાણમાં ભંગ પડવાનો હતો. ટાઢ કહે, મારું કામ ને હરસ કહે, મારું કામ. શરીર સાવ નંખાઈ ગયેલું, પણ મુનિજી સાથેનો મારો સંબંધ એવો કે હું એ કશાની પરવા કર્યા સિવાય સમેતશિખર માટે ઊપડી ગયો. વેશની ચર્ચા
મને યાદ છે કે તે વખતે પૂર્વ દેશની અને ખાસ કરી પહાડોની ઠંડીથી બચવા માટે અને પ્રવાસની સગવડ માટે એક મિત્રની સલાહથી મેં તેનો જ પાયજામો લીધો અને જિંદગીમાં પહેલી વાર પહેર્યો. પાયજામાને પહેરી ટ્રેનની અને ઈસરી સ્ટેશનથી પાર્શ્વનાથહિલ સુધીની બેલગાડી તેમજ પગપાળા મુસાફરી કર્યા પછી તેમજ પાયજામો, ચોરણી કે પાટલૂનના પોશાક સાથે ધોતિયાના પોશાકની સરખામણી કરતાં મને ચોક્કસ લાગ્યું છે કે ધોતિયું એ તો માત્ર દુકાન ઉપર બેસી નાણાંનો કે તેવો વહીવટ કરનાર વાણિયાશાહી સાથે ભલે મેળ ખાય. બાકી બીજી ગતિશીલ પ્રવૃત્તિઓ સાથે એનો કોઈ મેળ નથી. ઘણી વાર તે ઊલટું બંધનકારક પણ નીવડે છે. જોકે એ મુસાફરી પછી મારે પાયજામો પહેરવાના બે જ પ્રસંગો આવ્યા છે. એક તો ૧૯૩૧ના ડિસેમ્બરમાં અમદાવાદથી શાંતિનિકેતન ગયો ત્યારે રસ્તામાં પહેરવાનો અને બીજો પ્રસંગ ૧૯૩૮ના જૂનમાં એપેન્ડીસાઈટિસનું ઓપરેશન કરાવ્યું ત્યારે મુંબઈ હરકિશનદાસ હૉસ્પિટલમાં સાંપડેલો. આ બે પ્રસંગો સિવાય પાછળથી માત્ર ધોતિયું જ પહેરવાનું ચાલુ રહ્યું છે. છતાં ધોતિયાના પહેરવેશની નિરર્થક્તા નહિ તો અલ્યોપયોગિતાની બાબતમાં મને લેશ પણ સંદેહ નથી. હું એ પણ માનતો થયો છું કે ઘણાંખરાં કાર્યો અને પ્રવૃત્તિઓમાં બહેનો માટે પણ પંજાબની પેઠે લેંઘો જ વધારે સગવડકારક સિદ્ધ થઈ શકે. ઘણાખરા
Page #208
--------------------------------------------------------------------------
________________
સમ્મેતશિખરની યાત્રા કરી કલકત્તામાં ૦ ૧૯૭ ગુજરાતી અને બીજા ભાઈઓને કદાચ એથી બહેનોની સૌંદર્યહાનિ દેખાય છે, પણ હું એમ નથી માનતો. જાહેર પ્રવૃત્તિ અને સાર્વજનિક ક્ષેત્રોમાં બહેનોનો જેમ જેમ પ્રવેશ વધતો જશે ને દોડાદોડ કરવાના પ્રસંગો પ્રાપ્ત થતા જશે, તેમ તેમ લેંઘો કે તેવા બીજા ચુસ્ત પોશાકની ઉપયોગિતા વધારે ને વધારે સમજાતી જશે. કામની સગવડ ઉપરાંત પાયજામા કે લેંઘાના પોશાકના કાપડની કરકસરનો પણ લાભ છે જ. ને સાર્વજનિક દૃષ્ટિએ વિચાર કરતાં એ લાભ જેવોતેવો નથી.
સમ્મેતશિખરની યાત્રા
હું ઈસરી સ્ટેશનથી પાર્શ્વનાથહિલ સુધી સાથે બેલગાડી હોવા છતાં મોટે ભાગે પગપાળા જ ગયો. જેમ જેમ એ વન્ય પ્રદેશમાં ચાલતો તેમ તેમ તાજગી અનુભવાતી. છેવટે તળેટી પહોંચ્યા પહેલાં એક નાની પહાડી નદી આવી. તેની આસપાસ વાંસનાં ને બીજાં લીલાંછમ ઝાડોની ઘટામાં વિસામો કરવા બેઠો તે વખતે અનુભવેલો કુદરતી આનંદોલ્લાસ આજે પણ વન્ય પ્રદેશોની રમણીયતા અનુભવવાની ઉત્કંઠા ઉત્પન્ન કરે છે. હરસજન્ય નબળાઈથી આમ તો ભૂખ લાગતી નહિ અને ખાધું પચતું પણ નહિ, પરંતુ આ પગપાળાની મુસાફરી તેમજ ખુલ્લાં મેદાનોની હવાએ રસાયણથી પણ વધારે સારી અસર કરી હોય એમ મને લાગ્યું. ઈસરી સ્ટેશન ઉપર આવેલી જૈન ધર્મશાળામાંથી મળેલ બુંદીનો મોટો લાડવો એ નાનકડી નદીને કિનારે માત્ર સમાપ્ત જ ન થયો, પણ તે પચી પણ ગયો. આ અનુભવ ઉપરથી છેવટે હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે ઘણાખરા રોગો જેમ જીવન જીવવાની અનાવડતથી થાય છે તેમ ઘણા અને મોટા રોગો શહેરી અકુદરતી જીવન જીવવાને લીધે જ થાય છે. જીવન જીવવાની કળા એ બધી કળાઓમાં મુખ્ય છે. એ કળામાં જે નિપુણ ન હોય તે બીજી ગમે તે કળામાં પારગામી હોય તોય તે નિપુણતા રાખ ઉપર લીંપણ જેવી છે. કલકત્તાની યાત્રા
હું તળેટીની ધર્મશાળામાં પહોંચ્યો ત્યારે સંઘ સાથે મુનિશ્રી જિનવિજયજી ત્યાં પ્રથમથી જ પહોંચી ગયેલા મેં જોયા. સંઘ અને મુનિજીનો કાર્યક્રમ તો સમ્મેતશિખર ઉપર યાત્રા કરવાનો હતો જ. હું ઘણાં વર્ષો પહેલાં ઉ૫૨થી બધી ટેકરીઓએ યાત્રા કરી ચૂકેલો. આ વખતે પાલખીમાં બેસવાની વૃત્તિ ન હતી ને પહાડ ઉપર ચાલીને ચડવા જેટલી શક્તિ પણ ન હતી. તેથી નીચે જ તળેટીની આસપાસ ઝાડીઓ વચ્ચે ખળભળ વહેતાં ઝરણાંઓ તેમજ કલરવ કરતાં પંખીઓના સુમધુર વાતાવરણમાં ફરી શકાય તેટલું ફરતો ને નવનવાં સપનાં રચતો. છેવટે બે-ત્રણ દિવસ પછી કલકત્તા ઊપડયો. મુનિજીની ઇચ્છા હતી કે તેઓ સંઘ સાથે કલકત્તા આવે તે પહેલાં હું કલકત્તા જાઉં તો સારું. આગ્રાવાળા બાબુ ડાલચંદજી ત્યાં હતા જ. મારા મોટાભાઈનો જ્યેષ્ઠ પુત્ર
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૮ - મારું જીવનવૃત્ત વખતચંદ અને બીજાં પણ મારાં સગાં-સ્નેહીઓ હતાં. હું કલકત્તા અપર ચિત્તપુર રોડ ઉપર ઊતર્યો. કલકત્તામાં બાબુ બદરીદાસજીનું કામય મંદિર પ્રસિદ્ધ છે. ત્યાં પણ જઈ આવ્યો. દરમ્યાન પૂનાવાળો સંઘ આવી પહોંચ્યો.
કલકત્તાના આગેવાન જેનોની એક સભા ગોઠવાયેલી, તેમાં ખાસ ભાષણ મુનિશ્રી જિનવિજયજીનું થયેલું. તેમણે પોતાની લાક્ષણિક ઐતિહાસિક દૃષ્ટિ રજૂ કરતાં અત્યારે માત્ર વ્યાપારી કોમ તરીકે પ્રસિદ્ધ જૈન સમાજના ભૂતકાળમાં જે ક્ષત્રિયોચિત ઐતિહાસિક પરાક્રમો ઈતિહાસના પાને નોંધાયેલાં છે તેના કેટલાક દાખલાઓ આપ્યા તે શ્રોતાવર્ગને બહુ રુચિકર પણ સિદ્ધ થયા. હું કાંઈક શિક્ષણ વિષે બોલેલો એ જ યાદ આવે છે, પણ આ વખતે મને મારા પૂર્વપરિચિત ત્રણ સજ્જનોનો ખાસ મેળાપ થયો એને લીધે મારી કલકત્તાની યાત્રા નિષ્ફળ નથી ગઈ એમ મને લાગ્યું. કલકત્તામાં લાભચંદનો ભેટો અને તેની કથા
પંજાબના જાતે શીખ કે જાટ અને આર્યસમાજના સંસ્કારોમાં ઊછેરલ એક લાભચંદ નામના જુવાન હતા, જે પહેલાં કાશી યશોવિજયજી જૈન પાઠશાળામાં થોડુંક રહેલા. શરીરે ખૂબ પુષ્ટ કસરતી, બળવાન અને સાહસી, તેમને એ પાઠશાળામાં રહેનાર વિજયધર્મસૂરીશ્વરે અગડંબગડે સમજાવી દીક્ષા લેવા સમજાવ્યા. લાભચંદ પોતે તદ્દન સમાજસુધારક અને લૌકિક વૃત્તિવાળો હોવા છતાં કાંઈક વિશ્વાસ અને નવા પ્રવાહમાં જુવાનીવશ ઓછા વિચારે વહી જનાર પણ ખરો. એટલે તે પણ દીક્ષાની જાળમાં ફસાયો. કાશીમાં દીક્ષા આપવા જતાં યશોવિજયજી પાઠશાળા બદનામ થાય તેમ હતું. જે લોકોએ પોતાનાં બાળકોને પાઠશાળામાં વિશ્વાસપૂર્વક ભણવા મૂકેલાં તેઓ જો એમ જાણે કે રક્ષક વાડ જ ભક્ષક બની રહી છે તો તેઓ પોતાનાં બાળકોને પાછાં બોલાવી લે ને પાઠશાળા પડી ભાંગે; તેથી પાઠશાળાના તંત્રવાહક મુનીશ્વરે લાભચંદને ગુજરાતમાં મોકલી દીધો ને ત્યાં જ ગોધાવીમાં રહેલ પોતાના એક શિષ્ય દ્વારા મુંડાવી પણ નાખ્યો. હવે એ મુક્ત અને સ્વતંત્ર પ્રકૃતિનો આર્યસમાજના પ્રચારક અને ઉત્સાહી સંસ્કારવાળો પંજાબી મલ્લ જેવો જુવાન જૈન સાધુના સાંકડા અને મર્યાદિત તેમજ જટિલ વર્તુળમાં જકડાયો. જાણે કે એક મુક્ત પંખી અગર વનવિહારી સિંહ પાંજરામાં પુરાયો હોય. એણે અમદાવાદમાં પણ ઉપાશ્રયનું સાધુજીવન અનુભવ્યું. એને લાગ્યું કે હું કાશીમાં રહી સ્વતંત્રપણે અધ્યયન કરતો તે તો સાધુઅવસ્થામાં નથી જ થતું, પણ વધારામાં અનેક અનેક જાતનાં નિરર્થક બંધનો મેં વગર વિચાર્યું સ્વીકાર્યા છે. એનું નૈતિક જીવન તદ્દન ચોખું, પણ એને સાંપ્રદાયિક સંકુચિતતા તેમજ કૃત્રિમ બંધનો ન ફાવ્યાં. તેણે થોડાક મહિના કેમે કરી વિતાવ્યા, પણ છેવટે તેણે એ સાધુવેશનું બંધન ફગાવી દીધું ને સીધો કાશીમાં જ ચાલ્યો આવ્યો. તે સૌથી પહેલાં પોતાને દીક્ષાની પ્રેરણા આપનાર
Page #210
--------------------------------------------------------------------------
________________
સમ્મેતશિખરની યાત્રા કરી કલકત્તામાં - ૧૯૯ વિજ્યધર્મસૂરીશ્વર પાસે જ ગયો. તેણે તેમનું અને બીજા સાધુઓનું વલણ તદ્દન વિરુદ્ધ અને તિરસ્કારપૂર્ણ જોયું. પોતાની પ્રેરણાથી પોતાના શિષ્ય તરીકે દીક્ષા લેનાર દીક્ષા છોડી પોતાની પાસે જ રહે ને છૂટથી જીવન જીવે તો બીજા સાધુઓ અને વિદ્યાર્થીઓ ઉપર તેની અસર સારી ન થાય અને દીક્ષા એક બોજ કે બંધન છે એવું માનસિક વાતાવરણ કેળવાય એવા ભયથી વિજયધર્મસૂરીશ્વર અગર બીજા મુનિઓ તેના પ્રત્યે આદર ન બતાવે એ સ્વાભાવિક હતું.
?
સ્વમાની લાભચંદ ત્યાં એક ક્ષણ પણ ન થોભતાં મને, હું જ્યાં રહેતો હતો ત્યાં ભૌનીમાં મળ્યો. મેં આશ્ચર્ય વચ્ચે જોયું કે જેની દીક્ષા હમણાં જ છાપા દ્વારા જાણી છે તે અહીં ક્યાંથી ? તેને મોઢે બધી હકીકત સાંભળી ને સમાધાન થયું. મેં તેને કહ્યું કે તારા જેવો માણસ દીક્ષા લેવા લલચાયો એ જાણ્યા છતાં મને શંકા જ હતી કે તું એમાં ટકી શકીશ કે નહિ. છેવટે એનું મન અભ્યાસરુચિ જોયું ત્યારે મેં બેએક શરતે સાથે રહેવા કહ્યું. હું મિથિલા જવાનો છું ત્યાં તારે સાથે રહેવું પડશે ને બીજું એ કે બીજા માણસના અભાવમાં તારે મને સંભાળવાની જવાબદારી લેવી પડશે. તે પૂરા શિષ્યના ગુણ અને ઉત્સાહથી સાથે ચાલ્યો. આનો અતિ ટૂંકો નિર્દેશ હું પહેલાં મારા મિથિલામાંના અધ્યયન પ્રસંગે કરી ગયો છું.
આ લાભચંદ, અત્યારે કલકત્તામાં એક જૈન મિત્ર મંડળ તરફથી ચાલતી પાઠશાળામાં અધ્યાપક તરીકે કામ કરતો, તે જ મને મળ્યો. મારી પાસે ભણેલો, રહેલો, મારી કાળજી અને ભક્તિપૂર્વક પરિચર્યા કરેલી ને મારા જ સૂચનથી કલકત્તામાં જઈ સારું પ્રતિષ્ઠિત સ્થાન મેળવેલું. એટલે મારા આગમનથી તેને આનંદ થાય એ સ્વાભાવિક હતું. તેણે મને પોતાની સંસ્થામાં લઈ જઈ બધી સુખદુઃખની વાતો કહી. સંસ્થા ને કલકત્તામાં તેને થયેલા અને થતા અનુભવો વિષે પણ કહ્યું. છેવટે મને પૂછ્યું કે આ સ્થાન છોડું તો તમે ક્યાં રહેવા સૂચવો છો ? એની મનોવૃત્તિ હવે આર્યસમાજ તરફ ન હતી. જૈન સાધુવેશ સ્વીકારી છોડી દેવાથી તેને રૂઢ જૈનો બહુ અપનાવી શકે તેમ પણ ન હતું. એ મુક્ત મનનો છતાં કાંઈક હઠી સ્વભાવનો પણ ખરો. આ બધું જોઈ મેં તેને તેના જ દેશમાં એક સ્થાન સૂચવ્યું. ને તે સ્થાન જાલંધરમાં કેસર ઋષિ નામના યતિ પાસે જવાનું. આ યતિને હું એક વાર જાલંધરમાં મળેલો. તે માત્ર વિદ્યાવૃત્તિ અને વૈદ્યક પણ કરતા. તેમને પોતાનું સ્વતંત્ર મકાન હોવા ઉપરાંત કાંઈક સંપત્તિ પણ હતી. વિદ્યાવૃત્તિવાળા સચ્ચરિત્ર ઉત્તરાધિકારીની તેમને જરૂ૨ હતી. મેં લાભચંદને કહ્યું, મારો પત્ર લઈ જા. થોડા દિવસ બંને સાથે રહો. બંનેને ફાવે તો એ સ્થાન સારું છે. તારી વિદ્યાવૃત્તિ ત્યાં પોષાશે ને તારો વૈદ્યકનો શોખ પણ પૂરો થશે. આજે એ લાભચંદ એ જ યતિજીના ઉત્તરાધિકારી તરીકે જાલંધરમાં રહે છે. ને વૈદ્યક કરવા ઉપરાંત અનેક
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦ • મારું જીવનવૃત્ત વિદ્યાર્થીઓને પાસે રાખી ભણાવે પણ છે. કલકત્તામાં એ લાભચંદને મળવાથી મને સંતોષ એટલા માટે થયો કે એક શક્તિસંપન્ન વ્યક્તિ માત્ર સાધુવેશના ત્યાગને કારણે સમાજમાંથી પોતાનું સ્થાન સર્વથા ગુમાવી બેસત તેને બદલે તેણે કલકત્તામાં રહી વિદ્યામાં રહી સેવાકાર્યમાં પ્રગતિ સાધી ને આત્મવિશ્વાસ પ્રાપ્ત કર્યો. પંડિત વીરભદ્રની પ્રકૃતિનું નિરૂપણ
કલકત્તામાં જે બીજી વ્યક્તિ મળ્યાની નોંધ કરું છું તે માણસજાત કેવી રીતે અજબ પ્રકૃતિ ધરાવે છે એ સૂચવવા ખાતર. આ વ્યક્તિ તે પંડિત વીરભદ્ર. મૂળે એ યતિશિષ્ય. ઘણાં વર્ષો પહેલાં મને એ પાલિતાણામાં મળેલા. મેં એમને કાશીમાં એમની વિદ્યાવૃત્તિ તૃપ્ત કરવા તે વખતે સૂચવેલું. એ કાશી યશોવિજયજી જૈન પાઠશાળામાં આવી રહેલા ને સંસ્કૃત ઠીક ઠીક શીખેલા. વ્યાકરણ ને ન્યાયનું અધ્યયન કરેલું. એમનું મગજ એવું એકાંગી કે તે જે શીખતા કે ભણતા હોય તે સિવાય કોઈ પણ પુસ્તકને કે બીજા વિષયને સ્પર્શે જ નહિ. આસપાસ કે દુનિયામાં શું બને છે તેની તેમને લેશ પણ પરવા નહિ. તેમને મન છાપું, ઈતિહાસ, સમાજ કે રાજકારણ એ બધું તેમના પ્રિય વિષય સંસ્કૃતમાં લખાયેલ ગ્રન્થોમાં જ. માત્ર ભણવામાં જ તે એકાંગી એમ નહિ, પણ મળવાહળવા અને વ્યવહારમાં પણ તે સાવ એકાંગી. કોઈ પત્ર લખે તો તેને કદી તે જવાબ આપે જ નહિ. છતાં તેમને પોતાને જરૂર લાગે તો પત્રથી જવાબ ન આપતાં જાતે રેલવે મુસાફરી કરીને પણ મળે. ખાવાપીવામાં એટલા એકાંગી કે તેમની જીવનદેવતા જ સુંદર ભોજન અને પુષ્ટ રસોઈ. વીરભદ્રની પ્રકૃતિને આકર્ષવામાં બે જ ચાવીએ સફળ થઈ શકે એમ મને લાગ્યું છે. એક તો એમને ભણવા – ભણાવવાની પૂરી તક આપવી અને બીજી ખાવાપીવાની સુંદરમાં સુંદર સગવડ આપવી. જો એમને ભણાવનાર થાકી લોથ થાય તોય વીરભદ્ર ભણવામાં કંટાળે નહિ. ભણનાર મળે ને તે એવા હોય કે રાત કે દિવસ ગણ્યા વિના તેમની પાસે વાંચ્યા કરે તો પણ તે કદી ન કંટાળે. ભણનાર વસ્તુ સમજે જ નહિ અગર ભણનારને એ ભણવાથી લાભ થાય છે કે નહિ એનો વિચાર વીરભદ્રને કરવાનો હોતો જ નથી. એમનો વિચાર માત્ર એટલો જ કે, પોતાના ઈષ્ટ વિષયો ને ઇષ્ટ પુસ્તકો શીખનાર કે વાંચનાર સમજીને કે વગર સમજે એમની પાસે વાંચ્યા કરે તો એમને એ વિષયો ને એ પુસ્તકોની આવૃત્તિ થયા કરે. એમનો પ્રિય વિષય એટલે સંસ્કૃતમાં લખાયેલ ગ્રન્થોમાં પ્રતિપાદિત થયેલ વ્યાકરણ અને દર્શન. એ જ વિષયો વધારે સારી રીતે અને વધારે માહિતી પૂરી પાડે એવી રીતે સંસ્કૃત સિવાય બીજી કોઈ પણ ભાષામાં (ત્યાં સુધી કે માતૃભાષા ગુજરાતી કે રાષ્ટ્રભાષા હિન્દીમાં પણ) લખાયેલ આપતું હોય તોય તે તરફ કદી વીરભદ્ર ઢળે નહિ. એમની આખી જીવનચર્યાનું કેન્દ્રબિન્દુ સંસ્કૃતમાં લખાયેલ ગ્રન્થો વંચાવવા ને વાંચવા તે જ. એમને ભોજનનો રસ એટલો
Page #212
--------------------------------------------------------------------------
________________
સમ્મેતશિખરની યાત્રા કરી કલકત્તામાં ૭ ૨૦૧ બધો કે આમંત્રણ આપનાર એકાદ વસ્તુ પણ મનગમતી પીરસવી ભૂલી જાય કે તૈયા૨ ન કરે તો કહે જ કે, તમે નોતર્યો પણ ખવરાવતાંય જાણતા નથી. અમુક ચીજ પીરસવી કેમ ભૂલી ગયા ? અમુક ચીજ કેમ ન બનાવી ? ઇત્યાદિ. જો તમે એમને એમની પ્રકૃતિ જાણી સરસતમ ભોજન કરાવો ને વખતોવખત બોલાવો તો એ તમારો દાસાનુદાસ થઈને રહે, એટલું જ નહિ, પણ સરળભાવે તમારા ગુણ જ જુએ. અલબત્ત, આટલું છતાં એમનું મન રાખવા કાળજી સેવનારે એ માટે પણ તૈયાર રહેવું જોઈએ કે જો તેનાથી એક વાર પણ વીરભદ્રની પ્રકૃતિ નહિ સચવાય તો તે તેનું કર્યું કારવ્યું બધું જ ભૂલી સામે પાટલે જઈને બેસશે. આ વીરભદ્ર તે વખતે કલકત્તામાં પં. હરગોવિંદદાસના સહાયક તરીકે પ્રાકૃત શબ્દકોશનું કામ પણ કરતા. મેં એમને કલકત્તામાં રહે છે તો બીજું કેટલુંક નવું શીખવા સૂચવ્યું, પણ એમને તો એનો કાંઈ સ્પર્શ જ ન થયો. એકાદ સ્થળે સારું કામ અને બહુ વધારે વેતન મળવા ઉપરાંત આગળ વિકાસને પણ અવકાશ હોય ને તે સ્થાન પોતાની પડોશમાં જ હોય અને સુલભ પણ હોય છતાં વીરભદ્ર યક્ષ કદી એવી પરવા ન કરે, ન કોઈને મળે, ન કોઈની સાથે ભળે, આપમેળે કોઈ એમને પકડે ને એને ત્યાં બધું ગમતું મળી જાય તો પછી ત્યાં જ ધામા નાંખે. વીરભદ્રની પ્રકૃતિ જોઈ મને ઘણી વાર એમ થયું છે કે માનવપ્રકૃતિના અજાયબ ઘરમાં આવી ભાત ભાતની વસ્તુઓ ન હોત તો જગતમાં રસ કેવી રીતે રહેત ? જુદી પ્રકૃતિવાળાને ભલે એ ન ગમે છતાં એવી ટાઇપો' પણ રસનો વિષય જ છે. પંડિત હરગોવિંદદાસ અને તેમના પૂર્વગ્રહો
કલકત્તામાં મળનાર ત્રીજી વ્યક્તિ પંડિત હરગોવિંદદાસ. એ મારા કાશી યશોવિજયજી જૈન પાઠશાળાના જૂના થોડા વખત પૂરતા સાથી અને મારી પાસે થોડુંક શીખેલ પણ ખરા. ઉંમરે મારાથી નાના, બુદ્ધિથી પટુ અને કાર્યમાં કુશળ. ત્યારે તેઓ કલકત્તા યુનિવર્સિટીમાં પ્રાકૃતના અધ્યાપક તરીકે કામ કરતા ને સાથે સાથે પોતાના સિદ્ધ પાગ મસળવો નામના પ્રાકૃત કોશની તૈયારી પણ કરતા. હું યશોવિજયજી જૈન પાઠશાળાથી છૂટો પડ્યો ત્યાર બાદ તેમને મળેલો નહિ. તેમને પણ મારા વિષે અનેક પૂર્વગ્રહો બંધાયેલા તે હું જાણતો. તેઓ વિĒધર્મસૂરીશ્વર સાથે જ રહેવા ને તેમના જ સમર્થક. હું તેમનાથી જુદો પડ્યો ને રહ્યો, એટલે સ્વાભાવિક રીતે જ હરગોવિંદદાસ મને મળવાનું પસંદ ન કરે છતાં વાતચીત ઉપરથી હું એટલું સમજી શક્યો કે તેમને મારી સાથે મળવા કે ભળવામાં બહુ રસ નથી. હરગોવિંદદાસ એકાદ બે વર્ષ પહેલાં પોતાના વતન ગુજરાતમાં જતાં મને આગ્રા મળેલા. તેઓ તે વખતે અવિવાહિત હતા. મેં તેમને તેમનાં લગ્ન વિષે પૂછેલું. જુદા પડ્યા પછી અમારી વચ્ચે આ જ સંબંધનો પ્રસંગ આવેલો. કલકત્તામાં મળ્યો ત્યારે ઘણું કરી તેઓનું લગ્ન
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૨ મારું જીવનવૃત્ત થઈ ગયું હતું. મારી નિખાલસ વૃત્તિ અને મૈત્રીવૃત્તિને તેમના પૂર્વગ્રહે ઓળખવા ન દીધી એમ મને લાગ્યું. ત્યારે મેં જોયું કે ઘણી વાર એકબીજાને ચાહતા અને પસંદ કરતા માણસો વચ્ચે પણ પૂર્વગ્રહો કેવી રીતે અંતરાયનું કામ કર્યા કરે છે તેમજ માણસો પણ કેવા નિર્બળ સ્વભાવના કે ફરી બદલાયેલા સંયોગોમાં પોતાના પૂર્વગ્રહોની યોગ્યાયોગ્યતા વિષે કશો વિચાર કરવાની તસ્દી પણ ન લે અને માનવજીવનના સુરભિમય ઉદ્યાનમાં ઊગેલ પોતાના જીવનપુષ્પની જ સુગંધ પૂર્ણપણે ન લઈ શકે.
તેમના પૂર્વગ્રહને સ્પષ્ટ કરવા તેમની સાથેના એક-બે પ્રસંગ બીજા પણ નોંધું છું. ઘણું કરી ૧૯૨૪ના ઉનાળામાં હું કલકત્તા હતો. તે પ્રસંગે અજીમગંજ મુર્શિદાબાદ) જવાનું બન્યું. અણધારી રીતે હરગોવિંદદાસ ત્યાં મળી ગયા. હું જિયાગંજ બહાર આવેલા બાબુ છત્રપતિસિંહજીના વિશાળ અને ભવ્ય બગીચામાં મંદિરે જતો હતો. તેઓ પણ પોતાની પત્ની સાથે ત્યાં જ જતા હતા. મેં તેમને સંકોચમુક્ત કરવા પ્રથમ બોલાવ્યા. તેઓએ જવાબ તો આપ્યો, પણ તેમાં રુક્ષતાનો રણકાર હતો. મેં જોયું કે તેમનું દિલ હજી આર્ટ્સ થયું નથી. ત્યાર બાદ ત્રણેક વર્ષે હું ફરી કલકત્તામાં ગયેલ. મેં સાંભળ્યું કે હરગોવિંદદાસની તબિયત સારી નથી. તેમને ત્યાં મળવા ને તબિયત વિષે પૂછવા ગયો. તેઓ મળ્યા ખરા, પણ મેં અપેક્ષિત ઉલ્લાસ ન જોયો. આથી મને લાગ્યું કે તેઓ પોતે બહુ મળવાહળવા ઇચ્છતા નથી.
- ઈ. સ. ૧૯૨૪ ને ૨૭ વચ્ચે એક એવી ઘટના બની ગયેલી કે તેની અસર તેમના મન ઉપર ભૂંસાઈ ન હોય એમ લાગ્યું. મેં હિન્દી પંચપ્રતિક્રમણ બાબુ બહાદુરસિંહજી સિંધીની ઇચ્છાથી તૈયાર કરેલું ને આગ્રાથી પ્રસિદ્ધ થયેલું. તેની લોકપ્રિયતા બહુ જામેલી. મેં હિન્દી પંચપ્રતિક્રમણ તૈયાર કરેલું ત્યારે પ્રસ્તાવનામાં તે વિષય પરત્વે તુલનાત્મક અભ્યાસ કરેલો. આચારમાં કોઈપણ એક જ પરંપરાને અનુકૂળ થઈ પડે તે માટે મેં તપાગચ્છાનુસાર વિધિ કેન્દ્રસ્થાને રાખેલ અને અન્યાન્ય ગચ્છોની વિધિઓ અંતમાં ફેરફાર સાથે સૂચવેલ. પંચપ્રતિક્રમણની લોકપ્રિયતા જોઈ તપાગચ્છના પ્રતિસ્પર્ધી ખરતર ગચ્છના કેટલાક અનુયાયીઓને લાગ્યું કે તેમણે પણ ખરતર ગચ્છની આમ્નાય પ્રમાણે આવું જ પંચપ્રતિક્રમણ તૈયાર કરવું. હંમેશાં આવા કામમાં અગ્રેસર સાધુઓ કે જાતિઓ હોય છે. ગચ્છભક્તો તેમને સહાયક તરીકે મળી જ આવે છે. માત્ર ગચ્છભાવનાના ઉત્તેજક એવા ધર્મગુરુની જ જરૂર હોય છે. એક જિનચારિત્રસૂરિ નામના યતિએ આગેવાની લીધી. તેમને પૈસા આપનાર તો મળી જ આવ્યા, પણ ખરતર આમ્નાય પ્રમાણે સિંધીવાળા પંચપ્રતિક્રમણની સાથે ઊભું રહી શકે એવું પંચપ્રતિક્રમણ
તૈયાર કરી છપાવી કોણ આપે ? એ પ્રશ્ન તેમની સાથે હશે. તૈયાર કરનાર અને છપાવી
Page #214
--------------------------------------------------------------------------
________________
સમેતશિખરની યાત્રા કરી કલકત્તામાં ૨૦૩ આપનાર યોગ્ય અને પ્રતિષ્ઠિત પંડિત ન મળે તો યતિજી અને તેમના સહાયકોની ઇચ્છા બર આવી શકે તેમ ન હતું, કારણ કે મોટે ભાગે યતિઓ ને સાધુઓ એવા કોઈ ઉચ્ચતર કામ માટે યોગ્ય નથી હોતા. તેમનું ગાડું ઘણું ખરું પંડિતો જ ચલાવે છે. હરગોવિંદદાસ તેમને મળી ગયા. તેમને નવું તો કાંઈ કરવાનું હતું જ નહિ. મારું છપાયેલ પ્રતિક્રમણ આખેઆખું પ્રેસમાં મને કે સિંઘીજીને પૂછ્યા વગર આપી દીધું ને તેમાં ફેરફાર એટલો કર્યો કે ખરતરગચ્છની વિધિ મુખ્ય સ્થાને રાખી પ્રસ્તાવના જેવી અગત્યની વસ્તુ નહિ રાખી હોય એમ લાગે છે, કારણ કે તેમણે પોતે કે પેલા જતિજીએ પોતાની આવૃત્તિ મને કદી મોકલી નથી. મારા તૈયાર પ્રતિક્રમણ ઉપરથી તદ્દન સરળતાપૂર્વક જતિજીને પ્રતિક્રમણ મળી ગયું ને હરગોવિંદદાસને પૂરતા પૈસા મળી ગયા. મને તો એમાં કશો જ અસંતોષ ન હતો, કે ન હતું નુકસાન. એક પંડિત કમાય ને બીજા ગચ્છને જોઈતી વસ્તુ મળી જાય ને તેમાં હું નિમિત્ત બનતો હોઉં તો ગુમાવવાનું શું? પણ ગમે તેટલી ગુપ્તતા રાખ્યા છતાં અકસ્માતુ તેમની આ બાજી ખુલ્લી થઈ ગઈ. પોતાના કામ પ્રસંગે સિંઘીજી પ્રેસમાં ગયેલા તો ત્યાં તેમણે મેજ ઉપર પોતાના તરફથી છપાયેલ પ્રતિક્રમણની બે તોડેલી નકલો જોઈ. તેમને પ્રથમ તો નવાઈ થઈ, પણ છેવટે તેમને માલુમ પડ્યું કે એ તોડેલી નકલો કંપોઝ કરવા માટે અમુક તરફથી આવેલી છે. સિંઘીજીને પણ એમાં અપ્રસન્ન થવા જેવું હતું જ નહિ. એમને કે મને વિચાર આવ્યો તે એટલો જ કે, આમાં ગુપ્તતા રાખવાની શી જરૂર હતી? અને પૂછવામાં અડચણ પણ શી હતી ? જેમ પેલા યતિજીને તેમ હરગોવિંદદાસને પણ આને લીધે સંકોચ થયો હોવો જોઈએ એમ મને તેમના વ્યવહાર ઉપરથી લાગ્યું.
તેમણે બહુ પરિશ્રમે પાછું મહાવો તૈયાર કરેલ છે તે સમાલોચનાર્થે અમદાવાદ આવ્યો. પં. બેચરદાસને સમાલોચના લખવાની હતી. બેચરદાસ અને હરગોવિંદદાસ બંને મિત્રો અને ઘણી વખત સહકારી કાર્યકર્તાઓ પણ હતા. બેચરદાસે સમાલોચના લખી મને સંભળાવી. બેચરદાસ પ્રકૃતિએ નરમ છતાં ક્યારેક ક્યારેક લખવામાં બહુ ઉગ્ર પણ બની જાય છે. એમણે સમાલોચનામાં અનેક ત્રુટિઓ બતાવેલી ને ભાષા પણ કાંઈક કટુક હતી. મેં તેમને કહ્યું, હરગોવિંદદાસ તમારા મિત્ર છે. ત્રુટિઓ ભલે બતાવો, પણ કાંઈક હળવી કરી મૃદુભાવે સૂચવો. નહિ તો તમારા વચ્ચેનો સંબંધ કલુષિત થશે. તેમની પ્રકૃતિ તમે જાણો જ છો ઈત્યાદિ. બેચરદાસે સુધારણા કરી સમાલોચના લખી મોકલી. આવી ત્રુટિ દર્શાવતી મૃદુ, પણ સમાલોચના હરગોવિંદદાસને ન ગમી ને પિત્તો ગયો. ને તેમણે બેચરદાસને ખૂબ આવેશથી જવાબ લખ્યો. બેચરદાસને જવાબ લખવામાં તેમણે પોતાની ત્રુટિઓનો બચાવ કરતાં મારા પ્રતિક્રમણની સંસ્કૃત છાયાના દોષો પણ નિર્દેશયા, બેચરદાસ મારી પાસે સાથે રહે છે તો તેમણે મારા સૂચનથી
Page #215
--------------------------------------------------------------------------
________________
૨જ છે મારું જીવનવૃત્ત જ સમાલોચનામાં ત્રુટિઓ બતાવી હશે એમ માની લઈ હરગોવિંદદાસે બેચરદાસને જવાબ વાળતાં મારા પ્રતિક્રમણની સંસ્કૃત છાયાનો ઉપયોગ કર્યો. આ જોઈ મને નવાઈ લાગી. મેં તો બેચરદાસની સમાલોચનાને તદ્દન હળવી કરાવી હતી અને બેચરદાસને કહેલું કે જો આવી તીખી તમતમતી સમાલોચના પ્રસિદ્ધ કરશો તો એ કોશના વેચાણ ઉપર અસર થશે. જોકે મારું આ વલણ હરગોવિંદદાસ જાણતા ન હતા ને તેથી જ તેમના મનમાં એક જાતનો પૂર્વગ્રહ વધારે પોષાયો હશે એમ મને લાગ્યું. મેં તેમને લખ્યું કે તમારા કોશની બેચરદાસે કરેલ [સમાલોચના મેં મૃદુ કરાવી છે.].
| મારું જીવનવૃત્તનું લખાણ અહીં અટકી જાય છે. પંડિતજીની ઇચ્છા હતી કે સમગ્ર લખાણ નવેસરથી લખાવવું, તેથી જીવનભર આ લખાણ પ્રગટ કરવાની સંમતિ આપી. ન હતી પરંતુ છેલ્લે જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે હવે પુનઃ સમગ્ર જીવનવૃત્ત લખાવવું સંભવિત નથી ત્યારે જ તેમણે લખાણ છપાવવાની સંમતિ આપી પણ દુર્ભાગ્યે આ લખાણ ગ્રંથ રૂપે પ્રગટ થયું ત્યારે પંડિતજી હયાત ન હતા. આત્મકથા સ્વરૂપ તેમનું જેટલું અને જેવું જીવન આપણે પામી શક્યા છીએ તે પણ ૨૦મી સદીની આશ્ચર્યકારક ઘટના સ્વરૂપ છે. વાચક અને જિજ્ઞાસુઓને પ્રેરણા આપે તેવું અદ્ભુત છે.)
Page #216
--------------------------------------------------------------------------
________________ જ પંડિત સુખલાલજીનો જન્મ 8 ડિસેમ્બર ૧૮૮૮માં સુરેન્દ્રનગર પાસે આવેલ લીમડી નામના નાનકડા ગામડામાં થયો હતો. 16 વર્ષની ઉંમરે તેમણે શીતળામાં આંખો ગુમાવી ત્યારથી, તેમના જ જણાવ્યા મુજબ, તેમનો બીજો જન્મ શરૂ થયો. આ પછીનું તેમનું જીવન અકથ્ય પુરુષાર્થ જેવું હતું. સને ૧૯૦૪થી 1921 સુધી કાશી અને મિથિલામાં પ્રથમ સંસ્કૃત ભાષા અને પછી ભારતીય દર્શનનો અભ્યાસ કર્યો અને અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૨૧થી 1930 સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં રહીને સન્મતિતર્કના પાંચ ભાગોનું સંપાદનકાર્ય કર્યું. તે સમગ્ર ભારતીય દર્શનના ઇતિહાસમાં અનન્ય ઘટના હતી. ૧૯૩૩થી 1944 સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપનકાર્ય કર્યું. આ દરમ્યાન તર્કભાષા, પ્રમાણમીમાંસા અને જ્ઞાનબિંદુ જેવા ગ્રંથોનું સંપાદનકાર્ય કર્યું. 1944 બાદ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈ સતત વિદ્યાપ્રવૃત્તિ કરતાં કરતાં 97 વર્ષની ઉંમરે બીજી માર્ચ ૧૯૭૮માં અવસાન પામ્યા. પંડિત સુખલાલજી વીસમી સદીના એક મૌલિક ફિલસૂફ હતા. એમણે જીવનમાં વિદ્વત્તા, સાદાઈ અને મનુષ્ય-પ્રેમનો સંગમ સાધ્યો હતો. ભારતના વિધવિધ ધર્મોમાં રહેલું સમન્વયબીજ એમણે શોધ્યું અને ધર્મને ક્રિયાકાંડથી મુક્ત કર્યો. જે ધર્મ સમાજ માટે ઉપયોગી ન હોય એ ધર્મ અપ્રસ્તુત છે એ વાત તેમણે અનેક ગ્રંથોમાં સમજાવી છે. એક પ્રજ્ઞાચક્ષુ અસહાય યુવાન ભારતીય દર્શનનો વિશ્વવિખ્યાત વિદ્વાન કેવી રીતે બન્યો તેની ગાથા માનવજાત માટે સાચવી રાખવા જેવો વારસો છે. તેમણે અધ્યાત્મવિચારણા, ભારતીય તત્ત્વવિદ્યા, સમદર્શી આચાર્ય હરિભદ્રસૂરિ જેવા ગ્રંથો તથા ‘મારું જીવનવૃત્ત' નામની આત્મકથા લખી. આ ઉપરાંત અનેક ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરે પર જે અસંખ્ય લેખો લખ્યા તે ત્રણ ભાગમાં ‘દર્શન અને ચિંતન'માં પ્રગટ થયા છે. For Private & Personal use only