SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ૭ મારું જીવનવૃત્ત યોગ્યતા એ બધાની અમારા મન ઉપર જે છાપ પડી તે અમે પહેલાં બાંધી રાખેલ ધારણાને અનુરૂપ સિદ્ધ ન થઈ. હોમ, વેદના મહત્ત્વ ઉપ૨ અપાતો એકાંગી ભાર ને સંસ્કૃતાધ્યયનનો પક્ષપાત આટલું તો ગમે તે આર્યસમાજી ગુરુકુળમાં એના લાક્ષણિક અંગ તરીકે હોય છે જ. અમે કોઈ અસાધારણ યોગ્યતાવાળા ગુરુઓ કે ગુરુને જોવાની આશા સેવેલી, પણ સરકારી બી. એ.ની ડિગ્રીથી વધારે યોગ્યતા ત્યાં જણાઈ નહિ. શિક્ષણ-પ્રણાલીમાં પણ સાંપ્રદાયિક અસ્મિતા ઉપરાંત કોઈ ધરમૂળ ફેર જણાયો નહિ. ભોજન યુ.પી.ને અનુરૂપ હોય એ તો સ્વાભાવિક હતું, પણ ગુરુકુળ જેવી બ્રહ્મચર્યપ્રધાન સંસ્થામાં રાત પડ્યા પછી મોડે ખાવાનું ને ભોજનની માત્રામાં અનિયમિતપણું એ અમને આરોગ્ય અને બ્રહ્મચર્યની દૃષ્ટિએ યોગ્ય ન લાગ્યું. ગુરુકુળ છોડતી વખતે જ્યારે અધિષ્ઠાતાને અમારા વિષે કાંઈક વધુ જાણ થઈ ત્યારે તેમણે તરત જ બધા બ્રહ્મચારીઓ અને શિક્ષકોનું સંમેલન કર્યું ને અરસપરસ પરિચય સાધ્યો. ગુરુકુળની અનુકરણ યોગ્ય કેટલીક વિશેષતાઓમાંથી એક વિશેષતાએ અમારું ધ્યાન સવિશેષ ખેંચ્યું. ત્યાં શૂદ્રો અને હિરજનોને પણ સમાનદૃષ્ટિએ સ્થાન એ જમાનામાં અપાતું એ કાંઈ નાનીસૂની સિદ્ધિ ન કહેવાય. પ્રેમ મહાવિદ્યાલયમાં પ્રેમ મહાવિદ્યાલય જોવા ગયા ત્યારે એના એક જૂના કાર્યકર્તા યા મંત્રી નારાયણપ્રસાદને મળ્યા. (બિહાર) આરામાં આવેલ જૈન શ્રાવિકાશ્રમની સંચાલિકા ચંદાબાઈના એ પિતા થાય. ક્યારેક ચંદાબાઈએ એમને વિષે વાત કરેલી તે ઉપરથી તેમને મળવું સહેલું થઈ પડ્યું. નારાયણપ્રસાદનું મકાન પ્રેમ વિદ્યાલયની નજીક જ હતું. એમણે પ્રેમ મહાવિદ્યાલય તો છૂટથી બતાવ્યું જ, પણ વધારામાં અમારું આતિથ્ય પણ કર્યું. આતિથ્યમાં નોંધવા જેવી વાત એમની એક સલાહ છે. જ્યારે જમવાનો વખત થયો ત્યારે સાંજે એમણે અમને સ્નાન કરી લેવાની સૂચના કરી અને કહ્યું કે નાહ્યા પછી જમીએ તો થાક ઊતરવાથી તાજગી આવે છે ને ભૂખ પણ ઠીક ઊઘડે છે. શીતળ કૂપોદકથી અમે નાહ્યા તો સાચે જ જઠરાગ્નિ મંદ પડી ગયેલ તે શીતળ જળસ્નાનથી પ્રદીપ્ત થઈ ને તેમણે પીરસેલ મથુરા-વૃંદાવનની પ્રસિદ્ધ રબડીનો અમે સ્વાદ માણ્યો. મહાવિદ્યાલય યમુનાના ઘાટ ઉપર આવેલું છે, જ્યારે યમુના ત્યાંથી માઈલ કરતાંય વધારે દૂર વહે છે. નદીનાં બદલાતાં જતાં વહેણો પહેલાંના બાંધેલા પાકા ઘાટોને કેવા સૂમસામ કરી મૂકે છે એ ત્યાં જોવા મળ્યું. આ દૃશ્યનું સ્મરણ આગળ જતાં ટાગોરની શિક્ષણવિષયક મીમાંસાનો એક લેખ વાંચતાં હમણાં જ તાજું થયું. એ લેખમાં કવીન્દ્રે શિક્ષણની રૂઢ પ્રણાલીની ટીકા કરતાં તેને આવા પ્રવાહથી છૂટા પડેલા ઘાટો સાથે સરખાવતાં કહ્યું છે કે જેમ નદીનો પ્રવાહ વેગળો ચાલ્યો જાય ને ઘાટ માત્ર બાકી રહે તેમ દૃઢ પ્રણાલિકા માત્ર શિક્ષણની સંસ્થાઓમાં બાકી રહે છે અને શિક્ષણનો આત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy