SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ૯ મારું જીવનવૃત્ત ભારતની ધર્મસહિષ્ણુતા મૂળે એ લક્ષ્મીચંદ શેઠ જૈન અને વૈષ્ણવ ઉભય ધર્મનો આદર કરતા ને ઉભયને અનુસરતા. આજે પણ ગુજરાતત્કાઠિયાવાડમાં ઘણાં એવાં કુટુંબો છે કે જેમાં જૈન અને વૈષ્ણવ ધર્મોનું મિશ્રણ છે. જેમ જેમ ઇતિહાસનાં જૂનાં પૃષ્ઠો વાંચીએ છીએ તેમ તેમ કુટુંબોમાં અને આખી જ્ઞાતિઓમાં જુદા જુદા ધર્મોનું અવિરોધી અનુસરણ જોવામાં આવે છે. એક જ જૈનપરંપરાના શ્વેતાંબર-દિગબંર કે સ્થાનકવાસી-મૂર્તિપૂજક જેવા ફાંટાઓમાં જે કાળે લગ્નવ્યવહાર ન હોય તે કાળે એક જ કુટુંબમાં જૈન-વૈષ્ણવ કે જૈન-બૌદ્ધ જેવી બે સાવ જુદી ધર્મપરંપરાના અસ્તિત્વની વાત નવાઈ જેવી લાગે, પણ એના થોડા ઘણા અવશેષો જે આજે જોવા મળે છે તે પ્રાચીન ધર્મસહિષ્ણુતાની સાક્ષી આપે છે. વસ્તુપાલમંત્રીની ધર્મસહિષ્ણુતા ઇતિહાસપ્રસિદ્ધ છે. દક્ષિણ હિંદુસ્તાનમાંનાં અનેક રાજકુટુંબો ભિન્ન ધર્મોના સુખદ સંમેલનની સાક્ષી ઇતિહાસ દ્વારા આપે છે. વૈષ્ણવ પરંપરાઓ જેમ શત્રુંજય પર્વત જૈન મંદિરોનું ધામ છે અને કાશી શૈવ મંદિરોનું ધામ છે તેમ વૃંદાવન વૈષ્ણવ મંદિરોનું ધામ છે. કૃષ્ણભજનમાંની દરેક કુંજગલી આજે મંદિરોનું કુંજ બની છે. એના સ્વામી આચાર્યો છે અને ગોસ્વામી કહેવાય છે. રામાનુજ, મધ્વ, નિમ્બાર્ક, વલ્લભ જેવા દક્ષિણના બધા જ આચાર્યોની તો વૃંદાવનમાં પરંપરા છે જ, પણ બંગાલના ભક્ત ચૈતન્યની પરંપરા પણ ત્યાં છે. માત્ર નામથી અને કાંઈક ઉપાસનાભેદથી પડેલ ફાંટાઓ પણ ત્યાં જાહોજલાલી ભોગવે છે. એક ફાંટો રાધારમણના નામને માને તો બીજો રાધા-વલ્લભના નામને. અમારે ગોસ્વામીઓ વિષે કાંઈક જાણવા મન હતું તેથી થોડાંક મંદિરોમાં ગયા. એમનો બારીક પહેરવેશ, એમનો છેલબટાઉ શૃંગાર એ બધું વિચારકને ભલે મૂંઝવે, પણ શ્રદ્ધાળુ ભક્તોને તો આકર્ષે જ છે. મને તો આ ત્યાંનું આખું વાતાવરણ પરોપજીવી. જડતાપોશાક અને પ્રાણઘાતક લાગ્યું છે, જેવું કે મોટે ભાગે બધાં જ તીર્થોમાં હોય છે. મંદિરો વૃંદાવનની સંપત્તિ હોય તો વાંદરાઓ પણ તેની વિશિષ્ટ સંપત્તિ છે. ગોસ્વામીઓનો વર્ગ ભક્તો ઉપર જીવે છે. તો વાંદરાઓ પણ એ જ રીતે જીવે છે. જોડા કે કપડાં મૂક્વા લેવામાં સહેજ પણ અસાવધાની થઈ તો વાંદરાઓ એનો દંડ તમને આપે જ. બદલામાં કાંઈ પણ ખાવાનું મળે ત્યારે તમને તેઓ શાહુકારની પેઠે તમારી વસ્તુ પાછી આપે. ભક્તિપ્રધાન વૈષ્ણવ પરંપરાઓ મૂળમાં જાતિભેદની પકડ ઢીલી કરવા ને સ્પૃશ્ય-અસ્પૃશ્યનો રોગ નિવારવા શરૂ થયેલી, પણ એ પરંપરાઓની બધી જ ગાદીઓ ઉપર જેમ જેમ બ્રાહ્મણો આચાર્યરૂપે આવતા ને સ્થિર થતા ગયા તેમ તેમ એ પરંપરાઓ મૂળ ઉદ્દેશથી તદ્દન વેગળી જઈ પડી છતાં બંગાલી ચૈતન્યપરંપરાનાં જે મંદિરો વૃંદાવનમાં છે તેમાંથી કોઈ એવા પણ છે કે જેમાં શુદ્ધ સુધ્ધાંને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy