SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. અમદાવાદમાં ગાંધીજીના આશ્રમમાં શ્રી રમણીકલાલ મગનલાલ મોદી, જે ગાંધીજીની દાંડીકૂચના સાથીઓ પૈકી એક છે ને આશ્રમવાસી તરીકે જાણીતા છે તે થોડા વખત પહેલાં જ બી. એ. થયેલા ને ઓડ ગામમાં શિક્ષક તરીકે કામ કરતા. મારો અને એમનો સ્વલ્પ પરિચય એમના અભ્યાસકાળ દરમિયાન પાટણમાં અણધારી રીતે થયેલો. તેમને જૈન શાસ્ત્રો ઉપરાંત વૈદિક અને બૌદ્ધ શાસ્ત્રો વાંચવાનો ભારે રસ લાગેલો. પૈતૃક સંસ્કારને લીધે તેઓ જૈન શાસ્ત્રો વાંચવાનો ભારે ૨સ લાગેલો. પૈતૃક સંસ્કારને લીધે તેઓ જૈન શાસ્ત્રો ને જૈનપરંપરા વિષે ઠીક-ઠીક જાણતા, પણ તેમને તેનું વિસ્તૃત અને ઊંડું જ્ઞાન મેળવવાની બહુ ભૂખ જાગેલી. વડોદરા છોડ્યું તે અગાઉ તેઓ મને મળી ગયેલા. કર્મપ્રકૃતિ વાંચવી એવો અમે બંનેએ વિચાર તો કર્યો, પણ કયાં રહી વાંચવું એ પ્રશ્ને છેવટે અમને ગાંધીજીના આશ્રમનો સંકેત કર્યો. તે વખતે એ આશ્રમ સરખેજ રોડ ઉ૫૨ હતો. ગાંધીજી સાથે મારો પરિચય પહેલેથી જ હતો. તેઓ આફ્રિકાથી આવ્યા ને અમદાવાદમાં તેમનું પહેલવહેલું સ્વાગત થયું ત્યારે એ મેળાવડામાં મેં તેમને સર્વપ્રથમ સાંભળ્યા હતા ને આફ્રિકામાં ચાલતી સત્યાગ્રહની લડાઈ વખતે જે તેમની કર્મવીર તરીકેની ખ્યાતિ ચોમેર પ્રસરી હતી તેની કાશીમાં હતો ત્યારથી જ છાપાં દ્વારા જાણ હતી. તેથી ગાંધીજીએ આશ્રમ સ્થાપ્યો ત્યારથી જ તેમના આશ્રમમાં હું જતો-આવતો થઈ ગયેલો. કેટલીક વાર સાંજની પ્રાર્થના પછી તેમની સાથે ફરતાં ફરતાં ચર્ચા પણ કરેલી - બ્રહ્મચર્યની સુકરતા-દુષ્કરતા તેમજ હરસ જેવા રોગનાં કારણો આદિ વિષે ગાંધીજીની દૃષ્ટિ પ્રત્યે મારો સમભાવ પણ પ્રગટેલો. રમણીકલાલ ને મેં મળી નક્કી કર્યું કે જો ગાંધીજીના આશ્રમમાં થોડો વખત રહીએ તો ત્યાંના તપસ્વી-જીવનની વધારે નજીક અવાય, ગાંધીજી સાથે વધારે પરિચય સધાય ને એકાંત શાંત વાતાવરણમાં કર્મ-પ્રકૃતિનું વાચન પણ થાય. અમારા પત્રનો જવાબ ‘હા'માં આવતાં અમે બંને આશ્રમના નિયમ પ્રમાણે બિસ્તરો ને થાળી-લોટો લઈ આશ્રમમાં પહોંચ્યા. આશ્રમના કામમાં ભાગીદાર થવું જોઈએ એ વિચારથી અમે કાંઇક કામની માંગણી કરી. રમણીકલાલની પેઠે હું ગમે તે કામ કરી શકું એમ તો હતું જ નહિ તોપણ પહેલે દિવસે મેં દળવાનું કામ માંગ્યું. મેં કદી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy