SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પૂનાના અનુભવો – ૧૩૯ અને ખરો લાભ તો મારી પોતાની જિજ્ઞાસાતૃપ્તિ એ હતો. એ દિવસોમાં કેસરી, જાગૃતિ, આદિ મરાઠી છાપાંઓ ને સમાજશાસ્ત્ર ઉપર કાળેનું પુસ્તક તેમ જ અનેક વિષયો ઉપર કેળકરના નિબંધો, બાપટે સામાજિક દૃષ્ટિએ ગીતાનું જ કરેલ ભાષ્ય ઇત્યાદિ મરાઠી સાહિત્ય જોવા પામ્યો. પ્રો. આથવલે સાથેનો વિદ્યાવિનિમય વર્ગનું તંત્ર નિયમિતપણે ને સંતોષપ્રદ રીતે ચાલતું, પણ અચાનક લાભ તો બીજો જ થયો. પૂના એટલે સંસ્કૃતિ તેમજ વિદ્યા૨સનું ધામ. વિદ્યાર્થીઓ ને અધ્યાપકો કોઈ નવા માણસને આવેલો જાણી તેનો પરિચય સાધે ને તેમાં તેમને કાંઈ યોગ્યતા લાગે તો તેઓ મધપૂડાની આસપાસ માખીઓની જેમ બ્રાહ્મણવૃત્તિથી તેની આસપાસ વીંટળાય. અત્યારે એસ.એલ.ડી. કૉલેજ અમદાવાદમાં સંસ્કૃતના અધ્યાપક છે તે રામચંદ્ર આથવલે તે વખતે ત્યાં સંસ્કૃતના ફેલો હતા. અમારો વ્યવહાર સંસ્કૃત ભાષાના માધ્યમથી શરૂ થયો. તે એટલો ઘનિષ્ઠ થયો કે તે આગળ જતાં અમદાવાદમાં વિદ્યાવિનિમયની દૃષ્ટિએ અનેક રીતે વિકસ્યો. આથવલે ખરી બ્રાહ્મણ વૃત્તિના છે. ૧૯૧૯ના શ્રાવણ-ભાદ્રપદ માસમાં હું પગનું ઓપરેશન કરાવી ખુરશીએ પડ્યો રહેતો ત્યારે તેઓ રોજ સખત વરસાદમાં હેમચંદ્રનું પ્રાકૃત વ્યાકરણ અત્યંત ઉત્સાહથી શીખવા આવતા. આટલી જિજ્ઞાસા, નમ્રતા ને પરિશ્રમવૃત્તિ વ્યાપારી જૈન બચ્ચામાં ભાગ્યે જ જોઈ છે. ઈ. સ. ૧૯૨૩-૨૪ના શિયાળામાં કામ કરી થાકી જવાથી હું તેમને દિવસે વખત આપી ન શકું ત્યારે તેઓ રાતે મારી પાસે સૂવા આવે ને રંગગંગાધર ભણવાની વૃત્તિ સંતોષે. ઈ. સ. ૧૯૨૬નો ઉનાળો તો અમારા સહચારનો એક સુંદર અધ્યાય બની રહે છે. તેમણે M.A.ની પરીક્ષા માટે જૈન વિષય લીધો ને તેમાં આખું વિશેષાવશ્યક ભાષ્ય હતું. અમદાવાદમાં તેમનું કામ સાધુઓ પાસે ન સર્યું ત્યારે તેઓ રજામાં લીમલી મારી સાથે આવ્યા ને તેમણે એવો જ્ઞાનયજ્ઞ શરૂ કર્યો કે ત્રણ-ચાર અઠવાડિયાંમાં આખુંય સટીક ભાષ્ય વાંચી કાઢ્યું. આ જોઈ પ્રવર્તક કાંતિવિજ્યજી આદિ હેરત પામ્યા, પણ મેં જ્યારે પ્રો. આથવલેની પૂર્વભૂમિકા વિષે કહ્યું ત્યારે જ તેઓનું સમાધાન થયું. એ જ રજામાં અમદાવાદ આવી એમના ભદ્ર ઉપર આવેલ મકાનમાં પ્રો. રાનડેનું Constructive Survey of Upnishads એ પુસ્તક શરૂ કર્યું. તેમાં એ વક્તા ને મારા ઉપરાંત બીજા કેટલાય મહારાષ્ટ્રીય વિદ્વાનો શ્રોતા. આગળ જતાં જ્યારે મેં અંગ્રેજી શીખવું શરૂ કર્યું ત્યારે ઈ. સ. ૧૯૩૧ના ઉનાળામાં તેઓ મને સોન્ડરલેનનું “India in Bondages", al Intelligent Women's Guide to Sociaism પુસ્તક વંચાવતા. તે પછી પણ અમારો વિદ્યાર્થીસંબંધ ઉત્તરોત્તર પુષ્ટ જ થતો ગયો છે, જેને હું પૂનાના એક પ્રાથમિક સમાગમનું ફળ જ માનું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy