________________
વૃંદાવન અને મથુરાના અનુભવો • ૧૫૭ જવાની છૂટ છે. આ વસ્તુસ્થિતિ જોતાં જ જૈનપરંપરાની સ્થિતિનો ખ્યાલ અમને તાજો થયો. મૂળમાં જાતિગત સ્પેશ્યાસ્પૃશ્યની દીવાલ વળવાનો સિદ્ધાંત ધરાવતી જૈનપરંપરા પણ બ્રાહ્મણોના પ્રભાવમાં આવી પોતાનો સિદ્ધાંત વિસારી બેઠી છે. મથુરાદર્શન
વૃંદાવનથી અમે મથુરા આવ્યા. ત્યાં લક્ષ્મીનારાયણનું મંદિર મુખ્ય ને જાણીતું છે. મંદિરની મુખ્યતા કે પ્રસિદ્ધિ કાંઈ એની સ્વચ્છતા, વ્યવસ્થા કે શાંતિમાં નથી સમાતી, પણ એની ઈમારત, આવક અને આડંબરના આધારે જ ઘણુંખરું અંકાય છે. આ વસ્તુ જેમ બધે તેમ લક્ષ્મીનારાયણના મંદિરને પણ લાગુ પડતી જોઈ. મથુરામાં યમુનાનું દશ્ય ઘાટને કારણે ને કૃષ્ણલીલાના પૂર્વ પ્રસંગોને કારણે આકર્ષક બની જાય છે, પણ એમાં ઉમેરો તો કાચબાઓ કરે છે. ભક્તો ને યાત્રીઓ દ્વારા પૂરતું પોષણ પામી કાચબાઓએ પોતાની સૃષ્ટિ નિર્ભયપણે રચી છે ને રચ્યું જાય છે. વ્રજ પ્રદેશ એટલે ગાયોનો પ્રદેશ. તેથી કરીને મથુરાનાં પૈડા-રબડી જાણીતાં છે, પણ બ્રિટિશ અમલનો કળિયુગ ગાયો ઉપર પણ પૂર્ણપણે ઊતરેલો હોવાથી હવે એ પેંડા ને રબડીની મીઠાશ ઉત્તરોત્તર ઘટતી જ જાય છે એમ જોયું.
મથુરામાં એક શ્વેતાંબર મંદિર હતું. ત્યાં પણ અમે ગયા. મંદિર જૂનું ને મૂર્તિ પણ ખૂબ પ્રાચીન છે, જેનો હમણાં જ ફરી ઉદ્ધાર થયો છે. વૃંદાવનમાં શ્રીરંગજીનું મંદિર બંધાવનાર દિગંબર જૈન ગૃહસ્થ મથુરા શહેર બહાર જે દિગંબર જૈન મંદિર બંધાવ્યું છે તે ચૌરંગી ઉપરના મંદિરમાં પણ અમે ગયા. સ્થાન એકાન્તમાં આવેલું હોઈ રહેવા જેવું છે. ત્યાં દિગંબર પરંપરા તરફથી એક બ્રહ્મચર્યાશ્રમ ચાલતું, જે હમણાં પણ ચાલે જ છે. મૂળમાં તે હસ્તિનાપુરમાં સ્થપાયેલું. એના સ્થાપકો પૈકી મહાત્મા ભગવાનદીન એક છે. તે મારા પરિચિત હોવાથી એ બ્રહ્મચર્યાશ્રમને જોવાની તક વધાવી લીધી. ત્યાં બીજા પણ જાણીતા મિત્રો મળ્યા. તેમાં ઉલ્લેખ યોગ્ય નામ પંડિત ઉમરાવસિંહનું છે. કાશીમાં જ તેઓ પરિચિત થયેલા ને હું ભદૈની હતો ત્યારે તેઓ મારી સાથે અમૃતચન્દ્રની પંચાધ્યાયી વાંચતા-વિચારતા. તેઓ આગળ જતાં જ્ઞાનાનન્દ નામે બ્રહ્મચારી થયેલા. તેમણે આશ્રમ વગેરેનો પરિચય કરાવવા ઉપરાંત અમારું આતિથ્ય પણ કર્યું.
મથુરા જૂનું-પુરાણું અને ઇતિહાસપ્રસિદ્ધ શહેર છે. આજે એ રાજધાનીનું પ્રાચીન ગૌરવ નથી ભોગવતું તોપણ ધાર્મિક ગૌરવ તો ધરાવે જ છે. જેમ બીજાં જૂનાં શહેરો તેમ મથુરા પણ પોતાની જૂની કાયા બદલી તેને જમીનદોસ્ત કરી નવે રૂપે અસ્તિત્વ ટકાવી રહ્યું છે છતાં એના જૂના અવશેષો સાવ નથી નાશ પામ્યા કે નથી અદશ્ય થયા. સરકારી પુરાતત્ત્વ વિભાગના ખોદકામને પરિણામે જમીનમાંથી ક્રમવાર અનેક શતાબ્દીઓનો ઇતિહાસ કેટલેક અંશે બહાર આવ્યો છે ને તે સંગ્રહસ્થાનમાં સુરક્ષિત પણ છે. એ સંગ્રહસ્થાન જોવા તો ગયા, પણ એને પૂર્ણપણે જોવામાં સફળતા ન મળી. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International