SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ • મારું જીવનવૃત્ત નહિ અને લખવાના અભ્યાસનો સૂત્રપાત પણ કરેલો નહિ, જ્યારે મારા સહચારી વ્રજલાલજી ઘણી વાર હિન્દીમાં જોશીલું લખતા ને મને અવારનવાર સંભળાવતા પણ ખરા. મને એ રુચતું ખરું, પણ મનમાં સંસ્કાર એ હતો કે ખરું કામ તો શાસ્ત્રોને યથાર્થ રીતે સમજવાનું છે અને તેથી આગળ વધી તેને ભણાવવાનું એ તો તેથીયે વધારે મહત્ત્વનું અને અઘરું કામ છે. આ સંસ્કાર મને આવતા વિચારોને લિપિબદ્ધ કરાવતાં પણ રોકતો. ને વાંચ-પાંચ તેમજ ભણવા-ભણાવવાના ચક્રમાં ગોથાં ખવરાવી એકદેશીયતા પોષ્ય જતો. કન્નોમલજીનો પરિચય વિ. સં. ૧૯૬૩માં ઉનાળામાં કાશી પાઠશાળા છોડી ગુજરાત જતાં આગ્રા ઊતરેલા ત્યારે ઝવેરી ડાલચંદજીના મોટાભાઈ ચાંદમલજી, જેઓ તે વખતે બી.એ. માં ભણતા તે અમને બંનેને પોતાના મિત્ર કન્નોમલજી એમ.એ. પાસે લઈ ગયેલા. કન્નોમલજી ધોલપુર સ્ટેટના ઘણું કરી શિક્ષણ-વિભાગના વડા અધિકારી હતા. ને ગમે તે ઉપર હિન્દી પત્રપત્રિકાઓમાં લેખો પણ લખતા. એમનું વાચન વધારે અને વલણ કાંઈક વેદાન્તનું. એમણે મને જૈન માન્યતા વિરુદ્ધ અદ્વૈતનું સમર્થન કરતાં એક દલીલ કહી કે દ્વિત યા ભેદ એ તો Matter – જડદ્રવ્યનો ગુણ છે, જે ચેતનમાં ન હોઈ શકે તેથી ચેતન તત્ત્વ અદ્વૈત જ માનવું જોઈએ. મને પાછળથી એમ લાગ્યું કે કદાચ આ દલીલ સ્વામી વિવેકાનંદની હશે. તેથી તેમનાં લખાણો તરફ મન તો વળેલું જ, પણ સ્વામી રામતીર્થનાં લખાણો તેમજ વ્યક્તિત્વ તરફ વિશેષ મન નહિ ગયેલું તેનો પ્રસંગ હવે આવ્યો. અમારા માટે કામ કરવાની ભૂમિકા તૈયાર કરનારાઓ પૈકી ડાલચંદજી તથા ચાંદમલજી એ બે ભાઈઓ પણ હતા. લાલા વૈજનાથ દ્વારા રામતીર્થનો પરિચય એક વાર પ્રસંગ આવતાં અમે આગ્રા ગયેલા ત્યારે ચાંદમલજી અમને બંનેને લાલા વૈજનાથ જજ પાસે લઈ ગયા. લાલાજી નિવૃત્ત જીવન ગાળતા. અતિ દૂર ખેતરોમાં લીંબડાઓ નીચે એકાંતમાં બેઠેલ એ અનુભવી પાસે બેસતાં જ હું તો અવનવા વિચારોમાં પડી ગયો. મારી અને વ્રજલાલની અધ્યયનવિષયક તૈયારી અને જુવાની જોઈ તેમની નજર અમારા બંને ઉપર ચોંટી ને તરત જ સરળતાથી કહ્યું કે તમે બંને હવે કામ કરવા ઇચ્છો છો ને યોગ્ય સ્થાન શોધો છો તો હું તમને મારી સાથે રાખવા ઇચ્છું છું. મારી જે સગવડ તે જ તમારી અને હું મારી સંપત્તિના અર્ધ ભાગનું વિલ તમારા ઉપયોગ માટે કરીશ. શરત એટલી જ કે તમારે હૃષીકેશમાં જ્યાં સ્વામી રામતીર્થનો આશ્રમ છે ત્યાં રહેવું, પુસ્તકાલય સમૃદ્ધ કરવું, આગન્તુકોને વાચન પૂરું પાડવું ને સ્વામીજીની અદ્વૈત ભાવનાને મૂર્ત રાખવી. લાલાજીએ જ સ્વામીજીના સ્મરણમાં (જ્યાં ગંગાના પ્રવાહમાં તેમણે સમાધિ લીધેલી ત્યાં) એક આશ્રમ જેવું બાંધેલ છે. એમની સરળતાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy