SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. ફરી પૂના તરફ શ્રી જિનવિજયજીનું પૂના માટે આમંત્રણ પૂનામાં મુનશ્રી જિનવિજયજી હતા. ઈન્ફલ્યુએન્ઝાના સખત આક્રમણમાંથી બચી ગયા પછી તેઓ પોતાના પ્રિય વિષય ઐતિહાસિક સંશોધનમાં લાગી ગયેલા ને ભાંડારકર ઇન્સ્ટિટયૂટમાંના લેખિત મોટા પુસ્તકસંગ્રહનો ઉપયોગ કરી એક નિબંધ લખી રહ્યા હતા. એનો વિષય હતો હરિભદ્રનો સમયનિર્ણય. આચાર્ય હરિભદ્રનું સ્થાન જૈન સમાજમાં શંકરાચાર્ય જેવું છે. તેમના સમય વિષેની જૂની પરંપરાગત માન્યતાની વિરુદ્ધ મુનિજીએ નવાં પ્રમાણોને આધારે બહુ અભ્યાસ અને ઝીણવટપૂર્વક આ નિબંધ તૈયાર કર્યો હતો. પૂનામાં ભાંડારકર ઇન્સ્ટિટયૂટનું ઉદ્દઘાટન અને ઓરિયન્ટલ કોન્ફરન્સનું અધિવેશન થવાનાં હતાં. મુનિજી એ અધિવેશનમાં પોતાનો નિબંધ વાંચવા ઇચ્છતા. જૂના મુનિમંડળથી છૂટા પડી તેઓ એકલા પૂનામાં રહેતા. મારા અને એમના વચ્ચે વિદ્યાસખ્ય પહેલેથી જ દઢ થયું હતું. તેમણે મને લખ્યું કે તમે બધા સાથીઓ સાથે પૂના જ આવીને રહો ને આગ્રામાં કરો છો તે પ્રમાણે પૂનામાં જ રહી કામ કરો. આપણા બધાનું સાહચર્ય એકબીજાના કામમાં સહાયક નીવડશે ને તમારું છપાવવાનું કામ તમારી ઇચ્છા પ્રમાણે પૂનામાં સરળતાથી થઈ શકશે. મુનિજી પ્રત્યે મારું આકર્ષણ તો હતું જ ને તેમના સંશોધનકાર્યથી જાતે પરિચિત થવાની વૃત્તિ પણ હતી. પૂનાના વિદ્યાવાતાવરણનો પહેલાં પરિચય પણ થયેલો એટલે અમે બધાંએ પૂના જવાનું નક્કી કર્યું. અમે જ્યારે પૂના જવા નીકળ્યા ત્યારે ચોમાસું ભરજુવાનીમાં હતું. શ્રી વલ્લભવિજયજીનાં દર્શને જતાં વરસાદમાં કેટકરનનો પરચો આષાઢના છેલ્લા દિવસોમાં અમે અમદાવાદના રસ્તે થઈ પૂના જવા ઊપડ્યા. આ લાંબું ચક્કર લેવા પાછળ બે ઉદ્દેશ હતા. એક તો મારવાડમાં સાદડી મુકામે જ્યાં વિજયવલ્લભસુરિ ચોમાસું હતા ત્યાં તેમને મળવું હતું ને બીજો ઉદ્દેશ મારા વતન કાઠિયાવાડમાં ઘેર કુટુંબીજનોને મળવાનો હતો. પહેલા ઉદેશ પ્રમાણે અમે ફાલના સ્ટેશન ઊતરી ગયા ને એક મારવાડીની દુકાને ધામા નાંખ્યા. ત્યાંથી સાદડી છએક ગાઉ. મેઘરાજ પૂરી ઉદારતાથી અમી વરસાવી રહ્યા હતા. પગપાળા જ જવાનું હતું. ઢીંચણસમા પાણીમાં જોડાં તો નકામાં થઈ જળશરણ થઈ ગયાં. મારવાડનાં પાંચ રત્નોમાં કાંટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy