SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ . પરીક્ષાત્યાગ અને વિદ્યાવિસ્તાર • ૧૦૧ અમે બંને પ્રભાવિત થયા ને કહ્યું કે વિચારીશું, પરંતુ સાથે આવેલ ચાંદલજીને મનમાં કદાચ એક જાતનો ભય પેઠો હશે કે રખે અમે બંને બીજી દિશામાં વળીએ ને અમારા દ્વારા જૈન સમાજમાં કાંઈક કામ કરવાની તેમની પૂર્વસેવિત ધારણા ધૂળમાં મળે. અમે બંને દુક્કડ જેવા એટલે અમને લાલાજીનો પ્રસ્તાવ ગંગાના ભવ્યસ્થાનની તેમજ કાયમી સગવડની દષ્ટિએ રુચ્યો, પણ તરત જ અમને અમારી જવાબદારીના ભાગે ચેતવ્યા. અમે છેલ્લાં પાંચેક વર્ષ થયાં સહાયક જૈન મિત્રોને કહેતા કે અમારો ઉદ્દેશ જૈન સમાજને આશ્રિત કોઈ વિદ્યાસંસ્થામાં કામ કરવાનો છે. આ રીતે અમે બીજી બાજુ તણાતા તો રહી ગયા, પણ મારું ધ્યાન હવે સ્વામી રામતીર્થનાં લખાણો વાંચવા તરફ કાંઈક ઢળ્યું. લાલાજીએ અમને બંનેને તેમનાથી છૂટા પડતી વખતે ચેતવ્યા હતા કે, તમે વેદાન્ત ભલે વાંચો, પણ ખંડનખંડખાદ્ય કે અદ્વૈતસિદ્ધિ જેવા માત્ર ખંડનપરાયણ ગ્રન્થોની જાળમાં ન સપડાતા, પણ અમે તો એમની ચેતવણી પહેલાં જ એ ગ્રન્થોના આકર્ષણમાં પડી ચૂક્યા હતા. લાલાજીની ચેતવણીએ મારા ઉપર એટલી અસર તો કરી જ કે ઉક્ત ગ્રન્થો સમજવા અને ભણાવવાની ઠીક-ઠીક તૈયારી કરી લીધી છતાં મેં આગળ જતાં અધ્યયન-અધ્યાપનમાં વિશેષ સમય અને શક્તિ ન ખરચ્યાં. તેમ છતાં આજે પણ મને એમ લાગે છે કે જો એ ગ્રન્થો સમજવાની શક્તિ કેળવી ન હોત તો વિદાન્તવિકાસની છેલ્લામાં છેલ્લી ભારતીય ભૂમિકા અજ્ઞાત રહી જાત ને આગળ જતાં ઉપાધ્યાય યશોવિજયીનું વાડુમય સમજવા તેમજ તેના ઉપર લખવામાં જે સરળતા સાંપડી તે પણ ન સાંપડત. અધ્યાપકજીવનનો પ્રારંભ અમારા માટે કામની ભૂમિકા તૈયાર કરનારાઓમાં મુખ્ય તો હતા વિજયવલ્લભસૂરિ. તેઓ લાંબો વખત પંજાબમાં રહેલા ને આર્યસમાજીઓના ગુરુકુળવિષયક ઉત્સાહથી પ્રભાવિત થયેલા. તેમને પહેલાંથી જ એવો મનોરથ તો ઉદ્દભવેલો જ કે આર્યસમાજીઓની પેઠે જૈનોનું પણ ઓછામાં ઓછું એક ગુરુકુળ તો હોવું જ જોઈએ. તેઓ આ વિષેના પોતાના વિચારો પોતાના સાધુસંઘમાં અને અનુયાયી ગૃહસ્થોમાં ફેલાવતા. અમારા પરિચય પછી તેમના વિચારને બળ મળ્યું. તેમને થયું કે સુખલાલ અને વ્રજલાલ ભણી લે એટલે એક જૈન ગુરુકુળ સ્થાપવું. એ જમાનામાં ગુરુકુળના વિચાર ચોમેર વાતાવરણમાં રમતા. પૈસા અને સમાન વિચારકો મેળવવાની ઇચ્છાથી તેઓ મુંબઈ પહોંચ્યા હતા. તેમનો મુંબઈથી પત્ર આવ્યો ને વ્રજલાલજી મુંબઈ ગયા. વલ્લભવિજયજી મહારાજની સલાહથી વ્રજલાલજીએ મને કાશી લખ્યું કે જો તમે પસંદ કરો તો પાલનપુર જાઓ. ત્યાં વયોવૃદ્ધ હંસવિજયજી મહારાજ છે અને તેઓ તમને ઇચ્છે છે. ત્યાં તમને ફાવશે, પણ ઈત્યાદિ. હું ૧૯૬૯ના ચોમાસામાં વ્રજલાલના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy